Rahashymay Parvart Shrunkhla - 1 in Gujarati Fiction Stories by Vishnu Dabhi books and stories PDF | રહસ્યમય પર્વત શૃંખલા - 1

Featured Books
Categories
Share

રહસ્યમય પર્વત શૃંખલા - 1



ભાગ :-1

આફ્રિકન સોલ્જર જેબ્રીન કાર્લ પોતાની ટુકડી સાથે જહાજ માં બેસે છે .અને જહાજ ના કમાન્ડર ને દરિયા માં આગળ જવા માટે કહેવા માં આવે છે.
તે વખતે દરિયો શાંત હતો.ચારે બાજુ શાંતિ છવાહેલિ હતી. આજે યાત્રા નો પહેલો દિવસ હતો .બધા યાત્રી ઓ ભેગા થઈ ને જેબ્રિન પાસે આવે છે. અને આગળ ની વાત કરે છે.
તે દિવસ ની સાંજ થવા આવી હતી અને બધા યાત્રી ભેગા થઈ ને ભોજન માટે ની તૈયારી કરે છે . સોલ્જર જેબ્રીન કાર્લ અને તેમના દોસ્ત બોર્નીવલ રાફ બંને વાતો કરતા હતા.
સાંજ નો સમય હતો. ચારે બાજુ શાંતિ અને અંધારું છવાતું હતું. ત્યારે જહાજ ના કમાન્ડરે આવી ને બોર્નીવલ ને જણાવ્યું કે જહાજ માં થોડી ખરાબી થઈ છે માટે આજ ની રાત આગળ ના ટાપુ પર વિતાવવી પડશે.
સોલ્જર પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો તેથી 20 કિમી દૂર આવેલ એક ટાપુ પર રહેવા માટે તૈયાર થયા. પહેલા દિવસ ની રાત માં તેઓ એ બીજું જહાજ મંગાવી લીધું .તે જહાજ ત્યાં સુધી પહોંચે તે માટે તેઓએ તે રાત ટાપુ પર ગુજારવા માટે તે ટાપુ પર પહોંચે છે.
બધા યાત્રી ઓ જહાજ માંથી બહાર આવી ગયા હતા. સોલ્જર જેબ્રીન અને બોર્નીવલ બંને ઓ એ એક ચોખ્ખી અને સમતલ જગ્યા પર પોતાના તંબુ બાંધ્યા.લોકો પોતે ભોજન બનાવી ને જમી લીધું. રાત ના અંધારા માં સોલ્જર અને બોર્નીવલ બંને એક બીજા સાથે બહાર નીકળી જાય છે.અને તે અંજાન ટાપુ પર થોડે દૂર જઈ ને બેસી જાય છે.

જેબ્રીન કહે છે કે દોસ્ત આપણે બધા થી જુદું કરવું છે. થોડીવાર માં થોડાક લોકો જાગી જાય છે અને સોલ્જર અને બોર્નીવલ ને સોધવા લાગે છે. આમ થતાં બધા યાત્રી ઓ જાગી જાય છે અને સોલ્જર અને તેમના દોસ્ત ને શોધવા નીકળી જાય છે . રાત નું અંધારું હતું બધા લોકો પાંચ પાંચ ની ટુકડી બનાવી દે છે. અને સોલ્જર અને તેમના દોસ્ત ને શોધવા માટે જાયછે.
એક ટુકડીમાં હિંમત નામ નો એક યુવાન હતો તે તે ટુકડી ની આગળ ચાલતો હતો. તે સોલ્જર ને શોધતા શોધતા દૂર નીકળી જાય છે. તેઓ ની સામે એક મોટી ઝાડી આવે છે .તે માંથી થોડોક થોડોક આવાજ આવતો હોય તેમ જણાયું. રાત નું અંધારું હતું.કશું દેખાતું ન હતું .તે ટુકડી માનો એક યુવાન નીચે પડી જાય છે. તેમના કિસ્મત સારા હતા તેથી તેમને એમ બુઝાયલી મશાલ મળી આવી.
હિંમતે તે મશાલ ને બે પથ્થર થી સળગાવી તેથી થોડુક અજવાળું થયું. તેઓ એ તે ઝાડી માં આગળ વધ્યા.અને જઇ ને જુવે છે તો ચારે બાજુ થી દુર્ગંધ આવતી હતી અને ચારે બાજુ હાડ અને માંસ પડેલું હતું. એવું લાગતું હતું કે હમણાંજ કોઈ જાનવર અહીંયા ભોજન કરવું હતું. તેમ સમજી ને તેઓ આગળ વધ્યા. આગળ એક રાક્ષસ બેઠો હતો. તેમના હાથ અને મુહ ખૂન થી રંગાહેલા હતા.
હિંમત ને લાગ્યું કે આ રાક્ષસે આપણા સોલ્જર અને તેમના દોસ્ત ને મારી નાખ્યાં છે.

પણ સોલ્જર અને તેમના દોસ્ત બંને વાતો કરતા હતા.એક બાજુ બધા યાત્રી ઓ ગભરાવા કે હવે આપણે શું કરીએ. આપણે આપણા સોલ્જર ને શોધવા જરૂરી છે.
બીજી બાજુ તે હિંમતે એક પથ્થર લઇ ને જોર થી તે રાક્ષસ ની તરફ ફેંક્યો. તે પથ્થર રાક્ષસને વાગતા જ તે જોશ થી ઉભો થયો. અને જોર જોર દહાડવા લાગ્યો. તેને કશું દેખાતું ન હતું એ હિંમત માટે સારું હતું .
તે રાક્ષસ ગુસ્સા થી ભડકવા લાગ્યો અને મોટા મોટા પથ્થરો જોશ જોશ થી પછાડવા લાગ્યો.