જોકે સ્કાય એ પણ વાત જાણતો જ હતો કે વૉયજર ગૂગલના જે નેવીગેશન છે તે માત્ર generalisation ના આધારિત જ છે. જેમાં દિશાઓનો ઉલ્લેખ છે જ નહીં.
અર્થાત બ્રહ્માંડ ની દિશાઓ.
દોસ્તો, આપણે ત્યાં નોર્થ પોલ અને સાઉથ પોલ જેવી ઉપલબ્ધીઓ હોવાને કારણે આપણને દિશાઓ અને કોણોની પ્રાપ્તિ થઈ છે. જે ગ્રેવિટેશનલ એટ્રેક્શન ની સમાપ્તિ પર આપણા નેવિગેશનો પણ પૂરા જ થાય છે.
પરંતુ બ્રહ્માંડમાં કોઈક તો એવી સ્ટેબલ વસ્તુ હશે જ કે જેનાથી તેને યુનિવર્સ ના નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરીકે એપોઇન્ટ કરવામાં આવી હોય.
દોસ્તો, આપણા ભારતીય શાસ્ત્રોમાં બ્રહ્માંડને લંબગોળ અર્થાત અંડાકાર કહેવામાં આવ્યું છે. અર્થાત બ્રહ્મ અંડ. જે અનુસાર સ્કાયે યુનિવર્સ ની પેટર્ન ની ધારણા કરી.
જે અનુસાર પૃથ્વી ગોળ છે તો સૌર મંડળ લંબગોળ છે. તથા આકાશ ગંગા ગોળ છે તો બ્રહ્માંડ લંબગોળ છે.
આ બ્રહ્માંડની એક પેટર્ન તેણે સમજી લીધી અને આ જ વાત તેણે ગૂગલને પણ શીખવાડી દીધી.
દોસ્તો , જેમકે આપણે ગ્રેવિટેશનલ એટ્રેક્શન ની અંદર છીએ અને આપણે ઉત્તર દિશા બાજુ લેન્ડ કરવું છે તો આપણે નોર્થ પોલ ને સિલેક્ટ કરીશું. પરંતુ ગ્રેવિટેશનલ એટ્રેક્શન ની બહાર અર્થાત સ્પેસમાં છીએ અને ઉત્તર દિશા બાજુ પ્રયાણ કરવું છે તો કેવી રીતે કરીશું?
આનો ઉત્તર એક જ છે. કે સ્કાયે તૈયાર કરેલી યુનીવર્સ ની પેટર્ન. અને તે વાત પણ આપણે ના જ ભૂલવી જોઈએ કે આપણા ભારતીય શાસ્ત્રો માં યુનિવર્સ ને બ્રહ્માંડ અર્થાત એક અંડ સ્વરૂપ એક અંડાકાર એક લંબગોળ તરીકે જ અનાદિકાળથી આલેખ્યું છે. તો તે અનુસાર પણ સ્કાય ની પેટર્ન ખોટી તો ના જ કહેવાય.
પૃથ્વી ગોળ, સૌરમંડળ લંબગોળ આકાશગંગા ગોળ તો બ્રહ્માંડ લંબગોળ.
પ્રત્યેક લંબગોળ મુખ્ય ગોલાર્ધ જેટલો જ હોય છે. અથાત એક ગોલાકાર 360 ડીગ્રીનો હોય છે તો લંબગોળ 180 ડિગ્રી નો જ હોય છે.
અર્થાત ભૂમંડલ પર નો નોર્થ પોલ ભુમંડળ ના ધારો કે 70 degree પર આવ્યો હોય તો ભૂમંડલ પર ના જ 35 ડિગ્રી પરથી સૌરમંડળની ઉત્તર દિશા નક્કી થઈ શકે છે.
અને આ સાથે જ એક પ્રશ્ન એ પણ ઉદભવે જ છે કે પૃથ્વી તો પોતાની ધરી ઉપર પણ ગોળ ફરે જ છે તો આવા સંજોગોમાં સૌરમંડળની ઉત્તર દિશા કેવી રીતે નક્કી કરવી?
તો એનો ઉત્તર છે કે ભુમંડળ પરના મધ્યા્નો અને મધ્ય રાત્રિઓ અર્થાત્ કોઈ એક ભુભાગને નિર્ધારિત નિશ્ચિત કરીને તેના આદર્શ મધ્યાહનો અને મધ્ય રાત્રિઓ અનુસાર ગણના કરીને સૌરમંડળની ઉત્તર દિશા નક્કી કરવી.
જેમકે જાપાન ઇત્યાદિ વગેરે વગેરે.
જોકે એક સત્ય એ પણ છે જ કે બ્રહ્માંડ ની પેટર્ન ને આપણી કથાવસ્તુ સાથે નાવા નીચોવાનોય સંબંધ નથી.
પરંતુ કથાવસ્તુ ના આધ્ય માં કંઇક તો સમજણ મુકવી અનિવાર્ય છે .
વાસ્તવ માં સ્કાયને જે વાત નું ઘેલુ લાગ્યું છે તે વાત છે નિર્જીવો ના ડી.એન.એ.અને આ વાત જાણતા પહેલા સ્કાયે એક long route પોતાની જાતે જ ઉભો કર્યો છે.અને તે છે અવકાશી પદાર્થોની ભૂમંડલ પરની પ્રત્યેક નાની-મોટી ઘટનાઓમાં ભૂમિકા.
હવે આ બારીકીનો જવાબ મેળવતા મેળવતા જ આપણા ઋષિમુનિઓ ને હજારો વર્ષો લાગ્યા હતા.
ચાલો માની લઈએ કે વિજ્ઞાન ના સથવારે તે આનો જવાબ થોડો જલ્દી મેળવી શકે પરંતુ, આવી જલ્દી પણ કમ સે કમ 50 વર્ષની તો હોવાની જ.
અને તેમાં પણ સ્કાયે જે બાળ હઠ પકડી છે કે નિર્જીવો ડીએનએ એટલે તો હવે કશું વિચારવાનું રહેતું જ નથી.
એની વે, તો પણ કથા સરિતા ને આપણે વહેતી મૂકી જ છે તો હવે તેનો મહાસાગર પણ મળી જ જવાનો છે.
અને એક દિવસ san francisco ના એક ઉજ્જડ વેરાન ભુભાગની જમીન થી નીચે 50 મીટર ઘનઘોર અંધકાર છવાયેલો છે.
આજ અંધકાર ની અંદર એક collapsible gate ના લોક પછી ગેટ ખુલવા નો અવાજ સંભળાય છે.
અને ગેટ ખુલતાની સાથે જ લીફ્ટનો બેક ટુ અપ જવા નો અવાજ.