One and half café story - 19 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 19

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 19

વન એન્ડ હાફ કેફે સ્ટોરી

Anand

|19|

બીજો દિવસ, દીવમાં

ધ સેન્ડ કેસ્ટલ


કોમ્પીટીશન શરુ થવાને હવે ત્રીસ સેકન્ડ જેટલી જ વાર છે. જે પોતાના છોકરાવને રેતીમાં ન રમવા દેતા હોય એવા બધાને પોતે આજે રેતીમાં રમવાની ઉતાવળ છે. આજુબાજુના બધા જ એક સાથે ડંકો વાગવાની રાહ જોવે છે. એક સાથે વારાફરતી ચાર ડંકા વાગશે અને નાઇલ નદીનું રોકી રાખેલું પાણી ફરીથી વહેવા લાગશે. પાણી કેટલી કલાકમાં ભરાય એવું એ લોકો એ કહ્યું નથી. જો કહી દે તો રમવાની મજા નહી આવે એવું એમનું કહેવું છે. મારી ગણતરી પ્રમાણે બે કે ત્રણ કલાકમાં પાણી ભરાઇ જવું જોઇએ. પણ આ મારી ગણતરી નથી અનુમાન છે એવું પીયાને લાગે છે. જેવું પાણી આવશે એવી બધાની કલાકોની મહેનત સેકન્ડના અડધા કરતા ય ઓછા સમયમાં તણાઇ જવાની. પણ આજે તો આનંદ કરવાનો દીવસ છે એટલે બધુ ચાલશે.

“એ....” પીયાએ મને બોલાવ્યો પણ મારુ ધ્યાન નહોતું. “ઓય....એ....”

બીજીવાર મે એની સામે જોઇને ન સાંભળવાની એક્ટીંગ કરી. “ઓય એ....યાર....હવે આવુ કરીશ તો સાચે બ્રેકઅપ કરી લઇશ હો તારી સાથે. પછી ક્યારેય પાછી નહી આવું તુ જોઇ લેજે.” વોટ? આ છોકરી સાચે મારી સાથે બ્રેકઅપ કરી નાખશે તો. આની સાથે જ ધીમે ઝડપે ચાલતા ધબકારા એ વેગ પકડ્યો. સ્થિર દરીયા જેવા મારા મનમાં ભરતી અને ઓટ આવવા લાગી. હું સીધો એની તરફ ફરી ગયો અને એની સામે જોઇ રહ્યો.

“સોરી યાર પીયું....આઇ એમ જસ્ટ જોકીંગ....તને ખબર ને તુ અપસેટ થઇ જા એ મને નથી ગમતુ....” મે તરત જ એનો હાથ પકડીને કહ્યું. કાંઇ પણ સમજ્યા વીચાર્યા વગર બધો વાંકનો ટોપલો મે મારા માથે ઓઢી લીધો.

“ડોન્ટ એવર કોલ મી પીયું....” ગુસ્સામાં હોઠ બીડાવીને મારી પાસેથી હાથ છોડાવ્યાં. અને એની બેય કમર પર રાખીને ઘડીભર મોઢુ ચઢાવીને મારી સામે જોઈ રહી. “મારુ નામ પીયા છે. ડોન્ટ એવર કોલ મી પીયું! નેવર! એવર! તો આજથી મને પીયા જ કહેજે. નહીતર આગળ સમજી જજે.” પીયાને આટલી ગુસ્સે થતા તો મે ક્યારેય નથી જોઇ. મને બીક લાગી કે અચાનક જ એવું તો વળી શું થઇ ગયું.

“પણ કેમ....” મે પુછવા માટે પ્રયત્ન કર્યો પણ એને મારી વાત અડધેથી કાપીને “ધીસ ઇઝ ઓવર.” કહીને બીજી બાજુ જોઇને હાથ પર હાથ ચઢાવીને આંખ બંધ કરીને ઉભી રહી.

“મારી વાત તો સાંભળ....”મે ફરી કહ્યું.

“નથી સાંભળવી.” એને ફરી ગુસ્સામાં કહ્યું.

“એક વાર તો સાંભળી લે પછી મને નો બોલાવ તો કાંઇ નહી.” મે ધીમા અવાજે કહ્યું.

“ના એટલે ના....” મારી આંખમાં આંખ નાખીને”ધીસ ઈઝ ઓવર.”

એને ખબર પડી ગઇ કે હું કોણ છું. એટલે એ મારી સાથે આવું કરે છે.

“પણ....” મને ફરી વચ્ચેથી અટકાવીને “પણ....પણ....કાંઇ નહી....કેવો લાઇન પર આવી ગયો ને....” કહીને મોટે-મોટેથી હસવા લાગી. હું વીચારતો રહ્યો કે મારી સાથે ફરી એક ગેમ રમાઇ ગઇ અને હું હારી ગયો ત્યાં સુધી મને ખબર ન પડી કે એ ગેમ હતી કઇ.

“કેવો લાઇન પર આવી ગયો. સેન્ટી માસ્ટર.....” પીયા એકધારુ હસવાનુ રોકી નથી શકતી. “પાગલ....સાવ....તને તો કોઇપણ છોકરી ફસાવી શકે યાર.” હાં તો એ જ તો ચાલે છે આટલા વર્ષોથી....

“ભલે હો....” હારવાના કારણે હું થોડો નીરાશ થઇને નીચે જોઇ ગયો. “બસ તુ આવીને મને ફસાવી દે એનાથી વધારે મારે લાઇફમાં કાંઇ નથી જોતુ.”

“ઓહ....માલો ક્યુતી પાઇ લીસાઇ ગયો....કમ....” એટલો ક્યુટ ચહેરો બનાવ્યો કે હું એના પ્રેમમાં પહેલા પડ્યો કે નહી ખબર નહી પણ અત્યારે તો પડી જ ગયો એ ફાઇનલ થઇ ગયું. એને મારી તરફ બે હાથ લંબાવ્યા અને મને એની તરફ ખેંચીને ગળે લગાવ્યો. “અરે મારો ક્યુટ એ....સોરી....મજાક કરતી તી બાબા....”

આ છોકરી અને એનો ક્યુટ નેચર, દ્વારીકાધીશ મને હવે એની આદત પડી ગઇ છે.

“હું રીસાઇ ગયો.” મે એના કાન પાસે કહ્યું.

“ઓવ.....”એને મારા કાનમાં પ્રેમથી કહ્યું“તો હું તને મનાવીશ.”

જ્યારે કોઇ ખરા દીલથી કોઇને પ્રેમ કરતા હોય ત્યારે આવા એક્સ્પ્રેશન એની મેળે આવી જતા હોય છે.

“હું નહી માનુ તો....” મે ફરી કહ્યું.

“તો તને મનાવવા મારે શું કરવુ પડશે?” એને ભોળો ચહેરો બનાવીને મારી સામે જોયું.

મે એને ખેંચીને એનો ખભ્ભો મારી તરફ કર્યો અને પાછળથી પકડી રાખી. “આવી શરારત કરીશ હવે....” મે દાંત કાઢતા કહ્યું. એને હાથ છોડાવવા ધક્કો માર્યો અને સાથે-સાથે ધીમે-ધીમે હસવાનું તો ચાલુ જ હતુ. “બ્રેકઅપ કરીશ એમ?” કહીને મે એને વધારે જોરથી પકડી રાખી. “કે હવે આવું નહી કરુ હવે.”

“દુખાય છે હવે. જવા દે ને.” એને ઉપર ફરીને મારી આંખમાં જોયું. પછી ભોળો ચહેરો બનાવીને ”પ્લીઝ....”

મને બે વાર ધક્કો માર્યો અને એને હાથ છોડાવી લીધો પછી અમે બેય સામે-સામે, પછી એને મારી આંખમાં અને મે એની આંખમાં હોઠ બીડાવીને જોયા રાખ્યું. પછીની શાંતીનો ભંગ એને જ કર્યો. “કરીશ જ....શું કરી લઇશ તું....હેં....સેન્ટી માસ્ટર....એક દીવસ તો હેન્ડલ કરી શકતો નથી મને તો લાઇફ ટાઇમ કરી શકીશ.” સીધી વાત એના દીલમાંથી આવી ગઇ. એને વાત-વાતમાં બોલી નાખ્યું જે મારે સાંભળવું હતું. ઓહ માય ગોડ એને જે કહ્યું એ એને નથી કહ્યું એના દીલમાંથી નીકળ્યું છે.

મને ખબર છે એના દીલની વાત એ પાગલને પોતાને નથી સંભળાતી અને અત્યારે કેમ હોઠ પર આવી ગયું એ પણ એને નહી જ ખબર હોય. પણ અત્યારે આ વાત કરવા માટે ઉતાવળ થાય છે એવુ એને લાગે છે એટલે મે સાંભળ્યુ હોવા છતા મને કાંઇ ખબર નથી એવુ નાટક કર્યું અને વાતને ફેરવી નાખી.

“હું શું કરી લઇશ એમ....” કહીને વાત ફેરવવા માટે મે એની તરફ પાણી ઉડાડ્યું.

“ઓય! તે મને પાણી ઉડાડ્યું. ઉભો રે તો....” કહીને પાણીની ડોલ મને ઉડાડી.

એટલી વારમાં જ સ્ટીરીયો ખખડ્યો. “હેલો ગાય્ઝ. વોટસ અપ. જીસ પલ કા આપ સબ કો બેસબ્રી સે ઇંતઝારથા વો ઘડી આખીર આ હી ગયી હે. મે આપકે સામને સુરુ કરને જા રહા હું બીના કીસી દેરી કે સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશન. ક્યાં આપ લોગ તૈયાર હૈ?” માણસોના ટોળાના બોલવાની રાહ જોતો એ ઉભો રહ્યો. “એક બાર ફીર સે. ક્યાં આપ સબ તૈયાર હૈ? જોર સે એકબાર હા દોહરાયીયે....” આજુબાજુના માણસો મોજમાં આવી ને “હા....” એવું કહેવા લાગ્યાં. “ફીર સે એકબાર ઓર ઝોર સે....” આ વખતે એનાથી પણ જોરથી મહેરામણનો એકસાથે બોલવાનો અવાજ વાદળાને વીટળાઇને દુર-દુર ઘુઘવાટા કરતા દરીયા તરફ ચાલ્યો. “ક્યા આપકો બાઢ કી આવાઝ સુનાઇ દે રહી હે?” ટોપીવાળો બોલ્યો. બધાનો એકસાથે બોલવાનો અવાજ ફરી વાદળાને વીંટાઇ આવ્યો.

મોટી ટોપીવાળાએ ઉપરથી હેન્ડલ ખેંચ્યું અને લાકડાનાં અડીખમ પાટીયાનો ભોંય પર ભટકાવાનો જોરથી અવાજ આવ્યો. ધડામ! ધડામ! ધડામ! કરતા ત્રણ પાટીયા ખુલ્યા અને એની સાથે જ નાઇલ નદીનું પાણી પુરા જોરમાં વહેવા લાગ્યું. ટાબરીયાની હવા ભરેલી બોટ એક સામટી તરવા લાગી.

બધા એના ચોકઠાઓમાં ગોઠવાઇ ગયા અને સ્ટીરીયોનાં ભુંગળામાં નાઇન્ટીઝના ગીતો ચાલુ થયા. હું ને પીયા દોડીને અમારી જગ્યા એ ગોઠવાયા અને અમારુ કામ શરુ કરી નાખ્યું. પીયા રેતી એકબાજુ કરે છે અને હું પાણીમાં ડોલ નાખીને રમતવેળા કરુ છું. મને ટાઇમ પાસ કરતા જોઇને મેડમ પીયા મને ઘડીએ-ઘડીએ ખીજાય છે. એને ચીડાયેલી જોવાની મને મજા પડે છે. આ દીવસો હું ખરેખર ઇન્જોય કરું છું. ખાલી કહેવા માટે નહી પણ ખરેખર. પીયા સાથે જેટલો સમય વીતાવું એટલો મને ઓછો પડે છે. દરેક વળતી વેળા એ ભગવાન પાસે એજ પ્રાર્થના કરું છું કે આ ટ્રીપ ક્યારેય પુરી જ ન થાય.

“પાણી આપને પાગલ.....શું કરે છે.....ક્યાં ખોવાઇ જાય છે ઘડીએ-ઘડીએ....મારી સામે જો.” એને મારો ગાલ પકડીને મારો ચહેરો એની તરફ કર્યો. “આપણે કાંઇ ઓવરથીંકીંગ નથી કરવું. ઓકે??” એને પ્રેમથી મારી આંખમાં જોઇને કહ્યું.

“ઓકે....” મે ખાલી એટલું જ કહ્યું. હું એ વીચારતો રહ્યો કે એને ખબર કેવી રીતે પડી.

“ગુડ બોય! હવે આવો જ ગુડ બોય રહેજે.” કહીને એ પાછળ ફરીને કાંઇ શોધવા લાગી. “ચલ હવે મારી હેલ્પ કરી દે.”

“આઈ! આઈ! કેપ્ટન.” મે કહ્યું.

“ઓકે! ફાઇન! કુલ! મળી ગયું. હવે આપણે સ્ટાર્ટ કેવી રીતે કરશું?” એને મારી સામે જોયું. પણ મને ખબર જ નથી કે શું કરવાનું. હું તો મારી મોજમાં જ હતો. “કાંઇ તો આઇડીયા આપ.”

“આઇડીયાને.....” કહીને હું માથામાં હાથ ફેરવવા લાગ્યો. પછી “એજ તો નથી. ક્યાંથી લાવીશું.” એટલું હું ધીમેથી બોલ્યો. સારુ થયું એને સાંભળ્યું નહોતુ બાકી મારો આજે ફરીથી ક્લાસ લેવાઇ જાત એ તો નક્કી જ હતું.

“આઇડીયા પછી.....” એને મારા ચારા પાડ્યાં.

“પછી.....” બોલીને મે એની સામે જોયું.

“હમમ....હમમ....પછી....” કહીને ફરી એને માથુ ધુણાવ્યું.

“એમાં એવું છે ને....” ફરી હું અટક્યો. કાંઇ બોલી ન શક્યો એટલે મારી પોલ ખુલી ગઇ.

“એમાં કેવુ છે....” બોલીને કમર પર હાથ રાખીને એ મોટે-મોટેથી હસવા લાગી.

“ઓય! તું કેમ મારા ચારા પાડે છે હેં....” કહીને મે એનો કાન ખેંચ્યો. “નોટી ગર્લ.”

પાડીશ જા. કહી દે તારી મમ્મી ને.” નાક પર હાથ રાખીને એને જીભડો કાઢ્યો.

“કહી દઇશ હો.” મે ખાડામાંથી રેતી કાઢતા કહ્યું.

આ વાતાવરણ આજે એવું ખીલ્યું છેને કે દીલથી દીલના તાર જોડાવીને જ આજે માનશે. જાણે ઉપરવાળા મારા પર પુરેપુરા એકસાથે ખીલ્યા હોય એવું ખુશનુમાં વાતાવરણ છે. એટલાંમાં તો મારા કાને અવાજ પડે છે. “ઓય આ તો રફી દા.... તારા ફેવરીટ છે ને....”

“હાન યાર....” મેં ઉપર જોયું.

“આજ મોસમ બડા બેઇમાન હૈ.....

બડા બેઇમાન હૈ....., આજ મૌસમ.....

આને વાલા કોઇ તુફાન હૈ.....

કોઇ તુફાન હૈ....., આજ મૌસમ.....

એમાંય ડીજીટલ સાઉન્ડ સીસ્ટમ કરતાં આ હાથે બનાવેલા સ્ટીરીયાંમાં ગીત સાંભળવાની મજા એટલે આહાહા....મે પીયા સામે હાથ આગળ કર્યો. થોડીવાર વીચાર્યા પછી એનેય મારી તરફ હાથ આગળ કર્યો અને ખબર નહી મને શું સુજ્યુ અને કેમ હું એની સાથે રોમેન્ટીક કપલ ડાન્સ કરવા લાગ્યો. મે પહેલી વાર આવી રીતે કોઇ છોકરી સાથે ડાન્સ કર્યો. એમાય એ તો પાછી પીયા. પીયાનો આશ્ચર્યથી ભરેલો ચહેરો જોવાલાયક હતો. મારા સ્વભાવમાં આ બદલાવ જોઇને એ તો દંગ જ રહી ગઇ. આ બધુ એટલી ઝડપે થયું કે સમજવાનો એને મોકો જ ન મળ્યો. મારુ ધ્યાન ગયું ત્યાં આજુબાજુના લોકો કોમ્પીટીશન પડતી મુકીને ઘેરો વળીને અમને ચીઅર અપ કરી રહ્યા છે. જોત-જોતાંમાં લગભગ બધા કપલ પણ પોતાના પાર્ટનરને લઇને ડાન્સ કરવા લાગ્યાં.

એમાંય એક નાનકડો છોકરો આગળ આવ્યો. એક નાનકડી છોકરીનો હાથ પકડીને લઇ આવ્યો અને અમારી સામે અમારી નકલ કરતો હોય એમ ડાન્સ કરવા લાગ્યો. “એ આ જો કેવા ક્યુટડા છે. આ નક્કી તારી જેમ દેવાનંદનો ફેન જ હોવો જોઇએ.” એની કમર એક બાજુ મારા હાથ પર જુકેલી છે. એના શ્વાસની ભીનાશને હું માણી શકુ છું. એના શરીરની હુંફ, હવામાં ઝુલતા આંખ પર આવી જતા વાળ અને એની મોહક આંખો એ મારા મનને પુરેપુરુ એના વશમાં કરી રાખ્યું છે. હું એના પ્રેમમાં દીવાનો થઈ ગયો છું એ વાત તો નક્કી છે.

“આય....હાય.....મારા દેવાનંદ....”મને લાગ્યુ કે મારી આંખમાં રહેલો પ્રેમ અને એના માટેનુ પાગલપન એને દેખાય રહ્યું છે. “ક્યાં બાત હે આજે તો આટલા રોમેન્ટીક મુડમાં.....કાંઇ સ્પેશયલ....”

એની વાતમાં ક્યારેય એમ ન આવે કે “કોઈની યાદ આવી ગઇ....”. હવે પીયાની જગ્યાએ બીજી કોઇ છોકરી હોય તો એનો સીધો સવાલ આ હોય. પણ કદાચ એને ડર હોય શકે કે મારી લાઇફમાં પહેલેથી કોઇ નીકળશે તો. કદાચ એ સ્યોર થવા માટે ટાઇમ લેવા માંગતી હોય.

“સ્પેશ્યલ મે તો આપ હે મેમ....” મે દેવાનંદની જેમ કહ્યું.

“આયહાય.....સો સ્વીટ ઓફ યુ....” મારુ નાક ખેંચીને એને કહ્યું.

“અનએક્સપેક્ટેડ....ટોટલી અનએક્સપેક્ટેડ....” માઇકમાં અવાજ આવ્યો. “જોરદાર તાલીયા ફોર મીસ. પીયા એન્ડ મીસ્ટર. આનંદ....આજ કા મૌસમ સચ મે બેઇમાની તો કર રહા હે. પર જો ભી હો યે કપલ જીસને હમારે કેસ્ટલ કા આજતક કા રેકોર્ડ બ્રેક કર કે રખ દીયા હૈ તાલીયા હો જાયે એક બાર ઇન દોનો કે લીયે. મેરે ઇઝ બુઢાપે કે બીતે હુએ સોલા સાલોમે મેને કભી લોગો કો ઇતના ખુશ નહી દેખા જીતના આજ દેખ રહા હું. પહેલે તો બોબ ધ બીલ્ડર મીસ પીયા ઓર ફીર મોસમ સે બેઇમાન કરવાને વાલે મીસ્ટર આનંદ....બેક ટુ બેક....ક્યાં બાત હૈ જી મઝા હી આ ગયા. ક્યા જોડી હે યારા. ગોડ બ્લેસ યુ ટુ ઓફ યુ.”

બધા લોકો મજાથી સાંભળતા ટાવર સામે જોઇ રહ્યાં. પીયા જોરથી મને ગળે વળગી ગઇ. “ડાયો થઇ ગયો.” મારા કાનમાં કહ્યું. મે હસીને એની સામે જોયું.

“હેય ગાયઝ....હેલો એવરીવન....” પાછળથી એક માણસ દોડીને આવ્યો અને પીયાને ખબર ન પડે એવી રીતે મને માઇક આપી ગયો.

“મારી છે ને એક જી.એફ. છે અને એ કહે છે કે આજના દીવસનો ટ્રીપનો પ્લાન મારે બનાવવાનો છે.” પીયા એ તરત મારી સામે પાછળ ફરીને જોયું. મારો અવાજ સાંભળે અને એ પાગલને ખબર ન પડે એવુ બને. મે એની સામે મસ્તી ભરેલી નજરથી જોયું. “અને એ કહે છે કે જો હું પ્લેસ ડીસાઇડ નહી કરુ તો મારી સાથે બ્રેકઅપ કરી નાખશે.”

એની પોલ ખુલી ગઇ હોય એવું એને લાગ્યું એટલે હાથથી મારી સામે પંચ મારવાની એક્સન કરીને ધીમેકથી બોલી “હું મારી નાખીશ હો તને....” પણ એની આ નજરમાં તો મારા માટે પ્રેમ હતો તો ચીડાય છે કોણ?

“હવે બ્રેકઅપ થોડી હું કરવા દઉં એને આટલી નાની વાત માટે. એ પાગલને મનાવવા તો હું કાંઇપણ કરી શકું. એટલે જ મે નક્કી કર્યુ તુ કે આજનો દીવસ એની લાઇફનો બેસ્ટ દીવસ હોવો જોઇએ. તો આ બેસ્ટ કહેવાય કે નહી. તમે લોકો ખાલી મારી હેલ્પ કરજો ને થોડી આજના દીવસને એના માટે બેસ્ટ બનાવવા.” હવે ધ્યાન એ રાખવાનું છે કે અવાજ આર.જે. આનંદનો છે એ ઓળખાય ન જવો જોઇએ. “હવે તમે જ બોલો એને આવું કરવું જોઇએ મારી સાથે કે નહી.”

“એમ આઇ ડુઈંગ રાઇટ ઓર નોટ. પ્લીઝ સેય યેસ....યેસ....એવરીવન....” ત્યાં પીયા એ મને મારીને મારા હાથમાંથી માઇક લઇ લીધુ અને “થેંન્કસ એવરીવન. પણ મારો બી.એફ. છેને એ બઉ જીદ્દી છે. પાગલ સાવ. માને જ નહીને કોઇપણ શરતે. તમે જ બોલો હું શું કરુ. મારે બ્રેકઅપ કરવું જોઇએ ને. પ્લીઝ સેય યેસ....યેસ....” એને મારી સામે જોઇને મને ઉંધો અંગુઠો બતાવ્યો. પણ એક મીનીટ! અમે રીલેશનશીપમાં ક્યારે આવ્યા. ઓહ યેસ! તો પીયા ફાઇનલી મારી જી.એફ. એટલે ફાઇનલી મને પાર્ટનર મળી ગઇ. એટલે હવે અમે લાઇફ ટાઇમ સાથે રહેવાના? યેસ! હું મારી અંદરની ખુશી ને રોકી નથી શકતો. એમ થાય છે જીવનમાં જે જોઇતું તું એ બધુ મળી ગયું.

પાછળથી અમને ખબર પડી કે હું ગુજરાતીમાં બોલ્યો એટલે અમારે ફરીથી એ લોકોને હીન્દીમાં સમજાવવું પડ્યું.

પણ આજે ઓડીયન્સ મારી સાથે છે. મોટા ભાગના કપલમાંથી છોકરાઓએ ના કહ્યું અને થોડીઘણી અણગમો થાય એવી છોકરીઓ હા કહે છે પણ ક્યુટવાળી છોકરીઓ ના કહે છે. એ ખાલી મને સપોર્ટ કરે છે. આઇ એમ સો હેપી! થેન્ક યુ દ્વારીકાધીશ! થેન્ક યુ! યુ આર ધી બેસ્ટ!

“આઇ હાઇ ક્યાં જોડી હે યારા....ગોડ બ્લેસ યું ટુ ઓફ યું....એન્ડ હેપી મોમેન્ટસ પે નો બ્રેક અપ્સ પ્લીઝ....મે તો ચાહતા હું કી યે રોમેન્ટીક ઘડી કભી ખતમ હી ન હો પર ક્યાં કરે નાઇલ નદી તો બેહ રહી હે વો નહી રુકને વાલી. હરી અપ ગાઇઝ.....” સ્ટીરીયો ખખડ્યો.

એક સાથે બધાને અચાનક યાદ આવ્યું કે કોમ્પીટીશન ચાલુ છે. બધા પાછા કામે વળગ્યા પણ એ મારી સામે અલગ જ પ્રેમથી ચીડાઈ રહી. “સુધરીશ નહી ને તું ક્યારેય....” એના ઘડી-ઘડી આંખ પર આવી જતા વાળ મારુ ધ્યાન એના પરથી હટવા જ નથી દેતા. હું બસ એને જોયા જ રાખું છું અને એ મારી સામે જોઇ રહે છે. “નેવર! ક્યારેય નહી! તારા માટે તો ક્યારેય નહી!”

“પાગલ ચાલ હવે મારી સાથે કેસ્ટલ બનાવવાનું છે.” મારો હાથ ખેંચીને મને સાથે લઇ ગઇ.

નાઇલ નદી તરફ મારુ ધ્યાન ગયું. તળીયેથી થોડી પગ ડુબે એટલી ભરાઇ ગઇ છે. મને ઓલા ટેણીયાવ યાદ આવ્યાં ત્યાં જ મારી નજરે પડ્યા. મે પીયાને બતાવ્યાં. “એ ઓલાની બોટ તરે છે જો.” એ બીચાડા ક્યારના બોટ ચલાવવા મથે છે હવે એની બોટ થોડી પાણી મા તરી એવું લાગે છે. એક ભુરીયો એમાં બેઠો છે અને બે ધક્કા મારે છે. એમાં બીજો બેસવા જાય છે ત્યાં પાછી બોટ ઉંધી વળી જાય છે. મને એને જોઇને બવ મજા આવે છે.

“તો તમે ધક્કો મારી આવો સર.” એનો ચીડાવાનો અવાજ મને સંભળાયો.

“ચીડાઇ ન જા ને પ્લીઝ.”

“મારો બોયફ્રેન્ડ છે ગમે તે કરુ. એના પર ચીડાઉ અને હસુ પણ ખરા તને કોઇ પ્રોબ્લેમ.”

“કોણ હેં....કોણ?.....” મે એને ચીડવવા પુછ્યું. જો કે મને ખબર છે એ મારુ નામ નહી જ બોલે અત્યારે.

“બાઇ ધી વે સર આપકા કેસ્ટલ ખડા હી નહી હુઆ.” પીયા એ મને ટોન્ટ માર્યો. એટલે હું ફરી પાછો કામે વળગ્યો.

બધા રેતીના ઢગલા કરવામાં પડ્યા છે. મે એક ડોલમાં રેતી ભરી. વજન રાખીને છલોછલ બરોબર રીતે ભરી અને નાનો હતો ત્યારે કરતો એવી રીતે જોરથી નીચે ઉંધી વાળીને ઉપાડી લીધી ત્યાં ડોલના આકારે-આકારે રેતીના પર્વત જેવું થઇ ગયું. પીયા એ પણ મને જોઇને એવુ જ કર્યુ પણ એને ડોલ ઉપર કરી ત્યાં પાછુ વીખાઇ ગયું એટલે એને મારા વાળું પણ એને ભાંગી નાખ્યું. “કેમ?” મે કકળાટ કર્યો. “એમ....” મને એટલો જ જવાબ મળ્યો.

દરીયામાં દુર-દુર સુધી પાણી ક્યાંય નજરે નથી પડતુ પણ આ લોકો કહે છે એમ ત્રણ-ચાર કલાકમાં પાળી સુધી પાણી આવી જાય છે. મારા તો માનવામાં નથી આવતુ કે દરીયામાંથી આટલુ પાણી આવે ક્યાંથી. આવે તો આવે પણ પાછું ક્યાં હાલ્યું જતુ હોય. પાણી વધઘટ થતું હોય? કે ઇન્દ્રદેવે ઉપરથી નળ મુક્યા હશે. આ બધુ માનવ સ્વભાવ અને સમજણથી વીપરીત છે. સમજવાવાળા લોકોને સમજવામાં વર્ષો નીકળી જાય પણ માનવા માટે તો આ જ કુદરત છે.

“હવે જો આ નદી કઇ....શું નામ એનુ? ઓહ ગોડ કેમ યાદ નથી આવતું. હા નાઇલ નદી ભરાતા કેટલી વાર લાગશે. તને શું લાગે?” પીયાએ મને સવાલ કર્યો.

“અત્યારની જડપ જોતા લાગે છે મેક્સ ત્રણ થી ચાર કલાક થવી જોઇએ. પછી વધારે થાય તો મને ખીજાતી નઈ.” મે કહ્યું.

“એ હો.” બોલીને અટકી પછી “હવે લીસ્ટન કેરફુલી. થોડીવાર નો મસ્તી અને નો આર્ગ્યુમેન્ટ ઓકે....જસ્ટ સાંભળ મારી વાત.” એની વાતતો લાઇફટાઇમ માટે સાંભળવા તૈયાર છું!”

“ઓકે!” મારાથી કહેવાઇ ગયું.

“જો બધાથી પેલા આપણે આ આડા-અવડા જે ખાડા આપડે કર્યાને એ સરખા કરીને જમીન ફ્લેટ કરવી પડશે. પછી નક્કી કરી કે આપડો કેસ્ટલ કેવડો બનશે. સાથે-સાથે પાણીથી પડી ન જાય એ પણ વીચારવું પડશે ને એના માટે શું કરશું. એની આઇડીયા.” પીયાએ મને કહ્યું.

“ઓકે તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આપણે લોન્ગીટ્યુડ અને લેટીટ્યુડનો રેસીયો બેલેન્સ કરવો પડશે.” મારા મગજમાં પહેલો જ વીચાર આ આવ્યો.

“એટલે?” એનો તરત સવાલ આવ્યો. “મને કાંઇ નો સમજાણું.”

“અરે માની લે આપણે લોન્ગીટ્યુડને ઓવરપાવર કરી લેટીટ્યુડથી તો કલેપ્સ થવાના ચાન્સ ઓછા થઇ જાય અને જો લેટીટ્યુડ ઓવરપાવર કરીએ તો સડન ફોલ થવાના ચાન્સ વધી જાય. એટલે લોન્ગીટ્યુડ વધારવો જોઇએ એવું મારુ સાઇબોર્ગ બ્રેઇન કહે છે.” એને સમજાયું કે નહી જોયા વગર હું એકધારો બોલી ગયો.

“એક મીનીટ....એક મીનીટ....એ....” એને કહ્યું તોય મે બોલ્યા રાખ્યું. “એ....ઉભો તો રે એક મીનીટ....” ત્યારે હું ઉભો રહ્યો અને મને થયું કાંઇક લોચો છે.

“એ.....સાચું કઉ....મને કાંઇ નો સમજાણું.” નીરાશા સાથે એને મારી આંખમાં જોયું.

“અરે આમા ન સમજાવા જેવું શું હતું.” મે કહ્યું.

“અમુક વર્ડઝ તો મે સાંભળ્યા પણ પહેલીવાર.”

“પણ-વણ કાંઇ નહી. હું તારા જેટલી જીનીયસ નથી તું મને નોરમલ ભાષામાં કેને પ્લીઝ....” એને મારી સામે ભોળો ચહેરો બનાવ્યો.

“ઓકે!” કહીને હું અટક્યો. “આઇ હેવ એન આઇડીયા. આવ્યો એક જ મીનીટમાં....” કહીને એના હાથ પર ક્લેપ આપીને હું ઉભો થયો. અમે આવ્યાં એના સામેના રસ્તે મે ચાલવાનું શરુ કર્યુ. “ક્યાં જાય છે એ.....કહીને તો જા એટલીસ્ટ....” પીયાની બુમ મારા કાને પડી. “એક મીનીટ પીયુ....” મે પાછળ જોયા વગર બુમ પાડી.

“ઓકે....” પાછળથી આવતો અવાજ મને ધીમો થતો સંભળાયો.

આવતી વખતે જ મારી નજર કેફે પર પડી ગઇ હતી. હું દોડીને ત્યાં ગયો. પાછો આવ્યો ત્યારે મારા હાથમાં બે મોટા ચા ના કપ અને એક બોટલ હતી. દુરથી મને આવતો જોઇને પીયાને ખબર પડી ગઇ કે હું ક્યાં ગયો હતો. ચાથી છલકાતા બે ચાના કપનુ બેલેન્સ કરતો અને એની નીચે બોટલ પકડીને ચાલતી વખતે મારી હાલત ખરેખર જોવા જેવી હતી.

“એ પાગલ. શું કરવું તારુ તો મારે....” પીયા એ મને ચીડાઇને કહ્યું અને મારી તરફ દોડીને આવી ગઇ.

“કાંઇ નહી.” મારા ચહેરા પર ગરમ લાગવાના હાવભાવ દેખાઇ રહ્યા છે.

“અરે ગરમ લાગશે ઇડીયટ. આ મને આપી દે કપ.” મને તકલીફમાં જોઇને એને તકલીફ પડી. એ તરત જ મને ખીજાઇને કહેવા લાગી “એકલા લઇને અવાય. મને નથી કહેવાતું. પાગલ સાવ. અને આ કોને પુછીને ચા લઇ આવ્યો. અને એ પણ આટલી બધી. મે ના પાડી છેને વધારે ચા નહી પીવાની. તોય તું મારુ માનતો જ નથી.” એનો અણગમો એના ચહેરા પર મને દેખાય છે. હવે આ અણગમો અને ગુસ્સો એને હું પ્રેમનું નામ આપી દેવા મા અચકાતો નથી. પહેલી વાર મને એવુ લાગ્યું કે મને ખીજાવા પર એનો પુરેપુરો હક છે. અને એનો ગુસ્સો સહન કરવો એ મારી જવાબદારી છે.

“વધારે ચા પીવામાં શું વાંધો. ડોપામાઇન રીલીઝ થાય યાર. જો મારુ ચાલતુ હોતને તો દીવને ચા નુ કેપીટલ સીટી બનાવી દેત. પછી લોકો બોટલ પીવા નહી ચા પીવા દીવ આવતા હોત.” મે કહ્યું. “પીવા દે ને તને શું પ્રોબ્લેમ જો તારા માટે પણ લાવ્યો.”

“ના નહી પીવાની.” એણે સીધો હુકમ કર્યો. “નથી કરવું રીલીઝ આપણે ડોપામાઇન.”

“પણ કેમ.” મે નાના છોકરા જેવી જીદ કરી.

“બસ મે કીધુ એટલે.” પછી મારા હાથ સામે જોઇને “મારા માટે લાવ્યો ને આપી દે મને.”

“ના. મને પીવા દે.” મે કહ્યું.

“ના એટલે ના. ચલ આપી દે ગુડબોયની જેમ.” મારી તરફ હાથ આગળ કર્યો.

“કેમ આવું કરે છે.” હું માનવા તૈયાર જ નહોતો.

“આપો.” એણે ગુસ્સામાં હોઠ બીડાવ્યા. મે બેય કપ આપી દીધા પછી એક એને મને પાછો આપ્યો. “આલે એક પી લે. પછી સીધી સાંજે ઓકે.”

“ઓકે.” મે અણગમા સાથે કહ્યું.

“હમમ....ગુડ બોય....હવે કે કેસ્ટલ વાળું.” વચ્ચેથી અચાનક એને યાદ આવ્યું.

“હા તો લોન્ગીટ્યુડ અને લેટીટ્યુડ એટલે આડી અને ઉભી સરફેસ. એને આપણે બેલેન્સ કરીએ હાઇટ અને ગ્રાઉન્ડ કવરેજથી તો આપણે આપડા કેસ્ટલની એફીસ્યન્સી વધારી શકીએ.” ચા ના ઘુટડા ભરતો હું બોલ્યો. સાથે-સાથે રેતી પર લાકડીથી દોરીને મે એને સમજાવ્યુ. “સ્માર્ટ એ....” મારી આંખમાં મલકાઇને એને કહ્યું. એ મારી વાતો સાંભળ્યા કરે છે.

“તો હવે આપણે ફાઇનલી સ્ટાર્ટ કરીએ. ચલ.” એના માથાનો બોજ મે ઓછો કરી દીધો. “અને આ કેસ્ટલ જલ્દી બની ગયું ને તો હું તને એક ચા વધારે પીવાની પરમીશન આપીશ.”.

ચા પીવા માટે મે આજ સુધી કોઇની પરમીશન નથી લીધી કે નથી આજ સુધી કોઇની વાત માન્યો પણ પીયાની બધી વાત કેમ આજકાલ માનવા લાગ્યો. મને ખબર નથી.

“યેસ....હવે તો કેસ્ટલ બનીને રહેવાનું.” અમે બેય એ હેન્ડશેક કર્યાં.

રેતીમાં બનાવેલી અમારી ગુફાઓ અને હાથ પગના છાપથી ખાડા-ખબડા વાળી રેતી પહેલા તો અમે સપાટ જમીનમાં ફેરવી. “હવે?” પીયા એ પુછ્યું. “હવે આપણે કેટલા દરવાજા કરવા છે?” મે પુછ્યું.

“છ?” પીયા એ એમનમ કહ્યું.

“વધારે થઇ જશે અને સ્કવેર નહી થાય.”

“ના કેસ્ટલ સ્કવેર જ હોય.”

“ઓકે ડન.” એણે કહ્યું. એની અંદર જાણે બોબ ધ બીલ્ડરની મીસ્ટી અને મારી અંદર બોબ આવી ગયો હોય એવું અમને બેયને લાગ્યું.

“બેસમેન્ટમાં એક ફ્લોર બનાવીએ તો.” પીયાને અચાનક સુજ્યું.

“ગુડ આઇડીયા. હવે તો કરીએ જ.” મે કહ્યું.

એક માળ જેટલુ બેસમેન્ટ બનાવવા એક માણસની હાઇટથી પોણી થાય એટલો ખાડો કરવા માટે મે સાંઠીથી લાઇન ગારી. એક માણસ આખો આડો સુઇ જાય એટલી એની લંબાઇ છે. કાંઇ વીચાર્યા વગર અમે ખાડો ખોદવાની શરુઆત કરી નાખી. એકાદ ફુટથી થોડી ઓછી હાઇટ બાકી રહી હશે. પીયા વચ્ચે બેસીને બધી બાજુ ખોદે છે. એટલે એ બેઠી છે એ જગ્યા ઉંચી આઇલેન્ડ જેવી છે અને ફરતી બાજુ ઉંડો ખાડો છે. “એ....યાર કેવી મજા આવે છે....” એનો ઉમંગ એના ચહેરા પરથી ચોખ્ખો વર્તાય આવે છે. “આપણા બેયનો ડ્રીમ આઇલેન્ડ છે પીયા ડાર્લીંગ....” મારાથી એની મેળે બોલાઇ ગયું. “હા....એ એન્ડ પીયાનો ડ્રીમ આઇલેન્ડ. કેવી મજા પડે હેં. તને ખબર હું નાની હતી ને ત્યારનું મારુ ઘર મને બઉ યાદ આવે છે. હું ઘરની બહાર નીકળુ એટલે સીધો દરીયાકાંઠો.” એને બાળપણ યાદ કરીને રાજી થતી જોઇને મને મજા આવે છે. જીવનમાં કાંઇપણ થાય પણ આ છોકરીના ચહેરાની સ્માઈલને હું કાંઇ નહી થવા દઉ. આઇ પ્રોમીસ. હું એની વાતો પ્રેમથી સાંભળુ છું, એ જાણીને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો કે આ છોકરી દરીયાકીનારે મોટી થઈ છે. આ તો ખરેખર મારી ડ્રીમ ગર્લ છે.

“મારા ઘરની બહાર નીકળુ એટલે સીધી રેતી અને એમાં જ હું આખો દીવસ રમ્યા કરતી. વહેલી સવારે ઉઠીને દાદા સાથે સનરાઇઝ જોવા ટેકરીના મંદીર પર લઇ જાય અને આવીને રોજ બા પાસેથી વાર્તા સાંભળવાની. કેવી મજા પડતી યાર. કદાચ એ દીવસો ને હું પાછા લાવી શકતી હોત. દાદા અને દાદી વગર બાળપણ અધુરુ જ લાગે....”

“વાવ યાર તુ દરીયાકીનારે મોટી થઇ છે તે કહ્યું ય નહી. પછી આગળ કે ને મને પ્લીઝ. પ્લીઝ. પ્લીઝ.” મને એની વાતો સાંભળવામાં એટલો રસ પડ્યો કે આજુબાજુનુ બધુ હું ભુલી ગયો. “કેટલી લકી છે તુ યાર....દરીયાકીનારે ઘર હોય. આઇ કાન્ટ બીલીવ યાર. મારા માટે તો આ એક સપનું જ છે. પણ તારા આ દીવસો હું પાછા લાવી આપીશ પ્રોમીસ.”

“થેન્કસ એ....” એને મારી આંખમાં જોયું.

“તારા માટે કાંઇપણ....”

“હા....હું સોળ વર્ષની થઇ ત્યાં સુધી દરીયાકાંઠે જ રમીને મોટી થઇ. પછી ડેડીની જોબ ટ્રાન્સફર અને ઢીંગલી માંથી પીયા થઇ ગઇ. સી.....” એના હાથથી એના તરફ મસ્તીમાં ઇશારો કર્યો અને પછી મારી સામે જોઇ રહી.

“પીયા થઇ ગઇ અને.....” આગળ એની પાસે બોલાવવા માટે ઉભો રહ્યો. “અને પીયા આટલી ક્યુટ થઇ ગઇ.....પીયા આનંદને મળી....તો પરફેક્ટ બડીઝ થઇ ગયા....” મે એના બેય ગાલ પ્રેમથી ખેંચ્યાં.

“યેહ માઇ બોય.” કહીને અમે હેન્ડશેક કર્યા. “સારા બોયફ્રેન્ડના ટોપ ટેનમાં આવી જઇશ. એ....”

નાઇલ નદી તો એના પુરા જોમમાં વહી રહી છે. પણ તડકો વાદળાં એ રોકી રાખ્યો છે. સુર્યનારાયણને આજે રવીવાર હોય એવું લાગે છે. દુર-દુર ક્યાંય રેતીના અસંખ્ય અને અગણીત ખાડાઓ અને એના ભુતળમાં રહેતા જીવોને વટાવીને નજરે ન પડતા અને ઘુઘવાટા મારતા દરીયાનો અવાજ કાને પડે છે. પવનદેવ પણ જાણે આજે રમતે ચઢ્યા હોય એમ વાયરો હીલોળે ચઢ્યો છે. વાદળાનો ઘેરાવો જોઇને લાગે છે કે આજે તો મેઘરાજ પણ પોતે અહીં રમવા આવવાના છે. દરીયાદેવ, મેઘરાજ, સૂર્યનારાયણ અને પવનદેવ માનવ મહેરામણ સાથે ભુલા પડીને આજે રમવા આવવાના છે. આજે કોઇ મોટી રમત રમાવાની છે. ઘણીવાર એમની મજા પાછળ માનવ મહેરામણના નાનકડા જીવનમાં કેટલા બદલાવો આવી શકે.

એક નજરે જોતા તો એવુ જ લાગે કે સૂર્યનારાયણનો દાવ છે અને મેઘરાજે એની આંખો બંધ કરી રાખી છે. પવનદેવ અને દરીયાદેવ સંતાવા માટે આમથી આમ હડીયાપટી કરે છે. આજે જે થાય એ જોઇને મજા તો પડવાની છે.

“મમહમમમ.....” મારી આંખ સામેથી એને બે ત્રણ વાર હાથ ફેરવ્યો.”ઓય સેન્ટી માસ્ટર ક્યાં ખોવાઇ ગયો....કમ હીઅર....” કહીને હાથ આગળ કરીને મને એની પાસે બોલાવ્યો. હું ઉભો થયો અને એની બાજુમાં જઇને બેસી ગયો. એને મને જગ્યા કરી આપી. પછી મારી કમર પર હાથ રાખીને “તને ના નથી પાડી મે વધારે નહી વીચારવાનું. તું વધારે વીચારેને એટલે તારી ક્યુટનેસ ઓછી થઇ જાય છે અને અકડુ આનંદ લાગે છે. સી આ ક્લાઉડ અને આ દરીયો ને બધુ કેટલુ બ્યુટીફુલ છે અને તુ વારે-વારે આમ ખોવાઇ જાય. દરીયો જો એની પાસે મેજીક છે. એની પાસે તારા બધા ખોવાયેલી વાતોના જવાબ છે. તારા મનમાં તુ જે બોજ લઇને ફરે છે ને એના બધા જવાબો એ તને આપશે. ઓકે. “ મારો ચહેરો એના ખભ્ભા પર રાખીને મારા વાળ સરખા કરતા મારા કાન પાસે આવીને ધીમેકથી એને કહ્યું. જાણે આખા દરીયાની સ્થીરતા અને ઠંડક એને મારી અંદર એક જ વારમાં નાખી દીધી. એના સ્પર્શમાં આખા દરીયાની શીતળતા છે. સોમનાથના દરીયાના મોજાની જેમ ઉછળતું મારુ અસ્થિર મન પીયાની પાસે આવીને કાયમ શાંત થઇ જાય છે. ટાઇમ આવી ગયો છે?

“સો....તુ નહી કે તારા વીશે....” એને મને સવાલ કર્યો. એ મારા વાળમાં હાથ ફેરવતા મારી સામે પ્રેમથી જોઇ રહી છે. એનો બીજો હાથ મારા ખભ્ભા પર છે. આ બધુ કેમ થાય છે એ મને ખબર નથી. એના ખોળામાં માથુ રાખીને સુવામાં જેટલી શાંતી મળી છે એવી મને મારી મમ્મીના ખોળામાં સુઈને આવતી. મારો તોફાને ચડેલો અસ્થિર મગજ સાવ શાંત થઇ ગયો. આંખ બંધ રાખીને હું બોલ્યો “હું નાનો હતો ત્યારથી જ મે સૌરાષ્ટ્ર શીવાય કાંઇ જોયું નહોતુ. સૌરાષ્ટ્રના શહેરમાં મોટો થયો. મને પાણી પાસે અને દરીયે રખડવું બઉ ગમે પણ શહેરમાં ક્યાંય એવી જગ્યા મળી જ નહી.....મને આમ ડીસકવરી અને એ બધુ જોઇને દુર-દુર સુધી રખડવાનો અને એડવેન્ચરનો શોખ ખરો પણ ડેડની સીવીલ જોબના કારણે એમને ક્યારેય રજા ન મળતી. વેકેશન પડે એટલે મમ્મી સાથે મામાના ઘરે ગામડે જવાનુ. મારી પાસે કેટલાય રમકડાં હોય પણ ગામડાંના છોકરાવ ના રમકડા જોઇને મને આનંદ થતો. ક્યારેક તો અમે બધા કઝીન્સ ભેગા થઇને માટીના રમકડા બનાવતા અને પછી આખો-આખો દીવસ સપનાની દુનીયામાં ખોવાઇ રહેતા. મારા નાનીના ઘરમાં દુર-દુર સુધી નજર પડે એટલું આઘે સુધી ફળીયુ છે. અને એમા અમે બધા કઝીન ભેગા મળીને ધમાચકડી કરતા હોય, બેટ દડે રમતા હોય.” આ બધુ યાદ કરીને હું એટલો આનંદમાં આવી ગયોને કે વાત જ ના પુછો. પીયાને પણ મારી વાતમાં એટલી મજા પડે છે કે હવે પછી શું આવશે એની રાહ એના ચહેરા પર ચોખ્ખી વર્તાય આવે છે.

એ મારી એક-એક વાતને એટલા પ્રેમથી સાંભળે છે કે એવી આજ સુધી કોઇએ નહી સાંભળી હોય. એ મારી સામે નીચે જોવે છે એટલે એના વાળ ઘડી-ઘડી મારી આંખની ઉપર આવી જાય છે અને એની સુગંધથી મારુ મન ઘડી-ઘડી ખીલી ઉઠે છે. એની પ્રેમાળ આંખો તો મારી સામે જ જોઇ રહી છે. “શું જોવે છે પાગલ. નથી જોયી મને ક્યારેય. ફોટો આપી દઈશ જોયા રાખજે આખો દીવસ.” એને ધીમેથી કહી નાખ્યું અને પછી શરમાઈ ગઇ. “આ બ્યુટીફુલ હેર મને આપી દે. મને પ્રેમ થઇ ગયો છે એની સાથે.” સૂતા-સૂતા મે એની આંખમાં જોઇને કહ્યું. “તને બઉ ગમે ને?” એને સવાલ કર્યો. “હાં....તો....” મે કહ્યું. “હવે નેક્સ્ટ ટાઇમ સલુન જઇશને ત્યારે બોયકટ કરાવી લઇશ પછી તને ગીફ્ટ કરી દઇશ બસ. પછી રમ્યા કરજે એની સાથે. આમ પણ લેન્થ વધી ગઇ છે અને કેટલા ટાઇમથી મે હેરકટ પણ નથી કરાવ્યાં. મજા પડશે શું કેવું.”

“ઓય ના યાર....” મને જાટકો લાગ્યો. “કેમ. તને તો ગમે છે ને. હું નહી સારી લાગુ બોયકટમાં? અરે કેવી મજા પડે ખબર આમ મીરર હોય ને એની સામે મસ્ત ચેર હોય એમાં આપડે બેસી જવાનું. પછી આમ પાછળથી ડોક પર ટીસ્યુ પેપર લગાવીને સલુન કેપ ઓઢાળે અને પાછળથી એરટાઇટ ફીટ કરી દે. વોટર સ્પ્રેનો અવાજ આવતો હોય અને ઠંડુ-ઠંડુ લાગે. કોમ્બ ચાલતો હોય અને સીઝરનો અવાજ આવતો હોય. ખરચ્.....ખરચ્.....અને અમુક તો ઓલા ક્લીપર યુઝ કરે.....હમમમમ્....... હમમમમ્.......સીધો હેર કટ જ થઇ જાય. કેપ પર અને ફ્લોર પર વરસાદની જેમ હેરફોલ થતા હોય. કેવી મજા પડે. પછી કેપ ખોલે ત્યારે બધા હેર હવામાં ઉડીને ફ્લોર પડે અને નવો જ લુક મીરરમાં દેખાય. ફ્રેસ લુક. તમે પોતાને જ ન ઓળખી શકો.” એને આંખ બંધ કરીને એક સાથે બોલી નાખ્યું. મારા આશચર્યનો પાર ન રહ્યો. “ના....પ્લીઝ એવુ નહી કરતી....પીયા જેવી છે એવી જ બેસ્ટ છે....” મારાથી કહેવાઇ ગયું. “ના હવે તો કરાવીશ જ. ઇનફેક્ટ મે બેસ્ટ સલુન સર્ચ કર્યા છે દીવમાં આ જો.....રીટર્નમાં જઇએ. તુ આવીશને મારી સાથે? હા પાડ.....હા....હા....” બોલીને મારી સામે જોઇ રહી. “ના યાર એવું નહી કર પ્લીઝ....” એના ખોળામાંથી હું ઉભો થઇ ગયો. “કેમ....એમાં શું....” એને કહ્યું. “ના પ્લીઝ એવુ કાંઇ નથી કરવુ આપડે....તું ઓલરેડી આટલી ક્યુટ છો....”. મારાથી કહેવાઇ ગયું. “અરે કેવી મજા પડે ખબર. કરીએને ટ્રાય....” બોલીને એને હસવાનું રોકી રાખ્યું એ મને ખબર નથી. હું તો એની વાત સાચી માનીને ખરેખર ભાવુક થઇ ગયો. “ના....પેલા પ્રોમીસ આપ મને એંવું કાંઇ નહી કરે....પાગલ છોકરી....” મે એનો હાથ પકડીને કહ્યું.

“તો તારા હેર મને આપી દે. મને પણ બઉ ગમે છે તારે આ ક્યુટ હેર. આપણે બેય સાથે જ હેરકટ કરાવીએ.” મારા કાનની ઉપર અને આંખ પર આવતા વાળ પ્રેમથી થોડીવાર ખેંચ્યા અને પછી એમાં હાથ ફેરવવા લાગી. “એ.....મને તો લાગે છે તને હેરકટની મારા કરતા વધારે જરુર છે.” મારા વાળ આંખ પરથી હટાવીને બોલી. “ચલ અત્યારે જ જઇએ.” કહીને ઉભી થવા ગઇ પણ મે એનો હાથ ખેંચીને રોકી રાખી. “ના....” મારી પાસે આ વાતનો કોઇ જવાબ જ નથી. મને આવી વાત છોકરી સાથે કરતા શરમ આવતી અને આજે એજ વાત પર જીદે ચઢી છે આ પાગલ છોકરી!

“કેમ હેરકટથી ડર લાગે....” એને કહ્યું.

“હા....” મે કહ્યું.

“કેમ....જો સલુનમાં બીજી કોઇ ગર્લ્સના બદલે હું હેરસ્ટાઇલીસ્ટ હોય તોય ડર લાગે?” એને ફરી મને પુછ્યું. મારી પાસે કોઇ જવાબ જ નથી. હું કાંઇ બોલી જ નથી શક્યો. “જો હું તારા હેરકટ કરતી હોય તોય ડર લાગે? બોલ....બોલ....શરમાય છે કેમ આટલો બધો....મસ્ત હેરકટ કરી આપીશ.”

“તો મને ડર ન લાગે. કારણ કે મારી પીયુ પર મને પુરો ટ્રસ્ટ છે. જો એવુ સાચે થતુ હોય તો ચલ અત્યારે જ જઇએ.” એના વાળ સાથે રમત કરતા મારાથી કહેવાઇ ગયું.

“આપણે તારો એ ડર પણ દુર કરીશું ક્યારેક જેમ જી.એફ અને બી.એફ વાળો કર્યો.” મારી આંખમાં પ્રેમથી જોઇને એને કહ્યું.

“પ્રોમીસ આપને પેલા હમણા એવું કાંઇ નહી કરે.” મે એની આંખમાં જોયું.

“કેવો સેન્ટી થઇ ગયો મારા હેર માટે અને મારા માટે કાંઇ નહી એમ....” એને કહ્યું. અને મને દેખાડવા રીસાઇ ગઇ. “તુ પેલા પ્રોમીસ કર તો.” મને સાચે ડર લાગ્યો. “હા બાબા નહી કરાવુ હેરકટ બસ. મજાક કરતી તી. હવે મારા સવાલ નો જવાબ.” એને કહ્યું.”મારા માટે શું કરી શકે તું?.

“તારા માટે તો કાંઇપણ કરી શકુ પીયુ....” મારાથી કહેવાઇ ગયું.

“તો નાની વાળી વાત પુરી કર પેલા ચલ.”

“પછી શું થયું.” એને આગળની વાત જાણવાની જ એકસાઇટમેન્ટ છે.

“પછી મારા નાના એક્સપાયર થઇ ગયા. એટલે ફળીયું ખાલીખમ લાગે. હું મારી સીસ્ટર અને મારો એક કઝીન અમે ત્રણેય નાના-નાની ના સૌથી વધારે લાડકા. નાના ના ગયા પછી ફળીયું સાવ ખાલીખમ થઇ ગયું. નાનીએ ય એના શોખ જતા કર્યાં. ખબર નહી આટલા વર્ષોથી એકલા કેમ રહી શકે આવડા મોટા ઘરમાં. અમે વેકેશનમાં કે રજામાં જઇએ એટલે રાજી થઇ જાય અમને જોઇને. એમને ત્યાં હમણા સુધી તો ટીવી કે ફ્રીજ પણ નહોતા. એ તો ના પાડતા તા પણ અમે એને કીધા વગર ત્યાં મુકી આવ્યાં.”

“તો એ હજી જીવે છે?” એનો સીધો સવાલ આ હતો. “નાના માટે મને બઉ દુખ થયુ યાર.”

“હા....તો....” મે કહ્યું

“એમની ઉંમર કેવડી છે?” મારી બોલવાની રાહ જોતા મારી સામે જોઇ રહી પછી “તો એ અત્યારે ક્યાં રહે છે?”

“એક્સો પાંચ વર્ષ....અને આજે પણ એ જ ઘરમાં, એજ ફળીયાં મા એકલા રહે છે.” મે એનુ આશ્ચર્ય તોડ્યું.

થોડીવાર તો એના માનવામાં ન આવ્યું. પછી “તો એ બધુ કામ જાતે કરી શકે. આજે પણ.”

“હાં....” મે કહ્યું.

“સુપરનાની છે હો તારા યાર. મારે એમને મળવું છે પ્લીઝ....પ્લીઝ....પ્લીઝ.....” એને મારી સામે ભોળો ચહેરો બનાવ્યો.

“પાક્કુ મળાવીશ ને. આપણે બેય સાથે જ જઇશું.” મે એનો હાથ પકડીને ઉભા થતા કહ્યું.

“તને ખબર એ ફળીયું કેટલુ મોટુ છે?” મે પુછ્યું. “ના....” એને કહ્યું. “ફળીયાની બે ભાગળ છે એકમાંથી હાકલ પાડને એટલે બીજી ભાગળ એ પડઘા પડે.”

“ઓહ બાપ રે....આવડુ મોટું....”

“હાં એમાં અમે ક્રીકેટ નહી બેટ દડે રમતા. છુટ દડી. ભેગી સાંકળ. છુટી સાંકળ, પકડમ પટ્ટી ન જાણે કેટ-કેટલુ રમતાં. સાતમ-આઠમમાં ચોપાટ હોયને આમ મજા જ આવ્યાં કરે.”

ક્યાંય સુધી અમે આમને આમ વાતો કરતા રહ્યા અને એકબીજાની સામે જોઇ હસતા રહ્યાં. મારી વાતો સાંભળીને પીયા એટલી રાજી થઇ ગઇ કે બાકીની ચા પણ અમે સાથે પીધી.

ચા નો કપ અડધે પહોંચ્યો ત્યાં દરીયાદેવનો પહેલો ઘુઘવાટો અમારા કાને પડ્યો.

ક્રમશ: