Examination of culture in Gujarati Book Reviews by DIPAK CHITNIS. DMC books and stories PDF | સંસ્કૃતિની પરીક્ષા

Featured Books
Categories
Share

સંસ્કૃતિની પરીક્ષા

સંસ્કૃતિની પરીક્ષા

----------------------------------------------------------------------------------------------------------------

સંસ્કૃતિ એટલે શું ? માણસો અને પશુઓ વચ્ચે જ્યારે નહી જેવો ઘેર હોય છે તે સ્થિતિને બર્બર અવસ્થા કહેવામાં આવે છે. સંસ્કૃતિ એથી ઊલટી અવસ્થા છે.

પણ કોઈપણ એક માણસ કે સમાજ જંગલી છે કે સુસંસ્કૃત છે તે કેવી રીતે પારખી શકાય ? સુંદર મકાનો, સુંદર ચિત્રો ને સુંદર ગ્રંથો અને જે કાંઈ સૌંદર્યવાળી માનવકૃતિઓ છે, તે બધા સંસ્કૃતિના દ્યોતક છે, પરંતુ બીજાના ભલા માટે લોકોની સાથે મળી કાર્ય કરનાર સજ્જન એ બધા કરતા યે સંસ્કૃતિને વધારે શોભાવે છે.

આજે તો દુનિયામાં પરસ્પર સહકારનો ઠીક ઠીક અભાવ માલૂમ પડી રહેલ છે, અને એક પ્રજા સ્વાર્થને ખાતર બીજી પ્રજા ઉપર આક્રમણ કરી રહી છે અને તેને પડી રહી છે.

આજકાલ ઘણા લોકો અર્વાચીન સંસ્કૃતિની મહત્તા વિશે બડાશો હાંકે છે. હું ઘણી બાબતોમાં માનવી ઈતર પ્રાણીઓથી વિશેષ આગળ વધી શક્યો નથી. એવો ઘણો સંભવ છે. કેટલીક બાબતોમાં કેટલાંક પ્રાણીઓ આજે પણ માનવી કરતા ચડિયાતા હશે. મેટરલિંકના ‘માખીનું જીવન’,’ઉધઈનું જીવન’ અને ‘કીડીનું જીવન’ વગેરે પુસ્તકો છે. આ જંતુઓને આપણે તુચ્છ ગણી કાઢીએ છીએ. પરંતુ સમૂહના હિત માટે સહકાર અને બલિદાનની કળા આ જંતુઓ મનુષ્ય કરતાં વધારે સારી રીતે શીખ્યાં છે. ઊધઈ વિષે તથા પોતાના સજાતીયો માટે તેના ત્યાગ વીશે જંતુ પ્રત્યે આદર પેદા થઈ શકે છે. સમાજના હિતને અર્થે પરસ્પર સહકાર અને પોતાનું બલિદાન એ જો સંસ્કૃતિની પરીક્ષા હોય તો આપણે કહી શકાય કે ઊધઈ અને કીડી એ રીતે માનવીથી ચડિયાતાં છે. એક સંસ્કૃત શ્લોક નીચે મુજબ છે.

त्यजेदेकं कुलस्याथेँ, ग्रामस्याथेँ कुलं त्यजेत,

ग्राम जनपदस्याथेँ, ह्यात्माथेँ पृविवीँ त्यजेते.

તેનો ભાવાર્થ અર્થ જો સમજવામાં અવે તો : કુટુંબને ખાતર વ્યક્તિનો, ગામને ખાતર કુટુંબનો, દેશને ખાતર ગામનો અને આત્માને ખાતર સમગ્ર જગતનો ત્યાગ કરવો જોઈએ. આ શ્લોક ધ્વારા જે બોધ પ્રાપ્ત થાય છે તે વિશાળ હિને ખાતર બલિદાન આપવાનો અને સહાયવૃત્તિથી જીવવાનો જ બોધ છે. આપણે હિંદના લોકો લાંબા સમય સૂધી સાચી મહત્તા પ્રાપ્ત કરવાનો આ રાજમાર્ગ ભૂલ્યા હતાં, તેથી આપણી અધોગતિ થઈ. પરંતુ ફરીથી આપણને એ વસ્તુની ઝાંખી થવા લાગી છે અને આખો દેશ જાગૃત થઈ ગયો છે. પુરુસઓ અને સ્ત્રીઓ તેમજ છોકરા છોકરીઓના કોઈપણ પ્રકારના કષ્ટ કે દુખની પર્વ કર્યા વગર હિંદની ઉન્નતિને માટે હસ્તે મોંએ આગેકૂચ કરતાં આજે જોવા મળે છે, એ કેટલું અદભૂત છે ! મહાન ધ્યેયની સિદ્ધિમાં ફાળો આપવાનો આનદ તેમણે લાધ્યો છે. સમગ્ર મનુષ્ય જાતિનું હિત એ તેથીય વધારે ઉદાત્ત ધ્યેય છે. આપણે આપણી લડત એ દૂક અને યતનાઓનો અંત આણવાની મનુષ્ય જાતની લડતનો ન જ એક ભાગ કહી શકાય તેમ છે. તેથી દુનિયાની વિશ્વની પ્રગતિમાં આપણે પણ ફાળો આપણી રીતે યથાયોગ્ય પ્રમાણમાં આપી રહ્યા છીએ. તેણો આનદ આપણે સૌએ લેવાનો છે.

મનુષ્યનો આત્મા કેવી અજબ જેવી જ છે ! સંખ્યાતીત પરાજયો વેઠયા હોય તેમ છતાં આદર્શોને માટે, સત્યને માટે, શ્રદ્ધાની માટે, દેશને માટે તેમજ પોતાની ઈજ્જત આબરૂ માટે માનવી યુગયુગાંતરોથી પોતાના જીવનનું તેમજ જેની વહાલામાં વહાલુ ગણતો હોય તે તમામનું બલિદાન પોતાની સંસ્કૃતિને માટે આપતો આવ્યો છે. એ આદર્શો ભલે બદલાય પરંતુ આત્મબલિદાન ને માનવીની તાકાત કાયમીપણે ઓડગ રહેતી હોય છે. અને એટલા માટે તેનું ઘણું ઘણું દરગુજર કરી શકાય તેમ છે તથા તે બાબતે હાથ ધોઈ નાખવાનું અશક્ય નહીં પરંતુ નામુમકીન બની જતું હોય છે. ભારે આપત્તિને પણ માનવી પોતાનું ગૌરવ અને સંસ્કૃતિને છોડે નહીં એક સાચો માનવી અને તે માનવી પોતાની સંસ્કૃતિ માટે કાર ઘરની મળતો હોય છે. કુદરતના પ્રચંડ બળ ના રમકડા સમો તથા આ વિરાટ વિશ્વમાં એક રજકણ સમો હોવા છતાં, નિસર્ગની મૂળભૂત શક્તિઓ સામે તેણે પડકાર ઉઠાવ્યો છે. માનવીમાં ખરેજ દેવનો કંઈક અંશ છે- અમે સાથે સાથે જ તેનામાં કોઈક સમયે શેતાનનો અંશ પણ આવી જાય જેની અસર તેની સંસ્કૃતિ તેના શરીર તેના આચાર-વિચાર તમામે તમામ ઉપર પડતી હોય છે.

----------------------------------------------------------------------------------------------------------------

Dipak Chitnis(DMC) dchitnis3@gmail.com

----------------------------------------------------------------------------------------------------------------