Mind: Relationship Friendship No - 81 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 81

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 81

નિયા ની સગાઈ ને હજી દસ દિવસ ની વાર હતી. લગભગ શોપિંગ બધી થઈ ગઈ હતી બધા ને ઇન્વિટેશન પણ અપાઈ ગયું હતું.

નિયા કરતા પ્રિયંકા બેન વધારે ખુશ હતા અને એમને ખુશ જોઈ ને નિયા પણ ખુશ હતી. ભાવિન સગાઈ ના એક દિવસ પહેલા જ સુરત આવવાનો હતો એટલે હવે નિયા અને ભાવિન સગાઈ પહેલા મળી શકવાના નઈ હતાં.

આજે રવિવાર ની રજા હતી. નિયા દર રવિવાર ની જેમ મોડી ઊઠી હતી. અને બપોરે જમી ને ટીવી જોવા બેઠી હતી ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,

" નિયા કેમ હજી નાહી નથી ? તારે જવાનું નથી "

" ક્યાં ?"

" તારા સાસુ સાથે. "

" મમ્મી શું કહો છો ?" નિયા ને પ્રિયંકા બેન એ કઈ કહ્યું જ નઈ હતું.

" કાલે ભાવિન ના મમ્મી નો ફોન આવ્યો હતો. તારા માટે રિંગ અને અમુક કપડા લેવા જવાનું છે તો એ લોકો તને લેવા આવવાના છે "

" મમ્મી તમે મને કીધું કેમ નઈ ?"

" અરે બેટા ભૂલી ગઈ હું . તું ઊભી થા અને નાહવા જા. તેલ નાખ્યું છે માથા મા વાર કરીશ નઈ તું નહવામાં "

" કેટલા વાગે આવવાના છે એ લોકો ?"

" ત્રણ વાગ્યા પછી "

" ત્યાં સુધી તો રેડી થઈ જવા" કહી ને નિયા નાહવા ગઈ.

એક કલાક પછી,

" તું હજી આવા કપડા માં ફરે છે ?" પ્રિયંકા બેન નિયા ને જોતા બોલ્યા.

નિયા એ નાહી તો લીધું હતું પણ હજી પણ તે ઘર ના કપડા પહેરી ને ફરતી હતી.

" વિચારું છું ક્યાં કપડા પહેરું એ "

" વાહ. જીન્સ અને બ્લૂ કુર્તી "

" કઈ બ્લૂ કુર્તી ?" નિયા એ પૂછ્યું.

" તને બોવ ગમે છે એ. અને પેલું ટુંકુ જીન્સ"

" મમ્મી એને એંકર કહેવાય "

" હા એજ. હવે રેડી થઈ જા "

નિયા રેડી થતી હતી ત્યારે પ્રિયંકા બેન એના રૂમ માં આવ્યા.

" નિયા તને આવા નાના છોકરા જેવા કપડા કેમ ગમે છે? આ કુર્તી જો ફોર્ક જેવી છે. "

" મને ગમે છે તો ગમે છે "

" સારું સારું. જરી વાળી આઇ લાઇનર કરી ને જસે ?"

" વિચારું છું કઈ કરું "

" પેલી ભૂરી છે ને એ કર. મેચિંગ થઈ જશે "

" હા સારો વિચાર છે "

" હિલ્સ પહેરી ને જસે ને?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" મમ્મી બસ પણ બોવ વિચારી લીધું "

" ભાવિન નઈ આવવાનો નઈ આજે " પ્રિયંકા બેન મસ્તી કરતા બોલ્યા.

નિયા આઇલાઇનર કરતી હતી અને એને ભાવિન ની યાદ આવી ગઈ.

" મમ્મી તમે બહાર જઈ ને બેસો "

" પણ તારા રૂમ માં બેસું તો શું પ્રોબ્લેમ છે તને ?"

" પ્રોબ્લેમ છે તમે કેટલું બોલો છો આજે "

" એ હો... ચંપા "

" મમ્મી ચંપા નઈ કહેવાનું "

" સારું નિયા "

આમ મસ્તી મઝાક માં માં દીકરી ની વાત ચાલતી હતી ત્યારે ડોર બેલ વાગી.

" લાગે છે તારા સાસુ આવી ગયા "

" દરવાજો ખોલો "

" તું ખોલ ને પણ "

" મમ્મી તમે કયાર ના હસાવો છો આઈ લાઇનર માંડ કરી છે લેન્સ પહેરવાના છે હજી "

" કેમ આજે લેન્સ ?"

" મન થયું "

નિયા ને લેન્સ નો બોવ શોખ હતો પણ પ્રિયંકા બેન એ કઈક ફંક્શન આવે ત્યારે લેવાનું કીધું હતું. નિયા એ સગાઈ માટે લેન્સ કરાવ્યા હતા. આ વાત ની ભાવિન ને ખબર નઈ હતી. અને નિયા કહેવા નઈ માંગતી હતી ભાવિન ને.

નિયા ના સાસુ સસરા, માનસી દી અને યુગ આવ્યા હતા.

પ્રિયંકા બેન પાણી આપી ને બેઠા હતા અને વાત કરતા હતા. યુગ આમ તેમ નિયા ના ઘર માં બધું જોયો હતો. ત્યાં માનસી દી એ પૂછ્યું,

" નિયા ક્યાં ?"

" આવું છું દી પાંચ મિનિટ " નિયા એના રૂમ માંથી બોલી.

નિયા નો અવાજ સાંભળી ને યુગ દોડતો દોડતો નિયા ના રૂમ માં ગયો.

" નિઆ... " યુગ એની ભાષા માં બોલ્યો અને નિયા નું મિનિયન લઈ ને બહાર ની રૂમ માં ગયો.

નિયા બહાર આવી.

" મસ્ત લાગે છે તું તો ચશ્મા વગર " નિયા ના સાસુ એ કહ્યું.

" Thank you " નિયા બોલી.

થોડી વાત ચિત કરી પછી ભાવિન ના પપ્પા એ કહ્યું,
" જઈએ "

" હા "

બધા હતા હતા પણ યુગ હજી નિયા ના મિનીયાન સાથે રમતો હતો.
" ચલો બેટા,
બાબા જવાનું છે " માનસી દી બોલ્યા.

યુગ મીનિયન લઈ ને બહાર નીકળતો હતો એટલે માનસી એ કહ્યું,
" યુગ એ નિયા નું છે આપી દો "

યુગ એ પહેલા તો ના પાડી પણ પછી ત્યાં મુકી દીધું.

નિયા ને માનસી દી સાથે વાત કરવામાં મઝા આવતી. પહેલા એ લોકો જવેલર્સ પાસે ગયાં. નિયા ના માપ ની રીંગ લેવા.

" નિયા તને જે ગમે એ કહી દે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" હા બેટા તને જે ગમે એ કહી દેજે " ભાવિન ના મમ્મી એ કહ્યું.

પણ નિયા એ કહ્યું તમને જે ગમે એ લઈ લો. થોડી વાર એ લોકો રીંગ સિલેક્ટ કરતા હતા પણ ના થઈ એટલે માનસી દી એ ભાવિન ને વીડિયો કૉલ કર્યો રીંગ સિલેક્ટ કરવા.

નિયા યુગ સાથે મસ્તી કરતી હતી આ લોકો રીંગ સિલેક્ટ કરતા હતા ત્યારે.
ભાવિન એ રીંગ સિલેક્ટ કરી પણ માનસી દીદી ને ઈશારા મા નિયા ને બતાવવા કહ્યું. નિયા અને યુગ ની મસ્તી જોઈ ને ભાવિન ખુશ થયો.

રીંગ લીધા પછી એ લોકો નિયા માટે કપડા લેવા ગયા.
નિયા ના સાસુ એ એટલા બધા ઓપ્શન આપ્યા કે નિયા કન્ફુસ થઈ ગઈ.

" નિયા શું થયું ?" માનસી દી એ પૂછ્યું.

" કઈ ખબર નઈ પડતી. બધા મસ્ત જ છે "

માનસી દી એ નિયા ને એક બતાવ્યું જેં એમને ગમી ગયેલું, "નિયા આ મસ્ત લાગશે "

આમ થોડી જે શોપિંગ કરવાની હતી એ થઈ ગઈ. સાત વાગ્યા હતા એટલે ભાવિન ના પપ્પા એ કહ્યું, " શું જમવા જઈશું પંજાબી કે બીજું કઇ ?"

" પપ્પા પંજાબી નઈ ખાવું પિત્ઝા ખાવા જઈએ " માનસી દી એ કહ્યું.

" નિયા તને ખબર અમારા ઘર માં બે પાગલ રહે છે પિત્ઝા માટે ના " ભાવિન ના મમ્મી એ કહ્યું.

નિયા વિચારતી હતી શું કહેવા માંગે છે એ.
" આ માનસી અને ભાવિન. દરરોજ પિત્ઝા આપો તો ખાઈ લે. પણ રોટલી શાક ખાવા નું હોય તો ના ખાય" ભાવિન ના પપ્પા એ કહ્યું.

" શું પપ્પા તમે આવું કહો છો પોલ નઈ ખોલવાની અમારી"

થોડી ચર્ચા કર્યા પછી એ લોકો પિત્ઝા ખાવા ગયા.
ભાવિન ના મમ્મી પપ્પા ભાવિન ના અમુક કારનામા કહેતા હતા.

થોડી વાર એ કેફે ની બહાર ગાર્ડન હતો ત્યાં બેઠાં હતાં. યુગ એના નાના નાની સાથે રમતો હતો. અને નિયા અને માનસી પિક્ પાડતા હતા. પછી ત્યાં બેઠા ,

" નિયા હવે તો ભાવિન સાથે વાત થાય છે ને ?" માનસી દી એ પૂછ્યું.

" હમ "

ભાવિન ની પસંદ ના પસંદ કહેતા હતા. અને પછી નિયા ને ભાવિન અને માનસી દી ના પિક નાના હતા એ પિક અને થોડા વર્ષ પહેલાં ના પિક બતાવતા હતા.

" નિયા તું ઘરે આવ બોવ બધી વાતો કરીયે અને મસ્તી કરીશું"

" હા "

" નિયા જીવી લે કે મેરેજ પહેલા ની લાઈફ. એ ફરી નઈ મળે "

" હા પણ તમે હજી જીજુ સાથે મલાવી નથી મને "

" સગાઈ માં મળી લેજે તારા જીજુ ને "

આમ થોડી વાત ચાલી પછી એ લોકો નિયા ને ઘરે મૂકી ને ગયા.

નિયા ઘરે આવી ત્યારે પ્રિયંકા બેન તો રાહ જોઈ ને બેઠા હતા. ક્યારે નિયા આવે અને બધું પૂછી લે એને.

નિયા ઘરે આવી કપડાં ચેન્જ કરી ને ફ્રેશ થઈ ને પ્રિયંકા બેન ને બધું કહ્યું.

બીજે દિવસે,
આજે સોમવાર હતો અને હવે તો બોવ જ ઓછા દિવસ બાકી હતા નિયા ની સગાઈ ના.

નિયા આજે જોબ પર થી આવી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા શુક્રવાર થી રજા લઈ લેજે "

" હા "

" તે પલક ને ઇન્વિટેશન આપ્યું ? "

" હા "

" આદિત્ય , મનન લોકો ક્યારે આવવાના છે "

" આદિ નઈ આવવાનો "

" નિયા તું મઝાક ના કર અત્યાર માં " પ્રિયંકા બેન ને ખબર હતી આદિ નિયા ની સગાઈ માં આવ્યા વગર ના રહે એટલે કહ્યું.

" મમ્મી એ કામ માં છે એટલે નઈ આવે એવું કહ્યું હતું "

" તું પાછો ફોન કરી જોજે "

" હા ફોઈ અને જાહનવી દી ક્યારે આવવાના છે? આ ટાઈમ તો આરવ પણ હસે ને ?"

" હા. એ આવસે ને માસી ની સગાઈ માં "

" હા દાદી " નિયા પ્રિયંકા બેન ને ચીડવતા બોલી.

" દાદી વાળી કામ કર તારું. સૂઈ જા. અને આ તારી બધી બુક્સ સરખી મૂકી દેજે પછી ના મળે તો એમ ના કહીશ ક્યાં ગઈ અને કોણ લઇ ગયું "

" હા "

નિયા બધી બહાર રહેલી બુક એના કબાટ માં મુકતી હતી. ત્યાં એને આદિ ને ફોન કરવાનું યાદ આવ્યું એટલે એને વિડિયો કૉલ કર્યો.

" બોલો મોહતરમા " આદિ બોલ્યો.

" ક્યારે આવે છે ?"

" ક્યાં ?"

" સગાઈ છે મારી રવિવારે "

" હા પણ હું નઈ આવી શકું. હું શુક્ર વારે રાતે જ ફરવા જાવ છું. મારી જોબ વાળા બધા ફ્રેન્ડ સાથે "

" તે મને કીધું હતું કામ નઈ હોય તો આવીશ "

" હા પણ શું કરું યાર જલ્દી જલ્દી માં થઈ ગયું નક્કી "

" ઓકે ક્યાં જાય છે ?" નિયા એ પૂછ્યું. પણ એની સ્માઈલ ગાયબ હતી.

" મનાલી "

" વાહ... ટ્રાવેલ પાર્ટનર વગર મનાલી જસે તું "

" તો તું થોડી હવે આવવાની મારી સાથે "

" તે મને પૂછ્યું પણ નઈ "

" એમાં શું પૂછવાનું ? "

" કઈ નઈ. હેપ્પી જર્ની " કહી ને આદિ કઈ પણ બોલે એ સાંભળ્યા વગર નિયા એ ફોન મૂકી દીધો.

એ કઈક લખતી હતી ત્યારે ભાવિન નો વિડિયો કૉલ આવ્યો.
" શું કરે છે ?"

" કઈ નઈ લખું છું "

" તો આજે કેમ ચુપ લાગે છે "

" કોઈ ચુપ નથી. આદિ નઈ આવવાનો સગાઈ માં "

" કેમ ?"

" ફરવા જાય છે એ મનાલી "

" જૂઠું ના બોલ " ભાવિન ને સાચું ના લાગ્યું એટલે કહ્યું.

નિયા એ થોડી વાર વાત કરી પછી ફોન મૂકી દીધો.

ભાવિન એ આદિ કૉલ કર્યો
" કેમ નઈ આવવાનો સગાઈ માં ?" ભાવિન એ પૂછ્યું.

" મનાલી જાવ છું "

" જૂથ ના બોલ "

આદિ એ કહ્યું પછી ભાવિન બોલ્યો,
" નિયા મારે નઈ તને "

" જોઈએ. મારે તો બચાવવા માટે ભાવિન છે જ "

" હું શું કામ બચાવું?"

" હું નિયા ને એવું કહીશ આવું કરવાનું મને ભાવિન એ કહ્યું હતું " આદિ હસતા હસતા બોલ્યો.

" નઈ માને એ "

" કોણ એ ?"

" નિયા બીજું કોણ "

" ઓહ અચ્છા. મને એમ કે હસે બીજું કોઈ " આદિ બોલ્યો.

" હા. એ તો ખબર પડી જ જસે રવિવારે જ્યારે નિયા ને ખબર પડશે ત્યારે "

" હું તો ભાવિન એ આવું કરવાનું કીધું હતું એવું જ કહીશ."

" સારું કહી દેજે "

" પછી બ્રેક અપ કરે તો મને ના કહીશ " આદિ એ કહ્યું.

" જોઈએ "

બીજે દિવસે રાતે નિયા રિયા અને ભૌમિક સાથે વાત કરતી હતી ત્યારે ભાવિન નો વિડિયો કૉલ આવ્યો. રિયા અને ભૌમિક ને પછી કૉલ કરું એમ કહી ને ફોન મૂક્યો અને ભાવિન ને ફોન કર્યો.

" કેમ તું દરરોજ વિડિયો કૉલ કરે છે ?"

" તને જોવા " આંખ મારતા ભાવિન બોલ્યો.

" ફોટા હસે જ તારી પાસે જોઈ લેજે "

" ના નથી ફોટો એક પણ. તું મોકલતી નથી ને "

" હું કેમ મોકલું મારો પિક ?"

" મને જોવા. તને વિડિયો કૉલ થી તો પ્રોબ્લેમ છે એટલે "

" ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા છે જોઈ લેજે "

" સારું. નિયા હજી આપડો એક પણ પિક જોડે નથી "

" તે દિવસે કેફે માં તો પાડયો હતો "

" એવો નઈ થોડો સરખો "

" રવિવારે પડાઈ લેજે "

" એમાં થોડું કહેવાનું હોય. આદિ આવવાનો છે ને ?" ભાવિન એ જાણી જોઈ ને પૂછ્યું.

" તને કાલે તો કીધું હતું એ મનાલી જવાનો છે ફરવા " નિયા ગુસ્સા માં બોલી.

ભાવિન હસતો હતો પણ નિયા ની સામે થોડું કંટ્રોલ માં.
" કેવો ફ્રેન્ડ તારી સગાઈ માં પણ નઈ આવે " ભાવિન એ કહ્યું.

" ગુડ નાઈટ મને નીંદ આવે છે " નિયા એ કહ્યું.

" તને મૂકી ને ફરવા જસે આદિ " ભાવિન આજે નિયા ને હેરાન કરવાના મૂડ મા હતો.

નિયા કઈ ના બોલી એટલે ભાવિન એ કીધું, " મનાલી "

" ભાવિન બસ હવે આગળ કઈ ના બોલતો "

" કેમ શું થયું ?"

" મને નીંદ આવે છે બાય " કહી ને ફોન મૂકી દીધો.

નિયા ફોન મુક્યા પછી એની ડાયરી માં લખતી હતી.
" મન ની દોસ્તી મા મન ક્યારેય પણ એકલું ફરવા નઈ જાય એ નક્કી હતું.
પણ આદિ જાય છે ને હવે એનું શું ?

ભગવાન હવે મન ની દોસ્તી તૂટી જસે ?
મિયાન ભૂલી જસે મને ?
આદિ સાથે દોસ્તી નઈ રહે ? "

આવા ઘણા બધા સવાલ કર્યા નિયા એ એની ડાયરી ને અને પછી સૂઈ ગઇ.

ભાવિન દરરોજ વિડિયો કૉલ કરી ને નિયા ને પુછતો. આદિ નઈ આવે સગાઈ માં ?
આદિ ટ્રાવેલ પાર્ટનર વગર ફરવા જસે ?
આવો ફ્રેન્ડ તારો ?

આજે શુક્રવાર હતો. નિયા ના ફોઈ લોકો અને જાનવી દી લોકો આવી ગયા હતા. બપોરે નિયા ના હાથ માં મેહદી મુકાઈ ગઈ હતી ભાવિન ના નામ ની.

એ દિવસે રાત્રે બધા ભેગા હતા એટલે બોવ બધી વાતો કરી. બીજે દિવસે પણ વાતો મા કેમનો જતો રહ્યો એ ખબર ના રહી. નિયા ને આરવ સાથે મસ્તી કરવામાં મઝા આવતી હતી.

જમી ને બેઠા હતા. રિયાન , ફોરમ, અને રિયા ના મમ્મી પપ્પા આવ્યા હતા. વાતો ચાલતી હતી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા અહીંયા આરવ છે એમ એના સાસરે પણ આવો છે એક નાનો. શું નામ છે એનું નિયા ?"

" યુગ "

" નિયા તારે તો સારું. અહિયાં આરવ સાથે મસ્તી કરવાની અને ત્યાં યુગ. " રિયાન બોલ્યો.

બધા મમ્મી પપ્પા પહેલા ની વાત કરતા હતા એટલે આ લોકો ને કંટાળો આવતો હતો.
નિયા એ કહ્યું, " તમે તમારા જમાના ની વાત કરો. અમે અંદર જઈએ છીએ અમારા જમાના ની વાત કરવા માટે "

કહી ને બધા અંદર ગયા. મસ્તી મઝાક ચાલતી હતી. મનન લોકો કાલે સવારે આવવાના હતા.
જાનવી દી એ કહ્યું,
" મારી સગાઈ માં નિયા ને પૂછ્યું હતું મહેંદી માં કોનું નામ લખવાનું છે. ત્યારે એને કહ્યું હતું ,

" મારી હાથ ની કોરી હથેળીઓ તારા નામ ની રાહ જોવે છે "

અને આજે એ રાહ પણ પૂરી થઈ ગઈ.
રિયાન એ કહ્યું, " નિયા હવે તારે એવું મૂકવું જોઈએ,

" મારા હાથ ની રાહ પૂરી થઈ "

" મારા હાથ ની કોરી હથેળીઓ,
જે તારા નામ ની રાહ જોતી હતી ,
આજ સુધી એ રાહ હવે પુરી થઈ... " નિયા બોલી.

" વાહ... એ જ ફરક છે આપડા માં અને નિયા માં. એના જેવું બોલતા આપડા ને આવડતું નથી " રિયાન એ કહ્યું.

" નિયા કાલે ભાવિન માટે કઈક બોલવું જોઈએ તારે " જીજુ ( જાનવી દી વાળા) એ કહ્યું.

" ના " નિયા એ કહ્યું.

" કેમ પણ ? આટલું મસ્ત તો લખે છે તું " ફોરમ એ કહ્યું.

" ભાવિન માટે કઈ નઈ લખ્યું હજી સુધી "

" સારું ફરી કોઈ વાર તો "

આમ એ લોકો એ મોડા સુધી વાત કરી અને સૂઈ ગયા કેમકે બીજે દિવસે સવારે વહેલું ઉઠવાનું હતું એટલે.

બીજે દિવસે સવારે,

પ્રિયંકા બેન ની ખુશી દેખાઈ રહી હતી. સાથે સાથે નિયા ના પપ્પા, ફોઈ બધા જ ખુશ હતા કેમકે નિયા ખુશ હતી.

નિયા તૈયાર થઈ રહી હતી. બાકી ના બધા તૈયાર થઈ ગયેલા.

પ્રિયંકા બેન નિયા ના રૂમ માં જતા,
" નિયા અમે નીકળીએ છીએ. તું તૈયાર થઈ જાય એટલે જાનવી લોકો સાથે આવી જજે "

" હા "

ત્યાં નિયા ના ફોઈ અંદર આવ્યા,
" પ્રિયંકા નિયા હવે મોટી થઈ ગઈ "

" હા " કહી ને પ્રિયંકા બેન ની આંખ ભીની થઇ ગઈ.

નિયા એ જોતા જ બોલી,
" અરે મમ્મી અત્યાર થી ના રડો તમે "
પાંચ મિનિટ માં તો ત્યાં થોડું ઈમોશનલ વાતાવરણ થઈ ગયું. પણ નિયા એ બધા ને હસાવી દીધા.

નિયા ને હવે આઇ શેડો જ કરવાનો બાકી હતો બાકી તો એ તૈયાર થઈ ગઈ હતી.

" નિયા આજે જરી વાળી આઇ લાઇનર કરવાની ?" જાનવી દી એ પૂછ્યું.

" ના કઈક ખાસ. જે આજ સુધી નઈ કરી એ " નિયા ખુશ થતા બોલી.

" સ્પાર્કલ કરવાનો છે આજે નિયા ની આંખ માં " નિયા ને જે તૈયાર કરી રહી હતી એ બોલી.

" ભાવિન અહીંયા જ પીગળી જવાનો છે આજે તારી આંખ જોઇ ને " જાનવી દી એ કહ્યું.

" જોઈએ એ તો "

થોડી વાત મા નિયા તૈયાર થઈ ગઈ અને લેન્સ પહેરતી હતી ત્યારે એની આંખ માં થોડું પાણી આવી ગયું અને એના લીધે આંખ થોડી લાલ થઈ ગઈ. પણ આંખ થોડી વધારે જ કાતિલ લાગતી હતી. સ્પાર્કલ આઇ શેડો અને લેન્સ.

થોડી વાર માં એ લોકો જ્યાં સગાઈ હતી ત્યાં પોહચી ગયા. ભાવિન તો ઓલરેડી ત્યાં આવી ગયેલો એવું રિયા એ કહ્યું.

" નિયા મારા ભાઈ ને મારી નાંખવાનો ઈરાદો છે કે શું ?" ભૌમિક નિયા ને જોતા બોલ્યો.

" ના "

" તો આટલી તૈયાર થઈ છે ખબર નઈ બિચારા ની શું હાલત થશે એ "

" ભાવિન ક્યાં છે ?" નિયા એ ઉતાવળે પૂછ્યું.

" કેમ ? શું કામ છે એનું ?" રિયા નિયા ને હેરાન કરવા બોલી.

નિયા ની નઝર આમ તેમ શોધી રહી હતી ભાવિન ને.

આ બાજુ ભાવિન એના ફ્રેન્ડ સાથે ફોટો પાડવામાં વ્યસ્ત હતો.
" ભાભી ક્યારે આવસે ?" એક ફ્રેન્ડ એ પૂછ્યું.

" આવતી હસે " બ્લશ કરતા ભાવિન બોલ્યો.

" આજે તારી જૉડે કપલ ડાંસ કરાવી ને રહીશું. શું કહેવું દોસ્તો ?" સમીક્ષા ( ભાવિન ની બેસ્ટ ફ્રેન્ડ ) એ કહ્યું.

" કઈ જ કામ નથી " ભાવિન એ કહ્યું.

" બેટા એ અમારે કરાવવાનો છે ને તું શાંતિ રાખ "

આ બાજુ મનન, તેજસ , નિશાંત , રિયાન , ફોરમ બધા નિયા સાથે ફોટો પડાવતા હતા કેમકે હજી સગાઈ ની વાર હતી. આટલી બધી ખુશી વચ્ચે પણ નિયા ને આદિત્ય ની યાદ આવી ગયેલી.

નિયા આજે ખુશ હતી પણ આજે એની ખુશી મા એનો બેસ્ટ ફ્રેન્ડ સાથે નઈ હતો. નિયા એ જ્યારે મનન, તેજસ અને નિશાંત સાથે ગ્રુપ ફોટો પડાવ્યો ત્યારે એ ફોટો માં પણ કઈ અધૂરું લાગતું હતું. અને એ હતું કે ફોટો માં આદિ નઈ હતો.

નિયા ની સાથે મનન, તેજસ અને નિશાંત પણ આજે આદિ ને મિસ કરી રહ્યા હતા. મનન એ આદિ ને ફોન કર્યો પણ ખાલી રીંગ જ વાગતી હતી આદિત્ય ફોન ઉપાડી નઈ રહ્યો હતો. ગ્રુપ માં મનન, તેજસ અને નિશાંત એ બોવ બધા મેસેજ કર્યા હતા પણ એક પણ મેસેજ આદિત્ય એ જોયા નઈ હતા. નિશાંત ક્યારનો આદિત્ય ને વિડિયો કૉલ કરી રહ્યો હતો પણ આદિ ઉપાડતો નઈ હતો.

થોડી વાર માં ફ્રેન્ડ અને ફેમિલી સાથે ફોટો પડી ગયા પછી હવે ભાવિન અને નિયા ના ફોટો પાડવાની વારી હતી. હજી પણ એ બંને એ એક બીજા ને જોયા નઈ હતાં.

નિયા ની આંખો ભાવિન ને જોવા આમ તેમ ફરી રહી હતી અને ભાવિન ની આંખ નિયા ને જોવા આમ તેમ જોઈ રહી હતી.

ત્યાં ભૌમિક ભાવિન ની પાસે આવ્યો અને કહ્યું,
" હવે કપલ થોડા ફોટો પડાઈ લો "

" નિયા આવી ગઈ ?" ભાવિન એ સ્માઈલ કરતા પૂછ્યું.

" હા ક્યારની. ચલ હવે તું. થોડી વાર માં પછી સગાઈ નો ટાઈમ થઇ જશે "કહી ને ભૌમિક ભાવિન ને લઇ ગયો.

આ બાજુ નિયા રિયા સાથે વાત કરી રહી હતી ત્યાં નિયા ની પાછળ ઊભા રહી કોઈ બોલ્યું, " કેમ છે પાર્ટનર ?"

" મને એમ કે તું નઈ આવે " નિયા નક્ષ ને જોતા બોલી.

" તું ખાસ ઇન્વિટેશન આપે તો આવવું જ પડે ને " નક્ષ્ નિયા ના ગાલ ખેંચતા બોલ્યો.

" ઓહ " નિયા બોલી.

" Congratulation નિયા " નક્ષ સાથે જે આવી હતી એને કહ્યું.

" ઓહ ભાભી. Thank you. કેમ છો ? "

" મસ્ત "

નિયા નક્ષ અને ભાભી સાથે વાત કરતી હતી ત્યાં ભાવિન અને ભૌમિક આવ્યા.
ભૌમિક નક્ષ ને જોતા દૂર થી બોલ્યો,
" મારા ફ્રેન્ડ ને આવવાનો ટાઇમ મળ્યો ખરો "

બધા નું ધ્યાન એ બાજુ ગયું.

નિયા તો ભાવિન ને જોઈ ને એક મિનિટ માટે શોક થઈ ગયેલી. હીરો થી ઓછો નઈ લાગતો હતો ભાવિન આજે. અને ભાવિન ની હાલત પણ એવી જ હતી. નિયા ને આજે ટ્રેડિશનલ માં જોઈ ને ભાવિન પણ શોક હતો.

બ્લૂ કલર ની ચણીયા ચોળી માં દૂર ઊભેલી નિયા દરરોજ કરતા આજે કઈ વધારે જ મસ્ત લાગતી હતી ભાવિન ને. નિયા ની સ્પાર્કલ આંખ થોડી વધારે જ કાતિલ લાગતી હતી.

ભાવિન એ નક્ષ અને ભાભી ને હાઈ કહ્યું પછી નિયા પાસે ગયો.
" મેડમ મારવાનો ઈરાદો છે કે શું ?"

" આવું હું કહી શકું તને આજે " આંખ મારતા નિયા બોલી.

" ઓહ તને આંખ મારતા પણ આવડે છે. લેન્સ ના લીધે આંખો કઈ વધારે કાતિલ નઈ લાગતી ?" ભાવિન નિયા ની આંખ માં જોતા બોલ્યો.

ત્યાં ફોટો ગ્રાફર આવી ગયો અને એને જોતા ભાવિન બોલ્યો,
" ફોટો પડાવવામાં ધ્યાન આપ,વાત કરવા માટે બોવ ટાઈમ છે"

" ઓહ્ "

નિયા અને ભાવિન ફોટોગ્રાફર કહેતા હતા એમ પિક પડાવતાં હતા. પણ ફોટો પડાવતાં પડાવતાં પણ આ બંને ની વાત ચાલુ જ હતી. અને ભાવિન ની અમુક વાત પર નિયા ને હસવાનું આવી રહ્યું હતું કઈ વધારે જ. અને ફોટોગ્રાફર એ આજે આ બંને ની મસ્તી ને કેમેરા મા કેદ કરી લીધી હતી.

ત્યાં ભાવિન એ કહ્યું " આજે કોઈ ને મિસ કરી રહી હોય એવું લાગી રહ્યું છે મને "

" હમ. પણ એવું કઈ નથી "

" મને ખબર છે આદિત્ય ને મિસ કરી રહી છે " ભાવિન નિયા ની સામે જોતા બોલી.

નિયા કઈ બોલી નઈ. બે મિનિટ સુધી કોઈ બોલ્યું નઈ અને નિયા ભાવિન ની બીજી બાજુ જોવા લાગી.

ત્યાં કોઈ એ કહ્યું,
" હેય બેબ "

નિયા ને આદિ સિવાય કોઈ બેબ નઈ કહેતું હતું. એટલે બેબ સાંભળી બેબ નિયા પાછળ ફરી. ભાવિન ની બાજુ માં આદિત્ય ઊભો હતો.

નિયા શોક થઈ ગઈ.
" તારા ડ્યુડ ને હાઈ પણ નઈ કહે નિયા ?" ભાવિન એ કહ્યું.

" તું અહીંયા કેમનો ? મનાલી ગયેલો ને ?" નિયા એ પૂછ્યું.

" મન એકલું ફરવા આજ સુધી નઈ ગયું તો પછી હું મનાલી કેમનો જાવ? અને તારી સગાઈ માં ના આવું એવું તે માની પણ કેમનું લીધું ?"

" તો હરામ ખોર આટલા દિવસ થી આવું કેમ કહેતો હતો?"

" તને હેરાન કરવાના મોકા મને બોવ ઓછા મળતા હોય એ થોડી જવા દવ. ભાવિન જીજુ ને તો ખબર હતી " આદિ ભાવિન સામે જોતા બોલ્યો.

" ભાવિન તને ખબર હતી તો કેમ મને હેરાન કરતો હતો આવો ફ્રેન્ડ કહી ને ? "

" તને હેરાન કરવાની મઝા જ અલગ છે નિયા " ભાવિન બોલ્યો.

" ભાવિન એ મને આવું કહ્યું હતું કહેવાનું. બાકી હું તો તને હેરાન કરવા જ નઈ માંગતો હતો " આદિ બોલ્યો.

" તું બોવ માસુમ ના બન આદિ " નિયા બોલી.

" અરે બેબ સાચું કહું છું ભાવિન એ કહ્યું હતું મને આવું કહેવાનું "

" હસે " નિયા બોલી.

થોડી વાર પછી સગાઈ ની બધી રસમ પૂરી થઈ ગઈ હતી. હવે ટાઈમ હતો રિંગ સેરેમની નો. પહેલા નિયા એ રીંગ પહેરાવી. પણ જ્યારે ભાવિન એ રીંગ પહેરાવી ત્યારે નિયા ની સ્માઈલ કઈક અલગ જ હતી. ખુશી ના આંસું આવી ગયેલા એની આંખ માં. જે ત્યાં અમુક લોકો એ જ જોયા હતાં. એમાં થી એક હતો આદિત્ય જેને નિયા ના આ ખુશી ના આશું જોયા હતા. ભાવિન એ આંખ ના ઈશારા થી જ સ્માઇલ કરવાનું કહ્યું.

એક પછી એક નિયા અને ભાવિન ને આશીર્વાદ આપવા આવતા હતા. અને બધા સાથે ફોટો પણ પડાવવો પડતો હતો. થોડી વાર માં નિયા કંટાળી ગઈ હતી જે ભાવિન ને ખબર પડી ગઈ હતી.

" શું વિચારે છે ?" ભાવિન એ પૂછ્યું.

" કઈ નઈ "

" એવું વિચારતી હસે કેમ આ લોકો મારી જોડે ફોટો પડાવે છે રાઈટ ?"

" હા યાર "

આમ નિયા અને ભાવિન વાત કરતા હતા ત્યારે આદિ એમની પાસે આવ્યો અને કહ્યું,
" કેટલી વાતો કરશો પણ હવે "

" કોઈ વાત નઈ કરતું " નિયા બોલી.

" જાને હવે. દેખાય છે કેટલી અકળાઈ ગઈ છે તું પબ્લિક થી એ " આદિ એ કહ્યું.

" ભૂખ લાગી હસે એવું લાગી રહ્યું છે " ભાવિન બોલ્યો.

" કુછ ભી. હુહ "

" ભાવિન આપડે કેમેરા વાળા ને કહેવું ના જોઈએ આ હુહ વાળી મૂવમેન્ટ કેમેરા મા કેદ કરવી જોઈએ " આદિ બોલ્યો.

નિયા વાત મા ધ્યાન ના હોય એમ આજુ બાજુ જોતી હતી ત્યાં નિશાંત, મનન અને તેજસ એ લોકો પાસે આવ્યા.
" નિયા તારો હીરો બાજુ માં બેસેલો છે તું કોને શોધે છે? "
મનન એ પૂછ્યું.

" હું કોઈ ને નઈ શોધતી "

એ લોકો નિયા ને ચીડવતા હતા ત્યાં સમીક્ષા આવી.
" હેલ્લો, કેન યુ હેલ્પ મી ? અમારે ભાવિન અને નિયા ને કપલ ડાંસ કરાવવો છે. પણ અમે કહીશું તો ભાવિન ના જ કહેશે તો તમે લોકો હેલ્પ કરો તો "

" હા એમ પણ નિયા મસ્ત ડાંસ કરે છે" નિશાંત બોલ્યો.

" ના મને ડાન્સ નઈ આવડતો " નિયા નિશાંત સામે મોટી આંખ કરી ને જોતા બોલી.

" કમ ઓન બેબ. ભાવિન કરતા તું સારો ડાન્સ કરે છે એ પ્રુવ કરી દે "

ભાવિન ના દોસ્તો અને નિયા ના દોસ્તો એ બંને ને ડાન્સ કરવા માટે કહેતા હતા પણ બંને ના પાડતાં હતાં. અને એ બધા નો અવાજ સાંભળી ને ભાવિન ના પપ્પા એ કહ્યું,
" ભાવિન કમ ઓન "

બેકગ્રાઉન્ડ માં રોમેન્ટિક મ્યુઝિક સ્ટાર્ટ થયું અને નિયા નો હાથ ભાવિન એના હાથ માં લેતા સ્ટેજ પર વચ્ચે આવ્યો. નિયા ને બીક લાગી રહી હતી કેમકે આજે એ પહેલી વાત ભાવિન સાથે ડાન્સ કરી રહી હતી અને એ પણ પ્રેક્ટિસ વગર.

ભાવિન નિયા સાથે વાત કરવાની કોશિશ કરતો હતો પણ નિયા ચુપ રહી હતી.

ડાન્સ પત્યા પછી એ લોકો જમવા ગયા. જમી ને બધા ત્યાં વાત કરતા હતા ત્યારે મનન એ કહ્યું,
" ચલ નિયા હવે જલ્દી ફરી મળીયે. અમે નીકળીએ "

" ઘરે પણ નઈ આવો ?" નિયા એ પૂછ્યું.

" ના ફરી વાર " તેજસ એ કહ્યું.

થોડી વાત કરી ને એ લોકો નીકળતા હતા ત્યારે આદિ આવ્યો
" બેબ બાય "

" જવું જ છે ?"

" હા જલ્દી મળીશું "

" હા. ભાવિન જીજુ ધ્યાન રાખજો ખોવાઈ ના જાય નિયા"

" સ્યોર " ભાવિન એ કહ્યું.

થોડી વાર પછી,

ભાવિન ભૌમિક રિયા નક્ષ બધા વાત કરતા હતાં. નિયા માનસી દી અને જીજુ સાથે ફોટો પડાવતી હતી. ત્યારે ભૌમિક એ કહ્યું,
" સાંજે જઈએ કઈક નક્ષ આવ્યો છે તો "

" હું પાછો જઈશ રાતે " નક્ષ બોલ્યો.

" હા ભાવિન તું પણ આવ "

" ના. આજે નઈ " ભાવિન એ કહ્યું.

" કેમ નિયા ને મળવાનો પ્લાન છે કે શું ?" રિયા એ પૂછ્યું.

" ના. હું જાવ છું મુંબઈ. આઠ વાગ્યા ની ટ્રેઈન છે "

" આમ થોડું ચાલે એને મળ્યા વગર જઈશ તું એ " ભૌમિક એ કહ્યું.

" અત્યારે મળ્યો ને. બાકી એને ખબર જ છે. ફરી આવીશ મળવા હું "

આમ થોડી વાર પછી એક પછી એક ઘરે જતા હતા. હવે બોવ ઓછા લોકો હતા ત્યાં. નિયા જાનવી દી અને માનસી દી પાસે બેસેલી હતી. યુગ અને આરવ ની તો જાણે દોસ્તી થઈ ગઈ હોય એમ રમતા હતા ત્યાં.

ત્યાં ભાવિન આવ્યો. એ લોકો વાત કરતા હતા ત્યારે માનસી દી એ કહ્યું,
" ભાવિન એક દિવસ વધારે રહ્યો હોય તો શું જાય તારું ? કાલે આવ્યો અને આજે પાછો જઈશ "

" જોબ ચાલુ છે દી "

" નિયા ને મળવા પણ નઈ રોકાય "

" ફરી આવીશ બોવ જલ્દી ટાઈમ લઈ ને " ભાવિન એ નિયા ની સામે જોતા કહ્યું.

નિયા ને કહેવું હતું કે ના જઈશ પણ એ ના કહી શકી કેમકે એને ખબર હતી જોબ પણ એટલી જ જરુરી છે.

ત્યાં યુગ ભાવિન પાસે આવી ને ચોકોલેટ માંગતો હતો એટલે ભાવિન એ કહ્યું,
" ઘરે જઈ ને આપીશ "

થોડી વાર માં એ લોકો ઘરે ગયા.
બધા ફ્રેશ થઈ ને બેઠા હતા. નિયા એના ફેવરિટ નાઈટ ડ્રેસ મા આવી ગઈ હતી. એ જોઈ ને જાનવી દી એ કહ્યું,
" નિયા ચણીયા ચોલી માં કંટાળી ગયેલી કે શું ?"

" હા તો "

આમ એ લોકો વાત કરતા હતા. બીજે દિવસે સવારે નિયા ના ફોઈ લોકો પણ ઘરે ગયા.

બે દિવસ પછી,

નિયા રાતે ટીવી જોતી હતી. પિયુષ ભાઈ નીચે ચાલવા ગયા હતા. પ્રિયંકા બેન પણ નિયા સાથે ટીવી જોતાં હતાં. ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા પેલા ગિફ્ટ તો ખોલ હવે "

" એ હા એ તો ભૂલી ગઈ "

કહી ને નિયા એના રૂમ માં ગઈ. બધા ગિફ્ટ એનાં બેડ પર લઈ ને બેઠી. એ ગિફ્ટ ઓપન જ કરતી હતી ત્યાં ભાવિન નો વિડિયો કૉલ આવ્યો.

" ઓહ મારી યાદ આવી ગઈ ?" નિયા ફોન ઉપાડતાં બોલી.

" હા પણ આ શું કરે છે તું ?"

" ગિફ્ટ ઓપન કરવાની છે "

" મારી પણ તારે જ જોવી પડશે. ઘરે એમની એમ પડી છે"

" તો હું કેમ ની જોવાની "

" તું ઘરે જાય ત્યારે જોઈ લેજે. મે મમ્મી ને કહ્યું તો કે નિયા આવે ત્યારે એને કેજે "

" ઓકે " આમ એ લોકો ની વાત ચાલતી હતી.

ત્યાં પહેલી ગિફ્ટ ઓપન કરતા જ નિયા શોક થઈ ગઈ.

" શું થયું નિયા ? કેમ આટલી શોક છે ?"

નિયા એ ગિફ્ટ ભાવિન ને બતાવી.

" ઓહ્ એમ જી ... " ભાવિન પણ ગિફ્ટ જોતા બોલ્યો.


શું હસે ગિફ્ટ માં કે નિયા અને ભાવિન આટલા શોક થયા ?

ભાવિન અને નિયા ક્યારે મળશે હવે ?