આ સ્વાર્થ ભરેલા જગતમાં પણ શું નિઃસ્વાર્થ ભાવ હોય છે કે દેખાય એવું બધું સત્ય નથી હોતું.
કલ્પના તો વળગી પડી. (ભેટી પડી) જન્મોજન્મની આજ તરસ છીપાવવી હોય...એમ રડી પડી. ગામડેથી એમના કાકા-કાકી આવ્યા હતા. કલ્પનાને એ કાકીમાં આજ રેખાબેનની છબી દેખાઈ. છુટવાનો પ્રત્યતન કરવા છતાંય છુટાતું નહતું. ધડીભર હૈયું ખોલી ઠાલવી દીધું. સામાન અંદર મૂકી. કેયુરે બંનેને શાંત કરવા માટે પાણી આપી બંને ને શાંત કર્યા. કલ્પનાને કંઈ સમજાયું નહીં કે કાકા-કાકી કેમ આવ્યા હશે.
મમતાબેન પહેલાંથી જ જાણતા હોય એવાં આવકાર્યા સાથે કહ્યું રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડી ને...? પ્રકાશભાઈ પણ કંઈક રાજ છુપાવતા હોય તેવી નજરે બોલ્યા ફટાફટ જમવાનું પતાવીને બધાને તૈયાર રહેવાનું કહ્યું. કલ્પના તેની વાણીને શાણી આંખોથી અજાણ હોય એવું જ વર્તન રાખ્યું. વિચારે ચડી કે શું હશે...? ક્યાં જવાનું હશે..? આજ પપ્પાનું વર્તન પહેલીવાર સમજાયું નહીં.
પ્રકાશભાઈને ત્રણ ભાઈઓ હતા. તે બધા જ આવી ગયા હતા. પ્રવિણભાઈ અને ગામથી આવેલા કરશનભાઈ તથા ધીરૂભાઈ બધા જ અને ઘરના અન્ય સભ્યો પણ આવી ગયા હતા. કલ્પનાનું મન હિલોળે ચડ્યું, કંઈ જ સમજાતું નથી કે પપ્પા શું કરવાના હતા.
આલિશાન બંગલોનાં ઉપરના ઓરડામાં બધાંની બેઠક ગોઠવાઈ ગઈ હતી. સિવાય કે પ્રકાશભાઈનાં ચાર બાળકો, હજુ કલ્પનાને કંઈ જ સમજાતું નહોતું. આવું તો કંઈ હોતું હશે, ભાળી છે આવી મીટીંગ, અત્યાર સુધીમાં તો ક્યારેય આવી મીટીંગ ન થઈ કોઈ દિવસ એ મનોમન બબડી. વારાફરતી ચારેયને બોલાવવામાં આવ્યા. પહેલા કેયુરને બોલ્યો, બહાર આવ્યો. ત્યારે આંખ ના ઈશારા થી કલ્પના એ પુછ્યું પણ કંઈ પ્રત્યુતર ન મળ્યો. જેમ પોલીસ ગુનેગારોને વારાફરતી એક પછી એક ને સવાલ પૂછવા બોલાવતા હોય એવું પ્રતીત થઇ રહ્યું હતું.
ડૉક્ટરને પકડો જેમણે મારી માં ને સાધારણ તાવમાં ગ્લુકોઝનાં બોટલ ચડાવતી વખતે ઇન્જેક્શન થી રીએકશન આવ્યું હતું. એ શ્રાવણ માસમાં ની અંધારી છઠ્ઠના દિવસે જાતે ચાલીને એકલી દવાખાને ગઇ હતી. એના માટે તો કોઈ મીટીંગ ન થઈ, કલ્પના મનોમન કકડીને નિ:સાંસો નાખ્યો.
પ્રકાશભાઈએ તે ડૉક્ટર પર કેસ દાખલ કરેલો પણ પછી કેસને ક્લોઝ કરી દીધો હતો, કારણ કે જે થવાનું હતું તે બનવા કાળ બની ગયું. ડૉક્ટરે જાણીજોઈને તો એવું ન જ કર્યું હોય એવું પ્રકાશભાઈ માનવું હતું.
ત્યારબાદ વારો આવ્યો આરતીનો એ પણ કેયુરની માફક વિલા મોઢે પરત ફરી એ પણ કંઈ ન બોલી. કલ્પના મનોમન વિચારી રહી હતી કે શું પુછ્યું હશે, શું અપેક્ષાના ભરણપોષણની વાત.... કે અપેક્ષાને અંહિયા લઈ આવવાની વાત... કે મમતાબેન વધારે સંપત્તિ ભાળીને વધારે પ્રોપર્ટી માં ભાગ માંગતા હશે. ભાઈના લગ્નની વાત... કાકા-કાકી અંહી આવ્યા છે એમને પ્રોપર્ટી માં ભાગ પાડવા હશે કારણ કે મમતાબેન વધારે પ્રોપર્ટી માંગતા હશે...? અનેક સવાલો પોતાની જાતને જ પૂછતી રહી. માટે કંઈક તો થયું જ હશે. અવનવા વિચારોને ખંખેરીને, સંકોચને નેવે મૂકીને હૈયે હિંમત રાખીને, નવા હોડે પહોંચી ગઈ મુક્ત મને મોટે ઓરડે વારા પ્રમાણે એમને પણ એજ પ્રશ્ન પૂછ્યો. જે કેયુર અને આરતી ને પુછ્યો હવે વારો આવ્યો સૌથી નાના ભાઈ કલ્પેશ નો એ શું કહે હજુ તો માં શબ્દ નો અર્થ પણ બરાબર ખબર નહોતી. એમને પણ એજ પ્રશ્ન પૂછ્યો હશે મોં પરથી તો એવું જ લાગતું હતું.
વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ...
વાંક મારો હતો કે તારો,
એ વાત હવે ભૂલતા થઈએ.....!
અરસ પરસ થોડું સહન કરી લઈને,
ચાલો સંબંધ સાચવતા થઈએ.....!
માત્ર "આજ"આપણને મળી છે,
કાલની કોઈને ખબર છે ક્યાં,
ચિંતા ની ગાંઠ બાજુએ મૂકી, ચાલ હર પળ માં જીવતા થઈએ
ગણિત પ્રભુને સમજાતું નથી,
ને આપણી મરજીથી કંઈ થતું નથી,
ભલે દેખાતો નથી પણ,
ચાલ ઈશ્વરમાં માનતા થઈએ......!
કલ્પનાનું મન વાવાઝોડાના રેતીના ગોટેગોટાની જેમ આમથી તેમ ફંગોળાઈ રહ્યું હતું. એટલાં માં પ્રવિણભાઈ અને કરશનભાઈ બંને બહાર આવી ચારેય સામે જોઈ રહ્યા. શું બોલવું ને શું પ્રશ્ન પુછવો કોઈ ને જ સમજાતું નહોતું. આ વખતે કરશનભાઈ એ પહેલ કરી. તો શું વિચાર્યું બાળકો...? (ચારેય) ને સંબોધતા બોલ્યા. ચારેય એકબીજા તરફ જોઈ રહ્યા. જ્યાં મમતાની હૂંફ મળી હોય ત્યાં અંતરનો ઉમળકો ઠાલવી શકાય. જ્યાં અંતરની વેદનાને વાચા ન આપી શક્યા હોય ત્યાં કોઈ અપેક્ષાના અંકુર પણ ન ફુટે....
પ્રકાશભાઈ પણ બહાર આવીને જાણે ધમકાવવા આવ્યાં હોય એવી નજરે ચારેય સંતાનો તરફ તીખી નજરે જોઈ રહ્યા. આવાં વર્તનથી ચિંતિત ચારેય બાળકો કંઈ જ ન બોલી શક્યા. કરશનભાઈએ બધાંને થોડા શાંતિથી વિચાર કરવાનું કહ્યું. કેયુરે તો હકારાત્મક અભિગમ આપ્યો પણ આરતી, કલ્પના અને કલ્પેશ હજુ પણ અસંભીત ચહેરા એકબીજાને જોઈ રહ્યા.
કરશનભાઈએ પ્રકાશભાઈને સમજતા કહ્યું કે સમય ને સમય નું કામ કરવા દો. તમારો આ રીતે છોકરાઓ પર અભિગમ આપવો પરિસ્થિતિની વિરુદ્ધ છે. બાળકોની પરિપક્વતા હજુ સીમા પર છે.
આખું કુટુંબ કોઈ ખૂબજ કઠણ પરિસ્થિતિમાં હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. બધાં જ વિચારોનાં વમળમાં ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ને કાબુમાં કરવા જાણે સમજદારીનું મોજું ફેરવવું પડે એમ હતું
ચારેય બાળકો ને એવું શું કહેવામાં આવ્યું હશે કે આખું કુટુંબ વિચાર કરવા વિવશ થયું.....
શું અપેક્ષા ને ઘરે લાવવાની વાત આટલી અસરકારક હોય શકે...કે કંઈક બીજું કારણ હશે....
જાણવા માટે વાંચતા રહો "જજ્બાત નો જુગાર"....
ક્રમશ.........
આપનો કિમતી પ્રતિભાવ આપવા નું ચુકશો નહીં
🙏🙏🙏🙏🙏