Emotional Stress - Part 6 in Gujarati Love Stories by Ruchita Gabani books and stories PDF | લાગણીઓના તાણાવાણા - ભાગ 6

Featured Books
Categories
Share

લાગણીઓના તાણાવાણા - ભાગ 6

તું શું કહે છે એનું તને ભાન છે? રમકડું માંગતી હોય એટલી સહજતાથી તે તો બાળકની માંગણી કરી દીધી.”, માધવને કનિષ્કાના શબ્દો પર વિશ્વાસ નહતો બેસી રહ્યો.

અરે માધવ, પણ મારી વાત તો સાંભળ.”

ઓહ..હજીપણ કશું કહેવાનું બાકી છે? અરે, સમય માંગ્યો હતો ત્યાં સુધી ઠીક હતું. પછી તો તું મારી લાઈફમાંથી જતી રહેવાની હતીને? તો નવી ઈચ્છાઓનું ઝરણું ક્યાંથી ફૂટ્યું? કનિષ્કા, હું આવી રીતે અદિતીને દગો ના આપી શકું. સોરી, તારી ઈચ્છા અધૂરી રહેશે.”, આટલું કહીને માધવ ઉભો થઈને જવા લાગ્યો.

માધવ, વાત હજી અધૂરી છે. એકવાર સાંભળી તો લે કે હું શું કહેવા માંગુ છું.”, કનિષ્કાએ માધવને રોકવાનો એક છેલ્લો પ્રયત્ન કરી જોયો.

માધવ એમજ પીઠ ફેરવીને કંઈ બોલ્યા વગર ત્યાં ઉભો રહી ગયો.

તે વિકી ડોનર મુવી જોયું છે?”

હવે માધવનો ગુસ્સાનો કોઈ પાર રહયો, “આવી પરિસ્થિતિમાં પણ તને મૂવીઝ યાદ આવી રહ્યા છે? પાગલ થઈ ગઈ છે કે શું? તારે જે કહેવાનું હોય વાત કર, ટાઈમપાસ ના કર. નહીં તો હું જાઉં છું.”

કરી રહી છું માધવ. સરળ ભાષામાં સમજાવાનો પ્રયત્ન. તું બસ મારા સવાલનો જવાબ આપ, વિકી ડોનર જોયું છે કે નહીં?”, કનિષ્કાએ પોતાની વાત આગળ વધારી.

હા, જોયું છે. તો?”, માધવે ગુસ્સામાં જવાબ આપ્યો.

તો છે મારી આખી વાતનો સાર. મને બાળક જોઈએ છે, એપણ તારું . પરતું શારીરિક સંબંધથી નહીં, IVFની મદદથી. મારો પ્રેમ એટલો તુચ્છ નથી માધવ, કે મારી ઈચ્છાઓની લાલસામાં હું તારા લગ્ન જીવનમાં ભંગાણ પાડું.”

માધવને હજીપણ અયોગ્ય લાગી રહ્યું હતું, “તોપણ મારી ના છે.”

પણ કેમ માધવ? એમાં તને વાંધો શું છે?”

રાઈટ. એક કુંવારી છોકરી લગ્ન કર્યા વિના મારા છોકરાની માં બનવા માંગે છે અને એમાં કશુંજ વાંધાજનક નથી. તો હું પાગલ છું ને કે ના પાડી રહ્યો છું. મને સમજાતું નથી કે કઈ જાતનો પ્રેમ છે તારો જે અજબ પ્રકારની માંગણીઓ કર્યા કરે છે. મારી ભૂલ છે, પેલા દિવસે તને ના પાડી દીધી હોત તો વાત આટલે સુધી ના પહોંચત.”

માધવ પ્લીઝ..”

શું માધવ પ્લીઝ?”

મને સમજવાની કોશીશ તો કર. બસ છેલ્લીવાર કશું માંગુ છું. અને કાંઈ નવું થોડું છે, જેમને છોકરા ના થતા હોય IVF નો સહારો લે છેને, અને વસ્તુ કોઈએ સ્પર્મ ડોનેટ કર્યા હોય ત્યારે સંભવ બને છેને.”, કનિષ્કા પોતાની વાત સમજાવવાની કોશિશ કરી રહી હતી.

પણ મારી માં, પ્રોસેસ સિક્રેટ હોય છે. જો બીજા પુરુષના શુક્રાણુ વાપરવા હોય તો ુઝ કરનારને ખબર નથી હોતી કે તે કોના સ્પર્મ છે. અને સૌથી મહત્વની વાત, માં કુંવારી નથી હોતી. અને છતાંય તને એવું લાગતું હોય તો જા, જા ડાયરેકટ કોઈ હોસ્પિટલમાંથી IVF કરાવી લેને. મને શુંકામ પાપમાં નાખે છે? અથવા કોઈ અનાથ બાળકને દત્તક લઈ લે. શું કામ કુંવારી માં બનીને લોકોને ચાર વાતો સંભળાવવાનો મોકો આપી રહી છે.”

બંનેવ કેસમાં બાળક તારું તો નહીં હોયને. અને મને તારો અંશ જોઈએ છે. જે તારી મીની કોપી હોય. એને જોઉં તો ખુદને દિલાસો આપી શકું કે તારા રૂપમાં બાળક મારી સાથે છે. બસ એકવાર તું કામ કરી દે, પ્રોમિસ કરું છું કે ભવિષ્યમાં ક્યારેય તને કોન્ટેક્ટ કરવાની કોશીશ નહીં કરું. અને IVF ની પ્રોસેસ પુરી થાય એટલે તરત હું ઇન્ડીયાની બહાર જતી રહીશ. ક્યાં જઈશ તને પણ નહીં કહું. પ્લીઝ માધવ.”, કનિષ્કા માધવની સામે હાથ જોડીને રડવા લાગી.

થોડીવાર કોઈ કશું બોલ્યું. કનિષ્કા રડતી રહી અને માધવ શું જવાબ આપવો એની અસમંજસમાં પોતાની સાથે જૂજતો રહ્યો.

એનું મન હજુપણ તૈયાર નહતું કનિષ્કાની વાત માનવા. ગમે એમ હોય, ગમે તેટલો પ્રેમ હોય આવી માંગણી થોડી કરાય? આજે મન છે બાળકનું, કાલ ઉઠીને નહીં હોય તો શું કરશે? એકલા એક બાળકની જવાબદારી કઈ રીતે સાચવશે? એપણ એક અજાણ્યા શહેરમાં? જોકે કનિષ્કા સક્ષમ છે. ભણેલી છે અને આર્થિક રીતે પણ કોઈ વાંધો આવે એમ નથી. પણ પાપ કહેવાય? જે હોય . મારું મગજ ફરી ગયું છે સમય દરમિયાન. સારો ભલો ખુશ હતો અદિતી સાથે. ખોટો લપમાં પડ્યો.

માધવને એટલો ગુસ્સો આવતો હતો કે હવે ગમે એમ એને પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હતું. એક કારણ પણ હતું કે કનિષ્કા તરફ થોડું ખેંચાણ અનુભવી રહ્યોં હતો. એટલે પરિસ્થિતિ વણસે, એના દાંપત્ય જીવનમાં કોઈ તિરાડ પડે એની પહેલા પ્રકરણ પૂરું કરવાના ઈરાદાથી, દાજમાને દાજમાં, થોડી કનિષ્કાથી છુંટકારો મળશે લાલચમાં માધવે હા પાડી દીધી.

કનિષ્કા હોસ્પિટલમાં જઈને બધી વિગતો જાણી આવી. ડૉક્ટરને મળીને તેણે બધી ચર્ચા કરી. પણ હા, એટલું જૂઠું બોલી કે માધવ તેનો પતિ છે. ડૉક્ટરે કનિષ્કાની માસિકની તારીખ જાણ્યા પછી મુજબની એપોઇન્ટમેન્ટ આપી દીધી.

સમય અને પ્રક્રિર્યા દરમિયાન માધવે એનો સાથ આપ્યો. હા, મનમાં છુટકારો મેળવવાની લાલચ હતી પણ થોડી લાગણી પણ હતી , અને એજ કારણસર કનિષ્કાને સાથ આપી રહ્યો હતો. કનિષ્કાને એરપોર્ટ પર મુકવા પણ સાથે ગયો હતો, હંમેશા માટે આવજો કહેવા.

અદિતીને આમાંથી એકપણ વાતનો દૂર દૂર સુધી કોઈ અંદાજો નહતો. અરે, એને તો જ્યારે ખબર પડી કે કનિષ્કાએ માધવને બ્લોક કર્યો છે એના પછી તો એણે પણ કનિષ્કા સાથે વાત કરવાની કોઈ કોશીશ નહતી કરી. વિચાર્યું, કે કનિષ્કાને જો વાત કરવી હશે તો સામેથી આવશે.

કનિષ્કાના ગયા પછી, માધવ જાણે પોતાની ભૂલ સુધારવાની કોશિશ કરતો હોય એમ અદિતીને પહેલાં કરતા પણ વધું પ્રેમ કરવા લાગ્યો હતો અને વધું ધ્યાન રાખતો હતો.

2-3 મહિના થયા હશે અને અદિતીએ જ્યારે જણાવ્યું કે તે માં બનવાની છે, માધવની ખુશીનો કોઈ પાર રહ્યો. તો ગાંડાની જેમ નાચવા લાગ્યો અને જોરજોરથી બરાડા પાડવા લાગ્યો.

સમય દરમિયાન માધવે અદિતીનું ખૂબ ધ્યાન રાખ્યું. બને ત્યાં સુધી અદિતીને કામ પણ ના કરવા દેતો, અને થોડા સમયમાં તો તેણે પોતાના મમ્મીને પણ મદદ માટે ગામથી બોલાવી લીધા. અને પોતે ધમધોકાર મહેનત કરવા લાગ્યો, જેથી પોતાના આવનારા બાળકને બધી સુખ સાહ્યબી આપી શકે.

અને જ્યારે અદ્વિકાને તેણે પહેલીવાર જોઈ, પોતાના હાથમાં લીધી, ત્યારે હરખનાં આંસું આવી ગયા માધવની આંખમાં. જ્યારે હોસ્પિટલથી રજા લઈને, અદિતી અદ્વિકાને લઈને ઘરે આવી, ત્યારે માધવે આખા ઘરને ફૂલો અને ફુગ્ગાઓથી સજાવીને રમકડાંથી ભરી દીધું, જાણે 2 દિવસની બાળકી રમવાની હોય રમકડાંથી.

ઓફિસના કામથી ગમે તેટલો થાક્યો હોય, છતાંય અદ્વિકા સાથે અચૂક સમય વિતાવતો. ખૂબ લાડ લડાવતો. એની બધી જીદ પુરી કરતો. બહુ વ્હાલી હતી અદ્વિકા માધવને.

અરે, પહેલીવાર જ્યારે અદ્વિકા સ્કૂલમાં ગઈ, ત્યારે તો નહતી રડી પણ હા, માધવ ચોક્કસ રડ્યો હતો.

માધવ, આમાં શું રડવા જેવી વાત છે? સ્કૂલમાં ગઈ છે આવી જશે થોડા સમયમાં પાછી, સાસરે ગઈ હોય એમ રડે છે તું તો..”, અદિતી માધવને સમજાવવાની કોશીશ કરી રહી હતી.

અને સાસરે જવાવાળી વાત સાંભળીને તો માધવ વધુ રડવા લાગ્યો, “એક દિવસ આપણને મૂકીને સાસરે જશે? ના..હું ઘર જમાઈ શોધીશ, અદ્વિકાને ક્યાંય નહીં જવા દઉં.”

માધવનો ગાંડો પુત્રી પ્રેમ જોઈને, અદિતી કપાળ પર હાથ મૂકીને બેસવા સિવાય કશું કરી શકી, કેમકે માધવને સમજાવવો વ્યર્થ હતો.

વર્ષની હતી અદ્વિકા, જ્યારે દિવસ માટે સ્કૂલમાંથી મહાબળેશ્વર પ્રવાસ કરવા ગઈ હતી. માધવે તો ચોખ્ખી ના પાડી દીધી, એમ કહીને કે હજી નાની છે. અદિતીએ જ્યારે બહુ સમજાવ્યો, કે આવી રીતે જશે તો એકલા રહેતા અને જાતે બધું કરતા શીખશે ત્યારે માધવે હા તો પાડી દીધી, પરંતુ એનું મન તોય ના માનતા પોતાની કાર લઈને પોતાની દીકરીને જોવા ચોક્કસ પહોંચી ગયો હતો.

સ્કૂલમાં જતી અદ્વિકા હવે મોટી થઈને ઓસ્ટ્રેલિયા જવા જીદ કરે એટલી મોટી થઈ ગઈ હતી. માધવે તો ઓસ્ટ્રેલિયાનું નામ સાંભળીને અદ્વિકાને ના પાડી દીધી. અદ્વિકાએ કાલાવાલા કરીને, 4 વાક્યો મીઠા બોલીને પોતે ત્યાં બધું સાચવી લેશે એમ કહીને છેલ્લે આંસુંનું તીર છોડી દીધું. માધવ રહ્યો દીકરીના પ્રેમમાં ઘેલો, ના કેવી રીતે પાડી શકે. અને વર્ષની અદ્વિકાને કાળજું કઠણ કરીને MBA કરવા માધવે ઓસ્ટ્રેલિયા પણ મોકલી. અદિતી તો ના પાડતી હતી, પણ બાપ-દીકરીએ ભેગા થઈને મનાવી લીધી.

3-4 વર્ષમાં અદ્વિકા ત્યાં સેટ થઈ ગઈ. અને એક દિવસ તેણીએ ફોનપર વાત કરતાં જણાવ્યું કે એક છોકરાને તે પસંદ કરે છે, અને ઈચ્છે છે કે એકવાર માધવ અને અદિતી તેને જુવે, વાત કરે.

માધવ તો ખુશ થઈ ગયો વાત જાણીને અને એણે તો જોયા જાણ્યાં વિના પોતાની તરફથી હા છે એમ પણ કહી દીધું.

અદિતીએ થોડો ગુસ્સો કર્યો, “ભણવા ગઈ હતી કે છોકરો પસંદ કરવા? અને એમ કંઈ જોયા વિના હા પાડી દેવાની? તો નાની છે હજી, એને શું ખબર પડે, એકવાર આપણે વીડિયો કોલમાં વાત કરીએ, ગમશે તો જોશું આગળ.”

નાની? અદિતી, હવે પગભર થઈ ગઈ છે. શું સારું છે અને શું ખરાબ એટલું સમજી શકે એટલી મોટી તો થઈ ગઈ છે.”, માધવે કહ્યું.

અરે મમ્મી-પપ્પા, તમે એમ ઝગડો નહીં, તમને ગમશે . આવતા સન્ડે હું વિડિઓ કોલનું ગોઠવું છું.”, અદ્વિકાએ કહ્યું.

સન્ડેના દિવસે માધવ અરીસામાં જોઈને વાળ ઓળીને, પરફ્યુમ લગાવી રહ્યો હતો. એને જોઈને અદિતીએ તેની ખેંચતા કહ્યું, “ સાહેબ. વીડિયો કોલ છે. તમારાં વેવાણ રૂબરૂ નથી આવવાના હો. એટલે તમારાં પરફ્યુમની મહેક નહીં માણી શકે.”

અદ્વિકા કહેતી હતી કે સિંગલ મધર છે. એટલે એમ મોકો થોડી જવા દેવાય.”, માધવે હસતાં હસતાં કહ્યું.

વાંદરો ઘરડો થાય, પણ ગુલાટી મારવાનું થોડી ભૂલે? માધવ, તારી દીકરીનાં ભવિષ્યમાં થઈ શકનાર સાસરિયામાં સેટિંગ કરવાનો વિચાર છોડી દે. નહીંતો હજીપણ હું વેલણનો ઉપયોગ કરતા ભૂલી નથી હો.”

સાસરિયું? મતલબ કે તું માની ગઈ?”, માધવે ખુશ થતા પૂછ્યું.

તમે બાપ દીકરી મને હા પડાવ્યા વિના થોડી રહેશો. તોય જોઈએ.”, અદિતીએ કહ્યું.

અરે, તને ગમશે . બહુ સારો છોકરો છે. અદ્વૈત નામ છે એનું. દેખાવમાં તો મારી કરતાંપણ હેન્ડસમ છે અને સારાં હોદ્દા પર નોકરી કરે છે. મેં એની સાથે - વાર વાત પણ કરી છે. મને તો ગમ્યો છોકરો. ખુશ રાખશે મારી દીકરીને.”

મતલબ કે તમે બંનેવ બાપ દીકરીએ મારી સામે બધું નાટક કર્યું? તને પહેલેથી વાતની ખબર હતી તો મને કેમ ના કહ્યું? બીજું શું શું છુપાવ્યું છે તે મારાથી?”, અદિતીએ સવાલ કર્યો.

અદિતીના છેલ્લા સવાલથી માધવને ખબર નહી કેમ આટલા વર્ષે કનિષ્કા યાદ આવી ગઈ. 1 મિનિટમાં જાણે બધી વાતો અને યાદો એક રિલ ની જેમ પસાર થઈ ગઈ. માધવ કઈ જવાબ આપે એની પહેલા અદ્વિકાનો વિડિઓ કોલ આવી ગયો હતો.

કોલ કનેક્ટ કરતા સામે અદ્વિકા અને અદ્વૈતના ચહેરા દેખાયાં.

અદ્વૈતે માધવ અને અદિતીને નમસ્તે કર્યું. અદિતીએ થોડા સવાલ જવાબ કર્યા અદ્વૈતને. એના વિશે જાણવા જેવું લાગ્યું બધું પૂછ્યું, અને અદ્વૈતે નિખાલસતાથી જવાબ પણ આપ્યા.

ઘણીવાર થવા છતાંપણ અદ્વૈતના મમ્મી ના દેખાતા માધવે સવાલ કર્યો, “અરે, તારી સા ઘણીવાર વાત થઈ છે. પણ તારા મમ્મી સાથે નહીં. એમને આજની મીટીંગ વિશે ખબર નથી? કેમ ના આવ્યા કોલ પર?”

સોરી અંકલ, એમને ઓફિસની કોઈ ઇમર્જન્સી આવી હોવાથી ઓચિંતાનું જવું પડ્યું. પણ એમણે કહ્યું છે કે તમને ઠીક લાગે અને તમારી મંજૂરી હોય તો ત્યાં આવીને બધું નક્કી કરવા તૈયાર છે.”, અદ્વૈતે કહ્યું.

તો એમને કહી દેજે કે જલ્દી એમને ઈન્ડિયા આવવાનું થશે. અહીંયા સગાઈ કરશું.”, વખતે અદિતીએ જવાબ આપ્યો.

અદિતીનો જવાબ સાંભળીને બધા ખુશીથી ઉછળી પડ્યા. માધવે તો અદ્વિકા અને અદ્વૈતની સામે અદિતીને ગળે લગાવી દીધી. અદિતી થોડી શરમાઈ ગઈ.

૧૫ દિવસ બાદ બધાં ઇન્ડિયા આવવાના હતાં. માધવ અને અદિતી સગાઈની તૈયારીઓમાં લાગી ગયા.

અને દિવસ આવી ગયો. માધવ એમને રિસીવ કરવા એરપોર્ટ પર રાહ જોઈ રહ્યો હતો. ઓટ્રેલિયાની ફ્લાઈટના લેન્ડિંગની સૂચના અપાઈ અને થોડા સમયમાં માધવે દૂરથી સામાન સાથે આવતા અદ્વૈત અને અદ્વિકાને જોયાં.

કેટલી સરસ જોડી લાગે છે. પણ અદ્વૈતના મમ્મી કેમ નથી દેખાતા? નથી આવ્યાં કે શું?”, માધવે વિચારતાં આમતેમ નજર દોડાવી અને તેની નજર પોતાના પર્સમાં કાંઈક શોધી રહેલી કનિષ્કા પર પડી.

માધવ હજું કાંઈ આગળ વિચારે એની પહેલા અદ્વૈતને કનિષ્કા પાસે જઈને, “મમ્મી, ચાલો ને. કેમ ઉભા રહી ગયાં”, કહેતા જોયો.

ત્રણેય જણ સાથે ચાલીને હવે માધવની તરફ આવી રહ્યા હતા.

માધવના તો જાણે હાંજા ગગડી ગયા. હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.

અદ્વૈત કનિષ્કાનો? મતલબ કે મારો અને એનો છોકરો છે? મારે સગાઈ થતા અટકાવવી પડશે.”, માધવ મનમાં વિચારી રહ્યો.