Pratiksha - 1 in Gujarati Fiction Stories by Krutika books and stories PDF | પ્રતિક્ષા - 1

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પ્રતિક્ષા - 1

વાચકમિત્રો,

હું કૃતિકા, વ્યવસાયે આમ તો હું એક ફિટનેસ ટ્રેનર છું. અને કોરોનાંના આ કપરાં સમયમાં હાલ ઓનલાઈન ફિટનેસ કોચિંગ આપું છું. આમ છતાં શોર્ટ સ્ટોરી અને લઘુ નવલકથા લખવાનો પણ શોખ છે. “પ્રતિક્ષા” આવીજ એક શોર્ટ સ્ટોરી છે. જે લગભગ પાંચેક પ્રકરણમાં લખાયેલી છે. જો વાચકોનો પ્રતિસાદ સારો રહ્યો તો સ્ટોરી હજી આગળ લંબાઈશ. પ્રકરણ વાઇઝ સ્ટોરી લખવામાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આથી કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો.

સ્ટોરી કેવી લાગી, એ અંગે આપના પ્રતિભાવો આવકાર્ય છે.

K R U T I K A

Instagram@krutika.ksh123

***

પ્રતિક્ષા

પ્રકરણ-૧

“આર્યન....! સરખો ઊભો રે’ બેટાં....!” બેન્કમાં કેશ ડિપોઝિટ કરવાંની લાઇનમાં ઊભેલી અત્યંત ખૂબસૂરત પ્રતિક્ષાએ સાડી ખેંચી રહેલાં પાંચ વર્ષના તેનાં દીકરા આર્યનને કહ્યું.

બેન્કમાં હાજર મોટાભાગના પુરુષ કર્મચારીઓ તેમજ બેન્કમાં આવેલાં પુરુષ ખાતેદારોની નજર જાણે પાંત્રીસ વર્ષની અત્યંત ઘાટીલો દેહ ધરાવતી પ્રતિક્ષા ઉપરજ ચોંટી ગઈ હતી. એમાંય તેણે પેહરેલી લેમન યેલ્લો કલરની ટ્રાન્સપરન્ટ સિન્થેટીક સાડી તેણીના શરીરના તમામ વળાંકો ઉપર ચપોચપ ફિટ બેસી જતાં તેનાં શરીરના તમામ ઊભારો સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં. કોલેજ પૂર્ણ થયાંના વર્ષેજ માત્ર એકવીસ વર્ષની ઉમ્મરે લગ્ન થયાં બાદ હજી પાંચેક વર્ષ પહેલાં આર્યનનો જન્મ થયો હતો.

પ્રતિક્ષાના પતિ વિવેક શેર બ્રોકર હતાં. વર્ષે દહાડે સારું એવું કમાઈ જાણતાં વિવેક ઉચ્ચ મધ્યમવર્ગમાં આવતાં.

“આર્યન....! સીધો ઊભોરે’….!” સાડી ખેંચી રહેલાં નટખટ આર્યનને લાઇનમાં ઊભેલી પ્રતિક્ષાએ ફરીવાર સહેજ ચિડાઈને કહ્યું.

“ધાંય.... ધાંય.... ધાંય....” ત્યાંજ ગોળીઓ ચાલવાનો અવાજ સંભળાયો. અવાજ સાંભળીને ચોંકી ગયેલી પ્રતિક્ષા અને બેન્કમાં હાજર અન્ય લોકોએ અવાજની દિશા તરફ જોયું.

દરવાજા તરફથી લગભગ કાળાં કપડાં પહેરેલાં અને મોઢું ઢંકાય એવું કાળું માસ્ક પહેરેલાં ત્રણેક લોકો હાથમ બંદૂકો સાથે દાખલ થયાં.

હાથમાં બંદૂકો લઈને દાખલ થયેલા લૂંટારુઓને જોઈને બેન્કમાં હાજર પબ્લિકમાં અફરાંતફરી મચી ગઈ. લોકોએ ચીસાચીસ કરી મૂકી.

“એય....એય....!” ઊંચા સરખા એક લૂંટારુએ બૂમ પાડીને કહ્યું “જ્યાં છો ત્યાંજ રે’જો...!”

કોઈ કશું સમજે પહેલાંજ બીજા એક લૂંટારુએ બેન્કનો જાળીવાળો દરવાજો વાખી દીધો અને સાંકળવાળું લોક મારીને ચાવી પોતાની જોડે લઈ લીધી. થોડીવારમાંજ લૂંટારુએ બેન્કમાં હાજર પબ્લિકને “હાઈજેક” કરી લીધી. બંદૂકની અણીએ બધાંને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યાં. બે લૂંટારુમાંથી એક લૂંટારુ હાથમાં બંદૂક લઈને પબ્લિકના ટોળાંની જોડે ઊભો રહ્યો. એક લૂંટારુ જાળીવાળા લોખંડના દરવાજા પાસે ઊભો રહીને બહારની બાજુ જોઈ રહીને નિગરાની કરવાં લાગ્યો.

“લૉકરરૂમમાં લઈજા ચલ...” લૂંટારુના સરદારે બેન્ક મેનેજરની કેબિનમાં ધસી જઈને તેની સામે બંદૂક ધરીને કહ્યું.

ફફડી ગયેલો બેન્ક મેનેજર ચાવીઓનું ઝૂમખું લઈને લૉકર રૂમ તરફ જવાં લાગ્યો. લૂંટારુનો સરદાર પણ તેની પાછળ-પાછળ જવાં લાગ્યો.

“કઈં નઈ થાય...! કઈં નઈ થાય...! બેબી...!” પોતાનાં વ્હાલસોયા દીકરાં આર્યનને છાતી સરસો ચાંપી રાખીને ફફડી રહેલી પ્રતિક્ષા બોલી.

થોડીવાર પછી બહાર પોલીસની ગાડીઓની સાઈરન સંભળાઈ. બહાર શું થઈ રહ્યું હતું એ પ્રતિક્ષા સહિત બંધક બનાવાયેલાં લોકોને ખબર નહોતી.

“ચાલો એય...જલ્દી કરો...!” થોડીવાર પછી લૉકર રૂમમાંથી એક મોટી કાપડની બેગ ભરીને સરદારે બહાર આવીને ઘાંટો પાડ્યો.

“બોસ...! બા’ર પોલીસની ઝીપો આવી ગઈ છે...! અને ભીડ પણ જામી ગઈ છે...!” જાળીવાળાં દરવાજે ઊભો-ઊભો બહારનું દ્રશ્ય જોઈ રહેલો લૂંટારુ બોલ્યો.

“પાછળના દરવાજેથી જઈએ...! આમાંથી કોઈને બંધક બનાઈ લઈએ...!” કરડાકી ભર્યા સ્વરમાં સરદારે કહ્યું અને પિલ્લરની આડમાં પોતાનાં દીકરાં આર્યનને દબાવીને ઊભેલી પ્રતિક્ષા ઉપર ઝાપટ્યો.

“આહ....!” સરદારે પ્રતિક્ષાને ખેંચીને પોતાનાં બાવડાંમાં દબાવીને આજુબાજુ ગભરાઈને ફફડી રહેલાં લોકો તરફ કરડી નજરે જોયું.

“મમ્મીઈઈ...!” નાનકડો આર્યન રડવા લાગ્યો.

“આહ...આર્યન...!” રડી પડેલી પ્રતિક્ષા આર્યન તરફ હાથ લંબાવીને બૂમ પાડી ઉઠી.

બેન્કમાં હાજર બધાંજ એ કરૂણ દ્રશ્ય જોઈ રહ્યાં.

“ચાલ સાલી.....!” પ્રતિક્ષાએ વિરોધ કરવાં જતાં સરદારે એક જોરદાર તમાચો તેણીના ગાલ ઉપર જડી દીધો.

“આહ....!” કોમલ ગુલાબ જેવી નાજુક પ્રતિક્ષાનું મોઢું લોહીથી ભરાઈ ગયું.

મજબૂત કાઠીના સરદારના હાથના પ્રહારથી પ્રતિક્ષાને તમ્મર આવી ગયાં. તે લગભગ બેભાન થઈ ગઈ હોય એમ ઝોલાં ખાવાં લાગી.

“ચલ સાલી...!” પ્રતિક્ષાના વાળ ખેંચીને સરદાર તેણીને ઢસડી જવાં લાગ્યો.

સરદારની જોડે આવેલાં બંને લૂંટારુ બેન્કના પાછલાં દરવાજા તરફ દોડીને જવાં લાગ્યાં. ઝોલાં ખાઈ રહેલી પ્રતિક્ષા હવે જમીન ઉપર ફસડાઈ પડી. આમ છતાં, એ વાતની દરકાર કર્યા વિના સરદારે તેણીને ક્રૂરતાપૂર્વક ઢસડવા માંડી.

ત્યાંજ...

કોઈ કશું સમજે એ પહેલાંજ પિલ્લર પાછળ લપાઈને ઉભેલા એક યુવાને પાછળથી લૂંટારુ સરદારની બોચી પકડીને ખેંચી અને તેનાં હાથમાંથી બંદૂક ઝડપથી ખેંચી લીધી. સરદાર કઈં સમજે એ પહેલાં ઊંચા અને મજબૂત તે યુવાને સરદારને ધક્કાપૂર્વક દૂર હડસેલી ફેંક્યો.

“ધાંય....ધાંય....!”

સામેની દીવાલે અથડાઈને સરદાર હજીતો બેઠો થાય એ પહેલાંજ તે યુવાને સરદાર પાસેથી ઝૂંટવેલી બંદૂક વડેજ તદ્દન ઠંડા કલેજે સરદારને બે ગોળીઓ ધરબી દીધી. જમીન ઉપર પાડીને સરદાર તરફડિયાં મારવાં લાગ્યો અને બે ક્ષણમાં તો તેનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું.

ઝડપથી તે યુવાન બાકીના બે લૂંટારુ તરફ ફર્યો.

“ધાંય...ધાંય....!” પોતાનાં સરદારની મૌતથી બઘાઈ ગયેલાં બંને હજીતો કઈં હરકત કરે એ પહેલાંજ તે યુવાને એવાંજ ભાવવિહિન ચેહરે વધુ બે ગોળીઓ આગળ ઉભેલા એક લૂંટારુને મારી દીધી.

“આહ.....!” તે લૂંટારુ ચીસ પાડીને નીચે પટકાયો.

“ધાંય...!” તે યુવાને એક ડગલું આગળ વધી બંને હાથ વડે બંદૂક પકડતાં-પકડતાં કોઈ મુવીના હીરોની સ્ટાઈલમાં વધુ એક ગોળી ચલાવી દીધી.

જોકે હરકતમાં આવી ગયેલો તે લૂંટારુ ત્યાંથી ભાગવાં ગયો અને ગોળી નિશાનો ચૂકી દીવાલમાં ઘૂસી ગઈ.

“ધાંય...!” એ યુવાને બીજી એક ગોળી ચલાવી.

તે લૂંટારુ હવે બેન્કના પાછલાં દરવાજામાંથી બહાર દોડી ગયો અને ગોળી ફરી નિશાનો ચૂકી ગઈ.

બેન્કની બહાર દોડી ગયેલો તે લૂંટારુ હવે ઝડપથી બેન્કની પાછળની ઇમારતોની ગલીઓમાં ગાયબ થઈ ગયો. બેન્કના પાછલાં દરવાજે ઉભેલો તે યુવાન હવે હાથમાં બંદૂક લઈને પાછો અંદર આવ્યો અને દોડાદોડ જાળીવાળાં દરવાજા પાસે ગયો.

“આ દરવાજો ખોલો કોઈ...!” ફફડી રહેલાં બેન્ક મેનેજર તરફ જોઈને તે યુવાને ઘાંટો પાડ્યો.

તે યુવાન હવે ઉતાવળા પગલે જમીન ઉપર ફસડાઈને પડેલી પ્રતિક્ષા તરફ આવ્યો. બ્લેક કલરની હાલ્ફસ્લીવ પોલો ટી-શર્ટ, બ્લ્યુ જીન્સ, આર્મી બુટ્સ પહેલરેલો તે યુવાન કોઈ હીરો જેવો મજબૂત દેખાતો હતો. તેનાં કસાયેલાં શરીરને જોઈને કોઈપણ કહી શકે તે યુવાન રેગ્યુલર કસરત કરતો હશે. પ્રતિક્ષા તરફ આવતાં-આવતાં તેણે બંદૂક નીચે ફેંકી દીધી.

નીચે બેસીને પ્રતિક્ષાના માથા ઉપર આવી ગયેલાં તેનાં વાળની લટો હળવેથી દૂર કરી. બેન્કમાં હાજર કોઈ બહેને પ્રતિક્ષાના છોકરાં આર્યનને તેડીને શાંત કરવાં માંડ્યો.

“અમ્મ...આહ...!” મોઢામાં આવી ગયેલાં લોહીને ગળતાં-ગળતાં પ્રતિક્ષાએ પોતાની માંડ-માંડ ખુલ્લી રહેતી આંખે તે યુવાનને જોવાનો પ્રયત્ન કર્યો.

તે યુવાને હવે પ્રતિક્ષાને પોતાની મજબૂત બાંહોમાં ઉઠાવી લીધી અને તેણીને લઈને બેન્કના દરવાજા તરફ ચાલવા લાગ્યો.

બેન્ક મેનેજરે જાળીવાળો દરવાજો ત્યાં સુધી ખોલી નાંખ્યો હતો અને બહાર જઈને પોલીસની જીપ પાસે ઊભો-ઊભો પોલીસ ઈન્સ્પેકટર સાથે વાત કરી રહ્યો હતો. અંદર શું થયું એ વિષે તેણે કદાચ કહી સંભળાવતાં પોલીસના જવાનો બેન્કમાં અંદર દોડી ગયાં.

“she needs an urgent medical attention…!” બહાર પહોંચતાંજ તે યુવાન ભારે સ્વરમાં ઈન્સ્પેકટરને કહેવાં લાગ્યો.

“પ્લીઝ...આ બાજુ...!” ઇન્સ્પેક્ટરે તરતજ તે યુવાનને બહાર હાજર એમ્બ્યુલન્સ તરફ દોરી જવા માંડ્યો.

એમ્બ્યુલન્સનાં સ્ટાફે ઓલરેડી સ્ટ્રેચર બહાર કાઢીને તૈયાર રાખ્યું હતું.

તે યુવાને હવે પ્રતિક્ષાને સ્ટ્રેચરમાં સૂવાડી. ફરજ પર હાજર મેડિકલ સ્ટાફે પ્રતિક્ષાને માસ્ક પહેરાવી દીધું અને તેણીની સારવાર શરૂ કરી દીધી.

“સર...! અંદર શું થયું..!? પ્લીઝ તમે સ્ટેટમેંન્ટ લખાવજોને....!” એમ્બ્યુલન્સ જોડે ઉભેલા ઇન્સ્પેક્ટરે પૂછ્યું “તમારું નામ જણાવશો...!”

“શ્યોર...! કેપ્ટન અર્જુનસિંઘ....!” તે યુવાન પ્રભાવશાળી સ્વરમાં બોલ્યો “58th પેરા રેસક્યું....! ઇન્ડિયન આર્મી....!”

“કેપ્ટન અર્જુનસિંઘ..... અર્જુનસિંઘ........!”

એ યુવાનનાં મુખે નામ સાંભળતાંજ ઑક્સીજન માસ્ક પહેરીને બીજી તરફ મ્હોં ઢાળીને સ્ટ્રેચર પર સૂતેલી પ્રતિક્ષાનાં કાનમાં પડઘા પડવા લાગ્યાં.

“કેપ્ટન....અર્જુનસિંઘ....! અર્જુનસિંઘ....!”

ઑક્સીજન માસ્ક વાટે મળતા ઑક્સીજનને લીધે અર્ધબેભાન અવસ્થામાંથી ભાનમાં આવી રહેલી પ્રતિક્ષાને સ્ટ્રેચર જોડે ઊભાં-ઊભાં ઈન્સ્પેકટર સાથે વાત કરી રહેલાં યુવાનનો ચેહરો ધીરે-ધીરે સ્પષ્ટ દેખાવાં લાગ્યો.

“હે ભગવાન...!” એ યુવાનનો ચેહરો ઓળખી ગયેલી પ્રતિક્ષા હતપ્રભ થઈ ગઈ “અર્જુન...!”

***