31 Decemberni te raat - 10 in Gujarati Detective stories by Urvil Gor books and stories PDF | 31 ડિસેમ્બરની તે રાત - 10

Featured Books
Categories
Share

31 ડિસેમ્બરની તે રાત - 10

ગયા ભાગમાં જોયું કે કેવી રીતે જૈમિન કેશવ અને જેસિકાને હોટેલમાં જતા જોઈ ગયો અને તે બંનેનો પીછો કરી ત્રિશાને ફોન કર્યો જેથી ત્રિશા કેશવને રંગે હાથ પકડવા હોટેલ આવવા નીકળી.

ત્રિશાએ હોટેલ આવી ફરીથી જૈમિનને ફોન કર્યો અને જૈમિન તેને કેશવના રૂમ આગળ લઈને આવ્યો.

જૈમિન: ત્રિશા આ રૂમ છે જેમાં મેં કેશવ અને જેસિકા ને જતા જોયા.

ત્રિશા : ' આર યુ શ્યોર?' જૈમિન

જૈમિન : હા...! ખરેખર

ત્રિશાએ હિંમત કરી રૂમની બેલ વગાડી.

તરત જ કેશવે અંદરથી દરવાજો ખોલ્યો અને ત્રિશા એ શું જોયું અંદર કેશવ જેસિકા સાથે એમની જ ઉંમરના બીજા ગર્લ્સ બોયસ્ હતા જે ખાઈ પીને નાનકડી પાર્ટી જેવું કરી રહ્યા હતા.

કેશવ આમ અચાનક ત્રિશા અને જૈમિનને જોઈને આશ્ચર્યમાં પડ્યો.

કેશવ : ત્રિશા...? તું અહીંયા શું કરે છે?

ત્રિશા : હું શું કરું છું? તું શું કરે છે આ બધું શું ચાલી રહ્યું છે?

કેશવ : એક...એક મિનિટ તને અહિંયાનું એડ્રેસ કોણે આપ્યું?

ત્રિશા : કોઈએ પણ આપ્યું હોય. તું જેસિકા સાથે કેમ આવ્યો છે અહીંયા?

કેશવ ધીરે ધીરે બધું સમજવા લાગ્યો હતો.

કેશવ : ઓહ....આઈ સી ... તને એવું લાગે છે હું જેસિકાને હોટેલમાં .....

ત્યાંજ અંદરથી જેસિકાનો અવાજ આવ્યો.

જેસિકા : શું થયું કેશવ? કોણ છે?
એટલું કહી જેસિકા દરવાજા આગળ આવી.

ત્રિશા : જેસિકા તું હવે કેશવથી દૂર થઈ જજે. ' વી આર ઈન રીલેશનશીપ '

ત્રિશાએ એક ખરાબ ટોને ગુસ્સામાં જેસિકાને કહ્યું. જૈમિન ત્યાંજ ઉભો હતો પરંતુ તે એક શબ્દ પણ ના બોલ્યો.

ત્રિશા : અને કેશવ સાંજે મળીયે આજે આ વાતનો અંત લાવી જ દઈએ.

હજુ જેસિકા કે કેશવ ચોખ્ખી વાત કરે એ પહેલાં તો ત્રિશા અને જૈમિન ત્યાંથી નીકળી ગયા.

કેશવને આમ બધા વચ્ચે ત્રિશાને ઊભી રાખી પૂરી વાત કહેવી યોગ્ય ના લાગી તેથી તેણે સાંજે મળવાનું નક્કી કર્યું.

સાંજે બંને એક પુલ ઉપર મળ્યા. બંને ત્યાં સાબરમતી નદી તરફ મોઢું રાખી ઊભા હતા અને ઠંડી હવા વાતાવરણમાં પ્રસરવા લાગી હતી.

કેશવએ વાતની શરૂઆત કરી અને કહ્યું...

કેશવ : બોલ...શું જાણવું છે તારે હું અને જેસિકા હોટેલમાં કઈ પાર્ટી કરી રહ્યા હતા?

ત્રિશા : હા...તે મને કીધું તો હતું કે તું મિત્રની બર્થ ડે પાર્ટીમાં જાય છે પરંતુ મિત્ર જેસિકા છે અને પાર્ટી તેના ઘરની જગ્યાએ હોટેલમાં? મને આ બધું બહુજ ગૂંચવણ ભર્યું લાગે છે.

ત્રીશાના વાળ ઠંડી હવા સાથે ઊડી રહ્યા હતા અને તેણે કેશવ સામે જોયું પરંતુ કેશવ હજુ પણ નદી તરફ જ જોઈ રહ્યો હતો.

કેશવ : ગૂંચવણ ભર્યું કેમ લાગે છે? કારણ કે ' યુ આર ઈન-સિક્યોરે ' કહેવત એમ જ નથી પડી કે ' બોલતા પહેલા સો વાર વિચારવું '

ત્રિશા આ સાંભળી થોડી આશ્ચર્યમાં પડી.

ત્રિશા : મતલબ શું કહેવા માંગે છે તું?

કેશવ : આજે જેસિકાની છેલ્લી બર્થ ડે હતી. તેની પાસે ફક્ત હવે એક મહિનો છે. તેની પાસે કોઈ ખાસ મિત્રો ન હતા. જ્યારે હું તેને પહેલી વાર સંસ્થામાં મળ્યો ત્યારથી લઈને અત્યાર સુધી અમે એક સારા મિત્રો જ રહ્યા. તેને હંમેશાથી ઓછા મિત્રો હતા અને શી હેટ ક્લબ પાર્ટી એન્ડ ઓલ તેથી અમે ફક્ત તેના થોડા મિત્રો સાથે પાર્ટી કરવાનું આયોજન કર્યું.

તેને ઘરમાં પાર્ટી કરવાની ઈચ્છા ન હતી કારણ કે તે તેના માતા પિતાને પાર્ટી બાદ દુઃખી જોવા નહતી માંગતી.

એન્ડ યુ નો વૉટ ત્રિશા તે હંમેશા કહેતી હતી કે ત્રિશા ખૂબ સારી છે તેને ખુશ રાખજે.... બટ તે આજે તેનો ભ્રમ તોડી દીધો. બીજું ઘણું બધું કહેવું હતું તને પણ એ બધી વાતો તારા ઇન-સિક્યોરે માઈન્ડમાં નઈ જાય અને તને તે વાતો લાગતી વળગતી પણ નથી.

કેશવ જેવો બોલતો બંધ થયો ત્યાં જ પાંચ મિનિટ માટે બંનેમાંથી કોઈ ન બોલ્યું. ત્રિશા બીજું કશું જ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. તે જઈ રહી હતી ત્યાં સુધી કેશવ સાબરમતી નદી તરફ જ જોઈ રહ્યો હતો.

તે દિવસ બાદ કેશવ ત્રિશાને બોલાવવાનું બંધ કરી દીધું પરંતુ બાકીના મિત્રોએ સલાહ આપ્યા બાદ ફક્ત મિત્રો તરીકે એકબીજાને સાથે વાત કરવા લાગ્યા.

*********************

સર આ ઘટના હતી જે પછી કેશવ અને ત્રિશાનું બ્રેક અપ થઈ ગયું અને તેઓ ફક્ત એક મિત્ર જ રહ્યા અને કેશવ આ વાતને લઈને ગુસ્સે હતો કે મેં ત્રિશાને ગેર માર્ગે વાળી અને જેથી તે હોટેલ આવી ....એન્ડ તે બંનેના બ્રેક અપનું કારણ હું છે.

સર માત્ર આ વાતથી તે લગભગ એક દોઢ વર્ષ સુધી ગુસ્સામાં રહ્યો.

જૈમિન જેને વિરલ સાહેબ તેના બંગલેથી પકડીને લાવ્યા હતા તે કન્ફેશન આપી રહ્યો હતો. તેણે આખી ઘટના કહી અને એક નવી શંકા ત્રિશા તરફ નાંખી વાત પૂરી કરી.

વિરલ સાહેબ આ બધું સાંભળી થોડી વાર વિચારમાં પડ્યા અને ટેપ રેકોર્ડરની સ્વીચ બંધ કરી લ્યુક અને વિરલ સાહેબ રૂમની બહાર નીકળ્યા.

વિરલ સાહેબ: લ્યુક બહુ બધા શંકાના દાયરામાં છે... જૈમિનની ફિંગર પ્રિન્ટ મળી, ત્રિશા પાસે મોટીવ હતો , રચનાએ પણ જૈમિન જેવું જ કર્યું હતું કદાચ બની શકે જૈમિન અને રચનાએ ભેગા મળીને પણ કર્યું હોય અને તે હોટલવાળી પાર્ટી પણ... કંઇક આમ ગૂંચવણ ભર્યું જ લાગે છે.

બહુ શક્યતા છે આ કેસમાં.

આ કેસ ખૂબ લાંબો ચાલશે કેમ મને એવું લાગે છે? વિરલ સાહેબે સિગારેટ સળગાવીને લ્યુકને કહેતા કહ્યું.

પ્રતિભાવ જરૂર આપશો.🙏

(ક્રમશ:). - Urvil Gor