Maa-Baap - 2 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - અંતીમ ભાગ - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - અંતીમ ભાગ - 2

આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
માજી, પોતાના દિકરાની વહુએ તેડેલ નાની ઢીંગલી એટલે કે, એમની પૌત્રીને હળવી સ્માઈલ આપે છે, સામે નાની બાળકી પણ માજી સામે મોહક મલકાય છે.
બીજીજ ક્ષણે માજી, જમ્યા સીવાય અહીંથી બહાર નીકળી જાય છે,
બહાર નીકળી માજી સીધા પોતાના (નિવાસસ્થાન) ફૂટપાથ પર આવે છે.
એક તો બે દિવસની ભુખ, અને ઉપરથી જે ભૂલી ગયા હતા, ને આજે અચાનક સામે આવેલો દુઃખદ ભૂતકાળ.
વિચારોના વાવાઝોડાને કારણે, માજી મોડે સુધી સરખું ઊંઘી પણ ન શક્યા, મોડે-મોડે ઊંઘ આવી હશે, ને ત્યાંજ માજી જે ફૂટપાથ પર સુતા હતા, એ ફૂટપાથની પાસે એક વૈભવી ગાડી આવીને ઉભી રહે છે.
એ વૈભવી ગાડીમાંથી ત્રણ-ચાર માલેતુજાર, મોટા માણસો નીચે ઉતરે છે, કે જેમા આ માજીનો દિકરો પણ છે.
થોડીજવારમાં, એ લોકોની ગાડી પાસે એક ટેમ્પો આવીને ઊભો રહે છે.
ટેમ્પો ઉભો રહેતાં, એ મહાનુભાવો એ ટેમ્પામાં ભરેલ ધાબળા કાઢી ફુટપાટની બન્ને સાઈડ સૂઈ રહેલ ગરીબોને ધાબળા ઓઢાડવા લાગે છે.
માજીનો દીકરો પણ ફૂટપાથ પર સુતેલા ગરીબ લોકોને ધાબળા ઓઢાડી રહ્યો છે, એક પછી એક ગરીબને ધાબળો ઓઢાડતા-ઓઢાડતા, અચાનક તેની નજર માજી પર, મતલબ તેની માતા પર પડી, સ્ટ્રીટલાઈટના આછા અજવાળા એ દિકરો પોતાની માને ઓળખી જાય છે, અને પોતાના હાથમાં, ઓઢાડવા માટે ઊંચો કરેલ ધાબળો, ઓઢાડ્યા સીવાય આગળ નીકળી જાય છે.
તેને એ વાતની બીક હતી કે, કદાચ ધાબળો ઓઢાડતા,
નથી ને, તેની મા જાગી જશે, અને મને ઓળખી જશે,
તો,
મારી સાથે આવેલ શહેરના આ નામી લોકો સામે,
મારી શુ ઈજ્જત રહેશે ?
વળી,
કાલે આ વાત આખા શહેરમાં આ પ્રસરી જશે.
એટલે તે પોતાની માને, ધાબળો ઓઢાડયા સીવાય, ચૂપચાપ ત્યાંથી રવાના થઈ જાય છે.
વહેલી પરોઢે માજી હજી સુતા હતા,
ત્યાંજ તેમના કાને જોર-શોરથી ભાગો-ભાગો, બચાવો-બચાવોની બૂમો સંભળાય છે.
આ શોરબકોરથી, માજી અચાનક ઊંઘમાંથી ઊભા થઈ જાય છે.
માજી જાગીને જુએ છે તો, ચારે-બાજુ ચીસાચીસ,
નાસ-ભાગ સાથે-સાથે, ધૂળની ડમરીઓ પણ ઊડી રહી છે.
તેમને કંઈ સમજાઈ નથી રહ્યુ કે, થયુ છે શું ?
લોકોની નાસ-ભાગનું સાચું કારણ જાણવા,
માજી પોતાની જગ્યાએથી ઊભા થઈને, એક વ્યક્તિને પૂછે છે કે,
ભાઈ શું થયું છે ?
ત્યાંજ પેલી વ્યક્તિ, માજીને જવાબ આપે છે કે,
માજી ધરતીકંપ આવ્યો છે.
માજી આ વાત સાંભળી બે મિનિટ તો પોતાની જગ્યાએ શાંત ઉભા રહે છે, પછી
અચાનક એમને મનમાં શું વિચાર આવ્યો ? કે...
આગળના દિવસે પોતે ભૂખ્યા હતા છતાં,
તેઓ મુઠ્ઠીવાળીને વીજળી વેગે દોટ મૂકે છે, અને દોડીને પહોંચી જાય છે, સીધા તેમના દીકરાના ફ્લેટ પાસે, કે જે દિકરો મંદિરની સામેના ફ્લેટમાં, પેન્ટ-હાઉસમાં રહેતો હતો, અને તેની જાણ પણ માજીને ગઈકાલેજ થઈ હતી.
માજી ત્યાં જઈને જુએ છે તો, એમના દીકરાનો ફ્લેટ, કાટમાળમાં ફેરવાઇ ગયો હતો.
આજુબાજુની પરિસ્થિતિ એવી હતી કે,
કોણ કોને બચાવે ?
દીકરાનો ફલેટ તો, પૂરેપૂરો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
આ અંધાધૂંધમાં માજીની વ્યાકુળ નજર, અધીરાઈથી પોતાના દિકરા અને તેના પરિવારને શોધવા લાગી.
ક્ષણિક રાહ જોઈ, ને
છેવટે, એક માથી રહેવાયું નહીં,
બે દિવસની ભુખ હોવાં છતાં, અસહ્ય કમજોરી હોવાં છતાં , પોતાનો દિકરો કે તેનો પરીવાર નહીં દેખાતા, માજીએ જેટલી તાકાત હોય એ ભરીને પોતાના દીકરાને એક મોટી અને કાળજુ કંપાવી દે તેવી લાગણીસભર ચીસ પાડી...
બકુલ.....
આ બાજુ, બકુલ અને તેની પત્ની, એક મોટા પથ્થર નીચે દબાયેલા અને ગંભીર રીતે ઘવાયેલા હતા,
માજીએ પાડેલ ચીસ, બકુલ... સાંભળી,
માજીની, પુત્રવધૂની નજર માજી પર પડી, અને તે તુરંત, માજીને ઓળખી ગઈ, કે આ માજી તો એ જ છે, જે ગઈકાલે રાત્રે મંદિરમાં જમવા આવ્યા હતા, અને જમ્યા વગરજ જતા રહ્યા હતા.
પરંતુ
તેને એ સમજ ન પડી કે તે માજી મારા પતિનું નામ લઈને ચીસ કેમ પાડી રહ્યાં છે ?
માજીનો દીકરો પણ પળવારમાં માજીનો અવાજ ઓળખી ગયો, પરંતુ તેને પણ,
એ વાતનો ખ્યાલ ન આવ્યો કે,
મારી માને કઈ રીતે ખબર પડી કે હું અહિયાં રહું છું.
સાથે-સાથે
એના મનમાં બીજું એ પણ હતુ કે,
આજ સુધી, તેણે પોતાના ભૂતકાળ વિશે તેની પત્નીને પણ કંઈ જણાવ્યું ન હતુ,
એટલે, પોતાની માતાનો અવાજ સાંભળી,
શું કરવું ?
તેનો એ થોડો સંકોચ પણ અનુભવે છે.
પરંતુ
અત્યારે પતિ-પત્ની બન્નેના પગ પર એક મોટો પથ્થર પડયો હોવાથી, અને એજ કાટમાળમાં એમનાથી થોડુ ઉપર એક
પડું -પડું થઈ રહેલ એક દીવાલ પર ધોડિયુ લટકી રહેલ, કે જે ધોડિયામાં અત્યારે એમની પુત્રી રડી રહી હતી, એ ધોડિયા પર બકુલની નજર જતા સુધીમાં,
માજીએ બીજી બૂમ પાડી, બકુલ...
ત્યાંજ બકુલ બોલ્યો કે,
"મા હું અહીં છું" અમે એક પથ્થર નીચે દબાયા છીએ.
બકુલે આટલુ બોલતાજ,
તેની પત્ની બકુલ સામે જુએ છે.
બકૂલનો અવાજ સાંભળતાજ, માજી દોડીને તેની પાસે આવે છે, અને માજી એક-બે વ્યક્તીની મદદ લઈ, પેલા મોટા પથ્થર નીચે દબાયેલ, પોતાના દિકરા અને વહુ, બંનેને ખેંચીને બહાર કાઢે છે.
બન્નેના પગ પર ખૂબજ વાગ્યું હતું, એ બન્નેમાંથી કોઈ ઊભા થવાની સ્થિતિમાં ન હતા.
ત્યાંજ બકુલ તેની માને કહે છે કે, મા,
પેલા લટકી રહેલ ધોડિયામાં મારી દીકરી, તારી પૌત્રી છે,
તુ પહેલા એને બચાવી લે.
માજી એ બાજુ જુએ છે તો, સામે કાટમાળના ઢગલામાં થોડુ હાઇટ પર ધોડિયુ, લટકી રહ્યું છે.
માજી, સેકન્ડની પણ રાહ જોયા વગર, જેમ-તેમ કરીને કાટમાળ પર ચડી, છેક ધોડિયા સુધી પહોચે છે.
પરંતુ...
એ જગ્યા એટલી હદે ખરાબ હતી કે,
ધોડિયા અને માજી વચ્ચે, હજી પણ એક હાથનું અંતર બાકી રહી જતુ હતું, અને એ ઘોડીયુ જે તૂટેલી દીવાલને સહારે લટકી રહ્યું હતું, તે દીવાલમાં પણ, ધીરે-ધીરે તિરાડ વધી રહી હતી.
ગમે ત્યારે એ દિવાલ તૂટી પડે તે સ્થિતિમાં હતી.
હવે માજી અનેં ધોડિયા વચ્ચે જે એક ફુટનું અંતર હતુ, તે દૂર કરવા માજી અને ધોડિયા વચ્ચે એક તૂટેલો બીમ હતો.
જો માજી, એ બીમ પર પગ મુકે, તો તે એમની પૌત્રીને બચાવી શકે તેમ હતુ.
પરંતુ,
એ તૂટેલા બીમ પર લોખંડના અડધા તૂટેલા સળિયા અને કાચ પણ હતા,
અને જો માજી તેના પર પગ ન મુકે, તો એ ધોડિયુ પડવાની તૈયારીમાં હતુ.
માજી વધારે વિચાર્યા વગર, હિંમત કરી, ભગવાનનું નામ લઈને તુરંત...
એ તૂટેલા બીમ પર પોતાનો એક પગ મૂકે છે, તેમના પગમાં સળિયા અને કાચને કારણે લોહી વહેવા લાગે છે.
તેમનો પુત્ર અને પુત્રવધુ નીચે પડ્યા-પડ્યા અવાચક થઈ, આ દ્રશ્ય જોઈને એકધારા પછતાઈ ને રોઈ રહ્યા છે.
માજી હિંમત કરી બીજો પગ પણ એ બીમ પર રાખી, ફટાફટ કાટમાળમાં લટકી રહેલ ધોડિયામાંથી પોતાની પૌત્રીને બહાર કાઢી પોતાની છાતીએ ચાંપે છે, ને એ બાળકીને ચૂમવા લાગે છે.
માજી અને પૌત્રીનું પૂરેપૂરું વજન બીમ પર આવતાં,
બીમના સળિયા માજીના પગની આરપાર નીકળી જાય છે, તેમ છતાં
તે પોતાની પૌત્રીને, હસતા મોઢે ચુમતા રહે છે.
આ દ્રશ્ય જોઈ, બકુલ પોતે, તેની મા સામે એક નજર કરી, એકજ વાક્ય બોલે છે કે,
મને માફ કરી દે મા,
મે જિંદગીમાં બહુજ ભૂલો કરી છે,
હુ એક માના પ્રેમને, માના વ્હાલને, પામી તો ન શક્યો, પણ અફસોસ, સમજી પણ ન શક્યો.
ધિક્કાર છે, મારી જીવાઈ ગયેલ જીંદગી પર...
પરંતુ...
મા આજે હું તને એક વચન આપુ છું કે,
આજથી અબઘડીથી, મારી બાકી વધેલ જિંદગી અને મારા હાથ પર રહેલ તમામ રૂપિયા, બધુજ...
આજથી જ સમાજમાં તરછોડાયેલ મા-બાપ પાછળ વાપરીશ.
પછી બકુલ, તેની આજુ-બાજુ રહેલ લોકોની મદદથી, તેની પુત્રી અનેં પોતાની જનેતાને કાટમાળમાંથી નીચે ઉતારે છે.
ત્યાં સુધીમાં બચાવ માટે એમ્બ્યુલન્સ આવી જતા, માજી પોતાના દિકરા, વહુ અને પૌત્રીને લઈ હોસ્પિટલ જવા નીકળે છે ?
એટલેજ કહેવાય છે કે,
મા એ મા, બીજા બધા વન-વગડાના વા.
પૈસા વગર પરીવાર - ચાલશે
પરીવાર વગર ખાલી પૈસાનું કોઈ મૂલ્ય નથી.
આભાર વાચક મિત્રો, મારી આ વાર્તા તમને કેવી લાગી, એ જરૂરથી જણાવશો.