Mind: Relationship Friendship No - 70 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 70

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 70

કેફે 24

નિયા છેલ્લા અડધો કલાક થી રાહ જોઈ રહી હતી. છેલ્લે એ આવ્યો.

" હાઈ સોરી થોડુ લેટ થઈ ગયું " ભાવિન આવતા ની સાથે બોલ્યો.

" હાઇ કઈ વાંધો નહિ " નિયા એ કહ્યું.

હું તો નવરી જ હતી મારે ક્યાં કઈ કામ હોય. નિયા મન માં બોલી.

" મારા ફ્રેન્ડ સાથે હતો એટ્લે આવવામાં થોડુ મોડું થઈ ગયું "

" ઓકે "

" તમે કઈ ઓર્ડર કર્યું ?" ભાવિન એ પૂછ્યું.

" હા સેન્ડવિચ અને કોક આવે જ છે." નિયા બોલી.

તારી અડધો કલાક રાહ જોઇ ભૂખ તો લાગે જ ને.
મારા પપ્પા ની કેફે નથી કે એમજ અહીંયા બેસવા દે. નિયા એક દમ ધીમે થી આ બોલી.

" તમે કઈ કીધું ?"

" ના ના " નિયા બોલી. પછી મન માં બોલી " તને થોડુ કઈ કહેવાય "

નિયા હજી થોડી ચુપ હતી. શું બોલવું ? શું પૂછવું એ એની સમજ મા નઈ આવતું હતું.

" યાર આ તમે કેહવું થોડુ ઓકવર્ડ લાગે છે. હું તું કહુ ?" ભાવિન એ કહ્યું.

" હા સાચી વાત. બોવ અજીબ લાગે છે "

આ સાંભળી ને ભાવિન હસવા લાગ્યો. નિયા ને લાગ્યું કઈ ખોટુ તો નઈ બોલાઇ ગયું ને. નિયા ને વિચારતા જોઈ ને ભાવિન બોલ્યો,

" ક્યાં વિચાર મા ખોવાઈ ગઈ? "

" ના કઈ નઈ "

" હમ. સોરી આપડે મળવાનું રવિવારે હતું પણ હું ફરવા જાવ છું. અને પછી જોબ એટલે સુરત પાછો નઈ આવ વાનો "

" હમ. સોરી કહેવાની જરૂર નથી "

" કેમ ?"

" વોટ " નિયા એ પૂછ્યું.

" કઈ નઈ "

નિયા ક્યારે અહીંયા થી જલ્દી ઘરે જાય એ વિચારતી હતી. અને આ બાજુ ભાવિન ની હાલત પણ એવી જ હતી. ક્યાં થી વાત ની શરૂઆત કરવી એ વિચારતો હતો.

ત્યાં નિયા એ ઓર્ડર કરેલી સેન્ડવિચ અને કોક આવી ગઈ.

" સેન્ડવિચ ?" નિયા એ ભાવિન ને પૂછતા કહ્યું.

" ના કોક " ભાવિન એ કોક સામે ઈશારો કરતા કહ્યું.

" કોક એક જ છે એ પણ એને લઈ લીધી " નિયા મન માં બોલી.

" મસ્ત છે સેન્ડવિચ " નિયા ખાતા ખાતા બોલી.

" હમ "

" ટેસ્ટ કર. મસ્ત છે બોવ જ " નિયા એ સેન્ડવિચ ની પ્લેટ ભાવિન ની બાજુ કરતા બોલી.

પાંચ મિનિટ પછી

" વાઉ યાર મસ્ત છે "

" હા મે કીધું હતું ને " નિયા બોલી.

" પહેલાં ક્યારે આ કેફે માં આવેલી છે ?"

" ના આજે જ આવી "

" ચોઇસ સારી છે "

" ગૂગલ પર થી સર્ચ કર્યું હતું " નિયા થોડું 😀 હસતાં હસતાં બોલી.

ભાવિન ને કઈક યાદ આવી ગયું એટલે એ પણ હસ્યો.

" એકલા એકલા હસે એને પાગલ કહેવાય " નિયા નોર્મલ જે રીતે બધા ને કહેતી એમ બોલી.

" ઓહ તો હું પાગલ લાગુ છું ?"

" હા "

આ સાંભળી ભાવિન થોડુ વધારે હસ્યો.

" એક વાર અમે ફરવા ગયા હતા. આ ગુગલ ના લીધે અમે જે જગ્યા પર જવાના હતા ત્યાં પોહચતા દસ મિનિટ થાય પણ ગુગલ મેપ ના લીધે અડધી કલાક તો ગોળ ગોળ જ ફર્યા "

" ચોરસ ચોરસ ફરાય ને ગોળ ગોળ ફર્યા એના કરતાં " નિયા બોલી.

આ સાંભળી ને ભાવિન એ મસ્ત સ્માઈલ 😊 આપી.

" તું ખરેખર કુલ છે. એક દમ બિન્દાસ. ભૌમિક કહેતો હતો એના કરતાં પણ વધારે. " ભાવિન બોલ્યો.

" તો બીજુ શું કીધું એને મારા બારે માં "

" બારે માં " સાંભળી ને ભાવિન હસ્યો.

નિયા એ આગળ ના પૂછ્યું.

" ના એને કઈ એવું તો નઈ કીધું. પણ તું કુલ છે. મતલબ કે બિન્દાસ. તને લાઈફ મા તારી રીતે જીવવાનું ગમે છે. કોઈ બીજા પર ડિપેન્ડ રેહ વાનું નઈ ગમતું.
અને રિયા ભાભી એ કીધું હતું તને લખવું બોવ છે. અને તું તારો ગુસ્સો પણ બીજા પર ઉતારતી નથી. " ભાવિન બોલ્યો.

" ઓહ રિયા ભાભી " નિયા મસ્તી માં બોલી.

" હા તો ભાભી જ થાય ને. આમ તો હું ભાભી નઈ કહેતો પણ ફેમિલી સાથે હોય ત્યારે કહેવું પડે બાકી તો રિયા જ"

" કેમ એવું ?"

" ભૌમિક એ જ મને ના પાડી છે. આમ તો અમે સરખા જ છે. એક બે મહીના નો ફરક હસે "

" હમ "

" ભૌમિક ને તું ભૂમિ કહે છે ને ?" ભાવિન એ પૂછ્યું.

નિયા વિચારતી હતી શું કહુ ? સાચું કહું તો કેવું લાગશે.

" હા "

" પિત્ઝા ખાસે ?" અચાનક ભાવિન એ આમ પૂછ્યું.

" કેમ ?"

" મને ભૂખ લાગી છે બોવ જ "

" ઓકે "

મને પણ મમ્મી એ તારા ચક્કર મા જમવા નઈ દીધું. નિયા મન માં બોલી.

" આઇ લવ પીત્ઝા " ભાવિન બોલ્યો.

"હમ " નિયા એક નાની સ્માઈલ સાથે બોલી.

" એન્ડ યુ ?"

" વોટ ?"

" કઈ નઈ. " ત્યાં પીત્ઝા આવી ગયા.

" પીત્ઝા ખા "

નિયા એ હજી એક જ સ્લાઈસ ખાધી હતી ત્યાં તો ભાવિન ની બે સ્લાઈસ પતી ગઇ હતી.

" યુ લવ ચોકોલેટ એન્ડ આઈસ ક્રીમ. રાઈટ ?" ભાવિન એ પૂછ્યું.

" યેસ "

" રિયા ભાભી એ કીધું હતું પાગલ છે તું ચોકોલેટ પાછળ "

નિયા મન માં વિચારતી હતી ,

" આ રિયા મળે એટલી વાર છે. આને શું કામ બધુ કહેવાની જરૂર હતી. "

" હા પણ તારી જેટલી નઈ " નિયા બોલી.

" પિત્ઝા માટે હું પાગલ છું. એમાં કંઈ જ ખોટું નથી. "

" એ તો દેખાય છે " નિયા બોલી.

" ઓહ આ ત્રીજી સ્લાઈસ મારા હાથ માં જોઈ ને કહે છે ને તુ" ભાવિન ખાતાં ખાતાં બોલ્યો.

" હમ "

" બપોર પછી કઈ ખાધું જ નથી. અને બપોરે પણ મને ભાવે એવું નઈ હતું એટલે સમજી લે આજે કઈ ખાધું જ નથી " ભાવિન બોલ્યો.

" આ મેનુ મા જેટલા પિત્ઝા છે એ તારે એક વાર ટ્રાય કરવા જોઈએ " નિયા મેનુ ભાવિન બાજુ ખસેડતા બોલી.

" સો ક્યુટ " સ્માઈલ આપતા બોલ્યો.

" આજ માટે એક બરાબર છે નઈ તો તને લાગશે મે ભુખ્ખડ છું " ભાવિન બોલ્યો.

" હા લાગે તો છે જ " નિયા બોલી.

ત્યાં ભાવિન ને કોઈ નો ફોન આવ્યો.

" ઘરે થી સ્વેટર લઈ ને આવજો બધા. પછી કોઈ માંગવા નઈ નીકળતા " કહી ને ભાવિન એ ફોન મૂક્યો.

નિયા વિચારતી હતી આ શું બોલે છે ?

ત્યાં ભાવિન એ કહ્યું
" ઊંધું ના સમજતી. અમે બધા ફ્રેન્ડ ફરવા જઇએ છીએ. ધર્મશાલા અને મેઘાલય "

" ઓહ સિલોંગ વેલી " નિયા બોલી.

" યેસ તુ જઈ ને આવી છે ?" ભાવિન એ પૂછ્યું.

" ના. "

" તો "

" ગુગલ ટ્રીપ "

" ગ્રેટ. ડાર્ક પેન કેક ખાધી છે ?" ભાવિન એ પૂછ્યું.

"ના ?"

" એક મિનિટ " કહી ને ભાવિન એ એના ફોન માથી એક પીક બતાવ્યો.

" વાઉ મસ્ત છે. ક્યાં મળે છે " નિયા એ પૂછ્યું.

" મુંબઈ "

આ સાંભળી ને નિયા ની સ્માઇલ ગાયબ થઈ ગઈ.

" મુંબઈ આવજે આપડે જઈશું. પણ આ રાતે જ મળે છે"

"કેમ એવું ?"

" એ શોપ સાંજે 7 વાગે ખુલે છે અને આખી રાત ચાલે એટલે"

" ઓહ નાઈસ "

" બાજુ માં સ્વાઇપ કર " ભાવિન બોલ્યો.

" યમ્મી " નિયા એક પછી એક પિક જોતી હતી જાણે એનો જ ફૉન હોય.

ભાવિન એની બીજી કોક પીતો હતો.

" પાર્ટ ટાઇમ માં હોટેલ માં કામ કરે છે. ખાવાના જ ફોટો છે " નિયા બોલી.

" ના કામ નઈ કરતો. ખાલી નવુ નવું ખાવાનું. કામ બીજું શું હોય "

" એટલે ઝીંગા, માછલી, પછી શું હોય પેલું.... "

" બસ બસ સ્ટોપ. ખાલી વેજ "

" સાચે ?" નિયા શોક થઈ ને બોલી.

" હા સાચે. ખાલી ઈંડા કોઈ કોઈ વાર જ " ભાવિન બોલ્યો.

" હમ "

નિયા હજી ભાવિન ના ફોન મા એને ફોલ્ડર ખોલી આપ્યું હતું એમાં જે પિક હતા એ જોતી હતી. ભાવિન ના પિક નઈ હતા પણ ખાલી ખાવાના જ હતા.

" ફૂડ લવર " નિયા ફોન ભાવિન ને પાછો આપતા બોલી.

" યેસ. તું પણ છે થોડી મને ખબર છે. આ જો " ભાવિન એ પાછો નિયા ને ફોન આપતા બોલ્યો.

નિયા શાંતિ થી ફોટા જોવા માં ખોવાઈ ગઈ.

થોડી વાર પછી

" આ બધી પ્લેસ જોઇ છે તે ?" નિયા બોલી.

ભાવિન એ અમુક પ્લેસ ના પિક પાડેલા હતા એ ફોલ્ડર ખોલી ને નિયા ને આપ્યું હતું.

" હા અમુક બાકી રાખી છે " ભાવિન આંખ 😉 મારતાં બોલ્યો.

" મતલબ "

" એ કોઈ સ્પેશિયલ સાથે જવાની ઈચ્છા છે " ભાવિન એ કહ્યું.

" ઓહ્... બીજી કોઇ ઇચ્છા "

" ઈચ્છા તો નઈ પણ " ભાવિન આગળ કઈ ના બોલ્યો.

" આગળ શું ?"

" ના કઈ નઈ "

" ઓકે "

" એક વાત કહેવી છે આપડી વાત આગળ ચાલે એની પહેલા"

" હા તો બોલ "

" જજ ના કરતી મને. પણ જો આપડી વાત આગળ કઇ ચાલે હવે એ ના પૂછતી ક્યાં આગળ "

" વોટ ?"

" કેમનું બોલું ?"

" એક કામ આમ લખી દે " નિયા ત્યાં ટિસ્યુ પડ્યું હતું એ ભાવિન બાજુ કરતા બોલી.

" સો સ્માર્ટ "

" બાય બોર્ન " નિયા એ કહ્યું. 😛

" વાત મેરેજ સુધી પોહચે તો મેરેજ પછી તારે પણ મુંબઈ આવવું પડશે. કેમકે મારી જોબ ત્યાં છે અને હમણાં ચેન્જ થાય એમ નથી " ભાવિન ફટાફટ બોલી ગયો.

" ઓહ આ વાત છે "

" હા "

" એ તો જોઈએ "

" તું આટલી બિન્દાસ કેમનું બોલે છે યાર ?" ભાવિન એ પૂછ્યું.

" તો શું કહું ? જો મને નઈ ખબર મારો જવાબ શું હશે એ. તો શું કહું તને "

" ઓકે ટેક યોર ટાઈમ "

નિયા એ ખાલી સ્માઈલ 😊 આપી.

ત્યાં એના ફોન મા રીંગ વાગી.

" ગઇ આજે હું " નિયા નામ જોતાં બોલી.

" હા મમ્મી "

" ક્યાં છે તું ? છોકરા ને મળવા જવાનું હતું ?"

" હા તો હું ત્યાં જ છું "

નિયા એના મમ્મી સાથે વાત કરતી હતી ત્યાં ભાવિન ને એના મમ્મી નો ફોન આવ્યો

" હા બોલો "

" કયા છે તું ? નિયા ના મમ્મી નો ફોન આવ્યો હતો એનો ફોન નઈ લાગતો હતો એટલે "

" મમ્મી એ તો મારી સામે જ બેસેલી છે "

" હાસ. તો સારું. એને કેહ એના મમ્મી ના ફોન કરે. ચિંતા કરતા હતા "

" હા "

ત્યાં નિયા બોલી

" હા આવી જઈશ. કોઈ રસ્તા માથી ઊંચકી નઈ જાય મને "

"સારું. ગુસ્સા માં વાત નઈ કરતી હતી જમાઈ સાથે " નિયા ના મમ્મી બોલ્યા.

" મમ્મી... " નિયા ગુસ્સા માં બોલી.

નિયા ના મમ્મી નિયા ને હેરાન કરવા જ બોલ્યા હતા. અને એમને ફોન મૂકી દીધો.

" સોરી મમ્મી નો ફોન હતો " નિયા બોલી.

" હા લાગ્યું જ મને "

" કેમ ?"

" મારા મમ્મી એ કીધું. આંટી એ એમને ફોન કર્યો હતો તારો નંબર લાગતો નઈ હતો એટલે "

" અરે મારા મમ્મી પણ.. "

" તારા નઈ મારા મમ્મી પણ એવા જ છે " ભાવિન બોલ્યો.

થોડી વાર પછી,

" ઓહ્ એમ જી દસ વાગ્યા "

" હા તો "

" દોઢ કલાક થી આપડે વાત કરીએ છીએ " નિયા બોલી.

" ના એક કલાક થી. હું નવ વાગ્યે આવ્યો હતો. " ભાવિન બોલ્યો.

" હા એજ "

" તો પહેલા નો અડધો કલાક કોની સાથે વાત કરતી હતી ?" ભાવિન એ મસ્તી મા પૂછ્યું.

" મેનુ સાથે. વિચારતી હતી શું મંગાવું એ " નિયા બોલી.

" હમ "

" હવે જવું જોઈએ " નિયા બોલી.

પાંચ મિનિટ પછી,

એ લોકો કેફે ના પાર્કિંગ મા હતા.

" આઈસ ક્રીમ ખાવા આવવાની " ભાવિન બોલ્યો.

" ના "

" ડોન્ટ વરી હું તારો આઈસ ક્રીમ નઈ ખાઈ જવાં " ભાવિન બોલ્યો.

" ના એવું નથી "

" તો અનનોન સાથે આઇસ ક્રિમ ના ખવાય એમ ને "

" હા "

" પણ મેડમ અનનોન જ હોઈ પહેલાં બધા પછી નોન થાય " ભાવિન આંખ 😉 મારતાં બોલ્યો.

" ઓકે પણ બોવ વાર નઈ કરતો " નિયા એની એક્ટિવા સ્ટાર્ટ કરતા બોલી.

છેલ્લે એ એક આઈસ ક્રીમ શોપ પાસે ઊભા રહ્યા.

ભાવિન નિયા ને પૂછ્યા વગર જ આઈસ ક્રીમ લઈ આવ્યો.

" ઓહ્ ચોકોલેટ ચિપ્સ " નિયા બોલી.

" માય ફેવરિટ " ભાવિન ખાતા ખાતા બોલ્યો.

" મી ટુ " નિયા બોલી.

આઈસ ક્રીમ ખાતાં ખાતાં પાછી એ લોકો વાત સ્ટાર્ટ થઈ. કોઇ પર્સનલ વાત નઈ. ખાવાની અને ફરવાની.

થોડી વાર પછી

" ચાલો બાય " નિયા એની એક્ટિવા સ્ટાર્ટ કરતા બોલી.

" બાય ના કહેવાય " ભાવિન એ કીધું.

" કેમ ?"

" આપડે છેલ્લી વાર નથી મળતાં " ભાવિન બોલ્યો.

" ઓકે હેપ્પી જર્ની એન્ડ ટ્રીપ " નિયા એ કહ્યું.

" હું મૂકી જાવ "

" ના "

" મારો મતલબ એમ હતો કે તું તારી એક્ટિવા લઈ ને જજે. પણ હું આવીશ પછી ત્યાં થી ઘરે જતો રહીશ " ભાવિન એ કહ્યું.

" કેમ ?"

" મને ઠીક નઈ લાગે તું એકલી જસે તો "

" ઓકે "

રસ્તા માં કોઈ કઈ બોલ્યું નઈ. અને બોલે તો પણ શું ?
નિયા મેડમ એ ઇયર ફોન નાખ્યા હતા.

નિયા નું ઘર આવતા એને ઇયર ફોન નીકળી ને ખાલી ભાવિન સામે સ્માઈલ કરી.

ભાવિન એ પણ ખાલી સ્માઈલ કરી.

નિયા જેવી એના ઘર માં ગઈ ત્યાં જ.

" શું કીધું તે ? તારી હા છે ?" પ્રિયંકા બેન એ સવાલો નો વરસાદ નિયા પર કર્યો.

" જમાઈ કેવા લાગ્યાં " નિયા એ કઈ જવાબ ના આપ્યો એટલે પ્રિયંકા બેન એ પૂછ્યું.

" પપ્પા આ મમ્મી ને કઈક સમજાવો " નિયા સોફા પર બેસતા બોલી.

" હા તું એને બેસવા તો દે. આવી ત્યાં તો સવાલ કરવાં લાગી " નિયા ના પપ્પા એ કીધું.

પાંચ મિનિટ પછી,

" નિયા કઈક તો બોલ " નિયા ના મમ્મી એ સેજ પણ શાંતિ નઈ હતી.

" આટલું મોડું કેમ થયું બેટા ?" નિયા ના પપ્પા એ પૂછ્યું.

" એ ખડુસ અડધો કલાક લેટ આવ્યો હતો. અને તમે મને કેટલી જલ્દી મોકલી દીધી હતી " નિયા બોલી.

" નિયા આમ કોઈ ને ખડૂસ ના કહેવાય " નિયા ના પપ્પા એ કહ્યું.

" હા મારા જમાઈ ને આવું ના કહીશ " પ્રિયંકા બેન બોલ્યા.

" પિયુ હજી નક્કી નથી એ જમાઈ છે કે નઈ એ. નિયા કઈક કહે તો ખબર પડે ને " નિયા ના પપ્પા બોલ્યા.

" નિયા બોલીશ તું ? "

" શું કહું મમ્મી ?"

" એજ કે તારો જવાબ શુ છે ? છોકરો તારા જેવો જ છે. અને એના ઘર ના પણ કોઈ નેરો માઈન્ડ વાળા નથી " પ્રિયંકા બેન એ કહ્યું.

" હા તો " નિયા બોલી.

" નિયા વિચારી ને જવાબ આપજે. કોઈ ઉતાવળ નથી " નિયા ના પપ્પા એ કહ્યું.

" કેમ ઉતાવળ નથી ? કેટલી મોટી થઈ ગઈ છે અને તમે કહો છો કોઈ ઉતાવળ નથી " નિયા ના મમ્મી બોલ્યા.

" નિયા તું શાંતિ થી વિચારી ને જવાબ આપજે " નિયા ના પપ્પા એ કહ્યું.

" મારે જવાબ જોઈએ છે નિયા ?" પ્રિયંકા બેન થોડુ ગુસ્સા માં બોલ્યા.

" મારે થોડો ટાઇમ જોઈએ છે વિચારવા માટે " કહી ને નિયા એના રૂમ માં જતી રહી.

આ બાજુ ભાવિન જેવો એના ઘરે પહોચ્યો.

" આટલી બધી વાર ? છોકરી ને મળવાનું હતું એની હિસ્ટ્રી નઈ કાઢવાની હતી " ભાવિન ના પપ્પા બોલ્યા.

" તે કઈ એને ઊંધું ચટ્ટુ નઈ કહ્યું ને ?" ભાવિન ના મમ્મી બોલ્યા.

" અરે મમ્મી "

" છોકરી તો શાંત છે. ભૌમિક ના મેરેજ માં જોઈ હતી ત્યાર ની મારે એની સાથે વાત કરવી હતી " ભાવિન ના મમ્મી એ કહું.

" એ તો આવે પછી ખબર પડે કેટલી શાંત છે એ " ભાવિન બોલ્યો.

" એટલે તારી હા છે " એના મમ્મી ભાવિન પાસે બેસતા બોલ્યા.

" ભાવિન વિચારી ને બોલે છે ને ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" હા કેમકે હું અડધો કલાક લેટ પહોંચ્યો હતો. તો પણ ગુસ્સે ના થઈ અને મે સોરી કીધું તો કે એમાં સોરી કેહવાની જરૂર નથી " ભાવિન બોલ્યો.

" બસ આટલા માટે તું હા પાડે છે ?" એના પપ્પાએ પૂછ્યું.

" ના બીજાં પણ બોવ બધા રીઝન છે " ભાવિક બોલ્યો.

" અત્યાર સુધીમાં માં જે તારા 2% થી 10% ગમે છે એમ આ કેટલી ગમી ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" 75 % "

" મીઠાઈ ખવડાવો. કોક તો ગમ્યું " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" હા કહી ને " એના મમ્મી રસોડા માથી કઈક લઈ ને આવ્યા.

" ઓહ કાજુ કતરી " ભાવિન બોક્સ જોતાં બોલ્યો.

" હા આજે જ લાવ્યા હતા તારા પપ્પા "

" ભાવિન બીજાં કોઇ રિઝન ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" ફ્રી માઈન્ડ વાળી છે. બીજું તો એક વાર માં કેમ ખબર પડે પપ્પા " ભાવિન કાજુ કતરી ખાતા ખાતા બોલ્યો.

" તો હજી કેટલી રાહ જોવી છે તારે " ભાવિન ના મમ્મી બોલ્યા.

" મને થોડો ટાઇમ જોઈએ છે " ભાવિન બોલ્યો.

" સારું તું ફરવા જાય છે ને આવે પછી કહી દેજે " એના પપ્પા એ કહ્યું.

" હા ત્યારે કહી દઈશ " ભાવિન ઉપર એના રૂમ માં જતા બોલ્યો.

" હા કહીશ ને " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" મમ્મી .... " આગળ કઈ ના બોલ્યો.

પણ ભાવિન ના ફેસ પર ની સ્માઈલ 😊 તો કહેતી હતી કે નિયા પર દિલ ❤ આવી ગયું છે એનું.



શું સાચે માં નિયા પર ભાવિન નું દિલ આવી ગયું હસે ?

નિયા શું જવાબ આપશે ભાવિન માટે ?