Mind and work - mental work in Gujarati Human Science by Nehul Chikhaliya books and stories PDF | મન અને કામના - મનોકામના

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

મન અને કામના - મનોકામના



આજે હું એવા વિષય સાથે આપની સમક્ષ રજૂ થયો છું જે તમને વાંચતા કદાચ કંટાળા જનક લાગે પણ , રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી છે, ના ગમતી વસ્તુ હંમેશા ફાયદાકારક હોય છે ,જેમ કે આપણે બીમાર થઈ ત્યારે સારવાર માં અપાતી દવા કડવી હોય છે ,પણ આપણા માટે ફાયદાકારક હોય , સત્ય હંમેશા કડવું હોય છે એવું કહેતા તમે કેટલા લોકો ને સાંભળ્યા હશે ,અર્થાત્ જ્યાં ઉપદેશ લેવાની વાત આવે ત્યારે આપણું ચંચળ મન એ સત્ય ને એ વાત ને સ્વીકારવા માટે તૈયાર હોતું નથી .અત્યાર ની વાસ્તવિકતા જ એ છે કે લોકો ને ઉપદેશ દેવો ગમે છે પણ ઉપદેશ લેવો નહિ , આ બધી જ ચંચળતા આપણા મગજ ની દેન છે તો એ જ મન ની વાત તમારી સાથે શેર કરવા નો પ્રયત્ન કરીશ, મારી એવી “ મનોકામના “ છે કે તમને મારી કહેલી વાત વાંચતા આનંદ થશે .

“ મનોકામના “ એટલે શું? મનોકામના એ બે શબ્દ થી બનેલો છે ,મનો એટલે કે “મન” , અને કામના એટલે કે “ ઈચ્છા “ અહી બંને શબ્દો ને ભેગા કરીએ તો મન ની ઈચ્છાઓ એટલે કે મનોકામના .

આપણી સુંદર મજાની પૃથ્વી માં મનુષ્ય નિર્મિત બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ નું બીજારોપણ પહેલાં આપણા મગજ માં જ થયું છે .જેમ ક સાત અજાયબી ,મોટી ઇમારતો , જીવન જરૂરિયાત ની મશીનરી , કાર , બાઈક ,રસ્તા ,રોબોટ ઇત્યાદિ વસ્તુ ,… કે જે પણ કુત્રિમ વસ્તુ નું ઉત્સર્જન કર્યું છે એ બધી જ વસ્તુ પહેલાં મગજ માં બની છે ત્યારબાદ એમને બહારની દુનિયામાં બનાવવામાં આવી છે , માણસજાત એ બનાવેલી સુંદર અને ભયાનક વસ્તુ નું બીજ પહેલાં મગજ માં જ ઉદભવ્યું છે .

માનવી એ બનાવેલા વિનાશકારી હથિયાર ,પરમાણુ બોમ્બ , અણું બોમ્બ , જૈવિક હથિયાર ઇત્યાદિ માનવ જાતિ ના વિનાશ નું કાવતરું પેલા આપણા જ મન માં બનાવેલું છે ,કોઈ પણ આધુનિક ઉપકરણ ના બે પહેલું હોય , એક જે માનવ માટે ઉપયોગી થાય ,અને એમનું બીજું પહેલું એ ઉપયોગી ઉપકરણ માનવ જાત ના અંત માટે નું કારણ પણ બની શકે ,માટે આપણે એ ઉપકરણ નો સારી રીતે ઉપયોગ કરીએ એ માટે આપણા મન ના વિચારો સ્વસ્થ અને તંદુરસ્ત હોવા જોઈયે .
યોગ વિદ્યા માં એક પ્રચલિત કહાની છે ,જેમના દ્વારા મનોકામના વિષે વિસ્તૃત માં જાણી શકાશે .તો વાત એમ છે કે એક વાર એક માણસ ચાલતો જતો હતો ,ચાલતા ચાલતા એ માણસ સ્વર્ગ માં પહોંચી ગયો , સ્વર્ગ ની ભવ્યતા એમની પ્રકૃતિ , વાતાવરણ માં ની શાંતિ જોઈ ને એ મંત્રમુગ્ધ થઈ ગયો ,સતત ચાલ્યા કરતા હોવાથી એમને થકાન થવા લાગી ,તો એમને થોડે દૂર એક ઝાડ દેખાયું આસપાસ માં એ એક જ છાયડા નો સ્ત્રોત હોવાથી ત્યાં આરામ કરવાની નક્કી કર્યું ,થકાન હોવાથી અને ઠંડક નો અનુભવ થવાની સાથે જ ગાઢ નિંદ્રા માં સુઈ ગયો ,
થોડાક સમય પછી જ્યારે આ નિંદ્રા માંથી જાગ્યો ત્યારે થાક ઉતરી જતાં ભૂખ નો અહેસાસ થવા લાગ્યો ,એમને મન માં વિચાર્યું કે શીતળ છાયા માં જમવાનું હોય તો એમની સમક્ષ જે જે એમને ખાવા માટે વિચાર્યું એ બધું જ એમની સમક્ષ હાજર થઈ ગયું ,એમને નવાઈ લાગી ,પણ ભૂખ્યો માણસ સવાલ ના કરે માટે એ ભોજન કરવા લાગ્યો , પેટ માં અન્નનો દાણો ગયા પછી તાજગી નો અહેસાસ થયો ને ફરી વિચાર આવ્યો કે પીવા માટે શરાબ, પાણી ,ઠંડા – પીણાં મળી જાય તો સોના પર સુહાગુ થઈ જાય ,ત્યાં તો એમને જે વિચાર્યું એ એમની સામે હાજર થઈ ગયું , એ પીઇ ને જ્યારે એ બેઠો થાક ઉતરી ગયો ,જમવા માટે ભોજન મળ્યું, પીવા માટે પીણાં મળ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે આ બધું ક્યાંથી આવે છે ? આજુબાજુ “ ભૂત” તો નથી ને ?? ત્યાં તો ભૂત પણ હાજર થઈ ગયું , એ …ખૂબ ડરી ગયો , અને વિચારવા લાગ્યો કે હવે ભૂત મને મારશે ત્રાસ આપે તો જેવું વિચાર્યું એવું થવા લાગ્યું ,ફરી વિચાર આવ્યો કે હવે ભૂત મને મારી નાખશે ,તો એવું જ થયું ને એ માણસ નું મૃત્યુ થયું , માણસ નું મન બંદર ( monkey ) જેવું છે ,યા તો તમે સાંભળ્યું હશે કહેતા કે આ માણસ તો બંદર જેવો છે ,બંદર ની આપણી સાથે કેમ ???? કારણ કે બંદર ની બે પ્રકાર ની પ્રકૃતિ છે ,એક કે તે સતત હલનચલન કરે છે અને બીજું છે નકલ એમ આપણું મન પણ બંદર જેવું જ છે અશાંત ,ચંચળ ,અને નકલ કરવા વાળું ,એટલે આપણી સરખામણી બંદર સાથે થાય છે ,થોડીવાર પહેલાં આનંદ નો અહેસાસ કરતો માણસ , પોતાના મોત નું કારણ પણ એ ખુદ જ બન્યો , ખરેખર એ વ્યક્તિ “ કલ્પવૃક્ષ “ ની નીચે બેઠો હતો .
એમને વિચાર્યું ભોજન વિશે તો ભોજન મળ્યું ,પીવા માટે વિચાર્યું તો પીવાનું મળ્યું ,ભૂત વિષે વિચાર્યું તો એમને ભૂત દેખાયા ,એમને પ્રતાંદિત કે ત્રાસ વિશે વિચાર્યું તો એમને એ ભોગવવા નું થયું , એમને મોત વિશે વિચાર્યું તો મોત મળ્યું , આ વાર્તા પરથી મારો કહેવાનો અર્થ એ છે , એક સારી રીતે સ્થપાયેલું મન ,સચેત અને સંતુષ્ટિ નો અહેસાસ કરતો વિચાર “ કલ્પવૃક્ષ “ કહી શકાય .જો આપણા મન ને સંગઠિત કરીને એક નિશ્ચિત સ્તર પર જો સ્થિર કરી શકીએ તો બાકી ની પ્રણાલી એમની જાતે જ વ્યવસ્થિત થશે , આપણું શરીર આપણી ભાવના , આપણી ઊર્જા શરીર ના ચાર આયામ , આપણું ભૌતિક શરીર , આંતરિક મન ,ભાવના ,આપણી મૌલિક જીવન ઊર્જા જ્યારે એક ચોક્કસ દિશામાં થઈ જાય ત્યારે આપણે જે ઈચ્છિયે તે હાસિલ કરી શકીએ , આપણા કામ માં મદદરૂપ થાય ,અને જો કશું જ ના કરો તો પણ આપણી ઈચ્છા ઓ પૂરી થઈ શકે ,જો આપણે આ ચાર મૂળભૂત આયામ માં આપણા મન ને કોઈ ચોક્કસ દિશા માં સ્થિર રાખતા શીખી જાય અને એમને એ જ સ્થિતિ માં રાખીએ તો આપણે ધાર્યું કામ કરી શકીએ ,પણ આપણું મન ચંચળ પ્રકૃતિ ધરાવે છે , જે થોડીક થોડીક ક્ષણે પોતાનો વિચાર બદલ્યા કરે છે ,માની લો તમે કોઈ રસ્તા પર જાવ છો ; એ કદમ કદમ પર જો પોતાનો રસ્તો બદલ્યા કરે તો આપણું મંજિલ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય , આપણે મન ના વિચારો ને સ્થિર કરવાની સાથે આપણા બુનિયાદી ચાર આયામ ને એક જૂથ કરીને જો એક દિશા માં સ્થિર કરતા શીખી જાય તો આપને ખુદ “કલ્પવૃક્ષ “ છીએ .

આપણે જે ઈચ્છિયે છીએ એ બધી જ વસ્તુ , વ્યક્તિ ,આપણને મળી જાય તો શું આપને ખુશ રહી શકીશું???બધું જ મળી જાય તો એ ખુદ ને અંત તરફ લઈ જાય છે ,જ્યારે તમે શારીરિક, માનસિક , ભાવનાત્મક , મૌલિક ઊર્જા એ ચારેય જીવન ના મૂળભૂત આયામ જ્યારે સચેત અને કોઈ ચોકકસ દિશા માં ના હોય ત્યારે એ બધી જ વસ્તુ આપણા અંત નું કારણ બને છે. પણ અત્યારે આપણા મન ની સમસ્યા એ છે ? કે એ દરેક સમયે બદલ્યા કરે છે , જ્યારે આપણે એટલા કાબિલ બની જાય ત્યારે જરૂરી છે કે આપણા બધા જ આયામ એક જ દિશા માં હોય ,અને જો આપણે એવું નહિ કરી શકતા તો આપણે આત્મ વિનાશકારી બની જાય છી .જે વસ્તુ થી આપણું જીવન આનંદમય અને સરળ બનવું જોય , એ જ આપણી સમસ્યાનું મૂળ બની ગયું છે .જે આપણા માટે વરદાન સમાન હતું એ જ અત્યારે શ્રાપ બની ગયો છે .

લાખો વર્ષો ના સમયાંતર માં માણસો એ પોતાની સુખ અને સુવિધા માટે અથાક મહેનત કરી છે , પરંતુ એ જ આપણા માટે સમસ્યા રૂપ બની ગયું છે , આવું એટલા માટે થાય છે ! કે આપણે સચેત મન અને પૂરી શ્રદ્ધા સાથે કામ નથી કરતા , મન ને વ્યવસ્થિત અને તંદુરસ્ત કરવાનો મતલબ એ છે ? કે કોઈ પણ વસ્તુ કરવા ખાતર કર્યા કરતા આપણે એમને જાગૃત અને પૂરી શ્રદ્ધા સાથે કરીએ .

આપણે કેટલી વાર જોયું હશે કે ! કોઈ માણસ જે માંગે એ એમને મળી જ જાય ?એવું એટલે બને છે કે ? તે માણસ પોતાનું કામ પૂરી શ્રદ્ધા અને ઈમાનદારી થી કરે છે .માની લો તમે” એક ઘર બનાવવા માંગો છો ;તમે વિચાર્યું કે ઘર બનાવવા માટે ૫૦ લાખ રૂપિયા ની જરૂર છે પણ તમારી પાસે તો ૫૦ હાજર જ છે ????તો આપણે વિચારશું કે નહિ થાય આપણાથી નહિ થાય …….સાચું ને …….પણ જ્યારે આપણે એવું કહી છી કે નહીં થાય! ત્યારે આપણે એ વસ્તુ ની જરૂર નથી એવું કહી રહ્યા છીએ એવું કહી શકાય . આપણે એક બાજુ એવું વિચારીએ છીએ કે મારે એ વસ્તુ ની ઈચ્છા છે જ્યારે બીજી તરફ આપણે જ એવું કહીએ છીએ કે મારે એ નથી જોઈતું ,ત્યારે આપણા મન ની આ અસમંજસ માં કદાચ આપણી વસ્તુ ના થઈ શકે .

કોઈ માણસ ભગવાન કે મંદિર માં શ્રદ્ધા રાખે છે ,જે શુદ્ધ અને સરળ મન ધરાવે છે ,શ્રદ્ધા હંમેશા એમના માટે જ કામ કરે છે,જે ઊંડાણ પૂર્વક અને વધુ વિચારવા વાળા વ્યક્તિ માટે શ્રદ્ધા ક્યારેય કામ કરતી નથી .નાના બાળક જેવું મન ,કે જે સંતૃપ્ત, નિષ્કપટ અને નિસ્વાર્થ ભાવ ધરાવતો માણસ પોતાના કોઈ પણ ભગવાન કે મંદિર માં સરળ શ્રદ્ધા સાથે જો ભગવાન પાસે પ્રાર્થના કરે કે, મને ખબર નથી કઈ રીતે કરશો પણ તમારે એ મારા માટે કરવું જ પડશે ,તો એ કાર્ય ભગવાન અવશ્ય સફળ કરશે . મન માં બીજા વિચારો ને સ્થાન આપ્યા વગર જેવા કે એવું થશે , આવું નહિ થાય,કંઈ રીતે કરશું , એવા વિચારો ને શ્રદ્ધા દ્વારા હટાવીને એમને વિશ્વાસ છે કે ભગવાન આપણું એ કાર્ય કરશે ,ત્યારે માનશો નહિ તમે પણ ….ખરેખર એ કાર્ય થશે જ .તો સવાલ એ થાય કે ભગવાન આપણું કાર્ય કરવા આવશે ?? ……. આપણું કાર્ય કરવા ભગવાન આવે કે ના આવે પણ એ કાર્ય કરવા માટે નું નિશ્ચિત મન અને ઊર્જા જરૂર આપે છે .

જીવન આપણા ઈચ્છિત મુજબ ચાલે તો આપણે સુખ ની અનુભૂતિ કરીએ છી ,અને જો આપણા ઈચ્છા મુજબ જીવન ના ચાલે તો આપણે દુઃખી છીએ ,જો આપણે સુખમય જીવન જીવવાની કલ્પના કરતા હોય તો આપણા વિચારો , આપણું મન સચેત અને એમની દિશા ચોકકસ હોય અને એમાં ખર્ચ થતી ઊર્જા નો માપદંડ નક્કી કરશે કે એ કાર્ય પૂર્ણ થશે કે એ માત્ર આપણા વિચાર વિચાર જ રહેશે……. શું થશે ? શું નહિ? આપણા થી થશે કે નહિ થાય? એ વિચારવા નું કામ આપણું નથી , આપણું કામ છે કે આપણે દ્રઢ વિશ્વાસ સાથે વિચાર કરીએ અને વસ્તુ મેળવવા માટે મહેનત કરવાનું છે .

આપણને સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે. આપણે શું જોઈ છે ,જો આપણે સ્પષ્ટ રીતે વિચાર્યું જ નથી કે આપણે શું જોય છે ? તો આપણે એમને કઈ રીતે બનાવી શકીશું?? માનવજાત સુખી થવાનું વિચારે છે આજુબાજુ નું વાતાવરણ પણ સુખમય હો આનંદ અને પરમાનંદ કહી છી .ય એવું આપણે ઇચ્છીએ છીએ,જો એ આપણા શરીર માં હોય તો “સેહત અને સુખ” કહીએ છીએ,જો આપણા મનમાં હોય તો “શાંતિ અને ખુશી” કહીએ છીએ ,અને એ જ વસ્તુ જો આપણી ભાવનામાં હોય તો “પ્રેમ અને કરુણા” કહી છી ,અને જો એ આપણી ઊર્જા માં હોય તો “ આનંદ અને પરમાનંદ” કહી છી .માનવજાત ની તલાશ નો મહત્વ નો મુદ્દો જ એ છે કોઈ પણ કામનો અંત એમના માટે ની અંતર ખુશી, અને બાહ્ય ખુશી માટે જ માનવજાત સતત પ્રયત્નશીલ રહે છે ,

શાંતિપૂર્વક માણસ , આનંદમય માણસ ,પ્રેમ કરનાર માણસ ,બધાં જ સ્થર પર સુખદ માણસ બનવા માંગતા હોય તો દ્રઢ સંકલ્પ ,એમના માટે ની મહેનત,સચેત મન બનાવીને જો કાર્ય કરીએ તો આપણે એક સુખદ અને શાંતિ મય જીવન બનાવી શકીએ છીએ ,

દરરોજ સવારે જો આપણે દિવસ ની શરૂઆત એ વિચાર સાથે કરીએ ,આજે હું જ્યાં પણ જઈશ જે પણ કરીશ એ શાંતિપૂર્વક , પ્રેમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરીશ ,જો આ પ્રમાણે કામ કરવામાં નિષ્ફળતા પણ મળે તો શું થયું ? ચારેય આયામ પર વિજય મેળવનાર માણસ નિષ્ફળતા ની સિડી બનાવીને સફળતા તરફ ડર્યા વગર આગળ વધે છે , એ નિષ્ફળતા ને સબક માનીને પોતાના જીવનમાં ઉમેરી દે છે ,

જો આપણે ખુદ ને સારા બનાવવા માંગતા હોય તો દ્રઢ સંકલ્પ કરો ,દ્રઢ સંકલ્પ થી આપણું મન વ્યવસ્થિત થઈ જશે ,અને જો મન વ્યવસ્થિત થઈ જાય ( અહી મન વ્યવસ્થિત એટલે સારા વિચાર )જ્યારે આપણા વિચાર અને ભાવના એક થઈ જાય ત્યારે આપણી ઊર્જા પણ એક જ દિશા મા વ્યવસ્થિત થઈ જશે ,જ્યારે આપણા વિચાર ,ભાવના ,ઊર્જા વ્યવસ્થિત થઈ જશે ત્યારે આપણું શરીર વ્યવસ્થિત થઈ જશે , જો આપણે આ બધું જ કરવા સક્ષમ થઈ જશું તો આપણે ઈશ્વર પાસે માગવું નહિ પડે એ દરેક વસ્તુ જેમની આપણે “મનોકામના” કરીએ છીએ એ આપણને હશિલ થશે ,

હું એવી આશા રાખું છું કે આપણે બધાં આ ચારેય રચના આયામ ને વશ માં કરીને એક અદભુત” રચનાકાર “ બનીશું નહિ કે એક અધૂરી “રચના”.
“” કંટાળાજનક લાગે તો માફ કરજો પણ આપણા માટે જાણવું આવશ્યક છે , હું આશા રાખી શકુ કે અત્રે ઉપસ્થિત કરેલી રચના તમને ખૂબ ગમશે અહી આપેલી માહિતી થી તમારા જીવન માં ઉમેરીને સુખદ અને શાંતિપૂર્વક જીવન જીવવામાં મદદ રૂપ બને એવી મારી “મનોકામના “ છે .“”…….. (Nick patel ).

“One cannot live a peaceful life without the imagination, the attentive mind, the determination, the spirit, and the energy for it “.
~Nick patel .