દ્રશ્ય છ -
"દેવ શું વિચારે છે." માહી ને પૂછ્યું.
દેવ ને કહ્યું " આ ચમકતા પથ્થર નો રંગ જોયો તે એમાં બે રંગ છે. એક લીલો અને બીજો વાદળી જેને જોઈ લાગે છે કે લીલો રંગ જમીન અને વાદળી રંગ સમુદ્ર દર્શાવે છે."
માહી બોલી " બતાવ... હા બે રંગ છે પણ બંને અલગ છે પથ્થર ની અમુક ભાગ પર લીલો અને અમુક ભાગ પર વાદળી રંગ છે."
દેવ બોલ્યો " આપડે આ ગુફાઓ ને ધ્યાનથી નિરીક્ષણ કરી એ કંઇક મળી જાય."
માહી " હા જરૂર એનાથી કઈક કરીને બહાર જવાનો રસ્તો મળે."
એટલામાં બોટ ના કેપ્ટન એમની વાત સાંભળી ને બોલ્યા "હું પણ તમારી સાથે છું. હું પણ અહીંથી બહાર જવા માગું છું."
દેવ બોલ્યો " તો પછી બધી ગુફા ને વેહચી લઈએ અને ધ્યાન થી નાનામાં નાની વસ્તુ પર નજર રાખીએ કઈક તો જાણવા મળશે."
અંજલિ ને કહ્યું" હું આ ગુફામાં ધ્યાન રાખવા તૈયાર છું."
માહી ને કહ્યું" હું ઉડાન ની ગુફા માં...ઠીક છે."
કેપ્ટન ને કહ્યું" ત્રીજી ગુફાનુ નામ શું છે."
અંજલિ ને કહ્યું" અનંત ગુફા."
કેપ્ટન ને જવાબ આપ્યો" તો હું એમાં..ધ્યાન રાખીશ."
દેવ ને કહ્યું" હું સપના ની ગુફા માં રહીશ.
અંજલિ ને કહ્યું " એ ગુફા માં લાંબા સમય સુધી રેહવાથી માનસિક અસર થાય છે."
માહી ને પૂછ્યું " કેમ શું થાય છે એ ગુફા માં લાંબો સમય સુધી રેહવથી."
અંજલિ ને કહ્યું " પેહલા સંજય અમારા બાળકો ને યાદ કરવા માટે ત્યાં લાંબો સમય રેહતો ધીમે ધીમે એનામાં પરિવર્તન આવા લાગ્યું એને પછી થી તે અમર જીવન વિશે વાત કરવા લાગ્યો."
દેવ ને કહ્યું " તો એ ગુફા માં રેહવાંથી એમના વિચારો માં બદલાવ આવા લાગ્યો તો હું ત્યાં ધ્યાન થી રહીશ અને આપડે ગુફા બદલતા રહીશું જો કઈ પણ અલગ કે જાણવા જેવું લાગે તો એક બીજા ને કહેતા રહીશું."
માહી ને કહ્યું" ગુફા માં હમેશા રેહવનો વિચાર પણ બદલવો પડશે."
દેવ ને જવાબ આપ્યો " હાલ કઈ થાય એવું નથી બધાને સમજાવા મુશ્કેલ છે કોઈ રસ્તો મળે પછી સમજાવી શું."
અંજલિ રોશની ની ગુફા માં માહી ઉડાન ની ગુફા માં કેવિન એટલે કેપ્ટન અનંત ગુફામા અને દેવ સપનાની ગુફા માં એમ બધા પોતાની જગ્યા પર પોહચી ગયા.કોઈ નિશ્ચિત સમય થી ગુફા ને બદલતા ના હતા જ્યારે કોઈ ગુફા થી કંટાળી જાય કે માનસિક અસર જેવું લાગે તો એની જગ્યા પર બીજી વ્યક્તિ ત્યાં અવિ જાય અને એમ તેમને ત્યાંથી બહાર નીકળવા માટે નો સંગર્ષ સરું કર્યો. એક દિવસ બે દિવસ એમ દિવસો જવા લાગ્ય પણ કઈ ખાસ ના મળ્યુ. બધાના મન અને વિચારો હવે બદલવા લાગ્યા હતા. એક સમય એવું લાગે કે હવે એક કેદ ના જેમ જીવન વિતાવવું પડશે તો બીજા સમય પોતાને વિશ્વાસ અપાવે અહીથી નીકળવાનો રસ્તો મળી જસે એ ગુફાઓ માં એક દિવસ અંજલિ ને બધા ને બૂમો પડી ને બોલાવ્યા.
માહી આવી ને પૂછ્યું " શું થયું અંજલિ તમે કેમ બૂમ પડી..."
પાછળ કેવિન અને દેવ પણ આવ્યા અને પૂછવા લાગ્ય. અંજલિ ને કહ્યું " રોજ આ પથ્થર ને જોઈ ને કઈ પણ ના મળ્યુ પછી મે એક પત્થર પર નિશાન કર્યું અને તેને જોયું થોડી વાર પછી ફરી જોયો તો એની અંદર ના કલર નો આકાર બદલાઈ ગયો હતો."
દેવ ને પૂછ્યું " એટલે શું થયું."
અંજલિ ને કહ્યું " જો એ પથ્થર ને જોઈ લે હવે થોડી વાર પછી ફરી જો પછી ખબર પડશે."
થોડી વાર પછી બધર ને પથ્થર ને જોઈ ને માહી ને કહ્યું " પત્થર ની અંદર ના કલર ફરતા હોય એવું લાગે છે."
દેવ બોલ્યો " હા પણ એનાથી કોઈ ખાસ મદદ નઈ થાય આપડે ગુફામાં શોધ નથી કરવાની બહાર જવાનો રસ્તો શોધવાનો છે."
માહી બોલી " હિંમત ના હર કદાચ આ કોઈ નાનો રસ્તો હોય જે મોટા રસ્તા સુધી લઈ ને જતો હોય."
એટલા માં ત્યાં સૂરજ અને સુરભ આવ્યા અને એમને સામે જોઈ ને સૂરજ બોલ્યો" જો આ મૂર્ખ કેટલાયે દિવસથી આ સુંદર અને અમર જગ્યાને છોડી ને જવાની વાત કરે છે મૂર્ખ થઇ ગયા લાગે છે."
શૂર્ભ બોલ્યો " હા હવે થાકી ને હાર માનસે અહીથી તો બહાર જવાનો કોઈ રસ્તો નથી."
માહી ને પૂછ્યું " તને શું ખબર અહી થી બહાર જવાનો કોઈ રસ્તો નથી."
શૂર્ભ બોલ્યો " મને ખબર છે તમે બધા મેહનત કરો અમે આરામ." એમ બોલી ને તે હસતા ત્યાંથી જતા રહ્યા. આ જોઈ ને દેવ બોલ્યો " એની વાતો પર થી આવું લાગતું હતું કે કોઈ બીજું પણ હોય આપડા સિવાય જે આ બધાનું મન બદલતું હોય.
માહી ને કહ્યું " આવું હોય તો આપણને કોઈ કેમ નથી દેખાતું."
અંજલિ બોલી " હા દેવ કહે છે એવું હોય કદાચ આપડે કોઈ વસ્તુ કે જગ્યા તપાસી ના હોય અને કઈક ત્યાં હોય."
દેવ બોલ્યો " તો હવે બધા પર નજર રાખી યે કોઈ હોય તો આપણને મળશે."
કેવિન બોલ્યો " કદાચ એવું કંઈ હોય જે આપડે જોઈ ના શકતા હોય."
માહી ને કહ્યું" બધી શક્યતા છે અને બધી શક્યતા ને ધ્યાન માં રાખી ને આપણે કામ કરવું પડશે."
કેવિન બોલ્યો " ઠીક છે તો આજથી બધા ના પર નજર રાખવાનું ચાલુ."
એમ પોતાની વાત પૂરી કરી ને બધા ત્યાંથી છૂટા પડ્યા અને ગુફા અને પોતાના મિત્રો પર નજર રાખવા નું સરું કર્યું. ગોપી ને ગુફા માં બીજી દિશા માં જતા જોઈ ને કેવિન ને એના મિત્રો ને બોલાવ્યા એની પાછળ જવાનું સરું કર્યું.