The mystery of skeleton lake - 26 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૬ )

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૬ )

ફ્લેશબેક

ભાગ ૨૫ માં આપડે જોયું કે એક ટિમ કે જે ચમોલી - ઉતરાખંડ જવા માટે નીકળી હતી એ પટેલ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ દિલ્હીમાં રોકાયા હતા ત્યાં સ્વાતિને કોઈ સફેદ દાઢી વાળા માણસ નું સ્વપ્ન આવે છે અને પોતાનો જન્મ તે મહાન કાર્યની સિદ્ધિ માટે થયો છે એમ જણાવે છે અને એ વાતની સાક્ષી આવતી કાલે સવારથી શુભ ચિહ્નો દ્વારા મળી જશે. બીજે દિવસે સવારે જ્યારે તે આગળ ની મુસાફરી શરૂઆત કરે છે ત્યારે પોતે ટ્રેન માટે મોડા થઈ ગયા હોય છે બધા વિચારે છે કે ટ્રેન છૂટી જશે પરંતુ સ્ટેશન જતા ખબર પડે છે કે ટ્રેન અડધી કલાક લેટ છે તેથી દાઢીવાળા પુરુષ ના કહેવા પ્રમાણે શુભ ચિહ્નો મળવાની શરૂઆત થઇ ગઇ હતી . બીજી તરફ ઝાલા અને રાઘવ કુમાર તપાસ માટે ફરી આપવા પર જવાનું વિચારે છે અને પહેલા પત્ર વિશે શોધ કરવાનું વિચારે છે . મુખીના ગામમાં એમના રહેતા આ વસ્તુ શક્ય ન હોવાથી મૂખીને રાઘવ કુમાર પોલીસ સ્ટેશન બોલાવે છે અને ઝાલા આભાપર તપાસ કરવા માટે જાય છે ત્યાં કોઈ છોકરાનો છોકરો ગેમ રમી રહ્યો હોય છે એના ઉપરથી હિંટ મેળવી અટપટીથી ભાષામાં લખેલા પત્ર માંથી સંદેશા શોધી કાઢે છે કે " તેમને ખબર પડી ગઈ છે " અને એ પણ વાતની પતો લગાવે છે કે મુખી નાના છોકરા પાસે પત્રો લખાવીને આગળ સંદેશ મોકલતા હતા . રાઘવ કુમારને મૂકીને પકડી રાખવાનું કહે છે હવે આગળ...

ભાગ ૨૫ છેલ્લો ફકરો ...

" હા ... હા સાઇબ " કદાચ મુખીએ જ કોઈ સારા કપડાં પહેરેલા , ગાડી વાળા માણસને સાહેબ કહેવાની સારી ટેવ પાડી હોય એવું લાગતું હતું . ઝાલા ઝડપથી ગાડીમાં બેસીને નીકળી ગયા . ગાડી થોડે દૂર હંકારીને રાઘવકુમારને એક મેસેજ કર્યો
" hold mukhi ... He is our link . And who the hell is Bosco ...? "
આટલું લખી ફરી જીપ ચલાવવાની શરૂવાત કરી અને પેલા પત્ર મેળવનારના સરનામે લીધી .

ભાગ ૨૬ શરૂ ...


[તા:-૨૨ ટ્રેનમાં બેઠા તે સમયે ] ટ્રેન પાટા પર જઇ રહી હતી અને ત્રણ હ્રદયો સામાન્યથી વધારે ઝડપથી ધડકવા લાગ્યા હતા. શુ આ આવનાર ઘટનાની આગોતરી ચેતવણી હતી ...? કે પછી આગળ શુ થશે એ જાણવાનો ઉત્સાહ ... ? એ ખબર નહિ પણ સૌના મોઢા પર સમજી ના શકાય એવા ભાવ સ્પષ્ટ દેખાતા હતા . સોમચંદે અંદરો અંદત મુંજાતા હતા , સ્વાતિ મહેન્દ્રરાય તરફ જોઈ રહી હતી જાણે એને મન ભરીને નિહાળી લેવા માંગતી હોય કારણ કે પેલા સપના પેલી તેજોમય આકૃતિએ કહ્યું હતું એમ કે લડવા માટે તૈયાર થઈ જવાનું હતું. એ જાણતી નહોતી કે આગળ શુ થશે .... ? પોતે સહી-સલામત પાછી પહોંચી શકશે કે કેમ ....? પોતાના મનમાં પાંગરી રહેલા પ્રેમ વિષે મહેન્દ્રરાયને જણાવી શકશે કે નહિ ..? શુ મહેન્દ્રરાયના મનમાં પણ પોતાના માટે કંઈ લાગણીઓ હશે કે નહિ ....? હજારો સવાલો સ્વાતિના મનમાં હતા પરંતુ એના જવાબો હાલ મેળવી શકાય એમ નહોતું . કદાચ એના માટે આ જવાબોથી વધારે મહત્વપૂર્ણ બાબત એ હતી જે પેલા સપનામાં પેલી સફેદ આકૃતિએ કહી હતી " જાગ બેટા ...હજારો લોકો ભટકે છે અને તું શાંતિ થી કેવી રીતે સુઈ શકે ....?" આ વાત યાદ આવતા ફરી સ્વાતિ એ સપનામાં ખોવાઈ ગઈ . ક્રિષ્ના રેડ્ડી ડઘાઈને બેઠો હતો , જાણે આ બધી પરિસ્થિતિથી વાકેફ હોય અને આવનારી ઘટના વિશે તમામ માહિતી એની પાસે હોય એમ શાંત થઈને બેઠો હતો જાણે મહાભારતનો સહદેવ જ હોય ..... !! જાણતો બધું હોય પણ પૂછ્યા વગર શબ્દ પણ ના ઉચ્ચારે ...!!
સોમચંદ વિચારમાં ખોવાયેલા હતા કે આ આખી ઘટનાનો એક્સ-આર્મી જોરાવરસિંઘ સાથે શુ સંબંધ ...!!? કારણ કે એમના મર્ડર અથવા કહેવાતા અકસ્માતની ઊંડાણ પૂર્વકની તપાસ દ્વારા રઘુડા વિશે માહિતી મળેલી કે રઘુવીર સિંધિયા ૬ વર્ષથી આ અકસ્માત કેસમાં અંડરગ્રાઉન્ડ હતો . અધૂરામાં પૂરી ગુનેગાર પાસે પકડાયેલી કાળી એમ્બેસેડર ચમોલી-ઉત્તરાખંડના પોલીસ સ્ટેશન માંથી પકડાયેલી હતી જેનો માલિક એક્સ-આર્મી જોરાવરસિંઘ હતો . આ આખી ઘટના સોમચંદ અને બીજા બધાને અહીં ઉત્તરાખંડ સુધી ખેંચી લાવી હતી . હવે પેલા એક્સ-આર્મીના પરિવારને મળવું પડશે જેથી જાણી શકાય કે ૬ વર્ષ પહેલા શુ બન્યું હતું ...? એમને કોઈ પર શક છે કે કેમ ...? એક્સ-આર્મી હોવાથી પોલીસ કેસ તો થયો જ હશે એની તપાસનું પરિણામ શુ આવ્યું ...? વગેરે માહિતી મેળવવી આવશ્યક હતી . તેથી પહેલા સ્વાતિના સપના અનુસાર લક્ષ્મણઝુલા પાસે જઈ પછી આગળ શુ કરવું એ નક્કી કરશે એમ વિચારી આખો બંધ કરને ઠંડી આંખોને સ્પર્શતી હવાનો આનંદ માણવા લાગ્યા .
મહેન્દ્રરાય પણ શીતળ પવનમાં મીઠી ઉંઘનો આનંદ લઈ રહ્યા હતા . અચાનક ફરી વર્ષો પહેલા જોયેલું સપનું આવવા લાગ્યું . એનો બાપ મુખી બળવંતરાય એની વહાલી માઁનું ગળું દાબી રહ્યો હતો . પોતે ડરના લીધે એની માઁને બચાવવા જવાની ઈચ્છા હોવા છતાં બસ છુપાઈને જોઈ રહ્યો હતો ,એના બાપને બૂમ પાડી રોકવાની હિંમત થતી નહોતી . પરંતુ આજે આ નાનો બાળક એક યુવાન બની ગયો હતો . તેથી હિંમત કરી એને બૂમ મારી ' માઁ..... ' અને મહેન્દ્રરાયનું સપનું તૂટ્યું અને ઊંઘ માંથી ઉઠી ગયો . અવાજ સાંભળી સોમચંદ જાગી ગયા . એમને હળવેકથી મહેન્દ્રરાયના માથા પર હાથ જાણે એક પિતા પોતાના બાળકને વહાલ કરતા હોય એમજ .... આ સ્પર્શ માત્રથી એને વર્ષો પહેલા પોતાની માઁ જ્યારે માથા પર હાથ મુક્તી એવો જ અહેસાસ થયો . મહેન્દ્રરાયને એ વ્યક્તિ મળી ગયો જેના પર પોતે વિશ્વાસ કરી શકે ...પોતાના મનની દ્વિધા કહી શકે . તેથી અંતે મહેન્દ્રરાયે કહ્યું

" સોમચંદજી મારે તમને એક વાત કહેવી છે ..."

" બોલને ...એમાં પૂછવાનું ના હોય ...."

" અહીંયા નહિ ....શુ આપડે બહાર જઈને વા
ત કરી શકીએ ....??"

" જરૂર ..." એટલું કહું બંને બહાર ટ્રેનના બારણાં પાસે આવીને ઉભા રહ્યા અને મહેન્દ્રરાયે આખી ઘટના ટૂંકમાં અને સ્પષ્ટ કહી કાઢી

" પેલું સપનું યાદ છે ...? પેલા મંદિરના ભોંયતળિયે ફસાયા હતા ...જે આપણને બધાને એક સરખું આવેલું ....? પરંતુ એ હકીકત છે એવું આપડને લાગે છે ...અરે એ હકીકત છે એવા સબૂત પણ છે આપણી પાસે પેલા ઘાવ......"

" હા ... મારા મતે એ સપનુંતો નથી જ ...પરંતુ એ વાતની સાબિતી નથી આપણી પાસે ....પરંતુ તું કહેવા શુ માંગે છે એ કહેને દીકરા ..." સોમચંદે કહ્યું

"એજ કરું છું તમારે સાબિતી જોઇયે છે ...? કદાચ મારી પાસે છે .... તમે વિચારો બાબુકાકાના કહ્યા અનુસાર તમને વાગેલી ચોટ , સ્વાતિના ઢીંચણ પરની ચોટ અને અન્ય વસ્તુ એક અકસ્માતમાં થયેલી... બરાબર...?"

" હા ..બરાબર ..."

" તો આ વાતમાં તમને ગડબડ નથી લાગતી ...?!"

" મતલબ ...હું કંઈ સમજ્યો નહિ " સોમચંદે કહ્યું

" જુઓ ..એ સપનામાં હું , તમે ,સ્વાતિ , ક્રિષ્ના મારા પિતાજી અને ઓમકાર રેડ્ડી આટલા ગયા હતા બરાબર ...?"

" હા ,બરાબર " સોમચંદ આખી વાત સમજી ગયા હોવા છતાં મહેન્દ્રરાયના મોઢે સાંભળવા માંગતા હતા .

" તો તમે વિચારો , આપડને સૌની સાથે બનેલી ઘટનાને સપનું ગણાવનાર મુખ્ય માણસ કોણ છે ...? "

"કોણ...."

" મારા પિતાજી ..."

" કેવી રીતે ....??"

" સોમચંદજી , માની લઈએ કે આપડો અકસ્માત કોઈ અજાણ્યા માણસે કર્યો અને ભાગી ગયું ...તો મારા પિતાજી ત્યાં શુ કરી રહ્યા હતા ....? કદાચ કોઈ એ એમને બોલાવ્યા પણ હોય ... તો મારા પિતાજીને બોલાવનાર ત્રીજી વ્યક્તિ પણ હાજર હોવી જોઈતી હતીને....??"

" વાતતો ઠીક છે તારી ...પરંતુ તું તારા પિતાજી વિશે આવું કેમ વિચારી શકે ...." બે ક્ષણ માટે શાંતિ ફેલાઈ ,અને પછી મહેન્દ્રરાયે પોતાને બાળપણ માં આવેલા સપના વિશે માહિતી આપતા કહ્યું

" મને કૈક આવુજ સપનું બાળપણમાં આવેલું ...જેમાં મારો બાપ એટલે કે તમારા માટે મુખીજી મારી માઁને ગળું દાબીને મારી રહ્યા હતા .... ત્યાં અચાનક હું સપના માંથી જાગી ગયો .... ત્રણ દિવસ પછી મારી માઁનો મૃતદેહ જંગલમાં લટકતો મળ્યો . એ આત્મહત્યા કરે એમ હતું જ નહિ ...." આટલું કહી ગદગદ થઈ ગયેલો મહેન્દ્રરાય સોમચંદને ભેટીને રડવા લાગ્યો . એને શાંત કરી પોતાની જગ્યાએ બેસાડ્યો અને આશ્વાસન આપતા કહ્યું

"બધું ઠીક થઈ જશે દીકરા ..હું છુને ...ચિંતાના કર " પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી કૈક સંદેશો લખી કોઈને મોકલ્યો . ફરી પોતાની જગ્યાએ આવીને બેસી ગયા .

સંદેશો હતો ' keep mukjo on watch , He can be our lead '

[તા:-૨૨ સવારે ૮ વાગ્યે] બીજી બાજુ સવારે ૮:૦૦ વાગ્યે મુખી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા . હજી પોલીસ સ્ટેશન પર પૂરો સ્ટાફ હાજર નહોતો , અમુક હતા જે નાઈટ ડ્યૂટી વાળા હતા . સામાન્ય સંજોગોમાં રાઘવકુમાર પણ હજી આવ્યા નહોત પરંતુ આજે મુખી બળવંતરાય સાથે ' સ્પેશ્યલ ' મિટિંગ ગોઠવાઈ હોવાથી તેઓ ક્યારના હાજર થઈને બેઠા હતા . ઝાલાનો મેસેજ ' Hold mukjo he is our link ….And Who the hell is bosco...? ' વાંચી આ bosco વિશે તપાસ કરી રહ્યા હતા . પરંતુ આ નામ ક્યાંય શંકાસ્પદ સ્થાને અથવા કોઈ પણ રેકોર્ડમાં નોંધાયેલું નહોતું , અરે એ બધુંતો ઠીક પરંતુ કોઈ વ્યક્તિનું આ નામ હોવું પણ એક પ્રશ્ન હતો . હજી આ bosco વિશે કોઈ માહિતી મળે એના પહેલા જ પોતાના કેબીન બહાર ટકોરા પડ્યા .

" સાઇબ હું બળવંતરાય .... આવું અંદર ....?? "

" આવોને મુખી સાહેબ .... તમારે પૂછવાનું થોડી હોય .."
વ્યંગ કરતા રાઘવકુમારે કહ્યું . પરંતુ આ વાતનું બળવંતરાય ગર્વ લેતા પોતાની મૂછોને તાવ આપતા અંદર ગયા અને ખુરશી પર બેસી ગયા . રાઘવકુમારે પાણીનો ગ્લાસ તરફ ઈશારો કરતા પોતાની જગ્યા પર બેસી ગયા . બળવંતરાય પાણી પી રહ્યા હતા ત્યાં રાઘવકુમારે પૂછ્યું

" આ bosco કોણ છે ....? જેને તમે અવારનવાર પત્રો લખો છો ...!! " આ વાત સાંભળતા જ એમના મોઢામાં રહેલું પાણી બહાર ફુવારની જેમ નાક અને મોઢામાંથી નીકળ્યું અને ઉધરસ ચડી ગઈ . રાઘવકુમારે ઉભા થઈને હળવેકથી પીઠ પંપાળવતા કહ્યું " ચિંતાના કરો.... વિચારીને શાંતિથી જવાબ આપો " અને ફરી પોતાની જગ્યા પર જઈને બેસી ગયા . થોડી ક્ષણો એકદમ શાંતિ ફેલાઈ ગઈ . શાંતિનો ભંગ કરતા રાઘવકુમારે ફરી પૂછ્યું

" કંઈ ચા ...કોફી લેશો...? કે સીધા બોસ્કો વિશે માહિતી આપશો ...? "

"કુણ બોસ્કો ...છેવો બોસ્કો ... મન કોંઈ નઇ ખબર ...હાચુ કવ સુ ..."

" એમ ....? તો આ પત્ર કોને લખ્યો હતો તમે ....? અને એનો મતલબ શુ ? આવી ટેકનોલોજીના સમય માં પત્ર ...? વાત હજમ થતી નથી હો ..." રાઘવકુમારે પત્ર બતાવતા કહ્યું .

" આતો....અં.....આતો એમઝ ઓલા છોરાવને હમજાવતો તો કી ટપાલ ચમની લખાય , તમ વાંચોને સાહિબ ... આ કોઈ મતલબ વગર લખાવેલા.."

" એતો ખબર પડી જ જાશે મુખી , હવે તમારો ભાંડો ફૂટ્યો સમજો . ઝાલાને તમારો છૂપો સંદેશ મળી ગયો છે , બસ આવે એટલી વાર છે ... જો એમના આવવા પહેલા કૈક કહેવું હોય તો કહી દો ..... કદાચ પેલો બોસ્કો કોણ છે એ યાદ આવી જાય તો .... !!" પરંતુ કોઈ નક્કર પુરાવો ના હોવાથી હજી રાઘવકુમાર સંયમ રાખી રહ્યા હતા .

રાઘવકુમારને ઝાલાનો મેસેજ મળ્યો હતો કે એમની પાસે કોઈ સબૂત છે , તેથી હવે ઝાલા આવે એનો જ ઇન્ટઝાર હતો ત્યાં રાઘવકુમારનો રણક્યો
" ટું.. ટું… ટું…….ટું.. ટું…ટું….." સોમચંદનો મેસેજ હતો ' keep mukjo on watch , He can be our lead ' સોમચંદ અને ઝાલા બંને એક જ વાત કહી રહ્યા હતા ' મુખીને પકડો એજ છે આગળ જવાની કડી…!!!"

(ક્રમશ)

શુ ખરેખર મહેન્દ્રરાય ને પોતાના સગા બાપ ઉપર પણ વિશ્વાસ નહીં હોય...! ? કે બાળપણમાં પોતાની માઁ ને પોતાના બાપે જ મારી નાખી એ સપના પર આજે પણ શંકા હશે ..!? શુ આ બંને સપના હકીકતમાં જ હોય અને એને સપના બતાવવા આવ્યા હોય એવું તો નહીં હોય ને ....!? જો એવું જ રહ્યું તો શું બળવંતરાય જ રાજા હશે ....!? એ પોતે જ આ આખી ઘટનાના માસ્ટર માઈન્ડ હશે ... બાબુડા ની આવી સ્થિતિ માટે એજ જવાબદાર હશે...!? તો પછી અવારનવાર જેનો ઉલ્લેખ થઈ રહ્યો છે એ બોસ્કો કોણ હશે ....આવા અનેક પ્રશ્નોના જવાબ બસ ટૂંક સમયમાં જ મળશે... વાંચતા રહો ભાગ ૨૭

વાર્તા અંત તરફ જઈ રહી છે અને તમારા બધાનો ખૂબ સાથ મળી રહ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર .

તમારા અમૂલ્ય અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં .