31 Decemberni te raat - 8 in Gujarati Detective stories by Urvil Gor books and stories PDF | 31 ડિસેમ્બરની તે રાત - 8

Featured Books
Categories
Share

31 ડિસેમ્બરની તે રાત - 8

બપોરના એક વાગ્યા હશે.

' જય હિંદ...સર હું વિરલ...'

' જય હિંદ યસ...વિરલ વૉટ હેપન?

' સર...અમારી ટીમે જૈમિન ચૌહાણની ધરપકડ કરવા માટે બધા પુરાવા એકઠા કરી લીધા છે અને હવે અમે તેની ધરપકડ કરવા જઈ રહ્યા છીએ. જતા પહેલા થયું કે તમને જાણ કરી દઉં...'

' અઅઅઅ...ઠીક છે પણ શાંતીથી બધી કાર્યવાહી કરજે હું હવે આગળની પ્રક્રિયા પર કામ શરૂ કરું. ઉપરથી દબાવ આવવાના શરૂ થશે. કાફલો સારો એવો રાખજે જોડે...અને કંઇ પણ જરૂર પડે તરત ઇમરજન્સી ટીમને કૉલ કરજે '

' શ્યોર સર...નો પ્રૉબ્લેમ '

વિરલ સાહેબ બધા પુરાવા સાથે જૈમિનની ધરપકડ કરવા માટે તૈયાર હતા.

પોલીસ રામજીભાઈના બંગલે પહોંચી. જોતા જોતા તો પોલીસની ગાડીના સાયરનના કારણે આજુબાજુમાંથી લોકો જોવા આવી ગયા.

લોકોએ મીડિયાવાળાઓને ફોન કરી બોલાવી લીધા , કોઈક મોબાઈલ માંથી વિડિયો શૂટ કરવા લાગ્યા આખરે રામજીભાઈ અધ્યક્ષ હતા તેમના ઘરે પોલીસ આવે એ પણ કાફલા સાથે એટલે જરૂર કંઇક મોટું લફડું હશે તે અંદાજે લોકો ભેગા થઈ ગયા.

અમુક લોકો ફેસ બુક , ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી ગયા અને લાઈવ ટેલિકાસ્ટ બતાવવા લાગ્યા. રિપોર્ટરોનો જમાવડો થઈ ગયા. અલગ અલગ ન્યૂઝ ચેનલોના રિપોર્ટરો ફટાફટ પહોંચી ગયા.

એમ પણ આપણને ખબર છે કે ઘટના સ્થળે પોલીસ કરતા રિપોર્ટરો જલ્દી આવી જાય છે.

વિરલ સાહેબે તેમના બંગલાનો દરવાજો ખખડાવ્યો.

દરવાજો નોકરે ખોલ્યો.

વિરલ સાહેબ સીધા અંદર ઘુસ્યા ત્યાં રામજીભાઈ , જૈમિન અને તેમની માતા જમી રહ્યા હતા.

'મિસ્ટર જૈમિન ચૌહાણ તમારા માટે અરેસ્ટ વોરંટ છે અમારી સાથે તમારે આવું પડશે.' વિરલ સાહેબે અરેસ્ટ વોરંટ બતાવી પાંડે અને રાવને જૈમિનને અરેસ્ટ કરવાનો હુકમ આપ્યો.

તે બધા જમતાં જમતાં ઊભા થઈ ગયા.

જૈમિન : વૉટ...શું? તમારી કોઈ ભૂલ થઈ છે. સવાર સવારમાં ડ્રિંક કરીને આવ્યા શું?

રામજીભાઈ : વિરલ શું બોલી રહ્યો છે. મારો છોકરો છે આ ... કોઈ હાથ નઈ લગાવે શું પુરાવા છે? ઉભોરે હાલ જ કમિશનરને ફોન કરું છું...

રામજીભાઈ એ કમિશનરને ફોન કર્યો પણ કમિશનરે ફોન જ ન ઉઠાવ્યો.

વિરલ સાહેબ : એ રાવ.. પાંડે ચલો ચલો ઝડપ રાખો.

' કોઈ હાથ નઈ લગાવે જૈમિનને આ કોન્સ્ટેબલોની ઓકાત શું?

રાવે જયમીનના હાથમાં દોરડું બાંધ્યું અને તેને લઈ જવાનું શરૂ કર્યું . આ જોતાજ રામજીભાઈ અને તેમની વાઇફ કોન્સ્ટેબલને રોકવા લાગ્યા પરંતુ બીજા પોલીસ કાફલાએ બંનેને રોકી રાખ્યા.

વિરલ સાહેબ જૈમિન સાથે જ ચાલતા ચાલતા બંગલાની બહાર નીકળી રહ્યા હતા ત્યાંજ રામજીભાઈ આવ્યા અને પાછળથી વિરલ સાહેબનો કોલર પકડ્યો.

' તારું જીવવાનું હરામ ના કર્યું ને તો મારું નામ રામજી ચૌહાણ નહીં.'

વિરલ સાહેબે તરત પોતાની માંજરી આંખે રામજીભાઈ સામે જોયું અને કહ્યું...

' કોલર છોડો...તમારી ઓકાત નથી આ વર્ધીને અડવાની... બહાર આખી મીડિયા ઊભી છે...કહેતા હોય તો તમને પણ ફેમસ કરાવી દઉં...અને આગળથી અડતા પહેલા વિચારજો નહિતર ઉંમર નઈ જોવું તમારી સમજ્યા?'

બહાર ટોળે ટોળા ઊભા હતા. મીડિયાવાળા કેમેરા લઈ લઇને ટેલિકાસ્ટ કરતા હતા.

' આઘા જાઓ...દૂર જાઓ...જવાની જગ્યા આપો ' પોલસના કાફલાએ લોકો તેમજ રિપોર્ટરોને દૂર કરતા કહ્યું.

રિપોર્ટર : જૈમિન...તમે કંઇક કહેવા માંગશો કેમ તમારી ધરપકડ કરવામાં આવી છે?

જૈમિન : હું નિર્દોષ છું... પોલીસ મને ખોટી શંકાથી લઈ જાય છે...

આટલું બોલતા બોલતા પોલીસે જૈમિને જીપમાં બેસાડી દીધો.

બીજો રિપોર્ટર : વિરલ સાહેબ...કેમ એક અધ્યક્ષના સુપુત્રની ધરપકડ કરવામાં આવી? શું તેમણે કોઈનું ખૂન કર્યું? કે ડ્રગ્સ? શું છે મામલો તમે કંઇક કહેશો?

વિરલ સાહેબ તે રિપોર્ટર આગળ ઊભા રહ્યા અને બાકી રિપોર્ટરો પણ ત્યાં આવી ગયા જાણે તેમને એવું હશે કે વિરલ સાહેબ બધા સવાલના જવાબ આપશે.

લાઈટોના જબકારા સાથે કેમેરા મેન ફોટો લઇ રહ્યા હતા.

' એવું છે ...તમારા પ્યારા રામજીભાઇના પ્રિય સુપુત્ર જૈમિનને અમે જમતાં જમતાં ઊભા કર્યા જેથી તેને પોલીસ સ્ટેશનમાં જઈને જમવાનું આપવું પડશે તેથી હું હાલ કોઈ જવાબ આપી શકું તેમ નથી ' વિરલ સાહેબે તે રિપોર્ટરને ટોન્ટમાં જવાબ આપી જીપની આગળની સીટમાં બેસી ગયા અને જીપ સાયરન વગાડતી વગાડતી પોલીસ સ્ટેશન જવા નીકળી ગઈ.

***************

પોલીસ સ્ટેશન પહોંચી મીડિયા આવે તે પહેલાં જૈમિનને ઇન્ટરોગેટ રૂમમાં લઈ ગયા.

જોતા જોતા તો બધા ન્યુઝ ચેનલોમાં પ્રસારિત થઈ ગયું કે ' સમાજ સેવા પાર્ટીના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણના પુત્રની ધરપકડ કરવામાં આવી.'

કોઈ ચેનલમાં એવું બતાવ્યું કે તેમને ડ્રગ્સમાં પકડ્યો , કોઈકે કહ્યું તે છોકરીઓના રેકેટમાં પકડાયો... વગેરે વગેરે આપણી મીડિયા તો બધાને ખબર જ છે...

' તો જૈમિન શું કહેશો? તમારી ફિંગર પ્રિન્ટ મળી છે કેશવના ઘરેથી તેજ દિવસની કદાચ ' વિરલ સાહેબે ફરીથી તેને સામે બેસાડતા પૂછ્યું.

' શું...તમને મારા પર શંકા છે હું તો કેશવનો ખાસ મિત્ર હતો...હાં હું માનું છું કે મારી ફિંગર પ્રિન્ટ મળી હશે પણ ...હું તો ખાલી તેને 31 ડિસેમ્બરે પાર્ટીનું ઇન્વિટેશન આપવા ગયો હતો....મે કોઇ ખૂન નથી કર્યું
..વિશ્વાસ કરો સર...

' તો આ વાત પહેલી વખતમાં કેમ ના કહી?' વિરલ સાહેબે પોતાનો હાથ ટેબલ પર પછાડતા જૈમિનને પૂછ્યું.

' સર... અઅઅઅ....હું થોડો ગભરાઈ ગયો હતો અને મને એવું હતું કે આ તો સામાન્ય વાત છે.

' આ સામાન્ય વાત લાગે છે? કેશવ સાથે જોડાયેલી દરેક બાબત જાણવી ખૂબ જરૂરી છે '

' સોરી સર...પણ મેં કશું નથી કર્યું. સાચું કહું છું '

' એતો આગળ ખબર પડશે બકા...'

થોડી ક્ષણો માટે માહોલ શાંત થઈ ગયો.

' પરંતુ સર એ વાત ખબર ના પડી કે તમે ફિંગર પ્રિન્ટ મેચ કેવી રીતે કરી? મેં તો કોઈ ફિંગર પ્રિન્ટ આપી નથી...'

' જ્યારે તું ઇન્ટરોગેટ રૂમમાંથી બહાર નીકળતા પહેલા આ ટેબલ પર પડેલા કાંચના ગ્લાસમાંથી બધું પાણી પી ગયો હતો...તે કાંચનો ગ્લાસ ત્રિશાને અંદર બોલાવતા પહેલા મારા કહેવા મુજબ લ્યુક જે સબ ઇન્સ્પેક્ટર છે આ કેસમાં તેણે તે ગ્લાસ ગ્લવસ પહેરી લેબમાં મોકલી દીધો.

જ્યારે રાવે આવીને કહ્યું કે એક બીજી ફિંગર પ્રિન્ટ મળી છે ત્યારે મેં તારી ફિંગર પ્રિન્ટ મેચ કરી અને બસ મેચ થઈ ગઈ....

' બટ સર મેં ખરેખર કશું નથી કર્યું ...હું તમને કહું છું કે તે દિવસે હું કેમ કેશવના ઘરે ગયો હતો '

' યસ... પ્લીઝ ગો અહેડ...' વિરલ સાહેબે ફરીથી ટેપ રેકોર્ડરની સ્વીચ ઓન કરી.

(ક્રમશ:)
- Urvil Gor