HIGH-WAY - 18 in Gujarati Horror Stories by Dhruv Patel books and stories PDF | HIGH-WAY - part 18

Featured Books
Categories
Share

HIGH-WAY - part 18

Part 18


હવલદાર કેસ ફાઈલ કરવા માટે સુમિત ને બહાર ના ટેબલ પર લઈ જાય છે અને કેસ લખવાની શરૂઆત કરે છે.

હવલદાર :- નામ શું હતું?

રાહુલ :- સેહેર

હવલદાર :- ઉંમર ??

રાહુલ :- 22 - 23 વર્ષ

હવલાદર:- નંબર આપો એમનો..

રાહુલ ( મોબાઈલ ઓન કરીને નંબર જોવે છે.. ) 98******22

હવલદાર :- ક્યાં રહેતા હતા?

રાહુલ :- હાઇવે ની બીજી સાઈડ PG રૂમ માં.

હવલદાર :- છેલ્લી વખતે કોને અને ક્યાં મળ્યા હતા?

રાહુલ :- એ પાર્ટી માં ગઈ હતી.. હું નહોતો ત્યાં પણ એ ગઈ હતી..

હવલદાર :- ક્યાં હતી પાર્ટી?

રાહુલ:- સુમિત ના ફાર્મહાઉસ પર..

( સુમિત નામ સાંભળી ને હવલદાર ને વાત ની ખબર પડી જાય છે પણ એ કઈ ખબર નથઈ પડી એમજ વર્તાવ કરે છે અને કેસ માં સુમિત ના ફાર્મહાઉસ નું નામ લખી લે છે..

હવલદાર :- સારું તો હવે તમે જાઓ સાહેબ બોલાવશે તમને, તમારો કોન્ટેક્ટ નંબર લખતા જાઓ..

રાહુલ :- જલ્દી કરજો please..

હવલદાર :- બની શકે એટલું જલ્દી કરવા માટે try કરીશું અમે..

રાહુલ ઘરે જાય છે.. એકદમ થાકી ગયો છે.. કાઈ કરી પણ નથી શકતો.. અને સેહેર ક્યાં છે.. કઈ હાલત માં છે કાઈ થયું તો નહીં હોય ને!! આ બધા પ્રશ્નો એના મગજ માં ઘૂમ્યા કરે છે.. બેડ માં આરામ કરતા કરતા પણ એને સેહેર ના વિચારો આવે છે..

હવે એ પોતાની જાત ને સેહેર ના ગુમ થવાનું કારણ માનવા લાગ્યો છે..


"હું ગયો હોત તો સેહેર ને કાઈ ના થાત.. સેહેર આજ મારા જોડે હોત.."
બસ આ લાઇન એ ૧૦૦ થી વધારે વાર બોલી ચુક્યો છે.. એનું મગજ બસ સેહેર વિશે વિચારવા અને દિલ ફક્ત સેહેર ને મળવા તતપર થઈ રહ્યું છે.. જેમ તેમ કરીને એ પોતાની આંખો બંધ કરી નાખે છે સુવા માટે પણ બંને પાંપણ વચ્ચેથી આંસુ નીકળી જાય છે.. એ સેહેર માટે બહુ જ ચિંતા કરતો હોય છે.. આએની આંસુ ભરેલી આંખોના સામે હાલ પણ સેહેર સાથે વિતાવેલી એક એક યાદ તાજી થઈ રહી છે . ક્યારે... કેવી રીતે.. કેમ સેહેર ને મળ્યો તો એ દિવસ થી લઈને એ દિવસ સુધી જ્યારે એ છેલ્લે સેહેર ને મળ્યો હતો.. એ આ બધું થવા પાછળ પોતાને જ જીમેંદાર ઠાહેરાવે છે.. એને પોતાના પર ગુસ્સો આવે છે પણ એ કઈ કરી શકતો નથી.. એને મગજમાં વિચાર આવે છે ફરી એકવાર સેહેર ને શોધવા જાઉં.. આટલી ઠંડીમાં બિચારી ક્યાં હશે!! શુ કરતી હશે..!! એના જોડે કાઈ થયું તો નઇ હોય ને...

એને night dress જ પહેરેલો છે અને બસ રૂમની બહાર નીકળે છે. અને ધીમે ધીમે સીડીઓ ઉતરે છે કોઈ સાંભળી ને ઉઠી ના જાય એટલે.. ધીમે ધીમે TV નીચે પડેલી ગાડીઓ ની ચાવીઓ માંથી એક ચાવી લઈ ને ઘર ના દરવાજા માંથી એક કાર એની તરફ આગળ આવતી દેખાય છે.. એના મનમાં વિચાર આવે છે કે કદાચ સેહેર ને કોઈ મુકવા આવે છે
મારી શેહેર પાછી આવી પણ દરવાજો ખુલે છે અને રાહુલની આંખો શહેરને જોવા તરસી રહી છે. પણ દરવાજા ખૂલ્યા પછી એમાંથી કોઈ બહાર નીકળે છે જેને જોઈને રાહુલ ની બધી આશા પર પાણી ફરી જાય છે.
રાહુલ:- પાપા તમે...અહીં.. આટલી રાતે? ડોક્ટર માથુર :-હા બેટા જરૂરી ઓપરેશન આવી ગયું હતું.જો તો જવું પડ્યું
રાહુલ:- પણ આટલું લેટ?
ડોક્ટર માથુર :-હા અર્જન્ટ ઓપરેશન હતું.
રાહુલ :-પણ આટલી રાતે તમે કેમ ગયા?
આસિસ્ટન્ટ ડોક્ટર હતા જ ને!!!
ડોક્ટર માથુર :-હા બેટા ડોક્ટર લોકોનું
નું કામ જ આવું હોય છે.સુવા ક્યાં મળે છે ((કંઈક છુપાવતા હોય એવું લાગે છે મોઢા પર ચિંતાની લકીર દેખાવા લાગી છે છૂટવા માટે આંખો છુપાવે છે))
રાહુલ :-ઠીક છે
ડોક્ટર માથુર:- કેમ આટલી રાતે ક્યાં જાય છે?પાર્ટી છે કે શું?
રાહુલ :-ના ના એવું કાંઈ નથી..બસ ઊંઘ નથી આવતી.તો બસ બાર ફરવા જાઉં છું.
(( પાર્ટીનું નામ સાંભળીને મગજમાં અને દિલમાં બંનેમાં શેહેરની યાદ આવી જાય છે))
ડોક્ટર માથુર:- બેઠા થોડા દિવસ સ્ટડી ને સાઈડમાં મુકીને થોડો ફ્રેશ થઈ આવ કોઈ રિસોર્ટ માં જઈ ને આરામ કર.
રાહુલ:- ના પપ્પા સ્ટડી બહુ છે અને હાલ જરૂર પણ નથી મૂડ પણ નથી.
ડોક્ટર માથુર:- ધ્યાન રાખજે તારું અને ((સુવા જાય છે.))
રાહુલ :-થાક્યા હસોં તમે આરામ કરો.

" હા બેટા હું છું મોડા સવારે વાત કરીએ"
ડોક્ટર માથુર બોલે છે.
રાહુલ :-ઓકે
ડોક્ટર માથુર :-જલ્દી ઘરે આવીને સૂઈ જજે
રાહુલ :-એ તો હજી આવું તો ને...
ડોક્ટર માથુર:- શું?
રાહુલ:- અરે એમ કહું છું કે ઘરે આવીશ તો પછી સુઈ જઈશ ને...એમનેમ થોડી સુઈ જવાનો...
ડોક્ટર માથુર :-હા ઠીક છે ચલ ગુડ નાઈટ બેટા રાહુલ ગુડ નાઈટ

ડોકટર માથુરના મોઢા પર કંઈક વાતની ચિંતા હતી.પણ એ કંઈ કહી શકતા ન હતા. એ રૂમ તરફ સુવા ગયા.રાહુલ એના પાપા ના મોઢા પરની ચિંતા જોઈ શક્યો નહીં.કારણકે એનું મગજ તો હાલ પણ શહેરના વિચારોમાં ખોવાયેલું છે. હવે એ કાર તરફ આગળ વધે છે.હાથમાં રહેલી ચાવી થી કાર નું અનલોક બટન દબાવે છે. અને સામે પડેલી મર્સિડીઝની લાઈટ ચાલુ થઈ જાય છે. રાહુલ નો શોખ છે ગાડીઓ ચલાવવાનો અને એની બધી ચિંતા ગાડીમાં બેસે ત્યારે એમ જ પખતમ થઈ જતી હોય છે.પણ આજે કંઈક અલગ વસ્તુ જ છે એ કારમાં બેસે છે અને એની કોઇકની રાહ જોઈ રહે ભીની લ આંખો સાઈડમાં ખાલી પડેલી સીટ ને જોવે છે અને પાણી થી ભરાઇ જાય છે. રાહુલ એકલો એકલો કારના બંધ ચાર દરવાજા વચ્ચે રોવે છે. જોરથી રડે છે પણ આજ એને શાંત કરવા વાળું કોઈ નથી.જેમ તેમ કરીને એક કાર ચાલુ કરે છે અને રાજકોટના ખુલ્લા રસ્તા માં ગાડી લઈને ફરે છે.રસ્તામાં આવતા દરેક ગલી ઓને જીનવટતા થી જોવે છે. ક્યાંક શહેર મળી જાય પણ એની આ ઈચ્છા પૂરી થઈ શકતી નહીં.આખરે થાકીને ઘરે પાછો આવે છે. રૂમમાં જઈને રૂમમાં રહેલા મોટા કાચ સામે જઈને ઊભો રહે છે સામે ના કાચમાં દેખાતા એના જ પરાછાયા ને જોઈને તે તેના સાથે વાતો કરે છે.

રાહુલ:- શું કરું?
રાહુલ નો પડછાયો:- કરવાનું શું વેઇટ કર
રાહુલ:- નથી થતી યાર
રાહુલ નો પડછાયો :-કરવો જ પડશે બીજો રસ્તો નથી
રાહુલ :-શહેરને કંઈ થયું નહીં હોય ને
રાહુલ નો પડછાયો:- ભગવાન જાણે બસ પ્રાર્થના કર કઈ ના થયું હોય
રાહુલ:- એને કંઈ ન થવું જોઈએ
રાહુલ નો પડછાયો:- તને કેમ આટલો ફરક પડે છે
રાહુલ :-પ્રેમ થઈ ગયો છે મને
રાહુલ નો પડછાયો :-શું પ્રેમ અને તને..?
રાહુલ:-હા પ્રેમ મને એનાથી પ્રેમ થઈ ગયો છે મને શેહેર જોઈએ બસ
રાહુલ નો પડછાયો :-એ કેમ પણ
રાહુલ :-બસ મારા જોડે જવાબ નથી પણ મારે એ જ જોઈએ છે
રાહુલ નો પડછાયો :-પણ જો એને કંઈ થઈ ગયું હશે તો?

((રાહુલ આ વસ્તુ સાંભળતાં જ બાજુમાં રહેલો પાણીનો ખાલી ગ્લાસ કાચ પર મારે છે આખો કાજ એક જ પળ માં કાચ માં રહી કચરો થઇ જય છે.અને રાહુલ જોરજોરથી બૂમ પાડીને કહે છે કઈ નથી થયું હોય મારી શહેરને તું બેસ અને પોતાની જાતથી હારી રહેલો રાહુલ જમીન પર બેસીને રાખે છે બસ આખી રાત જમીન પર પડ્યા રહે અને રાહુલ આખી રાત ત્યાં જ એ કે હાલત માં નીકળે છે ))

બીજા દિવસે સવારે

રાહુલ ના મોબાઈલ માં એક અજાણ્યા નંબરમાં થી કોલ આવે છે. રાહુલને લાગે છે શહેરનો કોલ છે.રાહુલની ઊંઘના લેવાના કારણે લાલ થઇ ચૂકેલી આંખો ને રાહતનો નો અનુભવ થાય છે.અને ફટાફટ એ
કોલ ઉપાડે છે. કોલ ની બીજી બાજુથી અવાજ આવે છે."હેલો મિસ્ટર રાહુલ ઇન્સ્પેક્ટર અનુરાગ બોલું છું".રાહુલ જવાબ આપે છે "હેલો સર"
ઇન્સ્પેક્ટર અનુરાગ:- રાહુલ તમે 9:00 ફાર્મ હાઉસ પર પહોંચો. ત્યાં અમે પાર્ટીમાં જેટલા પણ લોકો હતા એ બધાને બોલાવાના છીએ.
રાહુલ :-ઓકે સર હું હાલ જ પહોંચી જવું છું.
ઇન્સ્પેક્ટરો:- ઓકે પહોંચો અમે ત્યાં જ છીએ.
રાહુલ:- હા સર કોલ કટ થતાં ની સાથે રાહુલ તૈયાર થઈ જાય છે.ગાડીની ચાવી હાથમાં લઇને ફટાફટ ફાર્મ હાઉસ પર જવાની તૈયારી કરે છે.આખા રસ્તામાં એને શેહેરની ચિંતા સતાવે છે અને આખરે એ પહોંચે છે. ગાડી ફાર્મ હાઉસ ના ગેટ માં પ્રવેશે છે.ગાડીના કાચ માંથી સામે ઊભી રહેલી ત્રણ પોલીસની ગાડી અને ગાડી ની બાજુમાં કોલ પર વાત કરતાં ઇન્સ્પેક્ટર અનુરાગ દેખાય છે. રાહુલ કારમાંથી ઉતરે છે અને અનુરાગ ની નજર રાહુલ પડે છે. સામેથી ચાલતા ઇન્સ્પેક્ટર અનુરાગ રાહુલ પાસે આવે છે.
ઇન્સ્પેક્ટર :-રાહુલ
રાહુલ :- સર શેહેર મળી જશે ને.?
ઇન્સ્પેકટર :- જરૂર મળશે તમને બધાને પ્રશ્નો પૂછવા માટે જ બોલાવ્યા છે. બધાને પ્રશ્નો પૂછી શું અને પછી અમારી ઇન્વેસ્ટિગેશન આગળ વધારીશું.
રાહુલ :-ઓકે સર
ઇન્સ્પેક્ટર અનુરાગ:- હવલદાર એક રૂમ તૈયાર કરો બધાને હું એક એક કરીને મળીશ અને પ્રશ્ન પૂછીશ
હવલદાર :-ઓકે સર

((20 મિનિટ બસ વાતો કર્યા પછી ધીમે ધીમે એક પછી એક કાર આવવા લાગી ફાર્મ હાઉસ પર. બધા લોકો આવી ગયા હતા જે લોકો રાતે પાર્ટીમાં હાજર હતા. ત્યાં સુમિત પ્રિયાંશી પણ હાજર હતા પણ એક માણસ ની કમી ત્યાં દેખાઈ રહી હતી અને તે હતો રાજ.

ઇન્સ્પેક્ટર અનુરાગ :-સુમિત તે આપેલા લીસ્ટ પ્રમાણે બે માણસ હજુ ખૂટે છે. એ તો શહેર પોતે અને બીજો રાજ
સુમિત :- ખબર નહીં સર ક્યાં છે શેહેર અને ક્યાં છે રાજ.
રાહુલ :- સુમિત તને ખબર હોવી જોઈએ પાર્ટી તે રાખી હતી તો લોકોને જવાબદારી પણ તારી જ હોય.
સુમીત :-તુ તો બોલે જ નહીં પોતે હતો નહીં જરૂર પડે ત્યારે. અને હવે અમારા પર ગુસ્સો ઉતારે છે બધી તારી ભૂલ છે. તું રોજ શહેર જોડે હોય છે અને જે દિવસે નતો એ દિવસે શહેરને જરૂર હતી ((સુમિત રાહુલને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરે છે))