Love in Space - 10 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ ઇન સ્પેસ - 10

Featured Books
  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

  • मुक्त - भाग 7

                मुक्त ----(7)        उपन्यास की कहानी एक दवन्द म...

Categories
Share

લવ ઇન સ્પેસ - 10

લવ ઇન સ્પેસ

પ્રકરણ -10

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19



▪▪▪▪▪


“ જોય....જોય...! હું આવું છું...!” રડતાં-રડતાં સ્પેસશીપમાં ઊભેલી એવલીને સ્પેસજમ્પ માટેનો સૂટ પહેરવાં માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી.

બટન દબાવીને એવલીન એજ પીળાં સર્કલમાં ઊભી થઈ ગઈ જ્યાં ઊભા રહીને જોય અને બ્રુનો સ્પેસવૉક માટે તૈયાર થયાં હતાં.

સ્પેસસૂટ પહેરીને એવલીન તૈયાર થઈ ગઈ અને કાંચનું હેલ્મેટ બરાબર ફિટ થયું છે કે નઈ એ ચેક કરી એવલીન ઉતાવળા પગલે એરલોક રૂમ તરફ ભાગી.

“હું આવું છું જોય...હું આવું છું....!” બબડતાં એવલીને એરલોક રૂમનો દરવાજો ખોલવા બટન દબાવ્યું.

“બ્રુનો....!?” ત્યાંજ સામે બ્રુનો ઉભેલો દેખાયો.

“એવલીન...!”

“બ્રુનો...બ્રુનો...જ....જોય...જોય...!” એવલીન હાથ કરીને બોલી.

“એવલીન....!” વિલા મોઢે બ્રુનો નકારમાં માથું ધૂણાવીને બોલ્યો.

“આપડે એને બચાવો પડશે...! ચલ જલ્દી...!” બ્રુનોનો હાથ ખેંચતાં એવલીન બોલી.

“એવલીન....મેં એને સ્પેસશીપના એન્જિનો તરફ ફંટાતો જોયો ‘તો...!” બ્રુનો ઢીલા સ્વરમાં બોલ્યો “એ...હવે....!”

“નઈ..નઈ...નઈ...! એવું કઈં ના થાય...! મ...મને ખબર છે...!”

“એવલીન પ્લીઝ....! જોય હવે નથી રહ્યો..!”

“આવું ના બોલ...પ્લીઝ...આવું ના બોલ....!”

“જોય....જોય....તું સાંભળે છે...!?” એવલીન કમ્યુનિકેશન ડિવાઈસમાં જોયને પૂછી રહી “જ...જોય...જવાબ આપ પ્લીઝ...!”

સામે છેડેથી જોકે સંદતર મૌન જળવાઈ રહ્યું.

“એવલીન....!” ડિવાઈસમાં હવે નોવાનો સ્વર સંભળાયો “જોય જો એન્જિનમાં અથડાયો નઈ હોય...! તો પણ હવે એનાં સૂટમાં ઓકિજન પૂરો થવાં આયો હશે...! તમે જશો...ત્યાં સુધીમાં તો એ ગૂંગળાઈને... અ...!”

નોવા બોલતાં-બોલતાં અટકી ગયો.

જોયને યાદ કરીને એવલીન ડૂસકાં ભરી રહી.

“ભાવુકના થશો એવલીન..! જોયે એનું કામ પૂરું કરી દીધું....!” નોવા સાંત્વનાં આપતો હોય એમ બોલ્યો “સ્પેસશીપ હવે હોપ ગ્રહ જવાનાં તેનાં નિર્ધારિત રસ્તે આવી ગયું છે...! અને ક્રાયોજેનિક ચેમ્બરનાં પાવર કટની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગઈ છે...!”

“ચલ એવલીન...!” બ્રુનો ઢીલા સ્વરમાં બોલ્યો અને એરલોક રૂમનાં દરવાજમાંથી સ્પેસ જમ્પ માટેનાં રૂમમાં દાખલ થઈ ગયો.

“ઘરર...!” ત્યાંજ એરલોક રૂમનો દરવાજો બંધ થયો.

“એવલીન....!” બ્રુનો બૂમ પાડી ઉઠ્યો.

એવલીને બટન દબાવીને દરવાજો બંધ કર્યો હતો અને તે દરવાજાની બીજી બાજુ હતી.

“એવલીન...! એવલીન...!” બ્રુનો બૂમ પાડતો રહ્યો.

“હું જોયને એમ નઈ જવાં દઉં....!” કમ્યુનિકેશન ડિવાઈસમાં એવલીન રડતાં સ્વરમાં બોલી અને પાછું ફરીને સ્પેસમાં ખૂલતાં એરલોક દરવાજા તરફ ચાલવા લાગી.

***

“જોય સાચું કે’તો ‘તો...!” સ્પેસશીપની છત ઉપર આવી ગયેલી એવલીન આજુબાજુ કાળાંધબ્બ અંતરિક્ષ ને જોઈને ભયથી બબડી “અંદરથી સુંદર દેખાતું સ્પેસ...! બારથી ખરેખર ભૂત જેવુ છે....!”

“એવલીન...! એવલીન...!” ડિવાઈસમાં હવે બ્રુનોનો ઉતાવળો સ્વર સંભળાયો “એવલીન પાછી આય...!”

કોઈ જવાબ આપ્યાં વિના એવલીન સ્પેસશીપનાં પાછળ એન્જિન તરફ જમ્પ કરતાં—કરતાં આગળ વધતી રહી.

એવલીન લગભગ છેડે પહોંચવાંજ આવી હતી ત્યાંજ તે સામેનું દ્રશ્ય જોઈને હતપ્રભ થઈ ગઈ અને બૂમ પાડી ઉઠી.

“જોય....!” સ્પેસશીપનાં એન્જિનોથી સહેજ આગળ સુરક્ષા કેબલનાં સહારે જોય પતંગની જેમ હવામાં તરી રહ્યો હતો.

એવલીને જોયની પીઠમાં લાગેલો સુરક્ષાકેબલનો બીજો છેડો જે સ્પેસતરફ લંબાતો હતો તે જોયો. તૂટી ગયેલો બીજો છેડો પતંગની દોરી કોઈ તારમાં ફસાઈ હોય હોય એમ સ્પેસશીપની છત ઉપરનાં કોઈ હુકમાં ભરાઈ ગયો હતો.

“જોય...જોય....!” ઉતાવળે જમ્પ કરતી-કરતી એવલીન હૂકમાં ફસાયેલાં કેબલના છેડાં તરફ ગઈ.

“એવલીન...શું થયું....!?” બ્રુનોએ ડિવાઇસમાં પૂછ્યું.

“જોય....મળી ગ્યો...!” એવલીન બોલી. તે હવે હૂકમાં ફસાયેલાં કેબલના છેડાં પાસે પહોંચી ગઈ હતી.

“એનો કેબલ સ્પેસશીપની છતના હૂકમાં ભરાઈ ગ્યો છે...!” એવલીન બોલી અને નીચાં નમીને હૂકમાં ફસાયેલાં કેબલનો છેડો પોતાનાં બંને હાથમાં પકડી દીધો.

કેબલને હૂકમાંજ ફસાયેલો રેહવાં દઈ એવલીને કેબલ બંને હાથમાં પકડીને પતંગની જેમ ખેંચવાં માંડ્યો.

“હહ...હહ....!” લાંબો કેબલ ખેંચતાં-ખેંચતાં એવલીન હાંફી ગઈ.

થોડું અટકીને એવલીને ફરીવાર ઝડપથી કેબલ ખેંચવાં માંડ્યો.

“જોય...!” સ્પેસના શૂન્યાવકાશમાં તરતો જોય હવે એવલીનની નજીક આવી ગયો.

એવલીને તેનાં હેલ્મેટમાં એક તિરાડ પડેલી જોઈ.

“એનું હેલ્મેટ તૂટી ગયું છે...!” ડિવાઇસમાં નોવા અને બ્રુનોને સંભળાય એ માટે એવલીન ગભરાયેલાં સ્વરમાં બોલી.

“ઓહ ગોડ...!” નોવા બોલ્યો “તો તો ઓકિસજન...!”

“એનાં મોઢા ઉપર અને આંખોની પાપણો વગેરે ઉપર બરફ જામી ગ્યો છે...!?” એવલીન ગભરાયેલાં સ્વરમાં બોલી “એનાં...એનાં...નાકમાંથી બ્લડ નીકળીને થીજી ગયું છે....!”

“એવલીન....!” નોવા ખિન્ન સ્વરમાં બોલ્યો “એ શ્વાસ લે છે...!?”

એવલીન મૌન થઈ ગઈ અને કાંચમાંથી દેખાતાં જોયના ચેહરાને જોઈ રહી.

“એવલીન એ શ્વાસ લે છે કે નઈ...!?” નોવાએ ફરીવાર એજરીતે પૂછ્યું.

“ખબર નઈ...!” થોડીવાર જોયને ભીની આંખે જોઈ રહ્યાં પછી એવલીન ઢીલા સ્વરમાં બોલી “હું એને અંદર લઈને આવું છું....!”

એટલું કહીને એવલીન જોયનો હાથ પકડીને જમ્પ કરી ચાલવા માંડ્યુ.

થોડીવારમાં એવલીન સ્પેસશીપની છત ઉપરથી નીચે એરલોક રૂમના દરવાજા સુધી આવી ગઈ. સ્પેસની બાજુથી એરલોક દરવાજાનું બટન એવલીને દબાવી દબાવી દીધું.

દરવાજો ખૂલતાંજ સામે હજીપણ સ્પેસસૂટ પહેરેલો બ્રુનો દેખાયો.

“બ્રુનો...જલ્દી...!” એવલીન બોલી.

બ્રુનોએ ઝડપથી એરલોક દરવાજો બંધ કરવાં બટન દબાવ્યું અને જોયનું બાવડું પકડ્યું.

“એવલીન...! જોયને બીજાં માળે લઈ જાઓ મેડિકલ ઈમરજન્સી રૂમમાં...! ત્યાં AI ડૉક્ટર ચેમ્બર હશે...!” ડિવાઇસમાં નોવા બોલ્યો.

“હાં..હાં....!” એવલીન ઉતાવળા સ્વરમાં બોલી.

બંને ભેગા થઈને જોયને નોવાએ કહ્યાં મુજબ નીચે બીજે માળ લઈ જવાં લાગ્યાં.

***

“આતો ક્રાયોજેનિક કેપ્સ્યુલ જેવું છે....!” બ્રુનોએ એવલીનને કહ્યું.

બંને જોયને મેડિકલ ઈમરજન્સી રૂમમાં લઈ આવ્યાં હતાં. સ્પેસશીપ ઉપર યાત્રીઓને શીત નિદ્રામાં સૂવાં માટે જે ક્રાયોજેનિક કેપ્સ્યુલ હતી એવીજ કેપ્સ્યુલ જેવી AI ડૉક્ટર ચેમ્બર હતી.

જેમ ક્રાયોજેનિક કેપ્સ્યુલમાં યાત્રીઓને સુવાડવાથી માંડી જગાડવા સુધીનું બધુજ કામ AI કોમ્પ્યુટર આપમેળે કરતું એજરીતે AI ડૉક્ટર ચેમ્બરનું કોમ્પ્યુટર પણ દર્દીઓને સાજા કરવાનું લગભગ બધુજ કામ જાતે કરતું.

જોયનો સ્પેસસૂટ કાઢીને તેને મેડિકલ કેપ્સ્યુલમાં સુવડાવ્યા પછી થોડીવાર પછી કેપ્સ્યુલનાં કોમ્પ્યુટરે જોયનું બોડી સ્કેન પૂરું કર્યું.

“અમને ખેદ છે...! પેશન્ટનું મૃત્યુ થઈ ચૂક્યું છે...!” કેપ્સ્યુલનાં સ્પીકરમાંથી અવાજ આવ્યો.

“નઈ....નઈ.....નઈ...જોય....પ્લીઝ....આંખો ખોલ...!” કેપ્સ્યુલમાં સૂતેલાં જોયને વળગીને એવલીન રડી પડી.

“પ્લીઝ જોય...પ્લીઝ...!” એવલીન આક્રંદ કરી રહી.

જોડે ઉભેલો બ્રુનો વિલા મોઢે જોઈ રહ્યો.

“આઘાં ખાસો જલ્દી....!” ત્યાંજ દરવાજા બાજુથી કોઈ સ્ત્રી સ્વર સંભળાયો.

ચોંકીને પહેલાં બ્રુનોએ પછી જોય જોડે ઊભેલી એવલીને એ તરફ જોયું.

રફ વ્હાઈટ જીન્સ, હાલ્ફ રેડ ટી-શર્ટ અને ગોળ ગોલ્ડન ફ્રેમવાળા ચશ્માં પહેરેલી એક સુંદર અને ફિટ કહી શકાય તેવી છોકરી દરવાજામાંથી એન્ટર થઈ. તેણીએ પોતાનાં વાળ વચ્ચે પાંથી પાડીને બે બાજુ બે નાના અંબોડા ગુંથ્યા હતાં.

ઝડપથી ચાલીને તે એવલીન જોડે આવી ગઈ અને જોયની ગરદન ઉપર પોતાનાં હાથની બે આંગળીઓ મૂકીને જોયની નસ ચેક કરવાં લાગી.

“ક્રિસ્ટીના....!”

અતિશય સુંદર દેખાતી એ છોકરીને ઓળખી ગયેલાં બ્રુનો અને એવલીને એકબીજાંની સામે જોયું અને બોલ્યાં વગરજ પોત-પોતાનાં મનમાં બબડ્યા. તે ક્રિસ્ટીના હતી, જે હજી કેટલાંક કલ્લાકો પહેલાંજ અકસ્માતે કેપ્સ્યુલમાંથી જાગી હતી.

“એને આર્ટિફિશિયલ બ્રિથીંગની જરૂર છે...!” ક્રિસ્ટીના બોલી.

“આર્ટિફિશિયલ બ્રિથીંગ એટ્લે....!” ક્રિસ્ટીનાની વાત સમજી ગયેલી એવલીન હજીતો કઈં બોલે એ પહેલાંજ ક્રિસ્ટીનાએ જોયનું નાક દબાવી નીચા નમી જોયનાં હોંઠ ઉપર પોતાનાં હોંઠ મૂકી દીધાં.

“હફ્ફ...હફ્ફ....!” જોયને મોઢા વાટે કૃત્રિમ શ્વાસ આપી ક્રિસ્ટીનાએ જોયની ચેસ્ટ ઉપર હ્રદયનાં ભાગે પોતની એક હથેળી ઉપર બીજી હથેળી મૂકી પ્રેશર આપી દબાવા લાગી.

લગભગ પાંચેક મિનિટ સુધી એજ પ્રક્રિયા રિપીટ કર્યા બાદ અત્યંત ધીરેથી જોયે એક-બેવાર શ્વાસ લીધો.

“જોય...!” એવલીન ખુશ થઈને નજીક આવવાં ગઈ. બ્રુનો પણ ચોંકીને બે ડગલાં આગળ આવ્યો.

“એક મિનિટ....!” એવલીનને રોકવાં હથેળી કરીને ક્રિસ્ટીના બોલી “હજી ટ્રીટમેંન્ટ બાકી છે...!”

એવલીનને ખોટું લાગી જતાં તેણીએ બ્રુનો સામે જોયું. બ્રુનોએ કશું બોલ્યાં વગર હકારમાં માથું ધૂણાવ્યું.

ક્રિસ્ટીનાએ ફટફાટ મેડિકલ ચેમ્બરની કેપ્સ્યુલનાં બટનો ફટફાટ દબાવા લાગી.

“આ કેપ્સ્યુલ ઓટોમેટિક છે....!” એવલીન ટોંન્ટ મારતી હોય એમ બોલી.

“દર્દીના હાર્ટ રેટ અતિશય ઓછાં હોય ત્યારે આ કેપ્સ્યુલ આપમેળે દર્દીને સાજો નથી કરતી...!” જોયને ઑક્સીજન માસ્ક પહેરાવતી-પહેરાવતી ક્રિસ્ટીના પણ એટીટ્યુડથી એવલીન સામે જોયા વિના બોલી “આ કેપ્સ્યુલ ફક્ત પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે છે...! ક્રિટીકલ ટ્રીટમેન્ટ માટે નઈ...!”

“તને કેવીરીતે ખબર....!?” એવલીન ચિડાઈને બોલી.

“કેમકે હું એક ડૉક્ટર છું....!” ક્રિસ્ટીના હવે એવલીન અને બ્રુનો સામે જોઈ શાંતિથી બોલી “અને અર્થ ઉપર હું સ્પેસશીપનાં મેડિકલ વિભાગમાં ઇન્ચાર્જ હતી...! આ કેપ્સ્યુલ વિષે અને સ્પેસશીપ ઉપર અવેલેબલ હોય એવી બધીજ મેડિકલ સુવિધાઓથી હું વાકેફ છું...!”

“ઓહ....!” એવિલીન છોભીલી પડી ગઈ હોય એમ ઢીલી થઈ ગઈ.

“પ..પણ...જ...જોય મ્મ મારો હસબન્ડ છે...!” જોયની ટી-શર્ટમાં હાથ નાંખી તેની ચેસ્ટ રબ કરતી ક્રિસ્ટીનાને જોઈને જેલસ થયેલી એવલીન ઉચાટભર્યા સ્વરમાં બોલી.

“ઓહ રિયલી....!” એવલીનનું જૂઠ પામી ગઈ હોય એમ ક્રિસ્ટીના પોતાનું કામ કરતાં-કરતાં કટાક્ષમાં હસીને બોલી.

“હાં..હાં...ર...રિયલી...!” એવલીન જાણે પોતાને વિશ્વાસ અપાવતી હોય એમ ડેસપરેટ સ્વરમાં બોલી.

“એની બર્થડેટ શું છે...!?” ક્રિસ્ટીનાએ એવાંજ ટોંન્ટભર્યા સ્વરમાં પૂછ્યું.

“અમ્મ...અમ્મ...!” બર્થડેટ જાણતી નાં હોવાં છતાં એવલીન યાદ કરવાનું નાટક કરતી રહી.

“આઠ જૂન....!” ક્રિસ્ટીના બોલી.

એવલીન અને બ્રુનો ચોંકીને તેણી સામે જોઈ રહ્યાં.

“તો...એ હિસાબે જોય મારો હસબન્ડ થયો રાઈટ...!?” એવલીનની મજા લેતી હોય એમ ક્રિસ્ટીનાએ મારકણું સ્મિત કરી પોતાની ખુલ્લી કમરનાં ઘાટ ઉપર હાથ મૂકીને બોલી.

“મને બર્થડેટ ખબર હતી...! બ...બસ. જોયને આવી હાલતમાં જ...જોઈને ભૂલી ગઈ...!”

“જોયની પત્નીનું નામ છાયાં છે...!” ક્રિસ્ટીના અદબવાળીને ઊભી રહી અને શાંતિથી બોલી “અને એની ડોટરનું નામ રિધિમા....!”

“ત...અને આ બધું કેમની ખબર....!?” હતપ્રભ એવલીને એક નજર બ્રુનો સામે જોયું પછી ક્રિસ્ટીના સામે જોઈને પૂછ્યું “તું તો થોડાં કલ્લાક પે’લ્લાંજ જાગી છે...!”

“નાં...!” એવલીન સામે જોઈ રહીને ક્રિસ્ટીનાએ શાંતિથી કહ્યું “હું બે દિવસ પહેલાં જાગી હતી....!”

ક્રિસ્ટીનાએ ધડાકો કર્યો. એવલીન અને બ્રુનો હતપ્રભ થઈને તેણી એકબીજાંનાં મોઢા તાકી રહ્યાં.

***