પ્રહરે ફરી પાખીને પૂછ્યું, બોલ પાખી કેવી રીતે માની લઉ કે, મારી પ્રત્યંચા કોઈ ખૂન કરી શકે ? પ્રહર, મને કંઈજ સમજ નથી પડતી. પાછલા બે વર્ષથી સતત આ મુદ્દે ન્યૂઝમા આવ્યા કર્યુ છે. બધાને ખબર છે, પ્રત્યંચાને કયા દિવસે ફાંસી લાગવાની છે? ત્યારે હવે તને યાદ આવે છે કે તું પહેલી વાર મળ્યો ત્યારે એ કેટલી માસૂમ હતી ? પ્રહર અત્યાર સુધી કોર્ટમા કેટલી વાર આ કેસ ખુલ્યો હશે ? કેટલી તપાસ થઈ હશે ? ત્યાં સુધી શુ કરતો હતો તું. પ્રહર હું તારી ફ્રેન્ડ છુ. તારી ભલાઈ ઈચ્છું છુ. તારી વાત પર મને વિશ્વાસ કરવાનું મન પણ થઈ જાય. પણ જે બધું સાંભળ્યું, જે જોયુ એ કેમનું ભૂલી જાઉં. અને બધું ખોટું એમ માની પણ લઉ, પ્રત્યંચા પોતે જે બોલે છે એનું શુ ? એ કેમ ખોટું બોલે ?
પાખી હું નથી જાણતો એ કેમ ખોટું બોલે છે ? હું એને મળવા જાઉં ત્યારે એક શબ્દ એ નથી બોલતી. એની નિર્દોષ આંખો અને એનો માસૂમ ચહેરો મને કંઈક કહેવા માંગે છે. એ હોઠ કંઈક બોલવા જાય છે પણ કંઈક એને રોકે છે.દસ વર્ષ પહેલા એ જેટલી માસૂમ હતી એટલી જ માસૂમ છે એ. ત્યારે પણ એને પોતાના પરિવાર માટે પોતાના સપનાને દાવ પર લગાવ્યા હતા. અને હાલ પણ કોઈના માટે પોતાની ઝીંદગી દાવ પર લગાવી છે. કંઈક છે , જે છે પણ સમજાતું નથી. એક કામ કર પ્રહર તું પહેલેથી વિચાર જ્યારથી પ્રત્યંચાને મળ્યો ત્યારથી જે પણ બન્યું. ક્યાંક કોઈક એવી વાત મળી જાય. જે કંઈક દિશા બતાવે.U are right પાખી.. મારે ફરી બધું યાદ કરવું પડશે. એક કામ કર તું ફ્રી હોય તો મળીએ કાલ. Ya sure.... પ્રહર... . તારા પેશન્ટ પતે એટલે મને કહી દેજે.
પાખી.... તું તો મારી પહેલા આવી ગઈ.. હા પ્રહર, મને પણ જલ્દી છે જાણવાની તારી અને પ્રત્યંચાની સ્ટોરી. હા હા હા.... પ્રહર હસવા લાગ્યો... સ્ટોરી નથી આ એક દશકની ઝીંદગી છે. એમ ક્યાં એક વારમા પતી જશે. જે હોય એ હવે તું બોલ શુ થયુ હતું પ્રત્યંચા એના પપ્પાને લેવા ગઈ પછી ? એ એના પપ્પાને લેવા ગઈ. મેં બહાર રિસેપ્શન પર કોલ કરી કહી દીધું હતું કે, પ્રત્યંચા નામની કોઈ છોકરી આવે તો સીધી મારી પાસે મોકલે. હું લગભગ બે કલાક સુધી બીજા પેશન્ટ જોતો રહયો . એ આવી નહી. મારે બીજી હોસ્પિટલમા વિઝિટ કરવાનો ટાઈમ થવા આવ્યો. પણ હજી આવી નહી. મને સમજાતું નહોતું કે થોડા કલાક પહેલા તો મને આજીજી કરતી હતી અને હવે કેમ ના આવી. મને લાગ્યું કોઈ ગરીબ ઘરની છોકરી હશે. અહીં એના પપ્પાને લાવવા માટે વ્યવસ્થા નહી કરી શકી હોય. બીજો અડધો કલાક મેં રાહ જોઈ. મારા બધા પેશન્ટને મેં ચેક કરી લીધા. હવે મારે બીજી હોસ્પિટલ જવું પડે એમ જ હતું. હું બહાર ગેટ આગળ પહોંચ્યો જ ને એક આખુ ટોળું સામે મળ્યું. પ્રત્યંચા પણ હતી. એ આગળ આવી સોરી સાહેબ મોડું થઈ ગયું. મને મનમા થયું કે આખી જાન લેવા રહે તો મોડું જ થાય ને. એક જ પેશન્ટની વાત હતી એટલે મેં એને કહયું તારા પપ્પા ને અંદર લઈ ને આવ. પ્રત્યંચા એના પપ્પા સાથે અંદર આવી. એ છોકરી મારા કરતા સાતેક વર્ષ નાની હશે.... પણ મને ધમકાવતી હોય એમ કહી દીધું જલ્દી ચેક કરી કહો મારા પપ્પાને શુ પ્રોબ્લમ છે. મને ગુસ્સો પણ આવ્યો અને હસુ પણ... એક તો આટલી મોડી આવે અને પછી મારી બોસ હોય એમ મને ઓર્ડર કરે.
થોડા ટેસ્ટ કરવાના કહી અમુક દવા લખી આપી. પછી પૂછ્યું મેં એને, આટલા બધા માણસો કેમ લઈ ને આવી ? એ હસી..... સાહેબ એતો બધા મારી પોળના લોકો છે. અને એ તમારી જોડે ચેકઅપ કરવા આવ્યા છે... અમુક લોકો સાથે આવ્યા છે. અરે.... મતલબ ! એ ફરી થોડું હસી... અરે સાહેબ તમારી એપોઇન્મેન્ટ મળતી નથી ને એટલે બધાને સાથે લેતી આવી. હું જોતો રહયો... કઈ બોલી ના શક્યો. બીજી હોસ્પિટલની વિઝિટનો ટાઈમ તો જતો રહયો.. પણ લાગે છે લંચ પણ મળશે નહી. લગભગ પંદર જેટલા પેશન્ટ લઈ આવી હતી એ....હોસ્પિટલના અમુક રૂલ્સ હોય. આમ તું બધા ને લઈને આવી ના શકે. મેં ખાલી તારા પપ્પા માટે જ કહયું હતું. મેં થોડું ગુસ્સે થઈ કહયું એને. એ ફરી હસી....સાહેબ મને ખબર છે. પણ શુ કરીએ તમે જલ્દી મળતા નથી. એટલે મારે આવું કરવું પડ્યું. બહુ વિશ્વાસથી લઈને આવી છુ. પ્લીઝ એક વાર ચેક કરી કરી કાલ બોલાવજો પછી તમે. મારે શુ કરવું એ પણ તું સમજાવીશ મને. એ બધા ને કહી દે બહાર રિસેપ્શન પર નામ નંબર નોંધાવી એપોઇન્મેન્ટ લઈ લે.
અરે, સાહેબ એતો પહેલા પણ કરેલું જ છે પણ જયારે કોઈ આવે ત્યારે એક જ જવાબ મળે, હાલ બહુ પેશન્ટ છે. ફરી એ છોકરીએ આ ફરીયાદ કરી. મને એની આ વાત સમજ આવતી નહોતી. એ કેમ આવું કહેતી હતી. તું બેસ, તારા જ સામે હું બધાની એપોઇન્મેન્ટ બુક કરાવું. પછી તો જઈશ ને આ બધાને લઈ ને ? હા સાહેબ, એટલું બોલી એ ચૂપ થઈ ગઈ. મેં રિસેપ્શન પર કોલ કરી નેહા ને અંદર બોલાવી. નેહા, આ છોકરી કહે છે, છેલ્લા દસ દિવસથી એને એપોઇન્મેન્ટ મળી નહોતી. અને એની સાથે આવેલા બહાર એ લોકો ને પણ આ જ મુશ્કેલી પડે છે. કારણ જાણી શકું હું ? સર... મોટા સરે ના પાડી છે. જે ફી ના પૈસા આપી શકે એવા હોય, એવા જ પેશન્ટને તમારો ટાઈમ આપવાનો. નેહા ડરતા ડરતા બોલી. ઓહ.. ! જોરદાર કામકાજ છે.. ડૉક્ટર છો તમે અને આવું વિચારો જે પેશન્ટ પૈસા ના આપી શકે એને મરવા દેવાના? પ્રત્યંચા બોલી. મેં એને ચૂપ કરતા કહયું એક મિનિટ મને વાત કરવા દે. નેહા આ ક્યાનો નિયમ છે.? પેશન્ટ તો ગરીબ હોય કે અમીર બંનેને સરખા જ રાખવાના હોય. પણ સર, હું જ્યારથી નોકરી કરું છુ આ જ ચાલે છે. અને મોટા સર અને મેડમ બંને એ મને આ જ રીતે કામ કરવા કહયું છે. પ્રત્યંચા ગુસ્સેથી બોલી, આ છે કોણ મોટા સર અને મેડમ હું મળું એમને. મેં ફરી એને ચૂપ રાખી. તું શાંત થા, હું જોઉં છુ. નેહા બહાર જેટલા પેશન્ટ છે બધાના નામ, નંબર લઈ લે . કાલ સવાર અને સાંજે જયારે સેટ થાય બધા ને એપોઇન્મેન્ટ સેટ કરી દે. કોઈ તાત્કાલિક જરૂર હોય તો મને કોલ કરી જણાવ. પ્રત્યંચા, મારા મોમ ડેડ કેમ નથી ઇચ્છતા ગરીબ પેશન્ટ અહીં આવે એ હું ઘરે જઈ એમને પૂછીશ. હવે પછી તમને આવી મુશ્કેલીનો સામનો નહી કરવો પડે એ પ્રોમીસ છે મારૂં.
પ્રત્યંચાએ હસીને મને થેન્ક્સ કહયું. પણ હજી એને સંતોષ નહોતો એને કહયું સાહેબ મને તમારો નંબર આપો. આવો ફરી પ્રોબ્લમ થયો તો, હું તમને કહી શકું. મેં એને કહયું સ્યોર.. તું લખી લે મારો નંબર. ગમે ત્યારે જરૂર પડે તું મને બોલાવજે. એ ખુશ થઈ નીકળી ગઈ. મને એ છોકરીની ચાલાકી ગમી. એને જાણી જોઈ ને આ બધું કરેલું. કેમ કે એના પપ્પાને એવો કોઈ મોટો પ્રોબ્લમ હતો જ નહી. પણ એ એની પોળના લોકોને લાવવા માટે એના પપ્પાને લઈને આવી. મારા મોબાઈલ પર મેસેજ આવ્યો થૅન્ક્સ સાહેબ. હું સમજી ગયો આ પાગલ છોકરી જ હશે. અને મેં એનો નંબર સેવ કરી લીધો. ક્યાં ખબર હતી મને પાખી , એ નંબર હંમેશા માટે ડિલીટ કરવો પડશે.
પ્રહર, પ્રત્યંચા હતી કોણ ? એનું પૂરું નામ શુ હતું ? કઈ પોળમા રહેતી હતી ? કહું કહું પાખી.. બધું જ કહું. બીજા દિવસે સવારે અને સાંજે મેં એની પોળના બધા પેશન્ટ તપાસ્યા. એટલે મોડી રાતે એનો મેસેજ આવ્યો. થૅન્ક્સ સાહેબ.. તમારું બહુ નામ છે અને તમારા પર બધાને વિશ્વાસ છે. એટલે મારે તમારા ત્યાં જ લાવવા જરૂરી હતા. બહુ હોસ્પિટલો અને સરકારી દવાખાના છે. ત્યાં જઈ શકતા હતા. પણ તમારું નામ ને કામ વખણાય છે. થૅન્ક્સ સાહેબ.. અમારી મદદ કરવા માટે. . મેં સામે એને રિપ્લાય કર્યો. થૅન્ક્સ તો મારે તને કહેવું જોઈએ. તે આવી ને મારી હોસ્પિટલમા શુ ચાલી રહ્યું છે એ મને જણાયું. બાકી મને ખબર પડત જ નહી. મેં એને પૂછી લીધું તું શુ કરે છે ? એને કહયું હું હાલ સેકન્ડ યરમા છુ. નવગુજરાત આર્ટસ કોલેજમા સ્ટડી કરું છુ. પ્રહર, પ્રત્યંચા આર્ટસ સ્ટુડન્ટ હતી ? તો ક્યાંથી તારી સાથે એનું મેચ થયુ. એજ તો તારે જાણવાનું છે પાખી. મારાથી સાત વર્ષ નાની. પોળમા રહેતી આર્ટસ સ્ટુડન્ટ કઈ રીતે મારી પત્ની બની ? હું તને ફરી મળીને કહીશ બધું. હાલ હોસ્પિટલમા એડમિટ પેશન્ટનો એક રાઉન્ડ મારવાનો છે. ઓકે પ્રહર.... ટેક કેર... મળીએ પછી. એમ કહી બંને છૂટા પડ્યા.
કઈ રીતે પ્રહર અને પ્રત્યંચા બીજી વાર મળ્યા ? કેવી રીતે બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ...? જાણો આવતા અંકે.....