Ek Pooonamni Raat - 10 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-10

એક પૂનમની રાત
પ્રકરણ-10
દેવાંશ અને સિધ્ધાર્થ સાવધાનીપૂર્વક વાવ તરફ આગળ વધી રહેલાં. દેવાંશ વાવની નક્ષી અને કોતરણીવાળી બાંધકામની રીત અને સુંદર રચના જોઇને બાંધણી જોઇ ખુશ થઇ ગયો એનાંથી બોલાઇ ગયું વાહ શું બાંધણી છે ? કેટલી સુંદર વાવ છે આવું બાંધકામ અત્યારે જાણે શક્ય નથી શું આપણો સ્થાપત્ય વારસો છે ?
સિધ્ધાર્થ પણ જોઇને ખુશ થઇ ગયો એણે કહ્યું ખરેખ ખુબ સુંદર બાંધણી છે આવી સુંદર વાવ આમ અવાવરૂ થઇને પડી છે ? સરકારનું ધ્યાન દોરીને આનું નવસર્જન કે એની જાળવણી કરાવવી જોઇએ.
બંન્ને જણાં આમ વાવનાં વખાણ કરતાં આગળ વધી રહેલાં અને વાવમાંથી એકમદ ઘૂંટાયેલો છતાં મીઠો અવાજ એક સુંદર સ્વર નીકળ્યો... કોણ છે ત્યાં ? અહીંયા મારું રાજ છે મારું વર્ચસ્વ છે કોણ છે એ કાળા માથાનો માનવી ?
દેવાંશ અને સિધ્ધાર્થ બંન્ને સાવધાન થયા અને સિધ્ધાર્થ દેવાંશને કહ્યું આ કોનો સ્વર છે ? કોઇ સમાજીક તત્વોએ રેકર્ડ કરેલું લાગે છે આવી જગ્યાઓએ આ લોકો આવાં તીકડમ કરીને લોકોને ડરાવે છે અને ભગાડે છે. સિધ્ધાર્થે એનાં પોલીસનાં સ્વભાવનો અને ચરિત્રનો ભાસ કરાવ્યો.
દેવાંશ કહ્યું અંકલ જે હશે એ આપણે ધેમ ધીમે સાવચેતીથી આગળ વધીએ જે હશે એ સામે આવ્યા વિના નહીં રહી શકે. આપણે બધી સંભાવનાઓથી વિચારીને આગળ વધીશું પણ અંકલ આ વાવનાં ફોટા લેવાં છે આ એંગલથી પહેલાં આ અદભૂત સ્થાપત્યનાં હું ફોટો લઇ લઊં પછી આગળ જઇએ. આવી તક નથી ગુમાવવી.
સિધ્ધાર્થે કહ્યું સાચી વાત છે આમ પણ આવાં બધાં ફોટોગ્રાફસ હું પણ લઇ લઊં આ બધા એક જાતનાં પુરાવાજ છે. ફરીથી સિધ્ધાર્થે એનાં પોલીસનાં સ્વભાવનો પરીચય આપ્યો. દેવાંશે કહ્યું મારાં માટે આ અણમોલ સંગ્રહ હતો એમ કહીને એ લોકોએ એમનાં સ્માર્ટ ફોન કાઢ્યાં.
દેવાંશે અને સિધ્ધાર્થે એમનાં સ્માર્ટ ફોન ખીસ્સામાંથી કાઢ્યાં અને સિધ્ધાર્થનાં મોબાઇલમાં રીંગ આવી અને અચાનકજ બંધ થઇ ગઇ સિધ્ધાર્થ જોયું કે વિક્રમસિહનો ફોન હતો પણ કેમ અચાનક બંધ થઇ ગયો ? બીજીજ ક્ષણે એણે નોંધ્યુ કે ટાવરજ જતું રહ્યું કનેક્ટજ ના થાય એવી પરિસ્થિતિ આવી ગઇ એણે દેવાંશને પૂછ્યું તારાં ફોનમાં ટાવર છે ? મારે અચાનક ટાવર જતું રહ્યું જાણે અહીં વાવમાં જામર લગાવ્યું હોય ?
દેવાંશે કહ્યું મારે પણ બીલકુલ નથી હમણાં સુધી હતું. બંન્નેને નવાઇ લાગી. સિધ્ધાર્થે કહ્યું હવે સેટેલાઇટ ફોનજ વિકલ્પ રહ્યો છે. એણે સેટેલાઇટ ફોન હાથમાં લઇને વિક્રમસિંહ ફોન લગાવ્યો.
વિક્રમસિંહે કહ્યું અરે સિધ્ધાર્થ હું તમને ક્યારનો ફોન લાગવું છું માંડ હમણાં લાગ્યો અને પછી કટ થયો અને પછી તો તમારો ફોન બંધ બતાવે.
સિધ્ધાર્થે કહ્યું સર અમે વાવ પહોચી ગયાં છીએ અહીં તમારી રીંગ આવી ફોન કટ થયો અને પછી ટાવરજ ગાયબ એટલે સેટેલાઇટ ફોનથી તમારો સંપર્ક કર્યો મેં....
વિક્રમસિંહ કહ્યું ઓહ તને બધાં પહોંચી ગયાને ? બધું બરાબર છે ને ? ટાવર કદાચ દૂરનો વિસ્તાર છે કદાચ નહી લાગે સેટેલાઇટ ફોનથી સંપર્ક કરજો અને કઈ મળ્યું કંઇ જાણવા મળ્યું ?
સિધ્ધાર્થે કહ્યું અમે હમણાંજ વાવ સુધી આવ્યા છીએ હજી જઇ રહ્યાં છીએ બીજી માહિતી પછી જણાવું અને આટલી વાત થઇને સેટેલાઇટ ફોનનો સંપર્ક પણ તૂટી ગયો.
સિધ્ધાર્થે દેવાંશને આશ્ચર્યથી કહ્યું આ કહેવુ પડે આમ કેમ થાય છે ? સિધ્ધાર્થે ફરીથી ફોન લગાવવા પ્રયત્ન કર્યો પણ કનેક્ટજ ના થયો.
દેવાંશ કહ્યું અંકલ પહેલાં આપણે હવે આપણું મીશન પુરુ કરીએ પછીથી વાત કરીશું ચાલો ફોટા તો લઇ લઇએ બીજું આગળ કંઇક અજુગતું થાય પહેલાં ફોટા લેવાઇ જાય.
સિધ્ધાર્થ કહ્યું ઓકે ચાલ ફોટા લઇ લઇએ અંગે બંન્ને જણાં ઝડપથી બધા એંગલે ફોટાં કલીક કરવા માંડ્યાં.
હજી થોડાં ફોટા કલીક કર્યા ત્યાં તો વાવની અંદરથી જોરથી હસવાનો અવાજ આવ્યો. અંદરથી સ્વર ઉઠ્યો... પાડી લે ફોટા તું આવવાનો હતો મને ખબર હતી આવ આવ.. હું તારીજ રાહ જોતી હતી કેટલાં વર્ષો પછી તારાં પગલાની આહટ સાંભળવા હું તત્પર હતી. ફરીથી હસવાનો અવાજ આવ્યો. દેવાંશ અને સિધ્ધાર્થે ફોન ખીસામાં મૂકીને કૂતૂહૂલ સાથે અવાજ આવ્યો એ દિશામાં પગરણ માંડ્યાં.
ચારેબાજુ ઊંચુ ઘાસ અને ઝાડી એમાંથી સુંદર વાવ દેખાઇ રહી હતી બંન્ને જણાં ધીમે ધીમે સાવધાની પૂર્વક આગળ વધી રહેલાં. સૂર્યનો તાપ મંદ પડતો જતો હતો. દેવાંશ ધીમે ધીમે આગળ વધી ગયો એને હવે વાવની ઉપરનો ભાગ દેખાયો ધુમ્મટ જોવાં ભાગમાંથી અંદર વાવ દેખાઇ રહી હતી.
સિધ્ધાર્થ થોડો પાછળ રહી ગયેલો. દેવાંશ એ ધુમ્મટ નીચે પહોચી ગયો એં આશ્ચર્ય વચ્ચે ત્યાં જગ્યા એકદમ સાફ સૂથરી હતી જાણે હમણાંજ કોઇએ ત્યાં સાફ સૂફી કરીને ચોખ્ખી કરી હતી.
ધૂમ્મટની અંદર આવીને એની નજર આખી વાવ પર પડી. સાત માળ જમીનની અંદર પત્થરથી બનાવ્યાં હોયએવી વિશાળ વાવ હતી. ત્રણ મજલા જમીનની અંદર પગથીયા બનાવીને જેટલો ભાગ હતો તે સાવ કોરો હતો અને પછી પાણીજ પાણી દેખાઇ રહ્યું હતું. વાવનાં ભાગમાં પત્થરોમાં ઘાસ અને જંગલી વનસ્પતિ ઉગી નીકળી હતી અવાવરૂ વાવ હતી પણ વાવની બંન્ને દિવાલો પર સુંદર કોતરણી અને નક્ષીવાળા પત્થરો જેડેલાં હતાં. જોઇને દેવાંશ ભાવ વિભોર થઇ ગયો.
એણે જોયું કે માત્ર ધુમ્મટ વાળો ભાગની ફર્સ સાફ હતી બાકી બધે સૂકા પાંદડા, ઘાસ અને જંગલી વનસ્પતિ હતી અને દેવાંશ એનાં પણ ફોટા લીધાં.
અને ત્યાંજ સિધ્ધાર્થ પણ આવી ગયો ધુમ્મટ નીચે અને એણે એ બધુ જોઇને કહ્યું દેવાંશ આ જગ્યા કેટલી સાફ છે. અને વાહ આટલી વિશાળ વાવ ? કોણે બનાવી હશે ? કેવી સુંદર પત્થરમાં નક્ષીકામ અને કોતરણીઓ છે આ વાવ કેટલી ઊંડી હશે ? 3 મંજલા તો સ્પષ્ટ દેખાય છે જમીનની અંદર આગળ કેટલાં હશે ?
દેંવાશે કહ્યું અંકલ મેં જે અભ્યાસ કરેલો એમાં વાવ જમીનની અંદર સાત માળ સુધી બનેલી હોય છે આ પણ ઓછામાં ઓછી સાત માળ જમીનની અંદર હશે કેટલાં કેટલાં જીવ અહીં નિશ્ચિંતતાથી જીવતાં હશે.
સિધ્ધાર્થે અને દેવાંશને અહીં કોઇ માણસો કે બીજા વીજાણું સાધનો છૂપાયેલા હોય એવું કઈ દેખાતું નહીં દેંવાશે કહ્યું આ અદભૂત જગ્યા છે કેટલી ઠંડક છે.
ત્યાંજ અંદર વાવનાં પેટાળમાંથી અવાજ આવ્યો અહીં શાંતિ છે ઠંડક છે પણ મારાં જીવને ઠંડક નથી આજે તું આવ્યો છે એટલે ઠંડક થઇ... મારી નિશ્ચિતતામાં તમે લોકો આવીને ખલેલ પહોચાડી છે પણ આ ખલેલ મને ગમી છે. હા.. હા હા હા...
દેવાંશે હિંમત એક્ઠી કરીને કહ્યું પણ તમે કોણ છો ? ક્યાંથી બોલો છો ? મારાં આવવાની રાહ જોતાં હતાં ? શા માટે ? મારે તમારી સાથે શું સંબંધ છે ? દેંવાંશ જે બોલ્યો એનાં પડધા પડીને એજ શબ્દો પાછા આવ્યાં. સામેથી કોઇ જવાબ ના આવ્યો થોડીવાર નિશબ્દતા છવાઇ ગઇ.
સિધ્ધાર્થનું ફોજદારી લોહી ઉકળી ઉઠ્યું એણે કહ્યું અરે અહીં એવું કોઇ નથી કોઇ અસમાજીક અને લુખ્ખા તત્ત્વોનું કાવતરું છે હું તપાસ કરી અહીં બધુ સાફ સૂફ કરાવીને બધુ બંધ કરાવી દઇશ. નિર્દોષ લોકોને ડરાવવા નાં કાવત્રા છે બધું બકવાસ છે.
દેવાંશે કહ્યું અંકલ હમણાં સખ્તી ના બતાવો હમણાં પહેલાં આપણે... હજી દેવાંશ આગળ બોલે પહેલાંજ અંદરથી ગુસ્સાવાળો અને આહત પામેલો અવાજ આવ્યો. એય દેવું તું સાથે આને કોને લઇને આવ્યો છે ? એને કહીદે એની ફોજદારી અહીં ના જતાવે નહીંતર....
વધુ આવતા અંકે - પ્રકરણ - 11