Neelgaganni Swapnpari - 13 in Gujarati Fiction Stories by Mahendra R. Amin books and stories PDF | નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 13.

Featured Books
Categories
Share

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 13.


મિત્રો, ગયા સોપાન ...12માં આપણે જોયું કે હરિતા
એકાએક બેભાન થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરના તત્કાળ અભિપ્રાય મુજબ લોહીમાં હિમોગ્લોબિનની અછત વરતાઈ. આ સાથે ડોક્ટરે બ્રેઈન ટ્યુમરની દહેશત વ્યક્ત કરી. ડોકટરનો
પરિચય અને દોસ્તી હરેશભાઈ માટે કામ કરશે જ. હરિતા તો દશ દિવસ સુધી હોસ્પિટલમાં. હર્ષને હરિતાની સેવામાં મૂકી કલાક પછી આવવાનું કહી હરિતાનામમ્મી-પપ્પાને લઈને ઘેર ગયા. હોસ્પિટલના
સ્પેશિયલ રૂમમાં હરિતાને હર્ષ એકલા જ છે. હવે સમય છે ... ઈન્તજાર સોપાન 13.
💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 13.

હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં બિછને હરિતા છે તો સેવામાં તેનો મનનો મીત હર્ષ હાજર છે. તે તેની પાસે બેઠેલા હર્ષને એકધાર્યું જોતી રહે છે. હજુ સુધી તે કશુંય બોલી નથી. હોઠ હલાવે છે, શબ્દો બહાર ઝરતા નથી. હર્ષ સતત તેના કપાળે તથા ગાલ પર હાથ ફેરવતો રહે છે.
સફાઈ કામદાર આવી રૂમમાં કચરા-પોતું કરીને પલંગની ચાદર બદલી ગઈ. સિસ્ટર આવીને બોટલમાં દવા ભેળવી હરિતાને બોટલ ચઢાવે છે. હર્ષ સતત હરિતાને સ્મિત સાથે ધરી તેના માનસ પર છવાયેલો રહેવા પ્રયત્ન કરે છે. તે હરિતાને હસાવવા અવનવા પ્રયોગો કરે છે. સિસ્ટર જતાં જ હર્ષ એકાએક પલંગ પાસે આવી હરિતાની નજરમાં નજર મિલાવી હસતાં હસતાં ગણગણે છે ...
ઓ મનમાની રાધારાણી, દિલે ઉભરાયો ઉમંગ રાણી,
કેમ કરી તને સમજાવું મારા દિલની સુહાગી કહાણી.

"સાથે મળી ને રચીશું રુડું એવું ગોકુળ-વૃંદાવન ધામ,
યમુના તટે, કદમ્બ ડાળે, બંસરીમાં વહેશે રાધા નામ."

ત્યાં તો રાધાના મુખેથી સર્યું ...

"ગોકુળની ગલીએ ગલીએ ગૂંજે, કાનાનુ એવું કામ,
સૌના મુખે રમતું રહ્યું મારા જ 'માખણચોર'નું નામ.

ઓ ગોપીઓના 'માખણચોર' તું છે ચિત્તડાનો ચોર,
મારા દિલે ઉત્પાત મચાવી તું બન્યો મારો શિરમોર."

આટલું બોલી તે હર્ષના મુખને પોતાની નજીક લાવવા આંખથી નિમંત્રણ આપે છે. હર્ષની અનિચ્છા હોવા છતાં મુખ પર અનિચ્છાના ભાવ લાવ્યા વગર જ તે હરિતાની ખુશી માટે તેના હોઠ પર પોતાના હોઠ મૂકી એક દીર્ઘ ચુંબન પિરસે છે. હરિતા આનંદના અતિરેકે એક હાથની આંગળીએ હર્ષને વાળને રમતી રહી. હવે હરિતાના મુખ પર તાજગી અને આનંદનો અહેસાસ જણાતો હતો.
હરિતાએ હર્ષને કંઈક ખાવાની ઈચ્છા વ્યક્ત કરી.
હર્ષે જોયું તો કબાટમાં પારલે ગ્લુકોઝ અને મોનેકો બિસ્કિટનાં પેકેટ હતાં. હર્ષે હૉસ્પિટલની કેન્ટીનમાંથી
બે ચા મંગાવી. બંનેએ ચા-નાસ્તો કર્યો. બંને સાથે બેસી અલકમલકની વાતો તો કરતાં હતાં તો સાથે સાથે હર્ષ પણ તેને ચડાવેલી બોટલ પર નજર પણ કરી લેતો હતો. તે હરિતાને અનન્ય પ્યારભરી લાગણી સાથે જલદી સાજી થઈ જશે તેવી શાંત્વના પણ તે હરિતાને આપતો રહેતો. તેનો હાથ સતત તેના કપાળ તેમજ ગાલ પર ફરતો રહેતો હતો. હર્ષ તરફથી થતી આ વર્તણૂંકથી હરિતાના દિલમંદિરમાં હર્ષનું એક દેવતા તરીકેનું સ્થાન સ્થાપિત થઈ ચૂક્યુ હતું.
હરિતાને આમ ખુશ રહેલી જોઈ હર્ષના દિલમાં પણ એક અનેરી આશાભરી શાંતિ છવાઈ હતી. આજે તેણે શાળામાં રજા પાડી હતી. આજે 11મી ઓકટોબરને મંગળવાર, નવરાત્રીનો છેલ્લો દિવસ. આવતી કાલે પરિતા અને તેની બહેન કવિતા તથા તેમના મમ્મી અને પપ્પા કાલે હરિતાની બાજુમાં રહેવા આવશે. આ વાતનો આનંદ બંન્નેને છે. પરંતુ પરિતા પોતે આ પ્રસગે હાજર નહીં રહી શકે તેનું તને દુઃખ છે. હવે તો 27 ઑક્ટોબરથી દિવાળીની રજાઓ પણ શરૂ થશે. આ રીતે હર્ષ વાતો કરતો રહે છે.
આ દરમિયાન તો હરિતાનાં મમ્મી તથા હર્ષના મમ્મી-પપ્પા ટિફિન લઈને આવી ગયા. હર્ષ પોતે જમે છે તેમજ હરિતાની ઈચ્છા ન હોવા છતાં તેની મમ્મી તેને થોડું જમાડે છે. ઘણી વાતો થઈ. એટલે વાત બદલતાં હરેશભાઈ કહે છે કે "આ દિવાળી આપણે ભેગા મળી બહાર કરીએ તો કેવું રહેશે ? હરિતાને પણ હવાફેર થશે. કાલે બધા સાથે મળી વિચારીએ. કેટલાંક ઐતિહાસિક તો કેટલાંક ધાર્મિક સ્થળો આવે એવું પ્લાનિંગ કરીએ."
આ વાત સાંભળી હર્ષ ઘણા આનદમાં આવી ગયો. હરિતા પણ ખુશ થઈ. સરસ્વતી બહેન તથા ચેતનાબહેને પણ મૂકસંમતિ આપી પણ શરત મૂકી કે
દિવાળી તો આપણે ધેર જ થાય. દિવાળી પછી એટલે કે ભાઈબીજના રોજ જવાય તે રીતે ગોઠવો.
હર્ષ તેના પપ્પને કહે જણાવે છે કે, "27 ઑક્ટોબરથી
16 નવેમ્બર સધી દિવાળીની રજાઓ છે." આ વાત ચાલે છે તે જ સમયે રવિન્દ્રભાઈ, સોનલબહેન તથા દીકરીઓ પરિતા અને કવિતા આવ્યાં.
હરેશભાઈએ ઘડિયાળમાં જોયું તો 03:30 થયા હતા. તેઓ રવિન્દ્રભાઈ તથા હર્ષને લઈને બહાર નીકળ્યા અને કેન્ટિનમાં ગયા. રૂમમાં પરિતા હરિતાને બાઝી પડી અને બંને રડવા લાગી. ચેતનાબહેને બંનેને શાંત પાડી પાણી પીવડાવ્યું. બંને બહેનપણીઓ તો વાતોએ વળી, કવિતા અને રૂદ્ર એકબીજા સાથે રમવા લાગ્યા. ત્રણે આધેડ માતાઓ તેમની વાતોમાં વળી.
કેન્ટિનમાં હરેશભાઈએ ત્રણ ચા મંગાવી અને "આ વખતે દિવાળી બહાર કરીએ તો તમને ગમશે?"
એવી વાત કરી, તો રવિન્દ્રભાઈ તરત જ એગ્રી થયા.
આગળ વાત કરતાં બોલ્યા, "આપણા બંને પાસે ગાડી છે. આપણા ત્રણે પરિવારના 11 સભ્યોનું આયોજન દશ દિવસના સામાન સાથે થઈ જશે. હરસુખભાઈને કાલે સમજાવી દઈશું. 01 ઓક્ટોબરને રવિવારના રોજ દિવાળી છે. બેસતાવર્ષની રાત્રે કે ભાઈબીજની સવારે વહેલા નીકળી જવાનું."
વેઈટર ચા મૂકી ગયો. ચા પી લીધી પછી બધા રૂમ પર આવ્યા. રવિન્દ્રભાઈ ઘેર જવાની વાત કરે છે તો પરિતા ચેતનામાસી સાથે આવીશ તેમ કહે છે. આથી રવિન્દ્રભાઈ, તેમનાં પત્ની અને કવિતા ત્રણે જવા તૈયાર થાય તો રૂદ્ર પણ તેમની સાથે જાય છે. આ સાથે હરેશભાઈ પોતે પણ કલાક માટે ઓફિસ જવાની વાત કરી નીકળી ગયા. હરિતાના પલંગ પર હર્ષ અને પરિતા બેઠાં બેઠાં વાતો કરે છે તો બીજા પલંગ પર સરસ્વતીબહેન અને ચેતનાબહેન આડાં પડ્યાં છે.
હરિતાને ચા પીવાની ઈચ્છા થઈ એટલે હરિતાની મમ્મીએ હર્ષને ₹ 50 આપ્યા અને ચાર ચા લાવવાનું કહ્યું અને સાથે પરિતાને પણ મોકલી. બંને કેન્ટિનમાં ગયા. ચાર ચાની વાત કરી અને ચા તૈયાર થાય ત્યાં સુધી બેઠા. પરિતાએ આજે નવરાત્રીના છેલ્લા દિવસે ગરબાની રમઝટમાં જવાની વાત કરી. હર્ષ આનાકાની
કરવા લાગ્યો તો તે ઉદાસ થઈ રડી પડી. હર્ષે તેને કહ્યું "જો હરિતાને આપણા જવાની વાતની ખબર પડે તો તેને ખોટું લાગે." તો પરિતા કહલા લાગી "આજે તો ચેતનામાસી, સરસ્વતીકાકી અને તારા પપ્પા એ ત્રણ જણ હોસ્પિટલમાં રોકાવાના છે. તો કેવી રીતે ખબર પડે ?"
હર્ષ પરિતાની ખુશી માટે તેની સાથે જઈ રમઝટ રમવા તૈયાર થાય. આ પછી ચા લઈને બંને રૂમ પર આવ્યાં. હરિતાને ચા સાથે બિસ્કિટ ખવડાવ્યા. તે આખો દિવસ બેઠી રહી તેથી થાક અનુભવતી હતી. તેની આંખો ઘેરાતી જતી હતી. થોડીવારમાં તે ઊંઘી ગઈ. ત્યાંજ હરેશભાઈ આવ્યા એટલે ચેતનાબહેન, હર્ષ અને પરિતાને લઈ ધેર ગયા. પરિતાના મમ્મી અને પપ્પા તો ફ્લેટ પર જ હતા. કાલ દશેરા હોવાથી તેઓ રહેવા આવવાના હોવાથી સફાઈ કરવાની હતી. કામ પૂરું થતાં પરિતા તેમની સાથે ઘેર ગઈ.
ચેતનાબહેને રસોઈ બનાવી, હરેશભાઈ, હર્ષ, રુદ્ર તથા હરસુખભાઈએ જમી લીધું. ચેતનાબહેને પણ જમીને હર્ષને જરૂરી સૂચના આપી. હરેશભાઈ અને ચેતનાબહેન ટીફીન લઈને હોસ્પિટલ ગયા તથા હરસુખભાઈ અને રુદ્ર તેમને ઘેર. હર્ષ હવે મુક્ત હતો પણ અવઢવમાં હતો. ધડિયાળમાં નવ વાગવા આવ્યા હતા. એટલામાં ઘરના ફોન પર પરિતાનો ફોન આવ્યો. પરિતા ખૂબ જ ધીમેથી બોલી, "હું અડધી કલાક પછી શેરીના નાકે શીતલ બેકરી પાસે તને મળું, તું ત્યાંજ આવી રહજે." ફોન કટ થયો.
હર્ષ પણ તૈયાર થઈ થોડીવારે ઘર બંધ કરી જવા માટે નીકળ્યો. શીતલ બેકરી પાસે ઊભો રહ્યો. પરિતા આવી એટલે એ તો તેને સ્કૂટી પર બેસાડી. પરિતા તો હર્ષને બરાબર અડીને તેની સાથે બેઠી હતી. આમ હવે તે બંને ગરબા રમઝટમાં આવ્યાં. આજે છેલ્લો દિવસ ભવ્ય રમઝટ હતી. બંને દિલથી રમઝટ રમતા હતા પણ હર્ષને તો પરિતામાં જ હરિતાનાં જ દર્શન થતાં હતાં. પરિતા દિલ દઈ રમતી હતી ત્યાં હર્ષ તેને કહે, "તુ આ ગરબા રમીને ફરી બીમાર પડી જઈશ ! ચાલ બહાર." પરિતા તેની સામે આશ્ચર્યથી જુએ છે, કોઈ જવાબ નથી આપતી. તે ચૂપચાપ હર્ષની દોરવાયી દોરવાય છે.
હર્ષ અને પરિતા બંને બહાર આવી ખુરસીમાં બેસે છે. પરિતાને પાણી પીવું છે. હર્ષ પાણી લાવીને પરિતાને આપે છે. પછી હર્ષ તેને આઈસ્ક્રીમ માટે લઈ
જાય છે. એજ જુની જગ્યા, એજ અંધરી બેઠક. હર્ષ
ના માનસપટ પર સંપૂર્ણ હરિતા જ સવાર છે એ વાત
પરિતાને એક સ્ત્રી હોવાને નાતે સમજાય છે. તે પણ હર્ષ પોતાનો છે તેમ સમજે છે. હર્ષ આનંદમાં રહે તે જ તેનું પણ ધ્યેય છે.
હર્ષ પરિતાને આઈસ્ક્રીમ ખવડાવે છે અને પોતે પણ ખાય છે. આ રીતે પરિતા પણ પોતાની ટ્રેમાંથી આઈસ્ક્રીમ લઈ હર્ષને ખવડાવી એ જ ચમચીથી પોતે પણ ખાય છે. આમ વચ્ચે વચ્ચે પરિતા હર્ષની આંખોમાં આંખ પરોવી તેના ગાલે હાથ ફેરવી લે છે. પરિતા હર્ષના ખોળામાં માથું મૂકી રડતાં રડતાં કહે છે કે ...
"નજરથી નજર મળી છે, તમારા પ્રેમની પ્યાલી પીધી, રાધા તો છે તમારી પણ આ મીરાં થઈ તમારા ઘેલી" ત્યારે હર્ષને સમજાય છે કે રાધા તો હોસ્પિટલના બિછાને છે અને ખોળામાં મીરાં છે. દુવિધા થાય છે. તે જવાબ આપે છે,
"શ્યામ કેરી બંસીમાં વસે બે નામ,
એક રાધા છે તો બીજું છે મીરાં નામ.
જે રાધા છે એજ મીરાં છે અને મીરાં એજ રાધા છે.
રાધા મીરામાં ને મીરામાં રાધા, મારા હૈયાની છે હામ."
હર્ષ તેને મુખમુદ્રા અને કપાળે હાથ ફેરવી શાંત્વના આપી બેઠી કરી તો પરિતા તરત જ હર્ષના ગાલે એક તસતસતું ચુંબન ધરી દે છે. ઊભા થતાં હર્ષે તેને હગ કરી અને તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. બંને અધરરસ માણતા રહ્યા. પરિતાનો હર્ષનો સાથેના આ પ્રથમ અહેસાસ ભાવે વિભોર બની અને ફરી હર્ષને પોતાના તરફ ખેંચી તેની વેલીની જેમ તેને વીંટળાઈ વળી.
હર્ષની નજર ઘડિયાળમાં ગઈ તો 11:00 થવા આવ્યા હતા. તેને પરિતાને યાદ દેવડાવ્યું રાત વધતી જાય છે. આપણે પોતપોતાના ઘેર જવું જોઈએ. પરિતા લેશમાત્ર ઘેર જવા ઉતાવળી નથી. તેના મનમાં ઘણી અપેક્ષાઓ ધરીને તે બેઠી છે. તે હર્ષને જણાવે છે કે આજે તને મારા હાથની ચા પીવડાવી છે. હર્ષની અનેક આનાકાની છતાં તે માનતી નથી ત્યારે હર્ષ તેને "માત્ર ચાની જ શરત" એમ કહે છે.
બન્ને ફલેટમાં આવ્યા, સ્કૂટી પાર્ક કરી ઉપર ગયા. ધીમેથી દરવાજો ખલ્યો અને અંદરથી બંધ પણ કર્યો.
પરિતા ચા બનાવવા લાગી. હર્ષ પણ પાસે જ ઊભો રહી મદદ કરતો રહ્યો. ચા તૈયાર થઈ, બંનેએ પીધી અને એકબીજાને પીવડાવી પણ ખરી. પરિતા આજે તેને માણવા આતુર હતી. હર્ષે તેને "કાલે બપોરે વાત કરીશું અત્યારે મોડું થયું. ચોકીદાર અને તેના ઘરના ગરબા જોવા ગયા છે. આપણે તે આવે તે પહેલાં નીકળી જવું જોઈએ. પરિતા ઉદાસ ચહેરે તેને ઘેર જવા તૈયાર થઈ એટલે હર્ષ તેને મૂકવા ગયો.
પરિતાને તેના ઘર પાસે છોડે છે. પરિતા ચારે તરફ નજર કરી હર્ષને ચુંબન કરી કાલે બપોરે મળીશું કહી આનંદના અતિરેકમાં ફ્લેટ તરફ દોડી ગઈ. હર્ષ પણ પોતાના ઘેર આવી દિલમંદિરમાં રાધા સંગ મીરાંને સ્થાપિત કરી બગલમાં તકીયો લઈને ઊંગી ગયો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, આવતીકાલે દશેરા છે. પરિતાએ હર્ષને બપોરે
મળવાનું વચન આપ્યું છે. આગળ શું થશે એ તો રામ જાણે. અત્યાર સુધી "એક ફૂલ એક માલી જોયું' છે પણ અહીં તો "દો ફૂલ એક હી માલી" જેવો જ ઘાટ ઊભો થયો. એક જ મ્યાનમાં બે તલવાર કેમ કરીને રહેશે. હવે જે થશે તે હવે ધીમે ધીમે આગળ વધશે તે ચોક્કસ છે. તો આપણે મળીએ સોપાન 14માં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ).
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર ટેલિગ્રામ પર સંદેશા માટે : 87805 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐