Anant Safarna Sathi - 21 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 21

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 21

૨૧.શિક્ષણ



રાધિકા શ્યામનાં ગયાં પછી રશ્મિ સાથે ક્લાસમાં ગઈ. પણ આજ તેનું લેક્ચરમાં ધ્યાન જ ન હતું. તેનાં કાનમાં શ્યામનાં શબ્દો જ ગુંજી રહ્યાં હતાં. બંને વચ્ચે પ્રેમની કૂંપળ ફૂટી ગઈ હતી. જેને જાહેર કરવાં શબ્દોની જરૂર ન હતી. બસ લાગણીઓ જ કાફી હતી.
"હેય, કોનાં વિચારોમાં ખોવાઈ ગઈ??" રાધિકાને વિચારોમાં ખોવાયેલી જોઈને રશ્મિએ તેને કોણી મારીને પૂછ્યું.
"શ્યામમમ..." રાધિકા એક સ્મિત સાથે બોલી ઉઠી. તેનાં ચહેરાં પરનું સ્મિત જોઈને તો રશ્મિ પણ જાણે ખુશ થઈ ગઈ. રાધિકા જેવી જીદ્દી અને લડાકૂ છોકરીને પણ ક્યારેક પ્રેમ થઈ જાશે. એવું રશ્મિએ વિચાર્યું ન હતું. પણ આજે એવું બની ગયું હતું. એ જાણીને રશ્મિ પણ ખુશ હતી.
કોલેજેથી છૂટીને રાધિકા કોલેજ પાર્કિંગમાં પડેલી પોતાની એક્ટિવા પાસે આવી. રશ્મિ પણ તેની પાછળ પાછળ આવી. રાધિકાને કંઈક યાદ આવતાં તેણે રશ્મિને કહ્યું, "આજે સાંજે આઈસ્ક્રીમ ખાવાં જવાનું છે. તો તું પણ સાથે આવજે. આપણે અત્યારે સીધાં દીદુનાં બુટિક પર જ જઈએ. હજું તારે તેમની લવ સ્ટોરી સાંભળવાની પણ બાકી છે."
"મતલબ તેમને શિવ મળી ગયો??" રશ્મિએ ખુશીથી ઉછળીને પૂછ્યું.
"હાં, હવે જલ્દી ચાલ." રાધિકાએ એક્ટિવા પર બેસીને કહ્યું.
"એક મિનિટ, પહેલાં ઘરે કોલ કરીને જણાવી દઉં. પછી પહેલાં મોલમાં જઈને દીદુ માટે કોમ્પિટિશનની જીતની ખુશીમાં એક ગિફ્ટ લઈએ. પછી બુટિક પર જાશું." રશ્મિએ વિચારીને કહ્યું.
"નાઈસ આઈડિયા, હું પણ એક ગિફ્ટ લઈ જ લઈશ." રાધિકાએ ખુશ થતાં કહ્યું.
"શ્યામ માટે??" રશ્મિએ રાધિકાને પરેશાન કરવાનાં ઈરાદાથી પૂછ્યું.
"નહીંઈઈ...દીદુ માટે. મેં પણ હજું તેમને કંઈ આપ્યું નથી. રચુ કહેતી હતી. તેણે અને દીદુનાં બુટિકનાં બધાં લોકોએ દીદુને બુકે આપીને તેમને કોન્ગ્રેચ્યુલેટ કર્યા." રચનાએ રાધિકાને મેસેજ કરીને જાણ કરી હતી. એ યાદ આવતાં જ રાધિકાએ કહ્યું. રચના ઉંમરમાં રાધિકાથી મોટી હતી. છતાંય પ્રેમથી એ રચનાને રચુ જ કહેતી. કેમ કે રચના અને રાધિકા વચ્ચે દોસ્તીનો સંબંધ પણ હતો.
રશ્મિએ તેની ઘરે કોલ કરી દીધો. પછી રાધિકા સાથે મોલમાં જવાં નીકળી પડી. બંનેએ મોલમાં જઈને રાહી માટે ગિફ્ટ ખરીદી. પછી બુટિક પર આવી પહોંચી. રાહી તેની કેબિનમાં બેઠી હતી. બંને તરત જ કેબિનમાં પહોંચી ગઈ. રાહી કેબિનમાં ઉભી ઉભી કંઈક કરી રહી હતી. રાધિકાએ પાછળથી જઈને તેની આંખો આડે હાથ રાખી દીધાં.
"રાધુ, બસ કર. મને ખબર છે તું જ છે." રાહીએ રાધિકાનાં હાથ આંખો આડેથી હટાવીને કહ્યું. તો રાધિકાએ મોં ફુલાવી લીધું.
"દીદુ, તમે દર વખતે ઓળખી જાવ છો." કહેતાં રાધિકા મોઢું ફુલાવીને ચેર પર બેસી ગઈ.
"કેમ નાં ઓળખું!? તું મારી બહેન છે. મેં તને નાનપણમાં મારી ગોદમાં બેસાડીને રમાડી હતી." રાહીએ પોતાની ચેર પર બેસીને હસીને કહ્યું. ત્યાં જ તેની નજર રશ્મિ પર પડી. તો રાહીએ તેની સામે જોઈને કહ્યું, "અરે રશ્મિ, તું પણ આવી છે. બહું દિવસો પછી આવી."
"હાં દીદુ, તમારી જીતની ખુશીમાં તમારાં માટે ગિફ્ટ પણ લાવી છું." રશ્મિએ પોતાનાં હાથમાં રહેલ ગિફ્ટ બોક્સ રાહી તરફ લંબાવીને કહ્યું.
"દીદુ, હું પણ લાવી છું." અચાનક જ રાધિકાએ ઉછળીને કહ્યું. રાહી બંને પાસેથી ગિફ્ટ લઈને બંનેને ભેટી પડી. રશ્મિ પણ રાધિકાની જેમ જ રાહીને દીદુ જ કહેતી. રાહી પણ રશ્મિને એક બહેનની જેમ જ રાખતી. રશ્મિ ઘણાં સમય પછી રાહીનાં બુટિક પર આવી હતી. તો એ રાહીએ બનાવેલાં ડિઝાઈન જોવાં લાગી. પછી ત્રણેય વાતોએ વળગી. થોડીવાર વાતો કર્યા પછી રાહી પોતાનાં કામે લાગી ગઈ. તે ઘણાં દિવસો પછી ફરી બુટિક પર આવી હતી. તો કામ પણ ઘણું હતું.


લખનૌ
રેડ લાઈટ એરિયા
સમય: બપોરનાં ૦૩:૦૦

ચંદાબાઈ તેનાં રૂમમાં કંઈક વિચારતી બેઠી હતી. શિવાંશનાં લીધે તેને જે નુકસાન થયું. એ તે હજું સુધી ભૂલી ન હતી. આજ સુધી ચંદાબાઈનાં કામમાં કોઈએ અડચણ ઉભી કરવાની હિંમત કરી ન હતી. હાં, એ વાત અલગ હતી કે શિવાંશ એ જાણતો ન હતો કે તેણે જે છોકરીઓને છોડાવી. એ બધી ચંદાબાઈએ ખરીદી હતી. (એક સ્ત્રી કોઈ વસ્તુ નથી. જેને ખરીદી કે વહેંચી શકાય. પણ આ દુનિયાનું એ એક કડવું સત્ય છે, કે આજે પણ લોકો સ્ત્રીને માત્ર થોડાંક રૂપિયા માટે ખરીદે છે અને તેને એવી જગ્યાએ વહેંચી દેવામાં આવે છે. જ્યાં તેની મરજી વિરુદ્ધ તેનાં શરીર સાથે રમત રમવામાં આવે છે. જે એક સ્ત્રીને ક્યારેય મંજૂર હોતું નથી.)
"આપસે કોઈ મિલને આયા હૈ." ચંદાબાઈ લાકડાંની રોકિંગ ચેર પર તેને આગળ પાછળ હલાવતી બેઠી હતી. ત્યારે અચાનક જ કોઈએ આવીને કહ્યું.
"ઉસે કહો મુજે કિસી સે નહીં મિલના હૈં." ચંદાબાઈએ કડક શબ્દોમાં નાં પાડતાં કહ્યું.
"બંદા આપકે કામ કા હૈ. આપ ઈસ વક્ત જીસ વજહ સે પરેશાન હૈં. ઉસ પરેશાની કો વહી દૂર કર સકતા હૈ." દરવાજે ઉભેલાં વ્યક્તિએ ચહેરાં પર ગંદુ હાસ્ય રેલાવતાં કહ્યું.
"મતલબ ક્યાં હૈં તુમ્હારા કેશવ??" ચંદાબાઈએ ગંભીર ચહેરે પૂછ્યું.
"બહાર જો આયા હૈ. વો હમારા બહુત બડા ફાયદા કરવાં શકતાં હૈં." કેશવે ચહેરાં પર સ્મિત સાથે કહ્યું.
"ઠીક હૈં, ઉસે અંદર ભેજો." ચંદાબાઈએ વિચારીને કહ્યું.
કેશવ ત્યાંથી જતો રહ્યો. થોડીવારમાં એક લાંબી દાઢી, કાળો કુર્તો અને કાળી પંજાબી સલવારમાં સજ્જ વ્યક્તિ અંદર આવ્યો. મૂછોનાં આંકડા ચડાવેલા હતાં. જમણાં હાથમાં ચાંદીનું કડું પહેરેલું હતું. એ જ હાથમાં એક સૂટકેસ પકડેલી હતી.
"આઈયે બૈઠીયે, હમ આપકી ક્યાં સેવા કર સકતે હૈં??" ચંદાબાઈએ તેનાં ઓરડાનાં ટેબલ પર પડેલી એક પેટીમાંથી લખનૌના અકબરી ગેટનાં ચોક પર મળતાં અઝહર ભાઈ કા શાહી પાન શોપનું પાન કાઢીને મોઢામાં મૂકતાં કહ્યું.
"આપકો સબ પતા હી હૈં. તો બિના વક્ત જાયા કિયે આગે બાત કરતે હૈં. મેરા નામ પઠાન હૈં. મુજે તીસ લડકિયા સરહદ પાર ભીજવાની હૈં. લેકિન દો બાર પુલિસને મેરી લડકિયો કો પકડ લિયા હૈં. તો તીસરી બાર મૈં અપના નુકસાન નહીં કરવા શકતાં. આપકે બારે મેં બહુત સુના હૈં. તો આપ સે એક છોટી સી મદદ ચાહિયે થી." પઠાને સીધી મુદ્દાની વાત કરી.
"લેકિન મેરે બારે મેં આપકો બતાયા કિસને??" ચંદાબાઈએ કંઈક વિચારીને પૂછ્યું.
"આપકે બારે મેં કૌન નહીં જાનતા. ફિર ભી બતા દેતાં હૂં. ડાંસ બાર ચલાનેવાલે કાલુને મુજે પરેશાન દેખા. તો ઉસી ને આપકે બારે મેં બતાયા કિ આપ મેરા કામ ચુટકી બજાતે કર સકતી હૈં." પઠાને કાલુનું નામ આપીને ચંદાબાઈનાં મનની શંકા દૂર કરી.
"લેકિન ઈસમે મેરા ક્યાં ફાયદા હોગા??" ચંદાબાઈએ બીજાં સવાલનું તીર છોડ્યું.
"આપ એક બાર લડકિયા ભીજવા દિજીયે. પાર્ટી બહુત બડી હૈ. જો ભી રકમ આયેંગી આધી આધી બાટ લેંગે." પઠાને આરામથી ચેર પર બેસીને કહ્યું. એ સાથે જ ચંદાબાઈએ કહ્યું, "ઠીક હૈં, મુજે સૌદા મંજૂર હૈં. આપ આજ રાત કો લડકિયા લેકર આ જાઈયે. ફિર લડકિયા આજ રાત કો હી સરહદ પાર ભેજને કે લિયે રવાનાં કર દેંગે ઔર સાથ મેં જશ્ન કરેંગે."
"બહુત બહુત શુક્રિયા, મેં રાત કો દશ બજે હી લડકિયા લેકર આ જાઉંગા." પઠાને પણ ખુશ થતાં કહ્યું. તે ઉભો થઈને દરવાજા તરફ આગળ વધ્યો. ત્યાં જ ચંદાબાઈએ તેને રોકતાં કહ્યું, "આયે હૈં તો કુછ દેર મઝા કર લિજિયે."
"જી જરૂર, કોઈ બઢિયા લડકી દિખાઈયે. તો દો બાર નુકસાન હોને કી વજહ સે દિમાગ ખરાબ હુઆ હૈં. વો કુછ ઠીક હો પાયે." પઠાને ગંદુ હસીને કહ્યું.
"કેશવ, ઉસ વિભૂતિ કો બોલ તૈયાર હો જાયેં. એક સાલ સે ઉસને કોઈ ફાયદા નહીં કરવાયા હૈં. આજ બોલ ઉસે કી કોઈ નખરે નાં કરે. વર્ના આજ હી ઉસે ગોલી સે ઉડા દૂંગી." ચંદાબાઈએ કેશવને હુકમ કરતાં કહ્યું. કેશવનાં જતાં જ ચંદાબાઈએ પઠાન સામે જોયું અને કહ્યું, "કેશવ વાપસ આયે તબ તક આપ આરામ સે બૈઠિયે. ઔર હાં જીસ લડકી કે બારે મેં અભી મૈંને બાત કી વો એકદમ ચોખ્ખાં માલ હૈં. તો તગડી રકમ દેની પડેગી." ચંદાબાઈએ હાથનાં ઈશારે રકમ શબ્દ પર ભાર આપતાં કહ્યું.
"યે ભી કોઈ કહને કી બાત હૈં. લિજિયે પૂરે તીન લાખ રૂપિયે...ઈતના શાયદ કાફી હોગા." પઠાને તેનાં હાથમાં રહેલી સૂટકેસમાંથી પાંચસોની નોટની છ થપ્પીઓ કાઢીને ચંદાબાઈ સામે પડેલાં ટેબલ પર મૂકીને કહ્યું.
"યે તો પાગલ લગતાં હૈં. ખેર મુજે ક્યાં, મેરા તો ફાયદા હી હૈં. જીતનાં પૈસા કસ્ટમર તીન ચાર બાર મેં દેતાં હૈં. ઈસને એક બાર મેં હી દે દિયા. અબ તો લગતાં હૈં વિશ્વાસ કો છોડ ઈસકે સાથ કામ કરના શુરૂ કર દેના ચાહિયે." ચંદાબાઈ રૂપિયાની થપ્પીઓ હાથમાં લઈને તેને પોતાનાં હોંઠો વડે ચૂમીને મનોમન જ બોલવાં લાગી.
"ચલિયે આપકે મન બહલાને કા વક્ત હો ગયાં." અચાનક જ કેશવે આવીને કહ્યું. તો પઠાન ઉઠીને તેની સાથે ચાલતો થયો. કેશવ ચંદાબાઈનાં ઓરડાની બહાર નીકળીને થોડે દૂર આવેલાં એક ઓરડા સામે ઉભો રહી ગયો. પઠાન પણ તેની પાછળ પાછળ આવીને એ ઓરડાની સામે પહોંચીને અટકી ગયો.
"અંદર જાકર મજે કિજિયે." કેશવે હસીને પઠાનને કહ્યું. અને ત્યાંથી જતો રહ્યો. પઠાન એક ઉંડો શ્વાસ લઈને અંદર ગયો. ઓરડાની અંદર એક ચાલીસેક વર્ષની સ્ત્રી લાલ રંગની સાડીમાં કોઈ દુલ્હનની માફક તૈયાર થઈને ઉભી હતી. પઠાને અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી લીધો.
કેશવ ફરી ચંદાબાઈનાં ઓરડામાં આવી પહોંચ્યો. ચંદાબાઈ પઠાને આપેલાં રૂપિયા ગણી રહી હતી. કેશવ એ જોતો ચહેરાં પર સ્મિત સાથે ઉભો રહી ગયો. ચંદાબાઈએ તેની તરફ એક ત્રાંસી નજર કરીને પૂછ્યું, "વિભૂતિ કો અચ્છે સે સમજા દિયા થા ના?? દેખ યે આદમી બડે કામ કા હૈં. યે યહાં સે હતાશ હોકર નહીં જાના ચાહિયે."
"મૈંને ઉસે સબ સમજા દિયા હૈં. ફિર આજ દિનેશ ભી નહીં હૈં. તો કોઈ ગરબડ નહીં હોંગી." કેશવે કહ્યું. ત્યાં જ ચંદાબાઈ રૂપિયાની થપ્પીઓ લઈને તેનાં ઓરડામાં બનેલાં લાકડાનાં કબાટ તરફ આગળ વધ્યાં. તો કેશવે કહ્યું, "મેડમ ઉસ આદમી કો મૈં લેકર આયા થા. જીસને આપકો યે પૈસે દિયે હૈં."
"હાં,તો??" ચંદાબાઈએ કેશવ સામે જોઈને પૂછયું.
"તો...કુછ નહીં... મૈં...તો બસ..." કેશવ અટકી અટકીને બોલવાં લાગ્યો. તો ચંદાબાઈએ તેને અટકાવીને કહ્યું, "બસ બસ, રહને દે. સબ સમજતી હૂં. યે લે દશ હજાર...ચંદાબાઈ ઇતની ભી બેરહમ નહીં હૈં. જો કોઈ ઉસકા ફાયદા કરવાયે ઉસે ખુશ નાં કર સકે."
કેશવે તરત જ ચંદાબાઈનાં હાથમાંથી દશ હજાર રૂપિયા લઈ લીધાં. એ સાથે જ તેનાં ચહેરાં પર સ્મિત ફરી વળ્યું. ચંદાબાઈ બાકીનાં રૂપિયા કબાટમાં મૂકીને તેની ચેર પર બેઠી. એ સાથે જ તેણે એક મેસેજ લખીને કોઈકને સેન્ડ કર્યો.
"વો દિનેશ કબ આ રહા હૈં?? ઉસકા કોઈ ફોન વોન આયા યા નહીં??" ચંદાબાઈએ કેશવ સામે જોઈને પૂછયું.
"મૈં આ ગયાં મેડમ." કેશવ કંઈ બોલે એ પહેલાં જ દરવાજેથી એક અવાજ ચંદાબાઈનાં કાને પડ્યો. ચંદાબાઈ સહિત કેશવે પણ દરવાજા તરફ જોયું. દરવાજા પર દિનેશ ઉભો હતો.
"કામ હો ગયાં??" ચંદાબાઈએ દિનેશ સામે જોઈને પૂછયું.
"હાં મેડમ, સબ અચ્છે સે હો ગયાં. વો અભી જેલ મેં હૈં." દિનેશે અંદર આવીને કહ્યું. ચંદાબાઈનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. અચાનક જ એ જોરજોરથી હસવા લાગી.
"મેડમ, અબ મૈં વિભૂતિ સે મિલ આઉં??" અચાનક જ દિનેશે પૂછ્યું.
"અરે રુક, તુને ઈતના બડા કામ કિયા હૈં. થોડી દેર આરામ કર લે. ફિર મુજે તુમ્હે કુછ દેના હૈં." કહેતાં જ ચંદાબાઈએ કેશવને ઈશારો કર્યો. એ તરત જ ઉતાવળે પગલે બહારની તરફ ભાંગ્યો અને તરત જ વિભૂતિનાં રૂમ પાસે આવીને અટક્યો.
"સાહબ, આજ હી સારી કસર પૂરી કરોગે ક્યાં?? દૂસરે લોગ ભી ખડે હૈં. જલ્દી બાહર આઈયે." કેશવે દરવાજે ટકોરા મારીને કહ્યું. બે મિનિટમાં જ દરવાજો ખુલ્યો. પઠાનનાં ચહેરાં પર અલગ જ પ્રકારની ખુશી હતી. એ જોઈને કેશવે કહ્યું, "લગતાં હૈં અબ આપકા મૂડ કુછ જ્યાદા હી અચ્છા હો ગયાં હૈં."
પઠાને ખિસ્સામાંથી એક બે હજારની નોટ કાઢીને કેશવ તરફ લંબાવીને કહ્યું, "હાં,ખુશ તો બહુત હૂં. જા તુ ભી એશ કર." કેશવને આજે એક પછી એક ફાયદો થઈ રહ્યો હતો. એટલે એ પણ ખુશ હતો. તેણે બે હજારની નોટને પોતાનાં હોંઠો વડે ચૂમીને ખિસ્સામાં મૂકી દીધી. પછી તરત જ ત્યાંથી જતો રહ્યો. પઠાન પણ તેનાં રસ્તે આગળ વધી ગયો.


અમદાવાદ
સમય: રાતનાં ૦૯:૦૦

રાહી આઈસ્ક્રીમ પાર્લરમાં બેઠી હતી. આજે રચનાએ બધાં માટે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. પછી તે પણ આવીને બધાંની સાથે બેઠી. ત્યાં જ ફરી પેલું મેલું ઘેલું ફ્રોક પહેરેલી છોકરી ત્યાં આવી પહોંચી. તેણે રાહી સામે નિર્દોષ સ્મિત કર્યું. તો રાહી ઉઠીને તેની પાસે ગઈ.
"ભાઈ આને પણ આઈસ્ક્રીમ..."
"દીદી, આજે આઈસ્ક્રીમ નથી જોઈતું." રાહી આગળ બોલે. એ પહેલાં જ છોકરીએ તેને વચ્ચે જ અટકાવીને કહ્યું.
"તો શું જોઈએ છે??" રાહીએ એ છોકરી સામે ઘુંટણિયાભેર બેસીને પૂછ્યું.
"મારે પુસ્તક, પેન એવું બધું જોઈએ છે. દીદી, મારે નિશાળે જવું છે. મારે પણ બીજાં છોકરાંઓની જેમ ભણવું છે. મારે મારાં મમ્મીની જેમ ઘરે ઘરે જઈને વાસણ સાફ નથી કરવાં. મારે ભણીને તમારી જેમ મેડમ બનવું છે. પોતાનું ઘર લેવું છે. જેમાં મારાં મમ્મી-પપ્પા આરામથી રહી શકે. તેમને કોઈ અપશબ્દો કહીને તેમનું અપમાન નાં કરી શકે. એવી જીંદગી મારે તેમને આપવી છે." છોકરીએ નાની ઉંમરમાં એવી એવી વાતો કહી કે રાહીની આંખો ભીની થઈ ગઈ. ત્યાં જ કાર્તિક, રચના, રાધિકા, રશ્મિ અને સ્વીટી પણ ત્યાં આવી પહોંચ્યાં. એ પણ આટલી નાની છોકરીનાં મોંઢે એવી વાતો સાંભળીને હેરાન હતાં. જે ઉંમરમાં તેનું ધ્યાન માત્ર રમત રમવામાં હોવું જોઈએ. એવાં સમયે જીંદગી તેની સાથે રમત રમી રહી હતી. નાની ઉંમરમાં જ એ છોકરી કેટલું લાંબુ અને ઉંડાણપૂર્વકનું વિચારી રહી હતી.
"તો તારે ભણવું છે??" રાહીએ કંઈક વિચારીને પૂછ્યું.
"હાં, તમે મને ભણાવશો??" છોકરીએ ચહેરાં પર એક સ્મિત સાથે પૂછ્યું.
"ચાલ પહેલાં આપણે આઈસ્ક્રીમ ખાઈએ. પછી આપણે તારાં મમ્મી-પપ્પા પાસે જઈને વાત કરીશું." રાહીએ કહ્યું. અને છોકરીનો હાથ પકડીને તેને આઈસ્ક્રીમ પાર્લરની અંદર ચેર પર બેસાડી દીધી.
રાહી પોતાનાં હાથે તેને આઈસ્ક્રીમ ખવડાવવા લાગી. છોકરી ખુશી ખુશી આઈસ્ક્રીમ ખાઈ રહી હતી. અને રાહી કંઈક વિચારી રહી હતી. જે રાધિકાએ નોટિસ કર્યું. પણ રાહી શું વિચારી રહી હતી? એ રાધિકા સમજી નાં શકી.
"દીદુ, રચના તેને આઈસ્ક્રીમ ખવડાવી દેશે. મારે તમારી સાથે બે મિનિટ વાત કરવી છે." અચાનક જ રાધિકાએ કહ્યું. રાહીએ આઈસ્ક્રીમનો કપ રચનાને આપ્યો. રાધિકા રાહીનો હાથ પકડીને તેને આઈસ્ક્રીમ પાર્લરની બહાર લઈ આવી.
"દીદુ, તમે શું વિચારી રહ્યાં છો?? તમે તે છોકરીને પછી વાત કરીશું એમ કહ્યું. તો તમે તેણે કહેલી વાત પર જરૂર કંઈક વિચાર્યું હશે. તો મને જણાવો તમે શું વિચાર્યું?" રાધિકાએ પૂછ્યું. તો રાહીએ સડક તરફ જોયું. જ્યાં સડકની બીજી બાજું બે-ત્રણ છોકરાંઓ ઉભાં હતાં. એ પણ ગરીબ ઘરનાં જણાતાં હતાં.
"મારો વિચાર એ છોકરીને એક સારી સ્કુલમાં ભણાવવાનો છે. જેનો ખર્ચ હું ઉપાડીશ. બસ એકવાર તેનાં મમ્મી-પપ્પા સાથે વાત કરી લઉં." રાહીએ કહ્યું. તો રાધિકા પણ ખુશ થઈ ગઈ. તે પણ કંઈક એવું જ વિચારી રહી હતી. પણ પહેલાં રાહીનો વિચાર જાણવાં માંગતી હતી.
"તો ચાલો શુભ કામની શરૂઆત કરી દઈએ." રાધિકાએ રાહીનો હાથ પકડીને તેને ફરી આઈસ્ક્રીમ પાર્લરની અંદર લઈ જતાં કહ્યું. જ્યાં બધાં તે બંનેની જ રાહ જોઈ રહ્યાં હતાં.
"ઓય.. અહીં આવ. પહેલાં તારું નામ તો જણાવ. પછી અમને તારી ઘરે લઈ જા." રાધિકાએ આઈસ્ક્રીમ પાર્લરની અંદર આવીને પેલી છોકરીને આવવાનો ઈશારો કરતાં કહ્યું.
"મારું નામ અનોખી છે. મારું ઘર આ સડકની બીજી બાજું જ છે. ચાલો તમે મારી પાછળ પાછળ આવો." અનોખીએ આગળ ચાલતાં થઈને કહ્યું.
"તું તારાં નામ મુજબ જ બધાં કરતાં કંઈક અનોખું કરીને બતાવીશ." રાહી મનોમન વિચારતાં અનોખી પાછળ ચાલતી થઈ.
અનોખી ત્રીસ મિનિટનાં અંતરે એક નાની એવી ઝુંપડી સામે ઉભી રહી ગઈ. આજુબાજુ એવી ઘણી બધી ઝુંપડીઓ હતી. રાહી એ બધી ઝુંપડીઓ જોવાં લાગી. ત્યાં અચાનક જ અનોખી ઝુંપડીની અંદર જતી રહી. અને તેની સાથે એક સ્ત્રી અને પુરુષને લઈને આવી.
"દીદી, આ મારાં મમ્મી-પપ્પા છે. સુરેશભાઈ અને સાવિત્રીબેન.."અનોખીએ તેનાં મમ્મી-પપ્પા તરફ ઈશારો કરીને કહ્યું. રાહીએ બે હાથ જોડીને તેમને નમસ્તે કર્યું. રાધિકા તો તેમનું ઘર અને તેમની હાલત જોઈને જ હેરાન હતી. બંનેનાં દૂબળાં પાતળાં શરીર પર મેલાં ઘેલાં ફાટેલાં કપડાં હતાં. ચહેરાં એકદમ મુરઝાયેલા હતાં. આજે તેમની હાલત જોઈને ચંચળ અને મોડાં સુધી મોંઘા પબમાં પાર્ટીઓ કરતી રાધિકાને પણ થઈ આવ્યું, કે તે રોજ પાર્ટી અને બિયર પાછળ કેટલાંય રૂપિયા ખર્ચી નાંખે છે. જે તેનાં માટે જરૂરી નથી. અને અનોખી અને તેનાં પરિવારને તો રહેવા સારું ઘર, પહેરવાં પૂરતાં કપડાં અને ખાવાં માટે એક ટંકનું ભોજન પણ મહામહેનતે મળતું હશે. એ જ વિચારીને રાધિકા પોતાનાં જીવનમાં આજે પહેલીવાર દુઃખી થઈ હતી.
"જી, તમે કોણ?? અનોખીએ કંઈ કર્યું છે??" સાવિત્રીબેને થોડાં પરેશાન અવાજે પૂછ્યું.
"નહીં, તેણે કંઈ નથી કર્યું. હું તો અહીં તમારી પરવાનગી માંગવા આવી છું." રાહીએ એકદમ શાંત સ્વરે કહ્યું.
"પરવાનગી?? પણ શાની??" આ વખતે પરેશાન ચહેરે ઉભાં સુરેશભાઈએ પૂછ્યું.
"અનોખી ભણવા માંગે છે. હું અનોખીને ઘણાં સમયથી ઓળખું છું. અહીં બાજુમાં જ એક આઈસ્ક્રીમ પાર્લર છે. ત્યાં અનોખી ઘણીવાર આવતી. ત્યારે હું તેને આઈસ્ક્રીમ લઈ આપતી. જ્યારે આજે મેં તેને આઈસ્ક્રીમ લઈ આપ્યું. તો તેણે આઈસ્ક્રીમ નાં લઈને મારી પાસે પોતે ભણવા માંગે છે. એવી ઈચ્છા જાહેર કરી. તો જો તમને કોઈ તકલીફ નાં હોય. તો હું અનોખીનાં ભણવાનો બધો ખર્ચ ઉઠાવીને તેને ભણાવવા માગું છું." રાહીએ કહ્યું.‌ તો સાવિત્રીબેન અને સુરેશભાઈ એકબીજાની સામે જોવાં લાગ્યાં. બંનેનાં ચહેરાં પર ખુશીની સાથે પરેશાનીનાં ભાવ પણ નજર આવી રહ્યાં હતાં. જે રાહી જોઈ સકતી હતી.
"તમારી સ્થિતિ અમે સમજીએ છીએ. અમે તમારી ઉપર કોઈ ઉપકાર નથી કરી રહ્યાં. મને તો લાગે છે અહીં રહેતાં દરેક બાળકને શિક્ષણની જરૂર છે. દરેક માઁ બાપનું સપનું હોય છે. તેનું બાળક મોટું થઈને પોતે જે ધંધો કરતાં હોય. તેને આગળ વધારે. પણ તમે જે કામ કરો છો. એ કામ તમારાં સંતાનો કરવાં નથી માંગતા. અને જ્યાં સુધી હું જાણું છું. તમે પણ તમારાં સંતાનો બીજાંની ઘરે જઈને કામ કરે. એવું નહીં ઈચ્છતાં હોય. તો અમે બસ તેમને શિક્ષણ આપીને તેમને પગભર થવામાં મદદ કરવાં માંગીએ છીએ. માત્ર અનોખી જ નહીં. અહીં રહેતાં બધાં જ બાળકોને શિક્ષણ આપીને તેનું ભવિષ્ય સુધારવા માંગીએ છીએ." આ વખતે રાધિકાએ કહ્યું. જેણે બહું આગળ પડતું જ વિચારી લીધું હતું. રાહીએ માત્ર અનોખી વિશે વિચાર્યું હતું. જ્યારે રાધિકાએ તો એ નાની એવી બસ્તીનાં બધાં બાળકો માટે વિચાર્યું હતું. જે કામ થોડું મોટું હતું. પણ રાધિકાએ એવો સારો વિચાર કર્યો હતો, કે રાહીએ તેને રોકવાની કોશિશ નાં કરતાં તેનો સાથ આપવાનું વિચારીને અનોખી પાસે જઈને તેનાં કાનમાં કંઈક કહ્યું. તો અનોખી સ્માઈલ કરતી પોતાનાં ઘરની અંદર ગઈ. અને એક થાળી અને વેલણ લઈને આવી. રાહીએ થાળી અને વેલણ હાથમાં લઈને રાધિકાને ઈશારો કર્યો અને વેલણ વડે થાળી વગાડવા લાગી. એ સાથે જ રાધિકાએ ઉંચા અવાજે બોલવાનું શરૂ કર્યું, "સાંભળો.... સાંભળો.... સાંભળો....અમારે થોડીવાર બધાં લોકો સાથે કંઈક ચર્ચા કરવી છે. તો મહેરબાની કરીને બધાં લોકો તેનાં બાળકો સાથે બહાર આવો." પહેલાંનાં સમયમાં જેમ રાજા રજવાડાનાં લોકો ગામમાં ઢંઢેરો પીટાવીને કોઈ કાર્યક્રમની ઘોષણા કરતાં એ રીતે રાહી અને રાધિકાએ પણ થાળી વગાડીને બધાંને બહાર બોલાવ્યાં. જો કે તેમની પાસે ઢોલ ન હતો. તો થાળીથી કામ ચલાવવું પડ્યું.
રાહીની થાળી વગાડવાનો અવાજ અને રાધિકાની ઘોષણાનો અવાજ સાંભળીને એ નાની એવી બસ્તીનાં બધાં લોકો તેમનાં બાળકો સહિત બહાર આવ્યાં. બસ્તીમાં કુલ દશેક જેટલાં છોકરાંઓ હતાં. બધાંને આવેલાં જોઈને રાહી રાધિકા સામે જોવાં લાગી.
"તમે બધાં એવું કંઈક ઈચ્છતાં હશો કે તમારાં છોકરાં તમારી જેવું કામ નાં કરીને શિક્ષણ પ્રાપ્ત કરે. અને તેમની પાસે સારું ઘર, નોકરી એવું બધું હોય. તો અમે તમને આ બાબતે જ વાત કરવાં બોલાવ્યાં છે. હું રાધિકા સિનોજા અને આ મારી બહેન રાહી સિનોજા છે. સાવિત્રીબેનની છોકરી અનોખીને મારી બહેન ઘણાં સમયથી ઓળખીએ છીએ. આજે તેણે અમારી પાસે શિક્ષણ મેળવવાની વાત કરી. જે મને બહું પસંદ આવી. અમને ગમશે જો અનોખીની સાથે તમારાં બધાનાં છોકરાં પણ શિક્ષણ પ્રાપ્ત કરે. તો જો તમારી બધાંની ઈચ્છા હોય. તો અમે આ બાબતે વધું વિચાર કરવાં માંગીએ છીએ." રાધિકાએ અનોખીની ઈચ્છા અને પોતાનો વિચાર બધાંની સમક્ષ રજૂ કરતાં કહ્યું. રાધિકાની અચાનક કરેલી વાતે બધાં બાળકોનાં મમ્મી-પપ્પાને વિચારતાં કરી દીધાં. ત્યાં જ બધાં બાળકો આવીને રાધિકા સામે ઉભાં રહી ગયાં. અનોખી પણ તેમની પાસે ગઈ. તે બધાનાં મનની વાત જાણી ગઈ હતી.
"દીદી, અમે બધાં તૈયાર છીએ. પણ..." બધાં બાળકો એકસાથે બોલી ઉઠ્યાં.
"પણ શબ્દ ઉપર જે વિચારવાનું છે એ મારે વિચારવાનું છે. તમારે બધાંએ માત્ર શિક્ષણ પર ધ્યાન આપવાનું છે. બાકીની બધી જવાબદારીઓ મારી છે. તમારાં મમ્મી-પપ્પાએ તમારાં શિક્ષણનાં ખર્ચ વિશે વિચારવાની કોઈ જરૂર નથી." રાધિકાએ બધાં બાળકો સામે ઘૂંટણિયા ભેર બેસીને કહ્યું. બધાં બાળકો પહેલાં રાધિકા અને પછી રાહીને વળગી પડ્યાં. તેમનાં મમ્મી-પપ્પા પણ ખુશ હતાં. રાહી અને રાધિકાએ એક નવી ઉમ્મીદ અને એક નવી સફર તરફ પ્રયાણ કરતાં બધાં પાસેથી વિદાય લીધી. પછી ત્યાંથી જ કાર્તિક, સ્વીટી, રશ્મિ અને રચના તેની ઘરે જતાં રહ્યાં. તો રાહી અને રાધિકા પોતાની ઘરે આવી પહોંચી.
"રાધુ, તે બહું મોટો નિર્ણય લીધો છે. આ વિશે ઘરે વાત કરવી પડશે. તારે કોલેજનું છેલ્લું વર્ષ ચાલે છે. સાથે જ તે લીધેલાં નિર્ણય પર ઘણી મહેનત લાગશે. તો આઈ થિંક આ બાબતે પપ્પા જોડે વાત કરી લેવી જોઈએ." ઘરની અંદર પ્રવેશતાં જ રાહીએ રાધિકાને સમજાવતાં કહ્યું.
"દીદુ, કોલેજ પછી આમ પણ મારે કંઈક તો કરવાનું જ હતું. તો તમે અનોખીનું સપનું પૂરું કરવાં માટે નિર્ણય લીધો. એ પરથી મને વિચાર આવ્યો, કે આપણી પાસે બધું જ છે. તો નોકરી કરવાં કરતાં હું જે શિક્ષણ મને મળ્યું. તેનો એવી જગ્યાએ ઉપયોગ કરું. જેને તેની વધું જરૂર હોય. તો મને તમારો વિચાર જ સારો લાગ્યો. અમદાવાદની કંપનીઓને ઘણાં કર્મચારીઓ મળી જશે. પણ અમદાવાદમાં રહેતાં ગરીબ ઘરનાં છોકરાઓને શિક્ષણ આપી શકે. એવાં વ્યક્તિનું પ્રમાણ નહિવત છે. તો મેં એ બાબતે પહેલ કરવાનું વિચાર્યું." રાધિકાએ પોતે બધું શાં માટે કર્યું? એ અંગે રાહીને માહિતગાર કરી.
"ઓકે, હું તારી સાથે છું. કોઈપણ વસ્તુની જરૂર હોય. તારે મને જાણ કરી દેવાની. આપણે બંને મળીને કાલે સવારે જ પપ્પા સાથે આ વિશે વાત કરીશું." રાહીએ રાધિકાનો હાથ પોતાનાં હાથમાં લઈને કહ્યું. હવે રાધિકાને કોઈ વાતનો ડર ન હતો. તેની દીદુ તેની સાથે હતી. મતલબ રાધિકા કોઈ પણ જંગ લડવા તૈયાર હતી.

લખનૌ
રેડ લાઈટ એરિયા
સમય: રાતનાં ૧૨:૦૦

પઠાન છોકરીઓ સહિત ચંદાબાઈનાં રેડ લાઈટ એરિયામાં પહોંચી ગયો હતો. ચંદાબાઈ જાણે તેની જ રાહ જોઈને ઉભી હોય. એમ દરવાજેથી જ તેમણે પઠાનને અંદર આવવાં આવકાર્યો. અંદર જતાં જ પઠાનની નજર વિભૂતિ પર પડી. બંનેની નજર મળી. ઈશારામાં કંઈક વાત થઈ. પછી પઠાન ચંદાબાઈ સાથે તેનાં ઓરડા તરફ આગળ વધી ગયો.
દિનેશે બધી છોકરીઓને એક મોટાં રૂમમાં બંધ કરી દીધી. ચંદાબાઈ પોતાનાં ઓરડામાં આવીને પાન ખાવા લાગી. પઠાન ચુપચાપ બેઠો હતો. ચંદાબાઈ પાન ખાતાં ખાતાં બારી પાસે જઈને બહાર નજર કરવાં લાગ્યાં. એ સમયે પઠાન મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો.
રેડ લાઈટ એરિયાની ચારે તરફ પોલીસ ગોઠવાઈ ગઈ હતી. એ સમયે એસીપી રાધેશ્યામ વર્માનાં ખિસ્સામાં રહેલો મોબાઈલ વાઈબ્રન્ટ થવા લાગ્યો. એસીપી વર્માએ મોબાઈલ કાઢીને જોયો. સ્ક્રીન પર 'અમ્મા' નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એસીપીએ કોલ રિસીવ કરીને કાને લગાવ્યો.
"હેલ્લો, શુભમ કહાં હો તુમ??" સામે છેડેથી એસીપી વર્માનાં કાને અવાજ પડ્યો.
"મૈં લખનૌ સે એસીપી રાધેશ્યામ વર્મા બોલ રહા હૂં. શુભમ અભી એક મિશન પર હૈ." એસીપી વર્માએ બની શકે એટલાં નોર્મલ અવાજે કહ્યું.
"કૈસા મિશન?" અમ્માએ થોડાં ડર મિશ્રિત અવાજે પૂછ્યું.
"મિશન 'એક્સપોઝ ચંદાબાઈ' લેકિન ડરને કી જરૂર નહીં હૈ. શુભમ કો કુછ નહીં હોગા." એસીપી વર્માએ ફરી શાંત અવાજે જ કહ્યું.
"અરે વર્મા, ફોન રખ. કભી ભી ઈશારા મિલ સકતા હૈ. હમેં એક્શન કે લિયે તૈયાર રહના હોગા." અચાનક જ કમિશનર સાહેબનો અવાજ કાને પડતાં એસીપીએ ફોન કટ કરીને ફરી ખિસ્સામાં મૂકી દીધો.
ચંદાબાઈ પઠાનની સામે બેઠી પાન ચાવી રહી હતી. પઠાન તેની સામે જોઈ રહ્યો હતો. ચંદાબાઈનાં ચહેરાં પર એક અલગ જ પ્રકારનું સૂકુન નજર આવી રહ્યું હતું. જે પઠાન પણ સમજી ગયો હતો.
"મેડમ, ટ્રક આ ગયાં હૈં. લડકિયા ઉસમેં ભરના શુરૂ કર દે?? ફિર જશ્ન કી તૈયારી ભી કરની હૈ." અચાનક જ દિનેશે આવીને પૂછ્યું.
"શુરૂ કરો. હમ ભી આતે હૈ." ચંદાબાઈએ ચહેરાં પર મુસ્કાન રેલાવતાં કહ્યું. દિનેશ જતો રહ્યો. ચંદાબાઈએ ઉભાં થઈને પઠાનને પણ સાથે આવવાં ઈશારો કર્યો. બંને દિનેશની પાછળ ગયાં. બહાર એક મોટો ટ્રક ઉભો હતો. દિનેશ અન્ય સાથીદારોની મદદથી છોકરીઓને બહાર લઈને આવ્યો. થોડી છોકરીઓ ટ્રકમાં ચડી હશે. ત્યાં જ પઠાનનો ઈશારો મળતાં જ દિનેશ અંદર ગયો. દિનેશનાં અંદર જતાં જ રેડ લાઈટ એરિયાની લાઈટ ગુલ થઈ ગઈ.
"અરે ઓ કેશવ, કહાં મર ગયાં?? લાઈટ કૈસે ચલી ગયી??" ચંદાબાઈએ બૂમ પાડીને કહ્યું. દશેક મિનિટ થતાં જ લાઈટ આવી ગઈ. પણ ચંદાબાઈનાં હોંશ ઉડી ગયાં. રેડ લાઈટ એરિયો પોલિસ ફોર્સથી ભરાઈ ગયો હતો. કમિશનર સાહેબ બંદૂકનુ નાળચું ચંદાબાઈ પર ટાંકીને ઉભાં હતાં. થોડીવાર થતાં જ ચંદાબાઈ સ્વસ્થ થઈ ગઈ. ગણતરીની મિનિટોમાં જ એ હસવા લાગી.
"લગતાં હૈ, ખેલ ખતમ હો ગયાં. તો પાગલ હો ગયી હૈ." એસીપી વર્માએ હસીને કહ્યું.
"ચંદાબાઈ કા ખેલ તો ભગવાન ભી ખતમ નહીં કર સકતા. લેકિન પ્લાન વાકઈ મેં બહુત બઢિયા થા." ચંદાબાઈએ કમિશનર સાહેબનાં હાથમાં રહેલી બંદૂક નીચે કરતાં કહ્યું. બધાં તેનાં શબ્દો સાંભળી શોક્ડ થઈ ગયાં.
"પઠાન...તેરા કામ કાબિલે તારીફ હૈ. ખેર અબ ખેલ ખતમ કરો. ક્યાં કામ હૈ વો બોલો." ચંદાબાઈએ પઠાન તરફ જોઈને કહ્યું.
પઠાને તરત જ નકલી દાઢી અને મૂંછ લગાવી હતી. એ કાઢીને ફેંકી દેતાં કહ્યું, "ખેલ કી શુરૂઆત તુમને કી થી. ખતમ મૈં કરુંગા. દિનેશ સભી લડકિયો કો બહાર લેકર આ." શુભમે ગુસ્સામાં લાલ આંખો કરતાં કહ્યું. હાં, એ પઠાન શુભમ જ હતો. દિનેશ તરત જ રેડ લાઈટ એરિયાની બધી છોકરીઓને લઈને બહાર આવ્યો. બસો જેટલી છોકરીઓ હતી. શુભમ તો જોઈને જ વિચારમાં પડી ગયો. એનાં સિવાય બધાં નોર્મલ હતાં. કારણ કે તેઓ ચંદાબાઈનાં કામથી વાકેફ હતાં.
"તો તુમ લોગ મેરા ધંધા બંદ કરવાને આયે હો. ચલો, દેખતે હૈ. કિતની હદ તક કામયાબ હો પાતે હો." ચંદાબાઈએ મુસ્કુરાઈને કહ્યું, "જા બે કેશવ, મેરે કમરે સે મેરી કુર્સી લેકર આ." કેશવ તરત જ દોડીને ચેર લઈને આવ્યો. ચંદાબાઈ પગ પર પગ ચડાવીને ચેર પર બેસી ગઈ.
"તો લડકિયો યે આખરી ચાન્સ હૈ. જો યહાં સે જાના ચાહતી હો. વો જા સકતી હૈ. ફિર યે મૌકા નહીં મિલેગા." ચંદાબાઈએ બધી છોકરીઓ પર એક નજર નાંખીને કહ્યું. ચંદાબાઈનો આદેશ મળતાં જ બસ પચાસેક જેટલી છોકરીઓ શુભમની તરફ આવી. બધાંને આ જોઈને આશ્વર્ય થયું. બસોમાંથી બસ પચાસ છોકરીઓ જ આ ધંધો છોડીને જવાં તૈયાર હતી. બાકીની બધી ચંદાબાઈની પાછળ જઈને ઉભી રહી ગઈ. તો ચંદાબાઈ તરત જ હસવા લાગી. કારણ કે જે છોકરીઓ શુભમ તરફ ગઈ. એ બસ થોડાં સમય પહેલાં જ આ રેડ લાઈટ એરિયામાં આવી હતી.
"યે ક્યાં તમાશા ચલ રહા હૈ શુભમ??" અચાનક જ એક કડકદાર અવાજ રેડ લાઈટ એરિયામાં ગુંજી ઉઠ્યો. શુભમે તરત જ પાછળ ફરીને જોયું. પાછળ એક પચાસેક જેટલાં વર્ષ વટાવી ચુકેલી સ્ત્રી ઉભી હતી. તેને જોતાં જ શુભમનાં મોઢામાંથી નીકળી ગયું, "અમ્મા, તુમ યહાં??"
"હાં, મૈં યહાં તુને મુજે બિના બતાયે ઈતના બડા ફૈસલા કૈસે કર લિયા??" અમ્માએ ગુસ્સે થઈને પૂછ્યું.
"અમ્મા, તુમ નહીં જાનતી. યે ઔરત કિતની ખતરનાક હૈ. મૈંને કહા થા ના મેરી એક દોસ્ત કી બહન કો બનારસ મેં કિસીને કિડનેપ કર લિયા થા. ફિર મેરે દોસ્ત કો મર્ડર કે જૂઠે કેસ મેં અંદર કર દિયા. યે સબ ઈસી ઔરત ને કિયા થા." શુભમનો ગુસ્સાનો પારો તેની હદ વટાવી ચુક્યો હતો.
અમ્માને જાણે શુભમની વાતની કોઈ અસર જ નાં થઈ હોય. એમ એ ચંદાબાઈ તરફ આગળ વધી, અને તેને પોતાનાં ગળે લગાવી લીધી. એક જ રાતમાં આ બીજું એવું દ્રશ્ય હતું. જેને જોઇ ફરી બધાં શોક્ડ થઈ ગયાં.
"અમ્મા, યે આપ ક્યાં કર રહી હૈ?? આપ ઈસ ઔરત કે ગલે ક્યૂં લગ રહી હૈ??" શુભમે થોડું ગુસ્સે થતાં પૂછ્યું.
"ક્યૂંકી આપ લોગ ઈસે જૈસા સમજતે હૈ.‌ યે વૈસી..." અમ્મા આગળ કંઈ બોલે. એ પહેલાં જ ચંદાબાઈએ તેમને રોકતાં કહ્યું, "નહીં રત્ના, તુમ શુભમ સે કુછ નહીં કહોગી. વૈસે ભી ઈસકે પ્લાન સે મુજે ઈતના તો પતા ચલા કિ જો મુજે જાનતા હૈ. વો આજ ભી મેરે સાથ હૈ. બાકી જો મુજે નહીં જાનતા. ઉન્હેં મુજે અપને બારે મેં બતાને કી કોઈ જરૂરત નહીં હૈ."
ચંદાબાઈ અને અમ્મા એકબીજાને જાણતાં હતાં. એ જાણીને શુભમ તો આભો જ બની ગયો. તેને હજું પણ એવું લાગતું હતું. કે પોતે એક સપનું જોઈ રહ્યો છે. પણ નહીં, આ કોઈ સપનું ન હતું. એ આખરે શુભમને માનવું જ રહ્યું.
"અમ્મા, મુજે હકીકત જાનની હૈ. આજ યહાં તક આયા હૂં. તો હકીકત જાને બગૈર નહીં જાઉંગા." શુભમે અમ્માનાં બંને હાથ પકડીને કહ્યું.
"ચંદા, આજ મત રોક. મુજે બતાને દે. આજ અગર ઈસકી માઁ રત્ના કિસી રત્ન જૈસે ચમક રહી હૈ. વો ચમક તુમ્હારી હી દેન હૈ." અમ્માએ ચંદાબાઈને વિનંતી કરતાં કહ્યું.
"ઠીક હૈ." આખરે ચંદાબાઈએ કહ્યું. અને ફરી ચેર પર બેસી ગઈ. અમ્માએ બધાં તરફ એક નજર કરીને કહેવાનું શરૂ કર્યું.

"તુજે તો યાદ હોગા. આજ સે સાત સાલ પહલે તુમ્હારે બાબા મુજે લખનૌ એક કામ સે લાયે થે. તબ વો બનારસ અકેલે હી લૌટે થે. તુમ્હે બોલા થા કિ મેરા કિડનેપ હો ગયાં હૈ. ફિર મેરી તલાશ શુરૂ હુયી. જબ મૈં મિલી તો તુમ્હારે બાબા ગાયબ હો ગયે. તુમ આજ તક મુજસે પૂછતે હો. અમ્મા, બાબા કહાં હૈ?? લેકિન આજ તક મૈંને તુમ્હારે ઉસ સવાલ કા જવાબ નહીં દિયા. જો આજ મૈં દેતી હૂં." અમ્માએ શુભમ સામે જોઈને કહ્યું, "યે જો ચંદાબાઈ હૈ ના, યે મેરી દોસ્ત હૈ. બચપન સે લેકર કોલેજ તક હમ એક સાથ હી પઢે હૈ. ઈસે ઈસકા પ્રેમી યહાં બેચકર ચલા ગયાં થા. દશ સાલ સે યે યહાં હૈ. ઔર ઈસકી તરહા હી મુજે ભી તુમ્હારે બાબા યહાં બેચકર ચલે ગયે થે. સબ કો બતાયા મેરા કિસી ને કિડનેપ કર લિયા. યહાં મુજે ચંદા મિલી. તબ યે રેડ લાઈટ એરિયા ઈસકા નહીં થા. જબ મૈં યહાં આયી. તબ ઈસે યહાં આયે તીન સાલ હુયે થે. મૈં ઉસ દિન બહુત રોયી થી. ઉસી રાત કો જો યે રેડ લાઈટ એરિયા ચલાતી થી. ઉસ કમલાબાઈ કા નિધન હો ગયાં. તો ઉસને ચંદા કો ઈસ એરિયા ચલાને કી જીમ્મેદારી સોંપી. ચંદા ને મુજે યહાં રખા જરૂર થા. લેકિન મુજે ઈસને યહાં કી ગંદકી મેં શામિલ હોને નહીં દિયા. ઉસ દિન ઉસને મુજે બનારસ મેરે ઘર વાપસ ભેજકર યહાં કા પહલાં નિયમ તોડા થા. ફિર ઈસ રેડ લાઈટ એરિયા મેં બહુત બડા પરિવર્તન આયા. તુમ યહાં કે ચાંદની ગૃહ ઉદ્યોગ કી બહુત તારીફ કરતે હો ના!? તો જાનના ચાહોગે વો કિસકા હૈ??" અમ્માએ શુભમ તરફ નજર કરીને પૂછ્યું. શુભમે હકારમાં ડોક હલાવી. તો અમ્માએ ફરી કહ્યું, "વો ઇસ ચંદાબાઈ કા હી હૈ. ઈસકા નામ પહલે ચાંદની થા. યહાં આકર ચંદા હો ગયાં. ચાંદની ને ઈસ રેડ લાઈટ એરિયા કો સંભાલતે હુયે વો ગૃહ ઉદ્યોગ ભી શુરૂ કિયા. જો લોગ લડકિયો કો યહાં બેચકર જાતે હૈ. ઉન્હેં યહાં રહના પસંદ નહીં આતા. તો ચાંદની ઉન લડકિયો કો ગૃહ ઉદ્યોગ મેં ભેજ દેતી હૈ. જબ યહાં કી લડકિયા તુમ્હારે સાથ આને કે લિયે તૈયાર નહીં હુયી. તબ તુમ સબ કો બહુત આશ્ચર્ય હુઆ હોગા. તો ઉસકી વજહ ચાંદની કા ગૃહ ઉદ્યોગ હૈ. જીસકે બારે મેં યે પુરાની લડકિયા જાનતી હૈ. ઈસકા એક બૂરા પહલૂ હૈ તો એક અચ્છા પહલૂ ભી હૈ. યહાં કી ચંદાબાઈ જરૂર બૂરે કામ કરતી હૈ. લેકિન મેરી દોસ્ત ચાંદની આજ ભી અચ્છે કામ કરતી હૈ. ઈસે ઔર મુજે દોનોં કો ધોખા મિલા. તબ હી ઈસ ને યહાં રહકર સબ કી મદદ કરને કા સોચા. ક્યૂંકી ઈસકે આગે પીછે કોઈ નહીં હૈ. યે અનાથ હૈ. ઈસને સિર્ફ એક ઈન્સાન સે પ્યાર કિયા. ઉસને ભી ઈસે ઐસી જગહ લાકર છોડ દિયા." અમ્માએ આંખમાં આંસું સાથે વાત પૂરી કરી. દશ વર્ષ પછી આજે ચંદાબાઈની આંખો પણ ભીની હતી. પોતે અહીં આવી ત્યારે એક જ દિવસ રડી હતી. પછી તેણે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. પણ આજે ફરી ભૂતકાળ નજર સમક્ષ તરવરતો જોઇને દશ વર્ષ પછી ફરી તેની આંખોનાં આંસુનો બંધ તૂટી ગયો હતો.
અમ્મા પાસેથી ચંદાબાઈની કહાની સાંભળ્યાં પછી આખાં રેડ લાઈટ એરિયામાં નિરવ શાંતિ છવાઈ ગઈ. રોજ રાતે જે સ્ત્રીઓ બીજાની રાતો રંગીન કરતી. એ સ્ત્રીઓ વચ્ચે આજે ગમગીની છવાઈ હતી. ચંદાબાઈ ચેર પરથી ઉઠીને શુભમ પાસે ગઈ. અને તેનાં હાથ પકડીને કહેવા લાગી, "તુમ જબ પહલી બાર મેરે સામને આયે. તભી મૈં તુમ્હે પહચાન ગયી થી. તુમ્હારી અમ્માને એક બાર મુજે તુમ્હારા ફોટો ભેજા થા. તુમ ભલે હી ભેશ બદલકર મેરે સામને આયે. લેકિન તુમ્હારી આંખે બિલકુલ તુમ્હારી અમ્મા જૈસી હૈ. બસ ઉન્હેં દેખતે હી મૈં સબ જાન ગઈ.
તુમ યહાં તક આયે થે. મતલબ કોઈ બહુત બડી વજહ હોગી. યે તો મૈં સમજ ગઈ થી. મુજે લગા હો ના હો યે સારી કડીયા શિવાંશ સે જુડી હુયી હૈ. તો તુમ્હારે જાને કે બાદ મૈંને બનારસ મેં મેરે આદમી કો મેસેજ ભેજા. અહીં તુમ્હારે આને સે પહેલે હી ઉસને બતાયા તું શિવાંશ કી બહન સે પ્યાર કરતાં હૈ. તુમ સબકો ઉસને અસ્સી ઘાટ પર સાથ દેખા થા.
ફિર મૈંને ભી ઉસ રાત કોમ્પિટિશન મેં તુમ્હે ઉન સબકે સાથ દેખા થા. ફિર ક્યાં?? મુજે પતા ચલ ગયાં. તું શિવાંશ કે લિયે યહાં આયા હૈ. લેકિન મૈંને વહી કિયા. જો તું ચાહતાં થા. ક્યૂંકી મૈં ભી જાનના ચાહતી થી. મૈંને જીન લડકિયો કે લિયે ગૃહ ઉદ્યોગ ખોલા. વો સબ મેરા કિતના સન્માન કરતી હૈ. અબ મૈંને સબ દેખ લિયા. તો અબ મૈં નિશ્ચિત હોકર જેલ જા પાઉંગી." ચંદાબાઈએ અમ્માની સામે ઉભાં રહીને પોતાની વાત પૂરી કરી. હવે કોઈનાં મનમાં કોઈ સવાલ ન હતો. અત્યાર સુધી ચાંદની ગૃહ ઉદ્યોગ ચલાવતી વ્યક્તિને કોઈ જાણતું ન હતું. તેને આજે બધાં જાણી ચુક્યાં હતાં.
"મૈંને શિવાંશ કો ફસાને કે લિયે અખિલેશ ચતુર્વેદી કા મર્ડર કિયા થા. લેકિન વો ભી કોઈ અચ્છા ઈંસાન નહીં થા. વો ભી લડકિયો કી ઇજ્જત કે સાથ ખેલતાં થા. તો માર ડાલા સાલે કો..ઔર ઉસ બાત કા મુજે કોઈ અફસોસ નહીં હૈ. ચલ હથકડી પહના‌. મૈં ભી દેખતી હૂં. તુમ લોગ મુજે કિતને વક્ત તક અપની હિરાસત મેં રખ સકતે હો." ચંદાબાઈએ એસીપી રાધેશ્યામ વર્મા પાસે જઈને કહ્યું. "જા બે કેશવ કલ કે ન્યૂઝ પેપર મેં મેરે એક અચ્છે સે ફોટો કે સાથ એક લંબા સા લેખ છપવા દિયો કિ ચાંદની ગૃહ ઉદ્યોગ ચંદાબાઈ કા હી હૈ. ઔર સાથ મેં મેરી બાયોગ્રાફી ભી છપવા દિયો." કહેતાં જ ચંદાબાઈ પોલીસની જીપમાં બેસી ગઈ.
જેલમાં જતાં પહેલાં જ ચંદાબાઈએ પોતાનો બહાર નીકળવાનો રસ્તો અગાઉ જ ખોલી લીધો. અસલી ખેલ તો હવે શરૂ થયો હતો. એસીપી વર્મા ચંદાબાઈને લઈને જતાં રહ્યાં. શુભમ અમ્મા પાસે ગયો. તેને હજું એક જવાબ જાણવો હતો.
"મૈં યહાં હૂં. યે આપકો કૈસે પતા ચલા?" શુભમે અમ્માનાં બંને હાથ પકડીને પૂછ્યું.
"તુમ્હે ફોન કિયા. તબ એસીપી ને ફોન ઉઠાયા થા. મૈં લખનૌ એક કામ સે આયી થી. એસીપી ને બતાયા તુમ સબ ચંદાબાઈ કે એરિયા મેં હો. તો મૈં ભી યહાં આ ગઈ. મુજે પતા થા. આજ સબકો સચ્ચાઈ બતાને કા વક્ત આ ગયાં હૈ." અમ્માએ એકદમ સ્વસ્થ અવાજે કહ્યું. હવે તેમનાં દિલનો બોજ હળવો થઈ ગયો હતો. હવે શુભમને પણ તેનાં બાબા ક્યાં છે? એ સવાલનો જવાબ જોઈતો ન હતો. જે વ્યક્તિ પોતાની પત્નીને આવી જગ્યાએ વહેંચી નાંખે. તેનાં વિશે જાણવાનો હવે શુભમની નજરમાં કોઈ મતલબ ન હતો.




(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ