Chalo Thithiya Kadhia - 11 in Gujarati Comedy stories by Shailesh Joshi books and stories PDF | ચાલો ઠીઠીયા કાઢીએ - 11 - જવાબદારીના ધાઢ જંગલમાં

Featured Books
Categories
Share

ચાલો ઠીઠીયા કાઢીએ - 11 - જવાબદારીના ધાઢ જંગલમાં

ભાગ અગીયાર
વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
આજે પ્યુન અશોક,
ઉંચી Krain પર ચડી ગયેલ અડવીતરાને પકડી, એને ફેદોડી, એના ઘાભા ને ડૂચા કાઢી, વર્ષો જૂનો બદલો લેવા આટલો ઉતાવડો કેમ થયો છે.
હવે આગળ,
અળવીતરો તો krain પર ચડી ગયો છે, અને પ્યુન અશોક, તેને ઝડપવા અને તેને ઝડપી ને સરખો કરવા, અને પોતાનો વર્ષો જૂનો બદલો લેવા, આજે રીતસર તલપાપડ થયો છે. એનાંજ અનુસંધાને,
આજે અળવીતરો krain પરથી નીચે ઉતરી ભાગી ન જાય, એ માટે પ્યુન અશોકે,
ફેક્ટરી વર્કશોપના બધાજ દરવાજા, અંદરથી બંધ કરી તાળુ પણ મારી દીધું છે.
તાળું માર્યા પછી, એ તાળાની બધીજ ચાવીઓને,
અડવીતરા પર આજે એને કેટલો ગુસ્સો છે, તેના ભાગરૂપે, અશોકે બધીજ ચાવીઓનો, વર્કશોપમાં પડેલ હથોડી થકી, ભાગીને ભુક્કો કરી દીધો છે.
આ કંપનીના શેઠ, પોતાની ઓફીસમાં બેસી, સોરી
ઉભા-ઉભા અને એ પણ, અદ્ધરજીવે,
આજની આ કલાઈમેક્ષવાળી છેલ્લી ફાઇટનું લાઈવ કવરેજ, વર્કશોપમાં લાગેલ સીસીટીવી દ્રારા જોઈ રહ્યાં છે.
અડવીતરાને પણ, જાણે આજે પ્યુન અશોકના હાથમાંથી છટકી, બહાર જવાના બધાજ રસ્તા બંધ થઈ ગયા હોય, એવું લાગી રહ્યું છે.
તેના માટે આજે અશોકના સકંજામાંથી છટકીને બચવા માટે, ભગવાન સિવાયનો કોઈજ રસ્તો બચ્યો નથી.
બીજીબાજુ,
વર્કશોપની બહાર, કંપનીના મેનેજર, ઓફિસ સ્ટાફ અને કારીગર બધાજ વર્કશોપ ખોલાવવા માટે,
પ્યુન અશોકને, સૌથી પહેલા આજીજી, પછી હુકમ અને છેલ્લે ધમકી પણ આપી ચૂક્યા છે.
વર્કશોપનો દરવાજો ખોલવાના દરેક પ્રયાસો કરી ચૂક્યા પછી, એમને પણ ખ્યાલ આવી જાય છે કે,
અશોક આજે કોઈની એક પણ વાત માનવા તૈયાર નહી થાય, ને આજે એ અડવીતરાને કોઈ પણ ભોગે પકડવા રીતસર તત્પર બન્યો છે.
અશોક આજે આર યા પાર, કે પછી
આરપાર, કે પછી અળવીતરાને ઝડપી, ને માર-માર કરવા બરાબરનો તત્પર થયો છે.
અશોક આજે પૂરેપૂરો રઘવાયો થઈ, ગુસ્સામાં બન્ને હાથની મુઠ્ઠીવાળી, આંખો લાલઘૂમ કરી, પગ પછાડતો, krain પર ચડેલ અળવીતરાને મારક નજરે ઘૂરકિ રહ્યો છે.
વર્કશોપની બહાર ઉભેલ મેનેજરને પણ આજે 100 ℅ એવું લાગી ગયું કે,
આજે અશોક દરવાજો નહીં ખોલે, એટલે છેવટે થાકી હારીને, મેનેજર, શેઠને આ વાતની જાણ કરે છે.
મેનેજરની વાત સાંભળી, શેઠ, સમગ્ર ઘટનાની નજાકત અને અંજામ સમજી,
પહેલો ફોન, અળવીતરો જે કંપનીમાંથી કામ અર્થે અહી આવ્યો હતો, તે કંપનીના માલિકને કરે છે.
ત્યારબાદ સમગ્ર ઘટના પછીની દુર્ઘટનાને પહોચી વળવા અંગે, મેનેજરને આ બાબતે હવે આગળ શું કરવું ?
એ વિશેની એન્ટ્રી કરી, એક લિસ્ટ બનાવીને આપે છે.
કે જેમાં,
પહેલા જે મશીનમાં બ્લાસ્ટ થયો હતો, એટલે
ઇલેક્ટ્રિશિયન, એન્જિનિયર અને insurance વાળાને તો ફોન કરીજ દીધેલો, આગળ કોને-કોને ફોન કરવો, તે બાબતે શેઠ મેનેજરને વાકેફ કરે છે.
શરૂઆતમાં ટીપોઈ તૂટી હતી, એટલે કાચવાળાને
ચાની ટ્રેથી ઓફીસની દીવાલબગડી ગઈ હતી, એટલે કલરવાળાને
કપ-રકાબીને ટ્રે માટે, ક્રોકરી વાળાને
વર્કશોપમાં ભરાયેલ, અળવીતરો અને અશોક અંદર મારામારી કરે, અરે કરે શું ?
થવાનીજ છે, તો પોલીસવાળાને
એ બેમાંથી કોઈ એકને કે બંનેને મારા-મારી દરમિયાન વધારે વાગશે, એટલે એમ્બ્યુલન્સવાળાને,
જરૂર પડે તો ફાયરબ્રિગેડને પણ, અને કદાચ ભગવાન ના કરેને, કંઈક અજુગતું થઈ જાય તો....
શબવાહીની પણ બોલાવી લેવા બાબતે કહે છે.
મેનેજરને શેઠે આપેલ આટલુ લાંબુ લીસ્ટ જોઈ, ચક્કર આવી જાય છે.
કેમકે,
શેઠે લગભગ, શહેરની જાહેર અને ખાનગી દરેક ક્ષેત્રની સેવાઓ, મદદો, આજે એકજ દિવસે બોલાવી લીધી હતી.
થોડીવારમાં મેનેજર સ્વસ્થ થતા, શેઠને કહે છે કે,
શેઠ, આ લિસ્ટમાં ખાલી મીડિયા રહી જાય છે.
એમને પણ બોલાવી લઉ ?
વધું વાંચવા માટે, ભાગ બાર