Saat ferano sodo - 6 in Gujarati Fiction Stories by Ayesha Yusuf books and stories PDF | સાત ફેરાનો સોદો - ૬

Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

સાત ફેરાનો સોદો - ૬

"મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તું એક કેન્ટીન બોય સામે તારી ઈજજત રાખવા આટલું સોલિડ રિસ્ક લઈ શકે છે.યાર,મારી લાઇફ તો હજુ વસંત ની રાહ જ જોઈ રહી છે ને તુ એને પાનખર બનાવવા મંડ્યો છે."- ટાઈગરની બીકના કારણે મનન સનેપાત કરવા લાગ્યો.
"બકવાસ બંધ કર તું.શુ પાનખર-વસંતન પત્તરની કરી રહ્યો છે?"
"તમે બંને અહીં જ ઊભા રહો.હું મોન્ટુ ને મળી ટાઈમ લઈને આવું છું."-આશિષ જવા જ જતો હતો કે રાજે રોકતા કહ્યું"અમે આવતા હતા ત્યારે એ અમને મળેલો તો એને પહેલેથી જ અમને સમય આપેલો છે."
"તમે ઓળખો છો એને?"-આશ્ચર્યથી આશિષ ની આંખો પહોળી થઇ ગઈ.
"હા તો?અમે બંને મતાધિકાર ધરાવતા એક શિક્ષિત અને સમજદાર નાગરિક છીએ જે ક્યારેક એમના જીવનમાં આવતા અવસરોને એપલ જ્યુસ પીને સેલીબ્રેટ કરીએ છીએ."-મનને લેક્ચર આપ્યું.
"બોખલાઈ ગયો છે કે શુ ડોબા?"-મને મનન પર ગુસ્સો આવ્યો.
"અરે વાહ.બરોબર ટાઈમસે આ ગયે તુમ તો."- યમરાજ નો પાડો ઝૂલતા ઝૂલતા બોલ્યો.
"અબે ઓય,તુ કયુ આયા?તેરા અપોઈમેન્ટ નહી હે.ચલ ભાગ સાલે."-આશિષને જોઇને પાડો વિફર્યો.
"ટાઈગરસે મિલને કે લિયે મુજે અપોઈમેન્ટ નહીં લેની પડતી યે તો તુ ભી જાનતા હે."-
"બે ટાઈગર વાળી ટ્રોફી શૉ ઑફ કરવાની કૉમ્પિટીશનમા આશિષ જીતી ગયો.તારૂ શું કહેવું છે?"-મનને રાજના કાનમાં કહ્યું.
"મારૂ એ જ કહેવું છે કે ટાઈગરની ટ્રોફી વાળી બહું ડોઢી થા માં.નહી તો એ જ ટ્રોફી તારા પોટ્રેટને ફુલહાર ચઢાવી જશે."
"બે ભે*** તુ અવ્વલ દરજ્જાનો નેગેટિવ માણસ છે.કોઈ વારતો પોઝિટિવ બોલ."-મનને વાકય પુરૂ કરતા કરતા મોન્ટુ ને એક ગોબો લગાઈ દીધો.બીજી જ સેકન્ડે ઓવરબેક થયેલું બ્રેડ ગિન્નાયુ.
"અબે ઓય બુડબક.ઠાકુર બનને કા બડા શોખ હે તેરેકો?"
"અરે સોરીના મોન્ટુ ભાઈ.આપ જેસે બડે દિલવાલે કે સાથ અબ મજાક ભી નહીં કરૂ?નાનાભાઈ સમજ કે માફ કરીદો પ્લીઝ."-ગમે તે કહો પણ મસ્કાબાજી મા મનનને કોઈ ન પહોંચી શકે.
"હા અબ ચલ."-પાડો પ્રશંસા સાંભળીને વધુ પોરસાયો.અમે ચારેય અંદર દાખલ થયા.ખબર નહીં કેમ પણ અંદર જતી વખતે રાજે દિવાલ ઉપર ટકોરા મારવાનુ ચાલુ કર્યું.બની શકે દિવાલ પોલી હોય અને દિવાલની બીજી બાજુ થી મદદ માટે રિધિમા રિસ્પોન્સ આપી દે.રાજનો આ મદદ કરવાવાળો સ્ટંટ મોન્ટુ ને જરાય ન ગમ્યો.એને કોઈ જ જાતની વોર્નિંગ આપ્યા વગર રાજની જમણા હાથની બંને આંગળીઓ વાળી નાંખી.રાજ દર્દથી કણસી ઉઠ્યો.
"મોન્ટુ હમણાં જ માંફી માંગ."-અચાનક પાછળથી ટાઈગર ગર્જયો.
"આ હીરો ક્યાંથી પ્રગટ થયો?"-ટાઈગરને જોઈ રાજ એનું દુઃખ ભૂલી ગયો.
"તને સમજાવવુ પડશે કે મહેમાન ભગવાન હોય છે અને ભગવાન નુ અપમાન ન કરાય."-ટાઈગરે રાજનો હાથ છોડાવી મોન્ટુ ને માંફી માંગવા કહ્યું.
કમને મોન્ટુ એ માંફી માંગી.
"આવવામાં તકલીફ તો નથી થઈ ને?મોન્ટુના મિસબહેવ તરફ ધ્યાન ન આપતો."-અમે ત્રણેય બાઘાની જેમ ટાઈગરને અનિમેષ નજરે જોઈ રહ્યા હતા.
"ડોન્ટ વરી.હુ કાંઈ ભૂત નથી.ટહેલતો હતો તો મનનનો અવાજ સાંભળી આવ્યો.
"યાર આ‌ કેટલો હોટ છે.મને મારા સ્ટ્રેટ હોવા પર‌ અફસોસ થઈ રહ્યો છે."-મનને રાજના કાનમાં ધીમેથી કહ્યું.મને ઘણી વખત મનન સમજમાં જ નથી આવતો.એને આવી પરિસ્થિતિમાં આવા વિચારો કેવી રીતે આવી શકે યાર.
"હું જાન લઈ લઈશ તારી હવે જો એક પણ વખત બોલ્યો છે તો."
"એવું તો શું છે જે તમે અહીં સુધી ખેંચાવાની તકલીફ લીધી?"-ટાઈગરની નજર આશિષ પર અટકી.ટાઈગરે હાથથી જવાનો ઈશારો કર્યો.અમારૂ આવવુ એને ગમ્યું નથી એમ સમજી રાજ જવા ઊભો થયો કે તરત આખો રૂમ ખાલી થઈ ગયો.ટાઈગરનો ઈશારો એના માણસો માટે હતો.રાજ છોભીલો પડ્યો.રાજને જોઈ ટાઈગર હસ્યો.
"મેનર્સની માસી ચૂપચાપ બેસી રહેશે.ઈજજત કાઢવા બેસી છે."-મનને મેસેજ કર્યો.
"તું એને સ્પષ્ટ શબ્દોમાં કહી શકે છે.અહિયા આપણા ચાર સિવાય કોઈ નથી.મારી દિવાલને કાન નથી.તુ બોલી શકે."-ટાઈગરે મનન સામે જોઈ કહ્યું.
"કાન ભલે નથી પણ મોઢું તો છે ને."-રાજ બોલી પડ્યો.રૂમમા સન્નાટો છવાઈ ગયો.