HIGH-WAY - 17 in Gujarati Horror Stories by Dhruv Patel books and stories PDF | HIGH-WAY - part 17

Featured Books
Categories
Share

HIGH-WAY - part 17

Part 17


બાથરૂમમાં સંતાયેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજ પોતે હોય છે .રાજ ચિરાગ નો બહુ ખાસ ફ્રેન્ડ હોય છે. બાથરૂમ માં સુમિત ની વાત સાંભળી ને એ ડરી ગયો છે એ મનમાં વિચારે છે , જો હું બહાર જઈશ તો મને જોઈને સુમિત ડરી જશે અને મને વાત ખબર છે એ વસ્તુ જાણી ને તો મને મારી નાખશે પણ હું આમ ચૂપચાપ થઈને બેસીશ તો કેમ ચાલશે ?!.એક કામ કરું હું રેકોર્ડ કરી લઉં બધું.

રાજ પોતાનો મોબાઈલ નીકાળે છે અને મોબાઇલમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરીને બાથરૂમના બારણા નીચેની જગ્યામાં મોબાઇલને સેટ કરે છે. બારણાની આ સાઇડ રાજ રેકોર્ડ કરી રહ્યો છે વાતોને અને બીજી બાજુ સુમિત કોલ પર ચિરાગને એની ભૂલ માટે ગુસ્સો કરી રહ્યો છે. બંનેની વાતો મોબાઈલમાં રેકોર્ડ થઈ રહી છે.

સુમિત : હવે શું કરવાનું છે એ બધું હું તને મળીને કહીશ પણ સાંભળ સહેરના મરવામાં આપણો હાથ છે જ નહીં એવું માનીને હવે આખો દિવસ શાંત થઈ ને રહેજે.

ચિરાગ : હા ભાઈ

સુમિત: ચલ હવે ફોન મૂક. હું ફ્રેશ થઈને આવું તને મળવા પછી આપણે આગળ ની વાત કરીએ .

ચિરાગ : હા ભાઈ મળીએ.

સુમિત:ઓકે ચલ બાય.

સુમિત ઉભો થઇ ને બાથરૂમ તરફ આવવા માટે આગળ વધે છે. એની નજર મોબાઇલમાં જ છે તો એનો પગ જમીન પર દારૂના નશામાં પડેલા છોકરા પર જ જતી નથી અને એને ઠેસ આવે છે. અને એ પડતા પડતા રહી જાય છે.
સુમિત : આ લોકોને મફત નો દારૂ પીવડાવો એટલે જાણે બાપાના બગીચામાં ફરવા આયા હોય એમ પડ્યા રહે છે.

પગનો અવાજ ધીમે ધીમે બાથરૂમ તરફ વધતો સાંભળીને રાજ સતર્ક થઈ જાય છે અને મોબાઇલમાં રેકોર્ડિંગ બંધ કરે છે .

સુમિત બાથરૂમનું બારણું ખોલે છે. એના નજર આગળ રાજ છે . સુમિત ગુસ્સામાં હતો અને રાજને બાથરૂમમાં દારૂના નશામાં સૂતો જોઈને એના ગુસ્સામાં વધારો થાય છે .
"ઊંઘ માટે બાથરૂમમાં જ મળ્યું કે શું, ઉભો થા અહીંથી ઉભો થા."

રાજ નશામાં હોવાનું નાટક કરે છે અને સુમિતને ગુસ્સો આવે છે તેનો મોબાઇલ ખિસ્સામાં મૂકીને રાજને પકડીને ઘસડીને બાથરૂમની બહાર મૂકી આવે છે. અને ખુદ અંદર જઈને નાહવાનું શરૂ કરે છે .બાથરૂમનો દરવાજો અંદરથી બંધ થયા પછી બહાર રાજ આંખો ખોલીને હળવાશનો અનુભવ કરે છે.

" માંડ માંડ બચ્યો નહીં તો આ જ ખેલ ખતમ થઈ જવાનો હતો. મેં મોબાઇલમાં રેકોર્ડિંગ બંધ કરીને બાથરૂમમાં ફ્લશ ટેન્કના પાછળ મોબાઈલ મુક્યો તો ખરા પણ હવે મોબાઈલ પાછો લઈશ કઈ રીતે અંદર તો સુમિત છે. "

રાજ જોડે બીજો કોઈ રસ્તો નથી હોતો એટલે તે ફરીથી એ જગ્યા પર સૂઈ જવાનું નાટક કરે છે .જ્યાં સુધી સુમિત નાહીને બહાર નથી આવતો અને 20 મિનિટ પછી આખરે સુમિત બહાર આવે છે રાજ બંધ આંખોને થોડી ખોલીને સુમિત ના મોઢા તરફ જુએ છે. સુમિતના મોઢા પર ગુસ્સો સાફ દેખાઈ આવે છે એના માથા પરથી દારૂનો નશો ઉતરી ગયો હોય છે અને હવે એ ફુલ ફોર્મમાં છે. રૂમમાં બધાને આમતેમ સૂતેલા જોઈને એનો ગુસ્સો વધે છે અને નોકરને બૂમ પાડે છે. નોકર દોડતો રૂમમાં આવે છે.

નોકર : સાહેબ તમે બૂમ પાડી સુમિત બોલે છે

સુમિત: હા તો તને બોલાવવા માટે મારે આવવાનું ?

નોકર : સોરી સાહેબ

સુમિત : સાંભળ

નોકર : બોલો સાહેબ

સુમિત : હું જાઉં છું. તું ફાર્મહાઉસની સફાઈ કરીને રાખજે અને સાંભળ આ બધા દારૂડિયામાંથી જે જે ઉઠે એમ એમને ઘરે મોકલતો રહેજે . બાપા ની જાગીર હોય એમ પડ્યા રહ્યા છે.

નોકર: ઓકે સાહેબ

સુમિત: સાંજે પાછો આવું એ પેલા રૂમમાં અને ફાર્મ હાઉસમાં સફાઇ થયેલી હોવી જોઈએ અને સાંભળ જેટલી દારૂની બોટલ પડી છે એ બધી લઈ જજે પણ અહીંથી બધું સાફ થઈ જવું જોઈએ
નોકર : થઈ જશે સાહેબ સુમિત ઠીક છે હું જાઉં છું.

નોકર: ઓકે સર

સુમિત રૂમની બહાર નીકળે અને પોતાની ગાડી ચાલુ કરીને ત્યાંથી નીકળી જાય છે .આ બાજુ નોકર બેડ પર બેસી રહ્યો છે અને બધા ઉઠે એની રાહ જોઈ રહ્યો છે.

રાજ ના મનમાં વિચારે છે. " અલા આ નોકર છે કે સાહેબ છે , બેડ ઉપર બેસી રહ્યો છે . "
નોકર હજુ પણ એ બેડમાં બેસી રહ્યો છે બહુ ટાઈમ થયો હજુ કોઈ ઉઠયું નથી . હવે રાજ પોતાને રોકી શકતો નથી એ ઊઠવાનું નાટક કરતો હોય તો આંખો ખોલીને બેઠો થઈ જાય છે. એની આંખો લાલ છે અને આંખોમાં હોય એવી ઊંઘ સાથે નોકર ને જોઈ રહ્યો છે .

તરત જ નોકર બોલે છે "સાહેબ નો ઓર્ડર છે કે જે ઊઠે એમને ઘરે મોકલું

રાજ: હા ભાઈ જવું છું શાંતિ રાખ ને હજી હાલ તો ઉઠ્યો છું
નોકર: હા ભાઈ જલ્દી જાઓ

રાજ : બાથરૂમમાં જાઉં તમારી પરવાનગી હોય તો ?
નોકર : હા જઈ એવો...

રાજ ઉભો થઇ ને બાથરૂમ તરફ જાય છે અને બાથરૂમમાં જઈને બારણું બંધ કરીને મોબાઇલના ફ્લશ ટેન્ક પાછળથી મોબાઈલ નીકાળીને રેકોર્ડિંગ થયું છે કે નહીં એ ચેક કરે છે. આખરે રાજ રાહતનો શ્વાસ લે છે , રેકોર્ડિંગ બરાબર થઈ ગયું છે.
બાથરૂમની બહાર આવે છે અને નોકર ના સામે જોઈને બોલે છે, હવે હું જાઉં છું બધાને ઘરે મોકલી દેજે અને રાજ ત્યાંથી ધીમે ધીમે રૂમની બહાર નીકળી જાય છે.


બીજા દિવસે રોજના જેમ આજે પણ કોલેજ ચાલુ છે. બધા સ્ટુડન્ટ કોલેજમાં આવે છે. અમુક પાર્કિંગમાં બેસ્યા છે તો અમુક ક્લાસ ભરી રહ્યા છે. રોજની જેમ આજે પણ પ્રિયાંશી અને સુમિત પણ કોલેજ આવ્યા છે .
બધા પાર્કિંગમાં બેઠા છે. સુમિતના મનમાં સેહેર ની વાતને લઇને હાલ પણ બહુ બધા પ્રશ્નો અને બીક છે. પણ એ પ્રિયાંશી ને કહી શકતો નથી. અને કહે પણ શું સેહેર ને મારી નાખી એમ?

સુમિત ના મગજમાં હજારો સવાલ ઉદ્ભવી રહ્યા છે અને હજારો સવાલનો એક જવાબ છે કે જોયું જશે જે થશે એ બાકી કાંઈ હાથમાં છે પણ નહીં. ત્યાં પાર્કિંગમાં રાહુલ ની ગાડી આવે છે રાહુલ કારમાંથી ઉતરે છે હાથ માં બોક્સ છે અને મોઢા પર મુસ્કાન રાહુલની નજર સેહેર ને શોધી રહી છે પણ એની નજર સામે સુમિત અને પ્રિયાંશી દેખાય છે અને એ ત્યાં આવે છે.

રાહુલ:- કેમ છો ડોક્ટર

પ્રિયાંશી :-હું તો એકદમ મસ્ત તમે આજે ખુશ દેખાઓ છો હા...

રાહુલ:- હા એ તો છે.

પ્રિયાંશી:- અમને તો કહો શું વાત છે?

રાહુલ :-એ કહું પણ આ સુમિત નું મોઢું કેમ ચડી ગયેલું છે આને વળી શું થયું?

પ્રિયાંશી :-અરે હા સુમિત શું થયું?

રાહુલ :-બોલ શું થયું?હા બાય ધ વે સેહેર ક્યાં છે?

સુમિત :-હશે ક્યાંક મને શું ખબર!!

પ્રિયાંશી :-મેં પણ નથી જોઈ યાર

રાહુલ:- આ પાગલ છોકરી છે ક્યાં ??!! એના માટે આ પપ્પા નો એવોર્ડ બતાવા લાવ્યો હતો અને એને ગમશે મને ખબર છે.

પ્રિયાંશી:- હા કેમ નહીં ... ગમશે જ ને તમારી સેહેરને.. ડોન્ટ વરી.

રાહુલ:- હા જરૂર ગમશે
((રાહુલ ના મોબાઈલમાં રીંગ વાગે છે અને રાહુલ કોલ પર વાત કરવા લાગે છે))

પ્રિયાંશી:- સુમિત તને પૂછવાનું તો રહી ગયું....કાલ રાત્રે સેહેર જોડે શું કર્યું ? અને ક્યાં છે એ..? બધું ભૂત ઉતરી ગયું હશે તો ટોપર નું .... હાહાહાહાહા

સુમિત:- તું નામ ના લે એનું (( મોઢા પર પરસેવો છૂટવા લાગ્યો )) એક પ્રોબ્લેમ થઈ છે મોટી.

પ્રિયાંશી:- શું થયું સેહેર ને કાંઈ થયું તો નથી ને ?

સુમિત:- એક્ચ્યુલી...
=(( રાહુલનો કોલ પતે છે))

રાહુલ:- આપણે ક્યાં હતા? અને હા સેહેર ક્યાં છે?

સુમિત :-ખબર નહીં સવારે કોલ કર્યો એને ઉપાડ્યો નહી.

રાહુલ :-હા તમારી તો પાર્ટી હતી ને કાલે!! તમારા જોડે જ હશે સેહેર... કાલ તો કહેતી હતી એ આવવાની છે તમારા જોડે, સોરી યાર હું આવી ના શક્યો , મારે અર્જન્ટ જવું પડ્યું. સેહેર મારાથી ખૂબ જ ગુસ્સે હશે. ગુસ્સે હશે તો આ એવોર્ડ એને આપી દઈશ. આમ પણ પાપા ને રૂમ માં મુકવા માટે જગ્યા નથી.

પ્રિયાંશી :-હા કેમ નહીં પણ એ છે ક્યાં એ તો ખબર પડવી જોઈએ ને?

સુમિત :- કાલે રાત્રે drink વધારે કરી નાખ્યું હતું.કદાચ ઘરે હજુ સુધી સૂતી હશે...હેરાન ના કર એને હાલ કોલ કરીને... ઊંઘ માં હશે

રાહુલ:- સેહેર ના કરી શકે યાર.. દારૂ ના પી શકે એ....એ ના કરે..

સુમિત:- અરે દારૂ વસ્તુ જ એવી છે એક વાર હોઠ પર લાગી ગયું તો ઘરબાર વેચી મારો તો પણ ના છૂટે હા હા ((ખોટું હાસ્ય કરીને))

રાહુલ:- ભલે કર્યું ... કોઈ દિવસ કરી લેવામાં વાંધો નહીં પણ એને મને કોલ પણ ના કર્યો બોલ મને યાદ આવતી હતી બહુ ...કાલે રાત્રે મને થયું કે એને મારી જરૂર હશે અને ક્યાંક એ પ્રોબ્લેમમાં છે એવું લાગ્યું પણ પછી યાદ આવ્યું કે એ તમારા લોકો જોડે છે તો કંઈ વાંધો નહીં આવે

પ્રિયાંશી:- હા હા પ્રોબ્લેમ તો હોઈ જ ના શકે ને અને હોવો પણ ના જોઈએ
રાહુલ:- ચલો ક્લાસ નો ટાઈમ થઇ ગયો છે ક્લાસ ભરવા જઇએ ..સેહેર ને હાલ હેરાન નથી કરવી

((આખો દિવસ બસ , સહેર મળશે ત્યારે એને આ કહીશ અને આ વસ્તુ વિષે કહીશ, એને એવોર્ડ વિશે કહીશ અને એવોર્ડ બતાવીશ , એનો ગુસ્સો વધારે હશે તો આ એવોર્ડ પણ આપી દઈશ અને ગળે લાગી લઈશ .. આ બઘી વાતો રાહુલ ના મગજમાં ઘૂમે રાખે છે. આખરે દિવસના અંતે ઘરે પહોંચતા પોતાના રૂમમાં જઈને આરામ કરે છે, બાથ લઈને કપડાં બદલીને ફરી ફોન પર નજર નાખે છે અને કદાચ સેહેર નો કોલ આવેલો હોય વોટ્સએપ પણ જોવે છે કદાચ મેસેજ કરેલો હોય.પણ સહેર તરફથી કોઈ નોટિફિકેશન નથી રાહુલને હવે ચિંતા થવા લાગી છે. એ મોબાઈલ હાથમાં લે છે કોલ કરવા પણ પાછો નીચે મૂકી દે છે.બસ એ વિચારીને કે એને આરામ કરવા દો કાલે કોલેજમાં મળી લઇશ.કદાચ પાર્ટીમાં વધારે થાકના કારણે આરામ કરતી હશે એ વિચારતા વિચારતા એ સૂવાનો પ્રયત્ન કરે છે.

રાહુલ અચાનક ઉભો થઇ જાય છે. રાતના 2 વાગ્યાં છે. આંખમાંથી ઊંઘ ઊડી જાય છે અને મોઢાથી સહેરની બુમ નીકળે છે.. પછી એ આજુબાજુ જુવે છે અને આરામનો શ્વાસ લે છે બાજુમાં રાખેલા પાણીના ગ્લાસમાં પાણી પીવે છે. મોઢા પરનો પરસેવો દૂર કરે છે અને ફરી મોબાઇલની સ્ક્રીન પર આંખો સેહેરના મેસેજ કે કૉલ જોવા માટે તરસી રહી છે અને વલખા મારી રહી છે. તેના મનમાં વિચારો આવે છે, કાશ સેહેર જોડે પાર્ટીમાં ગયો હોત અને એ ગુસ્સે ના થાત મારાથી. એના વગર એક દિવસ પણ રહેવાતું નથી સહેર મારા માટે પેરાસીટામોલનું કામ કરે છે. મારો બધો થાક એની એક સ્માઈલથી દૂર થઈ જાય છે. બસ કાલે જલ્દી એને મળી લઉં.


રાહુલથી હવે રહેવાતું નથી અને મોબાઈલ ચાલુ કરીને સહેરને કોલ કરવા લાગે છે. પણ રીંગ જવાના બદલે " તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો એ સેવામાં હાજર નથી નો અવાજ સાંભળ્યો . " 10 થી 15 વાર ટ્રાય કરે છે પણ સામે આવો જ જવાબ મળે છે

એ તો સ્વાભાવીક હતુ, કારણ કે ચિરાગ અને એના મિત્ર ભાર્ગવએ સેહેર નો મોબાઇલ અને કાર્ડ તોડીને ફેંકી દીધું હતું. રાહુલ કોલ કરીને થાક્યો.
આખરે પોતાની ઈચ્છા અને આતુરતાને પોતાની બન્ને આંખો ની વચ્ચે કેદ કરીને સુઈ જાય છે. બીજા દિવસની વાટ જોતાં જોતાં અધુરી રાત ક્યારે નીકળી જાય છે એની આશા હજુ પણ એના મગજમાં ક્યાંક જીવંત હતી
સવાર પડતાંની સાથે જ રાહુલ ફટાફટ તૈયાર થઇ જાય છે. સેહેર ની યાદમાં નીકાળેલી આજ સુધીની સૌથી લાંબી રાત હતી રાહુલ માટે. ઊંઘ નામની વસ્તુ દૂર દૂર સુધી ફરકતી પણ નહોતી. રાહુલ ના મોઢા પર સેહેરને જલ્દી મળવાની ખુશી અને એના જોડે કોન્ટેક્ટ ના થવાની ચિંતા બંને સાફ સાફ દેખાઈ રહી છે. જલ્દી થી કપડાં પહેરીને બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ પર જાય છે. ત્યાં બ્રેડ બટર પોતાના હાથમાં લઇને કાર તરફ જવા નીકળે છે. આજે રાહુલ એટલી ઉતાવળમાં છે કે એને કંઈ સૂઝતું નથી. બસ જોતજોતામાં ગાડી ઘરના દરવાજાની બહાર નીકળે છે. અને થોડી જ વારમાં ગાડી હાઇવે પર ચડી જાય છે. રાહુલ સહેરના રૂમ પર મળવા જાય છે. એ કારમાં એકલો સહેર જોડે વાત કરતો હોય એમ સહેરને મનાવવાના પ્રયત્નો કરે છે જાણે સેહેર એના સામે છે.બસ 20 મિનિટ એકલવાયા રસ્તા કાપ્યા બાદ તેના સામે સેહરનું ઘર છે. જ્યાં એ ભાડે રહેતી હોય છે. રાહુલ ફટાફટ ગાડીમાંથી ઉતરે છે અને સહેરને બૂમ પાડે છે પણ કોઈ પ્રતિક્રિયા મળતી નથી. એ સીડીઓ ચડીને એના રૂમ સુધી પહોંચે છે પણ ત્યાં એની આશા નિરાશામાં ફેરવાય છે. કારણ કે દરવાજા ઉપર તાળું લગાવેલું છે. એ તરત જ નીચે રહેતાં મકાનમાલિકના ઘરે પહોંચે છે અને દરવાજો ખખડાવે છે ત્યાં થોડીક જ વારમાં દરવાજો ખુલે છે અને એના સામે એક ઘરડા માજી આવે છે.

મકાનમાલિક :-બેટા તમે કોણ છો ?

રાહુલ :-હું રાહુલ છું..સહેરનો ફ્રેન્ડ. સેહેર ક્યાં છે ?

મકાન માલિક :-સહેર એ પાર્ટીમાં ગઈ હતી..એક રાત પહેલાં પણ હજુ આવી નથી.

રાહુલ :-શું ઘરે નથી આવી?

મકાન માલિક :- નથી ઘરે આવી એ મારા ઘરે જ ગમે છે પણ કાલે જમવા ઘરે નથી આવી.

રાહુલ :-એ કોના જોડે ગઈ હતી?

મકાનમાલિક :- પરમ દિવસે રાત્રે ગાડી લઈને એક છોકરો આવ્યો હતો એના જોડે ગઈ હતી.

રાહૂલ :-ગાડી?...કદાચ સુમિત હશે. માજી તમે ચિંતા ના કરો હું સહેર ને શોધી લઈશ.

( રાહુલ ગુસ્સામાં સુમિતને કોલ કરે છે સુમિત એક રિંગ માં તો ઉપાડતો નથી પણ ઉપરાઉપરી પાંચ કોલ કર્યા પછી આખરે સુમિત કોલ ઉપાડે છે.)

સુમિત :- બોલને ભાઈ શું કરે છે (( તેના અવાજમાં ચિંતા દેખાઈ રહી છે))

રાહુલ:- અરે તું પરમ દિવસ સેહર ને પાર્ટીમાં લેવા ગયો હતો ને?

સુમિત :-નહીં મારો ફ્રેન્ડ ગયો હતો હું તો પાર્ટીમાં બીઝી હતો. મારો ફ્રેન્ડ જ પાર્ટીમાં લઈને એને આવ્યો હતો.

રાહુલ:- ચલો ભગવાનની દયા છે પાર્ટીમાં તો સેફ રીતે આવી હતી અને તું એને મુકવા માટે ગયો હતો ને ઘરે?

સુમિત :-રાહુલ...

રાહુલ:- શું થયું બોલ

સુમિત : હું નહતો ગયો એને મુકવા માટે.

રાહુલ :-હા બાપા તું તો નહોતો ગયો પણ તારો ફ્રેન્ડ તો ગયો હશેને ? કોણ ગયું હતું બોલ..

સુમિત :-મને થોડી ખબર હોય યાર..હું તો પાર્ટીમાં હતો.

રાહુલ :- મગજ છે કે નહીં સુમિત .
તુ આમ કહેવા શું માંગે છે? રાત્રે સેહર ક્યાં ગઈ કોના જોડે ગઈ તને ખબર જ નથી એમ.

સુમિત:- એને છેલ્લીવાર દારૂના ટેબલ પર દારૂની આખી બોટલ પીતા જોઈ હતી. બધા છોકરાઓ જોડે એકદમ નજીક બેસીને એમના હાથથી પીતી હતી અને બધાને પીવડાવતી હતી.

રાહૂલ:- શું બોલે છે તને ભાન છે કે નહીં?

સુમિત:- દારૂ વધારે પી ગઈ હતી એ ..મેં પૂછ્યું હતું મુકવા આવું ? તો એણે કહ્યું, ના હું જાતે જતી રહીશ.બહુ મનાવી પણ એ જીદ કરવા લાગી.

રાહુલ :-સુમિત મને હાલ એટલો ગુસ્સો આવે છે એના પર જેને હું હાલ કંઈ કહી પણ ના શકું.

સુમિત:-ભાઈ મને પણ આવતો હતો એ ટાઈમ ગુસ્સો પણ સહેર એમ કઈ રીતે દારૂ પી શકે..!!આટલી હદ સુધી એને જોઈને મને પણ લાગ્યું કે આ શું છે.?

રાહુલ :-હું કોલ કરું તને મોડા હું પહેલા સહેરને શોધવા જવું છું.
(( રાહુલ કોલ કટ કરે છે અને બીજી બાજુ સુમિત ચિંતામાં આવી જાય છે એ તરત પ્રિયાંશી ને કોલ કરે છે ))

સુમિત :-હેલ્લો પ્રિયાંશી..

પ્રિયાંશી :-બોલ કેમ કોલ કર્યો તો?

સુમિત :- એક પ્રોબ્લેમ થઈ છે.

પ્રિયાંશી :-હવે શું થયુ?

સુમિત :- સેહેર...

પ્રિયાંશી :- સેહર ...? શું હતું સેહરનું ? શું થયું બોલતો.....

સુમિત :-દેખ એક વાત કહું યાર ધ્યાનથી સાંભળ.

પ્રિયાંશી :-બોલ જલ્દી

સુમિત :-યાર પ્રોબ્લેમ થઈ છે.

પ્રિયાંશી :-જો સેહેરને કંઈ પણ થયું અને એણે રાહુલને કહી દીધું આપણા વિશે તો આપણે બંને ગયા તને ખબર છે ને?

સુમિત :-અરે બોલે તો વાંધો નથી પણ બોલવી તો જોઈએ ને..

પ્રિયાંશી:- બોલવી તો જોઈએ એટલે શું? તમે એને કંઈક કર્યું તો નથી ને?

સુમિત:- તમે એટલે શું હે?..આપણે કર્યુ એમ બોલ..

પ્રિયાંશી :-આપણે ક્યાંથી? મેં ક્યાં કહ્યું છે? તું તો જો..

સુમિત :-જો વાતને બહુ ગોળગોળ નથી કરવી તને એક વાત કહું છું . સેહેર સાથે રેપ થયું હતું અને હવે એ આ દુનિયામાં નથી.

પ્રિયાંશી :-અલા એ આ શું બોલે છે..
(( પરસેવો છૂટી જાય છે))

સુમિત:- હું ભાનમાં જ છું..

પ્રિયાંશી:- અરે યાર મારું નામ ના આવવું જોઈએ વચ્ચે.મારા સપના તૂટી જશે મને તો આ વિશે કંઈ ખબર પણ નથી. ઘરે શું જવાબ આપીશ ... મારી લાઇફ બગડી જશે યાર ..

સુમિત:- અમે એકલા એ નથી કર્યું એ રાતે તું પણ હતી એના જોડ ખરાબ વર્તન કરવામાં

પ્રિયાંશી:- અરે હું નહોતી યાર.. હું પોલીસને કમ્પ્લેન કરવા જવું છું. યાર મને ચિંતા થાય છે હું પકડાઈ ગઈ તો મારા સપના પાણીમાં જ છે અને જીવન આખું જેલમાં.

સુમિત:- જો તારે પણ દુશ્મની હતી સહેરથી તે જ કહ્યું હતું. અને આખી કોલેજને ખબર છે પાર્ટીમાં બધા લોકોએ જોયું હતું તેના સામે કેવો વર્તાવ કર્યો હતો તે . તું જ ફસાઈ જઈશ.

પ્રિયાંશી :-અરે યાર મેં કંઈ નથી કર્યું

સુમિત :-એ જે પણ હોય મને ખબર નથી ફસાઈશું તો બધા સાથે ફસાઈશું હું એકલો નહીં ફસાવું.

પ્રિયાંશી :-હા બોલ શું કરવાનું છે હવે બોલ.

સુમિત :- રાહુલને હું કહું એમ કહેવાનું છે તારે બાકી તારે કંઈ જ કરવાનું નથી.

પ્રિયાંશી :-હા બોલ

((પ્રિયાંશી ના મગજમાં સુમિતના શબ્દો ઘર કરી ગયા છે કે જો એને કોઈને કહ્યું તો એનું જ નામ આવશે કારણ કે સેહેર અને પ્રિયાંશીનો એ રાત્રે ઝઘડો થયો હતો અને એના સાક્ષી પાર્ટીમાં રહેલા દરેક માણસ હતા))

આ સાઇડ રાહુલ બધે ફરીને જોવે છે. આખું રાજકોટ ફરીને થાકી જાય છે. આખરે હિંમત કરીને એ પોલીસમાં એફ.આઈ.આર કરવાનું નક્કી કરે છે. અને એ તરત પોલીસ સ્ટેશન જાય છે.

રાહુલ પોલીસ સ્ટેશન પહોંચે એના બસ માત્ર 10 મિનિટ પહેલા સુમિતની ગાડી પોલીસ સ્ટેશનથી ઘર તરફ જાય છે. આ બાજુ સુમિત પોલીસ સ્ટેશનમાંથી ઘરે જાય છે અને આ બાજુ રાહુલ પોલીસ સ્ટેશન પહોંચે છે.
રાહુલની ગાડી પોલીસ સ્ટેશનની બહાર ઉભી રહે છે અંદરથી રાહુલ નીકળે છે. અને સીધો પોલીસ સ્ટેશનમાં જાય છે. હું હવાલદારને પૂછે છે.

રાહુલ :-ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે?

હવાલદાર:- બોલો શું થયું??

રાહુલ :-મારી ફ્રેન્ડ ગુમ થઈ ગઈ છે.. એના માટે complaint ફાઇલ કરવાની છે.

હવાલદાર :- સાહેબ હાજર નથી પછી આવજો

રાહુલ :-અરે પણ મારી ફ્રેન્ડ..

હવાલદાર :- લખીશ કમ્પ્લેન તો પણ હાલ થોડી મળી જશે !! કાલે આવજો શાંતિથી અને કાલે લખાઈ જજો.

રાહુલ:- તમે શું બોલો છો તમને ભાન છે કે નહિ.

હવાલદાર :-જો ભાઈ આખા ગુજરાતમાં રોજ હજારો લોકો ગાયબ થઈ જાય છે અને મળે છે કેટલા તમને ખબર ? માંડ ૧૦ થી ૧૫ લોકો એમાંથી તમારી ફ્રેન્ડ હશે કે નહિ ભગવાન જાણે અને અમુકની તો લાશ પણ મળે છે.

રાહુલ:- ચૂપ થાઓ (( એકદમ જોરથી બોલે છે ))તમે કમ્પ્લેન લખો છો કે હું તમારા ઉપરના અધિકારી જોડે જઉં?

હવાલદાર:- ભાઈ જો મેં તો જે સાચું હતું એ કહ્યું બાકી તમારી ઈચ્છા.
((હવે રાહુલના સામે દેશની ખરાબ હાલત દેખાઈ રહી હતી.એ સમજી ગયો હતો કે અહીંયા સીધી રીતે કામ કરવા માટે એને બહુ બધી મહેનત કરવી પડશે એ ગુસ્સામાં આવીને બાજુમાં રહેલી કેબિનમાં ઘૂસી જાય છે ત્યાં ઇન્સ્પેક્ટર સાહેબ બેઠા હોય છે))

ઇન્સ્પેક્ટર :-યસ

રાહુલ:- સોરી સર તમને પૂછ્યા વગર તમારી કેબીનમાં આવવા માટે

ઇન્સ્પેક્ટર:-અરે નહીં આમ પણ આ કેબીન જનતા માટે છે તમારે લોકોને નહીં આવો તો અહીંયા કોણ આવશે..!

રાહુલ:-થેન્ક યુ સાહેબ.

ઇન્સ્પેક્ટર:- બોલો કઈ રીતે સેવા કરી શકું તમારી?

રાહુલ :-સર મારી ફ્રેન્ડ લાપતા છે અને મળતી નથી

ઇન્સ્પેક્ટર :-complain file કરાવી?

રાહુલ:- તમારા હવાલદાર કહેતા હતા કે કરવાનો કોઈ ફાયદો નથી.તો હું તમારા જોડે આવ્યો.

ઇન્સ્પેક્ટર :-કોણ બોલ્યું હતું? પોલીસ નું નામ આ લોકો જ ખરાબ કરે છે.

રાહુલ :-સર મારે તમારી મદદની જરૂર છે પ્લીઝ મારી ફ્રેન્ડ ને શોધી આપો.

ઇન્સ્પેક્ટર:-ચિંતા ના કરો અમે અમારું બેસ્ટ આપીશું.

((બેલ વગાડે છે અને હવાલદાર અંદર આવે ઇન્સ્પેક્ટર પૂછે છે હવાલદારને કે તમે આમની ફ્રેન્ડ માટે કંઈ કહ્યું હતું?))

હવાલદાર :-સાહેબે તો બસ એમ જ.

ઇન્સ્પેક્ટર :-તમારા જેવા લોકોના કારણે દેશમાં લોકોને પોલીસ પરથી ભરોસો ઊઠી જાય છે અને પોલીસ કામ સારું કામ કરી શકતી નથી.

હવાલદાર :-સોરી સાહેબ

ઇન્સ્પેક્ટર :-સાહેબ ની કમ્પ્લેન લઇ લો અને આ કેસ હું પોતે સાંભળીશ.

રાહુલ :-થેન્ક્યુ સાહેબ


Question for readers....

રાજ કોણ છે? the highway ના કયા ભાગ ની અંદર રાજનું નામ પહેલીવાર વાંચવામાં આવ્યું હતું?
જવાબ આપો