Self esteem in Gujarati Motivational Stories by Tr.Anita Patel books and stories PDF | સ્વમાન

Featured Books
Categories
Share

સ્વમાન

"સ્વમાન"
-@nugami.

નીલા ઓફિસ થી બહાર નીકળી,ધોધમાર વરસાદ હતો.એક રિક્ષા પણ દેખાતી નહોતી,એટલે એણે નીરવ ને ફોન કર્યો," નીરવ તું મને લેવા આવીશ ઓફિસે? હું અહી જ ઊભી છું."
સામેથી નીરવ બોલ્યો," શું છે આ રોજનું તારુ? હજી આવી ને ઘરે ઉભો પણ નથી રહ્યો અને તારા નાટક ચાલુ.મૂક ફોન ,ચાલતી આવી જા કંઇ વધારે અંતર નથી......"
ફોન કપાઇ ગયો,સાથે સાથે નીલાની લાગણીઓ પણ.
નીલા નોકરી કરતી હતી એ નીરવ ને સહજે ગમતું નહોતું.
એટલે નીલા હેરાન થાય કે ના થાય એની કોઈ ચિંતા એ નહોતો કરતો.
નીલા ક્યાંક કોઈ ફરિયાદ કરે તો તરત કહેતો," નોકરી મૂકી દો,અને આ ઘર સંભાળો.. હાલી નીકળી નોકરી કરવા,વેંત તો છે નઈ નોકરીના...."
નીલા કંઇજ ના કહેતી.બસ સાંભળતી....
ઘરવાળો હતો ને એટલે સાંભળવું તો પડે જ....
ચાલતી ચાલતી નીલા ઘરે આવી,દરવાજો ખુલ્લો હતો ને નીરવ ટીવી સામે બેઠો હતો.
કોઈ પણ હાવભાવ વગર નીરવ નીલા ને જોઈ ને બોલ્યો," હવે જમવાનું બનાવ ભૂખ લાગી છે, જે ઘર માં બૈરી નોકરી કરતી હોય ને એ ઘર માં કોઈ જાત ના ઠેકાણા ના હોય,ના જમવાનું સમયસર હોય કે ના કોઈ બીજું કામ સરખું હોય,હાલી નીકળી બધી નોકરીઓ કરવા...."
નીલા નીરવનાં આ ધારદાર શબ્દો ને ઝીલતી રહી,એકપણ શબ્દ ના ઉચ્ચાર્યો.
ફ્રેશ થઈ ને રસોડા માં ગઈ જમવાનું બનાવ્યું,
ડાઇનિંગ ટેબલ પર બંને બેઠા જમવા.
જમતા જમતા નીરવ બોલ્યો," આ શાક બનાવ્યું છે કે કાચું ને કાચું આપી દીધું છે ખાવા,કોઈ બાબતમાં ઢંગ નથી,ત્રાસ છે તારો." બોલી ને થાળી પછાડી ને નીરવ જતો રહ્યો.
અહીં નીલા નિ:શબ્દ ..….
એ બે ઘડી વિચારવા બેઠી,
શું હું એટલી હદસુધી સુધી ખરાબ છું?
શું મારે જ ઘરની બધી જવાબદારી લેવાની?
શું એ મદદ ના કરી શકે?
એને તો બધી ખામીઓ સાથે મેં સ્વીકાર્યો છે,તો શું એ મને મારી આવી નાની મોટી ખામીઓ સાથે ના સ્વીકારી શકે?
નોકરી તો હું પણ કરું છું,મને પણ ઈચ્છા થાય કે ઘરે કોઈ જતાવેંત મારી સંભાળ લે..........
આમ ઘણાં પ્રશ્નો વચ્ચે મગજ માં હરીફાઈ ચાલતી રહી....
આ બાજુ નીરવ સૂઈ ગયો.પણ નીલા જાગતી જ રહી...,આખી રાત.....આંસુ ના પૂર આવતાં રહ્યા.અને એ પોતાની જાત ને સમેટતી રહી.
લગ્ન ના ૪ વર્ષ માં ક્યારેય નિરવે શાંતિ થી નીલા સાથે વાત નહોતી કરી.બસ પોતાની ભૂખ સંતોષવાની હોય ત્યારે નીલા ને સ્વાર્થથી સમર્પિત રહેતો.
અને નીલા હંમેશા લાગણી માટે તરસતી રહેતી.....
સવાર થઈ ગઈ વિચારોમાં ને વિચારો માં...
નીલા ફ્રેશ થઈ ને રસોડા માં ચા બનાવવા ગઈ...
બહારથી બૂમ પડી," મારા માટે કોફી બનાવજે ,અને હા ઠેકાણા રાખજે કાંક સારી બનાવજે."
નીલા બબડી,"સવારથી શરૂઆત થઈ ગઈ મહેણા સાંભળવાની,હવે આખો દિવસ ચાલશે....કંટાળી ગઈ હવે, એ ધણી તો છે પણ સાસુ વધારે બને છે."
નીલા અને નીરવ નાસ્તો કરવા બેઠા,ત્યાં નીલા બોલી," શું વિચાર છે?"
નીરવ બોલ્યો," શેનો શું વિચાર છે?"
નીલા બોલી," છૂટાછેડા નો."
નીરવ આશ્ચર્ય સાથે બોલ્યો," શું? છૂટાછેડા?"
નીલા બોલી ," હા."
નીરવ બોલ્યો," ખૂબ હિંમત આવી ગઈ હો બાકી.....આ નોકરી કરી કરી ને."
નીલા ફરી નિઃશબ્દ....
નીરવ બોલ્યો," છૂટાછેડા આપીશ ને તો તું ક્યાંય મોઢું બતાવવા ને લાયક પણ નહિ રહે,અને બીજો કોઈ શકન પણ નહિ લે, સમજી. આઈ મોટી છુટાછેડા લેવા.બે પૈસા શું કમાઈ લીધા,અભિમાન આવી ગયું...."

નીલા થી હવે રહેવાયું નહિ,એ બોલી," આ તમને આટલી લાહ્ય શાની ઉપડે છે,હું કમાઉ છું તો? મને એ સમજાતું નથી.કમાઈએ છીએ તો એ બે પૈસા તમારા ઘર માં જ આવે છે ને? કમાઈએ છીએ તો એટલા પૈસા તમારા જ બચે છે ને? એમાં તમારું
અભિમાન શેનું ઘવાય છે?અને આ શું માંડ્યું છે રોજ કંઇક ને કંઇક બોલ બોલ બસ...."
" હા હું બે પૈસા કમાઉ છું,એમાં તમારું શું લૂંટાઈ ગયું,રોજ સંભળાવો છે..તમારા જેવા પરણે જ છે શું કામ? બસ ભૂખ સંતોષવી હોય ત્યારે જ સ્ત્રી સારી લાગે છે,બાકી આખોવખત સ્ત્રીમાં ખામીઓ જ કાઢો છો.શું કામ પરણો જ છો તો પછી? કોઈ બાબતે સહકાર જ ના આપવો હોય તો શું કામ મારી જિંદગી ખરાબ કરો છો? અને આ નોકરી તો હું આજેય કરીશ, કાલેય કરીશ,કેમ કે નોકરી જ મારી હિંમત છે.....હું બે પૈસા કમાવાની હિંમત રાખું છું તો શા માટે ના નોકરી કરું? મને ખબર છે તારી ,જે દિવસે હું નોકરી મૂકી દઈશ એ દિવસ થી હું રોજ રોવાની જ છું.
અને સાથ આપનાર સંગાથી જો સારો હોય તો આ નોકરી શું,જીવન પણ છોડી દઉં એના માટે,તારા માટે તો મારું ચપ્પલ પણ ના છોડું.નોકરી તો દૂર ની વાત રહી...."

ઘણું બધું બોલી લીધું આજે નીલા એ ,એ પણ એક શ્વાસે...
નીરવ તો સાંભળી રહ્યો....

નીલા ફરી બોલી" સાંભળ,હું કંઈ બોલી નથી આ ચાર વર્ષ માં એટલે તારી હિંમત રોજ વધતી જાય છે.જ્યારે કોઈ સ્ત્રી પગભર હોય છે,ત્યારે એને કોઈ પુરુષ ની જરૂર નથી પડતી.૧૦૦ માંથી ૯૫ સ્ત્રીઓ મારા જેવું અને મારા કરતાં વધારે શોષણ નો ભોગ બનતી હશે,છતાંય બધું જતું કરતી હોય છે, એનું એક જ કારણ છે કે એ પગભર નથી.
પણ હું તો પગભર છું,તો શું કામ તારો બકવાસ સહન કરું?
અને તું જેને અભિમાન કહે છે ને એ મારું સ્વાભિમાન છે.
અભિમાન અને સ્વાભિમાન વચ્ચે ના અંતર ને તો ઓળખતા શીખ. મેં તારી પાસે માત્ર સહકાર માંગ્યો હતો, અને મુઠ્ઠી ભાર લાગણી....તો પણ તું ના આપી શક્યો,તો એ તારા ફૂટેલા કરમ.મારા નહિ......અને તું શેનું નક્કી કરવા વાળો કે મારા શકન કોણ લેશે કોણ નહિ.એક સ્વતંત્ર,આત્મનિર્ભર સ્ત્રી ને કોઈ પુરુષ ની જરૂર નથી.....
તારા જેવા સ્વાર્થી,અલ્લડ,ઘમંડી ની તો જરાય નહિ."

આજે તો બસ નીલા વરસી જ ગઈ નીરવ પર.અને નીરવ ને પણ પલળવું પડ્યું એ ધિક્કાર ના વરસાદમાં....
નીલા ઉભી થઇ ને પર્સ માંથી કાગળ કાઢ્યા અને કહ્યું,
" છેલ્લા બે વર્ષ થી વિચારતી હતી કે તારા થી અલગ થઈ જાઉં.પણ પ્રેમ કર્યો હતો મેં તારાથી... કેવી રીતે તને એકલો મૂકું? પણ તારા આ બધા વર્તનથી મારી લાગણીઓ ને ઠેસ લાગી છે.
જ્યાં સ્વમાન ના સચવાય ત્યાંથી નીકળી જવું સારું. મારું સ્વમાન પણ તું ના સાચવી શક્યો,જીવન ના છેલ્લાં શ્વાસ સુધી તું મને કેવી રીતે સાચવી શકીશ?
સ્ત્રી માટે એનું સ્વમાન ઘણું મહત્વનું હોય છે,જે દરેક પુરુષ નથી જાળવી શકતા....અને કનસીબે એમાનો તું એક છે , જે હવે મને જરા પણ મંજૂર નથી.
આ લે કાગળ,સહી કરી મોકલી આપજે....અને હા કોઈ ઢંગ ની કામવાળી ગોતી લેજે,મારો અર્થ કે ઘર ને સાચવવા વાળી...
તારે તો એજ જોઈએ છે ને.....ના કોઈ લાગણી,ના કોઈ સ્નેહ,બસ જરૂરિયાત પૂરી થવી જોઈએ, એ ભૂખ પછી પેટની હોય કે દેહ ની.....તારું જીવન તને મુબારક..."

નીલા ત્યાંથી કંઇ પણ લીધા વિના બહાર નીકળી ગઈ....
નીચે ધરા અને ઉપર આભ.
આજે એનું મન હળવા ફૂલ જેવું થઈ ગયું હતું.
ઘણાં દિવસો પછી નીલા એ પુરા સ્વમાન સાથે રાહત ના શ્વાસ લીધા.... અપાર,અનંત.......
-@nugami.