બીજે દિવસે સવારે,
આજે નિયા નો બર્થ ડે હતો. એ એના સાસુ એ આપેલી કુર્તી પહેરી ને એના મમ્મી સાથે મંદિર ગઈ. આવી ને પ્રિયંકા બેન એ લોચો બનાવ્યો હતો એ ખાધો. થોડી વાર પછી એ જોબ પર ગઈ.
બપોરે લંચ બ્રેક પડ્યો પણ હજી સુધી ભાવિન નો મેસેજ કે કૉલ આવ્યો નઈ હતો એટલે નિયા ને લાગ્યું એને યાદ નઈ હોય. જમતાં જમતાં એ બધા ના મેસેજ જોતી હતી તો આદિ નો પણ એક પણ મેસેજ નઈ હતો.
જોબ કરતી ત્યાં એક નાનું ગ્રુપ જેવું બની ગયું હતું. નિયા એ લોકો ના કહેવાથી થોડી વાર છુટ્ટી નેં બહાર ગઈ. ત્યાં એ લોકો સાથે થોડી મસ્તી કરી અને પિક ક્લિક કર્યા.
ઘરે આવી ને જમી ને એના રૂમ માં જતી રહી.
નિયા આજ સવાર થી જ ફોન ની રાહ જોતી હતી પણ હજી ભાવિન નો કે આદિ નો ફોન આવ્યો નઈ હતો. મનન , તેજસ , નિશાંત અને બીજા બધા ફ્રેન્ડ એ વિશ કર્યું હતું.
રાતે દસ વાગ્યે,
નિયા અત્યારે બધા ના મેસેજ, સ્ટોરી અને સ્ટેટ્સ જોઈ ને એમને thank you કહેતી હતી. પણ એને જેની વિશ ની રાહ હતી એનો મેસેજ કે ફોન આવ્યો નઈ હતો.
નિયા એ એક વાર તો ચેક પણ કરી લીધું કે એનો મેસેજ આવ્યો હોય અને મે ના જોયો હોય. પણ નિયા ને જેમના મેસેજ ની રાહ હતી એનો મેસેજ કે ફોન આવ્યો જ નઈ હતો.
નિયા એ આજ ના દિવસ માં જે થયું અમુક વિશ એને બોવ ગમી એ ડાયરી માં લખતી હતી અને છેલ્લે એને લખ્યું,
" મને વિશ્વાસ નઈ થતો કે સાચે માં એ બંને મારી બર્થ ડે ભૂલી ગયા. કઈ કામ માં હસે એવું હું માની લવ છું. પણ એક મેસેજ તો કરી શકે ને. હેપ્પી બર્થડે નો. શું એ સાચે માં મને ભૂલી ગયો હસે ?" નિયા આગળ લખવા જતી હતી પણ એની પેન અટકી ગઈ. એની આંખ મા પાણી આવી ગયા.
ફોન મા મેસેજ ની નોટીફિકેશન આવે તો પણ ચેક કરતી હતી કે એનો મેસેજ તો નથી ને પણ નિયા ને જેના મેસેજ ની અને ફોન ની રાહ હતી એ નો ફોન કે મેસેજ આવ્યો જ નઈ હતો.
સાડા અગિયાર વાગ્યે નિયા સૂઈ ગઈ હતી. ત્યાં ફોન ની રિંગ વાગી. ભાવિન નું નામ જોઈ ને થોડી તો સ્માઈલ આવી ગઈ.
" હા બોલ " નિયા એ કહ્યું.
" કેમ આટલી જલ્દી સૂઈ ગઇ. દરવાજો ખોલ "
" તું સુરત છે "
" નિયા દરવાજો તો ખોલ. કે મને બહાર જ ઊભો રાખવાનો ઈરાદો છે " ભાવિન એટલું પ્યાર થી બોલ્યો કે નિયા એ આગળ કઈ જ સવાલ ના કર્યો.
નિયા ને લાગ્યું ભાવિન મસ્તી કરતો હસે. પણ તો પણ એક હોપ હતી કે ભાવિન મસ્તી નઈ કરતો. એને દરવાજો ખોલ્યો તો ભાવિન સાચે માં જ ઊભો હતો.
નિયા બસ ભાવિન ને જોવા માં જ ખોવાઈ ગઈ. કઈ જ ના બોલી. " નિયા મને બહાર ઊભો રાખવાનો ઈરાદો છે આજે " ભાવિન એ કહ્યું.
" ના આવ અંદર "
" હેપ્પી બર્થડે નિયા " ભાવિન નિયા ની એની ફેવરિટ ચોકોલેટ આપતા બોલ્યો.
" Thank you "
" આંખ બંધ કર તારા માટે એક સરપ્રાઈઝ છે " ભાવિન એ કહ્યું.
" તું ખોટું બોલે છે " નિયા એ કહ્યું.
" ના સાચે કહું છું તું આંખ બંધ કર ને "
નિયા ને ભાવિન મસ્તી કરતો હતો એવું લાગ્યું એટલે પાંચ મિનિટ તો એને ભાવિન ને પૂછવામાં બગાડી. નિયા નો અવાજ સાંભળી ને એના મમ્મી પપ્પા ઊઠી ગયા.
" કોની જોડે વાત કરે છે તું આટલી રાતે ?" નિયા ના મમ્મી આગળ ના રૂમ માં આવતા બોલ્યા.
" જય શ્રી કૃષ્ણ " ભાવિન નિયા ના મમ્મી ને પગે લાગતાં બોલ્યો.
" તું ક્યારે આવ્યો બેટા ?" નિયા ના પપ્પા ભાવિન ને જોતાં બોલ્યા.
" બસ પાંચ મિનિટ પહેલા "
" આજે સવારે જે તને યાદ કર્યો હતો નિયા એ " નિયા ના મમ્મી એ કહ્યું.
નિયા એ કેટલા દિલ થી ભાવિન ને યાદ કર્યો હસે કે ભાવિન અત્યારે એની સામે છે.
" નિયા આંખ બંધ કર ને યાર " ભાવિન એ કહ્યું.
" ઓકે " નિયા ના મમ્મી પપ્પા ત્યાં ઊભા હતા એટલે નિયા કંઈ જ વધારે બોલવા નઈ માંગતી હતી.
પાંચ મિનિટ થઈ હતી નિયા ની આંખ બંધ હતી.
" ભાવિન એવી તો શું સરપ્રાઈઝ છે ?" નિયા એ પૂછ્યું.
" એક મિનિટ "
ત્યાં તો નિયા ની આંખ પર કોઈ હાથ રાખતા બોલ્યું,
" હેપ્પી બર્થડે નિયા "
નિયા ને અવાજ તો આદિ નો લાગ્યો પણ આદિ અત્યારે કેમનો સુરત હોય એવું એને વિચારી લીધું.
" કોણ છે ?"
" હેપ્પી બર્થડે બેબ " બોલતા આદિ એ નિયા ના આંખ પર થી હાથ લઇ ને એની સામે આવી ગયો.
" ડ્યુડ તું અહીંયા ? " નિયા આદિ ને હગ કરતા બોલી.
" યેસ. કેવી લાગી સરપ્રાઈઝ ?"
" જોરદાર thank you "
" Thank you તો તારે ભાવિન ને કહેવું પડશે. કેમકે પ્લાન એનો હતો " આદિ એ કહ્યું.
" વિશ ના કરવાનો પ્લાન ? કે પછી સરપ્રાઈઝ આપવાનો પ્લાન " નિયા એ પૂછ્યું.
" સરપ્રાઈઝ વાલો ભાવિન નો હતો અને વિશ ના કરવાનો મારો " આદિ આંખ મારતા બોલ્યો.
" વિશ તો કર્યું હતું તને. ભાવિન નું સ્ટેટ્સ જોયું હતું મે હેપ્પી બર્થડે નિયા લખ્યુ હતું. અને આદિ ના સ્ટેટસ પર પણ હેપ્પી બર્થડે બેબ લખ્યું હતું. " નિયા ના મમ્મી એ કહ્યું
" મમ્મી આ બંને માથી એક પણ એ મને વિશ નઈ કર્યું " નિયા એ કહ્યું.
" સ્ટેટ્સ જોયું નઈ હતું તે ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.
" નઈ મૂક્યું સ્ટેટ્સ " નિયા એ કહ્યું.
ભાવિન અને આદિ આ સાંભળી ને હસતા હતા. નિયા ને એ લોકો ને હસતા જોઈ ને થોડો વધારે જ ગુસ્સો આવ્યો. પણ એ કઈ બોલી નહિ.
" તારા સિવાય બધા ને જ સ્ટેટ્સ દેખાતું હતું " આદિ હસતાં હસતાં બોલ્યો.
ભાવિન અને આદિ બંને સમજી ગયેલા કે હવે આ કઈ ગુસ્સા માં બોલે એ પહેલા કેક કટ કરીએ.
" નિયા કેક કટ કરીએ. એના પર ગુસ્સો ના ઉતારતી પણ" આદિ બોલ્યો.
" નિયા નો ગુસ્સો તો તમે બંન્ને આવ્યા એટલે ઉતરી ગયો હસે" નિયા ના મમ્મી બોલ્યા.
નિયા એ કેક કત કરી અને પહેલા મમ્મી પપ્પા ને ખવડાવી પછી ભાવિન અને આદિ ને.
એ લોકો વાત કરતા હતા ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,
" અમે સૂઈ જઈએ છીએ તમે બેસો "
નિયા ના મમ્મી પપ્પા એમના રૂમ માં ગયા પછી નિયા એ પૂછ્યું,
" તમે બંને એક સાથે કેમના ?"
" એ તારે ક્યાં જોવાનું " આદિ એ કહ્યું.
" મારી આદિ સાથે વાત થઈ હતી ત્યારે પ્લાન બનાવ્યો હતો " ભાવિન એ કહ્યું.
એ લોકો વાત કરતા હતા ત્યારે નિયા ના ફોન મા કોઈ અનનોન નંબર નો ફોન આવ્યો. નિયા ફોન ઉપાડયો પણ કોઈ બોલ્યું નઈ એટલે ફોન મૂકી દીધો.
હજી અડધી કેક પડી હતી નિયા ચમચી થી એ કેક ખાતી હતી એ જોઈ ને આદિ એ કહ્યું,
" ભાવિન કાલ સવાર સુધી કેક ખાઈ લેસે નિયા "
" તું તો બોલીશ જ નઈ જ્યારે હોય ત્યારે હેરાન કરે છે મને " નિયા ખાતા ખાતા બોલી.
" મે ક્યાં તને હેરાન કરી બેબ ?"
" સગાઈ માં કોઈ મનાલી જવાનુ હતુ " નિયા બોલી.
" એટલો તો હક છે મારો તને હેરાન કરવાનો " આદિ એ કહ્યું.
એ લોકો વાત કરતા હતા ત્યાં અચાનક નિયા ને યાદ આવ્યું હવે તો આદિ ની લાઈફ મા ખુશી આવી ગઈ છે એટલે પૂછ્યું,
" ખુશી કેમ છે ? એને લઈ અવાય ને ?"
" એ મસ્ત છે. મે કીધું પણ એને કીધું નેકસ્ટ ટાઈમ આવીશ "
" તમારી લવ સ્ટોરી કેવી ચાલે છે ?" ભાવિન એ પૂછ્યું.
" આમ તો સારી. પણ અમુક વાર ફાઇટ થઈ જાય "
" તું કેમ એની સાથે ફાઇટ કરે છે ?" નિયા એ પૂછ્યું.
" એટલે નોર્મલ ફાઇટ. હું રાતે વાત કરતા કરતા સૂઈ જાવ તો એ અમુક વાર ચિડાઈ જાય. અને ફોન કરવાનો ભૂલી ગયો હોવ તો પણ કોઈ વાત. પણ મનાઈ લેવ એટલે ચાલી જાય " આદિ એ કહ્યું.
" ઓહ મારો દોસ્ત સમજદાર થઈ ગયો " નિયા બોલી.
" વાહ, નસીબ તો તારા જ છે આદિ. મારા કેસ મા તો ફોન જલ્દી મૂકવાની રાહ કોઈ જોતું હોય છે " ભાવિન નિયા ની સામે જોતા બોલ્યો.
" હા તો હું તો રાહ જોવ ક્યારે તું ફોન મૂકે અને હું સૂઈ જાવ. જે દિવસે દોસ્ત સાથે બહાર જવાનો હોય એ દિવસે તો બોવ ખુશ થાવ " નિયા ખુશ થતાં બોલી.
" સારું. તો હવે દરરોજ ફોન કરી ને કહી દેવા બહાર જાવ છું ચાલશે ને ?"
નિયા કઈ ના બોલી. પણ એની આંખો એ ભાવિન ને બોવ બધું કહી દીધું.
આદિ ખુશ હતો આ લોકો ના સાઇલન્ટ લવ ને જોઈ ને.
દોઢ વાગી ગયો હતો એમની વાત મા ને વાત મા.
આદિ એ કહ્યું હતું આજે હું ભાવિન સાથે એના ઘરે જવાનો છું કાલે આવીશ પાછો જીજુ સાથે તને હેરાન કરવા..
" આજે તારા ડ્યુડ ને લઈ જાવ છું હું " ભાવિન નિયા ને હેરાન કરતા બોલ્યો.
" તો લઈ જા મે ક્યાં ના પાડી "
" નિયા તું આવી શકે છે અને હોરર મૂવી જોવા ના છે અમે" આદિ એ કહ્યું.
" મારે નથી આવવું "
" સારું પછી કહીશ નઈ તું કે મને કેમ ના લઈ ગયા " ભાવિન એ કહ્યું.
" હા સારું "
પાંચ મિનિટ પછી,
" નિયા અફસોસ થસે પછી કે કેમ મૂવી જોવા ના ગઈ એનો " આદિ બોલ્યો.
" જાવ હવે તમે બંને રાત ના બે વાગ્યા છે " નિયા અકળાઈ ને બોલી.
" અમારે ના જવું હોય તો ?" આદિ એ પૂછ્યું.
" હા અમારું જ ઘરે છે " ભાવિન નિયા ની સામે જોતા બોલ્યો.
" તો રહો અહીંયા ના જવું હોય તો " નિયા એ કહ્યું.
" પાક્કું જો તું અમારી સાથે હોરર મુવી જૉસે તો અમે અહીંયા રહીશું " આદિ એ કહ્યું.
" ચાલો ગુડ નાઈટ જાવ તમે "
" જોયું ભાવિન. લોકો ને રાખવા પણ નથી હવે "
" હા ચલ મારા ઘરે "
" જાવ હવે બે વાગ્યા છે. જઈ ને સુઈ તો નઈ જાવ બંને "
" હજી સગાઈ ની સીડી જોવાની છે પછી સૂઈ જઈશું " ભાવિન એ કહ્યું.
" ઓહ હા, મારી આવી ગઈ છે મે નઈ જોઈ "
" કાલે આપડે સાથે જોઈશું " ભાવિન બોલ્યો.
" હમમ"
" કાલે સાડા અગિયાર પછી આવીશું " ભાવિન એ કીધું.
" કેમ ?"
" કામ છે અમારે સવાર મા " આદિ બોલ્યો.
" તમારા બંને ને એવું શું કામ છે સવાર મા ?" નિયા એ પૂછ્યું.
" બેબ તને નીંદ આવે છે બોવ એવું લાગી રહ્યું છે તું સૂઈ જા "
" બાર પણ વાગી શકે છે જો લેટ થસે કામ માં તો " ભાવિન નિયા ને હેરાન કરતા બોલ્યો.
નિયા ગુસ્સા માં જોતી હતી ભાવિન સામે ત્યારે આદિ એ કહ્યું,
" સાડા બાર સુધી મા આવી જઈશું "
હવે નિયા ને ગુસ્સો આવ્યો એટ્લે એને કીધું,
" આવતા જ નહિ. શું કામ છે આવવાનું ?"
" આંટી ને મળવા આવીશ. તારે ના મળવું હોય તો નો પ્રોબ્લેમ" આદિ આંખ મારતા બોલ્યો.
ભાવિન અને નિયા એ આંખો થી જ કંઈ વાત કરી લીધી હતી. એટલે નિયા નો ગુસ્સો ઓછો થઈ ગયો અને સ્માઈલ આવી ગઈ.
એ લોકો ના ગયા પછી નિયા સુવા ગઈ પણ એ પહેલા એણે એની ડાયરી માં લખ્યું,
" Thank you ભગવાન,
લાઈફ મા મસ્ત બેસ્ટ ફ્રેન્ડ આપવા માટે અને એક મસ્ત ડ્રીમ બોય જેવો પાર્ટનર આપવા માટે "
બીજે દિવસે શનિવાર હતો પણ નિયા ને રજા હતી જોબ પર એટલે શાંતિ હતી.
રજા હતી તો પણ નિયા આજે સાડા નવ માં ઉઠી ગઈ. અને નાહી ને ટીવી જોતી હતી.
" નિયા કઈ બાજુ સૂરજ ઉગ્યો ? આજે તું જલ્દી ઊઠી ગઈ " પ્રિયંકા બેન એ પૂછ્યું.
" મન થયું "
" મન થયું વાળી. એમ કહે ને હમણાં ભાવિન અને આદિત્ય આવસે એટલે "
નિયા એના મમ્મી સાથે શું બનાવવું એ ની ચર્ચા કરતી હતી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા એક કામ કરીશ"
" હા બોલો ને"
" ગુલાબ જાંબુ બનાવવા માટે નું પેકેટ લઈ આવ ને. અને દહીં પણ "
" કેમ ?"
" મને ગુલાબ જાંબુ ખાવાનું બોવ મન થયું છે "
" ચાલો તો તમારી ઈચ્છા પૂરી કરી દઈએ " નિયા બોલી.
" તું ગુલાબ જાંબુ બનાવજે આવી ને. હું પુલાવ, કડી, પુરી શાક "
" પૂરી ?"
" હા કોઈ વાર તો બનાવવા દે "
" સારું "
નિયા બહાર ગઈ લેવા. પ્રિયંકા બેન જમવાનુ બનાવતા હતા.
આ બાજુ આદિ અને ભાવિન રાતે ઘરે ગયા પછી સગાઈ ના ફોટો જોયા અને પછી સૂઈ ગયા. બીજે દિવસે સવારે નાસ્તો કરી એ લોકો કઈક કામ માટે નીકળી ગયા.
નિયા ઘરે આવી ત્યારે અગિયાર વાગી ગયા હતાં. પ્રિયંકા બેન એ બધું બનાવી દીધું હતું ખાલી કઢી બનાવવાની બાકી હતી.
થોડી વારમાં પ્રિયંકા બેન કામ પતાવી ને ટીવી ચાલુ કરી ને બેઠાં હતાં. અને નિયા ગુલાબ જાંબુ બનાવતી હતી.
બાર વાગી ગયા હતા પણ હજી આદિત્ય અને ભાવિન ના આવ્યા એટ્લે પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા ફોન તો કરી જો ક્યારે આવસે એ "
" મમ્મી આવસે હમણાં "
" હું ફોન કરું છું " કહી ને પ્રિયંકા બેન એ આદિ ને ફોન કર્યો પણ નેટવર્ક ની બહાર આવ્યો. અને પછી ભાવિન ને કર્યો તો ભાવિન એ કહ્યું ,
" દરવાજો ખોલો આવી ગયા "
પ્રિયંકા બેન તો એટલા ખુશ હતાં. એ બંને ને જોઈ ને.
નિયા હજી રસોડા માં જ હતી. ગુલાબ જાંબુ તો બની ગયા હતા પણ એ કિચન સાફ કરતી હતી એના હાથ પણ સાબુ વાળા હતા.
પ્રિયંકા બેન પાણી આપી ને ભાવિન અને આદિ સાથે વાત કરતા હતા. ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા કેટલું રહ્યું કામ ?"
" બસ થોડું જ "
" ગુલાબ જાંબુ બની ગયા ?"
" હમ"
" બનાવતા બનાવતા બે ત્રણ તો ખાઈ ગઈ હસે " પ્રિયંકા બેન એ કહ્યું.
ત્યાં નિયા કિચન સાફ કરી ને આવી. એની આંખ લાલ હતી એ જોઈ ને આદિ ને પૂછ્યું,
" કેમ રડી છે ?"
" કાંદો કાપ્યો એટલે "
" કેટલા ગુલાબ જાંબુ ખાધા ?" ભાવિન એ પૂછ્યું.
" ચાર પાંચ "
" તો હવે જમતી વખતે ના ખાઈશ જાડી થઈ જઈશ " પ્રિયંકા બેન એ કહ્યું.
" મમ્મી એવું કઈ ના હોય "
એક વાગ્યે એ લોકો જમવા બેઠા. નિયા અને ભાવિન એક પ્લેટ માં ખાતા હતા. નિયા એ એના તો ગુલાબ જાંબુ ખાઈ ગયેલી અને ભાવિન માથી પણ એક.
" બસ પણ જાડી થઈ જશે પછી " ધીમેથી કહ્યું ભાવિન એ.
" હુહ... " નિયા ભાવિન સામે મોહ મચકોડતા બોલી.
જમી ને નિયા માં મમ્મી તો થોડી થોડી વારમાં સૂઈ ગયા. અને આ ત્રણ વાત કરતા હતા.
" મારે ફોટો જોવાના છે સગાઈ ના " કહી ને નિયા એ પેનડ્રાઈવ શોધી.
નિયા એ પડદો બંધ કર્યો એટલે ભાવિન એ કહ્યું,
"આદિ હોરર મૂવી જોઈએ "
" હા એટલે તો નિયા એ પડદો બંધ કર્યો "
નિયા એ ગુસ્સા મા જોયું એટલે કઈ બોલ્યા નઈ એ લોકો.
એક સોફા પર આદિ બેસેલો હતો પગ લાંબા કરીને. અને એક પર નિયા અને ભાવિન.
હજી સ્ટાર્ટ થયું હતું ત્યાં નિયા એ સ્ટોપ કર્યું.
" શું થયું ? " આદિ એ પૂછ્યું.
એક મિનીટ કહી ને નિયા ચોકોલેટ લઈ આવી જે કાલે ભાવિન એ આપી હતી.
ત્રણ ભાગ કર્યા એમાં એનો થોડો મોટો હતો અને બાકી ના બે ભાગ માથી એક આદિ અને ભાવિન ને આપી દીધો.
" જોયું ભાવિન ચિંતિંગ કરે છે એ " આદિ એ કહ્યું.
" મારી ચોકોલેટ માથી આપી. અને આમ બોલે છે " નિયા બોલી.
" આપડે શાંતિ થી ઝઘડો કરીએ પછી "
વીડિયો સ્ટાર્ટ થયો અને સોંગ પણ એમાં કંઈ રોમેન્ટિક જ હતા. કેટલી વાર ફોટો જોતા જોતાં એ ફોટો પાછળ ની વાત યાદ આવતા એ લોકો હસતા. નિયા અને ભાવિન ની આંખ કેટલી વાર એક થઈ જતી પણ હંમેશા ની કેમ જેમ નિયા મોહ બીજી બાજુ કરી લેતી.
એ ફોટો જોવાઈ ગયા પછી એ લોકો નિયા ના રૂમ માં બેસેલા હતા નિયા ગિફ્ટ બતાવતી હતી ત્યાં આદિ ની ગિફ્ટ બતાવતી હતી ત્યારે ભાવિન એ કહ્યું,
" આ હું લઈ જાવ છું "
" એ તારા માટે જ હતી " આદિ એ કહ્યું.
" મારે નઈ લઈ જવા દેવી "
" સારું તો તારા વાળી ભાવિન ને આપી દે " આદિ એ ભાવિન કી દીવાની લખેલી ફ્રેમ નિયા ના હાથ માથી લેતા કહ્યું.
" ના એ મારી છે " નિયા બોલી.
" બસ તો પેલી લઈ જવા દે ને ભાવિન ને "
અમુક ગિફ્ટ બે ત્રણ સેમ હતી. એમાં એક બેસ્લેત હતું એવા બે સેમ હતા. નિયા એ કહ્યું,
" આ લઈ જા ખુશી ને આપી દેજે "
" ના "
" હું શું કરું તો બે બે નું "
" તું મળે ત્યારે આપી દેજે "
આદિ અને નિયા આ ગિફ્ટ ની વાત કરતા હતા ત્યારે ભાવિન એ કહ્યું,
" આ કપલ વોચ પણ સેમ ટુ સેમ છે "
" તો એ પણ આદિ ને આપી દે" નિયા એ કહ્યું.
" ના કહ્યું ને નિયા " આદિ એ કહ્યું.
" નિયા નેં ના કહી દીધું. મને ના કહીશ લઈ જા " ભાવિન એ કહ્યું.
" સારું. પણ આ ટાઈમ તો હું જલ્દી જલ્દી માં ગિફ્ટ લાવવાનું ભૂલી ગયો "
" મારે ગિફ્ટ નઈ જોઈતું. મને મારું ગિફ્ટ મળી ગયું છે "
એ લોકો વાત કરતા હતા ત્યાં ખુશી નો ફોન આવ્યો. ખુશી નું નામ વાંચતા આદિ ની સ્માઈલ કઇ વધારે જ મસ્ત થઈ ગઈ. અનેં થાય પણ કેમ નઈ આદિ ને ખુશી હવે ગમવા લાગી હતી.
" હાઈ " આદિ ફોન ઉંચકતા બોલ્યો.
" એને કેને વિડિયો કૉલ કરે. મારે પણ જોવાછે ભાભી ને" નિયા એ કહ્યું.
આદિ એ કહ્યું એટલે ખુશી એ વિડિયો કૉલ કર્યો.
ખુશી ને જોયા પછી આદિ ની સ્માઈલ લખવી મુશ્કેલ છે. નિયા અને ભાવિન બંને આ સ્માઈલ જોઈ રહ્યા હતા. આદિ એટલો ખુશ હતો કે એ હાઈ પણ ના બોલી શક્યો.
" આ નિયા છે અને આ ભાવિન " આદિ એ લાગ્યું.
" હેલ્લો " ભાવિન અને નિયા બોલ્યા.
" હાઈ જીજુ હાઈ નિયા "
થોડી વાત ચાલી પછી નિયા એ પૂછ્યું,
" આદિ કેવો છે ? મે કીધું હતું એવો કે પછી ઠીક ઠીક"
" તમે કીધું હતું એવો જ છે એના થી પણ વધારે સારો "
નિયા ને આ સાંભળી ને હસવાનું આવી રહ્યું હતું પણ ભાવિન એ ઈશારા મા જ હસવાની ના કહી હતી.
વિડિયો કૉલ પર આદિ કઈ જ બોલી નઈ શકતો હતો એટલે એને વિડિયો કૉલ મૂકી ને નોર્મલ વોઇસ કોલ કર્યો. અને એ વાત કરતો કરતો બીજા રૂમ ની ગેલેરી મા જતો રહ્યો.
નિયા ના મમ્મી બાજું વાળા ને ઘરે ગયા હતાં. નિયા અને ભાવિન આ રૂમ માં એકલા હતા.
" તને તો એવું લાગ્યું હસે ને બર્થ ડે ભૂલી ગયો હું ?"
" હા " નિયા એના ગિફ્ટ કબાટ માં મૂકતા બોલી.
" સોરી પણ જલ્દી નીકળાય એમ નઈ હતું "
"હમ "
નિયા એ એક બેગ મા ભાવિન ના ગિફ્ટ મુકી દીધા.
" આ શો પીસ નું હું શું કરીશ ?"
" ઘરે લઈ જજે " નિયા એ કહ્યું.
" હમ "
" તું મુંબઈ ક્યારે આવશે ?" ભાવિન એ પૂછ્યું.
" તું લઈ જસે ત્યારે "
નિયા અને ભાવિન વાત કરતા હતા. ભાવિન ની બાજુ માં નિયા નું મિનીયન પડ્યું હતું.
ત્યાં ભાવિન એ કહ્યું,
" તે મને ડાયરી નઈ આપી હજી ?"
" ઓહ સોરી " કહી ને નિયા કબાટ માથી ડાયરી લેવા ઊભી થઈ.
" અત્યારે નઈ લઈ જવી. કાલે લઈ જઈશ આપડે મળીયે ત્યારે "
" તું કાલે પણ અહીંયા છે ?"
" હા પણ આદિ કાલે સવાર મા નિકળી જવાનો છે " ભાવિન એ કહ્યું.
" કેમ ?"
" એને સાંજે કઈક જવાનું છે એટલે "
" ઓહ ઓકે "
" અત્યારે ક્યાં જઈશું ? વી આર મોલ કે બીજે ક્યાંય "
" ના ત્યાં નઈ "
આમ ભાવિન અને નિયા અત્યારે ક્યાં જવું એની વાત કરતા હતા ત્યાં આદિ આવ્યો,
" શું વિચારો છો ?"
" એક્વેરિયમ જઈએ " નિયા બોલી.
" ચાલો "
આદિ અને ભાવિન તો રેડી જ હતા. નિયા તૈયાર થતી હતી ત્યારે પ્રિયંકા બેન એ ચા બનાવી.
" આંટી નિયા ને ચા આપો " આદિ એ કહ્યું. કેમકે એને ખબર હતી નિયા ચા નઈ પીતી.
" તું પી ને શાંતિ થી " નિયા અંદર ના રૂમ માં થી બોલી.
થોડી વાર પછી એ લોકો ત્યાં ગયા. એક્વેરિયમ માં ફરવામાં એ લોકો ને બે કલાક થઈ ગયા અને સાડા સાત થઈ ગયા. પછી એ લોકો જમવા ગયા ગ્રીન પાઉંભાજી. પછી ભાવિન એના ઘરે ગયો અને આદિ નિયા ની સાથે નિયા ના ઘરે આવ્યો.
નિયા અને આદિ એ ઘણી વાત કરી કેમકે બોવ દિવસ પછી એ લોકો મળ્યા હતા અને કદાચ ભાવિન નિયા ની લાઈફ મા આવ્યા પછી તો પહેલી વખત. સગાઈ માં મળ્યા હતા પણ આદિ બોવ જલ્દી જતો રહ્યો હતો.
અત્યાર સુધી ની બધી ટ્રીપ ના ફોટો જોતા જોતાં એ ટ્રીપ ની બધી મેમરી પાછી યાદ કરી લીધી હતી.
એ લોકો ની વાત પર થી હવે એ નક્કી હતું કે,
" મન ની દોસ્તી ને કોઈ તોડી શકે એમ નથી. કઈ પણ થઈ જાય પણ મન ની દોસ્તી આમ જ રહેશે. એ લોકો મળે કે ના મળે પણ એના લીધે એમની દોસ્તી મા કોઈ જ ફરક નઈ પાડવાનો "
બીજે દિવસે સવારે આદિ ગયો.
બપોરે ,
નિયા જમી ને એના મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે ભાવિન નો મેસેજ આવ્યો,
" રેડી રહેજે ચાર વાગે આવીશ. જમી ને આવસુ આપડે"
" ઓકે " કહ્યું.
નિયા ને આજે નીંદ નઈ આવતી હતી અને પ્રિયંકા બેન નેં પણ.
નિયા એનો કબાટ ગોઠવતી હતી. પ્રિયંકા બેન પણ ત્યાં જ બેઠા હતા. અમુક ટોપ એવા હતા જે નિયા એ હજી પહેર્યા જ નઈ હતા.
એક ક્રોપ ટોપ હતું એ પ્રિયંકા બેન ને બોવ ગમી ગયેલું અને એ નિયા માટે લાવ્યા હતા. બ્લૂ અને વ્હાઇટ કલર નું. પણ નિયા એ એક જ વાર પહેર્યું હતું.
" નિયા આ કેમ નઈ પહેરતી ?"
" મમ્મી તમને નઈ ગમતું ને હું શોર્ટ કપડા પહેરીને બહાર જાવ એટલે "
" પણ આ એટલું શોર્ટ નથી. આજે તું આજ પહેરી ને જજે "
" ના "
" હા મસ્ત લાગે છે આમ તું એક દમ ઢીંગલી જેવી "
પ્રિયંકા બેન એ એટલા પ્યાર થી કહ્યું કે નિયા ના કહી ના શકી.
લાઈટ હાઈ વેસ્ટ જીન્સ, નિયા ના મમ્મી એ ગિફ્ટ કરેલું ક્રોપ ટોપ પહેરી ને નિયા રેડી હતી. એની આઇ લાઇનર આજે કઈક અલગ લાગતી હતી કેમકે એને સિલ્વર અને બ્લૂ કરી હતી. અને સૂઝ પણ એના ફેવરિટ પહેર્યા હતા. એક હાથ માં વોચ અને બીજા હાથ માં આદિ એ આપેલું ઇન્ફીનીતિ વાળું બેસલેટ. નિયા એ એક બેગ મા ડ્રીમ બોય વાળી ડાયરી અને બીજી એક નાની ડાયરી મૂકી હતી.
ચાર સવા ચાર એ ભાવિન આવ્યો એટલે નિયા ગઈ.
આજે ન્યૂ યર હતી એટલે બધે પબ્લિક હતી. ભાવિન એક કેફે માં લઇ ગયો.
એ બંને વાત કરતા હતા ત્યારે ભાવિન એ કહ્યું,
" મને બોવ પબ્લિક પ્લેસ નઈ ગમતી એટલે "
" મને ખબર છે. પણ એક વાત તે નઈ કીધી " નિયા એ કહ્યું.
" કઈ વાત ?"
" તે દિવસ તે મને thank you કેમ કહ્યું હતુ ?"
" ઓહ એ તો મમ્મી ને ખુશ જોયા હતા એટલે. પણ રાઝ તો કઇ બીજો જ હતો "
" મતલબ ?"
" સગાઈ ના ફોટો મમ્મી એ જોયા. એમાં આપડા બે ના પેલા ગાર્ડન મા પાડેલા પિક છે એમાં મારી સ્માઈલ છે એ જોઈ ને મમ્મી કઈ વધારે જ ખુશ છે "
" એવી તો કેવી સ્માઈલ હતી તારી ? મે તો જોઈ નઈ " નિયા એ પૂછ્યું.
" સાચે તે નઈ જોયેલી ?"
" ના "
" એક મિનીટ " કહી ને ભાવિન એ ફોન માથી એક ફોટો બતાવ્યો.
જેમાં એ અને નિયા કઈક વાત કરી રહ્યા હતા ત્યારે નિયા બોલી અને ભાવિન હસતો હતો એ પિક હતો.
" ઓહ વાઉ. સારો છે નઈ " નિયા એ પૂછ્યું.
" કેમ મસ્ત નથી ?"
" ના ઠીક થાક છે " નિયા કોકો પિતા પિતા બોલી.
" ઓહ અચ્છા "
આજે ભાવિન એ નિયા ને મસ્તી મા બોવ હેરાન કરી અને નિયા એ પણ.
રાતે જમી ને ભાવિન મુકવા આવ્યો ત્યારે નિયા એ એક બેગ આપી. એમાં પેલી ડાયરી અને એક ભાવિન ને ભાવતી હતી એ ચોકોલેટ હતી.
બે દિવસ પછી,
નિયા એના અપલોડ કરેલા પાર્ટ પર આવેલી કૉમેન્ટ્સ રીડ કરતી હતી ત્યારે ભાવિન નો કૉલ આવ્યો,
" બોલો " નિયા બોલી.
" તે મને બેગ આપી હતી એમાં બે ડાયરી છે "
" હા મને ખબર છે "
" મને એમ કે ભૂલ માં આવી ગઈ "
" અચ્છા "
" શાંતિ થી વાંચીશ અત્યારે નઈ ટાઈમ "
" ઓકે "
" દિલ કી આદત વાંચું છું મને એમાં એક છોકરી છે એ બોવ ગમી ગઈ છે "
" કઈ ?"
" નિયા "
" ઓહ્ "
આમ થોડી વાત ચાલી અને નિયા ફોન મા વાત કરતા કરતા સૂઈ ગઈ.
આ બાજુ આદિ અને નિશાંત ની લવ સ્ટોરી પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. મનન અને તેજસ હજી સિંગલ હતાં. જ્યારે પણ એ લોકો વિડિયો કૉલ કરે ત્યારે એ જ વાત ચાલે કે હવે તો સિંગલ ના રહો.
નિયા અને ભાવિન નો બોન્ડ ધીરે ધીરે વધારે મસ્ત થતો હતો.
થોડા દિવસ પછી,
નિયા અને પ્રિયંકા બેન ટીવી માં કોઈ સિરિયલ જોતાં હતાં અને પિયુષ ભાઈ પેપર વાંચતા હતા ત્યારે રિયાન ના મમ્મી પપ્પા આવ્યા.
બોવ દિવસ પછી આવ્યા હતા એટ્લે વાતો પણ ઘણી હતી.
રિયાન ના મેરેજ ફેબ્રુઆરી માં હતા. એટલે એના મમ્મી પપ્પા ઇન્વિટેશન આપવા આવ્યા હતા.
જાન્યુઆરી મહિનો પૂરો થવામાં બાદ થોડા જ દિવસો ની વાર હતી.
આજે 26 મી જાન્યુઆરી ની રજા હતી નિયા ને. એ સવાર મા ઊઠી ગયેલી જલ્દી અને કામ પતાવી ને એના મમ્મી સાથે વાત કરતી હતી.
ત્યાં ભાવિન ના મમ્મી નો ફોન આવ્યો.
થોડી વાર હાલ ચાલ પૂછ્યા પછી ભાવિન ના મમ્મી એ કહ્યું,
" ક્યારે આવીશ ઘર તું ?"
" તમે જ્યારે કહો ત્યારે " નિયા એની મસ્તી મા બોલી.
" તો આવ આજે "
" પાક્કું આવીશ સાંજે "
નિયા એ વાત કરી ને ફોન મૂક્યો પછી રિયાન ના મેરેજ માં શું પહેરવું એ નક્કી કર્યું. આ ટાઈમ નિયા કરતા તો પ્રિયંકા બેન વધારે વિચારતા હતા. એટલે નિયા એ કહ્યું,
" મમ્મી રિયાન ના મેરેજ માં તમારી આ હાલત છે તો મારા મેરેજ માં શું કરશો "
" નિયા ત્યારે તો બે મહિના પહેલા થી જ હું તૈયારી કરવા લાગીશ "
" સારું પણ મારા કપડા મારી જ પસંદ ના હસે "
" સારું "
જમી ને પ્રિયંકા બેન તો સૂઈ ગયા અને નિયા લખતી હતી કઈક. ચાર વાગ્યે પ્રિયંકા બેન ઉઠ્યા ત્યારે નિયા ને રેડી થતાં જોઈ ને પુછ્યું,
" ક્યાં જાય છે ?"
" ફરવા આવવુ છે ?"
" ફરવા જાય તો તું ક્રોપ ટોપ જ પહેરે "
" જરૂરી થોડી છે મમ્મી "
" બોલ ને ક્યાં જાય છે ? પલક સાથે જાય છે ?"
" ના. કોઈ ને મારી બોવ જ યાદ આવી ગઈ છે તો મળવા જાવ છું "
" કોણ છે એવું તો ?"
" છે હવે કોઈ "
" ભાવિન ને મળવા જતી હસે "
" હમ પણ એને નઈ એના ઘરે "
" અચ્છા સાસુ ને મળવા જાય છે ?"
" હા "
" ઘર જોયું છે ને ?" મસ્તી માં પ્રિયંકા બેન એ પૂછ્યું.
" હા મમ્મી "
થોડી વાર માં નિયા એના સાસરે એટલે કે ભાવિન ના ઘરે પોહચી ગઈ. નિયા એ જોયું દરવાજો ખુલ્લો હતો પણ ભાવિન ના મમ્મી ના દેખાયા એટલે બારણું ખખડાવ્યું.
" હવે પોતાના ઘર માં કોણ બારણું ખખડાવે નિયા ?"
" ક્યાં છો ?" ભાવિન ના મમ્મી દેખાયા નઈ એટલે નિયા એ પૂછ્યું.
" આવ અંદર અહીંયા રસોડા માં છું "
નિયા ગઈ અંદર. પણ એમનો મેઈન રૂમ હતો એ અલગ લાગ્યો આજે નિયા ને.
નિયા અંદર ડાઇનિંગ ટેબલ પર બેસી
" શું કરો છો તમે ? "
" જો સ્પ્રિંગ રોલ બનાવતી હતી તારા માટે "
" ક્યાં તકલીફ લેવાની જરૂર હતી "
" એમાં શેની તકલીફ નિયા ? અમે પણ ખાઈશું ને "
થોડી વાર વાત કરી પછી નિયા અને ભાવિન ના મમ્મી નાસ્તો કરતા કરતા વાત કરી રહ્યા હતા ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" આગળ ના રૂમ માં કઈ જોયું નઈ તે ?"
" રૂમ અલગ લાગતો હતો પણ ખબર નઈ કેમ "
" જોઈ આવ તો જા "
નિયા ખાતા ખાતા બહાર ના રૂમ માં ગઈ. ત્યાં એનો અને ભાવિન નો એક ફોટો વાળી ફ્રેમ હતી. અને એક બાજુ નિયા નો પિક હતો જે માનસી દી ની બાજુ માં દીવાલ પર લગાવ્યો હતો.
" ઓહ વાઉ "
" તારો આ ફોટો બોવ ગમે છે મને "
નિયા નો જે સિંગલ ફોટો હતો એમાં નિયા કઈક વાત પર હસી રહી હતી અને ગાલ પર એક દમ નાના ખાડા પડતા હતા. રેન્ડમ ક્લિક હતી એ ફોટો.
" આવો પિક ક્યાં થી આવ્યો ?" નિયા એ પૂછ્યું.
" આલ્બમ માં હતો. મસ્ત છે ને ?"
" હા બોવ જ "
" ભાવિન જોડે ના ફોટો પણ મસ્ત છે આલ્બમ માં. તમે બંને વાત કરતા હોય એવું લાગે છે ફોટો માં "
નિયા આ સાંભળી ને હસવા લાગી.
" શું થયું ?"
" અમે વાત જ કરતા હતા "
" બીજા છે અમુક ફોટો મસ્ત છે એ "
" આલ્બમ ક્યાં છે ?" નિયા એ પૂછ્યું.
" માનસી ના ઘરે"
" ઓકે આવે પછી જોઈશું. મારે પણ જોવા છે પિક "
" હા કેવા બન્યા છે સ્પ્રિંગ રોલ ?"
" મસ્ત "
" આઈસ ક્રીમ ભાવે છે ને ?"
" હા કેમ ?"
" તો આ ટેસ્ટ કર " ફ્રીઝ માથી આઈસ ક્રીમ આપતા કહ્યું.
" આ ક્યો છે ?"
" નામ મને નઈ ખબર "
" અચ્છા. તમે ખાવ ને ?"
" મને બોવ નઈ ભાવતો આ તો એના પપ્પા કાલે લઈ આવેલા"
થોડી વાર પછી નિયા ઘરે આવી.
થોડા દિવસ પછી,
રિયાન ના મેરેજ હતા એટલે બે ત્રણ દિવસ તો કેમના જતા રહ્યા એ જ ખબર ના રહી. બોવ એન્જોય કર્યું રિયાન ના મેરેજ માં. આ બધી ખુશી ની વચ્ચે પણ નિયા એ ભાવિન ને થોડો તો મિસ કર્યો હતો જ્યારે રિયાન ની ગરબા નાઈટ માં સ્લો રોમેન્ટીક મ્યુઝિક ચાલુ થયું અને બધા કપલ ડાંસ કરતા હતા ત્યારે ભાવિન ની યાદ આવી ગયેલી.
થોડા દિવસ માં ફેબ્રુઆરી પણ પતી ગયો અને માર્ચ મહિનો પણ શરૂ થઈ ગયો. નિયા અને ભાવિન ની વાત કરતા મસ્તી વધી ગઈ હતી. એક બીજા ને હેરાન કરવા માં એક મોકો ના છોડતા એ બંને.
થોડા દિવસ પછી એક વાર નિયા ભાવિન સાથે વાત કરતી હતી ત્યારે આદિ નો ફોન આવ્યો.
" બેબ કેમ છે ?" આદિ બોલ્યો.
નિયા એ ભાવિન અને આદિ ને ગ્રુપ કૉલ માં એડ કરેલા હતા એટ્લે ભાવિન એ કહ્યું.
"બેબ ની યાદ આવે મારી નઈ "
" હાઈ ભાવિન " આદિ ના અવાજ મા કઈક અલગ ખુશી હતી.
" શું વાત છે આટલો ખુશ કેમ છે ?" નિયા એ પૂછ્યું.
" એપ્રિલ માં સગાઈ ફિક્સ થઈ ગઈ "
" ઓહ વાઉ "
આદિ સગાઈ નું કહેતો હતો ત્યારે ભાવિન એ કહ્યું,
" હું નઈ આવી શકું "
" કેમ ?"
" દિલ્હી જવાનો છું એપ્રિલ "
" જોયું નિયા. એકલા એકલા જાય છે "
" એને લઈ ને જવાની વાર છે હજી" ભાવિન એ કહ્યું.
" હું નિયા સાથે દહેજ માં મુંબઇ આવીશ ચાલશે ને ?"
" એમજ આવસે તો હું ના નઈ કહું " ભાવિન એ કહ્યું.
" પાક્કું આવીશ હું " આદિ એ કહ્યું.
" આવી જા કાલે જ. એમ પણ એકલો જ છું "ભાવિન બોલ્યો.
" ભૂત બંગલા માં. કોઈ દિવસ ઘર સાફ કરે છે કે નઈ ?" નિયા એ પૂછ્યું.
" કરું જ છું " ભાવિન એ કહ્યું.
" ના કરે તો વાંધો નઈ. નિયા આવી ને કરશે. પછી તારી જૉડે પણ કરાવી શકે છે એનું કઈ નક્કી નઈ " આદિ એ કહ્યું.
" ખુશી નો નંબર મને આપજે. પછી એને ફોન કરી ને પૂછીએ" નિયા બોલી.
" હું કેમ આપુ નંબર. તને તો આપુ જ નઈ માંડ સેટિંગ થયું છે તું તોડાવી નાખે તો " આદિ એ કહ્યું.
" બિચારી ખુશી મને તો અત્યાર થી એની ચિંતા થાય છે " નિયા બોલી.
" હા મને પણ ભાવિન ની ચિંતા થાય છે. બિચારા ને દરરોજ મેગી ખાવી પડશે " આદિ એ કહ્યું.
" મને એવું લાગે છે ખુશી ને મિશા નું કઈક કહેવું પડશે " નિયા બોલી.
" મિશા કોણ છે ?" ભાવિન એ પૂછ્યું.
" એક્સ ભાભી " નિયા બોલી.
" ચાલો મને ખુશી નો ફોન આવે છે ગુડ નાઈટ "
" એક મિનીટ પણ... તને મેગી ના ખાવી પડે પૂછી લેજે "
" બાય નિયા આપડે પછી વાત કરીએ " કહી ને આદિ એ ફોન મૂકી દીધો.
પછી ભાવિન એ કહ્યું, " કેમ તું એને હેરાન કરે ?"
" એ મને હેરાન કરે એ કઈ નઈ "
આમ હવે ભાવિન અને નિયા ની વાત આગળ ચાલતી હતી.
એક મહિના પછી,
આજે આદિત્ય અને ખુશી ની સગાઈ હતી. નિયા ઘણા મહિના પછી શાંતિ થી એ લોકો ને મળી હતી. રિંગ સેરેમની પત્યા પછી બધા એ થોડા ફોટો પાડ્યા અને પછી એ લોકો વાત કરતા હતા.
નિશાંત શ્રુતિ ને લઈ ને આવ્યો હતો પણ શ્રુતિ ને આ લોકો ની દોસ્તી ની ખબર હતી એટલે કઈ નવું નઈ લાગતું હતું.
બધા કઈ વાત પર મસ્તી કરતા હતા અને હસતા હતા. અચાનક નિયા નું ધ્યાન કઈક ગયું અને એની સ્માઈલ ગાયબ થઈ ગઈ.
મનન કઈક વાત કરતો હતો એને બે વાર નિયા નિયા કહ્યું પણ નિયા નું ધ્યાન નઈ હતું.
શ્રુતિ એ કહ્યું ,
" નિયા શું થયું? તું ઠીક છે ?"
" હા હું આવું પાંચ મિનિટ માં " કહી ને નિયા ઊભી થઈ ને થોડે દૂર જતી રહી.
" શું થયું આને અચાનક ?" તેજસ એ પૂછ્યું.
" કઈ ખબર નઈ "
પાંચ મિનિટ પછી,
નિયા એ મનન ને કૉલ કર્યો. મનન વિચારતો હતો નિયા કેમ કોણ કરે છે ત્યાં તેજસ એ કહ્યું,
" ફોન તો રિસિવ કર "
એટલે મનન એ ફોન રીસિવ કર્યો
" હેલ્લો ?"
" અલેક્ષા તું બેઠો છે ત્યાં થી ડાબી બાજું જો "
" નિયા શું મસ્તી કરે છે "
" તું જો ને એક વાર "
" વોટ ધ ફ* "
" એ ક્યાં થી અહીંયા ? કોને બોલાવ્યો હસે ?" નિયા એ પૂછ્યું.
" હા. આદિ જોશે તો ગુસ્સો કરશે " મનન બોલ્યો.
" શું કોને જોશે તો આદિ ગુસ્સો કરશે ?" નિશાંત એ પૂછ્યું.
" આમ જો " મનન એ આંગળી કરી ને બતાવ્યું.
" આ ચુ** અહીંયા કેમનો ?" તેજસ એ કહ્યું.
" હા એજ ને " નિશાંત એ કહ્યું.
" હું આવું " એમ કહી ને મનન નિયા પાસે ગયો.
" આદિ એ તો નઈ બોલાવ્યો હોય ને ?" મનન એ પૂછ્યું.
" ના એ ના બોલાવે " નિયા એ કહ્યું.
" ખોટું મગજ ખરાબ કરશે "
" મારે તો કઈ વાત નઈ કરવી "
" તેજસ ગાળ ના બોલે તો સારું " મનન એ કહ્યું.
" હા. અને આદિ પણ ? "
નિયા અને મનન વાત કરતા હતા ત્યાં તો અચાનક એની નજર આદિ પર પડી. માનિક આદિ અને ખુશી હતા ત્યાં જ હતો.
" પત્યું " મનન બોલ્યો.
ત્યાં નિશાંત એ ફોન કર્યો મનન ને ,
" આવો અહીંયા હવે "
નિયા નું તો માનિક ને જોઈ ને મગજ જ હલી ગયું હતું. નિયા મનન સાથે એ લોકો જ્યાં બેઠા હતા ત્યાં ગયા.
" આ કેમ આવ્યો હસે " તેજસ બોલ્યો.
" નિયા ની સુરતી સાંભળવા" નિશાંત મસ્તી માં બોલ્યો.
એ લોકો વાત કરતા હતા ત્યાં આદિ અને ખુશી આવ્યા.
" ઓય શું થયું ? કેમ સ્માઈલ ગાયબ છે ?" આદિ એ નિયા ને જોતા જ પૂછ્યું.
" એની નઈ અમારી પણ સ્માઈલ ગાયબ છે તે કામ જ એવા જ કર્યા છે " મનન બોલ્યો.
" મે શું કર્યું ?" આદિ એ પૂછ્યું.
" પહેલા તમે બંને બેસો એક તો બધા અહીંયા જોવે છે " તેજસ એ કહ્યું.
" શું થયું બોલો ને ?" આદિ એ કહ્યું.
" કઈ નઈ થયું. Congratulations 🎉 અને બેસ્ટ ઓફ લક ન્યૂ લાઈફ માટે " નિયા બોલી.
" બે યાર આ અહીંયા ના આવે તો સારું " માનિક ને જોતા મનન બોલ્યો.
" ઓહ અચ્છા, માનિક ને જોઈ ને તમારા ફેસ આવા છે "
આદિ એ કહ્યું.
" હા તો અમને કહેવાય તો ખરી ને એ ને પણ બોલાવ્યો છે " તેજસ ગુસ્સા મા બોલ્યો.
" આદિ એ નઈ બોલાવ્યો પણ એ મારી દીદી સાથે આવ્યા છે" ખુશી બોલી.
" દીદી ? " તેજસ બોલ્યો.
" મારી દૂર ના માસી ના છોકરી છે એની સાથે આવ્યો છે" ખુશી બોલી.
" મૂકો એને. મગજ ખરાબ ના કરો " નિયા બોલી.
" મગજ છે ?" મનન અને આદિ બંને એ એક સાથે પૂછ્યું.
" હા થોડું ક છે "
એ લોકો વાત કરતા હતા ત્યાં માનિક આવ્યો,
" કેમ છો ?
" અત્યાર સુધી મઝામાં જ હતા હવે ખબર નઈ " નિયા ધીમે થી બોલી.
" તને શું લાગે છે ?" તેજસ એ પૂછ્યું.
" મસ્ત હસો " માનિક બોલ્યો.
" તો પછી કેમ પૂછે છે ?" મનન બોલ્યો.
" એમજ. તમે તો ભૂલી જ ગયા કોલેજ પત્યા પછી "
" હા ના કામ ના વ્યક્તિ ને યાદ નઈ કરતા અમેં " નિશાંત એ કહ્યું.
નિયા તો ફોન મા ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવા લાગી. એને વાત કરવી જ નઈ હતી.
" હમણા તમારી ભાભી સાથે મલવું "
" વોટ મળવું ?" નિશાંત ને સમજ ના પડી એટલે પૂછ્યું.
" એ આવે એટલે તમારી સાથે મુલાકાત કરાવું "
પછી નિયા ની બાજુ જોતા બોલ્યો,
" લોકો તો હવે સામે પણ નઈ જોતાં. ઇગો આવી ગયો છે બોવ જ "
નિયા ને ગુસ્સો આવી રહ્યો હતો આ સાંભળી ને પણ એ ચુપ રહી.
" લોકો ? નામ છે અહીંયા બધા ના " આદિ બોલ્યો.
" હાં. નિયા હજી તારો ઈગો ઓછો નઈ થયો નઈ "
" ના " નિયા ગુસ્સા માં બોલી.
" આજે પણ મનન ની બાજુ માં બેઠી છે જોયું તેજસ " ખરાબ રીતે હસતા બોલ્યો માનિક.
" સાચવી ને બોલ તું. એની સગાઈ થઈ ગઈ છે " મનન એ કહ્યું.
" સગાઈ થઈ ગઈ હોય તો પણ શું ? એ ના માટે ક્યાં નવાઈ છે બધા બોય જોડે બોલવાનું " માનિક બોલ્યો.
" ગમે એટલું થાય પણ અમુક લોકો ના સુધરે " નિશાંત એ કહ્યું.
" કુતરા ની પૂછળી વાંકી જ રહે "
ખુશી ને કઈ સમજ મા નઈ આવી રહ્યું હતું આ લોકો કેમ આવું બોલે છે અને આવી જ હાલત શ્રુતિ ની હતી પણ એને થોડુક ખબર હતી.
" નિયા તને કોણ મળી ગયું ?" માનિક બોલ્યો.
પણ માનિક ને જવાબ આપવો યોગ્ય ના લાગતા નિયા ફોન આવે છે એમ કહી ને ઉભી થઇ ને ત્યાં થી જતી રહી.
" હવે તો સુધર તું. લગ્ન થઈ ગયા તારા તો " તેજસ બોલ્યો.
" હું સુધરેલો જ છું. પણ તમે લોકો ના સુધર્યા. હજી નિયા ની સચ્ચાઈ તમને ખબર નઈ પડી લાગતી " કોઈ આગળ બોલે એ પહેલા જ " હું પછી મલું. બેબી મને શોધે છે " કહીંને જતો રહ્યો.
શ્રુતિ અને ખુશી ને ખબર ના પડી કે માનિક કેમ આમ બોલે છે. માનિક ના ગયા પછી ખુશી એ પૂછ્યું,
" જીજુ કેમ નિયા સાથે આમ વાત કરતા હતા ?"
" લોગ સ્ટોરી છે ભાભી. ફરી કોઈ વાર શાંતિ થી કહેશે આદિ " નિશાંત એ કહ્યું.
ત્યાં નિયા પાછી આવી ગઈ.
" સાચે માં ફોન આવ્યો હતો કે બહાનું હતું ?" મનન એ પૂછ્યું.
" આવ્યો હતો "
" તો ઠીક "
થોડી વાર પછી એ લોકો એ જમી ને બેઠા હતા. નિશાંત અને શ્રુતિ ની લવ સ્ટોરી નિશાંત કહેતો હતો. આદિ અને ખુશી ત્યાં નઈ હતા. બાકી ના બધા સાથે બેસેલા હતા. ત્યાં માનિક પાછો આવ્યો. કૃપાલી સાથે.
નિયા મનન અને તેજસ ને કઈક કહેતી હતી.
" આ મારા ફ્રેન્ડ છે કોલેજ ના " માનિક કૃપાલી ને કહેતો હતો.
" હતા છે નઈ " નિયા ધીમે થી બોલી.
માનિક એ બધા સાથે હાથ મિલાવી ને હાઈ કહ્યું અને પછી નિયા સામે.
" નમસ્તે " નિયા એ હાથ જોડી ને કહ્યું.
" આને થોડો ઇગો છે એટલે હાથ નઈ મિલાવે "
" નિયા તે સગાઈ માં કેમ ના બોલાવ્યો ?" માનિક વાત કરવાની ટ્રાય કરતો હોય એમ વાત કરવાની શરૂઆત કરી.
" મારી મરજી "
" પણ ફ્રેન્ડ ને તો બોલાવાય ને ?" માનિક એ કહ્યું.
" મારા કોઈ ઘરે કોઈ પણ ફંકશન માં મારા બેસ્ટ ફ્રેન્ડ સિવાય કોઈ ને આવવાની પરમિશન નથી " નિયા બોલી.
" હસે એમ પણ તને ખોટું બોલવાની તો આદત છે " માનિક રાક્ષશી રીતે હસતા બોલ્યો.
" કૃપાલી ને તો આ વાત સારી રીતે ખબર હસે ખોટું બોલવાની આદત કોની છે " નિયા ગુસ્સા માં બોલી.
" કૃપાલી થોડી તને ઓળખે છે તો ખબર હોય નિયા " અને પછી હસતા હસતા કહ્યું,
" પેલો છોકરો પસ્તાતો હસે નઈ તારી જેની સાથે સગાઈ થઈ એ "
હવે તો નિયા ને ગુસ્સો આવતો હતો પણ કઈ બોલી નઈ.
ત્યાં ખુશી આવી,
" નિયા પેલો ફોટો મોકલ ને તારા ફોન મા છે એ "
ખુશી અને નિયા ને એક સાથે વાત કરતા જોઈ ને માનિક બોલ્યો,
" કૃપાલી તારી બહેન ને કહી દેજે આના થી દુર રહે "
" કેમ ?" કૃપાલી એ પૂછ્યું.
" ઘરે જઈ ને કહીશ. પણ દૂર રહે તો સારું "
હવે નિયા આગળ કઈ સાંભળી શકે એમ નઈ હતી.
" ચાલો બાય. ચલ નિયા " મનન એ કહ્યું.
" હા ચાલો " નિશાંત અને તેજસ પણ ત્યાં થી ઉભા થતા બોલ્યા.
" નિયા કહે તો કોણ છે છોકરો તારી સગાઈ થઈ એ " માનિક નિયા જતી હતી ત્યારે પૂછ્યું.
" તું તારા કામ થી કામ રાખ " મનન એ કહ્યું.
નિયા અને મનન લોકો પણ આદિ અને ખુશી ને મળ્યા વગર જ ત્યાં થી નીકળી ગયા.
એ લોકો તેજસ ના ઘરે ગયા. બે વાગ્યા હતાં ચાર વાગે નિયા ની ટ્રેન હતી. નિયા ના ફોન મા બેટરી ઓછી હતી એટલે એને ફોન સ્વીચ ઓફ કરી ને ચાર્જ માં મૂક્યો હતો.
એ લોકો વાત કરતા હતા ત્યાં ત્રણ વાગી ગયા.
આ બાજુ આદિ એ નિયા ને કેટલા ફોન કર્યા પણ નિયા નો ફોન સ્વીચ ઓફ જ આવતો હતો એટલે એને મનન ને કૉલ કર્યો.
" નિયા ક્યાં ગઈ એની ચાર વાગ્યા પછી ની ટ્રેન હતી " ખુશી એ આદિ ને પૂછ્યું.
" હા. એને ફોન કર્યો પણ સ્વીચ ઓફ આવે છે "
નિયા આદિત્ય ને કહ્યા વગર જ નીકળી ગઈ હસે ?
માનિક પાછો તો નઈ આવે ને નિયા ની લાઈફ મા કઈ પ્રોબ્લેમ કરવા ?