પહેલા ભાગ માં આપડે જોયું કે ને મિત્રો નું ખૂન થઈ જાય છે, અને તેમાંથી એક ચિઠ્ઠી નીકળે છે અને બધા ગામ વાળા સોહિલ નું નામ લે છે.
હવે આગળ
********************************************
તે ગામ ના બે ભાઇ ઓફીસ માં કામ કરતા હતા, એક નું નામ વિક્રાંત હતું અને બીજા નું નામ રાજુ હતું. તેઓ શહેર નોકરી કરવા માટે જતાં. તે બંને કમ્પ્યુટરમાં કઈક કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમના ફોનની રિંગ આવી, રાજુએ કોલ ઉપાડ્યો.
"શું, રામુ કાકા અને શ્યામુ કાકા ગયા, ઓહ... આ બધું કઈ રીતે થયું... હા હા સારું"
રાજુએ વાત કરી અને વિક્રાંતને બધું કહ્યું, પછી વિક્રાંતને ફૉન આવ્યો, તેણે કોલ ઉપાડ્યો, તે તેમના બોસનો ફોન હતો, પરંતુ જ્યારે વિક્રાંત બોસ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એક કોલ આવી રહ્યો હતો, પરંતુ વિક્રાંતે ધ્યાન ન આપ્યુ. તેણે બોસ સાથે વાત કરી.
"બોસે કહ્યું છે કે આપડી પાસે ફક્ત કલાક છે આ કાર્ય પૂર્ણ કરવા માટે", વિક્રાંતે કહ્યું.
"ઠીક છે "
તેઓએ તેમનું કામ શરૂ કર્યું. ફોન માં વાત કરતા કરતા જે તેણે ફોન આવ્યો હતો તે બીજા કોઈ નો નહિ પણ તેનાજ નંબર થી ફોન આવતો હતો. કલાક પછી તેઓ પોતાનું કામ પતાવી ને ઘરે જવા નીકળ્યા . તેઓને ગામ તરફ જતી એક બસ મળી અને તે બને જણ બસમાં બેસી ગયા ૯:૩૦ એ તે લોકો ગામ માં પોહચી ગયા, તે બને ચાલતા ચાલતા ઘરે ગયા, ઘર આગળ પહાચી ને તે લોકો એ જોયું કે તેમના માતાપિતા કંઇક વાત કરે છે, તે બંને બહાર રહ્યા અને તે વાત સાંભળી,
"તે ફક્ત સોહિલનું કામ છે", તેમની માતાએ તેમના પિતાને કહ્યું.
"ના, તે માર્યો ગયો હતો પછી તે કેવી રીતે પાછો આવી શકે"
"ના, તેણે કહ્યું હતું તે પાછો આવશે અને તે બદલો લેશે કારણ કે તેણે કાળા જાદુમાં પીએચડી કર્યું હતું"
"પણ તેની જોડે જે થયું તે તો ખોટું હતું"
"એ બધું મને નહિ ખબર"
"પણ તોય તે નઈ હોય, કોઈ બીજું પણ હોઈ શકે છે"
પછી બંને ભાઈ અંદર આવ્યા,
માતા રસોડામાં ગયા જમવાનું તૈયાર કરવા, બંનેએ તેમના પિતાને સોહિલ વિશે પૂછ્યું.
"ના, તમે તે સમજી શકશો નહીં"
તેમની માતા આવ્યા બાદ બધા એ ભોજન કર્યું પછી તે રામુ કાકાના ઘરે ગયા પછી તે શ્યામુ કાકા ના ઘરે ગયા. બંનેએ ત્યાં બેસીને રામુ કાકા અને શ્યામુ કાકા વિશે વાત કરી. પછી બંનેએ ઘરેથી રજા લીધા પછી તે બંને ઘરે આવી રહ્યા હતા, ત્યાં કોઈ નહોતું રસ્તો સૂમસામ હતો. પછી તે બનેં જણે એક અવાજ સાંભળ્યો, તેઓએ પાછળ જોયું, પરંતુ ત્યાં કોઈ ન હતું, ત્યારે તેઓએ એક મહિલાને જોઈ. તે મહિલાએ સફેદ સાડી પહેરી હતી. તે તેજ દિશા માં થી આવી રહી હતી જ્યાં રાજૂ અને વિક્રાંત ઊભા હતા, તે બંને પાછળ જોતા હતા ત્યાં એક માણસે તે લોકો ને બૂમ પાડી. ત્યારે તેઓએ જોયું ત્યાં સરપંચ ઉભા હતા.
"આટલું મોડું થઈ ગયું તોય તમે આમ કેમ ભટક્યા કરો છો?" સરપંચે કહ્યું.
"અમે રામુ કાકાના ઘરે આવ્યા હતા, તે પરિવાર ખૂબ જ દુખી છે"
"હા, હા તેઓ ઉદાસ છે પણ હવે ઘરે જાવ"
"ઓકે કાકા"
તે બંને ઘરે ગયા પછી, સરપંચ ત્યાં જ ઉભા રહ્યા, પછી તેમને એક ફોન આવ્યો. સરપંચે નંબર જોયો, નંબર તો સરપંચ નોજ હતો. એટલે તે સામે કોણ બોલી રહ્યો છે તે જોવા ઉત્સાહિત હતા, પરંતુ કોઈએ વાત કરી નહીં.
ક્રમશ....
હવે શું થશે તે જાણવા માટે બન્યાં રહો
ફોન નંબર માં
મને યોગ્ય રેટિંગ જરૂર થી આપજો જેથી મને લખવાં માં મજા આવે અને મારું માનો બળ પણ મજબૂત થાય.