Adhuri Navalkatha in Gujarati Classic Stories by Pankaj Rathod books and stories PDF | અધૂરી નવલકથા - પાર્ટ 29

Featured Books
Categories
Share

અધૂરી નવલકથા - પાર્ટ 29

આરતીએ નવ્યા અને અજયને ગાર્ડન બહાર મોકલ્યા હતા. પણ તે બંને સંકેત ના હાથમાં આવી ગયા હતા. સંકેત સાથે રહેલા બે બોડીગાર્ડ એ અજય ને ધક્કો મારી પાછળ ધકેલી મુક્યો હતો.
આરતી સંકેત ને જોઈ ને ખુશ થઈ હતી. આ પહેલા આરતીએ સંકેત ને વિરુ વિશે સત્ય કહ્યું હતું. તે જ નયન ને તેની બધી ઇન્ફોર્મેશન આપતો હતો. પહેલા સંકેતે આરતીની વાત માની ન હતી. પણ પાછળથી સંકેત ને આરતી પર વિશ્વાસ આવ્યો હતો. આથી વિરુનો અસલી સહેરો સામે લાવવા આરતી એ જાણીજોઈને વિરુને સાથે રાખ્યો હતો.
વિરુ ને સાથે રાખતા બન્યું પણ એવું જ હતું જેવું આરતી એ વિચાર્યું હતું. વિરુ એ નવ્યા મળી શુકી છે તે ઇન્ફોર્મેશન નયન ને આપી હતી. આથી નયન અને તેના પિતા સમય સર અહીં પહોંચીયા હતા. નયન આવતા વિરુ નયન બાજુ થઈ ગયો હતો. જો કે તે પહેલેથી નયન ના જ પક્ષમાં હતો. પણ તે સંકેત સાથેનો દેખાવ કરી રહ્યો હતો.
પહેલા આરતી અજય ને મળશે ત્યાર બાદ સંકેત આવશે તેવો આરતી નો પ્લાન હતો. પણ અહીં અજયને મળતા નવ્યા મળી હતી. આરતીને તેના પિતા સામે બચાવા નવ્યા આગળ આવી હતી એ બાબત થી આરતીનું હૃદય પરિવર્તન થયું હતું. તે નવ્યા ને બચાવા ઈચ્છતી હતી. આથી તે એ વાત ભૂલી ચુકી હતી કે તેણે સંકેત સાથે એક કરાર કર્યો હતો. નવ્યા ને ચોપવાનો પણ અહીં આરતી જ નવ્યા ને ભાગવામા મદદ કરી રહી હતી. આ જોઈને સંકેતને આરતી પરથી વિશ્વાસ ઉઠી ચુક્યો હતો. અને આરતી અહીં એકલી પડી ચુકી હતી. તે બખૂબી જાણતી હતી કે અહીં તે એકલી છે. કોની સામે ગન તાકવી તે હવે વિચારી શક્તિ ન હતી. પણ તે હવે કશું કરી શકે એમ ન હતી કારણ કે સંકેતના બોડીગાર્ડ પાસે મશીનગન હતી. જેની સામે આરતીની ખોટી પિસ્તોલ ચાલે એમ ન હતી.
"સંકેત તું અહીં." સંકેત ને જોઈને વિરુએ કહ્યું. વિરુ ડરી રહ્યો હતો. કારણ કે સંકેત સાથે રહીને તેને સંકેત ના સ્વભાવ વિચે જાણ હતી. તેની સાથે વિશ્વાસ ઘાત કરનારને તે કેવી સજા આપતો હતો તે બખૂબી જાણતો હતો.
"આ બધા કોણ છે અને અહીં શું ચાલી રહ્યું છે." દિલીપભાઈને કશું ન સમજાતા તે બોલી ઉઠ્યા.
"ઓ કાકા થોડા શાંત રહો બધું જ તમને સમજાય જશે." સંકેતે કહ્યું. અને વિરુ તરફ ફરીને બોલ્યો "પહેલા હું મારા દોસ્તથી હિસાબ ક્લિયર કરવાનું શરૂ કરીશ."
"આ સંકેત છે." નયને ધીમેથી તેના પિતાને કહ્યું. ત્યાર બાદ દિલીપભાઈ કશું પણ ના બોલ્યા. એક તો તેના બોડીગાર્ડ પાસે રહેલી મશીનગન જોઈને તે ડરી ગયા હતા. આથી કશું પણ ના બોલવું અહીં હિતાવહ હતું. તેમ વિચાર કરીને તેઓ છુપ રહ્યા.
વિરુ એ તેની પાસે ઉભા હતા તે બોડીગાર્ડ ને સંકેત પર હુમલો કરવાનો ઈચારો કર્યો પણ તે બોડીગાર્ડ એ પોતાના પાસે રહેલી ઓટોમેટિક રિવોલ્વર નિકાળીને વિરુ તરફ કરી. આ જોઈને વિરુને પરસેવો વળવા લાગ્યો. તેને પોતાનો અંત નજીક આવતો દેખાવા લાગ્યો. આખરે તે સંકેત સાથે પોતાનો બદલો લેવા માટે તેની સાથે દોસ્તી કરી હતી. પણ જ્યારે તેને ખબર પડી કે નયન પણ સંકેત સાથે દુશ્મનાવટ રાખે છે. તેથી વિરુ અને નયને એક થવાનું વિચાર્યું. તે બંને મળીને સંકેતને પાડવાની કોઈ યોજના બનાવા લાગ્યા. પણ ત્યાં નવ્યા અને આરતીનો આ કાંડ બહાર આવ્યો. ત્યારથી તે બંને એ સંકેત ને પાડવા નવ્યા નો ઉપયોગ કરવાનું વિચાર્યું. પણ કોઈ વિચાર ન આવતા તેણે સંકેત સાથે નવ્યા કોઈ પણ સંજોગોમાં લગ્ન ન કરે તેની તૈયારી કરી. પણ આજે તે સંકેતની જાળ મા ફસાયા હતા.
"આ બધા ને પકડી પાડો અને આપણી સાથે લહી ચાલો. આ પબ્લિકપ્લેસ છે અહીં આપણે કોઈને કશું નહીં કરી શકીએ." સંકેતે તેના ચારે બોડીગાર્ડ ને કહ્યું.
સંકેતના બોડીગાર્ડ એ બધાને પકડીને તેની કારમાં બેચાડવા લાગ્યા. આ બધામાં આરતીનો બોયફ્રેન્ડ દિવ્ય સામીલ ન હતો. તે સમય મળતા ત્યાંથી થોડો દૂર જતો રહ્યો હતો. નયન, દિલીપભાઈ, વિરુ, આરતી અને અજયને હાથ બાંધીને સંકેત ની કારમાં બેચાડવામાં આવ્યા. જ્યારે નવ્યા ને સંકેતે તેની કારમાં લહી ચાલવાનું કહ્યું. સાથે સંકેતે એક વકીલ ની વ્યવસ્થા કરી. તે આજે જ બધા સામે નવ્યા સાથે લગ્ન કરવાનો હતો.
સંકેત ની બે કાર પાછળ દિવ્યા ધીમે ધીમે જતો હતો. પણ આગળના સર્કલે પ્રતીક અને જ્યોતિ અજય અને નવ્યા ને અલગ અલગ કાર માં કોઈ અજાણ વ્યક્તિ સાથે જોયા. પ્રતીક ને અજુગતું લાગતા તેણે પોતાની એક્ટિવા સંકેત ની કાર પાછળ દોડાવી. આ સાથે જ નમ્ય અને સમીર પણ નવ્યા અને નયન ને કોઈ કારમાં જતા જોઈ ગયો. આથી તેણે પણ સંકેત ની કાર પાછળ તેની બે ગાડી રવાના કરી.
હાઇવે પર અજીબ ટેમ્બો જામ્યો હતો. સૌથી પહેલા સંકેત ની બે ગાડી. જેમાં સંકેત,નવ્યા, વિરુ, નયન, દિલીપભાઈ, આરતી અને અજય હતા. તેની પાછળ દિવ્યની ગાડી, તેની થોડે દુર એક એક્ટિવા જેમ પ્રતીક અને જ્યોતિ અને છેવટે નમ્ય, સમીર અને નૂરની ગાડી જતી હતી. આ સ્ટોરીના હાર્દિક અને શોભનાબહેન સિવાયના તમામ કેરેક્ટર એક દિશામાં આગળ વધી રહ્યા હતા. જેઓની મંજિલ એક હતી પણ તે ક્યાં જઈ રહ્યા છે તે સંકેત સિવાય કોઈને પણ ખ્યાલ ન હતો.