આપણે આગળના ભાગમાં જોયું કે હેત્વી હિતાર્થના સોહામણા રૂપ ઉપર પાગલ છે. તે કોઈપણ ભોગે હિતાર્થને પોતાનો બનાવવા માગે છે. તેણે કોલેજની ફિલ્મી ગીત સ્પર્ધામાં ભાગ લઈ ગીત દ્વારા તે તેને પોતાના તરફ આકર્ષિત કરવાની તૈયારી આદરી દીધી.
હવે આગળ ...
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
હેતવી અને હિતાર્થ.
ત્રિભંગ ...02
.
આખરે એ દિવસ પણ આવ્યો જેનો કોલેજનો સૌ યુવાવર્ગ કાગને ડોળે રાહ જોઈ રહ્યો હતો. સેન્ટ્રલ હોલ યુવાદિલોથી ખીચોખીચ ભરેલો હતો. એક પછી એક સ્પર્ધક પોતાની પસંદગીની રચના રજૂ કરતા હતા. સંગીતના તાલે હોલ ગૂંજતો હતો. એટલામાં હેત્વી મહેતાના નામની જાહેરાત થતાં હેત્વી મલકતા ચહેરે એક હેતભરી નજર હોલમાં પાથરે છે. તેની આ નજર હિતાર્થ પર જતાં જ શરમથી તેની આંખો ઝૂકી જાય છે. ત્યાંજ હરમોનિયમ સાજ અને ઢોલકની થાપ સાથે ગીતની શરૂઆત થાય છે ...
ये दिल और उनकी, निगाहों के साये - (३)
मुझे घेर लेते, हैं बाहों के साये - (२)
पहाड़ों को चंचल, किरन चूमती है - (२)
हवा हर नदी का बदन चूमती है - (२)
यहाँ से वहाँ तक, हैं चाहों के साये - (२)
ये दिल और उनकी निगाहों के साये ...
लिपटते ये पेड़ों से, बादल घनेरे - (२)
ये पल पल उजाले, ये पल पल अंधेरे - (२)
बहुत ठंडे ठंडे, हैं राहों के साये - (२)
ये दिल और उनकी निगाहों के साये ...
धड़कते हैं दिल कितनी, आज़ादियों से - (२)
बहुत मिलते जुलते, हैं इन वादियों से - (२)
मुहब्बत की रंगीं पनाहों के साये - (२)
ये दिल और उनकी निगाहों के साये ...
ગીત સાંભળો ...
💐💐💐💐💐💐💐💐💐💐
https://youtu.be/Y40hzkgRXgk
💐💐💐💐💐💐💐💐💐💐
આ ગીત ચાલતું હતું ત્યારે આખો હોલ એકદમ શાંત હતો. કોઈ હિલચાલ નહોતી. જેવું ગીત પૂરું થયું કે તરત જ આખા હોલમાં હાજર સૌએ હેત્વીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સૌ હેત્વીની આ ગીતની પસંદગી પર આફરિન હતા. આ ગીતને સાંળનારાઓમાં હોલમાં હાજર હિતાર્થ પણ હેત્વીની ટેલેન્ટને પારખી ગયો. તે મનોમન હેત્વીને અભિનંદન પાઠવવા તેની આંખોમાં આંખ મિલાવી લેતો હતો. અહીં હિતાર્થને તેનો સ્વકેન્દ્રી સ્વભાવ હેત્વીની નજીક જતાં તેને રોકતો હતો. આ ગીતથી હેત્વી હિતાર્થના દિલનો દીપક બની ચૂકી હતી.
સૌ ખુશી-આનંદમાં મહાલતા હતા ત્યાં જ પરિણામની જાહેરાત કરવા મુખ્ય જજ શ્રી નિતેશ ધોળકિયા ઊભા થયા. તેમણે 1973માં બનેલી હિન્દી ફિલ્મ 'પ્રેમ પરબત'ના લતા મંગેશકરના કંઠે ગવાયેલા આ ગીતની પસંદગી બદલ હેત્વી મહેતાને અભિનંદન પાઠવ્યા. ત્યારે બાદ તેમણે તેણે મુક્ત કંઠે ગાયેલા આ ગીત માટે તેની પ્રશંસા કરી અને અંતે હેત્વીને આ કોલેજની આ વર્ષની શ્રેષ્ઠ ગાયિકાનો શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. આ કોલેજમાં સૌ પ્રથમ વાર એવું બની રહ્યું કે કોઈ સિનિયર નહીં પણ જુનિયર એવા પ્રથમ વર્ષના વિદ્યાર્થીને શિલ્ડ પ્રાપ્ત થતો હોય.
શિલ્ડ મળ્યાની ખુશીથી હેત્વી આનંદ વિભોર હતી. ઑગષ્ટ પૂર્ણતાને આરે હતો. સપ્ટેમબરના અંતમાં કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં સત્રાંત પરીક્ષાઓ શરૂ થશે. અહીં પણ તેણે ક્લાસમાં અવ્વલ આવવા માટે અભિયાન આદર્યો. એવામાં એક દિવસ તેની સ્કૂટી ચાલું નહોતી થઈ રહી. એટલે તેણે સ્કૂટી પાર્કિંગમાં જ રહેવા દીધી અને કોલેજ બહાર આવેલા બસ સ્ટેન્ડ પર ઊભી હતી. વરસાદ શરૂ થઈ ગયો હતો. આકાશમાં વીજળીના ચમકારે વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો. એવામાં દૂરથી હિતાર્થની નજર આ બસસ્ટેન્ડ તરફ પડી. તેને થયું કે બસ સ્ટેન્ડમાં હેત્વી જ છે ! તે તરત જ બસસ્ટેન્ડની નજીક આવ્યો તો હેત્વી વર્ષાના આનંદને માણતી ગીત ગણગણી રહી હતી અને પોતાની મસ્તીમાં લીન હતી.
આ દરમિયાન હિતાર્થ 'હેત્વી' એમ મોટેથી બૂમ પાડી તેને બોલાવે છે. હેત્વી તંદ્રામાંથી જાગી તો તે પોતાની સામે પોતાના મનના માણીગર એટલે કે તેના શમણાના રાજકુમારને ભાળે છે. હિતાર્થ તેને કહે છે,
"હેત્વી ચાલ હું તને તારા ઘરે મૂકી દઉં, આ વરસાદમાં પલળવું સારું નહીં." હેત્વી તેને ના પાડે છે ત્યારે તે કહે છે કે "હું હિતાર્થ દેસાઈ, નડીઆદથી છું. મારા પિતાજી ટેક્ષ્ટાઈલ માર્કેટમાં કાપડના મોટા વેપારી છે.
હું ઉમિયાધામ રોડ પર આવેલ સોનલપાર્કમાં જ રહું છું." આમ ચાલુ વાતચીતે જ હેત્વી તેના બાઈક પર
તેની પાછળ બેસતાં જણાવે છે કે, "ઉમિયામાતાના મંદિર સામેના ફ્લેટ પાસે એ. કે. રોડ પર મને ઉતારી દેજે. હવે તો બંને એક જ વિસ્તારના રહીશો છે તેવી જાણ થતાં આનંદ અનુભવે છે.
હિતાર્થ એકાએક તેને પૂછે છે કે, "હેત્વી, તારી સ્કૂટી ક્યાં ? તું કેમ બસસ્ટેન્ડ પર ઊભી હતી." હેત્વી તેને બધી વાત વિગતે સમજાવે છે. પછી કહે છે કે,
"કાલે સવારે 07:30 વાગે હું ઉમિયામંદિરના દરવાજે ઊભી રહીશ. તું આવી જજે, આપણે સાથે કોલેજ જઈશું. હિતાર્થ તેને તેના ફ્લેટ સામે તેને ઊતારીને પોતાના ઘેર પહોંચ્યો. આજે હિતાર્થને પણ હેત્વીનો હૂફાળો સાથ ગમ્યો હતો. તેના દિલમાં પણ કોઈક અનોખો ભાવ તેને ભીંજવી રહ્યો હતો.
બીજી બાજુ હેત્વીના દિલમાં તો સો સો દીવા ઝબૂકી રહ્યા હતા. તે તેના નિર્ણયમાં ખરી ઊતરતી જતી હતી અને હવે પછીના આયોજનમાં ડૂબતી જતી હતી. સાથે પરીક્ષામાં અવ્વલ રહેવાનું સ્વપ્ન પણ સિદ્ધ કરવા તે માગતી હતી.
બીજા દિવસે નક્કી કરેલા સમયે હેત્વી કોઈની નજર ન પડે તેમ મંદિર પાસે આવી તો હિતાર્થ ત્યાં હાજર જ હતો. તે ચુપચાપ તેના બાઈક પાછળ બેસી ગઈ. બંને કોલેજ ચાલ્યાં ગયાં. હિતાર્થે હેત્વીની સ્કૂટી જોઈ તો ચાલું થાય તેમ નહોતી. તેણે કારીગરને ફોન કરી ગાડી લઈ જઈ રિપેર કરવાની વાત કરી દીધી. આ દરમિયાન હેત્વી તો વર્ગમાં ચાલી ગઈ હતી. ધેર જવા સમયે હિતાર્થે તેને સ્કૂટી બાબતે બધી વાત કરી, અને બંને સાથે જ ધેર ગયા. સ્કૂટી પણ રિપેર થઈને હેત્વીના ઘેર પહોંચી ગઈ હતી.
ધીમે ધીમે હિતાર્થ પણ હેત્વીની નજીક આવી રહ્યો હતો. હેત્વીને પણ આ બધું ગમતું હતું પણ તેનું ધ્યાન પરીક્ષામાં કેન્દ્રિત હોવાથી તે હિતાર્થની દરેક હરકતોથી બેધ્યાન બનતી જતી હતી. તેઓ રોજ આ રીતે જ બાઈક પર જ કોલેજ જતા આવતા હતા. તેમની મિત્રતા પ્રગાઢ બનતી જતી હતી. હેત્વીને હવે એક વાતનો સંતોષ હતો કે હવે હિતાર્થ મારો જ છે. પરીક્ષા પણ સરસ રહી અને હેત્વી પ્રથમ વર્ષના બધા જ વર્ગોમાં પ્રથમ રહી. તેની ખુશાલીમાં હેત્વીએ તેને ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન પણ કર્યું અને આ પાર્ટીમાં તેણે પોતાની સખીઓની સાથે હિતાર્થને પણ બોલાવ્યો.
આ દિવસ પછી હિતાર્થની અવરજવર હેત્વીના ઘરે વધી ગઈ. આ દિવસો દરમ્યાન એક દિવસ સાંજે હિતાર્થે હેત્વીને પ્રપોઝ કરતાં કહ્યું, "હેત્વી હું તને ઘણો પ્રેમ કરું છું. તું મારી જીવનસંગીની બનવા તૈયાર છે ?" આ વાત સાંભળી હેત્વી કેટલોક વિચાર કરી જવાબ આપતાં જણાવે છે કે, " હિતાર્થ, હું તારા પ્રેમ અને લાગણીનો સ્વીકાર કરું છું. મારાં પણ કેટલાંક સ્વપ્નો છે. હું મારી કરિયર બનાવવાને પ્રાથમિકતા આપું છું. મારી એક શરત છે, તું તારી કરિયર માટે ગંભીર બની મારી સમકક્ષ બન. મને ખબર છે શાળા જીવનમાં તું સદા પ્રથમ રહ્યો છે તો અહી પીછેહઠ શા માટે ! હું તને મદદ કરવા તૈયાર છું." હેત્વીની આવી વાતથી તે થોડો ઝંખવાણો પડ્યો. પણ તેણે વિચારવા માટે સમય માગ્યો. ત્યારે હેત્વીએ ભારપૂર્વક જણાવ્યું કે, "હિતાર્થ, હું આપણા બન્નેના ભલા માટે કહું છું. હું તો તું મને પ્રપોઝ કર તે પહેલાં જ દિલ દઈ ચૂકી છું. સંસારમાં માત્ર પ્રેમથી જ જવન નથી ચાલતું, સાથે પૈસા પણ એટલા જ જરૂરી છે જે પ્રેમને નવું બળ આપે છે."
હેત્વીની જ્ઞાનભરી જીવવની વાતોથી હિતાર્થે તેની શરત મંજૂર રાખી પણ રોજ મળવાનું. આમ હેત્વીએ હિતાર્થને પોતાની સમકક્ષ બનાવી સ્વામાનભરી જિંદગીની તૈયારી આદરી. હવેતો રોજ તેઓ મળતા અને અભ્યાસની વાતો કરતાં. આમ ત્રણ સિમેસ્ટર પૂરાં થતા સુધીમાં તો બન્ને સમકક્ષતાની નજીક આવી પહોંચ્યા. પણ આ સંસારમાં બધું ક્યાં સરખું ચાલે છે, તે આ બે વચ્ચે ચાલે.
એક દિવસ રાત્રે હેત્વી હિતાર્થ સાથે વાતો કરતી હતી. તેમની પ્યારભરી વાતો સાંભળી જતાં તેના ભાઈ સારંગે તેનો મોબાઈલ ઝૂંટવી લીધો અને પિતાજીને આપ્યો. હેત્વીના પિતાજી આથી ઘણા ગુસ્સે થઈ ગયા. તેમણે હેત્વીને હિતાર્થને મળવાની મનાઈ ફરમાવી દીધી. બીજે દિવસે હિતાર્થને પણ આ તરફ આવવાની કે નજર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ રીતભાતથી હેત્વી ઘણી જ ઉદાસ થઈ. જોકે તે નિરાશ તો ન હતી પણ આ પરિસ્થિતિ સર્જાઈ તેનાથી ઘણી દુઃખી હતી. તેને તેનો આ પ્રેમ ખોવાઈ જવાના ડરનો અહેસાસ થતો હતો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, પ્રેમના પથ પર સરળતાથી સરકી રહેલી આ મનોહર યાત્રાનું હવે શું થશે ? હવે તો હેત્વીનો બાપ તેને ભણવાનું છોડાવી હાથ પીળા પણ કરી દેશે ! અથવા હેત્વી આ ઊભી થયેલી આપત્તિનો સામનો કરશે ! શું થશે તેની જિજ્ઞાસા ...
હવે મળીએ આપણે આગળના અને અંતિમ ભાગમાં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
20મી મે, 2021ને ગુરુવાર.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર ટેલિગ્રામ પર મેસેજ : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐