Mind: Relationship Friendship No - 77 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 77

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 77

નિયા રાહ જોતી હવે ભાવિન ક્યારે આવશે એની. અને ભાવિન પણ રાહ જોતો હતો કે ક્યારે એને રજા મળે અને એ નિયા ને મળવા જાય.

પણ જોબ પર એને કામ થોડું વધારે હોવાથી એ નિયા ને મળવા જઈ શકે એમ નઈ હતો.

હવે એ લોકો ની વાતો વધારે થઈ રહી હતી. વાત કરતા કરતા એક કલાક તો ક્યાં નીકળી જાય એ બંને માથી એક પણ ને સમજ ના પડતી.

જો બીજે દિવસે રજા હોય ને જોબ પર તો બે ત્રણ કલાક વાત તો થતી. ફરવાની અને ખાવાની વાત કરવી એ બંને નો ફેવરિટ ટોપિક હતો.

ભાવિન ને હવે નિયા વગર ગમતું નઈ હતું એમ કહો તો પણ ચાલે. બાકી નિયા તો અમુક વાર મેસેજ પર વાત કરતા કરતા જ સૂઈ જતી તો અમુક વાત ફોન ચાલુ રાખી ને સુઈ જતી.

ભાવિન નિયા ને હેરાન કરવામાં એક મોકો ના છોડતો.

એક દિવસ ભાવિન અને નિયા આમ જ કઈક ફરવા ની જગ્યા ની વાત કરતા હતા ત્યારે થોડી મસ્તી અને થોડી સિરિયસ વાત પણ આવી જતી એમની વાત મા. ત્યાં ભાવિન એ કહ્યું,

" કાશ્મીર ગયેલો ને ત્યાં મને એક છોકરી મળી હતી. મને તો ગમી ગઈ હતી. બોવ જ. બોવ જ મસ્તી હતી. એક દમ હટકે" ભાવિન નિયા ને હેરાન કરવા બોલ્યો.

નિયા એ કઈ જવાબ ના આપ્યો.

" મને એવું લાગે છે ફોન કત કરી દિધો હસે. ચાલો કઈ નઈ કાશ્મીર વાળી જોડે જ વાત કરી લવ " ભાવિન બોલ્યો.

" હા તો કરી લે વાત બાય " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

ભાવિન હસી રહ્યો હતો નિયા ને આમ ગુસ્સે કરી ને. પછી
પાછો ભાવિન એ ફોન કર્યો, " બસ આજ વસ્તુ દિલ લઈ જાય છે. "

" બોવ ચીઝી લાઈન નથી ?" નિયા ને પણ ખબર હતી ભાવિન હેરાન કરવા આમ બોલ્યો છે.

" ના ચોક્લેટી છે " ભાવિન આંખ 😉 મારતા બોલ્યો.

" બસ આંખ ના મર હવે. "

" ઓહ્ તને દેખાઈ ગયું ?"

" હા તારા અવાજ પરથી ખબર પડી જાય કે શું ચારા કરે છે તું એ "

" કાશ મને પણ એવી ખબર પડતી" ભાવિન ધીમા અવાજે બોલ્યો.

" શું ખબર પાડવી છે તારે ?"

" અવાજ પર થી મને પણ ખબર પડી જાય તારી સ્માઈલ કેવી છે એ " ભાવિન એ કહ્યું.

" ઓહ "

" બાકી કાશ્મીર વાળી મસ્ત હતી " ભાવિન એ કહ્યું.

" સારું તો મેરેજ કરી લેજે એની જોડે "

" ના મેરેજ તો એક જોડે જ કરવાના છે " ભાવિન એ કહ્યું.

" કોની ?"

" આરજે નિયા "

નિયા ચુપ થઇ ગઇ કેમકે એને શું કહેવું એ સમજ મા નઈ આવતું હતું.

થોડી વાર પછી,
નિયા એ પૂછ્યુ, " ક્યારે આવશે તું ?"

" ક્યાં ?"

" સુરત "

" કેમ "

" બસ એમજ " નિયા એ કહ્યું.

" તું યાદ કરે છે ને મને ?" ભાવિન ને લાગ્યું સાચું નિયા એને બોવ યાદ કરે છે એટલે પૂછ્યું.

" ના એવું નથી "

" હા કે ના કહી શકે છે તું "

" હા "

" જલ્દી આવીશ તને મળવા " ભાવિન એ કહ્યું.

" સાચે ને ?"

" હા પાક્કું "

બંને એ થોડી વાત કરી પછી ફોન મૂક્યો.

એક અઠવાડિયા પછી,

આજે શનિવાર હતો. નિયા અને પલક સાથે આજે બહાર જમી ને આવવાની હતી. એટલે એ લેટ ઘરે આવવાની હતી.

નિયા આજે બહાર ગઈ હતી એટલે એની ભાવિન સાથે કોઈ જ વાત થઈ નઈ હતી.

બીજે દિવસે સવારે,

ભાવિન ના ઘરે સવારે સાત વાગ્યે,

ભાવિન થોડી વાર પહેલા જ આવ્યો હતો.
એ એના મમ્મી પપ્પા સાથે વાત કરતો હતો ત્યારે એના પપ્પા એ પૂછ્યું,

" અમને મળવા આવ્યો કે નિયા ને ?"

" બંને ને "

" સાચું બોલ "

" હા તમને પણ અને નિયા ને પણ. પણ હજી મે નિયા ને કીધું નથી " ભાવિન બોલ્યો.

" કેમ ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" એમજ "

" બેટા એમ ના કરાય. તું એક તો એને પહેલી વાર મળવા આવ્યો છે એ પણ એને કીધું નથી " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" એ ઘરે જ હસે તો પછી કેમ કહેવું "

થોડી વાર નિયા ને કહેવું જોઈએ કે નહીં એ વાત પર ચર્ચા થાય પછી ભાવિન ના મમ્મી એ કહ્યું,

" સારું. હું નિયા ના મમ્મી ને ફોન કરીશ કે ભાવિન મળવા આવવાનો છે આજે નિયા ને "

" બે વાગે આવસે એમ કહેજો " ભાવિન એ કહ્યું.

" તું ફોન કરી ને કહી દે ને પણ " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" સમજો ને તમે. એને સરપ્રાઈઝ આપવી હસે " ભાવિન ના મમ્મી ને ખબર પડી ગઈ કે કેમ ભાવિન ને ફોન નઈ કરવો હતો.

" ટીવી માં સિરિયલ જોઈ ને મમ્મી હોશિયાર થઈ ગઈ છે" ભાવિન બોલ્યો.

" એ ભલે હોશિયાર હોય પણ તું એની માટે ગિફ્ટ લાવ્યો ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" કોની માટે ?"

" નિયા માટે આજે તું પહેલી વાર મળવાનો છે ને ?"

" પહેલી ક્યાં થી બીજી વાર " ભાવિન એનું મગજ વાપરતા બોલ્યો.

" ભાઈ છોકરી ને મળવા જઈએ તો કઈક લઈ ને જવું પડે" ભાવિન ના પપ્પા એ કહ્યું.

" એવું કોણે કીધું ?"

" ભાવિન તું કઈક લઈ ને જજે એના માટે " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" શું લઈ જવું ?" ભાવિન એ પૂછ્યું.

" એ મને નઈ ખબર વિચાર તું " કહી ને ભાવિન ના પપ્પા ઊભા થઈ ને બહાર ગયા.

" મમ્મી શું લઈ જાવ " ભાવિન એ પૂછ્યું.

" એને જે ગમતું હોય એ. શું ગમે છે એ તો ખબર છે ને ?"

" ના એટલી નઈ ખબર "

" તારે જે લઈ જવું હોય એ લઈ ને જજે. અને ના સમજ પડે તો માનસી ને ફોન કરી ને પૂછી લેજે " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" હમ "

" રિયા નેં ખબર હસે એને પૂછ માનસી કરતા. મોન્ટુ ને પણ ખબર હસે "

" હું પૂછી લઈશ મમ્મી. હવે મને ભૂખ લાગી છે નાસ્તો આપશો ?"

" હા " કહી ને એના મમ્મી રસોડા માં ગયા. અને ભાવિન ટીવી જોવા બેઠો.

દસ વાગ્યે,

નિયા ના ઘરે

આજે રવિવાર હતો એટલે નિયા હજી સૂતી હતી. એના મમ્મી રસોઈ બનાવતા હતા ત્યાં કોઈ નો ફોન આવ્યો.

ભાવિન ના મમ્મી નો ફોન હતો.

" હેલ્લો જય શ્રી કૃષ્ણ "

" જય શ્રી કૃષ્ણ " નિયા ના મમ્મી એ કહ્યું.

થોડી આમ તેમ વાત ચીત થઈ પછી ભાવિન ના મમ્મી એ કહ્યુ,
" ભાવિન આજે આવ્યો છે તો આવસે આજે "

" નિયા એ તો કીધું જ નઈ મને કે ભાવિન આવ્યો છે એ "

" નિયા ને નથી ખબર હજી. તમે હમણાં ના કહેતા એને " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" કેમ ?"

" એક વાગ્યા પછી કહેજો. બે કે અઢી વાગ્યે ભાવિન આવસે"

" ભાવિન સરપ્રાઈઝ આપે છે પણ પછી એને સરપ્રાઈઝ ના મળે " પ્રિયંકા બેન મન માં બોલ્યા કેમકે એમને ખબર હતી નિયા ના શું રીએકશન હસે એ.

" તો તમે લોકો પણ આવો રાતે અહીંયા જમજો " પ્રિયંકા બેન એ કહ્યું.

" ના આજે નઈ ફરી વાર આવીશું. અને ભાવિન પણ નઈ જમે. રાતે એ પાછો મુંબઈ જવાનો છે "

" આમ થોડી ચાલે પહેલી વખત આવે છે અને જમસે નહિ ?"

" આવસે પાછો ત્યારે જમી લેસે "

થોડી વાર વાત કરી પછી ફોન મૂક્યો. નિયા ના મમ્મી એ જોયું સાડા દસ થાય હતા અને હજી પણ નિયા સૂતી હતી. કદાચ રવિવાર ની રજા નિયા ને સુવા માટે જ મળતી હસે.

થોડી વાર રાહ જોઈ નિયા ઊઠી જાય એની. પણ ઊઠે એ બીજું કોઈ. નિયા તો મસ્ત એના સપના ની દુનિયા માં ફરતી હતી ત્યાં પ્રિયંકા બેન એ મોટે થી બુમ પાડી.

" નિયા.... અગિયાર વાગ્યા હવે તો ઊઠ "

" હા પાંચ મિનિટ " હજી ખબર નઈ નિયા ને કેટલા સપના જોવા ના રહી ગયા હતા કે હજી પણ પાંચ મિનિટ કહેતી હતી.

" એક મિનિટ પણ નહિ... ઊઠ તું. કામ છે "

" શું કામ છે ?"

" કચરા પોતા કરવાના છે "

" બીજું કંઈ ?"

" ના ... આ કરું તો ઘણું છે. જલ્દી ઊઠ પછી કોઈ આવવાનું છે ... " આગળ બોલતા બોલતા અટકી ગયા પ્રિયંકા બેન કેમકે એમને યાદ આવ્યું કે નિયા ને હજી કહેવાનું નઈ હતું.

" કોણ આવવાનું છે ?" નિયા બહાર આવતા બોલી.

" એ તો તારા પપ્પા ના કોઈ ફ્રેન્ડ આવવાના છે. તું કામ કર ને ?"

નિયા એ એના મમ્મી ને કામ માં હેલ્પ કરી. બાર વાગે કામ પત્યું અને થોડી વાર પછી એના પપ્પા આવ્યા એટલે જમવા બેસી ગયાં. જમી ને કામ પતાવી ને નિયા બેઠી હતી ત્યાં એના મમ્મી એ કહ્યું,

" નિયા નાહવા જા. બે વાગે ભાવિન આવસે "

" શું મઝાક કરો છો મમ્મી "

" સાચું કહું છું આવસે એ બે વાગે "

" તમે જૂઠું ના બોલો. હું એને ફોન કઈ ને પૂછી જોવ "

કહી ને નિયા એ ભાવિન ને ફોન કર્યો. પણ નેટવર્ક ની બહાર ફોન આવતો હતો. અને મેસેજ કર્યો પણ ભાવિન નું નેટ બંધ હતું.

નિયા ને હજી લાગ્યું કે એના મમ્મી મસ્તી કરે છે.

નિયા ના મમ્મી એ કહ્યું,
" ભાવિન ના મમ્મી નો ફોન આવ્યો હતો સવાર મા. હજી તને વિશ્વાસ ના થતો હોય તો ફોન ચેક કરી લે "

" ખાલી પણ ફોન આવ્યો હોય ને " નિયા એ એનું મગજ ચલાવતા કહ્યું.

" સારું ના માન તું. ભાવિન આવે ત્યાર પછી જજે નાહવા"

" જાવ છું નાહવા " કહી ને નિયા એના રૂમ માં ગઈ.

" નિયા કુર્તી પહેરજે " નિયા ના મમ્મી એ કહ્યું.

" કેમ ?"

" ભાવિન આવવાનો છે એટલે "

" હા તો શું છે ?" નિયા એ પૂછ્યું.

" સારું લાગે એમ "

" મમ્મી હું કુર્તી નઈ પહેરું "

" હા મને ખબર જ છે તું જીન્સ જ પહેરી ને જઈશ " પ્રિયંકા બેન નિયા ને હેરાન કરતા હતા. કેમકે એમને ખબર હતી નિયા ને કુર્તી પહેરવાની બોવ ઓછી ગમતી.

" સારું. પણ ટોપ કયું?"

" તારું ફેવરીટ જે હજી મૂકી રાખ્યું છે એ "

" એ ક્યું ?"

" યાદ કર તને બોવ ગમે છે એ "

" મમ્મી તમે બ્લેક ક્રોપ ટોપ ની વાત કરો છો ? "

" હા એજ ને બીજું કયું ગમે છે. આમ તો બધા ગમે છે એટલે નવા લાવ્યા પછી પણ રેવા દે છે "

" હમ " નિયા હજી વિચારતી હતી.

" શું હમ ? ચલ નાહવા જા "

" ડેનિમ પહેરું તો ?"

" ભાવિન ને લાગશે નિયા પાગલ છે. ગરમી તને આખા ગામ ની થાય છે અને ગોદડું પહેરવું છે "

" એને ડેનિમ કહેવાય મમ્મી "

" સારું તારે જે પહેરવું હોય પહેરી ને જા "

" સાચે ને ?"

" હા પણ શોર્ટ્સ નહિ " પ્રિયંકા બેન એ કહ્યું.

" હા મમ્મી એ નઈ એ ખબર છે "

એક કલાક પછી,

નિયા હજી નાહી ને આવી હતી. વાળ જલ્દી સુકાય એની રાહ જોતી હતી. અને ફોન મા કઈક જોતી હતી.

ત્યાં બેલ વાગ્યો. નિયા ના મમ્મી દરવાજો ખોલવા ગયા.

" આવ બેટા " ભાવિન ને જોઈ ને કહ્યું.

નિયા ના મમ્મી પપ્પા ભાવિન સાથે વાત કરતા હતા. ભાવિન નિયા ને જોવા ની રાહ જોતો હતો અને નિયા ને તો ખબર જ નઈ હતી કે ભાવિન આવી ગયો છે. કેમકે એ તૈયાર થઈ ને ઇયરફોન નાખી ને સોંગ સાંભળતી હતી.

નિયા ના મમ્મી એ બે વાર બુમ પાડી પણ નિયા એ સાંભળી નઈ એટલે નિયા ના મમ્મી એને બોલાવવા નિયા ના રૂમ માં ગયા.

" નિયા ભાવિન આવી ગયો "

" મસ્તી ના કરો "

" સાચું જ કહું છું અને તને ના લાગતું હોય તો બહાર આવી ને જોઈ લે "એમ કહી ને એના મમ્મી ભાવિન માટે નાસ્તો બનાવવા ગયા.

દસ મિનિટ પછી,

નિયા બહાર આવી. અને એની નજર ભાવિન પર પડી.

ભાવિન નિયા ના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો. વ્હાઇટ શર્ટ અને બ્લેક જીન્સ માં આજે નિયા ના ડ્રીમ બોય કરતા પણ વધારે મસ્ત લાગતો હતો. નિયા ભાવિન ને જોતી હતી એ જોઈ ને પ્રિયંકા બેન એ ધીમે થી કહ્યું,

" નિયા એ તારો જ છે. આખી જીંદગી. પછી જોયા કરજે ભાવિન ને અત્યારે આ નાસ્તો આગળ લઈ જા "

" હમમ "

" નિયા " પ્રિયંકા બેન થોડું જોર થી બોલ્યા એટલે ભાવિન ની ધ્યાન નિયા પર ગયું.

પ્રિયંકા બેન નિયા ને કઈ સમજાવી રહ્યા હતા.
લાઈટ બ્લૂ એંકર જીન્સ, બ્લેક ક્રોપ ટોપ, ઓપન હેર માં કઈ વધારે મસ્ત લાગતી હતી એવું ભાવિન મન માં વિચારી રહ્યો હતો.

ત્યાં નિયા અને એના મમ્મી પણ આગળ આવી ગયા.

ભાવિન ને ભૂખ નઈ હતી પણ નિયા ના મમ્મી પપ્પા એ એટલો ફોર્સ કર્યો કે ખાવું પડ્યું.

હજી ભાવિન અને નિયા ની કઈ જ વાત નઈ થઈ હતી. ખાલી હાઈ હેલ્લો થયું હતું.

નિયા ને ભાવિન સાથે બોવ બધી વાત કરવી હતી અને આ બાજુ ભાવિન ની હાલત પણ એવી જ કઈક હતી.

થોડી વાર પછી,
ભાવિન એ પૂછ્યું,
" નિયા ને લઇ જાવ થોડી વાર બહાર ?"

" હા કેમ નઈ " નિયા ના મમ્મી એ કહ્યું.

નિયા એનું નાનું બેગ જે જ્યાં જતી ત્યાં લઈ જતી એ લઈને બહાર આવી. એ શૂઝ પહેરતી હતી ત્યારે એના મમ્મી એ કહ્યું,

" નિયા પર્સ લઈ ને જવાય. બેગ નઈ "

" મમ્મી ખબર છે ને મને પર્સ નઈ ગમતું એ ?"

" હા સારું તું બેગ લઈ ને જ જા. બરાબર ?"

" હા જ્ય શ્રી કૃષ્ણ "

" ગુસ્સો ના કરતી ભાવિન પર "

" હા " કહી ને નિયા ગઈ.

લિફ્ટ માં નિયા શું બોલવું એ વિચારતી હતી અને ભાવિન પણ. એક બે વાર એમની આંખ એક થઈ ગયેલી. પણ દર વખતે નિયા નીચે જોવા લાગતી એટલે ભાવિન એ કંઇ ના પૂછ્યું.

પાંચ મિનિટ પછી,

ભાવિન એ જ્યાં એની એક્ટિવા પાર્ક કરી હતી ત્યાં એ લોકો આવી ગયા. નિયા એના વાળ સરખા કરતી હતી એ જોઈ ને ભાવિન બોલ્યો,

" વાળ સરખા જ છે "

નિયા એ ખાલી એક સ્માઈલ આપી.

" મસ્ત લાગે છે તું આજે " ભાવિન એ કહ્યું.

"તું પણ "

" છોકરાઓ મસ્ત લાગે એ આજે ખબર પડી મને " ભાવિન નિયા ને હેરાન કરવા બોલ્યો.

" હેન્ડસમ મસ્ત એટલે "

" હા સમજી ગયો આર જે નિયા "

" ક્યાં જઈશું આપડે ?"

" જઈશું ક્યાંક " કહી ને ભાવિન એ એક્ટિવા સ્ટાર્ટ કરી.

પાંચ મિનિટ પછી,

" ક્યાં જઈએ છીએ આપડે ?" નિયા એ પૂછ્યું.

" જઈએ છીએ ક્યાંક "

પાંચ મિનિટ ભાવિન એ થોડી હેરાન કરી ને ક્યાં જવાનું છે એ વાત નો જવાબ ના આપી ને. પણ પછી કહ્યું,

"બંગલો કેફે "


" એ ક્યાં આવ્યું ?"નિયા એ જોયું નઈ હતું એટલે પૂછ્યું.

" એ મને નઈ ખબર "

થોડી વાર આ વાત ચાલી ત્યાં કેફે આવી ગયું.

પાંચ દસ મિનિટ નિયા અને ભાવિન શું ઓર્ડર કરવું એ વિચારવા માં ટાઈમ કાઢ્યો.

પછી એક વસ્તુ નિયા એ સિલેક્ટ કરી અને બીજી બે ભાવિન એ. નિયા એ કિટકેટ શેક અને ભાવિન એ પિત્ઝા અને સેન્ડવિચ.

" તે મને કેમ નઈ કીધું તું આવવાનો હતો એ ?"

" નક્કી નઈ હતું એટલે "

" ઓકે " નિયા ને વધારે કઈ પૂછવું ઠીક નઈ લાગ્યું.

" આજે પાછો જઈશ "

" ક્યાં ?"

" મુંબઈ બીજે ક્યાં "

" કેમ આજે જ ?" નિયા ને ભાવિન સાથે થોડી વધારે વાત કરવી હતી એની સાથે ફરવા જવું હતું પણ નિયા કઈ ના બોલી.

" જોબ પર રજા નથી "

" ઓકે "

" ફરી આવીશ ચિંતા ના કર "

" મે કેમ ચિંતા કરું ?" નિયા બોલી.

" સારું ના કર હું કરું "

આમ થોડી વાત ચાલતી હતી ત્યાં એમનો ઓર્ડર આવી ગયો.

" પિત્ઝા લવર તમારા પિત્ઝા આવી ગયા "

" તારે પણ ખાવાનો છે "

" ઓકે પણ હું મારો કિટકેત શેક નઈ આપુ "

" સાચે ?"

" યેસ " નિયા સ્માઈલ કરતા બોલી.

" કેમ ?"

" એ હું કોની સાથે શેર નઈ કરતી " નિયા સ્માઈલ કરતા બોલી.

" જૂથ. તારી સ્માઈલ પર થી લાગી રહ્યું છે કોઈ ની સાથે તો શેર કરે છે તું "

" ના એવું નથી "

" નિયા મને કોઈ પ્રોબ્લેમ નથી તું તારો કીટકેટ શેક બીજા સાથે શેર કરે. કેમકે તારી પણ લાઈફ છે. પણ કોઈ બીજું વ્યક્તિ મને કહે એ પહેલા મને ખબર હોવી જોઈએ કે તું કોની સાથે શેર કરે છે."

" વોટ ?"

" કઈ નઈ મુક એ વાત" ભાવિન પિત્ઝા ખાતા બોલ્યો.

" આદિત્ય સાથે "

" બેસ્ટ ફ્રેન્ડ સાથે ?"

" હા "

" તો મિયાન સાથે કેમ શેર નઈ કરતી ?" ભાવિન ને નિયા ને કન્ફુશન માં નાખવાની બોવ મઝા આવતી એટલે એને આવ્યું પૂછ્યું.

" એ બંને એક જ છે "

" મને ખબર છે ત્યાં સુધી તું કોઈ વાત આદિ ને ના કહે પણ મિયાન ને તો કહે જ છે " ભાવિન એ કહ્યું.

" મન સાથે શેર કરું છું "

" સોરી, પણ મને ગમે છે તને આમ અક્રાવવી "

" હુહ... " નિયા મોહ મચકોડતાં બોલી.

પિટ્ઝા અને સેન્ડવિચ ખાતા ખાતા ફરી કાશ્મીર વાળી વાત નીકળી અને જ્યારે મસ્તી મા ભાવિન કાશ્મીર વાળી ગમી ગયેલી એવું મસ્તી મા બોલ્યો ત્યારે નિયા ના ચેહરા પર સ્માઈલ ગાયબ થઈ ગયેલી. અને એ વાત ભાવિન એ નોટિસ કરી હતી.

પણ હવે નિયા ની સ્માઈલ પાછી જલ્દી કેમની લાવવી એ ભાવિન થોડું શીખી ગયો હતો. પણ હજી પણ ભાવિન માટે નિયા ને સમજવાની બોવ બધી બાકી હતી.

ડ્રીમ ની વાત નિકળી ત્યારે એ બંને કઈ ક વાત કરતા હતા ત્યારે અચાનક નિયા બોલી,

"તને ખબર છે મે કોલેજ ના લાસ્ટ યર માં એક ડાયરી માં ડ્રીમ બોય માટે લખ્યુ હતું. અને એ પણ મને પહેલી વાર મળવા વ્હાઇટ શર્ટ અને બ્લેક જીન્સ માં આવ્યો હતો "

" એટલે તારો પણ સપના નો રાજકુમાર હતો "

" હતો એટલે છે જ હવે તો મળી પણ ગયો છે મને " નિયા ખુશ થતાં બોલી. આ બોલી ત્યારે નિયા ની સ્માઈલ કઈ વધારે જ મસ્ત હતી.

" એટલે "

" મે જેટલું પણ એમાં લખ્યુ છે એમાંથી બોવ બધું તારા થી મેચ થાય છે "

" તો મને આપશે એ બુક વાંચવા ? "

" બુક નથી એ " નિયા એ કહ્યું.

" ડાયરી તે જેમાં લખ્યુ છે એ "

" ના પાડવાનો કઈ ફાયદો નથી કેમકે એમાં કોઈ રાઝ નથી"

" કઈ ક તો હસે ને નિયા ?" ભાવિન એ પૂછ્યું. કેમકે એને હજી યકીન નઈ થતો હતો કે કોઈ થોડા વર્ષ પહેલાં કઈક એની ડાયરી માં લખે અને થોડા વર્ષ પછી એને એ વસ્તુ મળી જાય.

" કઈ ખાસ નહિ. ડ્રીમ બોય ભાવિન જરીવાલા ની કોપી હતો"

" હતો એટલે હવે એ ડ્રીમ બોય નથી ?"

" હવે તો સાચે માં જ મારી પાસે છે એ તો પછી ડ્રીમ બોય ને યાદ કરી ને શું કરું "

ભાવિન ને સમજાતું નઈ હતું કે એને શું બોલવું એ. કેમકે એ એટલો ખુશ હતો આ સાંભળી ને કે જેની કોઈ લિમિટ નહિ. એને મન થઇ ગયું હતું નિયા ને હગ કરી લેવાનું પણ દિલ કહેતું હતું ભાવિન થોડી શાંતિ રાખ હજી.

" એ હમણાં થોડા દિવસ પહેલાં વાંચી ને તો એવું લાગ્યું મે ભાવિન માટે જ લખ્યુ છે. કેમકે બોવ બધી વાત એક દમ સરખી છે "

" તારી સ્માઈલ પર થી દેખાય છે કેટલી ખુશ છે તારા ડ્રીમ બોય ને મળી ને "

" મળવાનું તો હતું જ એને. બસ ખાલી ખબર નઈ હતી કે એ કોણ હસે ?"

" અને જો ડ્રીમ બોય જેવો ના મળ્યો હોત તો ?"

" તો કઈ નઈ. સમજી લેત કે ભગવાન ને મંજૂર નઈ હોય એની સાથે મળવાનું "

" ઓકે "

" પણ મને ખબર હતી એ મને મળશે જ " નિયા સ્માઈલ આજ ની કઈક અલગ હતી.

" એટલે તને ખબર હતી તારો ડ્રીમ બોય મલસે એવું ?"

" મને નઈ ખબર હતી પણ મારા દિલ ને ખબર હતી કે એ મળસે મને. અને કદાચ ભગવાનને પણ. હું દરરોજ એમને પૂછતી મારો ડ્રીમ બોય કેવો હસે એ ?"

" પણ હવે તો નઈ પૂછતી હોય ને ?"

" ના હવે એમને ડ્રીમ બોય ને મોકલી દીધો છે "

વાત વાત મા બે કલાક કેમના થઈ ગયા એ લોકો ને ખબર ના પડી.

" જઈએ હવે ?" ભાવિન એ પૂછ્યું.

" હા "

દસ મિનિટ પછી ,

" પેસ્ટી ખાઈશ તું. મને બોવ જ મન થયું છે એ ખાવાનું ?"

" હા. પણ અહીંયા તો કોઈ શોપ નથી "

" એ મળી જસે "

થોડી વારમાં એ લોકો પેસ્ટી શોપ પર પોહચી ગયા. ભાવિન સુરત આવતો ત્યારે અહીંયા ની પેસ્ટી તો ખાતો. એને બોવ ભાવતી એ.

" બ્લેક કરંટ પેસ્ટી મસ્ત આવે છે તું ખાઈશ ?"

" યેસ "

પેસ્ટી ખાતાં ખાતાં એ લોકો વાત કરી રહ્યા હતા ત્યારે ભાવિન એ પૂછ્યું,

" તું મુંબઈ ક્યારે આવશે ?"

" તું લઈ જાય ત્યારે "

" સાચે ને ?"

" હા "

" તો આજે જ લઈ જાવ તને મુંબઈ મારી જોડે "

" ના આટલી જલ્દી નઈ "

" સારું "

થોડી વારમાં પેસ્ટી ખાઈ ને એ લોકો નીકળતા હતા ત્યારે ભાવિન એ ડિકી માથી એક નાની બેગ નિયા ને આપી.

" આ શું છે ?"

" તારી ગિફ્ટ "

ગિફ્ટ ની બેગ પર પણ લવ , લાઈફ એન્ડ ડ્રીમ લખ્યુ હતું. અને બોવ બધું બીજું લખ્યું હતું.

નિયા ગિફ્ટ ઓપન કરતી હતી ત્યારે ભાવિન એ કહ્યું,
" ઘરે જઈ ને જોઈ લેજે "

" એટલી કોણ રાહ જોવે ?" નિયા હસતા હસતા બોલી.

ગિફ્ટ માં એક મસ્ત ડાયરી હતી. અને એના ઉપર લવ લખેલું હતું. અને એક કપલ દોરેલું હતું. અને એક સિલ્ક હતી. અને બીજી બે 5 સ્ટાર

" Thank you so much. મસ્ત છે "

" Thank you ના બોલ તું "

" ઓકે મસ્ત છે પણ"

" તને ગમી ?"

" હા. અને એમ પણ તારી ચોઇસ એટલી પણ ખરાબ નથી એ મને ખબર છે "

આ વાત થી બંને હસવા લાગ્યા. પછી નિયા બોલી,
" આમાં હું કઈક અલગ લખીશ "

" શું લખશે ?"

" હું લખીશ ત્યારે કહીશ "

" ઓકે. પણ મને પેલી ડાયરી વાંચવી છે ડ્રીમ બોય વાળી "

" હા ફરી વાર તું આવે ત્યારે આપીશ "

" ઓકે હું મુંબઈ લઈ જઈશ એને "

" ના. એવું નઈ તારે જોઈ ને મને પાછી આપી દેવી પડશે"

" કેમ ?"

" હું તને એ રાખવા માટે નઈ આપુ "

" જોઈએ એ પછી વિચારીશું "

થોડી વારમાં નિયા ના ઘરે આવી ગયા. નિયા ની સ્માઈલ જોઈ ને પ્રિયંકા બેન ને અંદાજો આવી ગયેલો કે નિયા ખુશ છે.

થોડી વાર વાત કરી પછી ભાવિન એ કીધું
" ચાલો હું નીકળું "

" જવું જ છે ?" નિયા ના પપ્પા એ પૂછ્યું.

" હા "

ભાવિન જતો હતો ત્યારે નિયા ના મમ્મી એ એને એક નાની બેગ આપી.

" આ શું છે ?"

" ચોકોલેટ "

નિયા એના મમ્મી સામે ગુસ્સા માં જોતી હતી. કેમકે એના મમ્મી એ નિયા ને પૂછ્યા વગર જ ભાવિન ને ચોકોલેટ આપી હતી.

" પણ આની શું જરૂર છે ?" ભાવિન એ કહ્યું.

" નિયા જ્યાં ચોકોલેટ પતશે નહિ ત્યાં સુધી ખા ખા જ કરશે એટલે " નિયા ના મમ્મી કહ્યું.

ભાવિન ને ખબર હતી નિયા ચોકોલેટ લવર છે પણ આટલી બધી ચોકોલેટ લવર છે એ તો આજે ખબર પડી.

ભાવિન ના ગયા પછી નિયા ના મમ્મી એ કહ્યું,

" કેવી રહી મુલાકાત "

" મસ્ત પણ તમારે ચોકોલેટ ક્યાં આપવાની જરૂર હતી. આપી એનો પણ વાંધો નહિ એવું ક્યાં કહેવાની જરૂર હતી હું બોવ ચોકોલેટ ખાવ છું "

આ વાત પર થોડી વાર વાત ચીત થઈ. નિયા તો ખાઈ ને આવી હતી એટલે એને ભૂખ લાગી નઈ હતી એટલે એ કઈક વાંચવા બેઠી.

આ બાજુ ભાવિન ના ઘરે બધા ખુશ હતા ભાવિન ને ખુશ જોઈ ને.

બે દિવસ પછી,

નિયા એ ભાવિન એ આપેલી નવી ડાયરી માં લખવાં ની શરૂઆત કરી.
" Thank you so much ડ્રીમ બોય ભાવિન "

અને પછી એ લોકો પહેલી અને બીજી મુલાકાત ની અમુક વાત લખી અને લખતા લખતા જ નિયા સૂઈ ગઈ.

બે મહિના પછી,

નિયા એ જમી ને ટીવી જોતી હતી. ત્યાં એના મમ્મી એ કહ્યુ,

" તને પહેલા જ કીધું હતું આ નોવેલ ના ચક્કર મા ના પડીશ "

"મમ્મી મે શું કર્યું ?"

" આટલું બધું થઈ ગયું હજી શું બાકી રહ્યું છે ?"

" પ્રિયંકા શાંતિ રાખ " નિયા ના પપ્પા એ કહ્યું.

" તમે જ બધી છુટ આપી હતી ને. જોઈ લીધું ને કેટલી છુટ આપવા જેવી હતી " ગુસ્સા માં પ્રિયંકા બેન બોલ્યા.

" પિયુ આમ ના બોલ. નિયા સરખું જમી પણ નથી બે દિવસ થી " નિયા ના પપ્પા એ કહ્યું.

" જોબ પર જાય છે તો ત્યાં જમી ને આવતી હસે અને ઘરે આપડા ને બતાવવા નઈ જમતી હોય " પ્રિયંકા બેન એ કહ્યું.

" મમ્મી હું એવું નથી કરતી "

" કઈ રીતે માની લઈએ ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" મમ્મી હું તમને કહી ને જાવ છું જ્યાં જાવ ત્યાં અને બહાર જમવાનું હોય તો હું કહી દવ છું તમને "

" કહે શું અને કરે શું છે નિયા તું " નિયા ના મમ્મી ગુસ્સા માં બોલ્યા.

" પ્રિયંકા નિયા પર ગુસ્સો ના કર "

" વિશ્વાસ રાખવો જ નઈ જોઈતો હતો નિયા તારા પર. સાચું કહેતા હતા બધા છોકરી ને બોવ છુટ ના આપવી જોઈએ "

નિયા ના મમ્મી આ બોલ્યા એટલે નિયા ની આંખ માં પાણી આવી ગયા. એ એના રૂમ માં જઈ ને સુઈ ગઈ.

સૂઈ જવું તો બહાનું હતું નિયા રડી રહી હતી.

બોવ પ્રયત્ન કર્યો નિયા એ સૂવાનો પણ નિયા ને ઊંઘ આવવાની જગ્યા પર એના મમ્મી ના શબ્દો જ કાને અથડાતાં હતા.

બીજે દિવસે સવારે પણ પ્રિયંકા બેન એ નિયા સાથે એવી જ રીતે વાત કરી.

નવરાત્રિ ચાલતી હતી પણ આ વખતે પહેલી વાર નવરાત્રિ માં નિયા ગરબા રમવા ગઈ નઈ હતી.

નિયાનું બોલવાનું ઓછું થઈ ગયું હતું. સોશિયલ મીડિયા વાપરવાનું ઓછું થઈ ગયું હતું. ફોન તો કોઈ વાર જ એના હાથ માં જોવા મળતો. બાકી તો એ નોવેલ વાંચ્યા કરતી. અને અમુક વાર એના મિનિયન સાથે વાત કરતી હતી.

આદિ સાથે પણ છેલ્લા ઘણા દિવસ થી વાત થઈ જ નઈ હતી. એ જે બીજી નોવેલ લખતી હતી એ પણ બંધ કરી દીધી હતી. ઓપન માઇક માં પણ નિયા ગઈ નઈ હતી.

જોબ પર કામ પુરતી વાત કરતી. પલક બહાર જવાનું કહે તો પણ નિયા ના કહી દેતી. ભાવિન કામ થી બેંગલોર ગયો હતો એટલે એની સાથે ફોન પર વાત ઓછી નઈ પણ સાવ બંધ થઈ ગઈ હતી. અને મેસેજ માં પણ ગુડ મોર્નિંગ સિવાય કઈ જ વાત નઈ થઈ હતી.


શું થયું હસે નિયા ને ?

આદિ અને નિયા ની કેમ વાત નઈ થઈ હોય ?

મન ની દોસ્તી તૂટી ગઈ હસે ?

નિયા ના મમ્મી કેમ નિયા સાથે આવી રીતે બોલતા હસે ?