Takroo ki Haveli - 3 in Gujarati Fiction Stories by Mukesh Pandya books and stories PDF | ટકરૂ કી હવેલી - 3 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ટકરૂ કી હવેલી - 3 - છેલ્લો ભાગ

ભાગ-3

એક મોડીરાતે કેટલાક હથિયારધારીઓ ફારૂક મીરના ઘરમાં મહેમાન બનીને જબરદસ્તી રહેવા આવી ગયા અને ધમકી આપી કહેવા લાગ્યા “આજ સે હમ તુમ્હારે ઘર મેં ઉપર કે મઝલે પર છુપકર રહેંગે,ગલી યા બાડેમેં યા ફિર પુલિસ કો ભી હમારે બારે મેં કુછ ભી બતાયા તો સમજલો ઇસ ગન કી સારે ગોલિયાં તુમ્હારે પરિવાર પર બરસેગી.” બે-ત્રણ દિવસ બાદ આતંકીઓ મીર પરિવારને ટકરૂ પરિવાર તથા ગલીના દરેક ઘર વિષે જાતજાતની પૂછપરછ કરવા લાગ્યા,પરંતુ ફારૂક મીર તેના પત્ની નાઝનીન કે ગુલશને કશુંજ જણાવ્યુ નહીં તો આતંકીઓ મીર પરિવારને મારી નાખવા સાથે સાથે તેમની નજર સામેજ ટકરૂ પરિવારને પણ મારી નાખવાની ધમકી આપવા લાગ્યા.વળી ઘરમાં રહીને મીર પરિવાર પાસેથી વિચિત્ર વિચિત્ર માંગણીઓ કરવા સાથેસાથે માનસિક ત્રાસ આપવાનું પણ ચાલુ રાખ્યુ. આતંકીઓએ એક પાસા તરીકે ફારૂકના પરિવારને ટકરૂ હવેલી ખાલી કરાવ્યા બાદ તે હવેલી પણ તેમને કાયમ રહેવા માટે આપી દેવાની લાલચ આપી.

મીર પતિ-પત્નિ આતંકીઓના વહેવાર અને દબાણ સામે ત્રણ-ચાર દિવસ બાદ તૂટી ગયા.ઘરમા છુપાયેલ આતંકીઓનો ખૌફ,પોતાની સલામતી ખાતર અને હવેલી મેળવવાની લાલચમાં મીર પતિ-પત્ની ગુલશનની ગેરહાજરીમા ટકરૂ પરિવાર સહિત ગલી અને બાડાના કેટલાક પરિવારોની વિગત આપવા લાગ્યા હતા,પણ જયારે ગુલશનને આ વાતની ખબર પડી તો તે તેના પિતા-માતા પર ગુસ્સે થયો અને ગમેતે ભોગે મિત્ર, પડોશીઓ સાથે ગદ્દારી ન કરવા દબાણ કરવા લાગ્યો અને તેના પિતા-માતાને ફરી આવી ભૂલ ન કરવી પડે તે માટે તેણે સમગ્ર બાબત પોલિસને પણ જણાવી દીધી.પોલીસે મીરના ઘરપર બે દિવસ બાદ છોપો મારી તેમના ઘરમા છુપાયેલા આતંકીઓને પકડી લીધા અને તેમના હથિયાર જપ્ત કરીને પંડિતબાડામાં પોલિસ સુરક્ષા ગોઠવી દીધી.પોલિસ સુરક્ષા મળતા ટકરૂ પરિવાર અને મીર પરિવાર સહિત બાડાના લોકોમાં નિશ્ચિંત થઇ ગયા.જોકે તેમની નિશ્ચંતતા લાંબો સમય ટકી નહી.અઠવાડિયા બાદ અચાનક બાડાની પોલિસ સુરક્ષા હટાવી લેવાઇ.આ બાજુ આતંકીઓ પણ જામીન પર છુટી ગયા હતા.આ બે ઘટનાઓએ ટકરૂ અને મીર પરિવારની ચિંતામા વધારો કરી દીધો.

ગુલશનનાં પોલિસ પાસે જવાની આતંકીઓને જાણ થતાં તેઓ અત્યંત ક્રોધીત થઇ ગયા.તેમણે સૌ પહેલા મીર પરિવારને સબક શીખવાડવાનો નિર્ણય કર્યો.એક મોડી રાતે પંડિતબાડામાં ભયંકર દહેશત વ્યાપી ગઇ,આતંકીઓ ફારૂક મીરના ઘર પર ત્રાટક્યા,મીરે દરવાજો ન ખોલતા તેમણે દરવાજો તોડી નાખ્યો અને ગુલશનને બંદુકની નોક પર ઘરમાંથી ઉઠાવી ટકરૂ હવેલી પર લઇ ગયા અને તેની સામેજ જગમોહન ટકરૂ તેમની પત્ની રાનીદેવી અને રણવીરને ગોળીઓથી ભૂંજી નાખ્યા,ત્યારબાદ આતંકીઓ મીર પરિવારના ઘેર પહોંચ્યા,તેમની સાથે મારઝૂડ કરી,ગાળાગાળી કરતા કહેવા લાગ્યા “તેરા પિલ્લા પુલિસકા મુખબીર હો ગયા હૈ તો અબ ઇસકા અંજામ દેખ કહીને” ધડાધડ ફાયરીંગ કરીને ફારૂક અને તેની પત્ની નાઝનીનનો પણ જીવ લઇ લીધો. પરંતુ આતંકીઓ ગુલશનને જીવતો છોડી દીધો.આતંકીઓ ચાહતા હતા કે ગુલશન જીવતો રહે અને જીંદગીભર તડપતો રહે.વધારે સજા કરવા માટે આતંકીઓએ ગુલશનને જબરદસ્તી ટકરૂની હવેલીમાંજ રહેવા જવાનું ફરમાન કર્યુ અને ગુલશનના ઘરને પોતાનો કાયમી અડ્ડો બનાવવાની જાહેરાત કરી.ગુલશન પાસે હવે કોઇ વિકલ્પ ન હોવાથી તે વ્યથિત,દુઃખી મનથી,ભારે હ્રદયે મોડી રાતે ટકરૂ હવેલી ગયો.ગુલશન તેના પિતા-માતાના કારણે જ આ સમય આવ્યો હોવનો ભારે વસવસો કરતો દુઃખમા ગરકાવ થઇ ગયો.મિત્રો તથા વર્ષોના પાડોશીઓ,સ્નેહીઓ સાથે ગદ્દારી કર્યાના સંતાપમા ડૂબવા લાગ્યો.નજર સામેજ પિતા-માતા અને મિત્ર પરિવારની થયેલ હત્યાથી ગુલશન બે દિવસ ખાધા-પીધા વગર હવેલીની બાહર ઓટલા પર આંખોમાં આંસુ સાથે ગુમસુમ બેસી રહ્યો. તેનો હવેલીમાં પ્રવેશવાનો જીવ ચાલતો ન હતો તેથી રાતે પણ હવેલીના ઓટલા પર જ સુઇ ગયો. આતંકીઓના આવા જધન્ય હત્યાકાંડ બાદ ડરી ગયેલ ગલી અને પંડિતબાડાની કોઇ વ્યકિત કે પરિવારની ગુલશન પાસે જવાની કે તેની સાથે વાત કરવાની હિંમત ચાલી નહીં.

મિત્ર અને તેના પરિવાર સાથેની યાદો,પશ્ચાતાપ,ફફડતા હ્રદય અને મિત્રદ્રોહના ભાવ સાથે ત્રીજે દિવસે ગુલશને ટકરૂ હવેલીમા પ્રવેશ કરવાની હિંમત કરી.હવેલીનું નિરીક્ષણ કર્યા બાદ તે દરેક કમરાઓમાં પોતાના મિત્ર સાથે ગુજારેલ સમયની યાદોને વાગોળતો વાગોળતો આગળ વધ્યો ત્યારે, હવેલીના એક રૂમમા પૂજાઘર જોતાજ તે ફસડાઇ પડ્યો.ચોધાર આંસુએ રડતા રડતા બે હાથ જોડી ભગવાનની માફી માગતા પોતાના પિતા-માતાએ મજબુરીમાં કરેલ કૃત્ય બદલ માફ કરી દેવા અરજ કરવા લાગ્યો. થોડીવાર બાદ ત્યાંજ તે નમાજ ભણી અલ્લાહ પાસે તેના પિતા-માતાને માફ કરીને જન્ન્ત બક્ષવા અરજ કરતો રહ્યો.આંખમા આંસુ સાથે મિત્ર રણવીર સાથેની પ્રત્યેક ક્ષણ જીવવા,વાગોળવા માટે સમગ્ર હવેલીનું નિરીક્ષણ કરતા કરતા ગુલશન હવેલીના અંતિમ માળના ખુલ્લા ચોક પર પહોંચી ગયો.આ ચોક જે તેની અને રણવીરનું હવેલીમા ખાસ પસંદગીનું સ્થાન હતુ. અહીં તે રણવીર સાથે પતંગો ઉડાડવા તથા દિવાળીમાં ફટાકડા ફોડવા,કેરમ,ચેસ રમવા આવતો. આ સહિત અન્ય કરેલા તોફાનોની યાદો તેના મનસ્પટલ પર છવાવા લાગી ગઇ. જીંદગીની સમગ્ર ખુશીઓએ તેના પર જાણે આક્રમણ કરી દીઘુ હતું. તેનાથી હવે કશું સહન થઇ રહ્યું ન હતું.ગુલશન આંખોમા પશ્ચયાતાપ,સંતાપ અને જુદાઇના ગમ ને કારણે અચાનક તે પોતાના પિતા-માતા અને રણવીર અને તેના પિતા-માતા નામની બૂમો પાડતો,બેબાકળો થઇને ચોકમા ચક્કર મારવા લાગ્યો હવે તેનું શરીર જાણે તેના કબજામા ન હતુ. ચોકના ત્રણ-ચાર ચક્કર માર્યા બાદ અચાનક ચોકની પાળી પર ચઢી ગયો,આંસુ ભરેલ આંખો સાથે અલ્લાહની માફી માગતા હવેલી પરથી નીચે કૂદી પડયો.

સમાપ્ત