રચના પ્રાથમિક શાળા માં ધોરણ ૬ માં રમેશભાઈ પૃથ્વી વિશે અવનવી માહિતી આપતા હતા તે જ દરમિયાન ક્લાસ ના મનહર કે જે સૌથી આગળ પડતો વિદ્યાર્થી એ જ પ્રશ્ન નો મારો ચલાવ્યો અને પોતે હજી ગઈ કાલે જ વાંચેલ ઉલ્કા વિશે મહિતી આપવા માટે કહ્યું.
ત્યારે રમેશભાઈ એ જણાવ્યું કે બાળકો પૃથ્વી એ કંઈ આજ કાલ અસ્તિત્વ માં નથી આવી પૃથ્વી ના નિર્માણ માં ઘણી બધી પ્રવૃત્તિઓ ભાગ ભજવે છે અને આ બધી સંયુક્ત પ્રવુતિ ના કારણે પૃથ્વી જેવા ઘણા બધા અવકાશી પદાર્થો અસ્તિત્વ માં આવે છે.
હવે જ્યારે ઘણા બધા વજનદાર અનિયમિત આકારના ના ટુકડાઓ જ્યારે સંયોજયી શક્યા ના હોય કે પછી પોતાના પિતૃ બંધારણ માંથી વિખૂટા પડી ગયા હોય તેઓ અંતરીક્ષ માં ખુબ જ લાંબી સફર ચાલુ કરે છે. આ સફર માં તેઓ સતત ઘૂમરાયા કરે છે જ્યારે તેઓ બીજા ગ્રહ કે પછી કોઈ પદાર્થ ના ગુરુત્વાકર્ષણ ના બળ થી આકર્ષાઈ તેની તરફ ખૂબ જ ઝડપ થી ટકરાઈ છે.
મોટા ભાગ ના આ ટુકડાઓ પૃથ્વી ના વાતાવરણ માં આવતાજ્જ વાતાવરણમાં ઘર્ષણ માં ઉતરી પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે.
પરંતુ જો આ પીડ ખૂબ જ શક્તિશાળી હોય તો ઘણો ખરો નાશ પામી પોતાના અસ્તિત્વ ની ઝાંખી રૂપ નાના કદ માં પૃથ્વી ની સપાટી પર આવી લોકો માટે કુતૂહલ સર્જે છે.
અને હા એક વાત તો કહેવાની રઈ જ કંઈ જે મૂવી માં ખરતા તારા ને જોઈ વિશ માંગવાની વાત છે તે આ ઉલ્કપિંડ જ કેમ કે જ્યારે તે વાતાવરણ ના સંપર્ક આવવાથી તીવ્ર પ્રકાશ વાળો લિસોટો જોવા મળે છે અને એક નયનરમ્ય દ્ર્શ્ય રચાય છે.
હવે આ મોટા ભાગે તો નુકશાન નથી વેરતા કે ખૂબ જ ઓછું કરે છે પરંતુ જો કદાચ કોઈ વાર મહાકાય ઉલ્કા પિંડ આપણી પૃથ્વી પર વણનોતર્યો આવી જાય તો તે માટે નાશા દ્વારા નવી ટેકનોલોજી નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું જે જેથી કરી તેને વાતાવરણ માં પ્રવેશ પહેલાજ મોટા પિંડ ને નાના નાના ટુકડા માં વિભાજીત કરી શકાય અને આ ઘણા ખરે અંશે સફળ પણ રહ્યું છે .
ખેર આ સિવાય ઉલ્કા પિંડ વૈજ્ઞાનિકો માટે અભ્યાસ નું એક અવકાશ પૂરો પાડે છે તેનો વિવિધ રીતે પરીક્ષણ કરી અંતરીક્ષ વિશે ના અભ્યાસ માં પરોક્ષ મદદ પૂરી પાડે છે.
આમ તો ઉલ્કા પિંડ માં મુખ્યવે લોખંડ, નિકલ, ક્રોમિયમ વિગેરે જેવા અનેક ધાતુ નું મટીરીયલ પણ મળી આવે છે જે અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે.
ક્યારેક મોટો પિંડ પૃથ્વી ની સપાટી પર ટકરાઈ ત્યારે ખૂબ જ મોટો ખાડો કરી નાખે છે અને સમય જતાં તે વિશાળકાય ખાડા માં વરસાદી પાણી નો સંગ્રહ થાય કુદરતી સરોવર ની રચના થાય.
મહારાષ્ટ્ર. માં આવેલ લોનાર સરોવર આનું જ એક ઉદાહરણ છે.
શું વિદ્યાર્થી મિત્રો ગુજરાત માં એવું સરોવર આવેલું છે કે નહિ?
અને જો આવેલ હોયતો. તેનું નામ કહો??
ત્યાંજ શાળા છૂટવાનો રણકાર થયો અને બાળકો શની રવી ની રજા માટે ઉત્સાહિત થઈ ગયા.
ત્યાર બાદ જ્યારે નવા તાસ માં વિદ્યાર્થી મિત્રો ભેગા થયા બાદ ઉલ્કા વિશે ની અવનવી માહિતી ની એક બીજાની સાથે વહેંચી અને આવતા સપ્તાહે યોજવનાર વિજ્ઞાન મેળા માં પોસ્ટર પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું આમાં ટીમ લીડર તરીકે મનહરે લીડર શિપ હાથ માં લઇ. પરંતુ તેઓ ને અહી પ્રથમ પાંચ નંબર માં સ્થાન તો ના મળ્યું પરંતુ તેઓ નિરાશ થયા વગર પોતે ઉલ્કા વિશે મેળવેલા જ્ઞાન થી ખુશ થઈ ફરી થી પોતાના રોજિંદા અભ્યાસ માં લાગી ગયા
અને આમ ફરી થી તેઓની વિજ્ઞાન સાથે ની નવી સફર ચાલુ થઈ ગઈ.