Kalank ek vaytha - 14 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | કલંક એક વ્યથા.. - 14

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

કલંક એક વ્યથા.. - 14

કલંક એક વ્યથા...14

આપણે આગળ જોયું રાકેશ અને ઘરના એ મળી બિંદુની અંતિમ વિધી પુર્ણ કરી. હવે આગળ.....

અહીં રાકેશ એના કુકર્મો છુપાવામાં સફળ થઈ ગયો. એવું વિચારી નિશ્ર્ચિંત થઈ ગયો. મોનીકાને ઘરમાંથી બિંદુ ગઈ, એની સૌતન ગઈ એ વિચાર કરી નિશ્ર્ચિંત થઈ ગઈ હતી.
રાકેશે ભારત ફોન કરી થોડા રોકકળણના નાટક સાથે જાણ કરી દિધી કે બિંદુ હવે નથી રહી. અને હવે એ એના કર્યાના કોઈ પસ્તાવો વગર પોતાના રુટીનમાં લાગી ગયો.

અહીં ભારતમાં બિંદુનો પરિવારે હાર તો નહતી માની હજુ બિંદુને પાછી લાવવાના પ્રયાસ ચાલુ જ હતા. પરંતુ બિંદુ હવે આ દુનિયામાં જ નથી રહી એ સામાચાર સાંભળતા ઘણો જ આઘાત લાગ્યો. પતિના મનમાં થોડી કડવાશ પણ સ્થાન લઈ ચુકી હતી. પંરતુ એ બધાનું કારણ ક્યાંકને ક્યાંક પોતાને સમજી બિંદુને પાછી લાવવા કોશીશ કરી રહ્યો હતો. હવે તો દિકરો પણ સારી નોકરી કરી રહ્યો હતો. એને તો મા માટે મનમાં લાગણી હતી. પરંતુ એને કર્મો જાણી એને મનોમન નફરત પણ હતી. સગાવાહલાને બિંદુ નહીં રહ્યાની જાણ કરી. હિંદુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બધી અંતિમ વાધી કરાઈ
પરંતુ બિંદુના મા-બાપને હજુ પણ એની દીકરી પર વિશ્ર્વાસ હતો. એ તો જે કઈ થયું એમાં જમાઈનો વાંક વધારે માનતા હતા. અને એટલે જ એ લોકોના સંબંધ પણ હવે નહીં જેવા જ રહ્યા હતા. આખું ગામ જાત જાતની વાતો કરતું, જેટલા
મ્હો એટલી વાતો થતી. બિંદુ એક બદચલન સ્ત્રી તરીકે ઓળખાતી હતી. બિંદુના માથે કલંક લાગી ગયુ હતુ. એ કલંક અને એ કલંકની વ્યથા બિંદુ સિવાય કોઈ જાણતુ ન હતુ.
બિંદુને હવે એ કલંકની વ્યથા લઈને જ જીંદગી જીવવી પડશે..? કે એ કલંક એના માથાનો સિંદુર બનશે એનો સરતાજ બનશે ....? એ હવેની આગળની વાર્તામાં આપણે બિંદુના જ મોઢે સાંભળશુ.....એ કલંકીનીની સફર કયાંથી શરૂ થઈ અને કયાં પહોંચી......

હોસ્પિટલમાં ચહલપહલ વધતી જતી હતી. સસવાર થવા આવી. મનજીતસિંહ અને અલી બિંદુ માટે ચા-નાસ્તો ઘરેથી લઈને આવ્યા. બિંદુતો રુમમાં પણ ચહેરો છુપાવીને રાખતી હતી. એક બુરખો પહેલાથી એની પાસે હતો.જેનો ઉપયોગ રાકેશ એને બહાર લઈ જવા સમયે પહેરાવી લઈ જતો. અને એ જ્યારે ભાગી ઘરેથી ત્યારે પણ એ સાથે જ લઈને નીકળી હતી. એને ખબર હતી બુરખાની જરૂર પડવાની છે. મનજીતસિંહે બારણુ ખખડાવ્યો, એટલે બિંદુએ પહેલા ધારમાંથી જોયું ઝીણી આંખ કરી કોણ છે...? પછી બારણુ ખોલ્યુ. મનજીતસિંહ અને અલી અંદર આવતા બોલ્યા.

" બેન, ડોકટરે હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે...હવે તમે ક્યો ત્યા તમને મુકી જઈએ, અથવા તમે તમારા વિશેઅમને કઈ જણાવો કે અમે કોઈ નિર્ણય લઈશકીયે.."

એ સાંભળી ઘડીક તો બિંદુ નિસહાય નજરે બંને તરફ જોઈ રહી. અને ગળામાં ભરાયેલા ડિમાંડ ધકકો મારતા એટલો અવાજ નીકળ્યૉ,

" ભાઈ, મને ભારત જવું છે... મારા પરિવાર પાસે, મારી મદદ કરો...."

" એ કેમ શક્ય થાય..? તમારી પાસેતો પાસપોર્ટ પણ નથી..!"

" કંઈ પણ કરો..પણ પ્લીઝ મારી મદદ કરો."

" માટે તો ખર્ચો બહુ થાય અને સમય પણ લાગે,ત્યા સુધી તમને કયાં રાખીએ અને અમારી પાસે પણ એટલા પૈસા નથી કે અમે તમારી મદદ કરી શકીયે."

બિંદુ હાથ જોડતા રડવા લાગી. કઈ પણ કરો , મારી પાસે જે હું ઘરેથી લઈને નીકળી હતી એ બધુ જ હું આપી દઈશ. "

" એ બધી વાત પહેલા તો તમે ઘરેથી શાકારણે ભાગવું પડ્યું..? તમે કોનાથી છુપાતા ફરો છો...? એ અમને બધી જ હકીકત જણાવો પછીજ અમે તમારી કોઈ મદદ કરી શકીયે,અને આજે હોસ્પિટલમાંથી રજા આપશે તો અમારે તમને કયા લઈ જવા એ મોટો સવાલ છે."

મનજીતસિંહ હવે થોડા કડકાઈ ભર્યા અવાજે બોલ્યો. અને અલીએ પણ સાથ પુરાવ્યો.

" હા બેન, મનજીતસિંહ બરાબર કહે છે, તમારી બધી હકીકત જાણ્યા વગર અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીયે
હોસ્પિટલ પુરતી વાત અલગ હતી. એક માણસાઈ ખાતર કરી મદદ પરંતુ એમે પણ પરિવાર લઈનૈ બેઠા છીએ, અમારા પર કોઈ મુસીબત આવી પડી તો..!"

હજુ એ લોકોની વાત ચાલુ જ હતી એટલામાં નર્સ આવી બીલ અને દવાની ફાઈલ મનજીતના હાથમાં મુકી કહી ગઈ.

" સર, તમે હવે પેશન્ટને લઈ જઈ શકો છો, એ બિલકુલ ઠીક છે. આ હોસ્પિટલનું બીલ અને દવાની ફાઈલ છે. બહાર કાઉન્ટર પર હીસાબ કરી તમે પેશન્ટને લઈ જઈ શકો છો..."

બંને બહાર જઈ બિલ ભરી આવ્યા. એટલામાં બિંદુ કપડા બદલી અને ઉપર બુરખો પહેરી લીધો અને અલી સાથે બહાર તરફ ચાલવા લાગી, ત્રણેય ટેક્સીમાં આવીને બેઠા, મનજીતે એક એની દુરની બહેન જે ત્યા દુબઈમાં જ રહે છે. એની સાથે વાત કરી બિંદુને ત્યા રાખવાનું નકકી થયું. ત્રણેય ત્યા પહોંચ્યા. મનજીતની બહેન અમરકૌર અને પતિ દલજીતસિંહ
બંનેએ ત્રણેયને આવકાર આપ્યો જમાડ્યા, અને હવે બિંદુ પાસેથી વિગત જાણવા બધા હોલમાં સાથે બેઠા, બિંદુએ એની કથની એક ફિલ્મની સ્ટોરીની જેમ કહેવાની શરૂ કરી.

( ક્રમશ... )

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
22/5/21
શનિવાર