UNTOLD THING - 12 in Gujarati Fiction Stories by DAVE MITAL books and stories PDF | વણકેહવાયેલી વાતો - ૧૨

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

વણકેહવાયેલી વાતો - ૧૨

અમે લોકોએ જયેન્દ્ર ના અઢીસો કરોડ રૂપિયા લઈ તેનો ઉપયોગ લોકોની ભલાઈ માટે વાપરવાનું નક્કી કર્યું. પણ કેવી રીતે કરશું તે સમજાતું કોઈને નોતું. તેનો રસ્તો મિત્તલ ગોતી લેશે એમ કહી બીજા દિવસે મળવાનું નક્કી કરી છુટા પડ્યા હતા.


હવે આગળ.....


બીજે દિવસે હું, ઢીંગલી, અબ્દુલ, શિવાય બધા પેરીના ઘરે આવ્યા. પેરી મોટા ભાગે તો મયંક ના ઘરે જ રહેતી. પણ ક્યારેક તે અહીં તેના ઘરે આવી જતી. નાઝિયા અને આશિષને લઈ પ્રયાગ પણ આવી ગયો. મયંક તો ત્યાં અમારી પેલાં હતો.
આમ તો મયંક, પેરી, નાઝિયા અને પ્રયાગનું ઘર નજીક નજીક જ છે. બધા પૈસાવાળા હોવાથી પોઝ એરિયામાં એમના ઘર છે. પેરીનું ઘર તે બધામાં ચડિયાતું છે. શાનદાર બંગલો કહી શકાય. તેનું ઘર આમતો ૧૫ માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે છે. પણ એક ફ્લોર પર એક જ એપાર્ટમેન્ટ. અને તેમા પણ અંદર થી બીજાં માળે ચડી ને જઈ શકો તેવી રીતે દરેક ઘર બે માળના તેના ઘરમાં જીમ, પ્રાથના ઘર, અને સ્ટડી માટે પણ અલાયદો રૂમ છે. અલગ અલગ દેશ માંથી મંગાવેલ એન્ટિક વસ્તુઓથી ઘર સુશોભિત કરવામાં આવેલ હતું. ડઝનેક જેટલા તો નોકર હશે, પેરીનાં બધા કામ કરવાં માટે. પેરી કોઈ રાજકુમારી હોય તેવી રીતે અહીં રાજ કરી શકે. પણ આવડા મોટા ઘરમાં તે નોકરો સાથે સાવ એકલી! અને એટલે જ તે અહીંની જાહોજલાલી છોડીને મયંકના ઘરે પોતાનું કામ જાતે કરતી. અને બધાની સાથે હસતાં રમતાં રેહતી.
બધા આવી ગયાં પછી મેં વાત કરવાની ચાલુ કરી.
મિત્તલ: જુવો બધાં, મેં બધું વિચારી લીધું છે. તે પ્રમાણે હવે આપણા બધાની ડ્યુટી બદલાઈ જશે. પેલાં વેલા આશિષ તું એક ખુબ જ સારો ડોકટર છે એટલે આજથી તું બધી હોસ્પિટલ સંભાળીશ. એટલે કે હવે ક્યાંય પણ હોસ્પિટલના સ્કેમ થાય કે દર્દી પાસેથી વધારે ફી પડાવતા હોય તો તે બધું રોકવાની જવબદારી તારી. તે માટે તારે જેટલા માણસો જોતાં હોય તેટલા લોકોને તું રોકી શકે છે. પણ માણસો હું ગોતીશ. અને બીજે ક્યાંય પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે સાવ નજીવી ફિઝ સાથે હોસ્પિટલ ખોલી રહ્યા હોય તો તેમને મદદ કરીશ.
હવે પેરી તું, તું પણ સારી ડોકટર છે જ. પણ તારામાં તારા ધર્મને લીધે સંવેદના ખુબ વધારે છે. એટલે આજથી તું અનાથ બાળકો અને વિકલાંગો ને સંભાળીશ. જેટલા અનાથ આશ્રમ અને વિકલાંગ આશ્રમનું ધ્યાન તું રાખીશ. કોઈ પણ આવા આશ્રમમાં કંઈ પણ ખોટું થતું હોય તો તું રોકિશ. અને આવા લોકો માટે વધારે આશ્રમ બનાવા પડે તો તું બનાવ.
નાઝિયા તું, એવી જ રીતે વૃદ્ધો અને માનસિક રીતે અસ્થિર લોકોને સાચવીશ.
પ્રયાગ તું લૉયર છે તો તું કોર્ટમાં એવો કોઈ પણ કેસ હોય જે ખોટા લોકોનો પક્ષ લેતો હોય એવુ લાગે તો તું તેને અટકાવિશ. અને જે લોકો કેસ કરવાથી ડરતા હોય પણ પોતે સાચા હોય તો તું એમની હિંમત બનીશ અને તેમને ન્યાય અપાવીશ.
મયંક, તું એજ્યુકેશન ને સંભાળીશ. જેવું આપણે હમણાં જોયું પેલાં વિદ્યાર્થિઓ સાથે તેવું ક્યાંય પણ થતું દેખાય તો રોકવાનું કામ તારું. તું ભવિષ્ય નો ટીચર બનવાનો છે. તારે નવી રાહ બધાને દેખાડવાની.
શિવ, તું તો મસ્ત ખેપાની છે. એટલે તને જવાબદારી સરકારી ઓફિસરો ની સોંપી રહી છું. જો કોઈ પોતાના પદનો ખોટો ઉપયોગ કરે તો તું તેને તેની સાચી જગ્યા બતાવી દેજે.
અને અબ્દુલ તારે પણ હેલ્પ કરવાની છે. તારે આપણા આ રાજ્યમાં ઝેરી શરાબ અને ડ્રગસ ને આવતાં રોકવાંનું. તારી ગેંગ ની એવી છાપ ઊભી કરી નાખ કે કોઈ તમારી વિરુદ્ધ જઈ ન શકે.
અને આની સિવાય હજી પચાસ કામો છે. પણ આટલાં મુખ્ય છે. તે પેલાં કરવાના છે.

શિવાય: બસ મિત્તલ, શ્વાસ તો લઈ લે. કેટલું બોલે છે તું! અને તે જે કાઇપણ કહ્યું તે અશક્ય છે. એવું થઈ શકશે નહી.

મિત્તલ: અરે! ટ્રાય કર્યા વગર એમ તું કેવી રીતે બોલી શકે!!

મયંક: મિત્તલ, શાંત. થોડુક ચિલ કર. અમને કામ કરવામાં કાઈ વાંધો નથી. પણ દર વખતે જીતીશું એવું કોણે કીધું. એક સાદો કેસ જીતવામાં આપણને બે મહિના થયાં. આ બધું કરવામાં કેટલો સમય લાગશે! સમય તો ઠીક આપણે ક્યારેક તો હારીશું ત્યારે શું?

મિત્તલ: તો કોણ આપણને ફાંસીએ ચડાવી દેશે! આપણી પાસે પૈસા છે અને આપણે બીજાની મદદ કરવા નો જુસ્સો અને તાકત બંને છે. હારી ગયા તો પાછો પ્રયત્ન કરશું. પણ હિંમત નથી હારવાની.

પેરી : અબ્દુલ, તું મિત્તલને સવારે શું ખવડાવી અહીં લાવ્યો છે! બધાંને કામ આપી દીધા તું શું કરીશ?

પ્રયાગ: અને હજી એક વાત, મિત્તલ, આપણી પાસે ખાલી ૨૫૦ કરોડ છે. આવી રીતે કરશું તો તે બે મહિનામાં ખાલી થઈ જશે. ત્યારે શું કરશું?

મેં ઢીંગલી સામે જોયું. પેરીએ પોતાના બે નોકરોને ઢીંગલી સાથે રમવા માટે મુકી દીધા હતા. તે કાલી ઘેલી ભાષા માં પેલાં બંને સાથે વાતું કરી રહી હતી. પેરી પાસે પોતાના જુના ઘણા રમકડાં સાચવેલા હતા. તેનો ઢગલો આજે હોલમાં કરવામાં આવ્યો હતો. મેં બધાં તરફ ફરી ધ્યાન આપ્યું. અને મને પુછાયેલા સવાલોનો જવાબ આપવા લાગી.

મિત્તલ: એમાં શું મોટી વાત છે! આપણો શિવ છે ને! જેમ આ પૈસા લઈ આવ્યો તેમ બાકીના પૈસા પણ લઈ આવશે. અને પેરી, મેં સૌથી મોટું કામ કરવાનુ વિચાર્યું છે. હું બે કામ કરીશ એક તો પર્યાવરણ ની જાણવણી અને હું પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરીશ. દર વખતે શિવ મદદ નહી કરી શકે. મારી જેટલી પણ આવક થશે તેના પચાસ ટકા આપણા આ NGO ને દઈ દઈશ. એટલે પછી ભવિષ્ય માં ચિંતા નહી. એટલા માટે હવે હું મારું અત્યારનું આ કામ છોડી રહી છું. અને મેં હવે નક્કી કર્યું છે કે હું કૉલેજ પણ એક્સટર્નલ કરીશ. હું ખુબ કમાતી ન થાવ ત્યાં સુધી શિવ મદદ કરશે.

નાઝિયા: યા ખુદા! આ તો ક્યાં સુધી પહોંચી ગઈ!! મિત્તલ, થોડોક બ્રેક લગાવ અમે તારી સાથે છીએ. એનો અર્થ એ નથી કે તું જે બોલે તે બધું સાચું થઈ જાય. મિત્તલ, મનેે, ઈન ફેકટ અમને બધાને પુરો વિશ્વાસ છે કે તું એક સારી બિઝનેસ વુમન બનીશ. પણ તે તું કેટલામાં પ્રયત્ને બનીશ. તે કોને ખબર છે. બિઝનેસ માટે ઘણું બધું વિચારવું પડેે, ઘણા કામ શરૂ કર્યા પેલાં કરવાં પડે. અને અત્યારે તારા પ્રોજેક્ટ ને લીધે આવી સરસ આવક થતી હોય અને સાવ એમ જ તું મુકી ન શકે. પછી શું કરીશ તું? અમારી હેલ્પ તો લઈશ નહી.

મિત્તલ: મને ખબર હતી તું આ પૂછીશ એટલે એનો જવાબ મેં પેલાં જ વિચારી લીધેલો. હું જીજુ ની કંપની માં કામ કરીશ. અને અનુભવ મેળવીશ. તેમની કંપની અત્યારે નુકશાન માં ચાલી રહી છે. જો હું તેમની કંપનીને નફા તરફ લઈ ગઈ તો હું કંઈપણ કરી શકીશ,- એટલે બિઝનેસ કરી શકીશ. એની માટે મારે એમને ખાલી મળવાનું છે. મયંક, જીજુ ઘરે ક્યારે હોય??

મયંક: અમે પણ સાંજે બધાં સાથે જમીએ. ત્યારે તેઓ ઘરે હશે જ.

ત્યાં એક છોકરી આવી અને પેરી ને કેહતી હોય તેમ બોલી, "મેમ, ફુડ ઈઝ રેડી."

પેરી: અરે હા! અહીં જ લેતી આવ. અને મિત્તલ ની ખીર પણ લેતી આવજે.

નાઝિયા: ફુડ અત્યારે? જમવાનું બગડશે!

પેરી : અરે મિત્તલ, અબ્દુલ, આ શિવ ને બધા પેલી વાર ઘરે આવતાં હતાં એટલે કાઈક નાસ્તો બનાવડાવવાનું મન થયું. તો મેં કટલેસ અને બટેટા વડા બનાવડાવ્યા. અને મિત્તલ આવી તો પોતાની સાથે ખીર નો મોટો ડબ્બો લઈને આવી હતી. તો તેને થોડીક વાર ફ્રીઝ માં મુકી દીધી. તમે બધા આવી જાવ પછી કાઢશું અને ખાશું. અને થોડો ઘણો નાસ્તો જ છે કાઈ જમવાનું નહી બગડે.

મયંક : વાહ પેરી તું તો ખુબ જ સારી છો. આઈ લવ યુ....

મયંકને ખાવાનો કાઈક વધારે જ શોખ છે. એટલે એને તો મજા આવી. ત્યાં જ બે નોકરો મોટી ટ્રોલી માં બધું લઈને આવ્યા. અને ડિશ માં સર્વ કરવા લાગ્યા.

પ્રયાગ: પણ મિત્તલ, આ ખીર કઈ ખુશી માં છે? તને શું લાગ્યું મીઠા મોઢા સાથે નવા કામની શરૂઆત કરવાનું કહીશ તો અમે કોઈ ના નહી પાડીએ!!

હું કંઈ કહુ એની પેલાં શિવાય બોલી ગયો, "આનો જવાબ હું આપું. આજે મિત્તલને ખીર બનાવતાં જોઈને મેં આજ કીધેલું તો મને એણે કીધું કે અબ્દુલની ઈચ્છા થઈ છે ખીર ખાવાની એટલે મિત્તલે બનાવી. અને શું બનાવી છે! હું તો સવાર માં જ બે વાટકા પી ગયો. તો મિત્તલને થયું કે અહીં આવાનું છે તો બધાં માટે લઈ જઈએ. એટલે તમે બધા પણ આ અમૃત પીણાં ના ભાગીદાર બન્યા છો."

મયંક: વાહ શિવ! વાહ! શું બોલ્યો છે તું! આ સાચે અમૃત પીણું છે. પણ ખુબ જ સ્વીટ.
મયંકે ખીર ખાતા કહ્યું તેની વાત સાંભળી બધા હસ્યા. તો મયંકે અબ્દુલને બોલાવતા કહ્યુ,
"યાર અબ્દુલ, તું પણ ફરમાઈશ કરે છે!! અમને તો એમ હતું કે તને તો કોઈ પત્થર પણ આપી દે તો તું તે પણ કંઈ બોલ્યાં વગર ખાઈ લે."
અબ્દુલ ખાલી જરાક હસ્યો. કશું બોલ્યો નહી. તેણે ખીર તો લઈ લીધી પણ કટલેસ કે બટેટા વડા ખાતો નોતો.

એટલે મેં એને કીધું, "ખાઈ લે અબ્દુલ. આપણી ફ્રેન્ડનું ઘર છે. અહીં આપણો પુરો હક બને." તેણે ખાલી હા માં માથુ હલાવ્યું.
મેં પેલાં નોકરો ને કહયું, "જેણે પણ આજે આ નાસ્તો બનાવ્યો છે એમને કહેજો કે સરસ બન્યો છે. બધાં મસાલા સપ્રમાણ છે. "
તે બંને ખુશ થઈ ગયા. અને મને સામે કહ્યું, "સ્યોર મેમ. થેન્ક યુ મેમ ફોર યોર કોમ્પ્લીમેન્ટ."
મેં પણ સામે સ્મિત ફરકાવ્યું.

અબ્દુલ કશું બોલતો ન હતો અને ચૂપચાપ ખાતો હતો એટલે બધાને આશ્ચર્ય થયું.
નાઝિયા: શું થયુ અબ્દુલ? તારે ક્યાંય બીજે જવાનું છે કે પછી બીજા કોઈ કામનુ ટેન્શન છે? જ્યારથી આવ્યો છે ત્યારથી કશું નથી બોલ્યો! આમ પણ તું ઓછું બોલે છે અને આજે તો બોલવાના સમયે પણ નથી બોલતો. કાઈ થયુ છે??

અબ્દુલ : મેં ક્યાં બોલું!! મેં અભી ભી શોકમે હું. મુજે લગા થા કી મિસ દવે કોઈ છોટે કામ કરને કે બારેમે સોચેગે. ઉન્હોને તો યહાં આકર પુરા બોમ્બ ફોડ દિયા! મુજસે કેહ દિયા કિ મુજે અબ ડ્રગસ માફિયા કો રોકના હૈ!! ઔર ભી બહોત કુછ. મેં એક ગુંડા હું. પોલિસ નહી હું. સમજમે નહી આ રહા કિ કૈસે કરુંગા!!

મને આશ્ચર્ય થયું મેં તરત એને કીધુ, " લે અબ્દુલ! તે જ તો કાલે કીધું કે હું બધું કરી શકીશ. ભુલ થશે તો હું ભુલમાંથી શીખીશ. તે જ કાલે મને હિંમત આપી અને આજે પોતે આવુ બોલે તો હું બીજા બધાને કેમ મનાવીશ!

અબ્દુલ: નહી મતલબ, મેં કામ કરને સે મના નહી કર રહા. મેં સિર્ફ સોચ રહા હું કી કૈસે કરુગાં. મેં આપકી બાત નહી ટાલ સકતા. મેં જરૂર પુરી કોશિશ કરુગા આપકી ઉમ્મીદો પે ખરા ઉતરને કે લીયે.

બધાં વિચાર માં પડી ગયા. અબ્દુલ બોલ્યો તો પણ મારા પક્ષમા.

પ્રયાગ: તું ચૂપ જ બરાબર હતો. ખોટો તને બોલાવડાવ્યો! એક તો તે એમ કહી દીધું કે અમારે બધાએ મિત્તલને સાથ આપવો જોઈએ અને બીજું એમ કહ્યું કે હવે આગળનું વિચારો. ના ના પાડવા કરતા કામ કેવી રીતે થશે તે વિચારો!

આશિષ: સાચી વાત છે. કેહવાય ને કે જે ઓછું બોલતાં હોય તે જયારે બોલે તો સંત વાણી કરે. બોવ પાકો છે અબ્દુલ તું!!!

હું ખુશ થઈ ગઈ. હું ઢીંગલીને ખાવા માટે બોલાવતી હતી તો પેરીએ ના પાડી અને કહ્યું, "મિત્તલ, મહેરની ચિંતા ન કર. તેને તે બંને નાસ્તો કરાવી દેશે."
તો મેં પણ મારો નાસ્તો ફટાફટ પુરો કરીને ઊભી થતાં કહ્યું, "તો હવે નક્કી જ છે કે તમે બધા સાથ આપી રહ્યા છો. તો એક વાત હંમેશા યાદ રાખજો. આપણે બીજુ કશું કરી શકીએ કે નહી એનાથી મને કોઈ ફર્ક નથી પડતો. પણ જ્યાં જઈએ, જેને મળીએ તેને બે વસ્તુ શીખવાડવાની છે. એક પ્રમાણિકતા અને બીજુ માણસાઈ! માણસ પ્રમાણિક બનશે તો ખોટા કામ નહી કરે. અને માણસાઈ હશે તો બીજાને સારું કામ કરવામાં મદદ કરશે.

બીજી બે વાત આપણે યાદ રાખવાની છે. અત્યારે આપણે બધા ખાલી સ્ટુડન્ટ છીએ કોઈ ઊંચો હોદ્દો નથી કે પછી કોઈ સારી પદવી નથી મેળવી લીધી. પણ આ કામ કર્યા બાદ તમને એમ કયારેય ન લાગવું જોઈએ કે તમારે લીધે બીજા ના ઘરમાં રોટલા બને છે. તમે મદદ કરી એટલે તે આટલી સારી જિંદગી જીવે છે. કોઈના માં પણ ઈગો જેવી વસ્તુ ન આવવી જોઈએ. હંમેશા ડાઉન ટુ અર્થ જ રહેવાનું. આપણા આઠને લીધે આ ફ્રેન્ડસ્ ગ્રુપ NGO છે તે વાત સાચી. પણ એનું અભિમાન નથી કરવાનુ. આ કામ નાઝિયા તું સારી રીતે કરી શકીશ. કોઈના માં કયારેય જરાક પણ ઈગો દેખાય તો તારે તેને રોકી લેવાનો. આગળ વધવા જ નહી દેવાનું..

નાઝિયા: એ માટે તો સેહલો રસ્તો છે કે આપણે માલિક નહી નોકરિયાત બની જાઈએ.

મિત્તલ: વાહ! શું આઈડ્યા આપ્યો છે! આજથી તમે બધા, સાથે હું પણ, આ ગ્રુપના પેહલા કર્મચારીઓ છીએ. હું બધાને ઓફિશ્યલી અપોઈન્ટ કરું છું. તમે બધા તમારી જોબ કરવી હોય તો કરો નહિ તો મુકી દેજો. બધાને સેલેરી પણ મળશે. અને હવે બીજી મુખ્ય વાત. આપણે ફ્રેન્ડસ્ ગ્રુપ છીએ તે વાત કોઈને ખબર પડવી ન જોઈએ. કોઈને ખબર પડે તો આપણા દુશ્મન વધે. એમ તો બધાને ખબર હશે કે આ કામ ફ્રેન્ડસ્ ગ્રુપ દ્વારા થયુ છે પણ ફ્રેન્ડસ્ ગ્રુપમાં કોણ છે તે કોઈને ખબર ન હોવી જોઈએ. જેથી આપણી સાથે આપણા પરિવારો પણ સુરક્ષિત રહશે.
અને હજી એક વાત...

શિવ: હવે સમજાયું કે તું હંમેશા ડીબેટ કેવી રીતે જીતે છે! કેટલું બોલે છે!! યાર અમે બધી વાત ધ્યાને રાખીશું. તું ચિંતા ન કર.

મેં એકદમ ગંભીરતાથી કહ્યું," શિવ આ જરૂરી છે. પ્લેન નો નિયમ છે. જયારે તેમા એવુ લાગે કે કોઈ દુર્ઘટના થવાની છે. તો તે લોકો એવી જાહેરાત કરે કે પેલાં તમારી સુરક્ષા પેટી બાંધો પછી બીજાને મદદ કરો. આ નિયમને આપણે દરરોજ અમલમાં મુકવાનો છે. કયારેય પણ ઉત્સાહમાં આવીને બીજાની મદદ કરવા માટે ગાંડાની જેમ દોડીને જવાનુ નથી. તમે સુરક્ષિત હશો તો બીજાને મદદ કરી શકશો. કયારેય પણ ઉતાવળમાં નિર્ણય નથી લેવાનો. ખુબ મગજ વાપરીને કામ કરવાનુ. અમુક બાબત માં પ્રેક્ટિકલ થવું પડે તો કાઈ વાંધો નથી. બસ આટલુ જ કેહવુ હતું. હવે જેને જે કેહવુ હોય તે કહો. પણ મારી આ વાતોને ગાંઠ બાંધી રાખવાની છે. પ્લીઝ..."

આશિષ: મિત્તલ ની વાત સાચી છે. ડોન્ટ વરી અમે બધાં આ વાત નું ધ્યાન રાખશું.

બધાએ સંમતિ દર્શાવી. બધાના મોઢા પર મારી વાત સાથે જોડાયા હોય તેવા ભાવ હતા. એટલે મને પણ લાગ્યું કે હવે બસ છે.
એટલે મેં મયંક ને કહ્યું, "મયંક, સાંજે જમવા આવી છીએ હો. ઘરે કેહવાનું ભુલી ન જતો. તો ચાલો આપણે સાંજે મયંકના ઘરે ડિનર પર મળીએ. મારે હજી બે જગ્યાએ પ્રોજેક્ટ ચાલું છે. તો ત્યાં જવાનુ છે. અને જલ્દી કામ પુરું કરીશ તો જીજુની ઓફીસ જલ્દી જવાશે. હું જાઉ છું. ઢીંગલી અહીં રહશે. બરાબર ને પેરી?"

પેરી: હા મિત્તલ, ભલે રહી.

બધાં બેઠા હતા અને શાંતી થી ખાતા હતા ત્યા હું ઊભી થઈ જવા લાગી પ્રયાગ ટીવી ઓન કરવાં માટે રિમોટ લેવા માટે ઊભો થયો. બરાબર તે જ વખતે મને આંખ માં અંધારા છવાવા લાગ્યાં. મને આગળ કાઈ દેખાતું નહોતું. તેને લીધે હું પોતાનું બેલેન્સ ન રાખી શકી. હું રીતસર પડી ગઈ. માથું જમીન સાથે ભટકાતા પ્રયાગે બચાવી લીધું. હું પડી ત્યારે સોફા પાસે જ પ્રયાગ હતો. તે મને જોઈ ગયો કે હું સરખું ચાલતી નથી. તે હજી મારી પાસે આવી કહેવા જાતો હતો ત્યાં હું પડી એટલે તેણે તરત મોટો ઢેકડો મારી મારું માથુ પકડી લીધું અને સાથે મને પણ. બધાં તરત ઊભા થઈ ભાગીને મારી પાસે આવ્યા. પ્રયાગ અને અબ્દુલે મને પકડીને તરત સોફા પર સુવડાવી દીધી. અને પેરી એ બધાં પંખા ચાલું કર્યા અને એસી પણ ફુલ કરી નાંખ્યું. જેથી મને વાંધો ન આવે.

આશિષ મારી પાસે આવ્યો અને બોલ્યો, "મિત્તલ, આમ જો મારી સામે. બધું બરાબર દેખાય છે? મારો અવાજ સંભળાય છે?"
મેં ખાલી હા મા માથું હલાવ્યું. તો એણે પૂછ્યું, " ગોળ ગોળ ફરતું કાઈ દેખાતું નથી ને?"

હું ઊભી થતાં બોલી, "નહી નહી હું ઠીક છું. એતો મારો પગ ગાલીચા માં ફસાઈ ગયો એટલે પડી. બાકી કંઈ નથી થયું."

બધાએ રાહત નો શ્વાસ લીધો.
શિવાય: આ ઘર અજાણ્યું છે તારી માટે. નીચે જોઈને ચલાયને. ક્યાં ધ્યાન હોય છે!
ત્યાં ઢીંગલી પણ મારી પાસે આવી મને પડતા તેણે પણ જોઈ. તે ડરી ગઈ અને મારો હાથ પકડતાં બોલી,"મમ્મી "

હું સમજી ગઈ એટલે મેં એના માથા પર હાથ ફેરવતાં કહ્યુ, "કાઈ નથી થયું દિકરા, તારી મમ્મી એકદમ ફિટ એન્ડ ફાઈન છે." અને ઢીંગલીને મારી પાસે બેસાડી દીધી.

અબ્દુલ અને નાઝિયા બંને નું ધ્યાન ગાલીચા પર પડ્યું. બંને ગંભીર થઈ ગયાંં.

અબ્દુલ: મિસ દવે, આપ જૂઠ બોલ રહે હૈ!

નાઝિયા: આ ગાલીચો સાવ નીચો છે. જો તું આ ગાલીચા ને લીધે પડી તો તું શું આટલો પગ પણ ઊંચો ન કરી શકી?

પ્રયાગ: એક મિનિટ. મેં મિત્તલને પડતા જોઈ હતી. તે પીઠ ના બળે પડી. જો તારો પગ ગાલીચા માં ભરાય તો તારું મોઢું નીચે હોવું જોઈએ. તું તો સીધી પડી!!

બધાં મારી સામે એકધારું જોતાં હતાં. એટલે મેં મારી ભુલ કબૂલી લીધી. મેં સાવ ધીમા અવાજે કહ્યું, "હા, મને થોડીક વાર માટે આંખ આગળ અંધારા છવાઈ ગયા હતા. મને એમ લાગ્યું કે મારી સામે એક મોટી કાળી દિવાલ છે અને હું તેની સાથે ભટકાઈ ગઈ. મારું બેલેન્સ ન રહ્યુ. અને પડી ગઈ.

પેરીએ તરત પોતાના એક નોકર ને બોલાવતાં કહ્યું, "સાંભળ, જલ્દી થી લીંબુ શરબત લાવ."

આશિષ: મિત્તલ ખોટું શું કામ બોલી? પોતાનું ધ્યાન કેમ નથી રાખતી? એટલા બધાં ચક્કર આવી ગયાં તો પણ બોલતી નથી!
આશિષ હજી મારી પાસે નીચે બેઠો હતો તેને દુર ખસેડતા નાઝિયા મારી પાસે આવી.

નાઝિયા: આશિષ બે મિનિટ. મારે મિત્તલના પગ જોવા છે.
અને મારા પગમાંથી મોજડી કાઢવા લાગી.
કોઈ મારા પગને અડે તે મને ન ગમે એટલે મેં તરત મારો પગ ખેંચતા નાઝિયાને રોકી અને બોલી, "શું કરવુ છે તારે? ખાલી પગ જોવા છે ને ખમ હું કાઢી દઉ છું."
અને મેં મારા પગમાંથી મોજડી અને મોજા બંને કાઢ્યા. મારા પગ જોઈને નાઝિયા ગુસ્સે થઈ ગઈ. મારા પગના પંજા સોજી ગયાં હતાં. આખા જાડા થઈ ગયા હતા.
નાઝિયાએ તરત પેરી ને કહ્યું, "પેરી જલ્દી થી ગરમ પાણી નું મોટું ટબ મંગાવ. જેમાં પગ બોળી શકાય."
અને પછી અબ્દુલ અને શિવાય ને ખીજાતી હોય તેમ બોલી, "તમે બંને આખો દિવસ શું કરતા હો છો!! મિત્તલ ના પગ આટલા બધાં સોજી ગયાં છે અને તમને કોઈને ખબર પણ નથી. આપણે જેમની સાથે રહેતા હોય તેનું પણ ધ્યાન રાખવાનું હોય ખાલી પોતાના માં પડ્યા ન રેવાય. મિત્તલે જ ઠેકો લીધો છે તમારા બધાનું ઘ્યાન રાખવાનું!

શિવાય: યાર, પણ તે ઘરે ટકે તો ને! આખો દિવસ તો બહાર જ હોય છે. અમને ક્યાંથી ખબર પડે!

મયંક: પણ આટલુ બધું કેમ થઈ ગયું તે જ સમજાતું નથી!

આશિષ: મિત્તલ તારું ડેઇલી રૂટિન કેતો.

નાઝિયાએ મારી જેગીન્સ ઊંચી કરી અને જોયું તો મારા બંને પગ ના પીંડી ઉપર પણ સોજા ચડી ગયા હતા. હવે અબ્દુલ અને શિવાયને નાઝિયાનો ગુસ્સો સમજાયો. અબ્દુલને આ વાત નો ખુબ ધક્કો લાગ્યો. તેણે કયારેય વિચાર્યું નોતું કે મારી હાલત આવી થઈ ગઈ હશે. તે બે ડગલા પાછળ ખસી ગયો. નાઝિયાએ પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવી લીધો. અને પેરીને કહ્યું, "પેરી તલ નું તેલ."

અબ્દુલ ખુબ દુઃખી અવાજ માં બોલ્યો, "નાઝિયા મેમ, મુજે માફ કર દીજિયે. મુજે લગા કી મેં જલ્દી ઠીક હો જાઉગા તો મિસ દવે કો મેરા કામ નહી કરના પડેગા. ઈસ લિયે મેં અપને આપ કો જલ્દી ઠીક કરને કે બારેમે સોચા કરતા થા. મેને કભી નહિ સોચા કી મિસ દવે ઇતને તકલીફમે હોંગે. "
નાઝિયા કંઈ બોલી નહિ. ભગવાનનો એટલો પાડ કે આજે મને જેગિન્સ પહેરવાનું સૂઝ્યું. જેને લીધે નાઝિયા સરળતાથી ઊંચું કરી શકી. જો મેં જીન્સ પહેર્યું હોત તો મારી પાસે કપડાં બદલાવડાવ્યા હોત!
બે નોકરો મોટું ટબ લઈને આવ્યા. અને પાછળ એક સ્ત્રી નોકર લીંબુ શરબત લઈ આવી. મારા પગ જેવા મેં પાણી માં બોળ્યા. મારા મોઢા માંથી ચીસ નીકળી ગઈ. પાણી ગરમ હતું એટલે નહી પણ પગ દુખતા જ એટલા બધાં હતા.
પ્રયાગ: આટલા બધા પગ સુજી ગયા છે તો લીંબુ શરબત ન પીવાય. તે શરબત મને આપી દે. અને મિત્તલ માટે કોઈ ફ્રુટ જ્યુસ બનાવ.
આટલુ કહી તેણે તે છોકરી પાસેથી શરબતનો ગ્લાસ લઈ લીધો. અને તેને મોકલી દીધી. પેરી અને નાઝિયા બંને મારા પગ પર તેલથી માલિશ કરવા લાગ્યા. મને આ જરાય પસંદ નોતું. પણ હું જો કાઈ બોલી તો બધાં મને જ ખીજાશે. એટલે હું ચૂપ હતી.

આશિષ: મિત્તલ, મેં તને કાઈક પૂછ્યું હતું. તું એટલું બધું શું કરે છે કે પગની આવી હાલત થઈ ગઈ!!!

મિત્તલ: ઓકે, સાંભળ. સવારે સાડા ચાર વાગે ઊઠીને કરાટે પ્રેક્ટીસ પછી છ વાગે પાછા આવીને નાસ્તો અને બપોર નું લંચ બનાવું. અને પછી...
"એક મિનિટ મિત્તલ, તું સવારે વહેલા ઊઠીને દરરોજ દોઢ કલાક કરાટે પ્રેક્ટીસ કરે છે!! પણ આપણે તો દરરોજ સાંજે બે કલાક ડાન્સ પ્રેક્ટીસ કરતાં હોઈએ છીએ. તું આટલી બધી એક્સરસાઇઝ કરે!!! તો આમા પગની દશા આવી જ થાય ને!" પ્રયાગ મારી વાત વચ્ચે કાપતાં બોલ્યો.
મયંક: અને ખાલી પગની નહી, હાથની પણ! એનો હાથ જુઓ, કેવો ઢીલો થઈ ગયો છે!
મારા હાથની આંગળીઓ પોતાના હાથમાં લેતાં બોલ્યો.

શિવાય: મિત્તલ આ સાઈન સારી નથી. તું આવી રીતે કરીશ તો તારા સ્નાયુ જલ્દી ઢીલા થઈ જશે. કયારેક વચ્ચે આરામ પણ દેવાનો હોય. પાછી હમણાં પેલાં જયેન્દ્રની પાછળ પણ એટલી હેરાન થઈ. એને લીધે જ વધી ગયું.

પ્રયાગ: પણ મિત્તલ, તું તો પેલાં પણ આટલું કામ કરતી હતી. તો વધી શું ગયું? અબ્દુલની તબિયત સારી ન હતી એટલે. કે પછી મહેર ને પણ સાચવાની હોય એટલે??

મિત્તલ: ના ના, ઉલ્ટું થયુ. શિવ ઘરે રહેવા આવ્યો તો તેણે અબ્દુલ અને ઢીંગલી બંનેની જવાબદારી લઈ લીધી. તો હું બહારનું કામ જ કરતી રહી. ઓલું ઢીંગલી ને ખવડાવવા માટે, તેને સુવડાવવા માટે હું પણ સમયસર જમતી અને આરામ કરી લેતી. પણ તે બધું અટકી ગયું. બીજુ કંઈ નથી. બે દિવસ માં પગ સારા થઈ જાશે. બસ, નાઝિયા અને પેરી ઘણી માલિશ થઈ ગઈ. હું જાવ હવે.. પ્લીઝ..

નાઝિયા: જા પણ એક શરતે, આપણે બધાં કાલથી એક વિક માટે પિકનિક પર જઈ રહ્યા છીએ. કોઈને કાઈ પણ કામ કરવાં હોય તે આજના દિવસમાં કરી લો. કોઈને કૉલેજ ચાલુ હોય એવુ કાઈ નથી ને?

પેરી: ના કોઈને નથી. મિત્તલ, તારે આરામ ની સખત જરૂરિયાત છે. એટલે એક વિક બધાં માટે રજા હશે તો જ મિત્તલ પણ આરામ કરશે.

મિત્તલ: અરે શું રજા!! કેટલું બધું કરવાનુ છે એમ રજા પર વયા જાશું તો કેમ ચાલે?!

શિવ: મિત્તલ તે જ હમણાં કહ્યું હતું કે પેલાં પોતાનું ધ્યાન રાખવાનું પછી બીજાનું. તું સાજી નહી હોય તો અમારા બધાનો મોરલ સપોર્ટ તૂટી જાશે. બ્રેક લઈ લે.

મિત્તલ: ઓકે. પણ આજના કામ તો કરી આવુને. આજે આપણે લંચ પણ નથી બનાવ્યું.

પેરી: સરસ ચલો. તું કામ પતાવી અહીં જ પાછી આવજે. અહીં જમી લેજો. મયંક નું ઘર અહીંથી નજીક પણ પડશે. ખોટું હેરાન ન થવું. અને તારે તારી મહેરને સાથે લઈને જાવાની છે. અબ્દુલ, તું પણ સાથે જા. અને સમયસર એને પાછો લેતો આવજે.

અબ્દુલે ખાલી હા પાડી. એટલે હું કપડાં સરખા કરી જાવા માટે તૈયાર થઈ ગઈ. મેં અબ્દુલ સામે જોયું. તેની આંખમાં ભારોભાર પસ્તાવો દેખાતો હતો. તે મારી સામે આંખ મિલાવ્યા વગર બોલ્યો, "મિસ દવે, માફ કર દીજિયે. આપકી સુરક્ષા કી જિમેદારી મેરી થી. મેં નહી કર પાયા. "

મિત્તલ: હવે ગાંડો ન બન. મારા પગ કાઈ કપાઈ નથી ગયાં કે હું મરી નથી ગઈ. તારો કાઈ વાંક નથી. હું જ બેજવાબદાર બની ગઈ. હવે ચાલ, આ લોકો નો ઈરાદો ફરી જાય એની પેલાં.

અબ્દુલ: આપ હંમેશા મરને કી બાત ક્યું કરતે હૈ?!

મિત્તલ: અને મેં કેટલી વાર કીધુ છે કે બી પ્રેક્ટીકલ. એમ બોલવાથી કાઈ ન થઈ જાય.

અબ્દુલ: એક મિનિટ, નાઝિયા મેમ, પેરી મેમ, આપને નોટિસ કિયા. યે પિકનિક કે લિયે બડે આસાની સે માન ગયે. આપકો કુછ અજીબ નહી લગા.

બધાં વિચારવા લાગ્યા. અબ્દુલ ની વાત સાચી હતી. હું હસી. મારા મોઢા ઉપરનું સ્મિત જોઈ અબ્દુલ પણ હસ્યો.

મયંક: અબ્દુલ, તને ખબર છે ને કે મિત્તલના મગજ માં શું ચાલી રહ્યું છે!

અબ્દુલ: મિસ દવે હમે કોઈ એસી જગહ લે જાયેંગે જહા પે યે સારે કામ હો સકે. વો કોઈ વીલેજ મેં જાને વાલે હૈ.

આ સાંભળી બધાંને પેલાં આશ્ચર્ય થયું પણ પછી બધાં હસી પડ્યા. આશિષ મારી પાસે આવતા બોલ્યો, "તું નહી સુધરે. અમારી ગાંડું મિત્તલ!!!"

હું પણ હસતાં બોલી, "મારે સુધરવું ન પડે એટલે જ તો રાજકોટ થી મુંબઈ આવી. હવે જો તમે લોકો મને બદલવાની ટ્રાય કરશો તો હું અહીંથી પણ ભાગી જાઈશ."

શિવાય: જા જ્યાં ભાગીને જાવું હોય ત્યાં. અમે બધી જગ્યાએ તારી પાછળ આવશું.

આ સાંભળી હું ખુશ થઈ ગઈ. હું ત્યારે તો અબ્દુલ અને ઢીંગલી સાથે નીકળી ગઈ. મને સમયસર અબ્દુલ પેરીના ઘરે પાછો લઈ આવ્યો. ઘરે જમીને મને દવા આપી જેથી મને શરીર દુખતું બંધ થાય.

સાંજે મયંકના ઘરે ડિનર માટે પહોંચી ગયા. મયંક, નાઝિયા અને પ્રયાગ નું ઘર એક જ સોસાયટી માં સામ સામે છે. રો હાઉસ તરીકે ઓળખાતી સોસાયટીમાં તેમના ઘર છે. સાદા સરળ પણ ખુબસુરત. મેં સીધી જ જોસેફ જીજુ સાથે વાત કરી.

મિત્તલ: જુઓ જીજુ. મારી પાસે એક બીઝનેસ ડીલ છે. તમારી કંપની અત્યારે લોસ માં ચાલી રહી છે. તમે આમ પણ નાદાર થવાના છો. તો મને તમારી કંપનીની જવાબદારી છ મહિના આપી દો. હું તેને ખાલી નુકશાન માથી બહાર નહી કાઢું પણ તેને નફા તરફ લઈ જઈશ. જો હું સફળ થઈ ગઈ તો વધુ છ મહિના સાચવી લઈશ. અને એક સારી ઊંચાઈ તરફ લઈ જઈશ. અને નિષ્ફળ ગઈ તો આમ પણ તમારી કંપની બંધ જ થવાની છે. તો શું ફર્ક પડશે.

મારી વાત સાંભળી જીજુ હસ્યા. અને મને સામે પૂછયું, "બદલામા તારે શું જોઈએ છે? તું મારી માટે કાઈ કરે તો હું માની શકું કે તે દિલથી કે પ્રેમને લીધે કર્યુ હશે. પણ મારી કંપની માટે કરી રહી છે તો સામે શું જોઈએ છે?!"

મિત્તલ: વધારે કશું નહી. બસ તમારી કંપની નું નામ. હું એક્સપોર્ટ બિઝનેસ માં જંપલાવાનું વિચારી રહી છું. હું ખાખરા બહાર બીજા દેશોમાં જ્યાં તેની માંગ વધારે હોય ત્યાં વેચવા માટે મારે તમારી કંપની નું નામ જોઈએ છે. મારી નવી કંપની ઉપર કોઈ ભરોસો કરે નહી. અને બીજી બધી ડોક્યુમેન્ટ પ્રોસેસ માંથી નીકળતા ખુબ વાર લાગશે. બસ આટલુ જ.

જીજુ: તને ખબર છે ને કે મારી કંપની છેલ્લા પચાસ થી પણ વધારે વર્ષ જુની છે. આ કંપની ઉપર બધા ભરોસો આરામથી કરશે.

મિત્તલ: પચાસ નહી. પુરા ૬૫ વર્ષ! તમારા દાદાએ આ કંપની ના પાયા નાખ્યાં હતાં. અને તેને આગળ તમારા પપ્પા લઈ ગયા. તેમના મૃત્યુ પછી તમે સાચવો છો. પણ તમને કશું આવડતું નથી. તમારી કંપની ઉપર હજી સુધી ભરોસો તમારા પપ્પા ને લીધે ટકી રહ્યો છે. જો તમારી આ એક બ્રાંચ બંધ થશે. તો એની અસર તમારા બધા ધંધા પર પડશે. બધી ફેક્ટરીઓ, ઓફિસિસ બધું ધીમે ધીમે તમારા હાથમાંથી સરકી જશે. એની કરતા મારી ઉપર વિશ્વાસ રાખો. હું તમારી છાપ ખરાબ નહી થવા દઉં.

હું એકદમ મક્કમતાથી, પુરા આત્મવિશ્વાસથી બોલી હતી. મને મારી ઉપર વિશ્વાસ હતો. સુઝેન દીદીને મારો આત્મવિશ્વાસ ગમી ગયો. તેમણે હા પાડવાનું કહ્યું. જીજુએ પોતાના વકિલ ને બોલાવી પાવર ઓફ એટર્ની મારા નામે કરી દેવાનું કહ્યું. મેં એમાં ખાસ મારી શરત અને પગાર તરીકે મને દર મહિને દસ હજાર રૂપિયા મળશે તેવું લખવાનું કહયું. જીજુએ ના પાડી કે એટલા ઓછા પૈસા થોડી હોય. મારી કંપની ના મેનેજર નો પગાર પચાસ હજાર છે. તું તો માલિક બનવા જઈ રહી છે. તારો વધારે હોવો જોઈએ- એવુ એમનું કેહવુ હતું તો એમનું માન રાખવા માટે મેં વીસ હજાર કરી નાખ્યા. તે હજુ વધારવા માંગતા હતા. પણ મેં ના પાડી દીધી.

પછી અમે બધા આરામથી જમ્યા. અને રાતે છૂટા પડતી વખતે અબ્દુલે નાઝિયાને પૂછ્યું, " હમ મિસ દવેકો મસાજ સેન્ટર લે ચલે ક્યાં? ઉનકા પેર અભિભી દર્દ કર રહા હૈ."

નાઝિયાએ ના પાડતા કહ્યું, "એની જરૂર નથી. મેં મિત્તલને એક પેસ્ટ કીધી છે. ઘરે જઈ તે બનાવી ને પગમાં અને હાથમાં લગાડી દેશે તો સવાર સુધીમાં તેના સોજા ઉતરી જાશે. અને શરીર દુખતું બંધ થઈ જશે."

અબ્દુલ કાઈ બોલ્યો નહી. એટલે નાઝિયાએ કીધું, "સોરી અબ્દુલ, સવારે તારી ઉપર ગુસ્સે થઈ ગઈ તે માટે. શિવને તો કોઈ ફર્ક નહી પડ્યો હોય. પણ તને ઘણું ખોટું લાગી ગયું હતું. મિત્તલની તેવી હાલત હું જોઈ ન શકી. આમ તો હું કોઈ દિવસ ગુસ્સો નથી કરતી. આજે સવારે કરી બેઠી. માફ કરી દે."

અબ્દુલ: અરે એસા ક્યું બોલ રહે હૈ આપ! મુજે આપકા ગુસ્સા ગલત નહી લગા. મેરા ધ્યાન મિસ દવે કે દર્દ પર ક્યું નહી ગયાં, ઈસ બાત સે જ્યાદા બુરા લગા!

પેરી: અબ્દુલ, મિત્તલ સારી છે. ઘણી સારી છે. પણ તે પોતાના બધા દુઃખ બધા સામે નથી બોલતી. એક તું જ છે જેને તે બધું કહે છે. આ વાત એણે તને પણ ન કહી. તો હવેથી આવું ન બને તેનું ધ્યાન રાખજે.

આશિષ: આમ તો તું મિત્તલની આંખ માં જુવે ત્યાં ખબર પડી જાય છે કે મિત્તલ શું વિચારી રહી છે તો આ વખતે કેમ ખબર ન પડી?

અબ્દુલ: યહીં તો પ્રોબ્લેમ હૈ. વો હમેશાં દુસરો કે બારેમે સોચતી હૈ. ઉનકી આંખોમે ઉનકે બારેમે કુછ નહિ દિખાઈ દેતા!!

હું ત્યારે મોમ, ડાડ, સુઝેન દીદી અને જોસેફ જીજુ સાથે વાત કરી રહી હતી. ઢીંગલી અને રોન દીદી- જીજુ નો દિકરો બંને તોફાને ચડ્યા હતા. આખું ઘર માથે લીધું હતું.

એક રૂમ માથી બીજા રૂમમાં દોડાદોડી કરતા હતા. મેં ઢીંગલીને બોલાવી હવે અમારે ઘરે જવાનું હતું. હું ઘરે આવીને નાઝિયાએ કહેલ લેપ તૈયાર કર્યો અને આખા પગમાં લગાડ્યો. એની માટે થઈને મેં શોર્ટ્સ પહેર્યા હતા. પગમાં પાટો બાંધી દીધો. પણ હાથમાં લગાડવું ફાવતું ન હતું. એટલે મેં શિવ ને બોલાવ્યો. શિવ અને અબ્દુલ બંને બહાર હોલમાં બેઠા બેઠા વાતુ કરતા હતા.
શિવ અંદર આવ્યો અને કહ્યું, "હા બોલ જલ્દી, હું અને અબ્દુલ ખુબ જ સરસ ટોપિક પર વાત કરી રહ્યા છીએ. મારે એની સાથે આગળ વધુ ચર્ચા કરવી છે. બાય ધ વે તને શોર્ટ્સ સુટ કરે છે. તું સરસ લાગે છે. "
મિત્તલ: ખુબ ખુબ આભાર. પણ તારી ચર્ચા પછી કરજે. પેલાં મને આ લેપ હાથમાં લગાડી દે. અને આ પાટો બાંધી દે. અને આ પગમાં પણ થોડોક વધારે ટાઈટ કરી દે.
શિવાય: લે. તારા બોયફ્રેન્ડને કેવાય ને! હું શું કામ કરું?!

મને આશ્ચર્ય થયું. મેં એને પૂછ્યું, "મારો કોણ બોયફ્રેન્ડ?"

શિવાય: અબ્દુલ બીજુ કોણ!!!

હું હસી અને બોલી, " ચૂપચાપ કીધું તે કર. કોઈનું પણ નામ કોઈની પણ સાથે જોડતાં તને એકને જ આવડે છે."

શિવાય: હું નથી કરતો. આપણી આ સો કોલ્ડ સોસાયટી કરી રહી છે.
તેણે લેપ હાથમાં લીધો તો એને ગરમ લાગ્યું, એટલે પોતાના હાથ પર ફુંક મારતા બોલ્યો, "તને ગરમ નથી લાગતું?"

મિત્તલ: નાઝિયાએ કીધું હતું કે ગરમ જ લગાડજે. તું મને એ કહે કે હવે સોસાયટીએ શું કર્યુ?

શિવાય: અરે! આપણા આ બિલ્ડિંગ ની આંટીઓ તમારા બંને ની જેટલી ગોસીપ બની શકે તે બનાવે છે અને ખોટી વાતોને છાતી ઠોકીને બોલી રહ્યા છે. ક્યાંય પહોંચી ગયા છે!

મિત્તલ: ખબર છે! છોડને એમને. શું ફર્ક પડે! મને અને અબ્દુલને કોઈ ફર્ક નથી પડતો.

"જો પટો વધુ ટાઈટ કરું?" પટો બાંધતા તે બોલ્યો.

મિત્તલ: ના બસ. આટલુ કર્યુ તે ઘણું. હવે અબ્દુલને સુવા મોકલી દે. કાલે સવારે તેને વહેલા ઉઠવાનું છે. પોતાના હાથ માટે કસરત કરવા. મારો આવો પગ જોઈને મને તો ના પાડી દીધી છે. પાછો તે પોતાનો હાથ નું ધ્યાન નહી રાખે તો એની માટે પ્રોબ્લેમ વધશે.

શિવાય: એની પ્રોબ્લેમ તો આજ તારા પગ જોઈને વધી ગઈ હતી. એને વધારે ખોટું લાગ્યું હતું કે તે તારું ધ્યાન ન રાખી શક્યો.

મિત્તલ: તેને મેં સમજાવી દીધો હતો. હવે ચિંતા કરવાની જરૂર નથી. તું જા હવે.

શિવાય: મિત્તલ, તને વાંધો ન હોય તો હું અહીં તારી પાસે સુઈ શકું?

મિત્તલ: અચાનક કેમ?

શિવાય: અબ્દુલની જેમ મને પણ ખરાબ લાગ્યું કે હું હોલ માં જ રહેતો હતો તોય તારી ઉપર ધ્યાન ન ગયું. બધાની સામે તો કાઈ ન બોલ્યો. પણ સોરી..

મિત્તલ: શું આજે બધા એકસાથે ગાંડા થઈ ગયા છે! મારી આવી હાલત માટે કોઈ જવાબદાર નથી. હું પોતે છું. અને મને કોઈ રીગ્રેટ નથી. મને મારા લીધેલા નિર્ણયોથી પુરો સંતોષ છે. હા, તારે સૂવું હોય તો તું સુઈ શકે છે. મને તેમાં કાઈ વાંધો નથી.

શિવાય ખુશ થઈ ગયો. ત્યાં ઢીંગલી અંદર આવી. અને બહાર થી અબ્દુલ નો અવાજ આવ્યો. તેણે મારું નામ લીધું. એટલે મેં એને અંદર બોલાવતા કહ્યુ, "આવતો રહે અંદર. બહાર શું ઊભો છે!"

અબ્દુલ અંદર આવતાં મારા હાથ અને પગ માં પાટા બાંધેલા જોઈ ગયો. પછી બોલ્યો, "લેપકે વજહ સે દર્દ નહી હો રહા હૈ ના?"

મિત્તલ: નહી કાઈ નથી થતું. એકદમ પરફેક્ટ છું. અબ્દુલ તું પણ શું આજે મારી સાથે મારા રૂમમાં સુવા માટે પરમિશન માંગવા આવ્યો છે?

અબ્દુલ: નહી બિલકુલ નહી. આપને એસા ક્યું કહા?

મિત્તલ: આજે શિવ અહીં મારી સાથે સુવાનો છે. તું પણ અહીં આવતો રહે. બધા સાથે એક જ રૂમમાં. મજા આવશે.
મેં હસતાં હસતાં કહ્યું. તો શિવ પણ હસી પડ્યો. ઢીંગલી તો મારા પાટા ને ખેંચવાનું કામ કરી રહી હતી. તેના હાથ પકડી લીધા.

અબ્દુલ: નહી મિસ દવે. મેં ઈસ લિયે નહી આયા થા. વો આશિષ સર કા ફોન આયા થા. વો જો સબને ઓનલાઈન ચીજે મંગાઈ થી. વો કલ દોપહર તક આ જાયેંગી. તો હમ કલ સુબહ પિકનિક પર નહી જા રહે હૈ. દોપહર કે બાદ જાયેંગે. ઓર હમ સબ કલ નાઝિયા મેમ કે ઘર જાને વાલે હૈ. લંચ વહી હોગા.

મિત્તલ: ચલો સરસ. આપણે ચાલ્યાં ગયાં હોત અને પછી આવ્યું હોત તો વાંધો આવત. કાઈ વાંધો નહી. પણ આપણે આપણા કામ પુરા કરી પછી જાશું. ઘરમાં થોડુંક કામ કરવુ છે મારે. તે થઈ જાય અને મારી કામની જગ્યાએ જઈ આવુ પછી જાશું. ત્યાં સુધી રાહ જોશે તે લોકો.

શિવાય: હા, બધા કહે છે કે અમ્મી પણ સરસ જમવાનું બનાવતાં હોય છે. કાલે ખબર પડી જશે.

અબ્દુલ: મિસ દવે, આપ ઘર કા કામ નહી કરેંગે. મેં કર લૂંગા. ઔર મુજસે નહી હુઆ તો મેં પૈસે દેકર કુછ લોગોકો બુલા લુંગા. પર આપ નહી કરેંગે.

મિત્તલ: ઠીક છે. નહી કરું. પણ એક શરત છે મારી. તારે આજની રાત અહીં સૂવું પડશે.

હું આ બોલી તો અબ્દુલ મૂંઝાઈ ગયો અને શિવાય હસી પડ્યો. તે તો આરામથી મારી બાજુ માં સુઈ ગયો. બીજી બાજુ ઢીંગલી ને સુવડાવી. એની બાજુમા ઈશારો કર્યો. અબ્દુલ મારી સામે હસ્યો. અને પોતાનું ઓશીકું પોતાના રૂમમાંથી લઈ આવ્યો. ઢીંગલી ની બાજુમા આરામથી સૂતો.
હું પાછી મારા મોટા રૂમમાં આજે સવારે જ આવી હતી. આ રૂમનો પલંગ ખુબ મોટો છે. અમે ચારેય શાંતિથી સાથે સુઈ ગયા. શિવાયે પોતાની બાજુથી પોતાના ફોનમાં સેલ્ફી લીધી. અને અમારા ગ્રુપમાં મોકલી. બધાએ તરત કમેન્ટ કરી. પણ તે જોવા માટે અહીં કોઈ જાગતું ન હતું. બધા ઘેરી નિંદર માં સરી ગયાં.

સવારે અમે અગિયાર વાગે નાઝિયાની ઘરે પહોંચ્યા. તેના ઘરમાં પાર્લર પણ ચાલતું હોવાથી નીચેના રૂમ અને હોલ પાર્લર માટે ફાળવી નાખ્યો છે. હજી વસ્તુ આવી નોતી. અને બધા ભેગાં મળીને ખુબ અવાજ કરી રહ્યા હતા તો હું તેના ઘરની છત ઉપર જઈને બેસી ગઈ. ત્યાં મારી પાછળ પાછળ પેરી, નાઝિયા અને શિવાય પણ આવ્યો. અગાસી ઉપર બધા થોડીક વાર ચૂપ બેઠા રહ્યા. પછી બધાએ વાતું ચાલું કરી.

પેરી: મિત્તલ, હવે તને કેમ છે?
મિત્તલ: સારું છે. પણ આ ચામડીઓ ઢીલી પડી ગઈ. બધી જગ્યાએથી નીચે લબડતી હોય તેવું લાગે.
નાઝિયા: તે ખાલી એક દિવસ રહશે. પછી સરખું થઈ જશે. અને હા, અમે લોકોએ નક્કી કરી લીધું છે કે ક્યાં જાશું. તારી જગ્યાએ નથી જવાના.
મિત્તલ: મને પણ એવું જ લાગે છે. મેં નક્કી કર્યું હતુ કે મહારાષ્ટ્ર ના નીચેના ભાગમાં છેલ્લો જિલ્લો જે હશે તેના ગામડાઓ માં જાશું. પણ ત્યાં પહોંચતા જ દોઢ દિવસ થઈ જાય. પાછા આવાના બીજા દોઢ દિવસ, તો ત્યાં એક દિવસ રોકાઈને કરશું શું!!

પેરી: સારું થયું. તો હવે અમે જે જગ્યા નક્કી કરી ત્યાં જ જાશું. મેં કાલનો તમારા બધાનો ફોટો જોયો. બધાં સાથે સરસ લાગતાં હતાં.

શિવ: મારી પાસે હજી વધારે ફોટોઝ છે. જોવા છે તારે??

એમ કહી તે પોતાનો ફોન કાઢી તેમાં ફોટા ગોતવા ગયો. ત્યાં મેં તેના હાથમાંથી ફોન લઈ લીધો.
મિત્તલ: ફોન માં મથવું હોય તો નીચે ચાલ્યાં જાવ. અહીં બેઠા છો તો શાંતિથી બેસો.
પેરી: હા કાઈ વાંધો નહી. હું પછી જોઈ લઈશ. ક્યાં તું કે હું ભાગી જવાના છીએ! ચલો, તો શું વાતું કરશુ?
મિત્તલ: હવે સમય મળ્યો જ છે તો હું શિવ સાથે વાત કરવા માંગુ છું. તું અને આશિષ છૂટા થવાનું વિચારો છો?

શિવ: કેવી વાતુ કરે છે! ગણપતિ બાપ્પા કયારેય એવું થવા ન દે. હું ખરેખર તેને પ્રેમ કરું છું. કોઈ અટ્રેકસન નથી. તે કહે તે કરી દઉં.
નાઝિયા: હા, તો હું આશિષ ને કહીશ કે તું શિવ પાસે ચાંદ તારા માંગી લે. પછી તે લઈ આવે એટલે મને આપી દેજે. હું વધારે ખુબસુરત થઈ જઈશ.
નાઝિયાએ મસ્તી કરી. બધાના મોઢા પર સ્મિત આવી ગયું. હું કોઈની પણ સામે જોતી નોતી. સામે એક બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તેજોતા જ બોલી રહી હતી.
શિવ: હા હો... તે કહશે તો કરી દઈશ. પણ તને આપવા નહી દઉં. અને મારી જાન! તારી સામે તો ચાંદ પણ કાઈ નથી. તું બેહદ સુંદર છે!

મિત્તલ: બસ, આવી રીતે વાત તું આશિષ સાથે કેમ નથી કરતો? પ્રયાગ નાઝિયાને પ્રેમ કરે છે તે તેના વ્યવહાર માં દેખાઈ આવે. એવી જ રીતે પેરી અને મયંક નું પણ. તે બંને તો બધાની સામે કિસ કરતાં પણ શરમાતા નથી. તો તમારા બે વચ્ચે એટલે તારી અને આશિષ વચ્ચે એવું મેજિક જેવું કેમ નથી દેખાતું?

શિવ: કેમકે તેને નથી પસંદ. હું જ્યારે દિલ્હી હતો, ત્યારે અમે દરરોજ કેટલી વાતું કરતાં. એકબીજા સાથે બધું શેર કરતાં. આખા દિવસમાં કાઈ નવીન બન્યું ન હોય તો પણ એકબીજા સાથે બધી વાત કરતાં. એટલે જ હું દિલ્હીથી અહીં આવ્યો. જેથી આ લોંગ ડિસટન્સ રિલેશનશીપથી છુટકારો મળે. પણ કયારેક વિચાર આવે કે ત્યાં હતો તે બરાબર હતું. આશિષ એટલો ડરે છે કે મારી સાથે સરખી વાત પણ નથી કરી શકતો. હું પણ સમજુ છું. એટલું ઇઝી નથી, પોતાની આઇડન્ટેટી અપનાવી બીજાને પણ કેહવુ. શું કરી શકીએ!
તે સાવ નિરાશામાં બોલ્યો. આટલુ બોલતાં તો તેનું મોઢું પડી ગયું. તેનું આવુ દુઃખી મોઢું પેરી ન જોઈ શકી. તે તરત બોલી, "અરે બસ આટલી જ ચિંતા! એમાં શું! તમારે એક સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે ને, હું ક્યારે કામ આવીશ! ચાલો બધા નીચે આજે મારી અને નાઝિયાની સાથે તારી પણ ડેટ ફાઈનલ કરીએ. કેમ મિત્તલ?

મિત્તલ: હા, હવે મારા હોમ પાર્ટનરને આટલો બધો દુઃખી તો હું પણ નહી જોઈ શકું! તો ક્યાં જશો તમે ત્રણેય જોડીઓ?

નાઝિયા: મુવી? બેસ્ટ રહશે. ત્યાં કોઈ એકબીજાને જોઈ પણ ન શકે. સાવ અંધારું હશે. આશિષને ડર પણ નહી લાગે.

પેરી: વાહ! ઘણા સમયથી મેં પણ મુવી નથી જોઈ. અને અમે પણ ડેટ પર નથી ગયાં. હવે તો ખુશ ને શિવ?

શિવ હસ્યો. અમે નીચે ઉતારવાનું વિચારી રહ્યા હતા ત્યાં નીચેથી અબ્દુલનો અવાજ આવ્યો કે સમાન આવી ગયો. અમને બધાને નીચે બોલાવે છે. એટલે અમે બધાં તરત નીચે આવ્યા. બધા એટલો અવાજ કરતાં હતાં કે મારે જોરથી બોલવું પડ્યું અને બધાને મારી તરફ જોવાનું કહયું.

મિત્તલ: ઓકે, પ્લીઝ બે મિનિટ શાંતી રાખો. તમારા બધાના ફાયદા માટે છે. સમાન પછી જોઈ લેજો. પેલાં સાંભળો. અમે ઉપર બેઠા હતા તો વિચાર્યું કે ઘણા સમયથી તમે બધા, મિન્સ આપણા આ હોટ કપલ્સ ક્યાંય સાથે ફરવા નથી ગયાં. તો આજે આમ પણ બધાએ રજા લીધી જ છે. તો શું કામે આજે.....

આટલું કહી હું અટકી ગઈ. પ્રયાગ અને મયંક તરત ઉભા થઈ ગયા. અને મયંક મારી પાસે આવતાં બોલ્યો, "સાચે મિત્તલ, હું અને પેરી એકલાં બહાર ગમે ત્યાં જઈ શકીએ??"

મિત્તલ: હા એટલે તું અને પેરી ક્યાંક જાવ. અને નાઝિયા અને પ્રયાગ ક્યાંક બીજે. જ્યાં તમારા બધા ની ઈચ્છા. પણ મારા ખ્યાલથી મુવી નો આઇડયા બેટર રહશે.

પ્રયાગ: બેટર શું બેસ્ટ છે!! સાચે નાઝિયા, તું આવીશ મારી સાથે?

નાઝિયા: હા જો અમ્મી હા પાડતા હોય તો મને વાંધો નથી. મારી પણ ઈચ્છા છે તારી સાથે જવાની.

અમ્મી તરત બોલ્યા, "તો હવે આમા મારી પરમિશન લેવાની આવી જ ક્યાં! તમારા બંને ની ઈચ્છા છે તો જાવ."
નઝીમાં: એક મિનિટ પણ. આજે તો તમે બધા પિકનિક પર જવાના હતા. તો એનું શુ?

અબ્દુલ પણ મુંજાઈ ગયો હતો. બધાંને તરત યાદ આવ્યું. એટલે મેં હસતાં કહ્યું, "તો પિકનિક જ છે. રાતે નિકળશું તો પણ કોણ આપણને ના પાડવાનું. હું તો એમ વિચારતી હતી કે આ બધા જાય છે તો તમે બંને ટ્વિન્સ ગર્લ્સ સાથે હું અને મારી ઢીંગલી અને આ રોન ફનવર્લ્ડ જાઈએ તો કેવું??! આમ પણ આજે તમે બંનેએ પાર્લર માં રજા રાખી છે તો કાઈક ફાયદો તમને પણ થવો જોઈએ ને!

રોનને તેની સ્કુલમાં રજા હોવાથી મયંક તેને પોતાની સાથે અહીં લઈ આવ્યો હતો. મારી આ વાત સાંભળી નાઝીમાં અને નાઝૂક બંને ખુશ થઈ ગઈ. તેમણે અમ્મી તરફ જોયું અમ્મી એ હા પાડતાં કહયું, "જો તમને છોકરાવ ને વાંધો ન હોય તો હું પણ સાથે આવું?"

હું ખુશ થતાં બોલી, "બિલકુલ ચાલો, મારી જવાબદારી ઓછી. તમે બધાનું ધ્યાન પણ રાખી શકશો."

અબ્દુલ: આપકી જીમેદારી મતલબ? ફનવર્લ્ડ વહી જા રહે હૈ જિસકા કોઈ પાર્ટનર નહી હૈ તો મેરા કહા પાર્ટનર હૈ! મેં ભી ચલ રહા હું!

નાઝૂક: હા ભાઈજાન, તમે પણ ચાલો. તમારી સાથે અલગ અલગ રાઈડ માં બેસવાની ખુબ મજા આવશે.

પેરી: ઓકે તો ડન છે. હું અને મયંક, નાઝિયા અને પ્રયાગ અને આશિષ અને શિવાય પોતાની રીતે જાઈ છે. અને બાકીના બધા ફનવર્લ્ડ.

આશિષ: એક મિનિટ એક મિનિટ, એમાં મારું અને શિવાય નું નામ તમારા લોકો સાથે કેમ આવ્યું? અમે ક્યાંય નથી જતા. અને જો જાવું જ હોય તો અમે મિત્તલને તે બધા લોકો સાથે જાશું.

શિવ ની ખુશી બે મિનિટ મા ગાયબ થઈ ગઈ. મારૂ ધ્યાન તરત શિવ ઉપર જ ગયુ હતુ. મેં વાત ને વાળતા કહ્યું, "તે સરખું સાંભળ્યું નથી લાગતુ. મેં કહ્યું કે કપલ્સ પોતાની ડેટ પર જશે. અને બાકીના જેમના પાર્ટનર નથી તે અમારી સાથે. અને તું અને શિવતો પાર્ટનર છો. તમે બંને તો રિલેશન માં છો."

આશિષ: હા એટલે કાઈ આખા મુંબઈ ને થોડી મારે જાણ કરવી છે કે શિવ અને હું રીલેશનશીપ માં છીએ. અમે સાથે ન જઈ શકીએ.

મયંક: પણ ક્યાં તારે કોઈને કેવાની જરૂર છે! ખાલી મુવી જોવા તો જાવાનું છે એમા શું વાંધો આવે!!

આશિષ: તે તમે લોકો નહી સમજો. તમારા પાર્ટનર નોર્મલ છે ને એટલે. બાકી મારી જગ્યાએ હોત તો ખબર પડે. કોઈ જોઈ જાય તો..! નહી અમે ક્યાંય નથી જવાના.

બધાંને તેની વાત ગમી નહી. અમ્મીને તો જરાય પણ નહી. તે આશિષને કશુંક કેવા જાતા હતા. ત્યાં શિવ બોલી પડ્યો.

શિવ: કોઈ જોઈ જશે તો શું થશે! તું મને પબ્લિક માં કિસ કરવાનો છે કે પછી કપડાં કાઢી મારી સાથે સેક્સ કરવાનો છે!!

એની આ વાત સાંભળી અમ્મી તરત બોલ્યાં, "બેટા, નિરાંતે. બાળકો છે અહીં."

શિવ: સોરી અમ્મી, માફ કરજો. પણ આજે તો આ આશિષે બધી હદ વટાવી દીધી. કેટલો સમય મારાથી સહન થાય. તારી સાથે હું એકલો થોડોક સમય વિતાવી શકું એટલે આ ત્રણેય ગર્લ્સે પ્લાનિંગ કરેલી. પણ નહી તારે તો બસ કોઈ જોઈ જશે... આજ વાત ની રટ લઈને બેઠો છે.

આશિષ: તું સમજતો નથી, શિવ. મને ખબર હતી તું નહી સમજે. એટલે જ હું તને કાઈ કેતો નથી.

શિવ: શું નથી કેતો તું મને? હું જયારે દિલ્હી હતો ત્યારે આપણે કેટલી વાતુ કરતાં! તારી માટે હું મારી સારી સારી તકો છોડી અહીં આવ્યો. અને તને તો કદર જ નથી. કોઈને શું ખબર પડે કે હું અને તું કોણ છીએ! કાઈ આપણા માથા પર લખેલું છે કે તું અને હું ગે છીએ!! તું તો હવે નોર્મલ ફ્રેન્ડ ની જેમ પણ વાત નથી કરતો! મારી પાસે બેસવાથી કે મારી સાથે હસી હસી ને વાતુ કરવાથી કોઈ તને ગે નહી સમજી લે ! આટલી અક્કલ છે કે નહી.

આશિષ: હું સમજુ છું તારો ગુસ્સો. પણ મારી ફેમિલી સુધી વાત ગઈ તો મારી માટે ઘણુ બધુ અઘરું થઈ જાશે. તું પણ સમજ યાર!

શિવ આ સાંભળી વધુ ગુસ્સે થઈ ગયો. પ્રયાગ બંનેને છુટા પાડવા જઈ રહ્યો હતો મેં ઈશારો કરી ના પાડી બધાંને ચૂપ રહેવાનું કહ્યું. રોન અને ઢીંગલી ને રમવા માટે બહાર મોકલી દીધા. અને નાઝીમાં અને નાઝૂક ને રસોડાં માં મોકલી દીધા. તેમને અવાજ તો સંભળાવા નો હતો. પણ તે લોકો બંને ના મોઢા પર નો ગુસ્સો તો નહી જોઈ શકે!

શિવ: કોણ તારી ફેમેલી ને જઈને કહી દેશે કે તમારો દિકરો એક બીજા બોય સાથે હતો. અને હું કહુ તે લોકો જાતે જોઈ જાય તો પણ શું વાંધો!! ક્યાં આપણે આપણી લિમિટ ક્રોસ કરવાના છીએ. તું શું નોર્મલ બોયઝ ને સાથે ફરતા નથી જોતો.

આશિષ: હા તે લોકો ફરતાં હશે. હું કયાં ના પાડું છું. પણ બંનેને એકબીજા નું અટ્રેકસન તો ન થતું હોય ને! તે પોતાને જોયો છે તું ગમે ત્યારે ચાલું થઈ જાય છે. હું એવડું મોટુ રિસ્ક ન લઈ શકું.

શિવ: તું એમ કહેવા માંગે છે કે આપણી વચ્ચે ખાલી અટ્રેકસન છે! જે ફિલિંગ્સ, આ સોલ કનેક્શન જે બધું હું દિલ્હી હતો ત્યારે હતું તે હવે અહીં આવી ગાયબ થઈ ગયું. વાહ! સરસ ! સારું થયું બોલી દીધું. મને મારી લિમિટ પણ બતાવી દીધી. કાઈ વાંધો નહી. આજ પછી આપણે નહી મળીએ. હું તને નથી ઓળખતો કે નથી તું મનેે. હવે હું તારી સાથે ઓફિશ્યલી બ્રેક અપ કરી રહ્યો છું!!! અરે હા, આપણે બંને તો રિલેશનશિપ માં હતા જ કયાં તે બ્રેક અપ હોય!!! કાઈ વાંધો નહી. પણ હવે થી આપણે નહી મળીએ. હું આજે જ દિલ્હી પાછો જઈ રહ્યો છું.

આ સાંભળી આશિષ ને આઘાત લાગ્યો. તે શિવાયને ખુબ પ્રેમ કરતો હતો અને હજી પણ કરે છે. અને હવે તેના આજ પ્રેમની કસોટી હતી. મેં અમ્મી ને ઈશારો કર્યો કે હવે તમે જ બંને ને સમજાવી શકશો. અને તેમણે બાજી પોતાના હાથ માં લઈ લીધી.

અમ્મી ની છાપ મારા મગજમાં ખુબ જ સારી અને પ્રભાવી છે. તે એકદમ શાંત ધીરગંભીર પ્રકૃતિ વાળા હોવા છતાં એટલા જ મસ્તી ખોર પણ હતા. તેમની આસપાસ એક અલગ ઓરાની ફિલિંગ આવતી. તેમની સાથે રેહવુ તેમની વાતુ સાંભળવી ખુબ ગમતી. તેમની વાતનો વિરોધ ભાગ્યેજ થતો. અમ્મીએ શિવને ઘરની બહાર જતા રોક્યો. અને તેના બંને ખભા પકડી કહ્યું.

અમ્મી: બેટા, તારી બોલાયેલી બધી વાત સાચી છે. તારી વાત સાંભળી મને પણ એવું લાગવા લાગ્યું કે આ આશિષ તને પ્રેમ નથી કરતો. તે ખાલી તારો યુઝ જ કરે છે. પણ તે બધી વાત જવા દો. આશિષની ભૂલની સજા તું પોતાને શું કામ આપે છે? તું અગાસી ઉપર જતા પેલાં મારી પાસે આવી બોલ્યો હતો કે તને ખુબ ભૂખ લાગી છે. તો ચાલ પેલાં જમી લે. પછી જાજે.

"હું આની સાથે નહી જમું!" શિવે હજી પણ એટલા જ ગુસ્સા માં પણ થોડોક અવાજ અને માથું નીચું કરી બોલ્યો.

અમ્મી: કાઈ વાંધો નહી. તું મારી ત્રણેય દિકરીઓ સાથે જમજે. અંદર રૂમમાં ચાલ્યો જા.

આશિષ હજી આઘાત માં હતો. બધા પોતાની થાળી કરવાં લાગ્યાં. અને જમવા લાગ્યાં. હું બહાર જઈને ઢીંગલી અને રોન ને લેતી આવી. ઢીંગલીએ શિવને અંદર જતા જોઈ ગઈ તો તે રોન નો હાથ પકડી ખેંચીને લઈ જતી હોય તેમ લઈ જતા બોલી, "રોન ભાઈ અંદર ચલો."
રોન પણ તેની સાથે અંદર જતાં બોલ્યો," હેય મહેર, ઇઝિ."

તે બંને પણ અંદર જ જમ્યા. કસ્ટમર માટે રખાયેલી બે ખુરશીઓ પર બંને બેસી ગયા અને નઝિમાં અને નાઝૂક જમાડી રહી હતી. હું એકવાર અંદર જઈને જોઈ આવી. નાઝિયા શિવને જમાડતી હતી અને સાથે પોતે પણ જમતી હતી. બધાએ જમી લીધા પછી અબ્દુલ એકલો શિવને મળવા અંદર ગયો. હજી સુધી આશિષ એક શબ્દ પણ નથી બોલ્યો તે પણ ચૂપચાપ જમી રહ્યો હતો.

અબ્દુલ શિવને મળી બહાર આવ્યો અને બોલ્યો, " મેને શિવાય સર કે સાથ બાત કર લી હૈ. વો હમારે સાથ કલ સે પિકનિક પર નહી આ પાયેંગે. વો વાપસ દિલ્હી જા રહે તો કૉલેજ સે એલસી લેના પડેગા. ઓર ભી બહોત કામ હૈ. હમ વાપસ આયેંગે તબ તક વો યહાસે ચલે ગયે હોંગે. તો મેને ઉન્હે આજ હમારે સાથ ફનવર્લ્ડ આને કે લિયે મના લીયા હૈ. ઔર બાકી પેરી મેમ ઔર નાઝિયા મેમ અપની અપની ડેટ પર જા સકતે હૈ. ઉનસે શિવાય સર રાત કો મિલ લેંગે. તો પ્લાનિંગ જેસી થી વેસી હિ રખે ક્યાં??"


મિત્તલ: હવે નહી જાઈએ તો બધાનું મન ભાંગી જશે. ઘણા સમય બાદ નઝિમાં અને નાઝૂક બહાર ફરવા જઈ શકશે. તો પ્લાન કેન્સલ કરવાનો નથી.

મયંક: તમારો ખુબ ખુબ આભાર જીસસ. મને તો લાગ્યું કે હું આજે પેરી સાથે જઈ નહી શકું.

નાઝિયા: હા હવે, આ બંને બાધે કે પછી છુટા પડી જાય પણ આપણે થોડી આપણી ખુશી ને સેક્રેફાઇસ કરવાની!! હું પણ પ્રયાગ સાથે જઈ રહી છું. અને સોરી હા, આશિષ, તું અમારી સાથે નહિ આવી શકે.!!!

મિત્તલ: હા ઈતો અમારી સાથે પણ ક્યાંથી આવી શકવાનો! હવે, શિવ ભેગો આવે છે તો આ એની પેલી શરત હશે કે આશિષ નહી આવે તો જ તે આવશે. બરાબર ને અબ્દુલ? હું કાઈ ખોટું બોલી?

અબ્દુલ: નહિ આપને જો કહા વહી સહી.

હવે અમ્મી એ શરૂ કરેલ નાટક અમે બધાએ ચાલું રાખ્યું. બધા જાણી બુજી ખોટું અને આશિષ ને દિલ સુધી આ વાત પહોંચે એટલાં માટે જ બોલી રહ્યા હતા.

નઝીમા: અમે તો કેવી ખુશીથી જવાનુ નક્કી કર્યું હતુ. આ તો બધું બગડી ગયું. આવું થોડી કરાય!

નાઝૂક: આશિષ ભૈયા, તમે સારું ન કર્યુ. શાંતી થી ફરવા ચાલ્યાં ગયાં હોત તો, બધા ખુશ હોત. અને શિવાય ભૈયા અમને બધાને છોડીને હંમેશા માટે ક્યાંય જાત પણ નહી.

નઝીમા અને નાઝૂક ને કંઈ ખબર નોતી કે અમે બધાં નાટક કરી રહ્યા છીએ. તે બંને તો સાચે દુઃખી હતાં. શિવાય બરાબર ત્યારે જ રૂમની બહાર નીકળ્યો અને સીધો ઘર ની બહાર નીકળવા લાગ્યો. તો હવે બોલવાનો સમય આશિષ નો હતો. તેણે તરત દોડીને શિવાય ને બહાર જતાં રોકવા માટે તેનો હાથ પકડી લીધો.
અને રોતા રોતા બોલ્યો, " શિવાય પ્લીઝ ડોન્ટ ગો. મને ખબર છે અત્યારે તું ચાલ્યો ગયો તો પાછો નહી આવે. મને તે પણ ખબર છે કે મેં તારું દિલ તોડ્યું છે. તારે જે ખુશી, પ્રેમ જોતો હતો તે હું ન આપી શક્યો. મને ખબર છે હું ખુબ ખરાબ છું. પણ તે આ જ ખરાબ ગે બોયને પ્રેમ કર્યો હતો ને!!! મારી સાથે રેહવા માટે જ તું મુંબઈ આવ્યો!! તો આજે આમ મને એકલો મુકીને વયો જાઈશ??? હું પણ તને ખુબ પ્રેમ કરું છું યાર..... હું.. હું... તારી સાથે સમય વિતાવું તે મારી માટે સ્વર્ગ ની અનુભૂતિ છે. તું ખાલી મારી સામે આમ... આમ.. હસતાં જુવે ને ત્યાં મારી બધી પ્રોબ્લેમ ભાગી જાય. પ્લીઝ મને છોડીને ન જા. ...

શિવ પીગળી રહ્યો હતો. તે માની જાય એની પેલાં જ હું વચ્ચે બોલી, "શિવ કેતો હતો કે તે તારી માટે કઈ પણ કરી શકે છે!! તે તો એમ પણ બોલ્યો કે ચાંદ તારા તોડી આવશે.. તું એની માટે શું કરીશ???"

આશિષ તરત બોલ્યો, "જે શિવાય કહે તે. હું બધું કરવા તૈયાર છું.."

મિત્તલ: તેણે મને કહ્યું છે કે એને તારી પાસેથી શું જોઈએ છે!! બસ એક જ વસ્તુ.. તારા બા- બાપુજી ને ફોન કર અને બોલ કે તું ગે છે. તને જરાયેય ગર્લ્સ માં ઈન્ટ્રસેટ નથી. અને તું મને એટલે કે શિવાય ને પ્રેમ કરે છે. બસ આટલુ જ.

આશિષ રડતો બંધ થઈ ગયો. તેણે શિવાય ની પીઠ તરફ જોયું. હજી સુધી શિવ પાછળ ફર્યો જ ન હતો. મેં અમ્મી સામે જોયું. અમ્મીએ ખુબસુરત સ્મિત સાથે બોલ્યાં, " આશિષ બેટા, તારી દુનિયા, તારી માટે તે કોઈ લોકો કે જે તમને બંને ને સાથે જોઈ જાય તો, એવો તને જે ડર છે તે બીજું કોઈ નથી. તારો પોતાનો પરિવાર છે! તારા પેરેન્ટસ્ જાણી જશે તો તે આટલા વર્ષો થી છુપાવેલી વાત બહાર નીકળી જાશે એવો તને ડર છે. પણ શું ખબર તેમને પેહલેથી ખબર જ હશે તો???!! બેટા ડર નહી. આજે તું તારી જિંદગી નો પ્રેમ એટલે જવા દેવા માંગે છે કે કેમકે તું તારા પોતાના પરિવાર ને બોલી નથી શકતો! અને તે વાત જે ખરેખર હકીકત છે! જે તારી આઇડેન્ટી છે! તું કેટલો વખત ભાગીશ? કયારેક તો હકીકત સામે આવીને ઊભી રહશે. ત્યારે શું કરીશ? અને ત્યારે કદાચ આવા સારા મિત્રો, કે જે તારી માટે તારી સાથે ઉભા છે તે લોકો ત્યારે તારી સાથે નહી હોય તો!!! શું કરીશ?"

આશિષ સિસકતા બોલ્યો, " એટલું સરળ પણ નથી."

અમ્મી: કોણ કહે છે કે સરળ છે!! હું તો કહુ છું કે આ સૌથી અઘરું કામ છે. દુનિયાને સમજાવા કરતાં પોતાના પરિવારને સમજાવું અઘરું છે જ. પણ શરૂઆત તો કરવી પડશે ને!! તું જેટલું મોડું કરીશ એટલું તું વધારે અઘરું બનાવી રહ્યો છે. મારી વાત માન. શિવાય બેટા ની ઈચ્છા પૂરી કરી દે!!

તેણે ધ્રુજતા હાથે પોતાનો ફોન કાઢ્યો. અને બાને ફોન કર્યો. ફોન સ્પીકર માં રાખ્યો હતો. બા એ ફોન પાડ્યો.
બા: હેલ્લો આશિષ, શું વાત છે!! આજે તે અત્યારે ફોન કર્યો!! તું તો સામેથી કોઈ દિવસ ફોન નથી કરતો. બધુ બરાબર છે ને કાઈ ટેન્શન વાળી વાત તો નથી ને?
આશિષ થોડીક વાર કશું ન બોલ્યો પછી બોલ્યો,"હું એકદમ ઠીક છું. તમારી અને બાપુજી સાથે વાત કરવી હતી મારે. બાપુજી ક્યાં છે?"
બા: તારા બાપુજી તો અત્યારે બહાર ગયાં છે. તે અહીં નથી શું થયુ મને કહી દે.
આશિષ બોલવા જતો હતો ત્યાં મેં ફોન હાથ માં લઈ લીધો. અને હું બોલી, "હેલ્લો બા, કેમ છે? હું મિત્તલ."

બા: અરે મિત્તલ! તું આશિષ ની સાથે છો? આ આશિષ કાઈ બોલતો કેમ નથી?
મિત્તલ: અરે બા ઇતો છે જ એવો. જયારે બોલવું જોઈએ ત્યારે બોલે જ નહી અને હું ખાલી એક જ તમારા દિકરા સાથે નથી. અમે બધા ભેગા છીએ. નાઝિયાનાં ઘરે છીએ. મેં જ આશિષ ને ફોન કરવાનું કહેલું. તમને જાણ કરવાં માટે.

બા: શેની જાણ? તમે બધા ભેગાં મળીને હવે કયું નવું પરાક્રમ કરવાના છો?

મિત્તલ: પરાક્રમ તો ખાલી એટલું જ કે અમે બધાં તમારા ઘરે આવી રહ્યાં છીએ. સાંજે જમવા માટે. જમાડશો ને અમને?

બા: અરે એવુ કાઈ પૂછવાનું હોય! તમે બધા આવશો તો તે બહાને આશિષ પણ ઘરે આવશે. તમે બધા એટલે સાત છોકરાવ ને?

મિત્તલ: સાત નહી બા આઠ. અમે આઠ છીએ.

બા: અરે કાઈ તારી દીકરીને થોડી ગણવાની હોય! તે તો તારી સાથે આવે જ ને!

મિત્તલ: હું મારી દિકરીને આમ પણ નથી ગણી રહી. હું શિવાય ને ગણી રહી છું. મારી અને અબ્દુલની સાથે અમારા ઘરે રહે છે તે! યાદ આવ્યું?

બા: અરે હા હા! મને કીધુ હતું કોઈકે તો. હવે શું થાય ઉમર થઈ ગઈ મારી, કાઈ યાદ નથી રહેતું. પણ મિત્તલ તમે બધા આવો છો તો નાઝિયા અને મયંક ના માતા પિતા ને પણ તેડું મોકલી દેજે. એમને કેજે કે તે પણ આવે.

મેં મયંકની સામે જોયું. મયંકે ના પાડી તો મેં અમ્મી સામે જોયું. અમ્મી ઈશારા માં બોલ્યાં કે તે પછી આવશે. એટલે મેં પણ ફોન માં કહી દીધું, "બા તે લોકો તો કદાચ નહી આવી શકે. પણ તેમ છતાં હું પૂછીને તમને પાકું કરાવી દઈશ કે અમે કેટલા આવશું. ચાલશે ને?"

બા : હા હા. ચાલે જ ને. પણ જલદી ફોન કરજે. હું પાછી ભુલી જાવ એની પેલાં તારી ભાભી ને કેહતી આવુ. આશિષ ને બીજુ કાઈ કામ નથી ને?

મિત્તલ: હશે તો પણ સાંજે ઘરે આવી રહ્યો છે ત્યારે વાત સામે બેસીને કરી લેશે. બીજુ શું હોય એમાં.

બા: ભલે ત્યારે આવજે હો મિત્તલ, જય માતાજી.

મિત્તલ: જય માતાજી બા. મૂકું છું.

આટલુ બોલીને મેં ફોન કાપી નાખ્યો. અને આશિષના માથા માં ટાપલી મારતાં કહયું, " આવડી મોટી વાત આમ ફોન માં કેવાની હોય!!?"
આશિષ નીચું મોઢું રાખી બોલ્યો, "તે જ કીધુ એટલે મેં ફોન કર્યો. પણ શિવાય તું હવે તો નહી જાય ને?"
તેણે શિવાયનો ફરી હાથ પકડતાં કહ્યું.

હવે શિવાય પાછળ ફર્યો અને ધીમેથી બોલ્યો, " હું ક્યાંય જવાનો નથી. ત્યારે તો હું ગુસ્સામાં બોલી ગયો હતો. પણ જમી લીધું તો ગુસ્સો શાંત થઈ ગયો. હું તારી સાથે વાત કરવા જ આવી રહ્યો હતો ત્યાં આ અબ્દુલે કહયું કે થોડીક વાર હું એમ જ રહુ જાણે હું સાચે જ દિલ્હી વયો જવાનો હોય! હું તને પ્રેમ કરુ છું એટલે આવડી આવડી વાતુ માં જતો રહ્યો તો કયારેય આપણું પેચ અપ થયુ ન હોત!!"

આશિષ તરત અબ્દુલ સામે જોયું. અબ્દુલ તરત બોલ્યો, "મેને કુછ નહિ કિયા. મુજે તો મિસ દવે ઔર ઝુબેદા મેમ ને કહા વહી કિયા."

અમ્મી ને પોતાનું નામ લેવાયું તે જરાક ખૂચ્યું. એટલે તે બોલ્યાં, "બેટા, હું બધાની અમ્મી છું. તારી પણ. જો તને અમ્મી કેહવુ ન ગમતું હોય તો આંટી, ચાચી, માસી કાઈ પણ કહી શકે છે. "

અબ્દુલ સામે ન બોલ્યો. પણ પ્રયાગ બોલ્યો, "તો મારી ડેટ કેન્સલ છે કે જવાનુ છે?"

કોઈ બીજા જવાબ આપે એની પેલાં આશિષ બોલ્યો," નહી, જવાનું છે. અને જેને જ્યાં જવું હોય ત્યાં જાવ પણ હું તો મારા શિવાય સાથે એકલો ફરવા જઈ રહ્યો છું. શું ખબર આજે મારી વાત સાંભળી બા- બાપુજી શું નિર્ણય કરી બેસે! એની કરતા આ સમય હું શિવાય સાથે માણી લઉ."

આ સાંભળી બધા ચિચયારીઓ પાડવા લાગ્યા. બધાની સામે આશિષ ગોઠળ ભેર શિવાય ની સામે બેસી ગયો અને પોતાનો હાથ શિવાય તરફ લંબાવતા કહ્યું," હું આવો જ છું. મારી જેવા ટ્યુબ લાઈટ, ડરપોક, થોડોક બુધ્ધુ સાથે આખી લાઇફ વિતાવવાનું પસંદ કરીશ?"

શિવાયની આંખમાથી આંસુ નિકળી ગયા. તે કશું બોલી શક્યો નહી. અને હા માં ખાલી માથુ હલાવ્યું. અને પોતાનો હાથ આશિષ ના હાથમા મુકી તેને ઉભો કર્યો. અને બને ગળે ચોંટી ગયા. શિવાય તો આશિષ ના ગાલ પર હળવી ચુમ્મી પણ કરી દીધી. આ આખી ઘટનાને મેં કેમેરા માં કેદ કરી લીધી. હંમેશા તો ફોટા કે વિડિયો રેકોર્ડિંગ નું કામ આશિષ નું હોય છે. પણ આ ક્ષણ તો આશિષની જ હતી. તેમને ગળે ચોંટેલા જોઈ પ્રયાગ પણ નાઝિયાની ગળે ચોંટી ગયો. અને પેરીએ પોતાનું માથુ મયંક ના ખભે મુકી દીધું. અબ્દુલ, ઢીંગલી અને રોન તો આ જોઈ હસી રહ્યાં હતાં. બંને નાના બાળકોને તો આ એક રમત જેવું લાગી રહ્યુ હતુ.

ત્યારે નાઝૂકે અમ્મીને પૂછયું, "અમ્મી આ સંબંધ ઠીક કેહવાય??"

અમ્મીએ હસતાં જવાબ આપ્યો, "બેટા, જ્યાં પ્રેમ હોય ને તે દરેક સંબંધ ઉપર અલ્લાહની મહેરબાની હોય છે. કેમકે પ્રેમથી વધારે પ્યારું તો ખુદાને પણ કશું નથી!! "

વધુ આવતાં અંકે.....