A pre-wedding visit in Gujarati Short Stories by DAVE MITAL books and stories PDF | એક મુલાકાત લગ્ન પહેલાની

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક મુલાકાત લગ્ન પહેલાની

એક મધ્યમ ગુજરાતી પરિવારનું ઘર. બે રૂમ, હોલ, કિચન વાળું ઘર. સાદુ પણ સરસ ફર્નિચરથી સજાવેલો એક ચાર માળની બિલ્ડિંગમાં ચોથા માળે જ આવેલો ફ્લેટ. આજે ઘરમાં સામાન્ય દિવસ કરતા થોડીક વધારે ચહપહલ થઈ રહી છે. આજે ઘરમાં વાતું થોડીક વધારે ઊંચા અવાજે થઈ રહી છે. ઘરમાં આવેલાં મહેમાન માટે સારી સારી વાનગીઓના થાળ વચ્ચે મુકવામાં આવ્યા છે. આમ તો મુખ્ય ઘરના સભ્યોમાં માતા - પિતા અને તેમનાં બે બાળકો. એક ત્રેવીસ વર્ષની દિકરી અને તેનાથી એક નાનો વીસ વર્ષનો દિકરો. આ ઘર જેમનું છે તેમની દિકરી મિત્તલને લગ્ન માટે છોકરા વાળા જોવા આવ્યા છે. આમ તો છોકરી ખુબ સુંદર નથી. ઘઉંવર્ણો રંગ છે. ફિગર પણ હિરોઈન જેવું નથી. છતાં તે જ્યારે હસે તો સામે વાળા પીગળી જાય. અને તેની બધી વાત માની જાય. છોકરીના વખાણ છોકરાવાળાએ ખુબ સાંભળ્યા હતા. કે છોકરી ખુબ ડાહી છે, હોંશિયાર છે, સમજણી છે, અને હંમેશા મોટાઓનું માન જાળવે છે. એટલે જ આજે છોકરો પોતાના પરિવારની જીદના કારણે અહીં આવ્યો હતો. છોકરા વાળા તરફથી તે પોતે, તેના માતા- પિતા, અને તેની એક બહેન પણ આવી હતી.

છોકરાનું નામ આશિષ છે. ઔપચારિક વાતો થયાં પછી છોકરી અને છોકરાને એકલાં વાત કરવા માટે હૉલની સામે જ આવેલા રુમમાં મોકલવામાં આવ્યા. જેથી તેમનાં ઉપર ઘ્યાન પણ રાખી શકાય. અને વાતું પણ થાય.

થોડીક વાર બંને ચૂપ રહ્યાં. પછી વાત શરૂ કરવા માટે એકબીજા શું કામ કરે છે તેવું પૂછયું. આમ તો મિત્તલને ખબર જ હતી કે જે તેને જોવા આવ્યો છે તે એક ડોકટર છે. હજુ હમણાં જ M.B.B.S. નો અભ્યાસ પુરો કર્યો છે. અને પ્રેક્ટીસ કરવાની સાથે સાથે આગળ ભણવા પણ માંગે છે. અને આ બાજુ આશિષને પણ ખબર હતી કે તે જેને જોવા આવ્યો છે તે એસ. ટી. બસ વર્કશોપમા કાયમી પગાર ધોરણ ઉપર નોકરી કરી રહી છે. તે એક સરકારી નોકરીયાત છે. પણ વાત કરવા માટે કાઈક તો બોલવું જ પડે. તો બીજી વખત શું પસંદ છે તેની વાતચીત થઈ. ફરી પાછું મૌન.

હવે આ વખતે છોકરીએ સામેથી પૂછયું, "તમને વાંધો ન હોય તો એક સવાલ કરું?"

આશિષને પણ આ જ જોતું હોય તેમ બોલ્યો, "મારાં ખ્યાલ થી આપણે એની માટે જ અહીં બેઠા છીએ."

છોકરી જરાક હસતાં આંખો નીચી રાખીને બોલી, "મારી એક મુખ્ય ઈચ્છા છે."
આટલું સાંભળતા જ છોકરો તરત સીધો થઈ એકાગ્રતા થી સાંભળવા લાગ્યો એટલે મિત્તલ આગળ બોલી
"હું મારા મમ્મી- પપ્પા માટે સારું ઘર લેવાં માંગુ છું. સોલાર પ્લાન્ટ અને પોતાનો બોર ની સાથે વાળું. આવાં ફ્લેટ કરતા ટેનામેન્ટ ચાર રુમ વાળું ઘર લેવું છે. પણ જોબ હમણાં જ મળી એટલે હજુ એટલાં બધાં પૈસા ભેગાં થયાં નથી. હું લગ્ન પછી પણ શું પૈસા ભેગાં કરી ઘર લઈ શકું કે મારા પગાર પર ખાલી સાસરિયાં નો જ હક રહેશે?"

છોકરો થોડીક વાર વિચારતાં બોલ્યો, " અમમ.. એની કરતા તમે લોન લઈ લો! જો લગ્ન ફિક્સ થયાં તો છ મહિના થશે સગાઈને અને તેના છ મહિના પછી લગ્ન. તો એક વર્ષનો સમય છે એટલાં સમયમાં સારી જગ્યાએ સારું ઘર પસંદ કરી લઈ લો. કોઈ તમારાં પરિવારને એમ નહી કહે કે લગ્ન થઈ ગયા પછી પણ દિકરીના પૈસા લે છે. અને કોઈ અમારાં પરિવારને પણ નહી કહી શકે કે તમારી વહુ પોતાના પિયરિયાં નું વધારે ધ્યાન રાખે છે. અને તમારે તો કાયમી જોબ છે. એમાંથી સીધો લોન નો હફતો કપાઈ જશે. કોઈને ખબર પણ નહી પડે!"

એનો આવો જવાબ સાંભળી છોકરી તો ખુશ થઈ પણ તેણે બીજો સવાલ કર્યો, "માની લો કે મારા પિયરિયાં માં કોઈ એવી વ્યક્તિનુ મૃત્યુ થયુ છે જે મારા દિલની ખુબ જ નજીક હતી. અને તેનાં મૃત્યુ થી મને ખુબ આઘાત પણ લાગ્યો છે. મુખ્ય વિધિઓ માં તો હું જઈ આવી. પણ ત્યાર બાદ એક સાદી વિધિ છે. એટલે એટલી બધી પણ સાદી વિધિ નથી. અને બરોબર તે જ સમયે મારા સાસરિયાં માં એટલે કે તમારાં ઘરમાં કોઈ ઘટના થઈ છે. જ્યાં જાવું પણ એટલું જ જરૂરી છે. અને તમે પોતાનું કામ મુકી શકો તેમ છો નહિ તો મને કયાં મોકલશો?"

આશિષ: પેલી વાત કે મારી પરમિશન લેવાની ન હોય. ડેફિનેટલી હું તમને તમારા પિયર મોકલીશ અને હું મારા ઘરના કામ માં જાઈશ.

મિત્તલ: પણ તમને તેનાં લીધે તમારાં કામમાં નુકશાન થશે.

આશિષ: તો તમારે પણ જોબ માં રજા રાખશો તો પગાર કપાશે. એટલે બંને એકસાથે નુકશાની વેઠીશું.

આ સાંભળી છોકરી ઘણી ખુશ થઈ. તેણે ફરી કહ્યું, " મારા પપ્પા કુંડળી માં ખુબ માને છે. તેમણે કદાચ આપણી કુંડળી મેળવી લીધી લાગે છે. એટલે જ તમારાં પરિવાર સાથે એટલાં બધાં હસી હસી ને વાતો કરી રહ્યાં છે. પણ હું લગ્ન પેલાં ફુલ બોડી ચેકઅપ કરવાનુ કહુ તો તમે કરાવશો?"

આશિષ આ વખતે હસતાં બોલ્યો, "હા, પણ મારી સાથે તારે પણ ફુલ બોડી ચેકઅપ કરાવવું પડશે. હું એકલો શું કામ સોઈ ખાવ !"

મિત્તલ: સાસુ અને વહુ વચ્ચે કોઈ એકને પસંદ કરવાનુ થયુ તો? ખુબ ઝઘડો વધી ગયો ત્યારે શું કરશો?


આશિષ: હું વચ્ચે પડીશ જ નહી.

મિત્તલ: એતો શક્ય જ નથી. તમારાં મમ્મી તમને વચ્ચે લેશે જ. ત્યારે?

આશિષ: એવો કોઈ બાબત હોય જ નહી કે જેનો વચ્ચે નો રસ્તો ન નીકળે. હુ તે ગોતી લઈશ. પણ મને લાગતું નથી કે તું ઝઘડાળુ હોઈશ... એટલે.....

"હું ખુબ ગુસ્સા વાળી છું. " આશિષ ની વાત વચ્ચે કાપતાં જ મિત્તલ બોલી ઉઠી. તેણે નોટિસ કર્યુ હતુ કે આશિષ તેને તુંકારે બોલાવી રહ્યો છે. તેણે વધુ કહ્યું, "ઘણી વાર મને ખુબ ગુસ્સો આવી જાય છે. તમારી સાથે ઝઘડી પડી કે તમારી વાત ન માની તો?"

આશિષ હસી પડ્યો તે બોલ્યો, "હું તને છુપાઈ ને નીંદ ની ગોળીઓ ખવડાવી દઈશ. જેથી તું સૂઈ જાય. અને જ્યારે ઉઠે ત્યારે પચીસ ટકા જ ગુસ્સો રહ્યો હશે. અને એટલો તો હું સહેલાઈ થી હેન્ડલ કરી લઈશ."

આ સાંભળી તે બંને હસી પડ્યા. બહાર કોઈનું ઘ્યાન ન હતું. એટલે મિત્તલે છેલ્લો સવાલ કર્યો, "મને ઘણી કલા શીખવાનો શોખ છે. પણ ભણવામાં પડી ગઈ એમાં બીજા એકેય માં ઘ્યાન ન અપાયું. હું કરાટે, પાર્લર, ડાન્સ, ને એવું બધું શીખવા માંગુ છું. તમે મને લગ્ન પછી પણ શીખવા દેશો?"

આશિષ: એતો મારાં માટે ઘણુ સારું. જો તું કરાટે શીખી લે તો મારે તારી રક્ષા નહી કરવી પડે અને ફાયદામાં તું મારી પણ રક્ષા કરી શકીશ. અને પાર્લર શીખેલું હશે તો મારી મમ્મી, અને બહેન પાર્લર પાછળ ખુબ પૈસા ખર્ચે છે તે ઓછો થઈ જશે."

આ સાંભળી છોકરી ને ખુબ હસવું આવ્યું. પણ તેણે પોતાની હસી ઉપર કાબુ રાખ્યો. એટલે આ વખતે છોકરાએ કહ્યું, "સી મિત્તલ, અમુક પ્રશ્ન ના જવાબ શું આપવા તે હું પેલેથી જાણતો હતો. તારા સવાલો ફિલ્મી છે."

મિત્તલ આશ્ચર્યમાં બોલી, "એટલે તમે હમણાં જે કહ્યું તે દિલથી નથી કીધુ?"

આશિષ: ના હું એમ નથી કેતો. પણ તું બધી બાબતો ની મારી પાસે અપેક્ષા રાખે તો તે યોગ્ય પણ ન કહેવાય ને!

મિત્તલ: ના, ના. તે બાબતે તમે નિશ્ચિત રહો. જો મને મારા હક વિશે વાત કરતાં આવડે છે. તો મને મારી જવાબદારી નું પણ પૂરું ભાન છે. હું મારી બધી જવાબદારીઓ પુરા દિલથી પુરી કરીશ. હું મારા અધિકાર લેતી હોય તો તેની સાથે મારે મારી ફરજો પણ બજાવી જ પડે અને આ બાબતને હું સમજુ છું. પણ મેં ઘણી વાર મારા સગાઓમાં, કપલ્સ માં નાની નાની વાતોમાં મોટા ઝઘડા થતાં જોયા છે. એટલે અમુક વાતો સ્પષ્ટ કરવી જરૂરી હતી.

આશિષ: મિત્તલ, બે વાસણ ભેગાં થાય એટલે અવાજ તો થાય જ. હું એક ડોકટર છું. કાલે કદાચ તારી સાથે સમય પસાર કરવાને બદલે પેશન્ટ સાથે વધુ રહીશ. કોઈ પરફેક્ટ નથી હોતું. આપણે પણ પરફેક્ટ કપલ ન બની શકીએ તો પણ એક સારું કપલ બનવાની ટ્રાય તો કરીશું જ.

આ સાંભળી છોકરી જરાક શરમાઈ ગઈ. એટલે તેની શરમ દુર કરવા માટે છોકરાએ કહ્યું, "બાકી મારું બોડી તારા ફેવરીટ હીરો ટાઈગર જેવી નથી. અને મને તેની જેવો ડાન્સ પણ નથી આવડતો. પણ તને તે શું કામ પસંદ છે તે તો એવરેજ છે. એને તો સરખી એક્ટિંગ પણ નથી આવડતી!"

મિત્તલે તરત માથુ ઊંચું કરતા કહ્યું, "મેં તમને કહ્યું કે તમારાં માં આ ખામી છે! તો મારા ટાઈગર માં ખામી કેમ કાઢી રહ્યાં છો? ટાઈગર ને કશું નહી કહેવાનું. પેલાં જ કહુ છું!"


આશિષ પણ ખોટો ડરી ગયો હોય એમ બોલ્યો, "અરે બાપ રે! આટલો બધો પ્રેમ! તો પણ હું બુરાઈ કરીશ તો તું શું કરી લઈશ?"


મિત્તલ વિચારતા બોલી, " હું તમારી ફેવરિટ હિરોઈનની બુરાઈ કરીશ. પણ એક મિનિટ તમને ખબર કેમ પડી કે મને ટાઈગર શ્રોફ વધુ પસંદ છે?"

આશિષ બોલ્યો, "મેં તારું fb પેજ જોયું હતુ. અને બીજી વાત મને કોઈ હિરોઈન પસંદ જ નથી. "

મિત્તલ: હોય જ નહી. બોયઝ પાસે સેક્સી હિરોઈનના ફોટા હોય જ!

આશિષ થોડુંક વિચારી બોલ્યો, "હિરોઈનના નથી પણ હિરોઈન જેવી લાગતી ગર્લફ્રેન્ડસ ના ફોટા ઘણા છે."

છોકરી હસી અને બોલી, " હા તો એના વિશે ખરાબ બોલીશ."

આશિષ: અરે! તને આશ્ચર્ય ન થયું કે મેં એમ કહ્યું કે મારે ગર્લફ્રેન્ડસ પણ છે!

મિત્તલ: એમા શું! આજ કાલ તો બધા બોયઝની ગર્લફ્રેન્ડ હોય જ છે. તમે ના પાડી હોત તો મારે એનો પણ ચેકઅપ કરાવો પડત.


આશિષ હસતાં બોલ્યો, "તારી વાત પરથી લાગે છે કે તારે પણ બોયફ્રેન્ડસ્ હશે."

મિત્તલ: એટલે તમે વિચારો છો એમ દસ બાર નથી. બે જ હતા.

આશિષ: મેં દસ- બાર વિચારેલા પણ નહી. બધા તો તારા વખાણ કરતા થાકતાં નથી કે તું તો ખુબ સંસ્કારી છોકરી છો. પણ તું તો ઘણી બોલ્ડ નીકળી!

મિત્તલ: આતે કેવી વાત થઈ. બોયફ્રેન્ડ હોય એટલે બોલ્ડ અને ન હોય તો સંસ્કારી! આ વ્યાખ્યા જ ખોટી છે.

આશિષ: અરે મારા કહેવાનો અર્થ એવો નથી. હું જસ્ટ મજાક કરું છુ. મને કોઈ વાંધો નથી તારા રીલેશનશીપથી.

મિત્તલ: એવુ કાઈ સિરિયસ નોતું. તમે પોતે ડોકટર છો. તમને તો વધારે ખબર હોય કે ટીનેજરમાં અટ્રેકશન થવું સ્વાભાવિક છે. મગજમાં જ્યારે કેમિકલ લોચો થાય ત્યારે કોઈનાથી કંટ્રોલ ન થાય.

આશિષ એકધારું મિત્તલ સામે જોઈ રહ્યો હતો. તેને આવી રીતે જોતાં મિત્તલે પૂછ્યું, "આમ શું જુઓ છો?"

આશિષ બોલ્યો, "મેં પેલી વાર કોઈ એવી છોકરીને જોઈ, જેણે પોતાના અફેરને કેમિકલ લોચો કહ્યો હોય."

આટલુ બોલ્યાં પછી તો તે બંને ખડખડાટ હસી પડ્યા. ત્યારે તેમની વચ્ચે એક મિત્રતા નો સંબંધ બંધાઈ ગયો. તેમનો અવાજ ઊંચો થઈ ગયો હતો. એટલે હોલમાં બેઠેલાં તેમનાં પરીવારના લોકોએ તરત જ રુમ તરફ જોયું. એટલે આ બંને જણા ચૂપ થઈ ગયા. એકબીજા સામે આંખના ઈશારાથી કહી દીધું કે હવે જવું પડશે.

પણ આશિષ ઉભો થયા પછી બોલ્યો, "મિત્તલ, મને તું ખુબ જ પસંદ આવી છો. તારી નિખાલસતા, તારી હસી, બધું મને ખુબ ગમ્યું છે. હું તારી સાથે લગ્ન કરવાં માંગુ છું. તું કરીશ મારી સાથે?"

છોકરીની છાપ આમ પણ શરમાળ હતી એટલે તેણે પોતાની છાપ જાળવતા ખાલી હા માં માથુ હલાવ્યું. અને નીચું જોઈ ગઈ!

બહાર આવ્યા બાદ છોકરાએ પોતાનો નિર્ણય બધાંને કહી દીધો. એટલે છોકરીને પણ બહાર બોલાવામાં આવી. આશિષની માતાએ કહ્યું, "બેટા તારે કાઈ બીજું કહેવું છે?"

છોકરી થોડીક શરમાતા બોલી, "જો કોઈને વાંધો ન હોય તો મારે એક વાત કહેવી છે. મારી ઈચ્છા છે કે લગ્ન કે સગાઈ સાદાઈ થી થાય. ખોટો ખર્ચો કરી વધારે લોકોને બે દિવસ સાચવવા કરતા થોડાક લોકો સાથે શાંતી થી લગ્ન કરીએ તો વધારે ખુશી મળશે. અને જો બધાંને બોલાવવા જ હોય તો ગ્રાન્ડ રિસેપ્શન આપી દેવાય. બંને ફેમીલી ભેગાં મળીને ખર્ચો ઉપાડી લે."

છોકરી પાસેથી બોલતાં તો બોલાઈ ગયુ. પણ પછી લાગ્યું ન કહ્યું તો સારું હતું. છોકરો તો હસી રહ્યો હતો. પણ છોકરીના પપ્પા તો ગુસ્સે થઈ તેને અટકાવા જઈ રહ્યા હતા.

ત્યાં છોકરાના પિતા એ કહ્યું,"ચાલો, ઘરમાં કોઈક તો સેવિંગ વિશે વિચારે એવું આવી રહ્યુ છે. બાકી આ બંને સ્ત્રીઓ તો ખુબ ઉડાઉ છે. "

આ વાત સાંભળી ફરીથી ઘરનું વાતાવણ હળવું થઈ ગયું. બધાંના ચહેરા પર સ્મિત આવી ગયાં. છોકરીએ તે વાતની નોંધ જરૂર કરી કે પિતા - પુત્ર બંને તેમનાં ઘરની સ્ત્રીઓને ઉડાઉ ગણે છે.
અને એક નવો સંબંધ બંધાઈ ગયો.