Maa-Baap - 1 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - 1

Featured Books
Categories
Share

મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - 1

હદયદાવક કાલ્પનિક વાર્તા

આ વાત છે,એક નાના એવા ગામમાં રહેતા એક પરિવારની.

એ પરિવારમાં કુલ ચાર સભ્યો હતા.

માતા-પિતા, એક દિકરો અને એક દિકરી.

દિકરી સ્વભાવે શાંત અને સમજુ હતી, સામે દિકરો ખૂબજ તોફાની અને રખડેલ તેમજ ઉડાઉ હતો.

પિતાને હોલસેલ હોઝયરીનો બિઝનેસ હતો, અને માતા ઘરનું કામકાજ કરતી.

આમતો આ પરીવાર, પૈસે-ટકે સુખી હતો.

સમય જતાં તે પરિવારના મોભી, એવા પિતાનું, એક રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે.

હવે પરિવારના મોભીનું મૃત્યુ થતા, એમનો હોલસેલ હોઝીયરીનો ધંધો પડી ભાગે છે. આમતો એ ધંધો સારો ચાલતો હતો, પરંતુ હવે એમના પરિવારમાં, એ ધંધાને સંભાળવા વાળું કોઈ ન હતુ.

અકાળે આવી પડેલ આ આફત વખતે, બે સંતાનોની માતાને આજે પોતાની જાત પર થોડો અફસોસ થાય છે, કે

જો હું થોડું-ઘણું પણ ભણી હોત, તો આજે આ આવી પડેલ આફતમાં હું આ હોઝીયરીનો સારો ચાલતો ઘરનો ધંધો સાચવી લેતી.

છેવટે એ ધંધો, કોઈ ચલાવવાવાળુ/સાચવવાવાળુ નહીં મળતા, પડી ભાગે છે.

તેમ છતાંય, ભેગી કરેલ થોડી મુડી થકી, તેમણે તેમની દિકરીને તો ખૂબ સારી રીતે સાસરે વળાવી.

પરંતુ,

હવે તેમની પાસે ઘર ચલાવવા માટે નવી કોઈ આવકનો સ્ત્રોત બચ્યો ન હતો.

બસ થોડુ-ઘણુ હાથ પર જે હતું, એજ મિલકત મુડી કે બેલેન્સ.

હવે તેમાંજ ઘરનું ગાડુ, ગબડાવવાનું હતું, અને તેમાંય અવળે રસ્તે ગયેલ દીકરો, ગમે તેમ કરીને મા પાસે પૈસાની માગણી કરતો રહેતો, અને જો મા પાસેથી, ઉડાવવા માટે કે વ્યસન કરવા માટે પૈસા ન મળે તો, તે દિકરો તેની મા પર ગુસ્સોકરતો, ઘરમાં તોડફોડ કરતો, કે પોતાનાજ ઘરમાં ચોરી કરતો થઈ ગયો હતો.

હવે આવા સંજોગોમાં, પતિ વગરની અને જુગારી દીકરાના ત્રાસથી કંટાળેલી મા,

હવે ઘર ચલાવવા,

પૈસા ક્યાંથી આવશે ?

આગળ શું થશે ?

ની ચિંતામાં આવી જાય છે.

થોડા સમયમાંજ એમના હાથ પર રહેલી થોડી-ઘણી જે રકમ હતી, તે પણ સાફ થઈ જાય છે.

એક બાજુ માને ઘર કઇ રીતે ચાલશે ? એની ચિંતા છે,

તો સામે પૈસા વગર, પોતાની જુગાર વ્યસનની ખરાબ આદતો સંતોષવાની બંધ થઈ જતા, વ્યસની દીકરાએ એની હદ વટાવી, ને એ એની મા ઉપર મકાન વેચવા માટે દબાણ કરવા લાગ્યો.

દીકરાની આ વાતને તો, એની માએ એકવાર ચોખ્ખી ના પાડી, પરંતુ,

છોકરો પૈસા મળવાના બંધ થતા, એટલો હદે ખરાબ થઈ ગયો હતો કે,

એક દીવસ એણે માણસઈ અને સબંધોની, બધી હદો વટાવી નાખી, એ દિવસે એ વંઠેલ દીકરાની મા,ને ખૂબ જ દુઃખ થયું, અને છેવટે,

થાકી-હારીને, પોતાના પતિની છેલ્લી નિશાની એવું, ઘર પણ વેચી નાંખવું પડયું, અને એ હતાશ મા આ કારમો ઘા સહન નહીં થતા,

એજ દિવસે દીકરાના ત્રાસથી કંટાળી, કોઈને કંઈપણ કહ્યા સિવાય ગામ છોડી દુર-દુર ચાલ્યા ગયા.

માતાના જતા, ને મકાનના પૈસા દીકરાના હાથ પર આવતા, અત્યાર સુધી જે વંઠેલ દિકરો નાના-નાના વ્યસન કરતો હતો, તેને બદલે તેણે, ચોવીસ કલાક દારૂ પીવાનું ને જુગાર રમવાનું ચાલુ કરી દીધુ. અને એ

જુગારમાં થોડા પૈસા કમાતા, તે ગામ છોડી, શહેરમાં રહેવા જતો રહ્યો.

હવે અહીં શહેરમાં, એને કોઈ રોકવાવાળું, ટોકવાવાળું કે પછી ઓળખવાળું કોઈ હતુંજ નહીં.

સાથે-સાથે હાલ તો, એને પૈસાની પણ કોઈ કમી ન હતી.

ભગવાન પણ જાણે એને સાથ આપતા હોય તેમ, જુગારમાં ને જુગારમાં એ કરોડપતિ થઈ ગયો.

હવે તેના મોજ-શોખ વધી ગયા હતા, અત્યાર સુધી, જે ખરાબ વ્યસનો ને અવળા ધંધા, ફૂટપાથ પર કે નાની-મોટી ગલીઓમાં કરતો હતો, એજ ધંધા આજે, વૈભવી સ્ટાઈલમાં કરતો થઈ ગયો હતો.

હવે તો એ,

એજ શહેરમાં પોતાની માલિકીના મકાન, અને ફામ-હાઉસનો માલિક બની ગયો હતો.

પાછું, ભલે એ પોતે ગમે તેટલો ખરાબ માણસ છે,

પરંતુ,

અત્યારે એણે, શહેરમાં એક સારા માણસની એક મોટા માણસની એક સમાજસેવકની છાપ ઉભી કરી દીધી છે. અને એ પોતે

વાઈટ-કોલર લાઈફ જીવવા લાગ્યો છે.

આ બાજુ તેની માતા પણ, જ્યારથી ગામનું ઘર છોડ્યું, એ ઘરેથી નીકળીને, એજ શહેરમાં આવી ગઈ હતી કે, જે શહેરમાં આજે તેનો દીકરો પૈસે-ટકે આટલો બધો આગળ આવ્યો છે.

પરંતુ,

મા કે દીકરાને એ ખબર નથી કે, તેઓ બંને એકજ શહેરમાં છે.

હાલ આજ શહેરમાં તેની માતા, ફૂટપાથ પર પોતાનું જીવન ગાળી રહી છે,

છતા,

આજે પણ એમણે પોતાનુ સ્વમાન ગુમાવ્યું નથી.

કોઈની પાસે ભીખ માગી નથી.

કેમકે,

પહેલેથીજ, આ બધુ એમના સ્વભાવમાં ન હતું.

પ્રથમ દિવસે તેઓ જ્યારે શહેરમાં આવ્યા હતા, ત્યારે તેમની પાસે ખાલી બે જોડી કપડાં સિવાય કંઈ જ નહોતું.

પહેલા દિવસેતો તેઓ પૂરા શહેરમાં ભૂખ્યા પેટે ફર્યા, અને એ રાત્રે પણ તેઓ ભૂખ્યા પેટેજ ફૂટપાથ પર સૂઈ ગયા હતા.

બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગે, એમની આંખ ખુલી ગઈ હતી, અને તેઓ પોતાની જગ્યાએથી ઊઠીને રોડ પર થોડું આગળ વધ્યા, ને એજ ફૂટપાથના કોર્નર પર તેમણે એક ચાની હોટલ દેખાઈ,

ચાની એ હોટલને જોતાજ એમના મગજમાં એક વિચાર ઝબકયો, અને તે વિચારને એમણે ત્વરિત અમલમાં પણ મૂક્યો.

વહેલી સવારનો સમય હોવાથી, હોટેલ હજી ખુલી ન હતી,

પરંતુ

એમણે જોયું કે, હોટલની બહાર પાણીના બે ડ્રમ ભરેલા હતા, ડ્રમની બાજુમાંજ, એક ઓટલા પર જૂનું ઝાડૂ પણ પડ્યું હતું.

તેમણે સૌ પ્રથમ, એ ઝાડું ઉઠાવ્યું, અને એ હોટેલના દરવાજાથી લઈને, હોટલની ચારે દિવાલો પર બાઝી ગયેલ બાવા દૂર કર્યા. ત્યારબાદ,

હોટલની ચારે-બાજુ, 10 ફૂટ સુધી સુંદર રીતે કચરો વાળી નાખ્યો, અને પછી...

પેલા પાણીના ભરેલ ડ્રમમાંથી એક પ્લાસ્ટિકના જગ વડે, હોટલની આજુ-બાજુની જગ્યા પર પાણીનો છંટકાવ કરી, વાતાવરણ એકદમ શુદ્ધ, ઠંડું ને ખુશનુમા કરી નાખ્યું.

આટલુ કર્યા બાદ તેઓ,

હોટલની બહાર પડેલ એક જૂની પાટલી પર બેસી ગયા.

થોડીવારમાંજ એ હોટલના માલિક આવ્યા, તેઓ આવીને હોટલ સામે જોતાજ,

તે ખુબ ખુશ થઇ ગયા, સાથે-સાથે પાટલી પર બેસેલ માજીને જોઈ, તે સમજી પણ ગયા, કે આ કામ આ માજીએજ કર્યું હશે.

એમણે તુરંત, માજીને એક હળવું સ્મિત આપ્યું, માજીએ પણ એ હોટલ માલિકને હળવું સ્મિત આપ્યું.

ત્યારબાદ, હોટલ માલિકે પોતાની હોટલ ખોલી, દીવાબત્તી કરી,

આજના દિવસની પહેલી ચા બનાવી, પછી ખુશ થઈ એજ પહેલી ચા, અને સાથે બ્રેડ-બિસ્કીટ માજીને આપ્યા.

માજીને ચા સાથે બ્રેડ-બિસ્કિટ ખાતા જોઈ, હોટલ માલિકને મનમાં થયું કે, માજી સ્વમાની લાગે છે.

હોટલ માલિકને થયુ કે, માજી મહેનતનુંજ ખાવામાં માનતા લાગે છે.

ચા-નાસ્તો કર્યા પછી માજીએ હોટલવાળા ભાઈને કહ્યું કે,

માજી :- ભાઈ, મારા રોજના સવારના ચા-નાસ્તાનું તો થઈ ગયું, મને ખાલી બપોર અને સાંજ નું જમવાનું મળી રહે, એમા તમે મને કઈ મદદ કરી શકો, તો તમારો ખૂબ-ખૂબ આભાર.

માજીના મોઢે આટલુ સાંભળી, એ હોટલના માલિકે, એની હોટલથી થોડાકજ આગળ આવેલ, એક ગુજરાતી ભોજનાલય છે, તેમ માજીને જણાવી તે પોતે માજીને ત્યાં સુધી મુકવા પણ ગયા. અને,

એ લોજના માલિક સાથે માજી વિશે વાતચીત અને ભલામણ પણ કરી.

હોટલ માલિકની વાત સાંભળી, લોજવાળા ભાઈ પણ માજીને બે ટાઈમ જમાડવા તૈયાર થઈ ગયા.

ત્યારે,

માજીએ એ લોજના માલિકને કહ્યું કે,

માજી :- ભાઈ, મારા બે ટાઈમના ભોજનની સામે, હું તમારી લોજમાં શાકભાજી સમારી દઈશ, દરણુ દળાવી દઈશ, અને રોટલી માટે લોટ પણ બાંધી આપીશ, મારાથી બનતી બધી મદદ કરીશ. માજીની આ વાત સાંભળી, આ લોજવાળાની સાથે-સાથે, પેલા ચાની હોટલવાળા માલીક પણ

ખુશ થઇ ગયા.

એમને માજીની વાતમાં,

એક જબરજસ્ત માણસાઈ,એક સચ્ચાઈ, અને ભલમાનસાઈ દેખાઈ.

બસ આ રીતે ફૂટપાટ પર જીવન વ્યતીત કરતા માજીની ખાવા પીવાની જરૂરિયાત પણ પુરી થઈ ગઈ હતી.

આટલુ મળી ગયા, પછી માજીને બીજું જોઈએ પણ શું ?

સમય વહેતા,

એક દિવસ માજી રોજના નિયમ પ્રમાણે,

વહેલી સવારે પેલી ચાની હોટલ પર પહોચે છે.

નિત્યક્રમ પ્રમાણે માજી કચરો વાળી, પાણી છાંટી, હોટલ માલિકની રાહ જોતા, એજ પેલી પાટલી પર બેસે છે.

સવારના છ વાગ્યા, સાત વાગ્યા અને આઠ પણ વાગવા આવ્યા, પરંતુ...

હજી સુધી પેલા હોટલ માલિક આવ્યા નહીં.

આમનેઆમ હોટલવાળા ભાઈની રાહ જોતા, દસ વાગવા આવ્યાં, એટલે બરાબર રાહ જોઈ લીધાં બાદ, માજી પેલી લોજ પર જવા માટે ત્યાંથી ઉભા થાય છે.

માજી ચા પીધા સીવાય ધીરે-ધીરે ચાલતા પેલી લોજ પર પહોચે છે. પરંતુ...

ત્યાં પહોચી માજી જુએ છે તો, લોજ પણ બંધ હતી.

આજુ-બાજુમાં માજીએ પૂછતાં, માજીને જાણવા મળ્યું કે,

આજે તે લોજના માલિકને ઘરે કોઈ પ્રસંગ છે, એટલે બે-ત્રણ દિવસ તેઓ આવવાના નથી.

પેલા ચાની હોટલવાળાભાઈ પણ એજ પ્રસંગમાં ગયા છે.

હકીકતમાં એ હોટલ અને લોજના માલિક, માજીને કહેવાનું ભૂલી ગયા હતા.

ના-છુટકે, માજી ભૂખ્યા અને તરસ્યા પોતાના સ્થાન પર પરત ફર્યા.

માજીને ખૂબજ ભૂખ લાગી હતી, માજીને આમ ભૂખ્યા જોઈ, તેમની સાથે ફૂટપાટ પર રહેતા બીજા અન્ય ભિક્ષુકો કે જે રોજ બન્ને ટાઇમ, નજીકમાં આવેલ મંદીરમાં ચાલતા સદાવ્રતમાં જમતા હતા, તેઓએ માજીને સમજાવ્યા કે ભલે તમો સદાવ્રતમાં ખાતા ન હોવ, પરંતુ ત્રણ દિવસ ભૂખ્યા તો ન રહેવાયને, માટે બે-ત્રણ દિવસ તો અમારી સાથે જમવા આવો.

હોટલ અને લોજ ખુલી જાય, પછી ના આવતા.

છતા...

માજીએ એક દિવસ તો ભૂખ્યા પેટે કાઢી નાખ્યો, પરંતુ બીજા ભિક્ષુકોના કહેવાથી માજી બીજા દિવસે તેમની સાથે જવા તૈયાર થઈ ગયા.

માજી એ લોકો સાથે, મંદીર પહોચે છે.

મંદિરના એમના સીવાય બીજા પણ સો-બસો માણસો પણ જમવાની લાઈન લગાવીને બેસી ગયા હતા.

માજી પણ, એ લાઇનમાં બેસી ગયા, ત્યાંજ એક ગાડી આવીને ઉભી રહે છે.

ગાડીમાંથી એક દંપતી, તેમની બે- ત્રણ વર્ષની દીકરીને લઈને નીચે ઊતરે છે.

માજીની નજર જેવી એ દંપતિ પર પડે છે, બિજીજ ક્ષણે માજી એમને ઓળખી જાય છે.

આ તો મારો દીકરો છે, ને તેની સાથે તેની વહુ લાગે છે, માજીએ રોજ આવતા લોકો પાસે, તપાસ કરતાં, જાણવા મળ્યું કે...

આ મંદિર એણેજ બંધાવ્યું છે, અને તે આ મંદિરની સામેનાજ ફ્લેટમાં ટોપ ફ્લોર પર, પેન્ટહાઉસમાં રહે છે.

તુરંત માજી જમવાની લાઈનમાંથી ઊભા થઈ, બહાર નીકળી રહ્યાં હતા, ત્યાંજ એમના દીકરાની વહુની નજર માજી પર પડે છે, માજીને આમ જમ્યા વગર જતા જોતા,

વહુ :- માજી, ક્યાં જાવ છો ? બેસો જમીને જજો.

માજી :- બેટા, હું મારા પરીવારના અન્ય સભ્યોને લઈને હમણાંજ આવુ છું.

આટલુ બોલી માજી, વહુએ તેળેલ પોતાની પૌત્રી સામે હળવી સ્માઈલ આપે છે, સામે એ નાનકડી ઢીંગલી પણ મલકાય છે.

વધુ અંતીમભાગ 2 માં.