Mind: Relationship no friendship - 65 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 65

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 65

આદિ ને બે દિવસ થી ફોન કરવાનું ભૂલાય જતું હતું.

એટલે આજે એને યાદ કરી ને નિયા ને રાતે ફોન કર્યો,
" હાઈ બેબ. શું કરે છે ?"

" હેલ્લો. બસ બોય ફ્રેન્ડ સાથે મુવી જોવા આવી છું " નિયા 😛 મસ્તી માં બોલી.

" ચલ ચલ જૂઠ ના બોલ " આદિ ને ખબર હતી નિયા જૂથ બોલે છે એટલે એને કહ્યું.

" અરે સાચું કહુ છું "

" સારું તો વિડિયો કૉલ કરું બાય "

" ના. હું ઘરે જ છું. નોવેલ વાંચતી હતી " નિયા એ કહ્યું.

" તો જૂથ કેમ બોલી ?"

" ચેક કરતી હતી તું શું જવાબ આપે છે "

" બોવ સારું "

" કેમ્ તે કૉલ કર્યો ? કઈ કામ હતું ?" નિયા એ પૂછ્યું.

" મારી મરજી ફોન કરવો હોય તો કરું. અને કામ વગર ફોન ના કરી શકું ?" આદિ એ કહ્યું.

" ઓહ્ મરજી ?"

" હા. "

" તું નઈ આવવાનો એવું કહેવા ફોન કર્યો હતો ને તે ?" નિયા બોલી.

" હા તને કેમની ખબર "

" એ ખબર પડી ગઈ "

" સારું પણ હું આવવાનું છું. "

" કેમ ?"

" મે કીધું હતું થોડા દિવસ પહેલા કે મન એકલું નઈ જાય "

" કોણ તમે ?" નિયા એ મસ્તી માં પૂછ્યું.

" ફોન માં જોઈ લે. કૉલ ચાલુ છે એમાં કોનું નામ લખ્યુ છે એ"

નિયા કઈ બોલી નઈ એ હસતી 😀😀 હતી.

" પેકિંગ કરો હવે " આદિ મસ્તી માં બોલ્યો.

" હજી વાર છે જવાની "

" તું સુરત જવાની ને દિવાળી પર ?"

" હા જઈશ. "

" સરસ "

" ત્યાં મિશા આવવી જોઈએ ભૂલ માં " નિયા મસ્તી કરતાં બોલી.

" તું એને યાદ કરીશ તો ગઈ તું. એમ પણ આ વખતે રિયાન જોડે હસે એટલે તને હેરાન કરવામાં એ થોડી કંપની આપશે મને "

" ગુડ નાઈટ. મને બોવ ઊંઘ આવે છે " નિયા આગળ વાત ના ચાલે એટલે બોલી.

" જૂથ ના બોલ "

" સચ્ચી "

" સારું સારું ગુડ નાઈટ. જલ્દી મળીયે. " આદિ એ કહ્યું.

થોડા દિવસ પછી,

નિયા જોબ પર હતી. એટલે એનો ફૉન સાઈલેન્ટ હતો. બપોર ના ટાઈમ પર લંચ બ્રેક પડ્યો એટ્લે એ લંચ કરતા કરતા એને ફોન જોયો.

એના ફોઈ અને ફુઆ ના બોવ બધા મિસ કોલ પડ્યા હતા. અને એના મમ્મી પપ્પા ના પણ.

નિયા એ પેલા એના ફોઈ ને ફોન કર્યો પણ ફોઈ એ ફોન ના ઉપાડયો. એટલે નિયા એ એના મમ્મી ને કૉલ કર્યો.

" નિયા ક્યાં ફોન છે તારો ? કેટલાં બધાં ફોન કર્યા તને " નિયા ના મમ્મી ફોન ઉપાડતા બોલ્યા.

" જોબ પર છું મમ્મી "

" સારું. જાનવી ને... " આગળ બોલતા હતા ત્યાં નિયા એ કહ્યું,

" મમ્મી ફોઈ નો ફોન આવે છે કરું ફોન હમણાં "

નિયા એ એના ફોઈ નો ફોન ઉપાડ્યો.

" હા બોલો ફોઈ, શું થયું ?"

" બેટા તું માસી બની ગઈ " એના ફોઈ ખુશ થતા બોલ્યા.

" ઓહ્ સરસ. "

" બેબી બોય છે. એક દમ તારા જીજુ જેવો જ લાગે છે. જાનવી ની તબિયત પણ સારી છે "

" હું આવું છું હોસ્પિટલ " નિયા ખુશ થતા બોલી.

" ના તું જોબ પર છે. અહીંયા એવું કંઈ કામ નથી અત્યારે. તું ઘરે જજે. પછી શાંતિ થી આવજે "

" સારું કંઇક કામ હોય તો ફોન કરજો "

" હા. જો તને વોટ્સ એપ પર ફોટો મોક્લ્યો છે બેબી નો "

" હા "

" ચલ મૂકું પ્રિયાંકા ને ફોન કરવાનો છે "

" હા સારું "

નિયા એ ફોટો મોકલ્યો હતો એ જોયો. બોવ જ ક્યુટ બેબી હતું. નિયા જલ્દી જોબ પર થી છૂટે અને બેબી ને જોવા જાય એની રાહ જોતી હતી.

રાતે નિયા પેલા ઘરે કઈ કામ હતું એ પટાવી ને પછી હોસ્પિટલ ગઈ.

જાનવી દીદી પાસે એના સાસુ સસરા અને બીજું કોઈ હતું એટ્લે નિયા બહાર બેસેલી હતી.

ત્યાં એના જીજુ આવ્યા,

" ઓહો મેડમ તમે આવ્યા "

" Congratulations 🎉🎉 જીજુ "

" Thank you. હવે તો તું માસી બની ગઈ "

" યેસ " નિયા ખુશ થતા બોલી.

થોડી વાર પછી ,

નિયા એ બેબી ને જોયું. એ એના હાથ જોતી હતી. ત્યાં જાનવી એ કહ્યું,

" નિયા તું પણ આવી જ હતી "

થોડી વાત કરી પછી નિયા ના જીજુ એને ઘરે મુકી ગયા.

નિયા કઈ વધારે જ ખુશ હતી. એ એની આ ખુશી ને શેર કરવા માંગતી હતી એટલે એને ડાયરી માં એની ખુશી લખી. અને સૂઈ ગઇ.

બે દિવસ પછી તો જાનવી દીદી અને બેબી પણ ઘરે આવી ગયું.

નિયા ને હવે ટાઈમ ના મળતો. આખો દિવસ જોબ પર. આવી ને એના ફોઈ ને કામ માં હેલ્પ કરે. અને પછી જાનવી દીદી અને બેબી બોય સાથે બેસતી.

બેબી બોય નું નામ આરવ રાખ્યું હતું.

પંદર દિવસ થઈ ગયા હસે નિયા ની આદિત્ય સાથે વાત થઈ નઈ હતી. આદિ ને ભૂલી ગઈ હતી એવું નઈ હતું પણ કૉલ કરવાનો ટાઈમ ના રહેતો. એ લોકો ની મેસેજ માં તો કોઈ વાર વાત થઈ જતી હતી.

આ બાજુ આદિ પણ કામ માં થોડો વ્યસ્ત હતો એટલે એ પણ ફોન નઈ કરી શકતો.

એક દિવસ,

નિયા જાનવી દીદી પાસે બેસેલી હતી ત્યાં આદિ નો વિડિયો કૉલ આવ્યો.

" બોલો જનાબ " નિયા વીડિયો કૉલ ઉપાડતાં બોલી.

" વાહ... મોહતારમા આજે એક વાર માં વીડિયો કોલ તે ઉપાડી લીધો. " આદિ મસ્ત સ્માઈલ 😊 આપતા બોલ્યો.

" અરે ભૂલ માં ઉપાડી લીધો " નિયા બોલી.

" નસીબ આદિત્ય તારા કે આને વીડિયો કોલ ઉપાડયો " જાનવી દીદી બોલ્યા.

" આદિ આ જો કેટલું ક્યુટ છે " નિયા એ કેમેરો આરવ બાજુ કરતા કહ્યું.

" જો તારા કરતાં એ ક્યુટ છે " આદિ નિયા ને હેરાન કરતા બોલ્યો.

" હમ બીજું કંઈ ?" નિયા એ પૂછ્યું.

" વિચારું એક મિનિટ " આદિ એ કહ્યું.

જાનવી દીદી અને બેબી ને સૂઇ જવાનો ટાઈમ થઇ ગયેલો એટલે નિયા એમને ગુડ નાઈટ કહી ને એમની રૂમ માં જતી રહી.

આદિ હજી વિચારતો જ હતો કઈક ત્યાં નિયા બોલી,

" એ રોમિયો શું વિચારે છે ?"

" હું રોમિયો નથી "

" તો શું છે ? "

" હું એજ વિચારતો હતો કે તને હેરાન કેમની કરવી "

" તું જા તારી સાથે વાત કરવી જ બેકાર છે "

" ઓકે. ચિલ રિયાન સાથે વાત થઈ હતી મારી " આદિ એ કહ્યું.

" તો મે શું કરું ?"

" કઈ નઈ. પેલા સાંભળીશ વાત "

" હા બોલ " નિયા બોલી.

" પહેલાં જયપુર જવાનું છે ટ્રેઈન માં. તો હું આણંદ થી તમારી સાથે આવીશ " આદિ આગળ કઈ બોલે એ પહેલા નિયા એ કહ્યું,

" કેમ આવવું છે ?"

" મારી મરજી "

" હસે "

" તને કીધું હતું ને તને એકલી તો ના જ જવા દવ. તું એકલી ફરી આવે એ થોડી ચાલે ?"

" હા સમજી ગઈ " નિયા વાત પતાવતા બોલી.

" તું આજ કલ બોવ ઇગનોર કરે છે મને " આદિ 🤨 મસ્તી મા બોલ્યો.

" તને એવું લાગતું હોય તો એવું સમજી લે "

" મસ્તી કરું છું પણ. કોઈ દિવસ યાદ કરી લે મને " આદિ એ કહ્યું.

" યાદ તો કરું જ છું પણ... "

" ટાઈમ નઈ રહેતો એમ કહી દે ને " આદિ એ કહ્યું.

" હા એવું જ કઈક "

" તો તો થોડા વર્ષ પછી તો તને યાદ પણ નઈ હોય આદિ "

" ઓ હેલ્લો... તારે કોઈ સ્લોક સાંભળવા છે ?"

" ગાળ પણ મંજૂર છે તું આપશે તો " 🤭 આદિ એ કહ્યું.

" વિચારીશ ચલ કઈક "

" શેનું ?" આદિ એ પૂછ્યું.

" ગાળ આપવી કે નઈ એ "

" રિયાન મળવાનો છે અને રિયા પણ આ ટાઈમ... "

" હા મને ખબર છે હેરાન કરશે બંને ભેગા થઈ ને. મારે તો આવવું જ નથી ટ્રીપ પર " નિયા મોહ બગાડતા બોલી.

" બેગ માં ભરી ને રિયાન લેતો આવસે " આદિ એ કહ્યું.

" ક્યાં થી આવા વિચારો આવે છે તારા મગજ માં "

" મગજ હોય તો વિચારો આવે. બાકી અમુક ને તો ... " આદિ આગળ ના બોલ્યો કેમકે એને ખબર હતી આગળ કઈક બોલશે તો નિયા ગુસ્સે થશે.

નિયા કઈ જ બોલતી નથી. પછી બોલી,
" જલ્દી યાર દિવાળી આવે. જયપુર જવાની રાહ હવે નઈ જોવાતી "

" હમણાં તો કોઈ આવવાની ના પાડતું હતું " આદિ એ કહ્યું.

" એ તો હું ચેક કરતી હતી તું શું જવાબ આપે છે એમ "

" બસ ખોટું ના બોલ "

" હું નઈ ખોટું બોલતી "

" બસ નિયા. હવે આગળ ના બોલ કઈ " આદિ હસતા 😅😀 હસતા બોલ્યો.

" છોકરો આજકાલ બોવ ખુશ રહેવા લાગ્યો છે. રાઝ શું છે તમારી ખુશી પાછળ નો ?" નિયા એ પૂછ્યું.

" તમારી ? નિયા તું આમ બોલે છે મને ઊંઘ નઈ આવે આજે. " આદિ એ કહ્યું.

" રિસ્પેક્ટ આપી તને "

" આટલી રિસ્પેકટ? એ પણ કોણ આપે છે ? મિસ નિયા સુરતી "

આદિ બોલતો હતો એ જોઈ ને નિયા ને હસવાનું આવતું હતું.

" બસ બોવ ના હસ. "

" હા પણ તું આવું બોલે. સારું લાગે તને આવું બોલતા " આદિ એ કહ્યું.

નિયા હસી રહી હતી. ત્યાં આદિ એ પૂછ્યું,

" નિયા મે કઈક કહ્યું હતું યાદ છે ને?"

" શું ?"

" આ ટ્રીપ પર કઈક અલગ થવાનું છે એ ? કોઈ લિસ્ટ ..." આદિ આગળ પૂછે એ પહેલા નિયા એ કહ્યું,

" હા પણ શું એ હજી મને તે કહ્યું નથી " નિયા માસુમ થઈ ને બોલી.

" થોડી રાહ જોઈ લેને ખબર પડી જસે "

" મિયાન પણ નઈ કહે ?" નિયા એ પૂછ્યું.

" મિયાન ને તો કહી દેવું જ છે પણ એ થોડા દિવસ ની રાહ જોવે છે "

" મતલબ "

" કોઈ એક દિવસ ની. "

" ક્યારે આવશે એ દિવસ ?" નિયા એ પૂછ્યું.

" ટ્રીપ પર જઈએ ત્યારે " આદિ એ કહ્યું.

નિયા કઈક વિચારી રહી હતી એ જોઈ ને આદિ બોલ્યો,

" બસ નિયા. બોવ ના વિચાર. આપડે મળીએ ત્યારે કહી દઈશ. સો ચિલ. ડોન્ટ થિન્ક "

" ઓકે ઓકે "

નિયા રાહ જોતી હતી ટ્રીપ પર જવાની.

આ બાજુ રિયાન અને રિયા બંને પણ રાહ જોતા હતા ટ્રીપ પર જવાની અને નિયા ને મળવાની. કેમકે બોવ મહિના થઈ ગયા એ લોકો મળ્યા નઈ હતા.

એક દિવસ,

રિયા ભૌમિક સાથે વિડિયો કૉલ પર વાત કરતી હતી ત્યારે,

" ભૌમિક હું ફરવા જાવ છું દિવાળી પર"

" એકલી એકલી "

" ના રિયાન , નિયા અને આદિ "

" ઓહ સરસ "

" તારી સાથે ટ્રીપ પર ક્યારે જવા મળસે ?" રિયા એ પૂછ્યું.

" રાહ જો. મળસે "

" તું અહીંયા હોત તો કેટલું સારું કોક વાર તો તારી સાથે બહાર જવાત ને " રિયા ને આજે ભૌમિક ને બોવ જ યાદ આવતી હતી.

" હું આવવાનો છું, પાછો આમ સેડ ના થઈશ તું "

" જલ્દી આવ. પહેલા પણ કહ્યા વગર જતો રહ્યો હતો. અને હવે પણ " રિયા બોલી.

" રિયા આવતા વર્ષે આવીશ. તું આમ સેડ થસે તો મને નઈ ગમે "

રિયા કઈ બોલતી નથી.

" એક મિનિટ. હું નિયા ને કૉલ કરું. એ તને સમજાવશે " ભૌમિક એ કહ્યું.

"ના એ તો તારી સાઈડ જ લે છે " રિયા એ કહ્યું.

" જોઈએ " ભૌમિક એ નિયા ને કૉલ કર્યો.

નિયા ઓનલાઈન જ હતી એટલે ફોન ઉપાડ્યો.

" ઓહો જીજુ તમે ? હાઈ રિયા બેબી" ખુશ થતા નિયા બોલી.

" એ તને ના પાડી છે ને જીજુ બોલવાની " ભૌમિક એ કહ્યું.

" ભૂમિ કહીશ તો. એ સારું લાગશે " નિયા બોલી.

" મારું નામ છે નિયા " ભૌમિક બોલ્યો.

" હસે. બોલો ને કેમની તમને બંને ને મારી યાદ આવી ગઈ ?" નિયા એ પૂછ્યું.

" મોન્ટુ તો દૂર છે અને તું પણ મને મળવા નઈ આવતી " રિયા એ કહ્યું.

" આવું જ છું દસ દિવસ પછી " નિયા બોલી.

" સાચે ને ?" રિયા એ પૂછ્યું.

" હા "

એ લોકો એ થોડી વાર વાત કરી પછી ફોન મૂકી દીધો.

દસ દિવસ પછી,

નિયા ને જોબ પર દિવાળી નું વેકેશન પડી ગયું હતું. કાલે સવાર ની ટ્રેન માં એ સુરત જવાની હતી. દસ મહિના જેવું થયું હસે એને ઘરે ગયે.

નિયા પેકિંગ કરતી હતી ત્યાં જાનવી દીદી આવ્યા.

" નિયા જવું જ છે ?"

" દીદી તમે તો એમ જ બોલો છો કે હું પાછી જ ના આવવાની હોવ "

" હા તો આરવ સાથે મસ્તી કોણ કરશે તું જસે તો ?"

" એ ભાઈ આખો દિવસ ઊંઘતા જ હોય છે. રાતે હું સૂઇ જાવ પછી જ જાગે "

" નાનાં બેબી આવા જ હોય. તું પણ સૂતી જ રહેતી હતી "

" હું તો અત્યારે પણ સૂવું જ છું "

" હા "

આરવ શાંતિ થી સૂતો હતો એટલે જાનવી દીદી નિયા પાસે બેસેલા હતા અને વાત કરતા હતા.

" નિયા તારો હીરો કેવો હસે ?"

" એ મને નઈ ખબર "

" હું તો વિચારું છું આદિત્ય જેવો હોવો જોઈએ " સ્માઈલ કરતા દીદી બોલ્યા.

" કોણ આદિત્ય?"

" તારો ફ્રેન્ડ છે ને એ. કેમકે તને હેન્ડલ કરવી ભારે છે. પણ આદિત્ય માટે બોવ ઇઝિ છે એટલે કીધું આદિ જેવો હોવો જોઈએ "

" જોઈએ આવે ત્યારે "

" આદિત્ય હસે તો તો બેસ્ટ. પરફેકટ છે એ તારા માટે " નિયા ને હેરાન કરવા માટે જાનવી દીદી બોલ્યા.

ત્યાં આરવ ના રડવાનો અવાજ આવ્યો. એટલે નિયા બોલી,

" પહેલી વખત આરવ સાચા ટાઈમ પર રડ્યો હસે. લવ યુ આરવ " નિયા એનું બેગ પેક કરતા બોલી.

" આદિત્ય નો ફોન આવે એટ્લે હું કહીશ. તારી ફ્રેન્ડ પાગલ થઈ ગઈ છે "

" જોઈએ. જાવ તમારો છોકરો રડે છે "

બીજે દિવસે,
નિયા ના ઘરે

બાર વાગે નિયા એના ઘરે પોહચી ગઈ. જઈ ને ડાયરેક્ટ એને એના મમ્મી ને હગ કરી લીધી.

પ્રિયંકા બેન નિયા ને બોવ દિવસે જોઈ ને ખુશ હતા. અને એમની આંખ માં પણ ખુશી ના આંસું આવી ગયા.

એ દિવસ તો આખો નિયા એ એના મમ્મી સાથે વાત જ કરી છે. રાતે રિયા અને રિયાન આવેલા તો એમની સાથે બહાર ગયેલી.

બીજે દિવસે નિયા એની મમ્મી સાથે શોપિંગ પર ગઈ દિવાળી ની. નિયા ની ભીડ માં જવાનું નઈ ગમતું હતું પણ એના મમ્મી નિયા ની રાહ જોઈ ને બેસેલા હતા કે નિયા આવે પછી જ જઈશ એટ્લે નિયા ને જવું પડ્યું.

બે દિવસ માં નિયા એ એના મમ્મી ને જેટલી શોપિંગ કરવાની હતી એટલી બધી પતાવી દીધી.

હવે બે દિવસ પછી દિવાળી હતી. નિયા જમી ને બપોરે મસ્ત સૂતી હતી ત્યાં કોઈ આવ્યું.

" જાનેમન તું સૂતી છે ?" રિયા બોલી.

" દેખાતું નથી તને ?"

" પાંચ વાગ્યા ચલ ઊઠ ને આપડે જઈએ કઈક "

" સુવા દે થોડી વાર "

" નિયા ઊઠ ને યાર... " રિયા નિયા ને પરાણે ઉઠડતા બોલી.

થોડી વાર પછી,

નિયા અને રિયા કોઈ શાંત જગ્યા પર બેઠા હતા. એ લોકો બોવ દિવસે આ જગ્યા પર આવ્યા હતા. ત્યાં રિયા એ એક નાનું ગિફ્ટ જેવું નિયા ને આપ્યું.

" આ શું છે ?" નિયા બોલી.

" Thank you so much નિયા. તારી લીધે જ મોન્ટુ ને કહી શકી હું. અને તારી લીધે જ એ મારી લાઈફ મા પાછો આવ્યો. તો આટલી ગિફ્ટ તો હું આપી જ શકું "

" રિયા આપડી દોસ્તી મા આ ગિફ્ટ વચ્ચે ક્યાં આવી ?"

" નિયા પ્લીઝ લઈ લે. મારી ખુશી માટે "

" ઓકે પણ છે શું એમાં "

" એ તું જાતે જ જોઈ લે "

નિયા ગિફ્ટ ઓપન કરતી હતી. એમાં એક મસ્ત વોચ હતી અને એક ચેઈન એમાં એક દમ નાનું દિલ ❤️ હતું.

" ઓહ મસ્ત છે "

" મને ખબર છે વોચ તારી પાસે બોવ છે. પણ મને આ વોચ જોઈ ને જ ગમી ગયેલી. અને આ ચેઈન પણ. મે પણ સેમ આવી જ લીધી છે પણ મારા મા બે દિલ છે💕 "

" હવે તો તું કપલ કહેવાય " નિયા આંખ મારતા બોલી.

" તું પણ બની જસે શાંતિ રાખ થોડી "

" હજી વાર છે " નિયા બોલી.

" ચલ આલુપુરી ખાવા જઈએ. પછી પેકિંગ પણ કરવાની છે " રિયા એ કહ્યું.

" હા "

ત્રણ દિવસ પછી,

આજે ન્યુ યર હતું. નિયા એના મમ્મી પપ્પા સાથે મંદિર જઈ ને આવી ને કામ પતાવી ને ટીવી જોતી હતી.

ત્યાં એના મમ્મી એ કહ્યું,
" હું પણ હવે તો આરવ ના આવવાની રાહ જોવ છું "

" એ કોણ છે ?" નિયા નું ધ્યાન ટીવી માં હતું એટલે એને પૂછ્યું.

" હું પણ દાદી બનવાની રાહ જોવ છું નિયા "

" હમ " નિયા ટીવી જોતાં જોતાં બોલી.

" નિયા મે કઈક કીધું તને "

" હા શું કહેતા હતા તમે ?" નિયા ટીવી બંધ કરતા બોલી.

" હું પણ હવે દાદી બનવાની રાહ જોવું છું "

" મમ્મી આજે ન્યુ યર છે તમે આજે " નિયા આગળ બોલે એ પહેલા એના મમ્મી એ કહ્યું,

" બેટા મસ્તી કરું છું. મને ખબર છે હજી એક વર્ષ ની વાર છે "

" મમ્મી... " નિયા થોડું જોર મા બોલી.

" હા મસ્તી કરું છું. ચિંતા ના કર. હજી જમાઈ શોધવાનો છે પહેલા "

ન્યૂ યર થી જ નિયા ના ઘર માં આવી મસ્તી મઝાક ચાલુ થઈ ગયેલી. હવે ખબર ની નિયા નું આ ન્યુ યર કેવું જસે એ.

બે દિવસ પછી,

કાલે સવાર ની એ લોકો ની જયપુર જવાની ટ્રેન હતી. નિયા નું બધું પેકિંગ થઈ ગયેલું. એ એક વાર ચેક કરતી હતી બધું પેકિંગ થઈ ગયું છે ને કઈ બાકી તો નઈ રહ્યું ને.

ત્યાં થોડી વાર માં રિયા ના મમ્મી પપ્પા અને રિયાન એ લોકો આવ્યા.

આઈસ ક્રીમ ખાતા ખાતા વાત ચાલુ હતી એ લોકો ની. ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,

" નિયા જોબ તું અહીંયા કરાવી લે. મને પણ સારું લાગશે"

" કેમ ?"

" બેટા ચાર વર્ષ થી કોલેજ ના લીધે તું બહાર હતી. આ જોબ પન તે અમદાવાદ લીધી. અગિયાર બાર માં ભણવાને લીધે તું તારા માં વ્યસ્ત રહેતી. છ સાત વર્ષ થી તું આમ જ બિઝી છે. અને હજી જોબ અમદાવાદ માં કરે છે. એકાદ વર્ષ પછી મેરેજ નું ચાલશે તો અમારી પાસે તો રહેશે જ નઈ "

" મમ્મી આમ કેમ બોલો છો " નિયા બોલી.

" જો નિયા પિયુ ને એમ જ કહેવું છે તું હવે સુરત મા જોબ શોધી લે. એને એકલું નઈ ગમતું હવે. " નિયા ના પપ્પા એ કહ્યું.

" હું જોબ ના છોડી શકું પપ્પા "

" અહીંયા શોધી લેજે "

" હા આખો દિવસ નઈ તો રાતે તો અમને લાગશે ઘર માં કોઈ છે " નિયા ના મમ્મી એ કહ્યું.

" નિયા એક વાર વિચારજે બાકી તારી મરજી " નિયા ના પપ્પા એ કહ્યું.

નિયા કઈ બોલી નઈ.

" નિયા તું બોવ ફરે છે હમણાં થી " નિયા ના મમ્મી બોલ્યા.

" અત્યારે નઈ ફરિયે તો આંટી ક્યારે ફરીશું ?" રિયાન એ કહ્યું.

" ફરવાની ના નઈ કહેતી રિયાન પણ નિયા હવે અહીંયા આવી જાય એવુ કહેવું છે "

જ્યાર થી આ ટોપિક પર વાત ચાલુ થઈ હતી ત્યાર થી નિયા ની સ્માઈલ ગાયબ થઈ ગઈ હતી. ચુપ હતી નિયા એક દમ.

બીજે દિવસે સવારે,

સાત વાગ્યે,

રિયા અને રિયાન રેડી થઈ ને આવી ગયેલા નિયા ને લેવા. રિયા ના પપ્પા એ લોકો ને સ્ટેશન મૂકવા આવવાના હતા.

નિયા બેગ લઈ ને લિફ્ટ ની રાહ જોઈ ને ઊભી હતી. ત્યાં એના મમ્મી એ કહ્યું,

" શું લાવીશ મારા માટે ત્યાં થી ?"

" કઈ સારું દેખાશે તો એ લઈ આવીશ. તમારે શું મંગાવવું છે ?" નિયા એ મસ્તી મા પૂછ્યું.

" નિયા "

" હે ?" નિયા ને ખબર ના પડી.

" નિયા લેતી આવજે મળે તો ત્યાંથી "

ત્યાં લિફ્ટ આવી એટલે નિયા ગઈ.

સુરત રેલ્વે સ્ટેશન,

ટ્રેન ની રાહ મા બેસેલા હતા એ ત્રણ. નિયા ચુપ હતી હજી.
એટલે રિયાન બોલ્યો,

" નિયા મેગી વાલો નઈ દેખાતો અહીંયા "

નિયા એ ગુસ્સા 😡 મા જોયું રિયાન સામે.

રિયાન આગળ કઈ બોલે એ પહેલા ટ્રેન આવી ગઈ.એ લોકો એમની બુક કરેલી જગ્યા પર બેસી ગયા. એક જગ્યા ખાલી હતી. જે આદિત્ય ની હતી.

" હું બારી પાસે બેસીશ " રિયા બોલી.

" હું પણ " રિયાન બોલ્યો.

" સારું "

રિયાન ને એમ કે નિયા કઈક મસ્તી કરશે પણ નિયા એ તો કઈ બોલ્યા વગર જ શાંતિ થી બેસી ગઈ.

રિયાન થી નિયા ને આમ ચુપ ચુપ નઈ જોવાતી હતી. એટલે એને કીધુ,

" નિયા તું અહીંયા બેસી જા ને. મારે રિયા નું કામ છે "
રિયા નિયા ની બાજુ માં બેસેલી હતી.

" ઓકે "
રિયા સમજી ગઈ રિયાન નિયા કઈક બોલે એટલે આમ કહે છે.

થોડી વાર પછી,

" રિયાન મને નીંદ આવે છે હું સૂઈ જાવ છું. આદિ ને ફોન કરી દેજે તું " નિયા બોલી.

" હું કેમનો કરી શકું ? " રિયાન બોલ્યો.

" કેમ નંબર નથી તારી પાસે ?" નિયા એ પૂછ્યું.

રિયાન અને નિયા ની વાત થી રિયા ને હસવાનું આવતું હતું.

" ના નંબર છે પણ બેલેન્સ નથી "

" લુખ્ખા " નિયા હસતા હસતા બોલી.

" આપ ને તારો ફોન હું પણ જોવ શું છૂપાવી ને રાખ્યું છે " રિયાન બોલ્યો.

" લે તારા થી શું છુપાવવાનું " નિયા રિયાન ને ફોન આપતા બોલી.

" વાહ નિયા. હવે તારા ફોન મા બધું જ જોઈ લઈશું અમે બંને"

" કઈ જ મળશે નહિ એમાંથી " નિયા બોલી.

" સૂઈ જા. પછી આદિ આવસે એટલે તને અમે હેરાન કરીશું "

" તું હેરાન ના કર રિયાન "

" સૂઈ જા તું શાંતિ થી " રિયા એ કહ્યું.

નિયા તો સૂઈ ગઈ.

ત્રણ કલાક પછી,

બરોડા આવ્યું હતું. નિયા હજી સૂતી હતી. રિયા ભૌમિક સાથે વાત કરતી હતી.અને રિયાન ફોન મા ગેમ રમતો હતો. ત્યાં નિયા ના ફોન મા કોઈ ની રીંગ વાગી.

આદિત્ય નો ફોન હતો.
" બોલ ભાઈ " રિયાન બોલ્યો.

" ક્યાં પોહચ્યા તમે ?" આદિ એ પૂછ્યું.

" બરોડા થી ટ્રેઈન ઉપડી છે. તું સ્ટેશન પર આવી જ થોડી વાર માં. "

" હા ચલ મળીયે થોડી વાર માં " આદિ એ કહી ને ફોન મૂક્યો.

એક કલાક પછી,

આદિ આવી ગયો હતો એમની સાથે. પણ નિયા ને આ વાત ની ખબર નઈ હતી કેમકે એ સૂતી હતી.

આદિ , રિયા અને રિયાન વાત કરતા હતા એમના અવાજ થી નિયા ઊઠી ગઈ.

" ધીમે થી બોલાય આટલું જોર મા કોણ બોલે ?" નિયા આંખ ચોળતા ચોળતા બોલી.

" ગુડ મો્નિંગ મોહતારમાં " આદિ એ કહ્યું.

" ગુડ મોર્નિંગ. તું ક્યારે આવ્યો ?"

" એક વીસ વર્ષ થયાં હસે મને આવ્યે " આદિ બોલ્યો.

" એ મગજ... " નિયા આગળ બોલવા જતી હતી પણ ચુપ થઈ ગઈ.

" બોવ સૂવે તું તો " આદિ બોલ્યો.

" હવે ત્યાં બીજા ને નઈ સુવા દેશે. અત્યારે સૂઈ જસે એ " રિયાન બોલ્યો.

રિયાન અને આદિ બંને આજે ભેગા થયેલા એટલે નિયા ને હેરાન કરવામાં કોઈ જ કંજુસાઈ થવાની નઈ હતી.

થોડી વાર પછી ,

મસ્તી મઝાક કરતા હતા એ લોકો ત્યારે રિયા બોલી,
" મને ભૂખ લાગી છે હવે "

" તો ભૌમિક ને કહે પાર્સલ કરે " આદિ એ કહ્યું.

" હા મોન્ટુ આટલું તો કરી જ શકે છે તારા માટે " રિયાન બોલ્યો.

" એકલી એકલી ના ખાઈશ. થોડું અમને પણ આપી દેજે" નિયા રિયા ને હેરાન કરતાં બોલી.

" ભૌમિક ને યાદ કરવો જરૂરી છે ?" રિયા બોલી.

" યાદ પિયા કી આને લગી...." આદિ મસ્તી મા બોલ્યો.

" રિયા બસ રડીશ નહીં તું. ભૌમિક આવે પછી તમે જજો ફરવા. એકલા " આંખ મારતા નિયા બોલી.

" હા " રિયા બેગ માથી નાસ્તો કાઢતા બોલી.

રાતે અગિયાર વાગ્યે એ લોકો ત્યાં પોહચ્યાં. હોટેલ નજીક હતી એટલે ત્યાં જવા મા કોઈ પ્રોબ્લેમ ના થઈ. થોડી વારમાં તો બધા ફ્રેશ થઈ ને સુઈ ગયા.

રિયા અને રિયાન તો ટ્રેન માં સૂઈ જ નઈ ગયા હતા એટલે એ લોકો તો સૂઈ ગયા તરત જ.

રિયા અને નિયા એક રૂમ માં હતા અને એની બાજુ વાળી રૂમ માં આદિ અને રિયાન.

બીજે દિવસે સવારે,

છ વાગ્યા હસે નિયા રૂમ ની ગેલેરી મા ઊભેલી હતી. ત્યાં થી પહાડ દેખાતા હતા. પણ હજી અજવાળું થયું નઈ હતું અંધારું જ હતું. એટલે આજુ બાજુ કઈ વધારે દેખાતું નઈ હતું.

સવા છ થયા હસે ત્યાં આદિ પણ ઊઠી ગયો એને બહાર જોયું તો નિયા ગેલેરી મા ઊભી હતી.

આદિ એ નિયા ને મેસેજ કર્યો .
" નિયા ટેરેસ પર જઈએ ?"

" અત્યારે અંધારું છે અને ત્યાં શું કામ છે તને ?"

" કામ છે ચલ ને " આદિ એ કહ્યું.

" ના બોવ અંધારું છે " નિયા ને અંધારા થી બીક લાગતી હતી એટલે એને જવાની ના પાડે છે.

" હું આવું છું ને તારી સાથે તો કેમ ડરે છે તું ?" આદિ એ પૂછ્યું

" ઓકે ચલ " હવે નિયા પાસે ના પાડવાનો કોઈ જ રસ્તો નઈ હતો.

અડધી કલાક પછી,

નિયા ના ફેસ પર સ્માઈલ કઈક અલગ જ હતી. એ ખુશ હતી કે કઈ જ ના બોલી શકી.

આદિ સોરી મિયાન ફરી એક વાર નિયા ને આમ ખુશ જોઈ ને ખોવાઈ ગયો કઈક બીજી જ દુનિયા માં. પછી એ દુનિયા માથી બહાર આવી ને આદિ એ કહ્યું,
" નિયા કીધું હતું ને બોવ જલ્દી એક વિશ પૂરી થવાની છે "

નિયા એ એક મસ્ત સ્માઈલ આપી અને " હા " કહ્યું.

" હજી બોવ બધી વિશ આમ જ પૂરી થવાની છે " આદિ એ કહ્યું.

" નઈ થાય "

" થસે નિયા રાહ જો થોડી " આદિ એ કહ્યું.

સાડા સાત વાગ્યા હસે. આદિ અને નિયા છેલ્લા દોઢ કલાક થી ટેરેસ પર હતા.

રિયા ઊઠી પણ એને નિયા ને ના જોઈ એટલે કૉલ કર્યો.

" ક્યાં છે નિયા તું ?"

" આવું જ છું. ટેરેસ પર આવી હતી "

" સારું આવ "




કેમ આદિત્ય એ નિયા ને ટેરેસ પર બોલાવી હસે ?

કઈ વિશ પૂરી કરી હસે આદિ એ નિયા ની ?