સાપસીડી. ...25..
ગાંધીનગર જવાનું હતું .બીજો કોઈ કાર્યક્રમ ગાંધીનગરમાં પ્રતિકે ગોઠવ્યો નહોતો. એક જ કાર્યક્રમ હતો. Cm ઓફિસ માં જવાનું અને રોશની સાથે મુલાકાત ...ખાસ તો ફાઈલો બાબતે ચર્ચા અગત્યની હતી .જે સાહેબ પાસે પોઝિટિવ થઈને જાય એ જરૂરી હતું. બીજું પપ્પાએ પણ રોશનીને મળી લેજે ,સમય કાઢીને એમ કહેલ.
પ્રતીક ને કોર્પોરેશનમાં જવાબદારી મળી ત્યારે જ રોશનીની નિમણૂક cm ઓફિસમાં થઈ. રોશની એમબીએ ની સાથે સાથે gpsc ની પરીક્ષા પણ આપી હતી .અને એમાં સારી રીતે પાસ થતા તેની પહેલી પોસ્ટિંગ જ cm ના કાર્યાલયમાં ડે સેક્રેટરી તરીકે થઇ હતી.
આમ પણ મુખ્યમંત્રીના ખાસ પંડ્યા સાહેબની પુત્રી હતી એટલે વિશ્વાસુ તો કહેવાય જ ..વળી ફ્રેશર હતી, સ્માર્ટ હતી. એટલે સાહેબ પણ નવોદિત અને યુવાનોની ટેલેન્ટનો લાભ પોતાના કાર્યાલયમાં તો લેતાજ હતા. સાથે સાથે
એમને પણ કામનો સારો અનુભવ અહીં મળતો.
જોતજોતામાં રોશની મોટlસlહેબની ખાસ વિશ્વાસુ બની ગઈ હતી. આમ તો સાહેબ કોઈનો વધુ પડતો વિશ્વાસ કરતા નહોતા. પણ મુખ્યમંત્રી પાસે આવતી ફાઈલો પર નિર્ણય અધિકારીઓની સલાહ વગર લેતા નહોતા.
એક મહીનો એને માંડ થયો હશે મુખ્યમંત્રી ના કાર્યાલયમાં….વળી બીજા પણ ઘણા અધિકારીઓ હતા .
રોશનીનો જ ફોન પ્રતિક પર આવ્યો હતો. તેની પાસે રહેલી ફાઇલ માટે…
રોડ ને રસ્તા ના પ્રોજેકટની જ ફાઇલ હતી. રકમ ને પ્રોજેક્ટ પણ મોટો હતો.
વળી શાહ એન્ડ વ્યાસ કમ્પનીના કામો અને પ્રોજેકટની કેટલીક ફાઈલો પણ હતી..જેમl દુબઈના પ્રોજેકટની ફાઇલ માટે રેકમન્ડ કરવા તેને ડિરેક્ટરે ખાસ ફોન કરેલ .
થોડી ઔપચારિક વાતો અને વ્યવહાર ચાલ્યા. પ્રતિક ટી શર્ટ ને જીન્સ માં આવ્યો હતો. આમ તો cm કાર્યાલય કે નિવાસે થોડા ફોર્મલ થઈને જવું પડે .શર્ટ કે પછી કુરતામાં ….પણ આજે સાહેબને મળવાનું નહોતું. એ બીઝી હતા. કઈ કામ એને પણ નહોતું .
વળી સાહેબને મળવું એટલે કે કા તો એમનું તેડું આવે ... અથવા પછી અlપણે ટાઈમ લેવો પડે અને એ માટે કામ જણાવવું પડે. જો એમને અનુકૂળ લાગે તો જ સમય ને મુલાકાત મળે . નહિતર તમે કઈ કરી ન શકો….
આજે તે માત્ર ને માત્ર રોશની ને મળવા ખાસ આવ્યો હતો . એક તો પપ્પા નું ફરમાન હતું. બીજો રોશની નો પોતાનો ફોન હતો ફાઇલ બાબતે ...એટલે પણ હવે લાબું ખેંચી શકે તેમ નહોતું. મળવું હવે અનિવાર્ય હતું..
સામે રોશની એના ડ્રેસ માં સજ્જ હતી.. એણે લાઈટ બ્લુ ટોપ ને જીન્સ ચડાવ્યા હતા. જો કે cm સાથે મીટીંગ હોય ત્યારે કાંતો સાડી કે પછી દુપટા સાથે ડ્રેસ પહેરવો સૌજન્ય મનાતું હતું. Cm કાર્યાલય માં નિમણૂક મળે કે બધાને તેમના પહેરવેશ, એટીકેટ વગેરે નાના મોટા નિયમો સમજાવી દેવlતા હતા. જે પાળવા અનિવાર્ય હતા. અlખર વીઆઇપી નોકરી હતી. મોભાની અને સ્ટેટ્સ ની જોબ જોઈતી હોય તો સુચનlનું પાલન અનિવાર્ય રહેવાનું.
એક વાર તમારી પસંદગી થઈ પછી છટકવું એટલે નોકરી ગુમાવવા બરોબર હતું. બીજે પણ તમને કોઈ પોસ્ટિંગ ન મળે. એટલે એડજસ્ટ થયા વગર બીજો રસ્તો જ નથી .
રોશનીએ હેલો કહી પ્રતિક ને આવકાર્યો.
પ્રતીક હાય રોશની કેમ છો …કહેતા તેની ચેમ્બર માં અદર આવીને રોશનીએ બેસવાનો ઈશારો કરતા બેઠક લીધી.
થોડીવાર ફોન પર બીઝી થઈ .પછી પી એ ને કોઈ ફોન થોડી વાર ન આપવાની સૂચના આપી . ...મિટિંગમાં બીઝી છું…
સાથે લાવેલી ફાઈલો ટેબલ પર મૂકી પહેલા કામ પતાવી પછી બીજી વાત કરવી તેમ પ્રતીક વિચારતો હતો. ત્યાં જ રોશની એ તેના માતા પિતાની ખબર પૂછી .અંકલ ને અંlટી કેમ છે ...સામે પ્રતિકે પણ તેના મમી ના ખબર પૂછ્યા... અંlટી કેમ છે. પપl તો એઝ ઇટ ઇસ બીઝી હશે…..
બને એક નાતના હતા અને એકબીજાના ફેમિલી સાથે નિકટતા ધરાવતા હતા. પંડ્યા સાહેબ તો પ્રતીકને વરસોથી સારી રીતે ઓળખતા હતા .કદાચ આ મિટિંગ પણ એની જ ફલશ્રુતિ હતી. બને એ પણ સારી રીતે જાણતા હતા કે બંનેના પેરન્ટ્સ ઈચ્છે છે કે તેમનો સંબંધ કાયમી થાય. અને બંને પરિવાર ચોક્કસ નામ આપી શકાય એવા સંબંધથી જોડાય.
જોકે પ્રતીકને એ સમજાયું નહીં કે મુખ્યમંત્રી કાર્યાલયની આ મિટિંગમાં એવો કોઈ આખરી ફેંસલો લઈ શકlશે કે કેમ..
તેણે માત્ર કામની ફlઈલોનો સવાલ આવ્યો એટલે મીટીંગ સ્વીકારી લીધી હતી.
રોશની એના પિતા ની ઇચ્છાથી પ્રતીકને મળવા માટે આ તખ્તો ગોઠવાયો હતો. બંનેની ઉંમરમાં સારો એવો ફરક હતો લગભગ 7 થી 8 વરસનો તો ખરો જ …....રોશની તેના સ્વાતિ સાથેનl સંબંધથી પણ વાકેફ હતી. પડ્યા સાહેબે પોતે જ વાત કરી હતી.
સ્વlતીની સાથે તો એક બે વાર પંડ્યા સાહેબના ઘરે પણ ગયો હતો. જો કે એ વાતને વરસી વીતી ગયા હતા.
પપ્પા એ કહેલ કે બ્રેકઅપ થઈ ગયું છે . છોકરો સારો છે. બધી રીતે તારે લાયક છે. રાજકારણમાં સારો એવો આગળ જશે. મોટી પોસ્ટ પણ લઈ શકે છે , એમ્બેશિયસ છે . મળી લો અને નક્કી કરો …..ગુમાવવા જેવો તો નથી જ …
રોશનીને પ્રતિકના પાર્ટીની બહેનો સાથેની મિત્રતાથી અને ખાસ કરીને તૃપ્તિ સાથેની નિકટતા થી પણ પરિચિત હતી. આ વગર તો રાજકારણમાં આગળ આવવું જ મુશ્કેલ છે.
રોશની ના પણ મિત્રો હતા .આજકાલના યુવાન યુવતીઓ માટે હવે વિજાતીય મિત્રો બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. ન હોય તો જ નવાઈ .
રોશની પોતે પણ એક ambitious અને inteligent અધિકારી હતી. નવી નવી પોસ્ટિંગ અને એ પણ cm કાર્યાલય માં થઇ હોઈ ઉત્સાહીત હતી તો જોશમાં પણ હતી.
સાથે લંચ લઈશું? અહીં જ મંગાવી
લઈએ. કારણ સમય લન્ચનો જ છે અને મીટીંગ લાંબી ચાલશે. રોશની એ પૂછ્યું.આજેજ બધી વાત પતાવી દઈએ.
પણ પ્રતિકે કહ્યું કામ હેવી લચ પછી કરવું મારા માટે મુશ્કેલ છે માટે કંઈક લાઈટ જ લઈએ. રોષનીએ ચા કોફી ને નાસ્તાનો ઓર્ડર આપ્યો. પ્રતીકને કોફી સાથે સેન્ડવીચ ને ભજીયા, સમોસા ફાવશે એ તે જાણતી હતી. બિસ્કિટ તો ખરાજ ….બસ આ નાસ્તો લંચ બરાબર જ રહેશે અને લચ ની ગરજ સlરશે. રોશનીએ ફોન પર કોઈની સાથે વાત કરી.
કોર્પોરેશનની ચાર ફાઈલો રોશનીએ આગળ કરી. એમાંની માત્ર બે જ પ્રતીકને લાગુ પડતી હતી.પણ એ કશું બોલ્યો નહિ. જે કઈ પૂછવાનું હતું તે રોશનીને પૂછવા દેવામાંજ સlર છે …..જરૂર જણાય ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થઈ જશે…. ફોર્મlલિટી પણ થશે ..
સો ના ડીલ પોત પોતાની રીતે થઈ જશે.
પ્રતિકને લાગ્યું કે ,
રોશની આશા છે કે બધું આમl જ સમજી લેશે. બીજી બે ફાઇલ શાહ એન્ડ કમ્પની ની પણ મોટી હતી. ડીલ મોટા હતા . એમl પણ, દુબઇ ના પ્રોજેકટ ની વાત હતી.
રાજ્ય સરકાર સાથે પ્રોજેકટમાં હતી. એટલે પ્રતિકે કહી જ દીધું ,પડ્યા પરિવારની દુબઈ ટ્રીપ કરી ને બાકીનો હિસાબ જોઈ લઈશું .વાત આખી ફ્રેન્ડલી વે માં જઇ રહી હતી. બને પોઝિટિવ હતા અને ખુશ પણ..સાથે ચા નાસ્ત્l ને ન્યા્ય પણ અપાઈ રહ્યો હતો.
રોશનીએ પૂછ્યું કે પ્રતીક ને એનો પરિવાર પણ દુબઇ ટ્રીપમાં સાથે જોડાશે તો ખરેખર મજા આવશે. જો કે એ સારી રીતે સમજતી હતી કે મુખ્યમંત્રી કાર્યાલય માંથી આમ પરિવાર સાથે દુબઇ ટ્રીપ કરવી ઇઝી નથી. જો કે મુશ્કેલ પણ નહોતી.
વળી પપ્પા પણ સરકારમાં મોટી પોસ્ટ પર હતા. આમ ફ્રોર્મલ પરમિશન પણ લેવી પડે તેમ હતી. જો કે આ તો બધી આડી અવળી વાત ચાલતી હતી. કઈ કlલ ને કlલ ઉપડવાનું તો નહોતુ…..