Part 16
લાસ્ટ પાર્ટમાં જોયું કે સેહેર સાથે હેવાનીયત ભર્યું વર્તન કરીને રાઘવ અને ચિરાગ એ એને ખેતર ના ખૂણામાં પાણી ના ખાબોચિયામાં ફેંકી દીધી અને બંને ત્યાંથી જતા રહ્યા.
આ બાજુ જેમ જેમ રાત થતી ગઈ એમ એમ પાર્ટી માં રંગ આવતો ગયો. લોકો કૉડ્રિન્ક થી બીયર અને બીયર થી આલકોહોલ સુધી પહોંચી ગયા.. અને સ્પેશિયલ ફ્રેંડસ માટે તો ડ્રગ્સ નું પણ આયોજન કરવામાં આવેલું.. આ બધા ના નશામાં સુમિત ને ભાન જ નહોતું કે એને ચિરાગ અને રાઘવ ને કેવડો મોટો પાપ કરવા માટે મોકલ્યા છે એતો બસ એની જ મજા માં હતો.. પ્રિયાંશી પણ નશામાં ધૂત થઈ ને કઈ એક ખૂણામાં પડી હતી.. ધીમે ધીમે પાર્ટી અંતિમ ચરણ તરફ પહોંચી. જોર જોરથી વાગતા લાઉડસ્પીકર ધીમે ધીમે બંધ થતાં ગયા અને બધા પોત પોતાના ઘર તરફ જવા લાગ્યા... સુમિત ફાર્મહાઉસ માં જ રોકાઈ ગયો.. અને બીજા કેટલાક ફ્રેંડસ પણ ત્યાં જ રોકાઈ ગયા કારણકે ડ્રગ્સ અને અલકોહોલ ના નશા પછી ડ્રાઇવ કરી શકે એ હાલતમાં નહોતા.. આ બાજુ રાત અંધારી થતી ગઈ અને ઠંડી વધતી ગઈ ઠંડી વધવાના લીધે પાણીના ખાબોચિયામાં ઠંડી ના લીધે બેહાલ થઈ ને પડેલી સેહેર Hypothermia ( એક એવી શારીરિક સ્થિરી જ્યાં માનવ શરીર જીવવા માટે જરૂરી ઉષ્મા ઉતપન્ન કરવાની ગતિ થી વધારે ઝડપથી ગુમાવવા લાગે..આના લીધે વધુ પડતી ઠંડી ના કારણે અંગો સુન્ન થઈ જાય.. આ હાલત વ્યક્તિ ને કોમા માં નાખવા માટે કાફી છે.)
રાત ના અંધારામાં જંગલી કુતરાઓ નું એક ટોળું શિકાર કરવા માટે નીકળે છે.. પાણી ની તલાશ માટે નીકળેલા આ જંગલી પ્રાણીઓ ની નજરમાં સ્વભાવિક રીતે સેહેર આવી જ જાય છે.. સેહેર જોઈ શકે છે પણ કાઈ કરી નથી શકતી.. એ એના હાથ પગ હલાવવાની હાલતમાં નથી એની જીણી થઈ ગયેલી આંખોથી એ મોત ને સામે આવતું જોઈ રહી છે.. એના જીવન ની આ છેલ્લી ઘડીયો માં એને એના જીવન ની બધી સારી અને ખરાબ પળો દેખાવા લાગે છે.. એની આંખો સામે નાની હતી ત્યારે રમતી હતી એ રમકડાં.. દસમા અને બારમા ધોરણમાં શાળામાં પહેલો નંબર લાવવા માટે મળેલા ઇનામો.. એના મમ્મી પપ્પા એ લાવી આપેલું પહેલું એકટીવા.. કોલેજ નો પહેલો દિવસ.. અને........................... અને પહેલા દિવસે જ unknown ને મળીને જે એના એક દમ close થઈ ગયો એવો રાહુલ...ટૂંકમાં સેહેર ની હાલત એ બકરી જેવી થઈ ગઈ હતી જેને ઝાડ સાથે બાંધી દીધી હોય અને કોઈ ભૂખ્યો સિંહ એનો શિકાર કરવા માટે સામેથી આવી રહ્યો હોય..
થોડા કલાક પછી સવાર થાય છે.. સુમિત એના ફાર્મહાઉસ માં સૂતો છે.. એના રૂમમાં એના જ ફ્રેંડસ લોકો નશાની હાલતમાં આમ તેમ સુતેલા છે.. અમુક લોકો બેડ પર તો અમુક ટેબલ પર બેઠા બેઠા સુઈ ગયેલા છે.અમુક ના કપડાં ખુલી ગયા છે અમુક જમીન પર કચરા ના જેમ પડેલા છે.. રૂમમાં માત્ર અને માત્ર દારૂ ની સ્મેલ આવી રહી છે આટલું જ પૂરતું છે એ વાત સાબિત કરવા કે પાર્ટી માં બધા એ ક્યા લેવલે નશો કરેલો.. બાથરૂમ માંથી ફ્લેશ નો અવાજ આવે છે.. કદાચ બાથરૂમમાં માં કોઈ છે.. ફ્લેશ નો ધીમો અવાજ સુમિત ના કાનમાં પડે છે અને તે ઉઠી જાય છે.. બધું જાખું જાખું દેખાઈ રહ્યું છે.. બાજુમાં પડેલી પાણી ની બોટલ થી પાણી નો આંખો પર છંટકાવ કરે છે અને હવે એ થોડો હોશમાં છે.. આજુ બાજુનો નજારો જોઈને જોઈને એના ચહેરા પર મુસ્કાન આવે છે. એને લાગે છે કે આજ ની પાર્ટી એકદમ મસ્ત રહી છે.. લોકો હોશમાં આવશે અને પછી મને આટલી સરસ પાર્ટી આપવા માટે thanks કહેશે.. મારો ભાઈ પણ ખુશ હશે મેં આટલી સારી પાર્ટી રાખી એના માટે એ જોઈને.. પણ એના મગજમાં અચાનક વિચાર આવે છે કે ચિરાગ ક્યાં ગયો!! અરે હા... ચિરાગ ને તો સેહેર જોડે..... કોલ કરવા દે... જોઈએ કાલે સુ થયું એમના વચ્ચે!!
સુમિત આજુબાજુમાં ડાફેરા મારે છે.. એનો મોબાઈલ ઓશિકા નીચે પડ્યો છે અને ચિરાગ ના 3 misscall આવીને પડ્યા છે.. સુમિત કોલ કરે છે ચિરાગ ને..
સુમિત :- Hello ભાઈ... ( એકદમ અલગ જ જોશમાં આવીને )
સુમિત :- ઓહો આજે તો જોર mood માં છે!!
ચિરાગ :- એ તો હોય જ ને.. તારો ભાઈ શિકાર કરીને આવ્યો છે..
સુમિત :- કેવું રહ્યું કાલે રાતે તમારું?
ચિરાગ :- એક દમ કડક..
સુમિત :- ઓહો..
ચિરાગ :- સિ*** માલ હતો.. નાજુક શરીર એટલે અલગ જ મજા આવી ગઈ.. ઈચ્છા જ નતી થતી એના થી દુર જવાની..
સુમિત :- હાહાહાહાહાહાહાહાહા દૂર તો જવા જ દેવી પડશે ને.. કાલે કૉલેજમાં મોઢું નીચું કરીને ફરશે.. કોઈ ને કાઈ કહી પણ નઇ શકે.. હાહાહાહાહાહાહાહાહા
ચિરાગ :- મોઢું નીચું કરીને પણ નહીં ચાલી શકે . હાહાહાહાહાહાહા
સુમિત :- કેમ??( ગંભીર થઈ ગયો)
ચિરાગ :- ચાલવા માટે જીવતી તો રહેવી જોઈએ ને!!! મને નઇ લાગતું અત્યાર સુધી જીવતી રહી શકી હશે...
સુમિત :- what!!! શુ બોલ્યો તું!!???
ચિરાગ :- અરે ભાઈ એમ કહું છું કે મરી ગઈ હશે એ.. જીવી ને કરશે પણ શું.. કાલે એની હાલત પરથી લાગતું નહોતું કે જીવતી રહી શકી હશે.. એટલી હદે વાપરી છે મેં એને કે પાછી જીવતી રહેવાના ચાન્સ ઓછા છે.. અને જીવીને કરશે પણ શું!! બચી પણ ગઈ હશે તો અમે એને ત્યાં એક પાણી ના ખાબોચિયા માં નાખીને આવેલા ઠંડી ના માર્યા મરી ગઈ હશે અને જો તો પણ નહીં મરી હોય તો જંગલી જાનવરો આવીને ખાઈ ગયા હશે એને.. હાહાહાહાહાહાહાહાહા
સુમિત :- એટલે તું કહેવા શુ માંગે છે! સેહેર મરી ગઈ એમ!?( જોરથી બોલે છે.... ડરના લીધે એના હૃદય પર ધ્રાસકો પડે છે કે આ શું થઈ ગયું!!
Washroom માં રહેલી વ્યક્તિ આ વાત સાંભળે છે, એ તરત સચેત થઈ જાય છે એ બીવાઈ જાય છે.. મર્ડર ની વાત સાંભળીને હોશિયારી પૂર્વક મોબાઈલ માં voice રેકોર્ડિંગ ચાલુ કરીને washroom ના દરવાજા ની નીચેની જ્ગ્યાએ થી મોબાઈલ ને બહારની સાઈડ ધક્કો મારે છે.. જ્યાંથી સરખી રીતે વાતચીત રેકોર્ડ થાય..
ચિરાગ:- અરે ચિંતા શુ કરે ભાઈ!! ચાલ્યા રાખે.. મારા માટે આ ક્યાં નવું છે!!
સુમિત :- ચુ*** મગજ છે કે નઇ!! ભો**** શુ બોલે છે તું!!
ચિરાગ :- ગુસ્સો કેમ કરે છે ભાઈ ?
સુમિત :- તું કાલે સેહેર ને લઈને પાછળના રસ્તામાં ગયો ઠીક છે.., એના જોડે તે રૅપ કર્યો .. માજા લીધી... એ પણ સમજાય છે પણ ડોબા ભાન છે તે કેટલી હદે મોટો crime કર્યો.. એ મરી ગઈ છે એવું બોલતા તને ભાન પડે છે કે નઇ!! મેં એના જોડે તને રાત વિતાવવા માટે કહ્યું હતું પણ મારી નાખવા માટે નઇ..
ચિરાગ :- ભાઈ ચિંતા કેમ કરે છે! કોને ખબર પડવાની!! કાલે monday છે, કૉલેજ માં as usual જજે.. કોઈને ક્યાં શક પડવાનો!!
સુમિત:- ચુ*** પોલીસ ને ખબર પડી કે એ ગાયબ છે તો ગા**મા** ને બોલાવડાવશે મારા જોડે..
ચિરાગ :- કાઈ દેવાનું કે સ્ટડી માં પ્રેશર આવી ગયું હતું તો રાતે એકલી ઘરે જવાનું કહીને પાર્ટી માંથી ગઈ હતી.. ખબર નહિ ક્યાં ગઈ છે..
સુમિત :- પાર્ટી માં નશો કર્યો હતો એ ખબર પડશે તો એમજ મા******* થઈ જશે મા કસમ જો સેહેર ને કાઈ થયું જેનાથી મારુ future મુશ્કેલી માં મુકાય એવું હશે તો તને નહીં છોડું હું...
ચિરાગ :- અરે ચિંતા શુ કરે યાર.. બહુ પૈસા છે.. ખવડાવી દઈશું.. પૈસા આગળ કોઈનું નઇ ચાલવાનું.. આ ઇન્ડિયા છે મારા ભાઈ...
સુમિત :- એ બધું છોડ.. મને કે સેહેર ને ક્યાં ફેંકી તી તમે લોકોએ? અરે હા તારા જોડે રાઘવ પણ હતો ને....
સેહેર :- હા.. મારા જોડે હતો રાઘવ..
સુમિત :- રાઘવ નું મોઢું બંધ કરાવવું પડશે જો એ બોલી ગયો ક્યાંક તો બધા ફસાઈશું
. એને ઠેકાણે કરવો પડશે..
ચિરાગ :- પણ એ શુકામ કે!! એને પણ તો મજા લિધીતી!!
સુમિત :- વિશ્વાસ ના કરી શકું આ વાત અપડા બંને શિવાય કોઈને ખબર ના પડવી જોઈએ હો... અરે રાઘવને ઠેકાણે કરવાનો પ્લાન બનાવવો પડશે..
ચિરાગ :- અને પ્રિયાંશી ?
સુમિત :- એને ક્યાં ખબર છે તમે પાછળના રસ્તે શુ કરવા ગયા હતા અને શું કર્યું છે!!
ચિરાગ :- તો ઠીક છે..
સુમિત :- જો એ વધારે પૂછ પૂછ કરશે અને લાગશે કે રસ્તામાં આવી રહી છે તો એને પણ હટાવવી પડશે કારણ કે કોઈ પર trust ના કરી શકું આ બાબતમાં.. આ મર્ડર નો case છે.. ફાંસી પણ થઈ શકે છે..
ચિરાગ :- ભાઈ હવે મને બીક લાગે છે હો..
સુમિત :- હવે શું બીક કાલે બધું કરતા કાઈ વિચાર ના આવ્યો ગેલ*** ચૂપ બેસ હવે તું..
ચિરાગ :- પણ ભાઈ
સુમિત :- ચૂપ બેસ કહ્યું ને, નઇ તો તને પણ.......
ચિરાગ :- ભાઈ બચાવીલે મને બીક લાગે છે.
સુમિત :- કંઈક કરીએ ચિંતા ના કર મને કે તે એને ક્યાં ફેકીતી?
ચિરાગ :- પાછળના રસ્તે ખેતર આવશે ત્યાં એક પાણીનું મોટું ખકબોચિયું છે એમ..
સુમિત :- શુ બોલ્યો તું!!?
ચિરાગ :- પાછળના રસ્તે ખેતર આવશે, ત્યાં એક પાણીનું ખાબોચિયું છે , એમાં...
સુમિત :- ખાબોચિયામાં!!
ચિરાગ :- હા , પાણી નું ખાબોચિયું છે.. એના અંદર નાખી તી મેં...
સુમિત :- ohk ok.. જઈને જોઉં.. ખાબોચિયામાં પડી છે હજુ કે શિકાર થઈ ગયો એનો...
(( વોશરુમ માં સંતાયેલી વ્યક્તિ બીવાઈ જાય છે કારણ કે પેલા થી એક છોકરી નું રૅપ કરી ને મારી નાખવામાં આવી છે અને છોકરાને પણ મરવા ની વાત ચાલી રહી છે એ બહુ ડરી જાય છે આંખમાં થી પાણી નીકળવા લાગ્યું છે અને ગળામાં ડૂમો બંધાઈ જાય છે એને રડું આવે છે પણ રડી નથી શકતું કારણ કે જો અવાજ આવી ગયો અને સુમિત ને ખબર પડી કે કોઈ બીજું માણસ આ વાત સાંભળે છે તો એને પણ મારી નાખશે ))
ધ્રુવ પટેલ