Part 24
આગળના ભાગમાં તમે જોયું કે ચિરાગની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર ડરી જાય છે અને તે રાહુલને પ્રાચી ની તબિયત પૂછવા માટે ફોન કરે છે ત્યારે ખબર પડે છે કે પ્રાચી એ રાત્રે ચિરાગને ડરાવવા ગઈ ન હતી. પ્રાચી ગઈ નથી તો ચિરાગ કઈ રીતે ગોળી મારી શકે તે વાત વિચારીને બંને ચિરાગને ગાન્ડો થઈ ગયો હોય એવું સમજે છે...... અને રાહુલ ના મોઢા માં થી સહેર પાછી આવી એવું બોલાય છે.,
ઇન્સ્પેક્ટર:- અરે ના હોય મને લાગે છે ચિરાગ હવે ધીમે ધીમે ગાંડો થતો જાય છે. એની વાત પર આપણે ભરોસો ના કરી શકીએ.
રાહુલ:-મારી સહેર ક્યાં હશે ? શું કરતી હશે? કઈ હાલતમાં હશે? ભગવાન એને બચાવે.
ઇન્સ્પેક્ટર:-વિશ્વાસ રાખ જે થાય છે એ સારા માટે થાય છે
રાહુલ:-હા સર...
ઇન્સ્પેક્ટર:-ઓકે. તો તુ પ્રાચીને ઘરે લઈ જજે અને પ્રાચીને આરામ કરાવજે. આગળનો પ્લાન એક દિવસ પછી વિચારીએ.
રાહુલ :-ઓકે સર
ઇન્સ્પેક્ટર:-તારું અને પ્રાચીનું ધ્યાન રાખજે.
રાહુલ:-હા સર ચોક્કસ...
ઇન્સ્પેક્ટર:- મળીએ તો સાંજે ..
રાહુલ:-હા સર...
ઇન્સ્પેક્ટર :-.બાય
રાહુલ:-બાય બાય
રાહુલ ઇન્સ્પેક્ટરનો કોલ કટ કરે છે અને પ્રાચી રાહુલને પૂછે છે....
પ્રાચી:-શું થયું ભાઈ...
રાહુલ: કંઈ નહીં
પ્રાચી:-અરે બોલને શું થયું?
રાહુલ:-અરે ઇન્સ્પેક્ટરનો ફોન હતો એ કહેતા હતા કે... ચિરાગ કહેતો હતો કે એણે રાત્રે ચુડેલ પર એટલે કે સહેર પર ગોળીઓ મારી અને તેને ભગાવી મૂકી . એને એમ કે ચુડેલ સહેર છે.
પ્રાચી:-ભાઈ આ કઈ રીતે શક્ય છે હું તો અહીંયાં છું...
રાહુલ:-હા બેટા. ઇન્સ્પેક્ટરે એ જ કહ્યું કે ચિરાગ ગાંડો થવા લાગ્યો છે.
પ્રાચી:-એને કરેલા કર્મોની સજા એણે મેળવવી જ પડશે અને આપણે એ કરીને જ રહેશું.
રાહુલ:-હા ... મને તારી ચિંતા થાય છે. હવે ચિરાગ સામે ચુડેલ બનીને જઈશ અને કદાચ એ તને નુકસાન પહોંચાડશે તો.......
પ્રાચી:-ભાઈ ચિંતા ના કર. એ મને કાંઈ જ ન કરી શકે અને સહેર કોઈની તો બહેન હતી ને..
રાહુલ:-મને તારી ચિંતા થાય છે.
પ્રાચી:-અરે ચિંતા કઈ વાતની .. તમે લોકો પણ ત્યાં જ હશો ને...
રાહુલ:-હા એ તો છે.....
પ્રાચી:-ભાઈ સુમિત...?
રાહુલ:-એની ચિંતા ના કર એને ઠેકાણે રાખ્યો છે...
પ્રાચી:-ભાઈ જલ્દી જલ્દી ન્યાય અપાવી દઈએ સહેરને..
રાહુલ:- હા બસ હવે કાલ રાતની રાહ જોવાય છે. કાલે રાત્રે દૂધનું દૂધ પાણીનું પાણી..
પ્રાચી:-ભગવાન બધું સંભાળી લેશે...
રાહુલ:-તને પગે હવે કેવું છે?
પ્રાચી:-અરે કંઈ નહિ મટી ગયું છે... મને કંઈ જ નથી થયું.
રાહુલ:-ok તને કંઈ જ નથી થયું. ચલો હવે ઘરે..
પ્રાચી:-હા ચલો..
રાહુલ:- હા ચલ.....
બંને ડોક્ટરને મળીને ત્યાંથી ઘરે જવા માટે નીકળે છે... ઘરે પહોંચતાની સાથે ઘરના પાર્કિંગમાં પ્રિયાંશીની ગાડી જોઈને રાહુલ સમજી જાય છે કે પ્રિયાંશી તેના ઘરે આવી છે.
રાહુલ અને પ્રાચી બંને ઘરમાં પ્રવેશે છે રાહુલની નજર પ્રિયાંશીને શોધી રહી છે. પરંતુ પ્રિયાંશી દેખાય નથી રહી..... રાહુલ નોકરને પ્રિયાંશી વિશે પૂછે છે..... તો નોકર કહે છે " મેડમ તમારા રૂમમાં છે."
આ સાંભળીને રાહુલને ગુસ્સો આવી જાય છે અને તે નોકર પર ગુસ્સો કરતા બોલે છે..."પહેલી વાત તો એ જ કે પ્રિયાંશીને મેડમ કહેવાની જરૂર નથી.. મેડમ તું એમને જ કહીશ જે આ પરિવાર ના હોય અને બીજી વાત તને ખબર છે મારા રૂમમાં કોઈ મારી પરમિશન વગર જઈ નથી શકતું.. તો તે કેમ જવા દીધી એને...?".
નોકર બોલે છે"સોરી સર હવે નહીં થાય."
રાહુલ:-એને નીચે બોલાવો મારા રૂમમાં મારી પરમિશન વગર કઈ રીતે ગઈ...
નોકર : હા સર
રાહુલ : સોરી કાકા .. મેં તમારી પર ખોટો ગુસ્સો કર્યો.
નોકર : અરે નહિ સાહેબ ..એમાં શું..
પ્રાચી:-ભાઈ... આવું ના કર એમાં. છે આપણા ઘરમાં અને આમ એને નીચે બોલાવીશ તો સારું નહીં લાગે પ્લીઝ તું ઉપર જઈને એને પ્રેમથી સમજાવ
રાહુલ:-પણ બહેન...
પ્રાચી:-પ્લીઝ ભાઈ સમજ..
રાહુલ:-ઓકે વાંધો નહીં...
રાહુલ ધીમે ધીમે સીડીઓ ચડીને રૂમ તરફ જાય છે. રૂમનો દરવાજો આડો કરેલો છે અને રાહુલના રૂમમાં એકદમ અંધારું છે. રાહુલ રૂમમાં આવીને લાઈટ ચાલુ કરવા માટે જાય છે. ત્યાં અચાનક રૂમમાં લાઈટ થઇ જાય છે અને સામેના બેડમાં પ્રિયાંશી બેઠી છે..
લાલ કલરનો શોર્ટ ડ્રેસમાં ખુલ્લા વાળ અને ભૂરી આંખો કંઈક અલગ જ માહોલ બનાવી રહ્યા હતા અને પ્રિયાંશીની આંખો રાહુલની આંખો સાથે એક કોન્ટેક્ટ બનાવી રહી હતી. ધીમે ધીમે પ્રિયાંશી ઉભી થઈને રાહુલના નજીક આવે છે અને રાહુલના બંને ખભા પર પોતાના બંને હાથ મૂકીને રાહુલને ગળે લાગે છે.. રાહુલની આંખોમાં રહેલો ગુસ્સો ક્ષણ બે ક્ષણ માટે ક્યાંક ગાયબ જ થઈ ગયો હતો અને અચાનક તેને સહેરની યાદ આવી અને તેણે પ્રિયાંશીને બંને હાથથી ધક્કો મારીને એનાથી દૂર કરી.
રાહુલ::-પ્રિયાંશી આ શું કરી રહી છે...
પ્રિયાંશી:-એક છોકરો અને છોકરી બંધ રૂમમાં હોય અને જે વસ્તુ થવાની સંભાવના હોઈ શકે તે..
રાહુલ:-સમજ્યો નહીં..
પ્રિયાંશી:-રાહુલ તો હવે સમજ. તારો પ્રેમ સહેર હવે નથી રહી. તારા જીવનમાં પ્રેમની જરૂરત છે. એ હું પૂરી કરવા માટે તૈયાર છું. બસ તુ હા પાડી દે...
રાહુલ;-તારા મોઢામાંથી હવે કોઈ શબ્દ નીકળ્યો હતો તે શબ્દ તારા જીવનનો છેલ્લો શબ્દ બનીને રહી જશે...
પ્રિયાંશી:-અરે...
રાહુલ: તું હાલ સહેર માટે જે બોલી એવું કોઈ બીજો બોલ્યુ હોત તો એ ભલે બે પગથી આવ્યું હોય. ચોક્કસ એ આ રૂમમાંથી ચાર ખભા પર જાત...
પ્રિયાંશી:-હું તને પ્રેમ કરું છું...
રાહુલ:-પણ હું સહેરને જ પ્રેમ કરું છું અને પ્રેમ કોઈ શાકભાજીનો ધંધો નથી કે ગમ્યું તો લઈ લો ના ગમ્યું આગળ ચાલો.... મેં મારો પ્રેમ સહેરને જ આપવા માટે રાખ્યો છે. એ હું કોઈને ન આપી શકું..
પ્રિયાંશી:-પણ સહેર છે ક્યાં... એ જીવે છે?
રાહુલ:-એ હોય કે ના હોય હું એની રાહ જોઇશ કોઈ ના કોઈ દિવસ એ કોઈને કોઈ રીતે જરૂર મળશે. મને વિશ્વાસ છે. મારો પ્રેમ ક્યારે ના હારે....
પ્રિયાંશી:-ઠીક છે જોઈએ શું થાય છે........
રાહુલ:-અને બીજી વાત.. મારી પરમિશન વગર કઈ રીતે આવી..
પ્રિયાંશી:-અરે મને લાગ્યું તને કોઈ પ્રોબ્લેમ નહી હોય..
રાહુલ:-આ પહેલી વખત અને છેલ્લી વખત જવા દઉં છું... હવે આવું ના થવું જોઈએ...
પ્રિયાંશી:-ઠીક છે નહિ થાય..(આંખમાં આંસુ આવી જાય છે)
રાહુલ પ્રિયાંશીના આંખમાં આંસુ જોતાની સાથે પીગળી જાય છે અને પોતાનો ગુસ્સો એકબાજુ કરીને પ્રિયાંશી ગળે લાગી જાય છે અને ગુસ્સો કરવા માટે સોરી કહે છે.....
રાહુલ:-ચલ ભૂલી જા જે થયું...પણ પ્લીઝ તું સમજ..તું ફ્રેન્ડ છે મારી ..બીજું કંઈ નહીં.
પ્રિયાંશી:-હા...
રાહુલ:-ચિરાગ વિશે શું વિચાર કર્યો..
પ્રિયાંશી;-મને નથી ગમતો ચિરાગ મને તું ગમે છે..
રાહુલ:-અરે પાગલ ગમાડવાની વાત નથી કરતો. હું ચિરાગને કઈ રીતે પકડશો એની વાત કરું છું.(હસવા લાગે છે)
પ્રિયાંશી:-તારું ભલું પૂછવું... તું તો મને ચિરાગના હવાલે કરી દે એવો છે (હસવા લાગે છે)
રાહુલ:- શું કઈ પણ બોલે છે તું પણ..સાચેમાં કંઈક તો કરવું જ પડશે...
પ્રિયાંશી:-હા કરવું જ પડશે હવે બીજો કોઈ રસ્તો નથી...
રાહુલ:-કાલની રાત બહુ બધું લઈને આવી રહી છે. બસ રાહ હવે કાલ રાતની છે...
પ્રિયાંશી:-એવું તો શું છે કાલે રાત્રે?
રાહુલ:-કાલે રાત્રે ચિરાગ સામેથી પોતાના ગુના કબૂલ કરશે....
પ્રિયાંશી:-એ કઈ રીતે..?
રાહુલ:-જે વિચાર્યું નહીં હોય એ થશે..
પ્રિયાંશી:-તો તો કંઈક મોટું વિચાર્યું હશે...
રાહુલ:-જેટલું મોટું છે એટલું જ ખતરનાક...
પ્રિયાંશી: સમજી નહીં.....
રાહુલ:-કાલે રાત્રે જો આપણો પ્લાન સફળ થયો તો ચિરાગ જેલમાં હશે અને નહીં થયો હતો. આપણામાંથી કોઇ એક પોતાનો જીવ ગુમાવશે..
પ્રિયાંશી:-આવું ના બોલ ...
રાહુલ:-મને પ્રાચી પર પૂરો વિશ્વાસ છે કે મારા આ વિશ્વાસને જરૂરથી પૂરો કરશે..અહીંયા આવી છે તો જમીને જજે..
પ્રિયાંશી:-અરે નહીં હવે જવું છું ઘરે...
રાહુલ:-મારા ઘરમાંથી કોઈ ભૂખ્યું ના જાય .
પ્રિયાંશી:-હું તારા પ્રેમની ભૂખી છું મળશે?
રાહુલ: સહેર સિવાય કોઈને નહીં...
ત્યાં જ પ્રાચી રાહુલના રૂમમાં આવી જાય છે અને રાહુલ વાત બદલી નાખે છે.
રાહુલ:-પ્રિયાંશીને જમાડીને જ મોકલજે. આપણા ઘરમાં બીજું કાંઈ મળે ના મળે જમવાનું જરૂર મળે છે..
પ્રાચી:-હા ભાઈ એને જમ્યા વગર નહિ મોકલું...
રાહુલ:-તમે જાઓ મારે આરામ કરવો છે
પ્રિયાંશી:-ધ્યાન રાખ તારું...(રાહુલના નજીક આવે છે અને ધીમેથી કાનમાં કહે છે જ્યાં સુધી હું નથી ત્યાં સુધી ધ્યાન રાખ પછી હું રાખીશ)
રાહુલ:- જસ્ટ શટ અપ ... આ છેલ્લીવાર કહું છું... બાય
પ્રિયાંશી:-બાય
(પ્રિયાંશી અને પ્રાચી બંને રૂમની બહાર નીકળે છે અને રાહુલ આરામ કરે છે)
(બીજા દિવસે સવારે)......
((ચિરાગ ઇન્સ્પેક્ટરને કોલ કરે છે.....))
ચિરાગ:-હેલો સર ..
ઇન્સ્પેક્ટર:-હા બોલોને ચિરાગ શું થયું....!
ચિરાગ:-બસ કંઈ નહીં બેઠો હતો તો તમને ફોન કર્યો..(ચિરાગ ની વાતો પરથી થોડું પણ એવું નહોતું લાગતું કે એને કોઈ વાતનો ડર હોય)
ઇન્સ્પેક્ટર:-સારું સારું તમે યાદ કરતા રહો....
ચિરાગ:-સુમિતના કોઈ સમાચાર?
ઇન્સ્પેક્ટર:-ના કોઈ સમાચાર નથી....
ચિરાગ:-મે એને મારી આંખો સામે બળતા જોયો છે તેના બચવાના કોઈ સંભાવના નથી...
ઇન્સ્પેક્ટર:-હું તે માટે ખરેખર દુઃખી છું કે તારા ભાઈને બચાવી ન શક્યા...(ચિરાગ સામે ભોળા બનીને)
ચિરાગ:-ચલો જે થયું એ ભગવાનને ગમ્યું.... આમ પણ ભગવાને સારું જ કર્યું છે.....
ઇન્સ્પેક્ટર:-આ તું શું બોલી રહ્યો છે (ચિરાગને સુમિત વિશે આવું બોલતા જોઈને ઇન્સ્પેક્ટર ખરેખર વિચારમાં પડી જાય છે)
ચિરાગ:-બંને ભાઈઓ વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય છેલ્લે પૈસા અને મિલકત માટે વેર થઈ જતો હોય છે. ભગવાને સુમિતને અમારા વચ્ચે વેરી થાય એ પહેલાં જ લઇ લીધો એટલે અમારો પ્રેમ તૂટી ન શકે હા હા...... હવે બધી મિલકત મારી..
ઇન્સ્પેક્ટર:-એ તારો ભાઈ હતો ને તો કેમ આવું બોલે છે...?
ચિરાગ:-ભાઈ હતો તો શું...? આખી જિંદગી ભાઈ બધું થોડી કરવાનો હતો.. મરી ગયો... ભગવાન એની આત્માને શાંતિ આપે... હું આજે સાંજે દુબઈ જાઉં છું. પછી ક્યારેય પાછો નહીં આવવાનો આ વાત અહીંયા જ પૂરી કરી નાખી.. હવે ક્યારેય ઇન્ડિયા નથી આવું...
ઇન્સ્પેક્ટર:-તુ એવી રીતે ના જઈ શકે .....( ગભરાઈને)
ચિરાગ:- શું બોલ્યા તમે ...હું કેમ ના જઈ શકુ અને મને રોકવાવાળા તમે કોણ.....?
ઇન્સ્પેક્ટર:-અરે એવું કંઈ નહીં....
ચિરાગ:-.. તો!?
ઇન્સ્પેક્ટર:-અરે એ તો હું એવું કહેતો હતો કે નજીકના ગામમાં એક ભુવા બાબા છે ... મેં સાંભળ્યું છે તે ભૂત અને ચુડેલ આ દોષોથી શાંતિ અપાવે છે મેં એમને તારા વિશે વાત કરી છે....
ચિરાગ:-અરે ઇન્સ્પેક્ટર તમે પણ આવા ઢોંગીઓ માં માનો છો?
ઇન્સ્પેક્ટર:- અરે પણ...
ચિરાગ:-મારે રાત્રે ફ્લાઇટ છે અને હું flight એક ઢોંગી માટે મિસ ના કરી શકું. એને ના પાડી દે જો.
ઇન્સ્પેક્ટર:-કેટલા વાગે છે તારી ફ્લાઇટ?
ચિરાગ: 12 વાગ્યે
ઇન્સ્પેક્ટર:-અરે નવ સાડા નવ વાગ્યા સુધી પહોંચી જઈશું.. ચિંતા ના કર..
ચિરાગ:-પણ હું આમાં નથી માનતો.
ઇન્સ્પેક્ટર:-અરે એક સાથે બે કામ થઈ જશે..
ચિરાગ:-હું સમજ્યો નહીં..
ઇન્સ્પેક્ટર:-ચુડેલ અને ભૂતથી તો તને છુટકારો મળી ગયો છે તોપણ એ ભુવા બાબાને મળવાથી એ તારા ભાઈ સુમિતની આત્માને શાંતિ મળે તે માટે પૂજા પણ કરી આપશે અને કરવી જોઈએ આટલા બધા પૈસા તારા પાછળ છોડીને ગયો છે ..હા હા હા હા હા (હસવાનું નાટક કરે છે)
ચિરાગ:-આમ તો હું ભૂત-પ્રેત અને આ લુંટારાઓમાં માનતો નથી.પણ મારા પાછળ આટલા બધા પૈસા છોડીને ગયેલો મારા ભાઈની આત્માને શાંતિ માટે પંદર-વીસ મિનિટ નીકાળીશ ચલો..
ઇન્સ્પેક્ટર:-હા જરૂર હું તને સાંજે લેવા આવીશ. પૂજા પતાવીને તને એરપોર્ટ મુકી જઈશ.. આજુબાજુના ગામમાં જઈએ એના કરતા તારા ફાર્મ પર લઈને આવીશ એમને...
ચિરાગ:-ઓકે સર વાંધો નહિ ..
(ચિરાગનો કોલ કટ કરે છે))((અને આ બાજુ ઇન્સ્પેક્ટર રાહતનો શ્વાસ લે છે....))
(ઇન્સ્પેક્ટર ચિરાગને ફોન કરે છે))
ઇન્સ્પેક્ટર:-હેલો રાહુલ ..
રાહુલ:-હેલો સર good morning
ઇન્સ્પેક્ટર:-અરે બધું મોર્નિંગ જ છે પણ કંઈ જ ગુડ નથી..
રાહુલ:-કેમ શું થયું?
ઇન્સ્પેક્ટર:-ચિરાગ સાંજે દુબઇ જાય છે ..
રાહુલ:-અરે એમ થોડી જઈ શકે કંઈક કરો અને રોકો....
ઇન્સ્પેક્ટર:-હા બાબાને મળવા આવવાનો છે એટલે રોકી લઈશ.
રાહુલ:- આ બાબા ક્યાંથી આવ્યા ??
ઇન્સ્પેક્ટર:-અરે ચિરાગને રોકવા માટે .. આ છેલ્લો ઉપાય હતો.
મેં એને કહ્યું કે પાસેના ગામમાં એક બાબા છે. તે ભૂત-પ્રેતની આત્માથી છુટકારો મેળવી આપશે અને તારા ભાઈની આત્માને શાંતિ અપાવી આપશે... એ પહેલા તો નહોતો માનતો પણ એના પાછળ કરોડો છોડીને ગયેલા ભાઈની આત્માની શાંતિ માટે માની ગયો.
રાહુલ:-એ દુઃખી હશે એના ભાઈ માટે?
ઇન્સ્પેક્ટર:-કોણ? ચિરાગ અને દુઃખી એ પણ એના ભાઈ માટે?? ના ભાઈ ના એ તો ખુશ છે એના ભાઈના કરોડો એને મળી જશે..
રાહુલ:-જે માણસ એના ભાઈ ..એના લોહીનો ના થઈ શક્યો એ કોનો થવાનો ..
ઇન્સ્પેક્ટર:-હવે બાબા કોણ બનશે..
રાહુલ:-મારા પાસે છે બાબા..!!
ઇન્સ્પેક્ટર:-કોણ..
રાહુલ:-જેના જોડે તમે હાલ વાત કરી રહ્યા છો ...
ઇન્સ્પેક્ટર:-તું બાબા બનીશ ?
રાહુલ:-એટલી પણ ખરાબ નાટક પણ નથી કરતો. એમાં તો આપણે પી.એચ.ડી છે . વાંધો નહીં આવે..
ઇન્સ્પેક્ટર:-વિચારી લેજે જાનનો ખતરો છે..
રાહુલ:- ન્યાય મેળવવા માટે મોતને ભેટવા પણ તૈયાર છું.
ઇન્સ્પેક્ટર:-જરૂરથી મળશે ન્યાય. તૈયાર થઈ જા આજ રાત માટે... આજે ખૂની રમત રમાશે... આજે સત્યનો અસત્ય પર વિજય થશે... દોષીઓને સજા મળશે..
રાહુલ:-હા સર જરૂરથી મળશે....