કોરોનાની મહામારી ચાલી રહી હતી. લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યાં હતાં. ક્યાંક ઓક્સિજનની અછત હતી તો ક્યાંક વેક્સિનની, ક્યાંક હોસ્પિટલોમાં બેડની અછત હતી તો ક્યાંક સ્મશાનમાં ચિતાની. જે માણસ પૈસાની હવા કરતો હતો તે હવે હવાનાં પૈસા ચૂકવવા લાગ્યો હતો. પરિસ્થિતિ ખૂબ દયનીય બની હતી.
આવાં સમયમાં એક યશ નામનાં 15 વર્ષનાં છોકરાનાં મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ. તેના મમ્મીને તો એમ જ લાગતું હતું કે તેમને કોરોના થયો છે. તેઓ તો રિપોર્ટ કરાવ્યાં વગર જ હિમ્મત હારી ગયા હતા. ધીમે ધીમે યશનાં અન્ય પરિવાર જનોને તેનાં મમ્મીની તબિયત વિશે જાણ થઈ. બધાનાં કૉલ આવવાં લાગ્યાં. બધાં કૉલ કરી સાંત્વના આપતાં અને કોઈ ને કોઈ ઉપાય પણ કહેતાં.
યશ આ ઘટના થઇ એના 1 મહિના અગાઉથી તે મોબાઇલ પર એક વાર્તા સાંભળતો હતો. તેમાં ભૂત-પ્રેત અને કાળા જાદૂ તથા તંત્ર-મંત્ર અને વિવિધ ટોટકાની વાતો હતી. તેની યશ પર અસર થઇ. તેને લાગતું હતું કે તેના મમ્મીને કોઈની નજર લાગી છે. એટલે તેણે રવિવારની રાત્રે તેનાં મમ્મીને ઘરનાં ઉંબરે ઊભાં રાખ્યાં અને તેમનાં માથે થી સાત વખત લીંબૂ ફેરવ્યું. પછી તેણે તે લીંબુમાં સ્ટેપ્લર ની પિન મારી દીધી. પછી તે લીંબુ લઈ ને ચાર ચોકમાં નાખવા ગયો. તેણે ડર હતો કે કોઈ તેને જોઈ જશે તો શું વિચારશે, કે આ છોકરો આધુનિક યુગમાં પણ આવી અંધશ્રદ્ધામાં માને છે. પણ યશ તેનાં મમ્મીને ઝડપથી સાજા કરવા માગતો હતો. એટલે તેને આવું વિચારવાનું બંધ કર્યું. તેને બીજો પણ એક ડર હતો કે આ ટોટકો કરવાથી ક્યાંક કોઇ ખરાબ શક્તિ તેને હેરાન કરશે તો? તે આવું બધું વિચારતો ચોકથી પાછો ઘર તરફ જતો હતો, ત્યાં રસ્તામાં એક દુકાનદાર જે યશનાં સારા મિત્ર હતાં તેણે યશને પૂછ્યું કે આટલી રાત્રે આ જનતા કરફ્યૂમાં બહાર નીકળતા પોલીશ નો ડર નથી લાગતો. તેમને જવાબ આપવાનાં ચકકરમાં તેણે પાછળ વળીને જોયું હતું. તે ભગવાનનું સ્મરણ કરી ઘરે જતો રહ્યો. તે ડરતો હતો કે રાત્રે તેની સાથે કંઇક ખરાબ નહી થાય ને!
આ ઘટનાનાં 2 દિવસ પછીથી યશને જમવાની બધી વસ્તુમાં એક અલગ જ સ્વાદ આવવા લાગ્યો. તેને જમવાનું ભાવતું ન હતું. રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ તેની ઊંઘ ખુલી જતી અને પછી પાછી ઊંઘ જ ન આવતી. તે રૂમમાં જતો ત્યારે રૂમની લાઈટો બંધ ચાલુ થવા લાગતી. આવી ઘટના આની પહેલાં પણ તેની સાથે ઘટી ચૂકી હતી, જ્યારે તેનાં મોટા ભાઈનું મૃત્યુ થયેલું તેનાં એક મહિના પછીથી તેની સાથે આવી ઘટના બની હતી. પછી તેના દાદીએ તેની નજર ઊતરી હતી અને થોડા જ દિવસોમાં તે સ્વસ્થ થઈ ગયો હતો. તે આના વિશે અત્યારે કોઈને કહી શકે એમ ન હતો. તેને ડર હતો કે તેનાં ભાઈનાં મૃત્યુનો સમય યાદ કરી બધાં રડવા લાગશે અને રડવું એનાં મમ્મી માટે બિલકુલ સારું ન હતું. કેમકે રડવાથી તેમની તબિયત ખરાબ થઈ શકતી હતી.
યશે ઘણીવાર વિચાર્યું કે તેની સાથે શું થઇ રહ્યું છે! તેની રાતે અચાનક ઊંઘ ખુલી જતી તો ઘણી વખત રાત્રે ઊંઘ જ ન આવતી. પછી તેને છેલ્લી વખત એક ટોટકો કર્યો. તે ટોટકો તેને પેલી વાર્તામાંથી વાંચેલો. તેને એક લીંબૂમાં સોયથી કાણું પાડી પછી તેમાં પોતાનું લોહી નાખ્યું, પછી યશ તે લિંબુ અમાસની રાત્રે 12 વાગ્યે સ્મશાનમાં નાખવા ગયો. તે સ્મશાનમાં લીંબૂ નાખીને તે સ્મશાનની બહાર નીકળવાનો જ હતો કે તેનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તે પડી ગયો. પછી કોઈ કાળી આકૃતિ તેની સામે આવી ગઇ. તે યશને પોતાની સાથે લઇ ગઇ. યશ ચીસો પાડવા લાગ્યો અને.... તેની ઊંઘ ખુલી ગઈ. યશ આખો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો.
The End