Rakta Charitra - 16 in Gujarati Fiction Stories by Rinkal Chauhan books and stories PDF | રક્ત ચરિત્ર - 16

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

રક્ત ચરિત્ર - 16

૧૬


મોડી રાત્રે જ્યારે નીરજ ઓરડામાં આવ્યો ત્યારે શિવાની સાદા કપડામાં સોફા પર બેઠી હતી.


"મારું બાળપણનું સપનું હતું કે આપણા લગ્ન થાય, આજે એ સપનું પૂરું થઈ ગયું પણ તું એક વાત જાણે છે નીરજ? મને આજે જરાય ઉત્સાહ કે ખુશી નથી આપણા લગ્નને લઈને, જે સપનું મેં ખુલી આંખોએ જોયું છે, જે સપનાને હકીકતમાં ફેરવવા મેં ભગવાન પાસે પ્રાર્થનાઓ કરી છે, જે સબંધ મેં આખી જિંદગી ઝંખ્યો છે એ બધુંજ આજે મારા દિલમાં સોયની જેમ ખૂંચી રહ્યું છે." શિવાનીએ તેની ભીની થયેલી આંખો લૂંછી.


"શિવાની હું......"


"હું તને નીચું દેખાડવા આ બધું નથી કહી રઈ નીરજ, તું એટલી નીચલી કક્ષાએ છે કે ત્યાંથી હવે તું નીચે જઈ જ નઈ શકે. હું ભલે દુનિયાની નજરમાં તારી પત્ની છું, પણ આ ઓરડામાં અને મારા જીવનમાં તું મારા માટે કાંઈજ નથી." શિવાની ઉભી થઈને પલંગ પર ઊંઘી ગઈ.


નીરજ સોફા પર બેસી ગયો; શિવાનીએ નીરજ સામે જોયું અને બોલી," મારી સાથે એક પથારી પર ઊંઘવાનો પણ હક નથી તને નીરજ, તારા માટે ઊંઘવાની વ્યવસ્થા જાતે કરી લેજે."


"તેં આ બધું શું કરી નાખ્યું રતન? તને કંઈ ભાન બાન છે કે નઈ? અરે ક્યાં મેં તને કુંવર સાહેબને ફસાવવા મોકલી હતી ને ક્યાં તું દેવી બનીને એમના લગ્ન પેલી શિવાની જોડે કરાવી આવી." અરજણ ઘરે જઈ રહેલી રતનને સુમસામ જગ્યાએ લઇ ગયો અને ગુસ્સામાં પૂછ્યું.


"મેં જે કર્યું એ સારુ જ કર્યું છે અરજણા, ને હવે તું પણ એમનાથી દૂર રહેજે. ને હા એક વાત હંમેશા ધ્યાનમાં રાખજે, હું નીરજ માથે જરાય મુસીબત નહીં આવવા દઉં." રતનએ સપષ્ટ જવાબ આપ્યો.


"તો એમ વાત છે, રતન રાણી ને પ્રેમ થઇ ગયો છે. પણ તારા પ્રેમીના લગ્ન તો એની પ્રેમિકા સાથે થઇ ગયા, હવે હું પણ તારી સાથે લગ્ન નઈ કરું ને કોઈ સાથે તારા લગ્ન થવા પણ નઈ દઉં. હવે તું કુંવારી રહેજે અને ગામના પુરુષોને મજા કરાવજે, ને શરૂઆત મારાથી કર." અરજણ રતન તરફ આગળ વધ્યો.


"મને હાથ પણ લગાવ્યો છે ને તેં અરજણ તો હું તારા હાથ ભાગી નાખીશ." રતનએ તેનો બચાવ કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.


"પેલી સાંજ હારે બે દિવસ રઈને બઉ હિમ્મત વાળી થઇ ગઈ છે ને તું તો, જોઉં છું તને આજ કોણ બચાવે છે." અરજણએ રતનને ધકેલી અને એ નીચે પછડાઇ.


હસતા હસતા એ રતનની નજીક જવા લાગ્યો, જેવો એ રતનની નજીક આવ્યો રતનએ બંન્ને હાથમાં ધૂળ લઈને અરજણની આંખોમાં નાખી.


"હિમ્મત વાળી તો હું જન્મી ત્યારથી છું અને પોતાની ઈજ્જત બચાવવા કોઈની જરૂર નથી મને, તારા જેવા નફ્ફટ ને તો હું જ પહોંચી વળીશ." રતન આજુ બાજુ પડેલા નાનામોટા પથ્થર લઈને અરજણને મારવા માંડી, તેને મારી મારીને અધમૂઓ કર્યા પછી રતન ફરીથી બોલી,"આ દુનિયાની કોઈ પણ સ્ત્રીને પોતાના રક્ષણ માટે કોઈ બીજાની જરૂર નથી હોતી જો આ વાત સ્ત્રીઓ સમજી જાયને તો તારા જેવા નપાવટ ઓછા થઇ જાય આ દુનિયામાંથી, ફરી ક્યારેય કોઈ સ્ત્રીની ઈજ્જત ઉપર હાથ નાખવાનું મન થાયને તો રતનને યાદ કરી લેજે."


સાંજ જગમાં પાણી ભરવા રસોડામાં આવી ત્યારે એની નજર સૂરજ પર પડી, એ આંગણામાં બેઠો હતો.


"તું અહીં શું કરે છે?" સાંજએ તેનાં નજીક જઈને પૂછ્યું.


"ઊંઘ નથી આવતી તો ખુલ્લી હવામાં બેઠો છું, તું પણ બેસને." સૂરજએ સાંજ તરફ જોયા વગર જ કહ્યું.


"મારાથી નારાજ છે? ગુસ્સો આવતો હશે મારી પર નઈ?" સાંજ તેની બાજુમાં સલામત અંતર રાખીને બેસી ગઈ.


"ગુસ્સો કરીને શું કરું? ને નારાજગી શાની? પ્રેમમાં સામે પ્રેમ મળેજ એવી કોઈ શરત તો નથી હોતી, મને પ્રેમ થઇ ગયો તને ના થયો એટલે વાત ખતમ." સૂરજએ સ્વસ્થતાથી જવાબ આપ્યો.


સાંજ કંઈ બોલવા જતી હતી ને અચાનક એના કાને કોઈ અવાજ પડ્યો,"તું તારા ઓરડામાં જા સૂરજ." ધીમેથી સૂરજના કાનમાં બોલી, ભીંતે લટકેલી બંદૂક લઈને સાંજ અવાજ તરફ આગળ વધી.


"હું તારી સાથે આવીશ." સૂરજ તેની સાથે ગયો.


ધીમે પગલે સાંજ અને સૂરજ અવાજ ની દિશામાં આગળ વધ્યાં, કોઈકનાં પગલાંનો અવાજ નજીક આવી રહ્યો હતો.
"તને શું લાગે છે? કોણ હશે ત્યાં?" સૂરજએ પૂછ્યું.
"મને શું ખબર ત્યાં કોણ હશે? હું અંતર્યામી થોડી છું?" સાંજ ચિડાઈ ગઈ.
અચાનક જ કોઈકનો ભાગવાનો અવાજ નજીક આવવા લાગ્યો અને સાંજએ હડબડાટમાં ટ્રીગર દબાવી દીધું.

"આઆઆઆહહહહહ" એક પુરૂષની ચીસ અને બંદૂકના ધમાકા પછી ફરીથી હવેલી શાંત થઇ ગઈ.

ક્રમશ: