Pollen 2.0 - 36 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 36

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પરાગિની 2.0 - 36

પરાગિની ૨.૦ - ૩૬



દાદા તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને બધાને કહે છે, તમારા બધાની પરવાનગીથી હું રેખાબેન એટલે કે તમારી દાદીને માકી જીંદગીમાં લાવવા માગું છુ અને મારી જીંદગી ખુશહાલ બનાવવા માગું છુ...

આ સાંભળી બધા તેમની જગ્યા પર શોકનાં માર્યા ઊભા થઈ જાય છે.

રિની- દાદા?

દાદી- તમે આ શું બોલી રહ્યા છો?

પરાગ પણ દાદાને કહે છે, તમે આ શું કહી રહ્યા છો?

એશા ગુસ્સામાં કહે છે, અહીંયા મારા મેરેજની વાત કરવા આવ્યા છે તે લોકો....

દાદા- હા, પણ પહેલા મને મારી વાત કહેવા દે....

પરાગ- દાદી સાથે વાત કરતા પહેલા તમારે મારી સાથે વાત કરવી પડશે...


આ બાજુ લીનાબેનનો એક્સીડન્ટ થાય છે. જે ગાડી સાથે તેઓ અથડાયા હોય છે તે જ ગાડી વાળો એમ્બ્યુલન્સ બોલાવી લે છે. લીનાબેનને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. એક્સીડન્ટનો કેસ હોવાથી પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ હોસ્પિટલ આવી લીનાબેનવી બેગ તપાસે છે જેમાં થોડા પૈસા હોય છે, આઈ ડી કાર્ડ અને એક નાના કાગળ પર નંબર લખેલો હોય છે. પોલીસ તે નંબર પર ફોન લગાવે છે.


પરાગ દાદાને કહે છે, અમે અહીંયા માનવના મેરેજની વાત કરવાં આવ્યા હતા તો એ વાત કરીને નીકળીએ..

એટલામાં જ પરાગના મોબાઈલમાં રીંગ વાગે છે. પરાગ દાદા સાથે વાત કરતો હોવાથી સમર ફોન ઉપાડે છે.

સામે છેડે પોલીસ બોલે છે અને કહે છે, હોસ્પિટલમાંથી વાત કરીએ છે લીનાબેનને ઓળખો છો તમે? આ સાંભળી સમર પરાગને ફોન આપતા કહે છે, ભાઈ હોસ્પિટલમાંથી ફોન છે તમે વાત કરી લો પહેલા..

પરાગ ફોન લઈ વાત કરે છે.

પરાગ- હા બોલો...

પોલીસ- શું તમે પરાગ શાહ છો?

પરાગ- હા...

પોલીસ- હું ઈન્સપેક્ટર જાદવ વાત કરું છુ... લીનાબેનની બેગમાંથી અમને તમારો નંબર મળ્યો છે.. શું તમે એમને ઓળખો છો?

તેની મમ્મીનું નામ સાંભળી પરાગ ચિંતામાં આવી જાય છે અને કહે છે, હા હું ઓળખુ છું... શું થયું છે?

ઈન્સપેક્ટર જાદવ- તમે જલ્દીથી સિવિલ હોસ્પિટલમાં આવી જાઓ.. એક્સિડન્ટ થયો છે એમનો...

આ સાંભળી પરાગના હાવભાવ બદલાય છે અને આઘાત લાગે છે.

દાદી પરાગના હાવભાવ જોઈ પૂછે છે, શું થયું પરાગ?

રિની પણ પરાગને આમ જોઈ હેરાન રહી જાય છે...

પરાગ ફક્ત મમ્મી જ બોલે છે અને પછી કહે છે, એમનો એક્સિડન્ટ થયો છે. મારે તાત્કાલિક હોસ્પિટલ જવું પડશે... હું નીકળુ છુ..

માનવ અને સમર બંને પરાગને કહે છે, અમે બંને તમારી સાથે આવીએ છીએ.;.

પરાગ તેમને ના કહે છે. રિની પરાગને કહે છે, પરાગ હું તમારી સાથે આવીશ...

પરાગ હા કે ના કહ્યા વગર બહાર તરફ જવા નીકળી જાય છે. રિની ફટાફટ તેની રૂમમાં જઈ જેકેટ લઈને પરાગ સાથે ગાડીમાં બેસી જાય છે.

પરાગ સ્પીડમાં તેની ગાડી હોસ્પિટલ તરફ ભગાવે છે. હોસ્પિટલનાં પાર્કીંગમાં ગાડી મૂકી પરાગ રિનીની રાહ પણ નથી જોતો અને દોડીને અંદર જતો રહે છે. અંદર જઈ રિસેપ્શન તરફ જઈ પૂછે છે, હમણાં એક એક્સિડન્ટને કેસ આવ્યો છે... તેમનુ નામ લીનાબેન છે. રિસેપ્શન પર ઊભેલી નર્સ તેમને ઈમરજન્સી રૂમ તરફ જવા કહે છે. પરાગ દોડતો ઈમરજન્સી રૂમ તરફ જાય છે. રૂમમાં જઈ જોઈ છે તો તેની મમ્મી બેડ પર હોય છે. ડોક્ટર તેમની ટ્રીટમેન્ટ કરતાં હોય છે. તેની મમ્મીને આ હાલતમાં જોઈ પરાગ રડી પડે છે. પોલીસ પરાગ પાસે આવે છે અને પરાગને અમુક સવાલ પૂછે છે. ઈન્સપેક્ટર જાદવ લીનાબેનનો સામાન પરાગને સોંપે છે અને કહે છે, જે વ્યક્તિની કારથી તમારા મમ્મી અથડાયા હતા તે જ વ્યક્તિએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા છે. જો તમારે કેસ કરવો હોય તો પોલીસ સ્ટેશન આવી જજો..

પરાગ ઈન્સપેક્ટરને ના કહી દે છે અને કહે છે, મારે કોઈ કેસ નથી કરવો...!

પોલીસ ગયા બાદ રિની પરાગ પાસે આવે છે. રિની પરાગને પૂછે છે, મમ્મી કેમ છે?

પરાગ કંઈ બોલતો નથી બસ તેની મમ્મીને જ જોઈ રહે છે.

આ બાજુ સમર પણ હોસ્પિટલ પહોંચે છે. માનવ સમરને ફોન કરી પૂછે છે કે શું પરિસ્થિતિ છે..?

દાદી પણ ચિંતામાં આવી જાય છે. તેઓ નવીનભાઈને ફોન લગાવે છે પણ નવીનભાઈ ફોન નથી ઉપાડતો હોતા..! નવીનભાઈ ઘર છોડીને ગયા હોય છે ત્યારબાદ પાછા નથી આવ્યા હોતા..! દાદીને ખબર નથી હોતી કે તેઓ ક્યાં ગયા છે પરંતુ તેમના છોકરા સાથે તેઓ ક્યારેક ફોન પર વાત કરી લેતા...! આજે પણ નવીનભાઈને જણાવા જ ફોન કરતાં હોય છે કે લીનાબેન પાછા આવી ગયા છે પરંતુ તેઓ ફોન નથી ઉપાડતા..! છેલ્લી વખત ફોન કરે છે જેમાં નવીનભાઈ ફોન ઉપાડી લે છે. દાદી બહાર જઈ ધીમેથી વાત કરે છે અને કહે છે, હલ્લો નવીન... ક્યારની ફોન કરુ છુ... લીના પાછી આવી ગઈ છે...

સામેથી નવીનભાઈ કહે છે, હા, તો શું કરુ હું?

દાદી- શું કરુ એટલે? તે એને આટલા વર્ષોથી તારાથી દૂર રાખી છે. હવે એ પાછી આવી ગઈ છે... એ એનું મોં ખોલશે તો? એટલે કે એ વાત પરાગને કહી દેશે તો?

નવીનભાઈ- હું આમાં કંઈ ના કરી શકુ....

દાદી કંઈ બોલે તે પહેલા જ નવીનભાઈ ફોન મૂકી દે છે. દાદીને ગુસ્સો આવે છે પણ નોર્મલ મોં રાખી અંદર જાય છે અને માનવને કહે છે, માનવ બેટા મને ઘરે મૂકી જઈશ?

માનવ- હા, કેમ નહીં?

દાદી અને માનવ નીકળતા જ હોય છે કે દાદા દાદીને રોકીને કહે છે, મને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ અને સમય બંને બરાબર નથી પરંતુ મેં જે કંઈ કહ્યુ એના પર વિચારીને જવાબ આપજે... હું રાહ જોઈશ...!

બધા શોક સાથે દાદાને જોઈ છે. દાદી કંઈ બોલતા નથી અને ગુસ્સામાં ત્યાંથી જતા રહે છે. દાદીના ગયા બાદ આશાબેન દાદાને કહે છે, બાપુજી આ બધુ શું હતુ? આ તો કંઈ તમારી ઉંમર છે? આ તો સારૂં છે કે આપણે તેમને ઓળખીએ છીએ... બાકી કોઈ બીજુ હોત તો આપણી શું ઈજ્જત રહી જાત?

દાદા કંઈ બોલતા નથી બસ ઝીણું ઝીણું હસ્યા કરે છે.


આ બાજુ ડોક્ટર પરાગને બહાર રાહ જોવાનું કહે છે. લીનાબેન ઉછળીને પડ્યા હોવાથી માથામાં વાગ્યુ હોય છે. બેભાન થઈ ગયા હોય છે.. શ્વાસ પણ ધીમા ચાલતા હોય છે. ટ્રીટમેન્ટ બાદ કલાક પછી તેમને આઈ.સી.યુ માંથી બહાર કાઢી રૂમમાં ટ્રાન્સફર કરે છે. પરાગ ડોક્ટરને પૂછે છે, કેવું છે મારી મમ્મીને?

ડોક્ટર- ગભરાવા જેવું કંઈ નથી પરંતુ તેમને હજી હોશ નથી આવ્યો... બાકી બીજા અમે ટેસ્ટ કરીને જોઈ લઈએ..!

રિની પરાગ પાસે આવી ફરી પૂછે છે, મમ્મીને કેવું છે?

પરાગ- સારૂ છે.

સમર પણ ત્યાં આવી જાય છે અને કહે છે, ભાઈ આપણે એમને બીજા હોસ્પિટલમાં લઈ જઈએ?

પરાગ- ના, હમણાં નહીં... જરૂર લાગશે તો... આજની રાત અહીં જ રહેવા દઈએ...

સમર ઓકે કહી ડોક્ટર પાસે જાય છે.

પરાગ ત્યાં જ બેન્ચ પર બેસી જાય છે. રિની પણ તેની બાજુમાં બેસી પરાગનાં ખભા પર હાથ મૂકીને તેને સાંત્વના આપે છે અને કહે છે, તમે ચિંતા ના કરશો... મમ્મીને સારૂં થઈ જશે..!

દાદી ઘરે જતાં પહેલા માનવને હોસ્પિટલ તરફ ગાડી લઈ જવાનું કહે છે. દાદી હોસ્પિટલ પહોંચી પરાગ પાસે જાય છે. પરાગને લીનાબેનની તબિયત વિશે પૂછે છે. એટલામાં ડોક્ટર પરાગ પાસે આવીને કહે છે, બધુ નોર્મલ છે પરંતુ માથામાં થોડું વધારે વાગ્યું છે જેના લીધે બેહોશ છે. બાકી ગભરાવા જેવું કંઈ નથી અને હા, તમારે બધાએ રોકાવાની જરૂર નથી કંઈ ઈમરજન્સી જેવું લાગશે તો તરત ફોન કરીને બોલાવી દઈશું..! આટલું કહી ડોક્ટર જતા રહે છે.

પરાગ સમરને કહે છે, સમર તુ દાદી અને રિનીને ઘરે મૂકી આવ.. હું અહીં જ રોકાઈશ..!

સમર- હા, ભાઈ.. બંનેને મૂકીને હું પાછ આવું...

પરાગ- ઠીક છે.

રિની- હું રોકાય જાઉં છું...

પરાગ ના કહી ત્યાંથી જતો રહે છે.




શું રિનીને પસ્તાવો થશે તેને જે વર્તન પરાગ સાથે કર્યું હોય છે તે બાબતે?

હવે લીનાબેનના પાછા આવાથી શાહ ફેમીલીમાં શું થશે? નવીનભાઈની પહેલી પત્ની અને બીજી પત્ની કેમના એકસાથે એક જ ઘરમાં રહેશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૭