Mind: Relationship Friendship No - 64 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 64

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 64

આદિત્ય એની બાજુ માં નિયા અને નિયા ની બાજુ માં મનન હતો. અને એમની સામે તેજસ અને નિશાંત બેસેલા હતા.

આદિત્ય, તેજસ અને નિશાંત કઈક મસ્તી ની વાત કરતા હતા. અને નિયા અને મનન કઈક બીજી જ વાત કરતા હતા.

મનન અને નિયા ને આમ વાત કરતા જોઈ ને તેજસ એ કહ્યું,

" શું ખીચડી બનાવી રહ્યા છો તમે બંને ?"

" કઈ નઈ "

એ લોકો ત્યાં બેસી ને કોલેજ ની મસ્તી અને એ દિવસો યાદ કરી રહ્યા હતા ત્યાં મનન એ કહ્યું,

" હું આવું "

એક મિનિટ માં નિયા અને મનન નઈ કઈક ઈશારા માં વાત થઈ ગઈ જે એ બે સિવાય કોઈ ને ખબર ન પડી.

મનન ના ગયા પછી નિશાંત બોલ્યો,
"નિયા મનન પર દિલ તો નઈ આવી ગયું ને ?"

" ના એવું નથી "

" કઈક તો છે જ "

ત્યાં તો મનન આવી ગયો. એના હાથ માં ચિપ્સ ના પેકેટ હતા.

" ક્રીમ એન્ડ ઓનિઓન મારી " નિયા એ એને જે ભાવતી હતી. એ પેલા લઈ લીધી.

નિશાંત એ કઈક અલગ ચિપ્સ લીધી હતી જે એને આજ સુધી ટ્રાય નઈ કરી હતી.

ચિપ્સ ખાતા ખાતા વાત સ્ટાર્ટ હતી ત્યાં,

" આટલી તીખી કઈ ચિપ્સ છે ?" નિશાંત બોલ્યો.

એનો ફેસ એક દમ લાલ લાલ થઇ ગયો હતો.

તેજસ પાસે પાણી ની બોટલ હતી એટલે એને આપી.

નિશાંત ની આંખ માં પાણી આવી ગયા એટલી તીખી લાગી હતી એને ચિપ્સ.

" લે નિશાંત આ ખાઈ લે " નિયા ચોકોલેટ આપતા બોલી.

" થેનક યુ" ઈશાન એ કહ્યું.

પાંચ મિનિટ પછી,

" તને ખબર હતી આ ચિપ્સ મને તીખી લાગશે એટલે તું ચોકોલેટ લઈ ને આવી હતી ?" નિશાંત એ પૂછ્યું.

નિયા અને મનન બંને હસતા હતા.

" સમજી ગયો હું. તું એટલે જ બોલી હતી રાતે રડીશ તું " નિશાંત બોલ્યો.

" ઓહ્ બોવ સિરિયસ વાત હતી નઈ " તેજસ મસ્તી માં બોલ્યો.

" હા બોવ જ "

" નિશાંત કેવી લાગી ઝોલો ચિપ્સ " નિયા એ પૂછ્યું.

" આટલું રડાવ્યો એ ઓછું છે કે હવે પુછે છે તું કેવી લાગી એ ?"

" ના રડીશ બોવ. આવી જસે ભાભી જલ્દી થી " નિયા એ કહ્યું.

" ભાભી પર થી યાદ આવ્યું આજે તો કોઈ ગમ માં જતું રહ્યું હતું " મનન બોલ્યો.

" મિશા ભાભી ને જોઈ ને " નિશાંત મસ્તી માં બોલ્યો.

" વો પહલા પહલા પ્યાર હે...
કિસી ઓર કા... " નિયા આદિ ને હેરાન કરતા બોલી.

" નિયા સોંગ તો સાચું ગા.
વો પહલા પહલા પ્યાર હે...
મેરા આવું સોંગ છે " તેજસ એ કહ્યું.

" હા પણ આમ તો આદિ નો પ્યાર કોઇ બીજું લઈ ગયું ને એટલે થાય ને કિસી ઓર કા " નિયા 😝 બોલી.

" સ્માર્ટ ગર્લ " મનન એ કહ્યું.

આ હસી મઝાક મસ્તી સાથે આજ નો દિવસ પતી ગયો.

બીજે દિવસે પણ એ લોકો એ બોવ મઝા કરી. ફોટો શૂટ પણ બોવ કર્યું. આજે એ લોકો દીવ માં આવેલો ફોર્ટ જોવા ગયેલા.

આખો દિવસ કેમનો પતી ગયો એજ ના ખબર પાડી એ લોકો ને.

રાતે દસ વાગ્યા ની બસ હતી એ લોકો ની.

બે દિવસ માં બોવ બધી મેમરી ભેગી કરી દિધી હતી. યાદો ને લઇ ને એ લોકો પાછા ઘરે જતા હતા.

મનન,આદિ, નિશાંત અને તેજસ સૂઈ ગયેલા. નિયા ને નીંદ આવતી નઈ હતી એટલે એ બારી ની બહાર જોતી હતી અને ઇયરફોન નાખી ને સોંગ સાંભળતી હતી. આદિ નિયા ની બાજુ માં જ બેસેલો હતો.

અચાનક આદિ ની આંખ ખુલતા એને જોયુ તો નિયા બારી ની બહાર જોતી હતી.

આદિ ને લાગ્યું એને હેરાન નઈ કરવી. પણ થોડી વાર પછી પણ નિયા બારી ની બહાર જોતી હતી.

આદિ એ નિયા નો ઇયરફોન ખેંચ્યો. એટલે નિયા એ એની સામે જોયું.

" શું છે ?" નિયા એ આંખ ના ઈશારા માં જ પુછી લીધું એ કંઈ ના બોલી.

" કેમ જાગે છે ? નીંદ નઈ આવતી ?" આદિ એ ધીમે થી પૂછ્યું.

કેમકે આદિ ની બાજુ માં નિશાંત બેસેલો હતો એ સૂતો હતો. અને એમની આગળ ની સીટ પર મનન અને તેજસ પણ સૂતા હતા.

" ના "

" કેમ ?"

" સૂઈ જા તું " કહી ને નિયા પાછી બારી ની બહાર જોવા લાગી.

આદિ એ સુવા ની ટ્રાય કરી પણ એને નીંદ ના આવી. એટલે પાછી નિયા ને બોલાવી.

નિયા ફોન માં કંઇક ટાઈપ કરતી હતી અને આદિ એ બોલાવી એટલે એને ફોન ઓફ કરી દીધો.

" શું કરે છે ?" આદિ એ પૂછ્યું.

" કઈ નઈ "

" કંઇક લખતી હતી ને ?"

" હમ"

" તો કહે ને શું લખતી હતી ?"

" કઈ નઈ. ટાઈમ પાસ કરતી હતી."

" તો મારે પણ વાંચવું છે એ શું લખ્યુ એ " આદિ એ કહ્યું.

" ના "

" સારું આદિ ને આ કહીશ. પણ મિયાન ને તો કહે "
આદિ ને ખબર હતી કે મિયાન ને નિયા ના નઈ કહે એટલે એને કીધું.

નિયા કઈ બોલી નઈ એને એનો ફોન આદિ ને આપી ને બારી ની બહાર જોવા લાગી.

આદિ ને લાગ્યું કઈક ટાઈમ પાસ હસે. પણ એને વાંચ્યું ત્યારે ખબર પડી એ નિયા ની વિશ લિસ્ટ હતી. અને અમુક વસ્તુ હતી લિસ્ટ માં જે આદિ ને કોઈ આઈડિયા પણ નઈ હતો કે આ વસ્તુ નિયા ની વિશ લિસ્ટ માં હસે.

આદિ એ વંચાઈ ગયા પછી નિયા ને ફોન આપ્યો.

" જલ્દી તારી બધી વિશ પૂરી થઈ જાય "

" હા... હા... મઝાક ના કર. આ ખાલી આ લિસ્ટ માં જ રહેશે. ક્યારે પણ પૂરી નઈ થાય. " નિયા હસતા હસતા બોલી.

" અને થાય તો ?" આદિ એ પૂછ્યું.

" તે વાંચી ને ? લાગે છે તને આમાં થી એક પણ વિશ પુરી થાય એવું ?" નિયા એ પૂછ્યું.

" થસે પૂરી. ટ્રાય કરતી રેજે તું "

નિયા કઈ ના બોલી.

" આમાં થી એક વિશ તો બસ થોડા જ મહિના મા પૂરી થઈ જશે " આદિ એ કહ્યું.

" કઈ ?"

" એ થસે ને એટલે તને કહી દઈશ" આદિ એ કહ્યું.

નિયા ને લાગતું હતું આદિ મઝાક કરે છે એટલે એને પુછ્યુ,

" તું મસ્તી કરે છે ને ?"

" ના "

" સાચું બોલ ?" નિયા ને હજી પણ સાચું નઈ લાગતું હતું.

" મન ની દોસ્તી ના સમ. થઈ જશે એટલે હું કહીશ તને "

" ઓકે. આઈ વિશ "

" આઈ પ્રે " આદિ બોલ્યો.

" આમાં છે ને એમાં થી એક પણ પુરી થાય એમ નથી. એ ખાલી વાંચવા માટે છે. " નિયા બોલી.

" છે અમુક જે પૂરી થઈ જશે બોવ જલ્દી "

" કેમની ?"

" એ કહીશ તને પૂરી થઈ ત્યારે. કે હવે આ લાઈન કેન્સલ કરી દે તારી વિશ લીસ્ટ માથી" આદિ એ કહ્યું.

" કેમ આમ બોલે છે ?"

" કેમકે ત્યારે એ વિશ તારી પૂરી થઈ ગઈ હસે " આદિ એ સ્માઈલ કરતા કહ્યું.

" પ્લીઝ સૂઈ જા તું. અત્યાર માં મસ્તી ના કર "

" કેમ આમ બોલે છે? જો તું નઈ કહે તો આ બધા ને જગાડી ને આ બુક એટલે કે આ જે લખ્યું છે એ વંચાઈશ. " આદિ બ્લેક મેઈલ કરતા બોલ્યો.

" ના એવું ના કરીશ. ડયુડ એમાં અમુક વસ્તુ એવી છે જે કોઈ દિવસ પોસિબલ નથી. અને અમુક છે એ મારે પોસીબલ નઈ થવા દેવી " નિયા એ કહ્યું.

" હવે પોસીબલ કરવી પડશે. હું નઈ કહેતો મિયાન કહે છે."

" પણ યાર... "

" હું પૂછતો પણ નથી નિયા તને કે તારી હા અને ના ની રાહ જોવી પડે " આદિ(મિયાન) એ કહ્યું.

" ઓકે " નિયા આગળ કઈ ના બોલી. પાછા ઇયરફોન નાખી ને સોંગ સાંભળવા લાગી.

પાંચ મિનિટ પછી,

એક ઇયર ફોન આદિ એ નિયા ના કાન માથી કાઢી નાખ્યો અને પછી પુછ્યુ,

" ઇયર ફોન શેર કરશે ?"

" હવે તે લઈ લીધો છે તો શું કામ પુછે છે ?"

" પૂછતો નથી બેબ. કહું છું કે ઇયર ફોન શેર કરવાં જ પડશે "

નિયા આદિ ના ગાલ પર ધીમે થી ઝાપટ મારતાં બોલી,
" બધા માં બ્લેક મેઇલ ના હોય "

" મેરી મરજી "

પાંચ મિનિટ પછી,

લગ જા ગલે કી ફિર... 🎼
યે હસીન રાત હો ના હો...🎶🎵🎶
સાયદ ફિર ઇસ જનમ મે 🎵
મુલાકાત હો ના હો.... 🎼🎵🎶

એ સોંગ આવ્યું.

એટલે,

" તું પણ આવા સોંગ સાંભળે છે ?" આદિ એ પૂછ્યું.

" આવા મતલબ ? નઈ ગમતું સોંગ આ "

" મસ્ત છે અને મારુ ફેવરિટ . પણ મને નઈ ખબર હતી તું જૂના સોંગ પણ સાંભળતી હતી "

" હા... હા... કોઈ ને નઈ ખબર " નિયા સ્માઈલ કરતા બોલી.

" મને ખબર છે "

" શું ?"

" કુછ રાઝ ?" આદિ એ કહ્યું.

" હમમ "

" સોંગ ની પ્લે લિસ્ટ ખરાબ નથી. " આદિ એ કહ્યું.

" હમ "

થોડી વાર પછી,

" પણ તું આ બુક વાળી વાત કોઈ ને ના કહીશ " નિયા એ અચાનક કહ્યું.

" પાક્કું, મન વાળી પ્રોમિસ" આંખ 😉 મારતા આદિ બોલ્યો.

" ઓહ્ આંખ મારતા પણ આવડી ગયું ?"

" આવડતું જ હતું તે આજે નોટિસ કર્યુ "

" સાચે ?"

" યેસ બેબ " આદિ નિયા ના ગાલ ખેંચતા બોલ્યો.

" ગાલ ના ખેંચ યાર "

" કેમ ? કઈ પ્રોબ્લેમ છે તને ?" આદિ મસ્તી મા બોલ્યો.

" હા "

" તો મને શું "

" વોટ ?"

"મારી મરજી " આદિ બોલ્યો.

" હુહ... " નિયા બારી ની બહાર જોતા બોલી.

" દિવાળી માં ક્યાં જવાની છે ? " આદિ એ પૂછ્યું.

" આમ તો સુરત. પણ મારે કઈક ફરવા જવું છે "

" તો બે દિવસ ફરી ને ના આવી ?"

" એમ નઈ "

" તો કોની જોડે જવું છે હે ... ? આદિ એ મસ્તી માં પૂછ્યું.

" એકલું. "

" કેમ ?"

" બસ એમજ "

" મિયાન ને પણ નઈ લઈ જાય " આદિ એક દમ માસુમિયત થી બોલ્યો.

" એને આવવું હોય તો હું ના નઈ કહી શકું "

" તો હું સાચે આવીશ. મસ્તી માં નઈ કહેતો " આદિ એ કહ્યું.

" આવજે મે ના કહ્યું જ નથી " નિયા બોલી.

" જોઈએ "

" હું અને રિયા જોડે જઈશું કદાચ. રિયાન એના ફ્રેન્ડ જૉડે જવાનો છે એવું કહેતો હતો. અને મમ્મી પપ્પા ને ફરવા નઈ આવવું "

" ઓહ્ તું અને રિયા એકલા... ઓહ્.. "

" બોલી લીધું તે ? " નિયા એ કહ્યું.

" મે ક્યાં કઈ ખોટું કીધું. નક્ષ ને લઇ જઈ શકે છે તું ?" આદિ મસ્તી મા બોલ્યો.

" મિશા આવી હતી નઈ દીવ માં તને મળવા"

" મિશા ને યાદ કરવી જરુરી છે ?" આદિ બોલ્યો.

" તો નક્ષ ને કેમ યાદ કરે છે ?"

" જીજુ નથી અમારા ?" આદિ મસ્તી માં બોલ્યો.

" ના નથી "

" તો કોણ છે ?"

" એ મને નઈ ખબર "

" ઓકે ઓકે "

એ લોકો ની કઈક વાત ચાલતી હતી ત્યારે થોડી વાર પછી આદિ એ કહ્યું,

" મન ની દોસ્તી મા થોડો ચેન્જ થવાનો છે હવે થોડા ટાઈમ માં "

" કેમનો ?"

" એ થસે ત્યારે કહીશ "

" આમ કોણ કરે ?"

" મિયાન " મસ્ત સ્માઈલ આપતા આદિ એ કહ્યું.

નિયા એ કઈ કહ્યું નહિ.

આદિ વાત ચેન્જ કરતા બોલ્યો,
" દિવાળી પર ફાઈનલ જવાનું છે એટલે ના નઈ કહીશ "

" જોઈએ "

" જોઈએ નઈ. રિયા અને રિયાન સાથે હું વાત કરી લઈશ"

" હજી વાર છે દિવાળી ની છે "

" બસ ખાલી દોઢ મહિના ની " આદિ એ કહ્યું.

" હા "

" આગળ ની મુલાકાત નો હવે ઈંતજાર છે" આદિ એ કહ્યું.

" ઓહ્... "

"સાચે કહું છું મસ્તી નઈ કરતો "

" કેમ પણ ?"

" એ જ્યારે મુલાકાત થશે ત્યારે ખબર પડી જ જસે " આદિ એ કહ્યું.

" ના બોલ ને "

" તને નઈ સમજાય "

" તું સમજાવી દે તો " નિયા એ કહ્યું.

" નિયા મહિના પછી ખબર પડી જસે. વિચાર નઈ બોવ "

" તારે ના કહેવુ હોય તો ના કહીશ " નિયા બારી ની બહાર જોતાં બોલી.

" અરે આમ કોણ કરે બેબ...
કીધું ને પછી કહીશ તને પાક્કું "

" ઓકે "

" અમુક વાત એનો ટાઈમ આવે ત્યારે જ કહેવી જોઈએ. એમ મને પણ એ ટાઈમ ની રાહ છે. " આદિ એ કહ્યું.

" અને સાચો ટાઈમ આવે જ નહિ તો ?"

" કીધું ને તને એક મહિના પછી આવી જસે. "

" ઓકે. ત્યાં સુધી તું ભૂલી જસે વાત ને " નિયા એ કહ્યું.

" નઈ ભૂલી જઈશ મારી માં "

આમ એ લોકો ની બે દિવસ ની દીવ ની ટ્રીપ વિચાર્યા કરતા પણ વધારે જોરદાર રહી.

બે દિવસ પછી ,

નિયા એની મમ્મી સાથે વાત કરતી હતી. ત્યાં એના મમ્મી એ કહ્યું,

" નિયા તું સુરત મા જોબ લઈ લે ને "

" કેમ ?"

" કેમકે તું બસ થોડા જ વર્ષ અમારી પાસે છે એટલે "

" કેમ આમ બોલો છો તમે ?"

" બેટા ક્યારેક તો તારા ઘરે જવું પડશે ને "

" આ મારું જ ઘર છે હું કઈ નઈ જવાની "

" બેટા તું ક્યારે સમજસે "

" મમ્મી આપડે પછી વાત કરીએ " નિયા ને આ ટોપિક પર વાત કરવી નઈ હતી.

નિયા દરરોજ રાતે જાનવી દીદી સાથે વાત કરતી અને પછી જ સૂઈ જતી. પણ આજે એ દી ને મળવા નઈ ગઈ એટલે દીદી નિયા પાસે આવ્યા.

નિયા ગેલેરી મા બેસેલી હતી એને દીદી રૂમ માં આવ્યા એ પણ ખબર ના રહી. જાનવી દીદી એ જોયું તો નિયા કઈ વિચારો મા ખોવાયેલી હતી.

" નિયા...."

જાનવી દીદી નો અવાજ સાંભળી ને નિયા વિચારો માથી બહાર આવી ને રૂમ માં આવી.

" દીદી શું થયું ? તમે ઠીક તો છે ને ?" નિયા બોલી.

" હા "

" લાગતું નથી સોના "

" દી હું ઠીક જ છું "

" ચલ હું માની લવ. પણ આ બેબી પણ પૂછે છે આજે માસી મને મળવા કેમ ના આવ્યા ?" પેટ પર હાથ રાખતા દીદી બોલ્યા.

નિયા હસવા લાગી.
" સોરી બેબી. કાલ થી આવીશ ભૂલ્યા વગર "

" શું વિચારતી હતી નિયા તું ?"

" દીદી મમ્મી ... "

નિયા એ એની મમ્મી સાથે જે વાત થઈ એ કહી.

" નિયા તું ના વિચાર બોવ. ટાઈમ આવસે ત્યારે બધું થઈ જ જશે "

નિયા કઈ બોલતી નથી.

" તે જેવો વિચાર્યો હસે એના કરતાં સારો જ મળશે "

" મળે પછી ખબર એ "

" હા. પણ હજી બે ત્રણ વર્ષ પછી મેરેજ કરજે "

" વોટ ?"

" બેબી ને તારા મેરેજ માં ડાન્સ ના કરવો હોય ? એ તારા મેરેજ ની રાહ જોતું હોય અત્યાર થી અને પછી તું એના મોટા થવાની રાહ જ ના જોવે તો... "

" હા સમજી ગઈ હું "

" ચલ સૂઈ જા હવે. ગુડ નાઈટ "

નિયા થોડી વાર માં સુઈ ગઈ.

બાર વાગ્યા હસે ત્યાં રિયા ના ફોન આવ્યો.

" બોલ ?"

" સૂતી છે ?" રિયા એ પૂછ્યું.

" ના બીચ પર ફરું છું. આવવું છે તારે ?"

" એ બસ ... ખોટું ના બોલ બોવ "

" કેમની આટલી રાતે મને યાદ કરી"

" હું અને રિયાન મેગી ખાતા હતા એટલે યાદ આવી ગઈ "

" તો રિયાન ક્યાં છે ?"

" મેગી ખાય છે " રિયા એ કહ્યું.

" આપ એને ફોન"

" સ્પીકર પર રાખું છું. " રિયા એ કહ્યું.

" પાર્ટનર ક્યારે આવે છે સુરત ? " રિયાન એ કહ્યું.

" આવવું તો હતું પણ ઈચ્છા નઈ થતી હવે. કોઈ મારા વગર મેગી ખાય છે એટલે "

" સોરી નિયા પણ બોવ જ ભૂખ લાગી હતી અમને બંને ને. પણ તારી જોડે મેગી ખાવાની મઝા જ કઈ અલગ છે "

" કેમ રિયા એ મેગી સારી નઈ બનાવી હતી ?" નિયા એ પૂછ્યું.

રિયા અને રિયાન બંને હસવા લાગ્યા. પછી રિયાન એ કહ્યું,

" નિયા કોક તો હવે બોવ બદલાઈ ગયુ છે. પ્યાર માં. ભૌમિક સિવાય કંઈ દેખાતું નથી એને "

" થાય થાય" નિયા એ કહ્યું.

" મેગી પણ મારે બનાવવી પડી. એ મેડમ તો ... " રિયાન કઈ બોલે એ પેલા રિયા એ કહ્યું,

" નિયા રિયાન માટે વાત ચાલુ જ છે ફોરમ સાથે "

" એ કોણ ?"

" જો રિયાન ની હા હસે તો આપડા ભાભી અને ના હસે તો કોઈ બીજા ના "

આ સાંભળી ને નિયા હસવા લાગી.

" હજી મળવા પણ નઈ ગયો હું એને "

" જઈ આવજે "

" એ બધું મૂકો. આપડે ફરવા જવાનું હતું એનું શું થયું ?" રિયાન એ કહ્યું.

" પણ તું તો તારા ફ્રેન્ડ જોડે જવાનો હતો ને ?" નિયા એ પૂછ્યું.

" હા પણ નઈ જવાનું કેન્સલ થઈ ગયું. હવે તમારી જૉડે આવીશ " રિયાન એ કહ્યું.

" આદિ પણ આવવાનો કહેતો હતો "

" તો તો મઝા આવસે નિયા ને હેરાન કરવામાં " રિયાન બોલ્યો.

" રાજસ્થાન જઈએ આપડે "

" જયપુર " નિયા બોલી.

" એ જ હવે પણ "

" તું આદિ ને પુછી જોજે ?" રિયા એ કહ્યું.

" શું ?"

" એ મગજ. એને રજા ક્યારે થી છે એમ "

" હા સારું "

થોડી વાર એ લોકો એ વાત કરી પછી નિયા સૂઈ ગઈ.

એક અઠવાડિયા પછી,

નિયા આદિ ને પૂછવાનું જ ભૂલી ગઈ હતી. રાજસ્થાન વાળું. આજે રિયાન એ પાછું કહ્યું એટલે એને યાદ આવ્યું.

રાતે ફ્રી થઈ ને નિયા એ આદિ ને ફોન કર્યો,

" બોલો ને મોહતરમાં "

" ક્યાં હાલ હે જનાબ આપકા ?" નિયા એ પૂછ્યું.

" મસ્ત. પણ આજે આટલી બધી ખુશ કઈ વાત થી છે ?" આદિ એ પૂછ્યું.

" ખુશ પણ નઈ રહેવાનું ?"

" આપ ખુશ હિ રહા કરો " આદિ એ કહ્યું.

આદિ સાથે વાત મા નિયા ને ભુલાઈ ગયું કે કઈ વાત માટે એણે આદિ ને ફોન કયો હતો એ.

એ વાત યાદ આવતા નિયા બોલી.

" યાર તે વાત ભુલાવી નાખી જે માટે ફોન કર્યો હતો એ "

" લો બોલો. આવા ને આવા કામ કરો " આદિ એ કહ્યું.

" રિયા રાજસ્થાન જવાનું કહે છે "

" તો ચાલો મને કોઈ પ્રોબ્લેમ જ નથી " આદિ એ ખુશ થતાં કહ્યું.

" તને કઈ વાત થી પ્રોબ્લેમ છે ?" નિયા એ પૂછ્યું.

" બેબ મને મૂકી ને એકલી ફરવા જસે એ વાત નો "

" ઓહ્... "

" ઓહ્ નઈ મને દુઃખ થસે તું એકલી ફરવા જસે તો " આદિ એ કહ્યું.

" તને કે મિયાન ને ?"

" બંને ને "

" ઓહ્ સાચે ?"

" યેસ "

" તું મને કહી દેજે આવશે કે નઈ તું એ " નિયા એ કહ્યું.

" કાલે ફાઈનલ કહી દઈશ "

" ઓકે "

" ગુડ નાઈટ " આદિ એ કહ્યું.

" હમ " કહી ને નિયા એ ફોન મૂક્યો.

આદિ જસે કે નઈ ટ્રીપ પર ?

મન ની દોસ્તી મા થોડો ચેન્જ થવાનો છે હવે થોડા ટાઈમ માં આવું કેમ આદિ એ કહ્યું હસે ?