Peatiksha - 2 in Gujarati Fiction Stories by Krutika books and stories PDF | પ્રતિક્ષા - 2

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રતિક્ષા - 2

પ્રતિક્ષા

પ્રકરણ-૨

“ઇન્ડિયન આર્મીના જવાને એકલાં હાથે કર્યો ત્રણ-ત્રણ લૂંટારોઓનો સામનો...!”

બેન્કમાં થયેલી લૂંટની ઘટના વિષેની ન્યઝ કલ્લાકોમાં વાઈરલ થઈ ગઈ. ન્યૂઝ ચેનલોથી માંડીને સોશિયલ મીડિયા, યુ-ટ્યુબ, whatsapp વગેરેમાં બેન્કનાં CCTV કેમેરાંની ફૂટેજ જેમાં આર્મીના જવાન અર્જુને જે રીતે એક “હીરો”ની જેમ વીરતાપૂર્વક બે લૂંટારુઓને ઠાર કરી દીધાં એ રેકોર્ડિંગ જોઈને ચારેબાજુ તેની વાહ-વાહ થઈ રહી હતી. ઘણી ન્યૂઝ ચેનલો હવે આર્મીના એ જવાન અર્જુનસિંઘને શોધી તેનો ઇન્ટરવ્યુ લેવાં મથી રહી હતી. આ સિવાય લૂંટારુઓના ચંગુલમાંથી અર્જુને જે પ્રતિક્ષાને બચાવી હતી, તેનો ઇન્ટરવ્યુ લેવાં માટે પણ તેણીને અનેક કૉલ આવી રહ્યાં હતાં.

પોલીસ સ્ટેટમેન્ટમાંથી પ્રતિક્ષાનો નંબર લઈને શહેરની ન્યૂઝ ચેનલ્સ તેણીને કોલ્સ કરી રહી હતી. જોકે પ્રતિક્ષાનાં હસબંન્ડ વિવકે પ્રતિક્ષા હોસ્પિટલમાં દાખલ છે એમ કહીને વાત ટાળી દીધી હતી.

જોકે હોસ્પિટલમાં દાખલ પ્રતિક્ષાની તબિયત સારી હતી. પ્રતિક્ષાનાં હસબંન્ડ વિવકે એક સારી પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિલક્સ રૂમમાં પ્રતિક્ષાને એડમિટ કરાવી હતી. બેડમાં પડે-પડે પ્રતિક્ષા સામેની દીવાલ ઉપર લાગેલાં LEDમાં લૂંટની ઘટનાને લાગતાં સમાચારજ જોઈ રહી હતી.

બપોર પછી એક ન્યૂઝ ચેનલમાં અર્જુનનો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો. અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલાં આર્મી કેંટોનમેંન્ટની પરમીશન પછી અર્જુને એક ન્યૂઝ ચેનલને તેનો ઇન્ટરવ્યૂ આપવાની “હાં” પાડી હતી. જોકે ઇન્ટરવ્યૂ ખૂબ ટૂંકો રહ્યો હતો. અર્જુને તેને પૂછાયેલાં પ્રશ્નોનાં ફક્ત ઔપચારિક જવાબોજ આપ્યાં હતાં.

“સર... બેન્કમાં તમે જે યુવતીને લૂંટારુઓથી બચાવી..! એને માટે કોઈ મેસેજ આપવાં ઈચ્છો છો..!?” ઇન્ટરવ્યૂમાં અર્જુનને પૂછાયેલાં એ પ્રશ્નનો જવાબ અર્જુન શું આપે છે એ જાણવા આતુર પ્રતિક્ષા એલઇડી સામે જોઈ રહી.

“આઈ હોપ શી ઈઝ ફાઈન...!” અર્જુને ના સમજાય તેવાં ખિન્ન સ્વરમાં કહ્યું અને માથું હલાવીને પોતાની તરફથી ઇન્ટરવ્યૂ પૂરું થયાનો ઈશારો કર્યો અને પાછું ફરીને આર્મી કેંન્ટોનમેન્ટના ગેટ તરફ ચાલવાં લાગ્યો.

“બધી ન્યૂઝ ચેનલો ઉપર આજ ન્યૂઝ ચાલે છે...!” બેડની જોડે સ્ટૂલ ઉપર બેઠેલો પ્રતિક્ષાનો હસબંન્ડ વિવેક સહેજ ચિડાઈને બોલ્યો.

“મેં તને ના પાડી’તીને...!” વિવેકે ચિડાઈને હવે બેડમાં સૂતેલી પ્રતિક્ષા સામે જોયું “બેન્કમાં તું ના જતી....! પ્રભુને મોકલી દેજે...! શું લેવાં ગઈ’તી....!?”

“પ્રભુ ત્રણ દિવસથી નઈ આવતો....!” પ્રતિક્ષા શાંતિથી બોલી “કેટલી રાહ જોવાની...!? અને મેં પણ તમને કીધુંજ’તુંને...! કે યા તો તમે જતા આવો...! યા મારી જોડે આવો...!”

પ્રતિક્ષાએ સહેજ ચિડાઈને તેનું મોઢું ફેરવી લીધું પછી બોલી-

“તમારી જોડે ટાઈમ હોય તોને....!”

“બૈરાંઓનો વાંક તો હોયજ નઈને...!?” વિવેક ચિડાઈને ટોંન્ટ માર્યો.

“હુંહ...!” પ્રતિક્ષાએ મોઢું મચકોડયું અને અર્જુનના વિચારોમાં ખોવાઈ ગઈ.

***

એકાદ દિવસ પછી પ્રતિક્ષાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. ઘરે આવ્યાં પછીપણ પ્રતિક્ષા અને વિવેક વચ્ચે કોઈને-કોઈ વાતે માથાકૂટ થયાં કરતી.

પ્રતિક્ષા જોકે વિવેક જોડે માથાકૂટ શક્ય એટલી ટાળતી.

બે-ત્રણ દિવસ એમજ વીતી ગયાં. એ દિવસની ઘટના પછી પ્રતિક્ષા આખો દિવસ અર્જુનના વિચારોમાંજ ખોવાયેલી રહેતી. આર્યન ઉપરથી પણ તેનું ધ્યાન હટી ગયું હતું.

“શું કરું....!? મળી લઉં એને...!?” પોતાનાં બેડરૂમની બાલ્કનીમાં ઊભેલી પ્રતિક્ષા મનમાં બબડી “વિવેકને ખબર પડશે...! તો...એ....!”

ક્યાંય સુધી મળવું-ના મળવુંના વિચારોની ગડમથલમાં ખોવાયેલી પ્રતિક્ષાએ છેવટે સાડી બદલી જીન્સ ટી-શર્ટ પહેરી લીધાં અને ટીપીકલ અમદાવાદી ગર્લની જેમજ મોઢે દુપટ્ટો બાંધી એક્ટિવાં લઈને આર્મી કેંન્ટોનમેંન્ટ તરફ જવાં નીકળી પડી.

***

“બોલો...!? કોનું કામ છે...!?” આર્મી કેંન્ટોનમેંન્ટના ગેટની સેક્યુરિટી કેબિનમાં બેઠેલાં બે સેકક્યુરિટી જવાનમાંથી એક જવાને કેબિનની બારીએ ઊભેલી પ્રતિક્ષાને પૂછ્યું.

“મારે અર્જુનને મળવું છે...!” પ્રતિક્ષાએ કહ્યું “અર્જુનસિંઘ....!”

“મેડમ...! કેંન્ટોનમેંન્ટમાં ત્રણ અર્જુનસિંઘ છે...!” એજ જવાન બોલ્યો “તમારે ક્યાં અર્જુનસિંઘને મળવું છે...!?”

“ઓહ...અ...હમણાં જેણે બેન્ક રોબરી રોકી હતી એ...!” પ્રતિક્ષા બોલી.

“મેડમ...! એમણે હવે કોઈ ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી દીધી છે...!”

“અરે...! હું છું...!” પ્રતિક્ષાએ પોતાનાં મોઢેથી દુપટ્ટો કાઢ્યો “જેણે અર્જુને બચાઈ’તી...!”

“ઓહ...મેડમ તમે છો...!” ઓલો જવાન ન્યૂઝમાં બેન્કની CCTV ફૂટેજમાં દેખાયેલી પ્રતિક્ષાને ઓળખી ગયો “સારું...સારું....!”

એટલું કહીને તે જવાને ઇન્ટરકોમનું રિસીવર ઉઠાવ્યું અને નંબર ડાયલ કર્યો.

“અર્જુનસિંઘને મળવા ઓલાં બેન્કવાળાં મેડમ આવ્યાં છે...!” જવાને સામેવાળાં ઓપરેટરને કહ્યું “અચ્છા...! ઠીક છે...!”

એટલું કહીને તેણે રિસીવર પાછું મૂક્યું અને પ્રતિક્ષાને કહેવાં લાગ્યો “મેડમ...અર્જુન સર તો મેચમાં છે...! બોક્સિંગ મેચ...!”

“ઓહ તો હવે...!?” પ્રતિક્ષા બોલી.

“તમારે મેચ જોવાં જવું હોય તો જઈ શકો છો...! પબ્લિક માટે ફ્રી એન્ટ્રી છે...!” જવાન બોલ્યો.

“કઈ જગ્યાએથી જવાનું....!?” પ્રતિક્ષાએ પૂછ્યું.

“આ બાજુ...! પાર્કિંગમાં એક્ટિવાં મૂકી દો...!” જવાને કેબિનમાંથી હાથ કરીને કહ્યું.

પ્રતિક્ષા પાછી પોતાનાં એક્ટિવાં ઉપર બેઠી અને સેલ મારીને આર્મી કેંન્ટોનમેંન્ટના ગેટમાંથી એક્ટિવાં પાર્કિંગ તરફ વળાવી લીધું.

***

“ઢીશુંમ.... ઢીશુંમ.... ઢીશુંમ....” બોક્સિંગ રિંગમાં અર્જુન પોતાની સામેનાં ઓપોનેંન્ટને એક પછી એક ધડાધડ પંચીસ મારી રહ્યો હતો.

સામેવાળો ઓપોનેંન્ટ પણ પોતાનાં બચાવમાં અર્જુનને પંચ મારી પ્રતિકાર કરી રહ્યો હતો. ઓપન બોક્સિંગ મેચ હોવાથી કોઈપણ પ્રકારના હેડગાર્ડ વિના બંને બોકસરો મેચ રમી રહ્યાં હતાં. ધડાધડ પંચ ઉપર પંચ મારતાં બંનેના ચેહરા લોહીલુહાણ હતાં. અર્જુનના નાક અને આંખની જોડેથી બ્લડ નીકળી રહ્યું હતું. આમ છતાંપણ લોહીની પરવા કર્યા વિના અને સહેજ પણ મચક આપ્યાં વિના અર્જુન પ્રહાર ઉપર પ્રહાર કરી રહ્યો હતો.

લોહી અને પરસેવામાં નવાઈ ગયેલાં અર્જુનના કસાયેલાં

“ધાડ....ધાડ...!” અર્જુન જાણે ગુસ્સે થયો હોય એમ ભયંકર જોરથી અને ઝડપથી સામેવાળાના મોઢાં ઉપર પ્રહારો કરવાં લાગ્યો.

અર્જુનના ચેહરા ઉપર એ ક્રૂરતાભર્યા ભાવો જોઈને પ્રતિક્ષા ધ્રુજી ઉઠી. તેણીનું આખું શરીર ડરથી કાંપી ઉઠ્યું.

“ના....આવું ના હોય શકે....!” પાછાં પગલે જતાં-જતાં પ્રતિક્ષા ભીની આંખે બબડી “આ મારો અર્જુન નથી....આ મારો અર્જુન નથી...! આ ...આ...મારો અર્જુન ના હોય શકે....!”

અર્જુનનું એ ભયાનક રૌદ્ર સ્વરૂપ જોઈને ડઘાઈ ગયેલી પ્રતિક્ષા પાછી ફરી અને ઉતાવળા પગલે ત્યાંથી નીકળી ગઈ.

***

“ધાડ...ધાડ...!” ઘરે આવી ગયેલી પ્રતિક્ષા મોડી રાત્રે બેડમાં સૂતી હતી. ખાસ્સો પ્રયત્ન કર્યા છતાં પ્રતિક્ષાને બોક્સિંગ રિંગમાં જંગલીની જેમ મારુઝૂડ કરી રહેલો લોહીથી લથબથ અર્જુનજ દેખાઈ રહ્યો હતો.

બેડમાં પડખાં ફેરવતાં-ફેરવતાં પ્રતિક્ષા છેવટે થાકી અને બેઠી થઈ. વચ્ચે સૂતેલાં આર્યન અને તેની બાજુમાં સૂતેલાં વિવેકને એક નજર જોઈને પ્રતિક્ષા છેવટે બાલ્કનીમાં આવી. બાલ્કનીની પેરપેટે હાથ ટેકવીને પ્રતિક્ષા ઉપર આકાશ તરફ તાકી રહી.

“શું કહું અર્જુન....!” આકાશ તરફ જોઈ રહીને પ્રતિક્ષા પોતાની સાથેજ વાત કરી રહી “તું આવો થઈ જઈશ...! એવી કલ્પનાં પણ નહોતી કરી...!”

અર્જુન વિષે વિચારતી-વિચારતી પ્રતિક્ષા છેવટે લગભગ તેર-ચૌદ વર્ષ પહેલાંનાં કોલેજનાં છેલ્લાં વર્ષનાં એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

***

લગભગ ચૌદ વર્ષ પહેલાં...

“અર્જુન...! કેટલે રહ્યો તું...!?” પ્રતિક્ષાએ અર્જુનને મેસેજ કર્યો.

છેલ્લાં સેમેસ્ટરની એક્ઝામનું પેપર પૂરું કરીને પ્રતિક્ષા તેની બહેનપણીઓ સાથે કોલેજનાં કમ્પાઉન્ડમાં ઊભી હતી. એક્ઝામનો ટાઈમ પૂરો થવાં આવ્યો હોવાં છતાંય અર્જુન હજી સુધી પેપર લખીને આવ્યો નહોતો.

શહેરનાં જાણીતાં ધનાઢ્ય શેયર બ્રોકરની એકની એક સ્વરૂપવાન દીકરી પ્રતિક્ષા કોલેજનાં બીજાં વર્ષમાં લોઅર મિડલ ક્લાસનાં અર્જુનનાં પ્રેમમાં પડી હતી.

“અરે યાર પ્રતિક્ષા....! કેટલીવાર હજી...!” પ્રતિક્ષાની બહેનપાણી રેણુ બોલી “આ અર્જુન કેટલો સ્લો છે યાર...!”

“અરે પણ...! એક મિનિટ...!” પ્રતિક્ષાએ છેવટે અર્જુનનો નંબર ડાયલ કરી દીધો.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” અર્જુનનાં ફોનની રિંગ વાગી રહી.

“અરે હાં...હાં....!” ત્યાંજ અર્જુન કોલેજનાં બિલ્ડીંગ બાજુથી દોડતો આવ્યો “પતી ગયું પેપર..!”

“અર્જુન....આટલી બધીવાર....!” ચિડાયેલી પ્રતિક્ષા પોતાની કમર ઉપર હાથ મૂકીને બોલી “હું ક્યારની રાહ જોવું છું...!”

“સોરી...સોરી...!” એવરેજ હાઈટ અને મધ્યમ બાંધાનું શરીર ધરાવતો અર્જુન આમતો દેખાવમાં સાવ સામાન્ય છોકરો હતો. પણ પ્રતિક્ષા તેનાં સરળ સ્વભાવ તરફ આકર્ષાઈ હતી અને તેનાં પ્રેમમાં પડી હતી.

“શું સોરી...! આટલું બધુ શું લખવાનું યાર...!?” પ્રતિક્ષા એવાંજ ચિડાયેલાં સ્વરમાં બોલી.

“અરે તું પૈસાંવાળી છે....!” અર્જુન ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “મારે તો મારાં કરિયરનો સવાલ છે..!”

“અરે શું કરિયરનો....! હજીતો કાલે છેલ્લું પેપર બાકી છે યાર...!” પ્રતિક્ષા બોલી.

“હાં...તો.....! કાલે પણ આટલોજ ટાઈમ થશે...!” અર્જુન ઘમંડથી બોલ્યો “આફ્ટર ઑલ...! હું કોલેજનો ટોપર છું...!”

“હાં હવે...! ટોપરવાળા...!” પ્રતિક્ષા બોલી અને પછી પોતાની બહેનપણીઓ સામે જોયું “હવે તમે લોકો કેમ ઊભાં છો...! જાવને અહિયાંથી...જ્યાં જવાનું હોય ત્યાં...!?”

એટલું કહીને પ્રતિક્ષાએ આંખ મારી ઈશારો કર્યો. અગાઉથી કરેલું પ્લાનિંગ બધી બહેનપણીઓ સમજી ગઈ અને ત્યાંથી ઉતાવળા પગલે રવાના થઈ ગઈ.

“ક્યાં જાય છે આ લોકો...!?” અર્જુને કુતૂહલવશ પૂછ્યું.

“ક્યાંય નઈ...! તું એ છોડ...!” પ્રતિક્ષા બોલી “ચલ જલ્દી....! મૂવી જોવાં જઈએ....!”

“હેં...!? મ...મૂવી...!? અત્યારે...!?” અર્જુન ચોંકી ગયો “પ...પણ કાલે છેલ્લું પેપર છે એનું રિવઝન...!?”

“અરે મુકને હવે....!” પ્રતિક્ષા મોઢું બગાડીને બોલી અને અર્જુનનું બાવડું પકડીને ખેંચવાં લાગી “ભણીને કોનું ભલું થયું છે...!”

“શું બોલે છે તું યાર...!?”

“જો...મેં ટિકિટ પણ બૂક કરી લીધી છે...! મારે કોઈ નાટક નાં જોઈએ...! આપદે મૂવી જોવાં જઈએ છે એટ્લે જઈએ છે બસ...! ધેટ્સ ફાઇનલ...!”

બોલતાં-બોલતાં પ્રતિક્ષા અર્જુનને પોતાની કાર પાસે ખેંચી લાવી.

“ચલ બેસ અંદર....જલ્દી....!” પ્રતિક્ષા બોલી અને કારની ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ.

અર્જુન કમને તેણીની બાજુની સીટમાં ગોઠવાયો.

“પહેલાં મૂવી જોઈશું...! પછી ડિનર...!” પ્રતિક્ષા બોલી.

“પણ હજીતો સવા ત્રણ થયા છે...!” અર્જુન પોતાનાં કાંડે બાંધેલી વૉચમાં ટાઈમ જોઈને બોલ્યો “ત્રણ કલ્લાકની મૂવી ગણું....! તોય સાડાં છ થાય...! પછી એટલું જલ્દી ડિનર...!?”

“સવાં ચાર વાગ્યાનો શૉ છે...!” પ્રતિક્ષા કારનો સેલ મારીને બોલી “સાડાં સાતે પતશે...! એટ્લે ડિનરનો ટાઈમ થઈ જશે...!”

“ઓહ...! તો આખો કલ્લાક ક્યાં કાઢશું...!?” અર્જુને પૂછ્યું.

“મોલમાં....!” પ્રતિક્ષા બોલી અને કાર પાર્કિંગમાંથી બહાર કાઢી રોડ ઉપર ચલાવી લીધી “મારે થોડી શોપિંગ કરવી છે...!”

“અરે બાપરે...!” અર્જુન મનમાં બબડ્યો.

“ડોન્ટ વરી ડાર્લીંગ...!” પ્રતિક્ષા અર્જુનનાં પરેશાન ચેહરાને જોઈને બોલી “તારે કોઈજ ખર્ચો નથી કરવાનો...! હમ્મ...!”

ધનાઢ્ય હોવાથી પ્રતિક્ષા હમેશાં પોતાનાં પૈસાંનો રુઆબ અર્જુન ઉપર રાખતી. ગમે ત્યાં શોપિંગ, મૂવી, લંચ કે ડિનર માટે જવાનું હોય કે કોઈ પાર્ટી કરવાની હોય, કાયમ પ્રતિક્ષાજ ખર્ચો કરતી.

“હું થોડું વાંચી લઉં...! આવતીકાલનાં પેપરનું...!?” ખોળાંમાં મૂકેલી પોતાની બેગપેક ઉપર હાથ મૂકીને અર્જુન બોલ્યો.

“શું યાર તું પણ...!” કાર ચલાવી રહેલી પ્રતિક્ષા ચિડાઈ “હું આટલું મસ્ત પ્લાન કરીને બેઠી છું...! એની કશું વાત નથી કરતો...! અને પેપરની પંચાત કરે છે તું...!”

“પણ પ્રતિક્ષા....! મેં બહુ મહેનત કરી છે યાર...! માર્ક્સ સારાં નઈ આવેતો જોબ પણ જેવીતેવી મલશે...!” અર્જુને દલીલ કરી.

“એ ઈડિયટ...! જોબથી કઈં ઘર ચાલે....!? વાત કરે છે...!” પ્રતિક્ષા સહેજ તુચ્છ સ્વરમાં બોલી “જોબથી ફક્ત જરૂરિયાતો પૂરી થાય...! સપના નઈ...!”

“અમે મિડલ ક્લાસ છીએ પ્રતિક્ષા...!” અર્જુન હર્ટ થયો હોય એમ ધીરેથી બોલ્યો “અમારી જરૂરિયાતોજ અમારાં સપનાં હોય છે....! અને જરૂરિયાતો પૂરી કરવી એ સપનાં પૂરા કર્યા બરાબર છે...!”

મૌન થઈને અર્જુને સામે જોવાં માંડ્યુ. પ્રતિક્ષાને અફસોસ થયો હોય એમ તેણીએ એક નજર અર્જુન સામે જોયું.

“અરે...તું તો નારાજ થઈ ગયો...! I didn’t mean to hurt you…!” પ્રતિક્ષા અર્જુનને મનાવતી હોય એમ બોલી “અચ્છા...સોરી...બસ...! હવે મૂડનાં બગાડતો....! મેં તારાં સરપ્રાઈઝ પ્લાન કર્યું છે....!”

“શેનું સરપ્રાઈઝ....!?” અર્જુને કુતૂહલવશ પૂછ્યું.

“સરપ્રાઈઝ છે પાગલ...!” પ્રતિક્ષા હસી અને કારને ટોપ ગિયરમાં નાંખીને એક્સિલેટર દબાવી દીધું.

***

“અમ્મ...! આ પનીરની સબ્જી ઓસ્સમ છે યાર....!” કોળિયો ચાવતાં-ચાવતાં પ્રતિક્ષા બોલી.

મોલમાં શોપિંગ કર્યા પછી બંને એક મોંઘી હોટલમાં ડિનર કરવાં બેઠાં હતાં. અર્જુનની ના છતાં પણ પ્રતિક્ષાએ અર્જુન માટે પાંચ-છ જોડી મોઘાં કપડાં લીધાં હતાં. જમવા માટે હોટલ પણ પ્રતિક્ષાએ સારી એવી મોંઘી પસંદ કરી હતી.

“ધીરે-ધીરે ખાને...! આટલી શું ઉતાવળ છે....!” ઝડપથી જમી રહેલાં અર્જુન સામે જોઈને પ્રતિક્ષા બોલી “અરે જલ્દી ઘરે જઈને મારે વાંચવું છે...!” અર્જુન બોલ્યો

“જો પાછો...! કીધુંને...! એક્ઝામની ટેન્શન છોડ...!” પ્રતિક્ષા સહેજ મોઢું બગાડીને બોલી.

“તું સમજતી નથી...! મારાં માટે એક્ઝામમાં ટોપ કરવું જરૂરી છે...!”

“હાં બાપા...હું સમજી ગઈ...! બટ તું જેટલો સ્ટ્રેસ લઇશ પેપરમાં કોન્સનટ્રેશન એટલું ઓછું થશે...!” પ્રતિક્ષા બોલી “તું શાંતિથી જમીલે પહેલાં...!”

“હવે કઈશ તું...! શું સરપ્રાઈઝ છે...!?” જમી લીધાં પછી હાથ ધોવાનાં બાઉલમાં હાથ ધોઈ હાથ લૂંછતા-લૂંછતા અર્જુને પૂછ્યું.

“વેઇટર...!” પ્રતિક્ષાએ હોટલમાં કામ કરતાં એક વેઇટરને ઇશારો કરી બિલ લઇ આવવાં કહ્યું.

થોડીવાર પછી વેઇટરે એક નાના લેધરનાં ફોલ્ડરમાં બિલ લાવીને ટેબલ ઉપર મૂક્યું.

“લે...!” બિલનું ફોલ્ડર અર્જુન તરફ ધરીને પ્રતિક્ષા બોલી “તું બિલ પે કર બસ...!”

“હેં....શું...!?” ટેન્શનમાં આવી ગયેલાં અર્જુને માંડ-માંડ બિલનું ફોલ્ડર હાથમાં લીધું અને આજુબાજુ મોંઘી હોટલનું ડેકોરેશન જોયું.

મોટેભાગે કાંચનું ડેકોરેશન ધરાવતી હોટલ દેખાવમાં ભવ્ય અને મોંઘી લાગતી હતી.

“હું તો અહીંની ચ્હા પણ એફોર્ડ નાં કરી શકું..! તો પછી આટલું બધુ જમ્યાનું બિલ...!?” બંધ વાખેલાં ફોલ્ડર તરફ જોઈ રહીને અર્જુન મનમાં બબડ્યો. તેનાં માથાં ઉપર પરસેવાની હળવી બુંદો બાઝવાં લાગી.

“તો આજ સરપ્રાઈઝ હતું...!? મને બધાની વચ્ચે હ્યુમિલીએટ કરવાનું...!?” મલકાઈ રહેલી પ્રતિક્ષાનાં ચેહરા સામે જોઈને અર્જુનને પ્રશ્ન થયો.

“નાં..નાં...એ તો મને લવ કરે છે...! એ એવું નાં કરે...!” અર્જુન મનમાં બબડ્યો “તો પછી...!?”

“અરે ચલ...! બિલ પે કર....!” પ્રતિક્ષા જાણે મૂંછમાં હસતી હોય એમ પોતાનું હસવું દબાવીને બોલી.

“હં...હાં....!” બઘાઈ ગયેલા અર્જુને ધ્રૂજતાં-ધ્રૂજતાં ફોલ્ડર ખોલ્યું.

“હે ભગવાન....!” ફોલ્ડરની અંદર પડેલું બિલનું કાગળ જોઈને અર્જુનથી બોલાઈ જવાયું.

બિલ જેવાં દેખાતાં ચોરસ સફેદ કાગળમાં મરોડદાર અક્ષરમાં લખેલું હતું-

“Arjun….Will you Marry me…!?”

-પ્રતિક્ષા

***