Torch of hope in Gujarati Motivational Stories by Nihar Prajapati books and stories PDF | આશાની મશાલ

Featured Books
Categories
Share

આશાની મશાલ

" આશાની મશાલ " ઉપર જુદા જુદા લોકો કંઇક ને કંઈક બોલી રહ્યા હતા.આ જોઈને મને પણ લાગ્યું ચાલો ને આપણે પણ કઈક એવું લખીએ કે જેના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધે.

હું છું નિહાર પ્રજાપતિ.અને હું તમારી સામે એક આશાની મશાલ રજૂ કરવા માંગુ છું.

વાત શરૂ કરું છું એક નાના ગામથી.......

એક ગામ સરસ મજાનું વાતાવરણ, ગામની સ્વચ્છતા, ગામની હરિયાળી, અને સરસ મજાનો લહેરાતો આવતો ઠંડો પવન.

જાણે એવું લાગે કે તે ગામનાં લોકો પૃથ્વી પર નહિ સ્વર્ગ પર જીવી રહ્યા છે.

Story :-

Real name :- ત્રિશા.

Dear name :-ત્રિશું.

My brother :- રાહુલ. My wife :- ત્રિશા

ત્રિશું😊 હું મારી સ્કૂલની મિટિંગમાં જાઉં છું.( ત્રિશા કિચનમાંથી બહાર આવીને મારી સામે ઉભી રહી )

તમારે મારા કરતા પેલી મિટિંગ વધારી વહાલી છે ને.....( ત્રિશા ઉદાસ થયેલા મોઢાથી બોલે છે. ) ત્રીશું. મારી જાન........તારા કરતાં મારે મહત્વનું કોણ હોય ( હું તેને મનાવવાની કોશિશ કરી રહ્યો છું. )
એવું જ હોત તો તમે મને ક્યાર નાયે dinner 🍲 માટે લઈ ગયા હોત.મે તમને આ 10 વખત કહ્યું છે પણ તમારી મીટીંગ પતે ત્યારે ને....તમારું કોઈને કોઈ બહાનું તૈયાર જ હોય છે. તારું આટલું જ મન છે તો આપણે આજે રાત્રે ચોક્કસ dinner કરવા જઈશું..... ત્રિશા ખુશ થઈને મને એક ચુંબન કરે છે અને પછી હું સ્કૂલની મિટિંગ માટે નીકળી પડું છું.

( હું મનમાં વિચારવા લાગ્યો.શું શિક્ષકની નોકરી આવી જ હોય?હજુ તો નોકરીને 6 મહિના જ થયા છે આટલા ઓછા પગારમાં ઘર કેવી રીતે ચલાવવું?નાના મોટા બધા કામ શિક્ષકોને જ સોંપી દેવામાં આવે છે.ભવિષ્યના ભારતનું નિર્માણ એક શિક્ષકના હાથમાં જ હોય છે.શિક્ષકની આવી લાચારી? આજે અમારા લગ્નને લગભગ 1 વર્ષ પુરું થવા આવ્યું પણ હજુ સુધી હું ત્રિશા ને જુવે તેટલી ખુશી આપી શકતો નથી.આટલા ઓછા પગારમાં હું બધું કેવી રીતે મેનેજ કરું?લાગે છે મારે સાથે સાથે ટ્યુશન પણ શરૂ કરવા પડશે.તેટલા માં જ હું સ્કૂલ પહોંચી ગયો. )

હું સ્કૂલે પહોંચીને online class ની મીટીંગ માટે ગયો.થોડીક વારમાં જ મીટીંગ પૂર્ણ થઈ ગઈ.હું એક નવા ઉત્સાહ અને નવી ઉમંગ સાથે સ્કૂલથી બહાર આવ્યો.જોયું તો બાઈક નાં પાછળના ટાયરમાં પંચર હતું.

મેં રાહુલને ફોન કર્યો પણ તેણે ફોન ઉપાડ્યો નહિ.મે તેને 2 વખત ફોન કર્યો પણ તેને ઉપાડ્યો નહિ પછી મે ત્રિશુ ને ફોન કર્યો.હા બોલો મારા રાજકુમાર... ( હું મનોમન વિચારવા માંડ્યો :- ત્રિશુનું મૂડ સારું લાગે છે..આજે રાજકુમાર કહ્યો. ) હા મારી રાજકુમારી..... રાહુલ ઘરે છે?

હા, કઈ કામ છે? મારા બાઈક ના પાછળના ટાયરમાં પંચર પડી ગયું છે.તું રાહુલને કહે કે તે મને લેવા આવે.હા... સારું કહું છું.થોડાક સમય પછી રાહુલ મને લેવા આવે છે...બાઇકને ઓફિસ આગળ મૂકી હું અને રાહુલ ઘરે જઈએ છીએ.

( આમ તો રાહુલ મારા મમ્મી પપ્પા સાથે રહેતો.પણ તેને ધોરણ 12ની પરિક્ષાની તૈયારી કરવાની હતી.તેથી મેં તેને અહીંયા બોલાવી લીધો હતો.)

( તમારા મનમાં વિચાર થતો હશે કે ગામમાં આવી વ્યવસ્થા?તમે ગામનો અર્થ શું માનો છો?તમે 100% આ વિચારતા હશો કે ગામ એટલે કોઈ વધુ વ્યવસ્થા વગરનું સ્થળ. ના, એવું નથી...સુવિધા વાળા સ્થળ એટલે શહેરો હોય તેવું જરૂરી નથી. )

ત્રિશું આવીને કહે છે કેમ આજે મૂડ નથી?તમે કહો તો હું મૂડ લાઈ શકું છું. મેં કહ્યું ના અત્યારે તો મિટિંગમાં બોલતા બોલતા મને થાક જ લાગી ગયો.તેટલા માં જ મારા મમ્મી - પપ્પા આવ્યા.અમે બધા શાંતીથી બેસ્યા અને વાતો કરવા લાગ્યા.

ત્રિશા પોતાના મમ્મી - પપ્પા જેવા ( સાસુ અને સસરાને પગે લાગે છે. ) અને હું અને રાહુલ પણ મમ્મી - પપ્પા ને પગે લાગીએ છીએ.રાત્રિ પડી...અમે બધા અમારા પપ્પાની ગાડીમાં બેસીને અહીંયાથી 10 km જેટલી દૂર આવેલી હોટલમાં ડિનર કરવા ગયા.( મારા પપ્પા અમારાં બાજુનાં શહેરમાં ગેરેજનું કામ કરતા. )

અમે બધાં ત્યાં જઈને ડિનર કર્યું.એમાં બે ભાઈ મારા રૂમમાં ભણતા વિદ્યાર્થીઓના વાલી હતા.હું તેમના પાસે ગયો અને ટ્યુશન વિશેની ચર્ચા કરી. પછી અમે ઘરે જવા નીકળી પડ્યા.ઘરે પહોંચીને થોડીક વાર વાતો કરી.પછી અમે બધા સુવા ચાલ્યા ગયાં.

બીજો દિવસ પડ્યો અમે બધા ફ્રેશ થઈને બેસ્યા.પછી મારા મમ્મી પપ્પા પાછા તેમના શહેરમાં જવા નીકળી પડ્યા.મારા પપ્પાએ રાહુલને કહ્યું બેટા! તારે આવવાનું છે કે પછી આવીશ?રાહુલ બોલ્યો પપ્પા પછી આવીશ......

મમ્મી અને પપ્પા તો નીકળી પડ્યા.હું online class લેવા બેસ્યો અને રાહુલ તેનાં અભ્યાસ કરવા બેસી ગયો.થોડાક દિવસો વીતી ગયા.તે દિવસ રવિવાર હતો એટલે મારે online class ન હતા.એટલે હું મારા ગામના બે ત્રણ વિદ્યાર્થીઓના વાલી ઓને મળવા નીકળી પડ્યો.

થોડાક દિવસ હજુ વીત્યા.હું એકદમ બેચેની અનુભવવા લાગ્યો.એક દિવસના રાત્રીના 4 વાગ્યે મને જબર જસ્ત તાવ આવવા લાગ્યો.પણ મેં કોઈને કહ્યાં વગર સૂનમૂન થઈ સૂઈ ગયો.તે જ મારી મોટી ભૂલ હતી.બીજા દિવસે મને માથામાં ચક્કર આવે તેવું અને ગળામાં દુખાવા લાગ્યું.મે ત્રિશુ ને આ વાત કહી. રાહુલ અને ત્રિશુ મને ગામમાં આવેલા દવાખાનામાં લઈ ગયા.

મારા અંદર કોરોનાનાં લક્ષણો જણાતા ડોકટરે અમને શહેરની મોટી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવવાનો કહ્યો.રાહુલ અને ત્રિશુ બંને મને શહેરની હોસ્પિટલમાં લઈ જાય છે અને મમ્મી પપ્પાને પણ જાણ કરી દે છે.મારા મમ્મી પપ્પા થોડીક જ વારમાં હોસ્પિટલમાં આવી જાય છે.

હોસ્પિટલમાં જઈને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો અને કોરોના પોઝિટીવ નીકળ્યો.ડોકટરે કહ્યું તમે આ વ્યક્તિને લાવવામાં ઘણું મોડું કરી દીધું છે.હવે આને સાદી કોઈ દવાથી સંભાળી ન શકાય.પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે.આને રેમડેસિવિર ઈન્જેકશન આપવું પડશે.અને રેમડેસિવિર ઈન્જેકશન આ હોસ્પિટલમાં ફક્ત 1 જ હતું.જે તમારા બાજુવાળા પલંગ ના વૃદ્ધ કાકાએ ખરીદી લીધું છે.અને અત્યારે જ તેમને ઈન્જેકશન આપવાનું છે.આ બધી વાત પેલા વૃદ્ધ કાકાએ સાંભળી.

ત્યાં જ પેલા વૃદ્ધ બોલ્યા ડોકટર......છેલ્લું રેમડેસિવિર ઈન્જેકશન આ વ્યક્તિને જ આપી દો.આમ જ મેં મારી જિંદગી વિતાવી લીધી છે અને આ વ્યક્તિ તો યુવાન છે. વૃદ્ધે કહ્યું હું પહેલાં મારી જવાનીમાં મેલેટ્રીમાં હતો અને દેશનું રક્ષણ કરતો પણ આ યુવાન મારા ગામનો જ છે અને મને ખબર છે કે તમે શિક્ષક છો.હાલની પરિસ્થિતિમાં શિક્ષક જ આપણાં બાળકો નું ભવિષ્ય છે.આ વાતથી વૃધ્ધનો છોકરો પણ સહમત થયો.અને રેમડેસિવિર ઈન્જેકશન મને આપવાનું કહ્યું.ડોકટરે રેમડેસિવિર ઈન્જેકશન મને આપી દીધું.

થોડાક જ દિવસોમાં હું સાજો થઈ ગયો પણ પેલા બિચારા વૃદ્ધ કાકાનું મૃત્યું થયું.વૃદ્ધ કાકાએ પોતાનું બલિદાન આપીને મને જીવંત કર્યો.ધન્ય છે તે કાકા......હજી પણ માનવતા મરી પરવા આવી નથી.ખરેખર કોરોનાની આ મહામારીમાં ડોકટર, પોલીસ ,સફાઈ કર્મચારી પોતાની જિંદગીની પરવા કર્યા વગર બીજા લોકોના જીવન બચાવવા માટે પોતાની જાન પણ જોખમમાં નાખી દે છે.

સલામ છે આવા કોરોના વોરિયસને.....

🙏🙏 ધન્યવાદ 🙏🙏

લેખક:- નિહાર પ્રજાપતિ