Mrugjal - 5 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | મૃગજળ ભાગ - ૫

Featured Books
Categories
Share

મૃગજળ ભાગ - ૫

ત્યારબાદ હું ગામડે થી મામાં ના ઘરે આવી ગયો. હવે કિન્નરી ફોન અને મેસેજ સીધા મારા ઉપર જ આવતા હતા.

કેટલાંય દિવસો માત્ર મેસેજ પર જ વાત થતી.
એક દિવસ મે કિન્નું ને મેસેજ કર્યો.
"તમે મને પ્રેમ કરો છો ? "
એનો કોઈ જવાબ ન આવ્યો.
સાંજે એનો ફોન આવ્યો.

" હેલો, શું કરો છો ? " કિન્નરી એ પૂછ્યું.
"કઈ નહિ, મે કઈ પૂછ્યું હતું એનો જવાબ કેમ ના આપ્યો ? મે પૂછ્યું.
"અરે યાર, વાત વાત માં આઇ લવ યુ અને " જાનું જાનું " બોલવું જરૂરી છે," એણે કહ્યું.
" ના જરૂરી નથી, ઠીક છે ચાલશે," મે કીધુ.
મને નોહતી ખબર કે જાનું અને આઇ લવ યુ ના કહેવાની છૂટ આગળ જઈને મને જ ભારી પડવાની છે, કઈ રીતે મોંઘી પડે છે આં ભૂલ એ તમને આગળ જતા ખબર પડશે.

મે અને તેજસે બરોડા જવાની તૈયારી કરી અને બંને રાહુલભાઇ ના ત્યાં જવાના હતા.
રાહુલ ભાઈ ને મે ફોન કર્યો અને કહ્યું કે અમે બંને ત્યાં આવીએ છીએ. સાથે હરશું ફરશું અને એક વિલન ફિલ્મ આવે છે તો એને પણ જોઈ આવીશું.
રાહુલ ભાઈ એ પણ હતી ઝંડી આપી દીધી.
મે અને તેજસ બરોડા પહોંચ્યા, ફોઈ ઘરે એકલા જ હતા ફુવા અને ભાઈ બહાર ગયા હતા, અમે બંને એ ફોઈ મે જય શ્રી કૃષ્ણ કર્યા.
અમારા ગુજરાતી ઓ ની આજ ખાસિયત છે દુનિયામાં ગમે ત્યાં જાઈ પણ પોતાના સંસ્કાર ના ભૂલે. પોતાના થી મોટાના હંમેશા આશીર્વાદ લે અને એમને હંમેશા આદર આપે.

હવે હું સીધો મુદ્દા ઉપર એવું છું. બીજા દિવસે એટલે કે શુક્રવારે એક વિલન ફિલ્મ પડી ગઈ હતી. અમે ભાઈઓ એ રાતે મોડા સુધી એટલી મસ્તી કરી હતી કે અમારા થી વેહલું ઉઠાયું નહિ એટલાં માટે એમ બપોરે ૧૨ વાગ્યાં નો શો બુક કર્યો.
અમે આગળ ની સીટ બુક કરાવી હતી. મે ફિલ્મ નું ટ્રેલર અને ગીતો સાંભળ્યા હતા એટલે ખબર હતી કે આ ફિલ્મ જરૂર રડાવશે અને ઉપર થી હૃદય માં નવા વ્યક્તિનું આગમન થઈ ચૂકયું હતું.
ફિલ્મ શરૂ થઈ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર હતું, અને ઉપર થી અમે પાસે જ બેઠા હતા માટે અનુભવ વધારે થતો હતો. દિલ ની ધડકન વધી રહી હતી પણ પેલા બેવ ને એમ જ દેખાડતો હતો કે મને કઈ જ અસર થતી નથી.

એક વિલન

ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને લાગણીશીલ દ્રશ્યો અને ડાયલૉગ ના લીધે દિલની ધડકન રોકાવાનું નામ જ લઈ રહી ન હતી.
મારી બાજુમાં રાહુલભાઇ અને એની બાજુમાં તેજસ બેઠો હતો.ફિલ્મ માં જ્યારે નાયિકા નું મૃત્યું થાય છે એ ભાગ અત્યંત લાગણીશીલ હતો.
જ્યારે નાયક નાયિકા ની ચિંતા ને આગ આપે છે, ત્યારે નાયિકા નો બોલે લો ડાયલૉગ નાયક ને યાદ આવે છે. જે ડાયલૉગ મને આજે પણ યાદ છે જે હું કદી ભૂલી નહિ શકું.
" મે જિંદગી કો એસી પાર્ટી કી તરહ જીના ચાહતી હૂં કિ મૌત ભાઇ આય તો સાથ બેથકર દો પેગ મારકર જાણ લેકે ચાલી જાય,"
આ ડાયલૉગ સંભાળતાની સાથે આંખો માં આંસુ આવી ગયા હતાં. મે જલ્દી થી કોઈ જોઈના લે એ રીતે આંસુ લૂછી લીધા અને બાજુમાં નજર ફેરવી તો રાહુલભાઇ અને તેજસ બંનેના આંખ માંથી આંસુ વહી રહ્યાં હતાં.
રાહુલભાઇ ને મે સવાલ પૂછ્યો અને એમણે જે જવાબ આપ્યો એ આજે પણ મને યાદ છે.
" આ આંખમાં પાણી કેમ છે રાહુલભાઇ ? મે પૂછ્યું.
"અરે આ તો આપણે પરદા ની એકદમ નજીક બેઠા છે ને એટલે. પરદા ના લીધે આંખમાં પાણી ગયું છે. તું જ જો આપણે કેટલા નજીક બેઠા છે," એમણે કહ્યું.
" હા ભાઈ બહું જ નજીક બેઠા છે," મે હસતાં હસતાં જવાબ આપ્યો.
પછી અમે બંને એકબીજાની સામું જોઈ જોરજોર થી હસવા લાગ્યા અને ફિલ્મ નો લાગણી જનક માહોલ ગાયબ થઈ ગયો.
અમે બન્ને એકબીજા જોડે મઝાક કરી રહ્યા હતા પણ તેજસ ગુપચુપ બેઠો હતો. મે વિચાર્યુ કે ઘરે જઈને એની બરાબર ખેચીસ.
મારી જિંદગી માં મે પહેલી વાર થિયેટર માં ફિલ્મ જોઈ હતી. એને આં ફિલ્મમાં રડ્યો પણ ઘણી વાર કારણ કે મને લાગ્યું કે આ ફિલ્મ મને કઈ કહી રહી છે.
મને પણ લાગ્યું કે મે જેનો હાથ પકડ્યો છે એ પણ મને અંધારા થી દુર ઉજાશ તરફ લઈ જશે.પણ, ફેંસલો કરવા વાળા આપણે કોણ છે, ઉપરવાળો બધું નિશ્વિત કરે છે અને મને શું ખબર કે ઉપરવાળા એ મારા નસીબ માં શું લખ્યું હતું.
ઇન્ટરવલ માં અમે ઘણા ફોટા પડ્યા. ફિલ્મ પત્યાં બાદ અમે નાસ્તો કરી ઘરે ગયા.ફિલ્મ જોયા બાદ મારી શું હાલત હતી એ વર્ણવી શકાય નહિ.
રાત્રે લગભગ ૧૧ વાગ્યે અમે બરોડા એરપોર્ટ પર ગયા, ત્યાં ફૂટપાથ પર બેસીને મોડા સુધી ગપ્પા માર્યા. ત્યારબાદ ઘરે ગયા પછી અમે ચારે ભાઈઓ ( નિખિલ,તેજસ,રાહુલ, આશિષ ) એ ખૂબ મસ્તી કરી.
બીજે દિવસે અમે બન્ને ઘરે જવા નીકળ્યા. તેજસ એના ઘરે ગયો અને હું મારા મામા ના ઘરે જતો રહ્યો.

આઈ હેટ યું

રાત્રે હું કિન્નરી સાથે મેસેજ માં વાત કરી રહ્યો હતો. મારે એની સાથે પ્રેમ ભરી વાતો કરવી હતી જ્યારે એને મસ્તી મઝાક વાળી, તો મને ગુસ્સો આવ્યો.
મે લખ્યું " પ્રેમ ની વાત મારો મઝાક વાળી વાતો ના કરો,"
" મને પ્રેમ ભરી વાતો કરતા નથી આવડતું, કરવી હોય તો સાદી વાતો કરો મારી સાથે," એનો જવાબ આવ્યો.
" આઈ હેટ યુઁ ," મે ગુસ્સા માં મેસેજ કર્યો.
" મે તમને ફોન કરું છું, ફોન માં આઇ હેટ યુ કહો," એનો મેસેજ આવ્યો.
એનો મારા ઉપર ફોન આવ્યો. મે ઉઠાવ્યો અને ગુસ્સા માં આઇ હેટ યુ કહી દીધું. એને તરત જ ફોન મૂકી દીધો.
થોડીવાર સુધી એનો કોઈ મેસેજ ના આવ્યો. આ તોફાન આવવા ના પેહલા ની શાંતિ હતી.
થોડા સમય પછી એનો મારા ઉપર મેસેજ આવ્યો. એનો મેસેજ એટલો ભયંકર હતી કે મારી આંખો ફાટી ની ફાટી રહી ગઈ, આજે પણ મને એ મેસેજ યાદ આવે છે તો મને મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે.

મેસેજ આમ હતો," સાલે કુત્તે, કમીને, કિતને દિન સે મેરા દિમાગ કા દહી બના રહા થા, આં દેખ મે ક્યાં કરતી હું,"

( વધુ આવતા અંકે )