I Hate You - Can never tell - 18 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-18

આઇ હેટ યુ
પ્રકરણ-18
ખરીદી આજની પુરી કરી અને રાજે કહ્યું નંદીની બધીજ શોપીંગ બેંગ્સ કારમાં મૂકી દઇએ. કારમાં બધોજ ખરીદીનો સામાન મૂકી રાજ આલ્ફાવનનાં કમ્પાઉન્ડમાંજ આવેલી હ્યયાત હોટલમાં નંદનીને લઇ આવ્યો. બધીજ ફોર્માલીટી પતાવીને એમને મળેલો રૂમ નં. 603માં બંન્ને જણાં આવી ગયાં.
નંદીનીએ રાજનું આમ હોટલમાં લઇ આવવું ગમ્યુ નહોતું એણે રાજને કહ્યું રાજ આવાં સમયે જ્યારે તારો વિરહ મારે વેઠવાનો છે હજી આપણાં લગ્નનું ચોઘડીયું દૂર છે સમય લાગશે અને તારી આવી ઇચ્છા મને મનમાં .... રાજ હું તારીજ છું પૂરી પવિત્ર પાત્રતા સાથે તારી રાહ જોઇશ. આપણાં વેદીની આસપાસ અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય. શ્લોકો સ્તુતિ. અને આશીર્વાદનો વરસાદ વરસે આપણે કેટલાય વિરહ પછી મળ્યાં હોઇશું. અબોટ મારું જોબન હું તને એ મધુર રાત્રીએ સમર્પિત કરુ એવી મારી ઇચ્છા છે આમ વાસનાને આધીન થઇ કસમયે આવો આનંદ લેવો ઇચ્છનીય નથી.
રાજ થોડો સમય નંદિનીતી સામે જોઇ રહ્યો એનો ચહેરો પડી ગયો એને એરકન્ડીશન રૂમમાં આખા શરીરે પરસેવો વળી ગયો એ નંદીનીનાં પગમાં પડી ગયો જાણે કરેલી ભૂલનો અપાર પસ્તાવો. અનુભવી રહ્યો. નંદિનીની આંખમાંથી આંસુ નીકળી ગયાં એ ધૂસ્કે ને ધૂસ્કે રડી પડી એ પણ રાજની પાસે બેસી ગઇ રાજનાં આંખનાં આંસુ લૂછ્યાં. રાજ પણ ખૂબ પડી ઉઠ્યો બંન્ને જણાં એકબીજાને વળગી ગયાં.
રાજે કહ્યું મારી નંદુ હું જાણુ છું તારાં પ્રેમને તારી પવિત્ર પાત્રતા પર કોઇ શંકાજ નથી મારાંમાં વાસનાનો કીડો નથી ઉઠ્યો પણ મારાં રોમ રોમમાં અપાર પ્રેમ ઉમટ્યો હતો આપણે કોઇ એવી પરાકાષ્ઠા નહીં આંબીએ માય લવ. મારામાં પણ તારાં જેવાંજ વિચારો આશાઓ ઉમટે છે.
લગ્નવેદીની આસપાસ ફેરા ફરી તારી માંગમાં સિંદુર ભરી તને મંગળસુત્ર પહેરાવીને બધાનાં આશીર્વાદ લઇને હું મારાં ઘરે તને લઇ આવું એ મંગળઘડી આપણી મધુરજનીનાં દિવસે તને હું સુગંધી ફૂલોથી શણગારી આપણાં શયનકક્ષમાં આપણાં સૂવાનાં પલંગ પર શણગાર કરી તને અપાર પ્રેમ કરી તને સ્વર્શ કરું તને એક એક ક્ષણ મારી સમર્પિત કરુ તારાં રોમ રોમને ચુંબનોથી સ્પર્શ તારાં અંગ અંગેને સહેલાવી તને સ્વર્ગીય આનંદનો અનુભવ કરાવું એવી જ મારી તમન્ના છે.
અહીં તને લાવવા પાછળનું ચોક્કસ કારણ છે જાન મેં તને એ વાત હજી કીધી નથી મારી જાન. મારે US જતાં પહેલાં પરમદિવસે જ મુંબઇ જવાનું થયું છે મારે ત્યાં ખાસ ટ્રેઇનીંગ લેવાની છે મારાં અંકલે મારાં પાપાને આ ટ્રેઇનીંગ અંગે વાત કરી અને પાપાએ નિર્ણય લીધો છે જાન વિરહ દૂર હતો અચાનક નજીક આવી ગયો છે.
મારી નંદુ... મને ખબર છે આ નિર્ણય આપણાં બંન્ને માટે કઠણ છે આપણે તારાં ઘરે કે મારાં ઘરે કે બહાર કે કારમાં મળીએ વાતો કરીએ પણ નિશ્ચિંતતા નથી મળતી એકાંત માટે તરસતા હોઇએ છીએ એટલે મેં રાત્રેજ રૂમ બુક કરાવી આપણે નિશ્ચિતંતાથી મળી શકીએ બીજી કોઇ કારણ નથી.
નંદુ હા હું એટલું ચોક્કસ કબૂલીશ કે મારાં મનમાં તને પ્રેમ કરવા ઘણાં વિચાર આવેલાં કે તને હું અહીં એકાંતમાં પ્રાઇવેસમાં છૂટથી વળગી શકું પ્રેમ કરી શકું ચુંબનો લઇ એક યાદ મારા માટે લઇ જઊં નંદુ વિરહ પહેલાનો આ સંયોગ મેં ઉભો કર્યો છે જે 15 દિવસ કે 20 દિવસ પછી વિરહ હતો એની વચ્ચે માત્ર બે દિવસ છે હું કેમ કરીને સહી શકું ? નંદુ મને માફ કર અચાનક આવેલી સ્થિતિએ મને પરવશ કર્યો.
રાજને બોલતાં સાંભળ્યો એની સાથેજ નંદીની રાજને વળગી ગઇ અને અસહય પીડાથી ખૂબ રડી ઉઠી એણે કહ્યું રાજ આવો કેવો આધાત આપે છે ? માંડ થોડાં દિવસ મળવાનું હતું પછી તો જવાનોજ હતો આવું કેમ ? મને શેની સજા આપી છે તે ? એ રાજને વળગીને રડતી રહી. રાજ એનાં માથે હાથ ફેરવીને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો. નંદીનીનાં ડૂસકાં શમાતાં નહોતાં....
રાજ નંદીનીને સમજાવતો રહ્યો. પ્રેમ કરતો રહ્યો નંદીની ખૂબજ ઉદાસ થઇ ગઇ હતી. રાજે કહ્યું નંદુ USમાં એડમીશન લીધાં પછી ત્યાં મને ભણવામાં કે વોક્યુબલરીમં તકલીફ ના પડે હું પાછો ના પડું એટલે આ વ્યવસ્થા કરી છે પાપાનાં ખાસ ફેન્ડ છે મુંબઇ એ પણ ત્યાં મોટાં એડવોકેટ છે એમને ત્યાં રહેવાનું છે ત્યાંતીજ આ કોર્ષ પુરો કરીશ હું તને રોજ ફોન કરીશ વીડીયો કોલથી વાતો કરીશું શું કરું ? મારાં માટે જરૂરી છે સ્વીટુ અહીં ભણ્યાં પછી આવો એડવાન્સ કોર્ષ જરૂરી છે.
નંદુ એક વાત કહુ વચ્ચે બ્રેક લઇને તને મુંબઇ પણ બોલાવી લઇશ આપણે સાથે 2-3 દિવસ રહીશું મુંબઇ ફરીશું ત્યાં બીજા કોઇ કામ નહીં હોય સ્વીટું પાપા મારી કેરીયર માટે પાણીની જેમ પૈસા વાપરી રહ્યાં છે મારી પણ ફરજ છે હું સારામાં સારું ભણું એય.. જાનું મને પણ આવો અચાનક વિરહ આવ્યો નથીજ ગમ્યું અને આ એકાંત પળોમાં તારી સાથે વધુને વધુ હું સમય ગાળી શકું વાતો કરી શકીએ એટલેજ રૂમ મેં રીઝર્વ કરાવ્યો છે.
નંદીની રાજને સાંભળી રહી પછી એણે આંસુ લૂછી સ્વસ્થ થઇને બોલી કંઇ નહીં રાજ તેં આટલી આપણને મળવાની કાળજી લીધી મને ગમ્યું આમેય નસીબમાં વિરહ તો હતોજ તું ભણીને પાછો આવે ત્યાં સુધી હવે થોડું વધારે સહીશું. તારી કારકીર્દી અને ભણતર માટે મને આ પણ કબૂલ છે મારાં રાજ...
રાજનાં ચહેરાં પર આનંદ છવાયો એટલો કહુ નંદુ તું સમજી એટલે મને શાંતિ થઇ આ કહેવા માટે કેટલી હિંમત એકઠી કરી હતી જાન...
રાજે કહ્યું નંદુ આઇ લવ યુ જેમ દિવસ જાય છે આપણે વધુ નજીક આવીએ છીએ એકબીજાને બધુને વધુ ઓળખતાં અને સમજતા થઇએ છીએ. નંદુ તને પસંદ કરીને મેં કોઇ ભૂલ નથી કરી ઇશ્વરે જ આપણને ભેગાં કર્યા છે.
નંદીનીએ રાજનાં કપાળે કીસ કરીને કહ્યુ રાજ તારી વાત સાચી છે ઇશ્વરે જે ભેગાં કર્યા છે. પણ સમજ કેળવતાં કેવો વિરહ અને પીડા મારે ભોગવવાની છે એ પણ સમજાય છે.
રાજે કહ્યું સ્વીટુ વિરહની પીડા તો તારે અને મારે બંન્ને જણે ભોગવાની છે એમાં કોઇ એક કંઇ નથી કરતું પ્રેમ માં યુગ્મતા હોય છે એવીજ પીડામાં હોય છે.
નંદીનીએ કહ્યું તારી વાત સાચી છે પ્રેમ અને પીડા બંન્નેમાં યુગમતા હોય છે પણ તું ખૂબજ ઢીલી લાગણીશીલ છું મને તારાં વિના એક ક્ષણ નથી ચાલતું હું કેવી રીતે જીવીશ ? મનેજ નથી ખબર હું શું કરીશ ?
રાજે કહ્યું નંદુ સમય પહેલાં અને નસીબથી વધુ કોઇને મળ્યુ નથી અને મળશે નહીં પણ સારી અને ખાસ વાત એ છે કે આપણે એકબીજાને ખૂબજ પાત્રતાથી પ્રેમ કરીએ છીએ તારો રાજ તારાથી દૂર જઇને પણ ફતી તારો રહેશે એ ઇશ્વરની સાક્ષીએ કહ્યું છું મને ખબર છે કે હું પરદેશ જવાનો ત્યાંની દુનિયા સંસ્કૃતિ કલ્ચર બધુ જુદુ છે પણ મને તારાં પ્રેમ સામે કશુંજ સ્પર્શ શે નહીં માત્ર તું અને તું જ હોઇશ ભણીને હું ક્યારે તારી પાસે આવી જઊં એજ રાહ જોતો હોઇશ આઇ પ્રોમીસ યુ ડાર્લીંગ લવ યુ મારી નંદુ.
નંદીનીએ કહ્યું આપણાં નિશ્ચિંતતાનાં મિલન અને મુલાકાત માટે તે રૂમ બુક કરાવ્યો મને કેવાં કેવાં વિચાર આવી ગયાં ? મારાં રાજ મને માફ કર.
રાજે કહ્યું બસ હવે માફી અને વાતો ઘણી થઇ ગઇ આવી જા મારી બાહોમાં તારી હૂંફ અને વ્હાલથી મને તરબતર કરી દે જેની યાદ હું મારી સાથે લઇ જઊં અને પળ પળ એને યાદ કરી જીવી શકું.
નંદીનીએ રાજને ગળે વળગાવી દીધો બંન્ને જણાં એકબીજામાં પરોવાઇ ગયાં. રાજ નંદીનીની છાતીએ વળગી ગયો અને બંન્ને જણાં એકમેકનાં સ્પર્શનો હૂંફમાં આનંદ લેતાં લેતાં.. આગળ વધી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-19