મધ્યમવર્ગની દુનિયાદારી..!
આ દુનિયાની દુનિયાદારી ત્રણ તબક્કે ચાલે છે.એક અમીર વર્ગ જે ધારે તે એક તાળી પાડી બધું હાજરાહજૂર મંગાવી શકે છે.તેને પૈસે ટકે કોઈ વાતની ઉણપ નથી અને જાહોજલાલી એના ચરણે છે.આવા લોકો ને જોઈ બીજા વર્ગના વ્યક્તિઓને ક્યાંક થોડી ઈર્ષા થાય તો નવાઇ શી .? બીજી વાત કરીશું અહીં ગરીબ વર્ગની જે નાની સરખી ઝોપડી એજ એની દુનિયા અને છૂટક મજૂરી કરી પોતાનાં પેટનો ખાડો પુરે છે .તેના મન કોઈ દિવસ સારું ખાવાનું મળી જાય એજ તેની જહોજહાલી અને એમાં વળી કોઈક ઉતરેલા કપડાં પણ આપી જાય તો પણ નવા કપડાં પહેરવા મળ્યાનો ઉમળકો...!
મિત્રો આજનો માનવી ઝળહળતી રોશનીમાં સ્વ ને ભૂલી ગયો છે .અને એમાં પણ મધ્યમવર્ગ નો માનવી અમીર બનવાની લાહ્ય માં ઘણું પાછળ ગુમાવી દે છે... આ લાગણીને કવિતા સ્વરૂપે પ્રગટ કરી છે :-
ફેમિલી ને લાઇફસ્ટાઇલ પરફેકશન માં ,
ગુમ થયેલ અહી સ્વ ની ઓળખાણ છે..!!
ગુડ લુક ગુડ હેલ્થ સમાં ગુડ એટીટુડ માં ,
ખોવાયેલ ખુદ ને ગુમરાહ સુંદરતા છે..!!
તારું - મારું મારું - તારું કોમ્પીટીશન માં,
સ્વજન ખટકતી - લાગણી દુભાય છે..!!
દુનિયાની ચક્કાચોંન રોશની માં ખોવાતી ,
અંજાતા જર્જરિત સબંધોના સરનામા છે..!!
સ્વ ની ઓળખ કરતો આધુનિક માનવી ,
તાકાત મર્યાદા અજાણી અટકજાળ છે..!!
મળે એવો સથવારો જે મુખોટા ન ઓઢે ,
હું ખુદ સ્વ ને સ્વજન મળે એ યાચના છે..!!
ચાલો તો વાત કરીએ અહીં મધ્યમવર્ગની કે જે નથી હસી શકતો નથી રડી શકતો તે છતાં ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે અને પોતાની દુનિયાદારી નિભાવે છે.લોકલ ટ્રેન કે લોકલ બસ ની જેવી સ્થિતિ હોય છે એવી મધ્યમવર્ગના કુટુંબની પરિસ્થિતિ હોય છે મહિને ૨૦,૦૦૦/- ની અવકવાળો મધ્યમવર્ગીય પરિવાર સાથે સાથે કુટુંબ , સમાજ અને આસપાસની એટલી જવાબદારી સંભાળે છે કે તેનું જીવન ક્યારે પૂરું થઈ જાય કે વર્ષો ક્યાં વિતી જાય તેની તેને ખબર જ પડતી નથી.
પરિવારના છ સભ્યોનું કરિયાણું હોય કે દવાખાનું ,કપડાના ખર્ચ હોય કે શિક્ષણ ખર્ચ ,લાઇટબીલ હોય કે મોબાઇલનું રિચાર્જ.... આ બધા ખર્ચને માંડ પગ પહોંચતા હોય ત્યાં લગ્નગાળો આવે ત્યારે ઈત્તર ખર્ચ રંગ રાખી જાય. મકાનની લોન હોય કે ગાડીની ઇ એમ આઇ ... આ તમામ ખર્ચ ને આંબવા અને સાંધો જોડનાર એક મધ્યમવર્ગ નો વ્યક્તિ મજબૂત પૂરવાર થાય છે.
🍁ખુદની તુલના કોઈ દિ ' બીજા સાથે ન કરો ....
તમે જે છો જેવા છો બેસ્ટ છો.
તમારી જગ્યા બીજા કોઈ ન લઈ શકે....! ભલેને આપણે મધ્યમવર્ગ ના હોઈએ આપણે બેસ્ટ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઘણી વખત પોતાના બાળકોની નાની મોટી જીદ હોટેલમાં જમવા કે પિકચર જોવા જવું... આ બધામાં ક્યાંક ઘરનો મોભી ક્યાંક હારે છે પણ હાર ન માનતા...પોતાના પરિવારની ખુશી માટે કઇ પણ જુગાડ કરતા અચકાતો નથી.માધ્યમ વર્ગનો વ્યક્તિ ઈનકમ ટેક્સ થી લઇ ને સરકારના દરેક યોજના કે કર્જ ચોક્કસ તારીખે પૂર્ણ કરે છે. આમ તે પોતાના પરિવાર માટે એક આદર્શ પિતા ,પતિ કે ભાઈ સાબિત થઈ બતાવે છે.
🍁 કપડાં મેલા હોય તેવા વ્યક્તિનો ભરોસો કરજો ,
પરંતુ મન મેલા હોય તેને દૂર થી જ નમસ્કાર કરજો..!!...કારણ મધ્યમવર્ગ નો માનવી મન મેલું કદાપિ નથી રાખતો.
-
સમાજમાં ચાલતા રીત રિવાજ મુજબ કે વાર તહેવારે તેની હાજરી...લગ્નપ્રસંગમાં ભેટ હોય કે મામેરા નો રિવાજ દરેકમાં એક મોભાદાર તો નહિ પણ પોતાની ફરજ અદા કરવાનું તે ચૂકતો નથી.સમાજ માં દરેક સમયે લટકતી તલવાર પણ મધ્યમવર્ગના પરિવાર માટે જ હોય છે.જો અમીર વર્ગનો પરિવાર કોઈ સામાજિક રીત રિવાજમાં ભૂલ કરી જાય તો તે મોટા માણસો ભૂલી ગયા હશે એવું કહેવામાં આવે જ્યારે મધ્યમવર્ગના પરિવાર થી જો આવી કોઈ ભૂલ થાય તો તેમના પર શબ્દના બાણ ચલાવવામાં આવે.ટુંકમાં જો અમીર વર્ગની સો ગલતી માફ જ્યારે મધ્યમવર્ગ ને પળ પળ બોલીને કાન બાળવામાં આવે.
મિત્રો , જાણું છું દેશ પ્રગતિ કરી રહ્યો છે.પરંતુ જયારે સુધી નાના મોટા કે એક વ્યવહારોમાં ચાલતી સ્પર્ધાની માનસિકતા ઓ છી નહિ થાય ત્યાર સુધી માધ્યમ વર્ગ નો પરિવાર ચક્કી માં પીસાતો રહેશે.
બિનસાંપ્રદાયિકતા ધરાવતા આ દેશ માં જ્યારે વર્ગ ભેદ જડમૂળ થી દૂર થાય તેવી આશા રાખી શકાય ખરી..??
ખુશ રહેવાનો ઈજારો ફકત અમીર વ્યક્તિ સુધી સીમિત નથી હોતો. કોઈ આપની માનસિક ખુશી હણી લે એટલું પણ કમજોર ન બનવું.સદા મસ્ત રહો ખુદ માં અલમસ્ત રહો...! તમારું સ્મિત કોઈની ખુશીનું કારણ બની શકે છે.....!
- વનિતા મણુંદ્રા ( વાણી)