ઋત્વિજ એક ડોન હતો. જાણીતો માણસ, પણ જાણીતો તેણા કૂકર્મો માટે. એને પોરબંદરમાં એક બંગલો જોઈતો હતો. અને એને જે જોઈએ, તે તે મેળવે. હાલ તો એના ‘ટાર્ગેટસ’ આરામથી માંની ગયા હતા. ખાલી ચાર ફોન કરવા પડ્યા, અને ખાલી એક વાર ગુંડા ઘરે મોકલવા પડ્યા. પણ રામેશ્વરમ સુધી, એટલે ખર્ચો થોડોક વધી ગયો. એ ડોસાને પણ છેક રામેશ્વરમ જ ઘર લેવું હતું!
બીજી બાજુ, જ્યોતિકાજી તેમના પતીને જોતાંજ રહે છે.
‘કહો મને. ઘરની લોન નતી થતી, એ વખતે જોઇન્ટમાં લોન કોની સાથે લીધી હતી?’
‘તારી સાથે.’
‘એટલે અડધો હક મારો થયો. તમે મારી પરવાનગી વગર એ ઘર વેચીજ કઇ રીતે શકો? એ પણ મારી જાણ વગર? અને એ પણ એક ડોનને!’
‘સોરી.. પણ તનેતો ખબર જ છે ને કે એ તો આપણી જિંદગી જહન્નમ કરી નખેત જો આપણે એને એ બંગલો ન વેચ્યોં હોત.’
‘અરે એનો તો ઇન્ટરેસ્ટ જતો રેત પણ હવે.. અને હવે એ જિંદગી બગાડશેજને, આપણા પાડોશીની. સંબંધો આના માટેતો નતાજ સંભાળ્યા!’
‘આપણે કઈક વિચારીયે, -’
‘ના! કાઈજ વિચારવાનું નથી. એને હું ઘસ્સીને ના પાડી દઇશ, અને એ પણ હાલ ફોન કરીને -’
પછી ફોન આવ્યો. શ્રુતિનો.
‘હેલ્લો મમ્મી!’
‘અમણાંજતો આપણી વાત થઈ. ફરી ફોન કેમ કર્યો?’
‘અરે એ તો.. મતલબ- ના પેહલા એ કે આપણો પોરબંદર વાળો બંગલો. એ અત્યારેતો ખાલીજ હશેને?’
‘હાં. કેમ, તારા ડેડ એ તને કઇ કીધું?’
‘ના. કેમ?’
‘ના, એમનેમજ. શ્રુતિ ત્યારે એનું શું કામ છે?’
‘આ મારે.. એટલે, પોરબંદર વાળો બંગલો તો વેચવાનો છેને?’
‘હાં.’
‘હુંં એક મિનિટ પછી તને કોલ કરું.’
‘પણ કામ શું છે?’
‘અમારે એ ઘર જોઈએ છે.’
‘પણ કેમ એ તો કે.’
‘અરે એ તો એમા એવું છેને કે.. મતલબ યુ નો અમારી કોલેજ અમને ઈન્ડિયાના વિવધ ટેમપરલ ઝોન્સ વિષે શીખવાડવા પોરબંદર લઈ જવાની છે.’
‘શ્રુતિ, તું જુઠ્ઠુંતો નથી બોલતીને.’
‘હા હવે જુઠ્ઠુજ બોલું છું. અમારે વેકેશન પાડવાનું છે. અને ક્રિયાએ સજેસ્ટ કર્યું કે, તને ખબર છે #wanderlust વિષે.’
‘વેકેશનમાં ફરવું છે, પણ પૈસા નથી. ચીપ જગ્યા, અને રહવાનુંતો બાપના બંગલામાં. ધિસ ઇસ યોર #wanderlust?’
‘પ્લીઝ.. પ્લીઝ. હું તમારા ચરણે -’
‘એ, ઓવર એક્ટિંગ નઈ. હમણાં તારા “ડેડ” ને પૂછવા દે. હા પાડે તો તને ફોન કરું.’
‘અને ના પાડે તો?’
‘તો મેસેજ કરું.’
કહી ફોન કાપી નાખ્યો.
‘મળી ગયો.’
‘શું મળી ગયો?’ વિશ્વકર્મજી પૂછે છે.
‘આઇડિયા.’
‘શેનો?’
‘આ ગુંડાથી બચવાનો.’
‘અને એ કેવી રીતે?’
‘શ્રુતિનો ફોન હતો. એને પોરબંદર વેકેશનમાં ફરવું છે. બંગલો જોઈએ છે. વેકેશન સુધી ઋત્વિજની ડીલ ટાળી દો. પછી કઈક વિચારી શું.’
‘પણ એ ના માન્યો તો.’
‘એ શેનો ના પાડે. ફોન તો કરી જોવો. અને ના પાડતો હોય તો નાંજ પાડી દેજો. એ સુ આપણા ઘર પાછળ કુંવારાની જેમ લાગી ગયો છે.’
પછી વિશ્વકર્માએફોન કર્યો. બીજી રિંગે ફોન ઉપાડયો . અને વિશ્વકર્મએ હોલ્ડ પર મૂક્યો.
‘શ્રુતિનું વેકેશન કયાં સુધી છે?’
‘ઊભા રો પૂછી જોઉ.’
૯ તારીખ સુધી. એક મહિનો. હાઈંશ, આા આફત એક મહિના માટે ટળશે.
‘હા.. જી બિલકુલ, બાકી તો ઘર તમારુજ છે.. અરે હા. ના એક મહિનાથી એક દિવસ વધારે નહીં.. જી, જી.. સારું.’
અને ફોન વિશ્વકર્મજી કાપે છે.
‘શું કીધું?’
‘એમને તો હા પાડી. પણ જો એક મહિનાથી એક દિવસ પણ વધ્યા તો..’
‘તો શું?’
‘તો તે શ્રુતિનું અપહરણ કરશે.’